Wednesday, October 14, 2026
Home Blog Page 300

કાલાવડમાં સગીરા પર દુષ્કૃત્ય કરનારાને 10 વર્ષની કેદ : 4 લાખનો દેડ

0

રૂપિયા વાપરવા આપું તેમ કહી બોલાવી નરાધમે અધમ કૃત્ય આચર્યું હતુ.કાલાવડમાં સગીરા પર દુષ્કૃત્ય કરનારાને 10 વર્ષની કેદ ફટકારાઈ ભોગ બનનારને કમ્પનસેશન તરીકે રૂ .4 લાખ આપવા કોર્ટનો હુકમ

દેશ દેવી ન્યુઝ 11.કાલાવડમાં સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે . રૂપિયા વાપરવા આપું તેમ કહી ઘેર બોલાવી નરાધમે અધમ કૃત્ય આચર્યું હતું . આ ઘટનાએ સમગ્ર પંથકમાં જે તે સમયે ઘેરી ચકચાર જગાવી દીધી હતી.

ભોગ બનનારને કમ્પનસેશન તરીકે રૂ .4 લાખ આપવા કોર્ટે હુકમ કર્યો છે . જિલ્લાભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે , કાલાવડમાં ગત જામનગર તા.3-2-2019 ના ગામમાં રહેતા વિનોદ ઉર્ફે મામા કડવાભાઈ પરમાર નામના શખસે ગામમાં રહેતા પરિવારની 7 વર્ષ 6 મહીનાની સગીરા કે જેના પરિવારના સભ્ય શાકભાજી લેવા ગયા હતાં ત્યારે વિનોદે સગીરાને બીડી લેવા માટે જવું છે અને તને રૂપિયા વાપરવા આપું તેમ કહી પોતાના ઘેર બોલાવી હતી.

ત્યારબાદ વિનોદે સગીરાને રૂમમાં અંદ૨ લઇ જઇ દ ૨ વાજો બંધ કરી સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું . બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે ફરિયાદનોંધાવતા પોલીસે વિનોદ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું . આ કેસ જામનગરની ખાસ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો , પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ કે.આર.રબારીએ આરોપી વિનોદને તકસીરવાન ઠેરવી પોકસોના ગુનામાં 10 વર્ષની સજા અને કુલ 5000 દંડ ફટકાર્યો છે . આટલું જ નહીં ભોગ બનનાર સગીરાને કમ્પેનશેસન તરીકે રૂ .4 લાખનો હુકમ કર્યો છે .

જામનગરમાં બ્રોકર સાથે વિશ્વાસધાત: કાર લઈ બતાવ્યો ઠેગો: પોલીસ ફરિયાદ

0

જામનગરમાં બ્રોકર સાથે વિશ્વાસધાત: કાર લઈ બતાવ્યો ઠેગો.

જામનગરના વેપારી સાથે ફોરવ્હિલ વેચાણ કરી આપવાનો વિશ્વાસ આપી છેતરપીંડી

ગાડી પરત ન કરી અને પૈસા પણ ન આપતા ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 11.: જામનગરમાં સુનીલ ઇન્દ્રવદન બારોટ નામના શખ્સે શહેરમાં જમીન મકાન લે-વેચનો ધંધો કરતા અને (મકવાણા સોસાયટી, એલ.જી.હરીયા સ્કુલ સામેશેરી નં.3, જામનગર)માં રહેતા રાજુભાઇ ભોજાભાઇ કાબંરીયા પાસેથી (જીજે-03-એકે -2282) નંબરની સ્વીફ્ટ વીડીઆઈ ગાડી વેચાણ કરવાનો વિશ્વાસ આપી લઇ લીધી હતી. આરોપીએ ઉપરોક્ત નંબરનુ વાહન કે રકમ પરત નહી આપી વિશ્વાસધાત કરવા અંગે અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ ભોજાભાઈ કાબંરીયા, ઉ.વ.43, રે. મકવાણા સોસાયટી, એલ.જી.હરીયા સ્કુલ સામે, શેરી નં.3, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.જેથી સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 406 મુજબ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પીએસઆઇ એચ.જે.પરીયાણી સહિતના સ્ટાફે તાપસ હાથ ધરી છે.

એકટીવા અથડાવી વૃદ્ધને માર મારી લૂંટનાર 3 દરબાર ઝડપાયા

0

દરેડ જી.આઇ.ડી.સી.ની લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી એલસીબી: 3 ની ધરપકડદેશ દેવી ન્યુઝ જામનગર: O9.જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા કિરીટભાઇ પ્રેમજીભાઇ ચુડાસમાએ દરેડ ફેસ -03 મા આવેલ કારખાના માંથી છુટી મો.સા.મા પોતાના ઘરે જતા હતા ત્યારે દરેડ જી.આઇ.ડી.સી.મા ફેસ -03 પાસે બાલાર્ક કારખાના નજીક પહોંચતા એક એકટીવામાં આવી ગાડી ભટકાડી બે માણસ ગાડીની આગળ ઉભા રહી કહેલ કે કેમ દેખાતુ નથી .

તેમ કહી બોલાચાલી કરી મોઢા ઉપર માર મારી , પૈસાની માંગણી કરતા પોતાની પાસે પૈસા નહી હોવાનુ જણાવતા તે દરમ્યાન ત્રીજો માણસ આવી ઢસડી લઇ જઇ ઢીકા પાટુથી મુંઢ માર મારી ખીસ્સા માંથી રોકડ રૂપીયા 14,000 / – તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન -01 કિ.રૂ. 14,000 / – ની લૂંટ કરી કઇ નાશી ગયેલ જે ગુનો વણશોધાયેલ હતો. આ લૂંટના ગુનાના બનાવ અંગે એલ.સી.બી.ના અધિકારી-સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

એલ.સી.બી. તથા જામ પંચ બી પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુ તથા રોડ ઉપર ના સીસી ટીવી ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ હતી.

આ લૂંટનો ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી. દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી , તે દરમ્યાન LCB ના હરદિપભાઇ ધાંધલ , શીવભદ્રસિંહ જાડેજા , ફીરોઝભાઇ ખફી , નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે , ફરીયાદી કિરીટભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા ને મુંઢ મારી મારી રોકડ તથા મોબાઇલ ફોનની લૂંટના ગુનામા આરોપી – ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ , ધ્રુવરાજસિંહ જાડેજા તથા વિશ્વારાજસિંહ જાડેજા રહે બધા જામનગર નાઓ સંડોવાયેલ છે.મજકુર ઇસમ હાલ એકસેસ મો.સા. જી.જે .10 ડીજી 2243 નુ લઇને જામનગર સમપર્ણ સર્કલથી આગળ સ્વામીનારાયણ મંદિર પાસે પસાર થતા નીચે મુજબના ત્રણેય આરોપીન  એકસેસ મોપેડ સાથે પકડી પાડયા હતા

પકડેલ આરોપીઓ:  ( 1 ) વિશ્વરાજસિંહ નટુભા જાડેજા (રહે , રામેશ્વરનગર , નંદનપાર્ક , જામનગર મુળ- બેડ તા.જી.જામનગર) ( 2 ) ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ (રહે . રાંદલનગર , શાંતિનગર , જામનગર મુળ- ચરખડી તા.ગોંડલ ( 3 ) ધ્રુવરાજસિંહ હરદેવસિંહ જાડેજા (રહે . રામેશ્વરનગર , માટેલયોક , જામનગર મુળ- સાતુદડ વાવડી)

આરોપીઓ પાસેથી લૂંટનો કબ્જે કરાયેલ મુદામાલ :

રોકડ રૂપીયા 3. 14,000 તથા એક મોબાઇલ ફોન, આરોપી પાસેથી લૂંટમા ઉપયોગ લીધેલ -એકસેસ- મોટર સાયકલ કિ.રૂ .30,000 / તથા મો.ફોન -3 કિ.રૂ 15,000 / કબ્જે કરેલ છે . જામનગર પોલીસ દ્વારા લૂંટ ચલાવનાર ત્રણ ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.

એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , હરદિપભાઇ ધાધલ , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશોકભાઇ સોલંકી , નાનજીભાઇ પટેલ , ભગીરથસિંહ સરવૈયા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , વનરાજભાઇ મકવાણા , ખીમભાઇ ભૌચીયા , દોલતસિંહ જાડેજા , ધાનાભાઇ મોરી , યોગરાજસિંહ રાણા , ફિરોઝભાઇ ખફી , કિશોરભાઇ પરમાર , શીવભદ્રસિંહ જાડેજા , હીરેનભાઇ વરણવા , નિર્મળસિંહ એસ જાડેજા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , મેંન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તેમજ પો.સબ ઇન્સ શ્રી સી.એમ કાટેલીયા તથા જામ પંચ બી પો.સ્ટે.ના સ્ટાફનાઓ દ્વારા કરવામા આવેલ છે .

ઠેબા નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલ અને 1000 લીટર ઓઇલનો જથ્થો ઝડપાયો

0

ઠેબા નજીકથી ગેરકાયદેસર 12,400 લીટર બાયોડીઝલ અને 1000 લીટર ઓઇલનો જથ્થો ઝડપાયા

રૂા.21.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર O9. જામનગર તાલુકાના મોટા થાવરિયાથી ઠેબા ગામ નજીક આવેલા અક્ષર કોમ્પલેક્ષમાં આવેલી ગીતા લોજીસ્ટીકની ઓફિસ સામે ગેરકાયદેસર બાયોડીઝલનું કૌભાંડ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI એમ.આર.સવસેટા તથા સ્ટાફે મંગળવારે મોડી સાંજના રેઈડ દરમિયાન જયેન્દ્ર વલ્લભ દુધાગરા અને સાજીદ રહીમ સોરઠીયા નામન બે શખ્સોના કબ્જામાંથી ભેળસેળયુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી 12400 લીટર કિ.રૂા.8,06,000 તથા ઓઇલ 1000 લીટર કિ.રૂ.50,000 તથા લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાંકો, 26 ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર તથા ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન તેમજ સ્ટેબીલાઇઝર તથા ગુનામાં ઉપયોગ લીધેલ ટ્રક, આઇસર વાહન તથા મોબાઇલ નંગ 3 તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂા. 21,80,000નો મુદામાલ મળી આવ્યો હતો.

પોલીસે બંને શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.પૂછપરછમાં આરોપી જયેન્દ્રએ તેના પાર્ટનર આરોપી આશિષ સોઢા સાથે મળી આરોપી નીરવ મધુસુદન સોની પાસેથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી તેમજ ઓઇલ મેળવી તેમજ નીરવએ જથ્થો પુરો પાડી આરોપી જયેન્દ્રએ પોતાના સાગ્રીત સાજીદની મદદગારીથી ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થો પોતાના કબ્જા ભોગવટામાં રાખી તેમજ આરોપી આઇસર ચાલક સલીમ સતાર સોરઠીયાએ ભેળસેળ યુક્ત બાયો ડીઝલનો જથ્થાની હેર-ફેર કરી તમામ આરોપીઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલયની કોઇ મંજુરી મેળવ્યા વગર જ્વલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે ઉપયોગ કરી ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી જયેન્દ્ર અને સાજીદની અટકાયત કરી આશિષ સોઢા, સલીમ સતાર સોરઠીયા અને નિરવ મધુસુદન સોની સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતાં.

પ્રેમ સંબધમાં યુવાનને મળી ધમકી: ૩ શખ્સો સામે રાવ.

મોવાણના યુવાનને પ્રેમ સંબધમાં મળી ધમકી: ૩ શખ્સો સામે રાવ.“ તું હવે આ યુવતી સાથેનો તારો પ્રેમ સબંધ હતો તે ભૂલી જજે..નહીતર તારાભાઈને જાનથી મારી નાખીશું.

દેશ દેવી ન્યુઝ જામનગર O9. ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા કરૂભાઈ ચાવડા નામના યુવાને આ જ ગામના રહીશ પબા જગા ગોજીયા , આલા માલદે ગોજીયા , અને ભીખુ આલા ગોજીયા સામે બિભત્સ ગાળો કાઢી , જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર હરદાસભાઈ આરોપીઓએ ફરિયાદ નોંધાવી છે .

ફરિયાદી હરદાસભાઈને એક તેમના ગામના રહીશની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય અને તેના લગ્ન  થઈ ગયેલા હોવાથી ફરિયાદી હરદાસભાઈની વાડીએ જઈને તેમને જણાવેલ કે “ તું હવે આ યુવતી સાથેનો તારો પ્રેમ સબંધ હતો તે ભૂલી જજે . નહીંતર સારાવાટ નહીં રહે . હવે પછી સંબંધ ચાલુ રાખીશ તો અમે તને તથા તારા ભાઈને જાનથી મારી નાખીશું’- તેમ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે .

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) ૧૧૪  મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

“બેસવા કેમ આવતો નથી” તેમ કહી 4 શખ્સોએ યુવાનને લમધાર્યોં

0

લાલપુરમાં નજીવી બાબતે યુવાન ઉપર હિચકારો હુમલો: ચાર સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ  જામનગર O8. લાલપુર ગામમાં આવેલા રામ મંદિર નજીક મોદી શેરીમાં રહેતો હાર્દિક જગદીશભાઈ સચદેવ (ઉ.વ.26) નામના યુવાનને બિસ્ટોલનું પાકીટ લઇ બેસવા માટે તેના મિત્રએ બોલાવ્યો હતો પરંતુ હાર્દિક ત્યાં બેસવા ગયો ન હતો.જેથી હાર્દિકના મિત્રએ બાઈકની ચાવી આપતા નથી તેવું જણાવતા હાર્દિક સ્થળ પર ગયો હતો જ્યાં જય ગીરીશ રૂપારેલ, ગીરીશ પ્રભુદાસ રૂપારેલ, લખન હિરાણી અને પ્રતિક હિરાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી ‘બેસવા કેમ આવતો નથી ? તને શેની હવા છે ?’ તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને લખને છરીનો ઘા ઝીંકયો હતો તેમજ હાર્દિકને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા બાદ હાર્દિક દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજયના 51 બિન હથિયારધારી PSl ની બદલીના આદેશ: જયપાલસિંહ સોઢા જામનગર મુકાયા

0

રાજયના 51 બિન હથિયારધારી PSl ની બદલીના આદેશ: જયપાલસિંહ સોઢા જામનગર મુકાયાપશ્વિમ ભૂજમાં ફરજ બજાવતાં જયપાલસિંહ પ્રદીપસિંહ સોઢાની જામનગર બદલીદેશ દેવી ન્યુઝ જામનગર 04: શુક્રવારે મોડી સાંજે રાજયના પોલીસ વિભાગ દ્વારા રાજયના 51 બિન હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરાયા છે. જેમાં પશ્ર્વિમ ભૂજમાં ફરજ બજાવતાં જયપાલસિંહ પ્રદીપસિંહ સોઢાની જામનગર તથા મહેસાણામાં ફરજ બજાવતાં દેવ નારણભાઇ વાંજાની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. બદલી થયેલ તમામ પીએસઆઇઓએ તાત્કાલિક અસરથી પદરના ખર્ચે બદલી કરાવેલ હોવાનું આદેશમાં જણાવેલ છે.

બદલીનું લીસ્ટ નીચે મુજબ છે…..

ગનનું લાયસન્સ રીન્યુ નહીં કરાવનાર વિરૂઘ્ધ ફરિયાદ

0

જામનગરમાં બાર બોરની ડબલ બેરલવાળી ગનનું લાયસન્સ રીન્યુ નહીં કરાવનાર વિરૂઘ્ધ કાર્યવાહીદેશ દેવી ન્યુજ જામનગર 04.જામનગર શહેરમાં દિગ્જામ મીલ સામે આવેલા બાલાજી પાર્ક 2 માં શેરી નં.1 માં પ્લોટ નં.5 / બી માં રહેતા ધર્મેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા (ઉ.વ.46) નામના નિવૃત્ત યુવાનને તેની પાસે રહેલી બાર બોરની ડબલ બેરલવાળી ગનનું લાયસન્સ નંબર -2008 / A / DMP / 2010  તથા રેજીમેન્ટ નંબર 14624525 W NK  જે લાયસન્સ તા.6/2/2011 માં જમ્મુ કાશ્મીરના પુછ માં ઈશ્યૂ કરાયું હતું.આ લાયસન્સ તા.6/08/2013 ના રોજ પૂરુ થઇ ગયું હતું. તેમ છતાં આ લાયસન્સ રિન્યુ ન કરાવતા એસઓજીની ટીમે નિવૃત્ત જવાન વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લીમડાલાઇનના ૨જપૂત પરા વિસ્તારમાં વિજતંત્રની “રીકવરી” ટીમ સામે પરીવારજનોએ મચાવ્યો હંગામો: પોલીસ ફરિયાદ

0

જામનગરના લીમડાલાઇનના ૨જપૂત પરા વિસ્તારમાં વિજતંત્રની રીકવરી ટીમ સામે હોબાળો.બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે વિજ મીટર ઉતારવાની કાર્યવાહી કરાતા વિજ ગ્રાહકે લીમડા લાઇનના ૨જપૂત પરા વિસ્તારમાં વિજતંત્રની “રીકવરી” ટીમ સામે હોબાળો મચાવ્યો: કર્મચારીઓને પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરના લીમડાલેન વિસ્તારના ૨જપૂત પરામાં આવેલ રૂપસંગના ડેલામાં રામસંગભાઈ નટુજીભાઈ રાઠોડ નામના વિજ ગ્રાહક ના ઘેર સેન્ટ્રલ ઝોન સબડિવિઝન હેઠળની વિજતંત્રની એક ટુકડી બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે ગઈ હતી, અને વિજ મીટર ઉતારી લેવાનો પ્રયાસ કરાયો હતો.જે દરમિયાન વિજ ગ્રાહકના પરિવારના સભ્યોએ મીટર ઉતારવા દીધું નહોતું, અને રકઝક કરી હતી. જેથી વિજ ટુકડી કચેરીએ પરત ફરી હતી, અને નાણાં ભરી જવા જણાવ્યું હતું.

દરમિયાન વિજ ગ્રાહકના પરિવારના પુરૂષ સભ્યએ વીજ કચેરીએ આવીને હંગામો મચાવ્યો હતો, અને ટેબલ પછાડ્યા હતા. તેમજ કોણ મીટર ઉતારવા માગે છે? તેમ કઈ ધાક ધમકી આપી હતી, અને કચેરીની બહાર નીકળશે એને હું જોઈ લઈશ, અને પતાવી નાખવાની ધમકી દઇ ફરજમાં રૂકાવટ ઉભી કરતાં મામલો ગરમાયો હતો.

આખરે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના નાયબ ઈજનેર દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર સમક્ષ વિજ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તેમજ ધમકી અને વિજ કચેરીમાં ધમ પછાડા કરી તોડવાનો પ્રયાસ કરવા અંગેની લેખિત ફરિયાદ અરજી પોલીસમાં આપી હતી અને વિજ ગ્રાહકના પરિવારના સભ્ય સામે ફરજમાં રૂકાવટ તેમજ આઈપીસીની કલમ 352, 504 અને 506-2 મુજબ ગુનો નોંધવા લેખિત અરજી કરી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.પીજીવીસીએલની કચેરીમાં આ મામલે દસેક મિનિટ સુધી રકઝક ચાલી હતી, અને ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સાથે પણ અણછાજતું વર્તન કરનાર વીજ ગ્રાહકને વિડિયો પણ બનાવી લેવાયો હતો. જે વિડીયો નું રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે.

મનપાની ટેક્સ શાખામાં કામ “ન” થતું હોવાની બૂમ :વકીલો બન્યા પટ્ટાવાળા.

0

મનપાની ટેકસ શાખામાં કામ ન થતું હોવાની વકીલોની રાવ: વકીલો પાસે પટાવાળા જેવું કામ કરાય છે.દેશ દેવી ન્યુઝ O4 બે લાખ બાકી હોય તેવા અરજદારના નામ ટ્રાન્સફર થઈ જાય છે, 200 રૂપિયા બાકી હોય તેવા અરજદાર ટલ્લે ચઢાવામાં આવે છે: ભાવેશ આશવાણી-એડવોકેટ

ટેક્સ ઓફિસર પાસે ફાઇલ સહી માટે ગયા પછી પાછી આવતી નથી, સ્ટાફ અવઢણમાં..

ટેક્સ શાખાની કામ કરવાની પ્રણાલી સામે પ્રશ્ન..80 % બીલ બજવાના બાકી હોવાનો વકીલોનો આક્ષેપ.. 

પહેલા CML રીપોટ અરજીના બીજે દિવસે મળી જતો, હાલ CML રીપોટમાં પંદર -પંદર દિવસ સુધી મળતો નથી વકીલો ત્રાહીમામ પોકારી ગયા છે. જામનગર કોર્પોરેશનમાં મિલ્કતોના નામ ટ્રાન્સફરમાં વકીલો હેરાન ટેબલે – ટેક્સ શાખામાં વકીલોને ટેબલે ખાવા પડતા ધક્કા..

જામનગર જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખામાં મિલ્કતોના નામ ટ્રાન્સફર કરવાની કામગીરીમાં નિયમોના આડેધડ અર્થઘટનને કારણે વકીલોને ટેબલે – ટેબલે ધક્કા ખાવા પડે છે .

વેરાના બીલો હજારોની સંખ્યામાં પહોંચાડવાના પણ બાકી છે . ત્યારે ચાલુ નાણાંકીય વર્ષના નાણાં બાકી હોવાનું જણાવીને નામ ટ્રાન્સફરની વિધિ નથી કરવા દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રેવન્યુ પ્રેક્ટીશનર વકીલોએ ડે.કમિશનર એ.કે.વસ્તાણીને પ્રશ્ન ઉકેલવા મૌખિક રજુઆત કરી હતી .

જે અંગે ડે.કમિશનરે થોડા દિવસોમાં પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી આ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં હજારો મિલ્કતોમાં નામ મળી આવતું નથી . તેવી મહાનગરપાલિકાના મિલ્કતોના નામ ટ્રાન્સફર હાઉસ ટેકસ શાખામાં નોંધ હોવાથી કરવામાં હાલાકી થાય છે વકીલો હેરાન-પરેશાન હોય તો આમ નાગરિકનું શું આવે..આ રજુવાતમાં એડવોકેટ ભાવેશ આશવાણી, ધવલ પટેલ , મુંગરા , અસ્ફાક પઠાણ, કપીલ સહિતના વકીલ જોડાયા હતાં .

error: Copying and use of the content of the website is considered as illegal activity.