Wednesday, October 14, 2026
Home Blog Page 301

જામનગરમાં કારખાનેદારના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ભત્રીજાને 32 લાખના મુદામાલ સાથે પકડી પાડતી LCB

0

જામનગરમાં રહેણાંક મકાનમાં રૂા.32 લાખથી વધુની ચોરીને અંજામ આપનારની ધરપકડજસ્મીન વિરાણી નામના શખસે મકાનની ડુપ્લીકેટ ચાવીનો સેટ મેળવી લઇને રોકડ સહીત 32.75 લાખની ચોરી કરી’તી..

ફુવાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: ચાવી ચોરી કર્યું કાંડ.સ્ટાફના સંજય સિંહ વાળા,ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડીયા, હરદીપભાઈ ધાંધલ (કાઠી), યશપાલસિંહ રાણાને મળેલ સંયુક્ત બાતમ રંગ લાવી તમામ મુદામાલ રીકવર કરતી ગણતરીની મીનીટમાં ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરતી જામનગર LCBદેશ દેવી ન્યુઝ જામનગર O3 જામનગર: જામનગરમાં નીલેશભાઇ દોમડીયાના મકાનમાં ડુપ્લીકેટ ચાવીથી રૂા. 32.75 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરનાર જસ્મીન મનસુખભાઇ વિરાણીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહીતી મુજબ ફરીયાદી નિલેશભાઇ લવજીભાઇ દોમડીયા રહે.શીવમ પાર્ક-3 ટેલીફોન એકચેન્જ જામનગર નાઓના રહેણાંક મકાનમાં છેલ્લા છ માસ દરમ્યાન બ઼ધ મકાનના અલગ-અલગ સમય ત્રણ વખત ઓરીઝનલ કે ડુપ્લીકેટ ચાવી વડે ફરીયાદીના મકાનના તથા કબાટના લોકના દરવાજા ખોલી રોકડ રૂપીયા 30,00,000 તથા સોનાના દાગીના કિ.રૂા.2,30,000 તથા એક મોબાઇલ ફોન કુલ રૂા.32,75,000ની ચોરી કરી લઇ જવા અંગેનો બનાવ બનેલ હતો.આ ચોરીમાં સંડોવાયેલ જસ્મીન મનસુખભાઇ વિરાણી રહે.મારૂતી રેસીડન્સી ફેસ-02 સામે જામનગર મુળ ગામ ફાચરીયા તા.જી.જામનગરની ઓળખ મેળવી મજકુર હાલ જામનગર શહેરમાં ખોડીયાર કોલોની મહેર સમાજની વાડી સામે સુપર સપ્લેન્ડર મો.સા. નંબર GJ10 CP 4568 સાથે ઉભો હોવાની હકીકત મળેલ હોય જેથી પકડી પાડી પુછપરછ કરતા ફરીયાદીના મકાનની ચાવીનો એક સેટ મેળવી લઇ છેલ્લા છ માસના સમય ગાળા દરમ્યાન ચાવીથી દરવાજો ખોલી ચોરી કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પો.સબ ઇન્સ. કે.કે.ગોહીલનાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.આરોપી પાસેથી રોકડ રૂપીયા 30,00,000 (ત્રીસ લાખ રૂપીયા ) સોનાના દાગીના કિ. રૂા. 2,55,000, ચોરીમાં ગયેલ મો.ફોન-1 કિ. રૂા. 20,000 આરોપીના મોબાઇલ ફોન-1 કિ. રૂા. 50,000, સુપર સપ્લેન્ડર મો.સા. નંબર જીજે 10 સી.પી. 4568 કિ. રૂા.20,000 (ગુનામાં ઉપયોગ થયેલ) સહીતનો મુદામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ રાજકોટ વિભાગ રાજકોટનાઓની સુચના તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર, પો.સ.ઇ. કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, એલસીબી સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, હરદીપસિંહ ધાંધલ, દિલીપભાઇ તલાવાડીયા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હીરેનભાઇ વરણવા, નિર્મળસિંહ એસ. જાડેજા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદીનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

ખંભાળિયામાં માતા-પુત્ર ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપનાર 3 શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયામાં માતા-પુત્ર ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ..ત્રણ બાવાજી શખ્સ સામે મારી નાખવાની ધમકી સહિત ની ક્લમ હેઠળ ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર O3:ખંભાળિયાના બરછા પાડા વિસ્તારમાં રહેતા રફીકભાઈ જુસબભાઈ સમા નામના મુસ્લિમ યુવાન સાથે બોલાચાલી કરી, ફરિયાદી રફીકભાઈ તથા તેમના માતા જેનુબેનને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ સચિન અજયગીરી, પારસગીરી ઉર્ફે પલો રમેશગીરી અને અજયગીરી નામના ત્રણ શખ્સો સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના 28 પોલીસકર્મીની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા: SOG ના દોલુભા જાડેજા LCB માં મુકાયા..

0

જામનગરના 28 પોલીસકર્મીની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા SOG ના દોલુભા જાડેજા LCB માં મુકાયા.. જામનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પોડેય દ્વારા ૨૮ પોલીસકર્મીઓની આંતરિક બદલી ના હુકમો કર્યાં છે. જેમા કાલાવડથી શોભરાજ સિંહ જાડેજાને એ.ઓ.જી માં મૂકવામાં આવ્યા જ્યારે એસ.ઓ.જી ના દોલતસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઇ મેરામભાઇ ડેરવાળીયા LCB માં મુકવામાં આવતા પોલીસમાં હરખની હેલી.. સીટી -બીના એસ એમ જાડેજા તથા કિશોર પરમાર LCB માં મુકવામાં આવ્યા છે. દેશ દેવી ન્યુઝ O2 જ્યારે પરેશ અમૃતલાલ ખાણધર નાઓ હેડકવાટર ખાતે હાજર થયે તેઓને ક્રમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે તથા અ.નં .૧૭  વાળા અનાર્મ હે.કો.  દોલતસિંહ હેમતસિંહ જાડેજા નાઓ સીટી – બી પો.સ્ટે ખાતે હાજર થયે તેઓને એલ.સી.બી , જામનગર ખાતે તથા અ.નં .૧૮ વાળા અનાર્મ હે.કો. ઘનશ્યામભાઇ મેરામભાઇ ડેરવાળીયા નાખી સીટી – સૌ પો.સ્ટે જામનગર ખાતે હાજર થયે તેઓને એલ.સી.બી. જામનગર ખાતે તથા અ.નં. ૨૧ વાળા અનાર્મ હે.કો. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા નાઓ પંચ – બી પો.સ્ટે . ખાતે હાજર થયે તેઓને મદદનીશ પોલીસ અધિક્ષક ની કચેરી , જામનગર શહેર ખાતે એટેચ તરીકે ફરજ બજાવવા માટે છૂટા કરી મોકલી આપવાના રહેશે તેમજ હાલમાં સીટી – સી પો.સ્ટે . જામનગર ખાતે ફરજ બજાવતા આર્મ પો.કો. ફિરોજ ગુલમામદ ખફી નાઓને પણ એલ.સી.બી.જામનગર ખાતે એટેચ તરીકે ફરજો બજાવવા માટે આથી ફાળવવામાં આવે છે.

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

0

ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ..

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 2 ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ ૪૯ થઇ છે.

વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ ૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે.પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.૧૯૭૧માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવેલ છે.

ભારતમાં કુલ ૪૯ રામસર સાઈટ થઈ છે. જેમાં આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું હતું.

પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા આર્દ્ર (ભેજવાળા) સ્થળોને જયાં પ્રવાસી પક્ષીઓનાં સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઈ રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૨માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઈટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતા કુલ હાલ સુધીમાં ગુજરાતની ૪ સાઈટને અને દેશની કુલ ૪૯ સાઈટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.

રામસર સાઈટ એટલે શું?

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના અંતર્ગત જળ સંતૃપ્ત વિસ્તારની જાળવણી અને તેના સંવર્ધન માટે પગલાં લેવાઈ રહ્યાં છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે. જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા સસ્ટેનેબલ (ટકાઉક્ષમ) માનવજીવન માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.આ પ્રકારની જમીનો ભોજન, પાણી, ભૂગર્ભ જળ રિચાર્જ, પાણીનું શુદ્ધીકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત પર્યાવરણ સંરક્ષણની વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંશાધનો અને ઇકો સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે. તાજા મુખ્ય પૂરવઠો સંખ્યાબદ્ધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે એમ માનવામાં આવે છે. જેથી સંતૃપ્ત જમીનોનું સંરક્ષણએ પ્રકૃતિના સંરક્ષણનો મુખ્ય આધાર ગણી શકાય છે.

પટેલ કોલોનીમાંથી વહેલ માછલીના દુર્લભ દ્રવ્ય સાથે બાવાજી શખ્સને ઝડપી લેતી એસ.ઓ.જી

0

જામનગરમાંથી પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ખંભાળિયાનો શખસની ધરપકડ.

અંદાજીત રૂા. એક કરોડનો કિંમતની દ્રવ્ય જપ્ત કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયો..

દેશ દેવી ન્યુઝ જામનગર 31. જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા રવિવારે પટેલ કોલોની વિસ્તારમાંથી કંભાળીયાના એક વ્યક્તિને પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આશરે એકાદ કરોડ જેટલી કિંમતી આ દ્રવ્ય કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર એસઓજી પોલીસે આજે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.આ વ્યક્તિના કબ્જામાંથી એકાદ કરોડ રૂપિયાની કિંમતનું વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આ દ્રવ્યની હાલ બજાર કિંમત 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. એસઓજીએ આ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરીને આ રેકેટના મુળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે. જામનગર પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એમ્બરગ્રીસના જથ્થાને ઝડપી લઇને લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.એમ્બરગ્રીસ જેનો ફ્રેન્ચ અર્થ ગ્રેએમ્બર થાય છે, તે મીણ જેવો પદાર્થ હોય છે. જે સંરક્ષિત વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્ભવે છે. જ્યારે માછલીના પેટમાં અપચો થાય ત્યારે તે ઉલટી કરે ત્યારે આ પદાર્થ ઉલટી સાથે બહાર આવી જાય છે. આ એમ્બરગ્રીસ ખુબ જ તિવ્ર અને મજબુત દરિયાઇ ગંધ ધરાવે છે.આ એમ્બરગ્રીસ શરૂઆતી તબક્કામાં પીળા કલરનું હોય છે. જેમ જેમ પાકે છે તેમ તેમ તે કથ્થાઇ કલરનું બને છે. આ એમ્બરગ્રીસ દરિયાઇ ગંધ ધરાવતું હોવાથી તેની માંગ રહે છે.

સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ : હવેથી જી.જી. હોસ્પિટલમાં થશે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

0

સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ : હવેથી જી.જી. હોસ્પિટલમાં થશે કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

અંદાજીત 6 થી 10 લાખના ખર્ચે થતા ઓપરેશન જી.જી.હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કરાશે: 3 બાળકોના કરાયા સફળતાપૂર્વક ઓપરેશન

દેશ દેવી જામનગર 29. જામનગરની જી.જી હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર તા. 17 ના રોજ 3 બાળકોના કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા, જે માટે ગાંધીનગરથી સ્પેશ્યલ કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટેની ટીમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ હતા.ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આશરે 6 થી 10 લાખના ખર્ચે થતા કોક્લીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધી કોક્લીયર ઓપરેશન માટે દર્દીઓને અમદાવાદ જવું પડતું હતું તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપી માટે પણ તકલીફ પડતી હતી, પરંતુ હવેથી અહીં જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે આ ઓપરેશન કરી દર્દીઓને ઘરઆંગણે સારવાર આપવામાં આવશે. ડીન ડો. નંદીની દેસાઈ તથા સુપ્રીટેન્ડન્ટ  ડો. દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ તથા ડો. ભદ્રેશ વ્યાસ, વડા પીડીયાટ્રીક્સ ડીપાર્ટમેન્ટ તથા ડો. વંદના ત્રિવેદી, વડા એનેસ્થેસિયા ડીપાર્ટમેન્ટના સહકારથી ત્રણ બાળકો જીનલ આણદાણી, વેદ રાબડીયા અને ધૃવલ બાવરવાના સફળતાપૂર્વક કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન જી.જી. હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગ ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં ડો. નીરજ સૂરી (નોડલ સ્ટેટ ઓફિસર કોક્લિયર ઈમ્પ્લાન્ટ)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા.કોક્લીયર ઇમ્પ્લાન્ટ થકી તબીબોએ બાળકોને નવા જીવનની રાહ દેખાડી છે. કોક્લીયર ઇમ્પ્લાન્ટ થકી બાળકોને પોતાના વિકાસમાં હવે કોઇ અવરોધનો સામનો કરવો પડશે નહી. જી.જી. હોસ્પિટલ ખાતે વધુ બાળકોને આ સારવારનો લાભ મળી શકે તે માટે ડો. નીરજ સૂરીના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. નિરલ મોદીને ઓપરેશનની તાલીમ આપવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશનની તૈયારી તથા તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઈ.એન.ટી. વિભાગના ડો. દિલાવર બારોટ, ડો. હિતેન મણીયાર, ડો. પૂર્ણિમા, ડો. સંજય ટોટા તથા વિભાગના રેસીડન્ટ ડોકટરો તથા ઓ.ટી. તથા વોર્ડના નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર આપવામાં આવેલ છે.

આ ઉપરાંત બાળકોના ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવા એનેસ્થેસિયા વિભાગના વડા, ડો. વંદના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડો. જયદેવ દવે, ડો. નીપા નાયક, ડો. હિમાંશુ આમરણીયા અને રેસીડન્ટ ડોક્ટર્સએ આખો દિવસ ખડેપગે ફરજ પર રહી કામ કર્યું હતું.સામાન્ય રીતે લોકોમાં કોક્લીયર ઇમ્પ્લાંટ વિશે જાણકારી ખુબ આવશ્યક છે ત્યારે,
કોક્લિયર ઈમ્પ્લાન્ટ કોના માટે ઉપયોગી છે?
જન્મથી બાળક તદ્દન બહેરું હોય અથવા તો જન્મ પછી કોઈ કારણસર, જેવા કે કમળો થવો, ખેંચ આવવી, મગજનો ચેપ થવો, મગજને ઈજા થવી, આવા કોઈ કારણથી બાળક સાંભળવાની શક્તિ તદ્દન ગુમાવી દે, તો તેવા તદ્દન બહેરા બાળકો માટે કોક્લિયર ઈમ્પ્લાન્ટ વરદાનરૂપ છે.

જો બાળક નાની ઉમરમાં જ સાંભળવાની શક્તિ ગુમાવી દે, તો તેનો બોલવાનો વિકાસ થઈ શકતો નથી. આથી બાળક બહેરું અને મૂંગું થાય છે. આવા તદ્દન બહેરા અને મૂંગા 6 વર્ષ સુધીના બાળકો માટે આ ઓપરેશન ઉપયોગી છે.

” કોક્લિયર ઈમ્પ્લાન્ટ શું છે? અને કઈ રીતે કામ કરે છે? કોક્લિયર ઈમ્પ્લાન્ટમાં ઈ.એન.ટી. સર્જન દ્વારા જટિલ ઓપરેશન કરી મશીન કાનના પાછળના ભાગમાં તથા અંદરના કોક્લિયર નામના કાનના સંવેદન અંગમાં મુકવામાં આવે છે. આ મશીન ડાયરેક્ટ ઓડિયરી નર્વ એટલે કે સાંભળવાની નસને ધ્વની તરંગો પહોચાડે છે. જેનાથી બાળક સાંભળી શકે છે.

ઓપરેશન પછી બાળકને 1 થી 1.5 વર્ષ સુધી સ્પીચ થેરાપી કરાવવી જરૂરી બને છે આ જટિલ ઓપરેશન કરવાનો સંપૂર્ણ ખર્ચ અંદાજીત 6 થી 10 લાખ સુધીનો હોય છે ઓપરેશન તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપીનો સંપૂર્ણ ખર્ચ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે આમ, આ ઓપરેશન અને ઓપરેશન પછીનો સ્પીચ થેરાપીનો કોઈ ખર્ચ કર્યા વગર હવેથી જી. જી. સરકારી હોસ્પીટલમાં પણ દર્દીઓને વિના મુલ્યે આ સારવારનો લાભ મળશે.

ગુજરાતના ચકચારી કિશનની હત્યા પાછળ પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ખળભળાટ

0

ગુજરાતના ચકચારી કિશનની હત્યા પાછળ પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ખળભળાટ, ગુજરાત એટીએસની ટીમ તપાસ અર્થે દિલ્હી રવાના..

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે ઝડપાયેલ મૌલનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું ખુલાસો..

પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયા તાર

ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ..દેશ દેવી ન્યુઝ જામનગર 29.અમદાવાદ: સમગ્ર ગુજરાત અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી લીધી છે જેમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે.

આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી.

તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો મૌલાના પોતાના સંગઠન દ્વારા લોકોમાં કટ્ટરવાદ ફેલાવતો હતો અને પાકિસ્તાની સંગઠનો સાથે તેનો સીધો સંબંધ હતો. ગુજરાતમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો ખેલ છેક પાકિસ્તાનથી ખેલાઈ રહ્યો હતો.

આટલા મોટા ખુલાસા બાદ હવે ગુજરાત એટીએસની બે ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે અને વધુ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે.

કિશનની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડાયો?

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો. હત્યારો શબ્બીર મૌલાના ઐયુબને મળવા અનેકવાર જતો હતો અને કિશનની હત્યા કરવા માટે પ્લાનિંગ કરતાં હતા. ઐયુબ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જે હત્યા કરવા માટે આપી હતી.

જામનગર ગ્રામ્ય વિભાગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નડ્યો અકસ્માત

0

જામનગર ગ્રામ્ય વિભાગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નડ્યો અકસ્માત: હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા..દેશ દેવી ન્યુઝ 29.જામનગર: જામનગર ગ્રામ્યના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અક્ષય બુદાનીયાને ગત મોડી સાંજે અચાનક જ અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં ઘાયલ એસ. ડી.એમને જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જોકે મીડિયાને આ અંગે કવરેજ કરતાં પણ રોકવામાં આવ્યા હતા. હાલ એસડીએમ અક્ષય બુદાનીયાની સારવાર ચાલી રહી છે.અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર ગ્રામ્યના પ્રાન્ત અધિકારી અક્ષય બુડાણીયા શુક્રવારે રાત્રે ઓફિસેથી છૂટીને ઘરે પહોંચ્યા બાદ કોઈ કામસર ટુ-વ્હીલર લઈને ગવર્મેન્ટ કોલોનીની બહાર નીકળ્યા હતા ત્યારે ક્રિકેટ બંગલા નજીક તેઓને અન્ય વાહન ચાલકે હડફ્ટે લેતા તેમને શરીરે તેમજ માથામાં ઈજા થતાં તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની જાણ થતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી તેમજ વહીવટી કચેરીના અન્ય અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ડીન ડો. નંદીનીબેન દેસાઈ સહિતના ડોકટરોએ તેમની હાથની સારવાર કરી હતી અને માથામાં પછડાટને કારણે થયેલી ઇજાને કારણે આગળની તપાસ હાથ ધરી હતી. તબીબોએ પ્રાંત અધિકારીની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જોડિયાના બાલંભામાં યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને સજા ફટકારતી સ્પે.કોર્ટ

0

જોડિયાના બાલંભામાં યુવતિ પર બળાત્કાર ગુજારનાર આરોપીને તકસીરવાન ઠેરવતી સ્પે.કોર્ટ.અપરાધીને 7 વર્ષની સજા તથા પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા અને દંડ ફટકારાયો..સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલીલો અને પુરાવાએ આરોપી શખસ આરોપી કમલેશ અમૃતપરી ગૌસ્વામીને અપરાધી સાબિત કર્યોદેશ દેવી ન્યુઝ 28.-જામનગર આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી-ભોગ બનનાર સાથે આ કામના આરોપી કમલેશ અમૃતપરી ગૌસ્વામીએ તા.11-9-18 ના રોજ બપોરના 2-15 વાગ્યે બાંલભા ગામમાં ધણચોકમાં પહોચતા આરોપીએ ભોગ બનનારને રસ્તામાં ઉભી રાખી અને બાજુમાં આવેલ વાડામાં લઇ જઇ ભોગ બનનારને કહેલ કે તુ કોઇની સાથે સગાઇ કરીશ કે લગ્ન કરીશ તો સારાવાટ નહી રહે તેમ કહી ભોગ બનનારને મોઢે હાથથી ડુચો દઇ બળજબરી પૂર્વક જબર જસ્તીથી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી અને આ વાત કોઇને કહીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપેલ અને જતો રહેલતે બાબતની જોડિયા પોલીસ સ્ટેશનના દ.ગુ.ર.ને 18/18 થી આઇપીસી કલમ 376, 506(2), પોકસો કલમ 4,6 મુજબની ફરિયાદ કરેલ જે કેસ સ્પેશ્યલ કોર્ટમાં શ્રી કે.આર. રબારીની કોેર્ટમાં કેસ ચાલી જતા પોકસો કેસ નં.47/18માં આરોપીને તકસીરવાન ઠરાવી સજા પોકસો કલમ-4 મુજબ 7 વર્ષની સજા તથા પોકસો કલમ 6 મુજબ 10 વર્ષની સજા તથા તમામ કલમમાં રૂા.1000નો દંડ અને દંડ ન ભરે તો તમામમાં 30 દિવસની વધુ સજા તેવો હુકમ સ્પેશ્યલ કોર્ટમાં કે.આર. રબારીએ કરેલ છે. આ કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયેલ હતાં.

લીમડા લાઇનમાં દુકાન ધરાવતા દરજી વેપારીને ઓફિસે બોલાવી ઢીકાપાટુ અને ધોકા ફટકાર્યાની 3 સામે રાવ

0

જામનગરમાં હાથ ઉછીના પૈસાની ઉઘરાણી બાબતે ઓફિસે બોલાવી ઢીકાપાટુ મારતા 3 સામે ફરિયાદચૌહાણ ફળીનો ભૂપેન્દ્ર અને સીટી આર્કેટમાં ઓફિસ ધરાવતા સાગર માડમ તથા અન્ય અજાણ્યા સામે ધમકી આપી માર-માર્યાની ફરિયાદ નોંધાવતા ચક્ચાર જાગી છે.

સાડા પાંચ લાખની ઉઘરાણી બાબતે માર માર્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે જેના આધારે તપાસ ચલાવામાં રહી છે.

દેશ દેવી ન્યુઝ 28.જામનગરના અંબર ચોકડી નજીક સીટી આર્કેડ ખાતે આવેલી ઓફીસે દરજી યુવાનને બોલાવી ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાની ત્રણ શખ્સ સામે ફરીયાદ દાખલ થઇ છે. જામનગર શહેરના લીમડા લાઇનમાં અશોક બેકરી સામે દરજીની દુકાન ધરાવતા હિતેશ પ્રભ્રુદાસ ટંકારીયા નામના દરજી યુવાને ભૂપેન્દ્ર પાસેથી સાડા પાંચ લાખ લીધા હતા જે ઉધરાણી બાબતે હિતેશને સિટી આર્કેટ ખાતે આવેલી ઓફિસે બોલાવી ઢીકા પાટુનો માર મારી ખંભાના ભાગે ઇજા પહોંચાડી હતી.ઉપરાંત આરોપી ચૌહાણ ફળીના ભુપેન્દ્ર, સાગર માડમ તથા અન્ય શખ્સોએ જીવતો નહી રહેવા દઉ તેમ કહી ધમકીઓ આપી હતી. આથી સીટી બી પોલીસે રણજીત રોડ પંજાબ બેંકની બાજુમાં આવેલ ચૌહાણફળીમાં રહેતા ભુપેન્દ્ર તથા સાગર માડમ અને સાગરના મિત્રની વિરુધ્ધ આઇપીસી કલમ ૩૨૩ ૫૦૪ , ૫૦૬ (૨) ૧૧૪ અને જીપીએકટ ૧૩૫ ( ૧ ) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

હાલ પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.