Wednesday, October 14, 2026
Home Blog Page 299

જામનગરના ગ્રીન પાર્ક વિસ્તારમાં પતિને સાસુ-સસરા પત્નિ સહિત 4 શખ્સોએ ઢીબી નાખ્યો..

0

જામનગરના ગ્રીન પાર્કમાં રીસામણે ગયેલ પત્નિના પતિને ચાર શખ્સોએ ઢીબી નાખ્યો..

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગર શહેરના ગ્રીનપાર્ક શેરી નં.૧, બ્લોક નં ૨૨ સુન્ની મુસ્લિમ અજયુકેશનની બાજુમાં રહેતા મોહિન શકીલભાઈ ધાનાણી ઉ.વ.રપ એ ફરીયાદ નોંધાવી છે.તા.૧૪-ર-ર૦રર ના રોજ ફરીયાદી મોહિનની પત્ની છેલ્લા છ માસથી રીસામણે હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ આસીફ અબ્દુલ વહાબ, અરમાન આસીફ વહાબ, મરીયમબેન આસીફ વહાબ, કૌશર મોહીન ધાનાણીએ એકસંપ થઇ મોહીન ના ઘરે આવી ફરીયાદી મોહિનને અહીથી ચાલ્યો જા તેમ કહી મનફાવે તેવી ભુંડી ગાળો કાઢી આરોપી આસીફ અબ્દુલ વહાબ એ ફરીયાદી મોહિનને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી તથા આરોપી અરમાન આસીફ વહાબ, મરીયમબેન આસીફ વહાબ, તથા પત્નિ  કૈશર મોહીન ધાનાણી એ ફરીયાદી મોહિનને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટેલા આથી મોહીનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આથી પોલીસે મોહિન શકીલભાઈ ધાનાણીની ફરીયાદ પરથી સાસુ, સસરા અને પત્નિ વિરૂદ્ધ IPC ક્લમ-૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫ – (૧) મુજબ ગુનો નોંધી આરોપીની ઘરપકડના ચક્રો ગતીમાન કર્યાં છે.

કાલાવડ પંથકના ” માખાકરોડ “માં 10 પત્તાપ્રેમી પાંજરે પુરાયા

0

કાલાવડ પંથકના માખાકરોડમાં 10 પત્તાપ્રેમી પોલીસ પાંજરે પુરાયા..

33 હજારની રોકડ, ઇકો ગાડી અને 6 મોબાઇલ કબ્જે લેતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર 14. કાલાવડના માખાકરોડ ગામમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા દસને પોલીસે દરોડા દરમ્યાન રોકડા 33600 અને 6 મોબાઇલ તથા ઇકો ગાડી મળી કુલ 2.66 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.કાલાવડ તાલુકાના માખાકરોડ ગામે સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રાજકોટ 150 રીંગ રોડ શ્રીરામ પાર્ક શેરી નં. 5 માં રહેતા મુકેશ ભીખા સખીયા, રાજકોટ શ્યામપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અશોક નાથા ઉનડકટ, લોધીકા તાલુકાના ખીરસરા ગામના ભોલા ભીખા વાગડીયા, ખીરસરાના ચેતન રાજેશ વાગડીયા, માખા કરોડ ગામના સુરેશ પાંચા ભુવા, રાજકોટ ગાયત્રીનગર-12માં રહેતા કિશોર ચકુ લીંબાસીયા, નાના મૌવા જીવરાજપાર્ક સામે લક્ષમણ ટાઉનશીપ બ્લોક ડી-409 ખાતે રહેતા જીતેન હરી વેકરીયા, રામનાથપરા-11 ખાતે રહેતા પિયુષ પ્રાણજીવન રાધનપુરા, ન્યુ સુભાષનગર શેરી નં. 2માં રહેતા રાજેશ ગોવિંદ ઘાડીયા અને કોઠારીયા મેઇન રોડ હુડકો કવાર્ટર ખાતે રહેતા જયેશ હેમત પંડયાને પકડી લીધા હતા.ગ્રામ્ય પોલીસમાં બાતમીના આધારે દરોડો પાડી ઉપરોકત દસ જુગારીઓને ઝડપી લઇ રોકડા 33600, 6 મોબાઇલ અને ઇકો ગાડી મળી કુલ 2.66.100નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાના પગલે ચકચાર ફેલાઇ ગઇ હતી.

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી ખળભળાટ

0

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી ખળભળાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.દેશ દેવી ન્યુઝ જામનગર ખંભાળિયા 14.ખંભાળિયા ભાણવડ રોડ પર આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ખંભાળિયા પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ચર્ચાતી વિગત મુજબ મહિલા પોલીસ કર્મચારીએ થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાનું અને આ બંને વચ્ચે વિવાદ ચાલતો હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

મૂળ ખેડા જિલ્લાના રહીશ એવા મીરાબેન દશરથભાઈ ચાવડા નામના 29 વર્ષના મહિલા ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેમના પ્રેમ લગ્ન આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે મીઠાપુરની મહાવીર સોસાયટીમાં રહેતા મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી નામના એક યુવક સાથે થયા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન હાલ આશરે ત્રણેક વર્ષનો એક પુત્ર પણ છે. જે છેલ્લા કેટલાક દિવસોથી મીરાબેનના પિતાના ઘરે હોવાનું જાણવા મળ્યું છે.ખંભાળિયાના મહિલા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ચાવડાને તેણીના પતિ મિતેશભાઈ સાથે છેલ્લા છએક માસથી અવારનવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી. દાંપત્યજીવનમાં ચાલતા ઝગડા વચ્ચે ચારેક દિવસ પહેલા કોઈ બાબતે કારણોસર પતિ-પત્ની વચ્ચે ફોન ઉપર ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાબત મીરાબેનને મનમાં લાગી આવતા ગઈકાલે રવિવારે રાત્રીના સમયે તેણીએ ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના બ્લોક નંબર બી/3 ખાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં તેણીનો મૃત દેહ સાંપડયો હતો.

આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા તથા પી.આઈ. પોલીસ ક્વાર્ટર કોટર ખાતે મીરાબેનના રહેણાક ખાતે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરી હતી. મીરાબેનના મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.આ બનાવ અંગે મૃતકના પતિ મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણીએ ખંભાળિયા પોલીસમાં ઉપરોકત બનાવ અંગે જરૂરી નોંધ કરાવી છે. જે સંદર્ભે પોલીસે હાલ એ.ડી. અંગેની નોંધ કરી, આગળની તપાસ પ્રોબ્શનલ એ.એસ.પી. નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

હેપી વેલેન્ટાઈન ડે… પ્રેમ આંધળો હોય છે… બ્લાઇન્ડ શિક્ષકની અનોખી પ્રેમ કહાની.

0

હેપી વેલેન્ટાઈન ડે… પ્રેમ આંધળો હોય છે… બ્લાઇન્ડ શિક્ષકની અનોખી પ્રેમ કહાની.

દેશ દેવી ન્યુઝ જામનગર : 14.દરેક પ્રેમી જોડી વેલેન્ટાઈન વીકની રાહ આખું વર્ષ આતુરતાથી કરે છે. આ ખાસ વીકની શરૂઆત ગુલાબની સુગંધ એટલે કે રોઝ ડેથી થાય છે.

કપલ્સ આ દિવસને સ્પેશીયલ બનાવવાથી લઈને પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી, ગુલાબના ફૂલો તથા ચોકલેટનો સહારો લે છે. રોઝ ડે મનાવવા માટે ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે.

જો તમે ROSE ના અક્ષરોને વ્યવસ્થિત કરો છો તો તે બની જાય છે ‘EROS’જે પ્રેમના દેવતા છે. ગ્રીક માઈથોલોજી અનુસાર, પ્રેમની દેવી Venusનું પણ પસંદીદા ફૂલ ગુલાબ છે. પરંતુ સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી

એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી ઉતરી આવ્યું છે. જો કે સંત વેલેન્ટાઈન વિશે કોઈ ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી. 1969માં કેથલિક ચર્ચે કુલ 11 વેલેન્ટાઈન સંત હોવાની વાત સ્વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સંત વેલેન્ટાઈને પોતાના મૃત્યુના સમયે જેલરની દીકરી જેકોબસને પોતાની આંખોનું દાન કર્યું. જેકોબસ અંધ હતી. આ બાદ સંતે એક પત્ર પણ લખ્યો અને તે પત્રમાં છેલ્લે લખ્યું હતું ‘વેલેન્ટાઈન’. આમ આ દિવસથી સંત વેલેન્ટાઈનની યાદમાં નિસ્વાર્થ ભાવે પ્રેમને યાદ કરીને વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે….જામનગરમાં એક બલાઇન્ડ શિક્ષકની અનોખી પ્રેમ કહાની છે..બલાઇન્ડ હરેશ હિંડોસાને કોલેજ સમય દરમિયાન પત્ની પૂજા સાથે લવ થયો હતો અને પાંચ વર્ષ સુધી વાતચીત કર્યા બાદ પરિજનો ન માનતા આખરે કોર્ટ મેરેજ કર્યા હતા…

જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ચર તરીકે હરેશભાઇ ફરજ બજાવે છે…

કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી…..?

એક તો હરેશભાઇ નાનપણથી બલાઇન્ડ છે અને પૂજાબહેન સાથે વાતચીત દરમિયાન મિત્ર બન્યા બાદ પ્રેમ માં પડ્યા હતા જો કે નોર્મલ પ્રેમીઓના જીવનમાં આવતો અવરોધોની જેમ હરેશભાઈ અને પૂજાબહેન ના લગ્નમાં પણ પરિવારજનો મનાઈ ફરમાવી રહ્યા હતા આખરે આ બંને પ્રેમી પંખીડાઓએ ૫ મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં લવ મેરેજ કરી લીધા હતા

પતિ-પત્ની એકબીજાં માટે કવિતા લખી વેલેન્ટાઈન ડેની કરી રહ્યા છે ઉજવણી

આજે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની કરવામાં આવી રહી છે ઉજવણી ત્યારે જામનગરના અંધ શિક્ષકની પ્રેમ કહાની પણ કંઇક હટકે છે… અંધ શિક્ષક હરેશભાઈ પોતાની પત્ની માટે આજે પણ કવિતાઓ લખે છે તો પત્ની પૂજા પણ કવિતા પ્રેમી છે અને પોતાના પતિ માટે તેમણે પણ વેલેન્ટાઇન ડે નિમિત્તે કવિતા લખી છે..

નવ વર્ષ પહેલા અંધ શિક્ષક હરેશભાઈ અને પૂજા બહેને લગ્ન કર્યા હતા આજે તેમને ઘરે એક સંતાન પણ છે… હરેશભાઈ હિંડોચા અંધજન વિવિધ લક્ષી તાલીમ ભવનમાં કોન્ટ્રાક્ટ પર જોબ કરી રહ્યા છે.. તો તેમની પત્ની પૂજા બહેન ગૃહિણી તરીકે ઘરની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે…

હરેશ ભાઈ કઇ કવિતા બોલ્યા પૂજા બહેન માટે?

અંધારી રાતમાં એ પૂનમ નો ચાંદ બની આવી…

તો જિંદગી તારાઓની જેમ ઝગમગી ઉઠી..

નિષવાર્થ ભાવે ઇ ચાંદની વરસાવતી રહી…

અને રાતને રોશન કરવા એ ચાંદની બની આવતી રહી

તો અંધ શિક્ષક હરેશભાઈ હિંડોચાના પત્ની પૂજા બહેને પણ તેમના પતિ માટે એક શાયરી લખી છે..

એ મારા પગના આહટથી મને ઓળખી જાય છે

ખબર નહિ કેમ એ મારા દિલના અરમાનો ને દેખી જાય છે.

એ મારા સ્મિત સામે ખૂબ સુરત સ્મિત ફેંકી જાય છે

બીજી તો શું વ્યાખ્યા કરું મહોબતની એ મને રોજ સ્નેહ સાગરમાં ખેંચી જાય છે…

જામનગરના લાલબંગલા વિસ્તારમાં “ખાણી-પીણી” ના વેપારીએ કરોડોનું ફુલેકુ ફેરવી ખાટી લસ્સી પાઇ પલાયન

0

નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજબંધ કરતા રોકાણકારોમાં દોડધામ.. ઢીંકો માર્યો હોવાનો અહેસાસ..કરોડપતી થવાની “રાહ” જો ‘નારના ઓરતા અધુરા ..

નાણાં આપનાર ઘણા લોકો તો રાત્રીથી ઘરની બહાર કારમાં “વાટ” જોઈને બેઠા છે..!

દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી જામનગરમાં અનેકને શીશામાં ઉતાર્યા ! ચકચાર

જામનગરની નામાંકિત વીમા કંપની સહિતના અંજન્ટો સલવાયા..મુંગી…મનમાં…જાણે..

આધાર વગર નાણાં આપનારને રોવાનો વારો: નાણા આપનારના ઘરે ધક્કા શરૂ..

રોકાણકારોને કરોડોનો ધુંબો : દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા , નાણાં પરત મેળવવા આટાંફેરા..

દેશ દેવી ન્યુઝ જામનગર : 14.જામનગરના એક દુકાનદારે દુબઇમાં રોકાણ કરી તગડા વ્યાજની લાલચ આપી અનેક શહેરીજનોનને શીશામાં ઉતાર્યાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. કારણ કે , નાણાં લેનાર દુકાનદારે ચારેક મહિનાથી વ્યાજ આપવાનું બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે . દુકાનદાર શહેર છોડી ચાલ્યા ગયાની ચર્ચા એ શહેરભરમાં જોર પકડ્યું છે.

શહેરના લાલ બંગલા વિસ્તારમાં દુકાનદારે 2 થી 3 વર્ષ પહેલાં દુબઇમાં રોકાણ કરી 7 ટકા જેટલું તગડું વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી નાણાં લીધા હતાં , શહેરના ડોકટર વેપારીઓ ,  વીમા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ રૂ . 20 થી 55 લાખ સુધીની રકમનું રોકાણ કર્યું હતું..

દુકાનદારે શરૂઆતમાં રોકાણકારોને 7 ટકા વ્યાજ આપ્યું હતું . પરંતુ ચારેક મહિનાથી વ્યાજ બંધ કરતા રોકાણકારોમાં દોડધામ મચી ગઇ છે.

બિલ્ડર બન્યો ચોર :સ્વિમિંગ પુલમાંથી 46 હજારનો માલ-સમાન ચોરી ગયો.

0

સ્વિમિંગ પુલમાંથી બિલ્ડરે કરી 46 હજારના માલસામાની ચોરી..

એક સમયે બન્ને મિત્રો ધંધામાં સાથે હતા આજે સામસામે આવી ગયા..દેશ દેવી ન્યુઝ જામનગર 12. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે આવેલ સ્વીમીંગ પુલની જગ્યામાંથી હોલી ડે સીટીના માલિક જુદી જુદી 46 હજારની ચીજવસ્તુઓ ચોરી ગયાની સ્વીમીંગ પુલના કથિત માલિક દ્વારા કાલાવડ ગ્રામ્યમાં ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ સ્વીમીંગ પુલ આરોપી પાસેથી જ ખરીદવામાં આવ્યો છે . તરીકે લઈને કાલાવડ તાલુકાના શીશાંગ ગામે આવેલ હોલી ડે ઓળખાતી પ્રોપર્ટીને વધુ એક વિવાદ શરુ થયો છે અહીં આવેલ સ્વીમીંગ પુલના માલિક અને રાજકોટમાં કૈલાસ ધારા સોસાયટી , સંતકબીર રોડ , મેઇન રોડ પર રહેતા ખોડુભાઇ સામંતભાઇ બીજલભાઇ મુંધવાએ રાજકોટના બિલ્ડર જીતેન્દ્રભાઈપ્રોપર્ટીમાં ફરીયાદી ખોડુભાઈએ પોતાની પત્ની રીનાબેનના નામનો સ્વીમીંગ પુલ ખરીદ્યો હતો.

ગત વર્ષે જુલાઈ દરમિયાન લોકડાઉન સમયે સ્વીમીંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો દરમિયાન હોલી ડે સીટીના માલીક જીતેન્દ્રભાઈ કુવરજીભાઇ મારૂ અહીથી સાત હજારની કીમતના બે સી.સી.ટી.વી. કેમેરા તથા વાયર સહીત એક ડી.વી.આર , રૂપિયા સાત હજારની કીમતનું લોઇડ કંપનીની એલ.ઇ.ડી. ટી.વી. , રૂપિયા ત્રણ હજારની કીમતનીત્રણ એલોજન લાઇટો , સાડા ત્રણ હજારની કીમતની સાત નાની લાઇટો , રૂપિયા સાત હજારની કીમતની પાણીની નાની મોટર તથા રૂપિયા 15500 ની કીમતનો સબમર્શીબલ પમ્પ પાઇપ આ ઉપરાત ત્રણ હજારની કિંમતના છ દરવાજો સહીત રૂપિયા 46 હજારનો સર સામાન ચોરી કરી ગયા હતા . ગત . તા .14 / 7 / 21 થી અત્યાર સુધીના ગળા દરમિયાન થયેલ ચોરી અંગે ખોડુભાઈની ફરિયાદ નોંધી કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે .

જોડીયા ભુંગામાં મહિલાઓ સહિત ૬ સખ્સોનો જીવલેણ હુંમલો: નાશભાગ

0

જોડીયા ભુંગામાં ઘર પાસે છ શખ્સોએ આવી પરિવારજનો પર જીવલેણ હુમલો.

અચાનક ઘર પાસે આવી ચઢેલ શખ્સોએ ઢીકાપાટું ઠોસા વરસાવી અને પાવડાના ધોકા વડે કર્યાં જીવલેણ હુંમલો કરતા : મચીનાશ ભાગ.દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગર ગતતા.10-02-2022ના જોડીયા ભુગા અબ્બાસ જુસમ ચાવડા પટેલની બાજુમાં જુમ્મા મસ્જિદ પાસે ફરીયાદી નઝમાબેનના માતાના રહેણાક મકાન પાસે, જામનગરમાં ફરીયાદી નઝમાબેનને આરોપીઓ રહેમતબેન, બાનુબેન , રહેતમબેનની ભત્રીજી એ ઢીકાપાટુનો મારી તથા ઓસમણભાઈ, ઓસમાણભાઈનો જમાઈ સબીર એ ફરીયાદી નઝમાબેનને નાકમા ઠોસા મારી લોહી નિકળે તેવી મુ્ઢ ઈજા કરી તથા ફરીયાદી નઝમાબેનના માતા જુલેખાબેનને આરોપી રહેમતબેન એ ઘર પાસે બોલાવી ગળુ પકડી તથા આરોપી બાનુબેન તથા રહેમતબેનની ભત્રીજી એ ઢીકાપાટુનો મારી તથા આરોપી ઓસમાણભાઈએ ગળુ પકડી પછાળી દઈ ડાબા ગાલ તથા ગળાના ભાગે મુંઢ ઈજા કરી ભુડી ગાળો આપી તથા ફરીયાદી નઝમાબેનના ભાભી જુબેદાબેનને આરોપી રહેમતબેન, બાનુબેન, રહેમતબેનની ભત્રીજી એ ઢીકાપાટુનો માર મારી આરોપી ઓસમાણભાઈનો જમાઈ સબરી એ નાક ઉપર ઠોસા મારી મુઢ ઈજા કરી તથા ફરીયાદી નઝમાબેનના ભાઈ ને આરોપી ઓસમાણભાઈએ પાવડાનો એક ઘા મારતા જમણા ખંભા નાભાગે મુઢ ઈજા કરી તથા આરોપી સબીરએ છરીનો એક ઘા મારી પીઢ ના ભાગે લોહી નિકળે તેવી ઈજા કરી તથા આરપી રહેમતબેનનો ભત્રીજા એ ઢીકાપાટુનો માર મારી આરોપીએ એકબીજાની મદદગારી કરી હતી.આથી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશને નઝમાબેન આરીફભાઈ યુસુફભાઈ લોઠલાની ફરીયાદ પરથી આઇ.પી.સી.કલમ , ૩૨૩, ૩૨૪, ૫૦૪ ,૧૧૪ તથા જી.પી.એફ્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરમાં લોખંડના વેપારીને “ચેક રીર્ટન” કેસમાં સજા ફટકારતી કોર્ટ.

0

લોખંડના વેપારીને ચેક રીર્ટનના કેસમાં સજાનો હુકમ ફરમાવતી કોર્ટ.

જામનગરના સિનીયર એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલાની ધારદાર દલીલ માન્ય રાખતી કોર્ટ.દેશ દેવી ન્યુઝ જામનગર. 11 ચેક રીર્ટનના કેસમાં અદાલતે આરોપી સજા ફટકારી હતી આ કેસ ની હકીકત એવી છે કે , આ કામના ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડા અને આ કામના આરોપી પ્રાગજીભાઈ માવજીભાઈ કવાને ફરીયાદી સાથે ઓળખાણ , પરીચય અને સંબંધ હોય જેથી ધંધાકીય સબબ નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ રૂ .૧,૮૦,૦૦૦ / – લીધેલા હતા. અને આ રકમની પરત ચુકવણી કરવા માટે યુ.ટી.આઈ બેંક જામનગર શાખાનો રૂ।.૧,૮૦,૦૦૦ / – નો ચેક આપેલ હોય અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી .જેથી ફરીયાદી જીગ્નેશભાઈ દ્રારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા “ ફંડ્સ ઇનસફીશ્ચંન્દ્ ” ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય , અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહી . જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગર ની કોર્ટમાં ફરિયાદી દ્રારા આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમે એકટની કલમ -૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય .જે નામદાર કોર્ટમા ચાલી જતા આ ચેક રીર્ટનની ફરિયાદ સમય મર્યાદામાં કાયદેસરની અને સાચી હોય અને ફરિયાદપક્ષ દ્રારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ ધ્યાને લઇ જામનગરની નામદાર કોર્ટે આ કામના આરોપી પ્રાગજીભાઈ માવજીભાઈ કવાને તકસીરવાર ઠરાવીને ત્રણ માસની સજા તથા રૂ.૧,૮૦,૦૦૦ / – નો દંડ ચૂકવી આપવાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ પંદર દિવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.આ કામે ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હાઇકોર્ટના એડવોકેટ નિરલભાઈ ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતા.

આહિર કોન્ટ્રાકટરને પતાવી દેવા 5 લાખની ‘સોપારી’ અપાઇ: 2 સામે ફરિયાદ

0

લાલપુરના કોન્ટ્રાકટર યુવાનને પતાવી દેવા રૂા. પાંચ લાખની ‘સોપારી’ અપાઇ

નારણ ચના બડિયાવદરા અને ડાડુ સાજણ ગાગલિયા સામે ફરિયાદ

બે શખસોએ કોન્ટ્રાકટ કીલરને રૂા.5 લાખની સોપારી આપી કાવતરુ રચ્યા અંગેનું ખુલતા પોલીસે બે શખ્સો બે શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ આંરભી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 11.લાલપુર તાલુકાના ચોરબેડી ગામના વતની અને લાલપુરમાં આવેલા સાનિધ્ય પાર્કમાં રહેતા તથા ક્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા પ્રવિણ કાનાભાઈ વસરા નામના યુવાને કૈલાશ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે પવનચકકીનુું કામ રાખ્યું હતું અને કામ પણ ચાલુ હતું તેમજ લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતાં નારણ ચના બડિયાવદરાએ પણ આ જ કંપની પાસે કામની માંગણી કરી હતી પરંતુ,કંપનીએ નારણને કામ આપ્યું ન હતું.જેથી આ બાબતનો ખાર રાખી પ્રવિણ વસરા ગત તા.17 નવેમ્બરના રોજ તેના સ્ટાફ સાથે પવનચકકીના વાહનો લઇ લાલપુર બાયપાસ શહીદ ગાર્ડન પાસેથી પસાર થતો હતો ત્યારે રોડના કાંઠે ઓસમાણ બાપુની જગ્યા ભાડે રાખી નારણ તથા તેના ભાઈએ સિમેન્ટના પોલ ઉભા કર્યા હતાં. આ બાબતે બન્ને ભાઈઓને સમજવવા જતાં પ્રવિણ વિરૂધ્ધ નારણભાઈએ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ હુમલાનું મનદુ:ખ રાખીને નારણ ચના બડિયાવદરા અને ડાડુ સાજણ ગાગલિયા નામના બે શખ્સોએ કોન્ટ્રાકટર પ્રવિણને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરુ રચી હુશેન ગુલમામદ સમાને પાંચ લાખ રૂપિયા અથવા જૂનો ટ્રક આપી દેવાની વાત કરી ડટ ભરેલો ટ્રક કોન્ટ્રાકટર પ્રવિણ ઉપર ચડાવી દેવાની સોપારી આપી હોવાનું ખુલતા કોન્ટ્રાકટરે આ અંગે જાણ કરતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

જામનગરમાં પ્રજાપતિ યુવાનને પૈસા વસૂલી માટે ત્રિપૂટીએ આપી ધમકી: ઓડિયો વાઈરલથી ખળભળાટ

0

જામનગરમાં પૈસા વસૂલીની ઓડિયોએ ચર્ચા જગાવી..

આરોપીઓએ ઇન્ચાર્જ SPના નામનો પણ કર્યો ઉલ્લેખ કરતા ચકચાર..

દેશ દેવી ન્યુઝ જામનગર 11.જામનગરમાં દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે અને આ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી અને પૈસા વસુલ થતા હોવાની ઘટનાઓ વારંવાર બહાર આવે છે ત્યારે આજરોજ સીટી બી ડિવિઝનમાં એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પાર્થ પરમાર અને નિખિલ ગુજરાતી વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં… મહેશ ગોજીયા નામનો શખ્સ નિખિલ ભરતભાઈ ગુજરાતી પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હોવાનો આ ઓડિયોમાં ઉલ્લેખ થયો છે… જામનગર સીટી સી ડિવિઝનમાં ત્રણ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે પાર્થ પરમાર શક્તિ પરમાર અને મહેશ ગોજીયા સામે પૈસા વસુલ એની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઇ.પી.કો. કલમ –૩૮૫ , ૫૦૪ મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપી નં . ( ૧ ) વાળાએ રૂપીયા .૨,૨૫,૦૦૦ તથા નંર વાળાએ રૂપીયા ૩,૦૦,૦૦૦ આ કામેના ફરીયાદીને પાંચ ટકા નફા પેટે ઈન્વેસ્ટમેન્ કરવા આપેલ હોય જે રકમ આ કામેના ફરિયાદી પોતાની આર્થીક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે ચુકવી શકેલ ન હોય જેથી આ કામેના ઉપરોકત ત્રણેય આરોપીઓએ તેમના રોકાણના રૂપીયા અને નફાના રૂપીયા ચુકવી આપવા ફરીયાદીને બળજબરીથી દબાણ કરી માર મારવાની ધાકધમકીઓ આપી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ છે..

સમગ્ર ઓડિયોમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાનો ઉલ્લેખ થતાં ભારે ચકચાર મચી ગઇ છે..આરોપીઓ SP ની લાગવગ ધરાવતા હોવાનો ઉલ્લેખ થતા ભારે ચર્ચા જાગી છે…

error: Copying and use of the content of the website is considered as illegal activity.