Wednesday, October 14, 2026
Home Blog Page 302

ખંભાળિયા નજીક ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો: વાડીનારના આદિલ સહિત ૩ સામે ફરિયાદ

0

ખંભાળિયા નજીક ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો..ખાનગી કંપનીના 3 અધિકારીઓ ઘાયલ 2 અધિકારીઓ ખંભાળીયા અને એક અધિકારીને જામનગર સારવાર અર્થે ખસેડાયા.

કોન્ટ્રાકટ મેળવવા બાબતે ધોકાવડે હુમલો, કારના કાંચ પણ તોડી નાંખ્યા: ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી  ન્યુઝ જામનગર 28. મૂળ બિહાર રાજયના ચિરાયા તાલુકાના રહીશ અને પેટા કોન્ટ્રાકટ કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર સુખદેવ ઠાકુર (ઉ.વ.27) નામના કર્મચારીએ વાડીનારના રહીશ એવા આદિલ નામના શખ્સ ઉપરાંત અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.  સુત્રો વિગત મુજબ ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા તેમની સાથે ઇલેકિટ્રક એન્જિનિયર સંજયકર, વિકાસ તેમજ રવીન્દ્રનાથ ગોસ્વામી નામના અધિકારીઓ વેદાન્તા કંપની પાસેથી તેમની નોકરીનો સમય પૂરો કરી અને જી.જે. 1 આર.એસ. 7047 નંબરનાની ઇક્કો મોટરકારમાં ખંભાળિયા પરત જઈ રહ્યા હતા.

આ વાહન ગયેન્દ્રરાજ નામનો ચાલક ચલાવી રહ્યો હતો. તેઓને વેદાન્તા કંપનીના ગેટથી થોડે આગળ અટકાવી અને વાડીનારના આદિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલી ને પૂછ્યું હતું કે ’વિકાસ સાહેબ કોણ છે?’- પરંતુ એકપણ કર્મચારી એ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ કારનો પાછળનો દરવાજો ખોલી અને લાકડાના ધોકા વડે કાર સવાર કર્મચારીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ગાળો કાઢી અને કારના કાચ તોડી નાખ્યા હતા.આ હુમલાના કારણે કારમાં જઈ રહેલા અધિકારી રવીન્દ્રનાથ ગોસ્વામીને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને પાંચ ટાંકા આવ્યા હતા અને બંને હાથમાં ફ્રેકચર ઉપરાંત વિકાસ નામના અન્ય એક કર્મચારીને પણ ડાબા હાથમાં ફેકચર સહિતની ઇજાઓ થતાં બંનેને વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરિયાદી સુનિલકુમાર ઠાકુર તથા સંજયકરને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી.આરોપી શખ્સોએ જતાં-જતાં કહેલ કે- ’ફરીવાર કંપનીમાં જતાં નહીં. નહીંતર જીવતા નહીં રહો’- તેમ કહી, અને બે મોટરસાયકલમાં ધોકા સાથે નાસી છૂટયા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરની રંગમતી નદીમાં ચાલતું ગેર-કાયદેસર ખનન: તંત્ર અજાણ

0

જામનગર શહેરના વોહરાના હજીરા નજીક આવેલ રંગમતી નદી માંથી ગેરકાયદેસર માટી તેમજ રેતી ચોરી થતું હોવાનું કેમેરામાં થયું કેદ..

દેશ દેવી ન્યુઝ 28.જામનગર શહેરની મધ્યમાં આવેલ વોહરાના હજીરા નજીક રંગમતી નદી માંથી છેલ્લા બે દિવસથી કોઈ ઈસમો એ મજૂરો દ્વારા માટી ખોદી અને ટ્રેક્ટર ભરવાની કામગીરી કરવામાં આવી રહી છેખરેખર આના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે શું.. ! તે તપાસ નો વિષય છે.

છેલ્લા બે દિવસથી માંટી તેમજ રેતી કાઢવાની કામગરી મીડિયાના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણ કેમેરામાં કેદ થયું હતું અને સ્થળ ઉપર જઈ મીડિયા દ્વારા મજૂરોને પૂછવામાં આવતા જાણવા મળેલ કે છેલ્લા બે દિવસમાં ૧૦ જેટલા માટી તેમજ રેતીના ટેક્ટર કાઢવામાં આવ્યા છે મહાપ્રભુજીની બેઠક નજીક રહેતા એક મકાનમાં આ માટી તેમજ રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું મજુર દ્વારા કેમેરા સામે કબુલ કરવામાં આવ્યું હતું

આ સમગ્ર મામલે મીડિયા દ્વારા જ્યારે જામનગર મહાનગર પાલિકાના કમિશનર એ.કે વરસાણી નો સંપર્ક કરવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ પ્રકરણમાં મામલતદાર અથવા ખાણ ખનીજ વિભાગના કોઇ અધિકારી ઓ કામગીરી કરી શકે મહાનગરપાલિકાને આ માટે કોઇ સત્તા આપવામાં આવી નથી.ખાણ ખનીજ ઓફિસનો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ફરજ પરના અધિકારીઓ કોઈ હાજર ન હોય જેથી આ પ્રકરણ ઘેરુ બન્યું છે

આવતા દિવસોમાં આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખનીજ માફિયાઓ ને ખુલ્લો દોર મળશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

દરબાર મિત્રના લગ્ન પ્રસંગમાં હવામાં ” ફાઇરિંગ” કરનાર 3 મિત્ર સામે ફરીયાદ 

ખંભાળીયાના વડાલીયા સિંહણમાં દરબાર મિત્રના લગ્ન પ્રસંગમાં હવામાં ” ફાઇરિંગ” કરનાર 3 મિત્ર સામે ફરીયાદ.. કંચનપુર ગામના કાસમ અલી ખફી , નરેન્દ્ર શિવરામ ગોંડલીયા અને ઇસ્માઇલ ઓસમાણ ખીરા (રે..સુમરા તરઘડી ) સામે પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દેશ દેવી ન્યુઝ જામનગર 28. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાના વડાલીયા સિંહણ ગામનો બનાવ લગ્નપ્રસંગમાં હવામાં ફાયરિંગ પ્રકરણમાં 3 સામે ગુનો નોંધાયો..

દાંડીયારાસ કાર્યક્રમનો હવામાં ફાયરીંગનો વીડિયો વાયરલ થયો હતો બાદ પોલીસ હરકતમાં આવી હતીદેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા નજીક વડાલીયા સિંહણ ગામે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ પ્રકરણમાં પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.જેમાં લગ્ન પ્રસંગમા દાંડીયારાસના કાર્યક્રમ દરમિયાન હવામાં ફાયરીંગ થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અગાઉ વાયરલ પણ થયો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે 27 જાન્યુઆરીના યોજાયેલા જયરાજસિંહ રાજેન્દ્રસિંહના લગ્ન પ્રસંગમાં દાંડિયારાસના કાર્યક્રમમાં હવામાં ફાયરિંગ થયાનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો.જે બાબતે ખંભાળીયા પોલીસને ધ્યાને આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં દાંડિયારાસ દરમિયાન હવામાં ફાયરિંગ કરવા બાબતે કંચનપુર ગામના કાસમ અલી ખફી , નરેન્દ્ર શિવરામ ગોંડલીયા અને ઇસ્માઇલ ઓસમાણ ખીરા ( રે..સુમરા તરઘડી ) સામે પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.જે પ્રકરણમાં પોલીસે ત્રણેય આરોપીની અટકાયત પણ કરી લીધી હતી અને બે હથિયાર અને પરવાના પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . કરવાના બનાવ અત્રે ઉલ્લેખનીય છેકે , દેવભૂમિ પંથકમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરીંગ સમયાંતરે સામે આવ્યા છે જે આવા ફાયરિંગના જુદા જુદા વીડિયો પણ સમયાંતરે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે . આવા બનાવમાં પોલીસ દ્વારા અગાઉ પણ ફોજદારી કાર્યવાહી કરાઈ છે .

ગ્રેઇન માર્કેટની એ.પી દોશી એજન્સીમાંથી 2 બાચકા સોપારીની ચોરી.

0

જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં દિનદહાડે સોપારીના બાચકાની ચોરી.દેશ દેવી ન્યુઝ જામનગર 27.: જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને સોપારીનું વેપાર કરતાં મનીષ અમૃતલાલ પરમાર નામના વેપારીએ પોતાના ધંધા માટે 50 કિલો સોપારીના બે બાચકાની ખરીદી કરી હતી.ત્યારે ગત્ તા.20 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ત્રણ દરવાજા નજીક એપી દોશી એજન્સીની દુકાન બહાર રોડ પરથી તસ્કરો રૂા.21,000ની કિંમતની બે બાચકા સોપારીની ઉઠાંતરી કરી ગયા હતાં.આ અંગે મનીષભાઇ દ્વારા જામનગર સીટી બી ડિવિઝનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી બી એએસઆઇ એમ.એમ.જાડેજા દ્વારા આ અંગે તપાસ શરૂ કરી છે. ગ્રેઇન માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇ ભારે ચર્ચા જાગી છે.

વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વતી દોઢ લાખની લાંચ લેતાં તેનો Dr. પતી ઝડપાયો.

દેવભૂમિ દ્વારકાની વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વતી દોઢ લાખની લાંચ લેતાં તેનો ડોકટર પતિ ઝડપાયો.

દેશ દેવી ન્યુઝ 27. જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનારમાં આવેલી આઈઓસી કંપનીમાં કોન્ટ્રેકટરને કામ કરવામાં અડચણ ઊભી નહિ કરવા માટે મહિલા સરપંચ અને તેના ડોક્ટર પતિએ રૂપિયા દોઢ લાખની લાંચ સ્વીકારી લેતાં એસીબીની ટ્રેપમાં ફસાયાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર અને તેના ખંભાલિયા ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડેન્ટિસ્ટ પતિ ડો.અબ્બાસ ઇબ્રાહિમભાઇ સંઘારે તાજેતરમાં આઇઓસીએલ વાડીનાર ખાતે બાઉન્ડરી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેના કામનો વર્ક ઓર્ડર મેળવનાર પેઢીના માલિક સાથે કામ કરવા બાબતે ચર્ચાઓ કરી હતી.

આ કામ ચાલુ કરવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામપંચાયતના મહિલા સરપંચના પતિએ રૂ.4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3-મોબાઇલ તથા બે આઇફોનની માગણી કરી હતી.

ઘરવખરીનો સામાન તથા 2 સેમસંગ તથા એક નોકિયા મળી 3 મોબાઇલ ફોન અને રૂ.50 હજાર રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત વધારાના રૂપિયા 3.50 લાખ તથા બે આઇ ફોન પૈકી રૂ.1.50 લાખની રકમ માટે સરપંચના ડોક્ટર પતિ તરફથી વારે વારે કહેવામાં આવતાં ગઈકાલે ફરિયાદીએ ડોક્ટરને રાજકોટ બોલાવ્યો હતો.આ પૂર્વે તેમણે રાજકોટ એસીબીનો સંપર્ક કરી ટ્રેપ ગોઠવી હતી. એમાં ડોક્ટર પતિ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, સરપંચ વતી રૂા.1.50 લાખની લાંચ લેતાં આબાદ પકડાઈ ગયો હતો સુપરવિઝન મદદનીશ નિયામક અજયસિંહ પી.જાડેજા એસીબી રાજકોટ એકમના માર્ગદશન હેઠળ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.    

જામનગરની 152 વર્ષ જૂની રાજકિય સંસ્કૃત પાઠશાળા ( સરકારી )માં શિક્ષકોની ખાલી જગ્યા ભરો:સમસ્ત બ્રહ્મ સમાજ

0

રાજકિય સંસ્કૃત પાઠશાળા ( સરકારી ) જામનગરમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરો: પ્રફુલભાઈ વાસુ..

દેશ દેવી ન્યુઝ 27. જામનગરની સાન કહી શકાય તેવી અને  શહેરી વિસ્તારમાં કાર્યરત એકમાત્ર શાળા એટલે રાજકિય સંસ્કૃત પાઠશાળા ( સરકારી ) ૧૫૨ વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે અને આ સંસ્થા જામનગરની ધરોહર પણ છે .

અત્યાર સુધીમાં આ સંસ્થામાં નામી અનામી ઘણા વિદ્વાનો અભ્યાસ કરી ચૂકયા છે અને હિન્દુ સંસ્કૃતીમાં દર્શાવેલ ૧૨ જયોર્તિલિંગ માના એક જયોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવજીની પ્રતિષ્ઠામાં પણ વિદ્વાન પંડિત તરીકે જેમને પોતાનો સિંહ ફાળો આપેલ છે તેવા શાસ્ત્રી સ્વ . મહાશંકરભાઈ ત્રિવેદી પણ આ સંસ્થાના જ હતા

આપણી હિન્દુ સંસ્કૃતિમાં પાઠશાળાનું મહત્વ રૂષીકાળથી આગવું રહ્યું છે અને સમાજમાં વિદ્યાર્થીઓનું ઘક્તર , સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષા આ પાઠશાળાઓએ કરેલ છે.

હાલ આ સંસ્થામાં ( શાળામાં ) છેલ્લા ઘણા સમયથી મુખ્ય ૨ ( બ ) વિષયનાં વિષય શિક્ષકોની જગ્યા ખાલી હોવાના કારણે વાલીઓ પોતાનાં સંતાનોને આ પાઠશાળામાં મોકલવામાં ખૂબ જ હેરાન – પરેશાન થાય છે  અને આ વિષય શિક્ષકોની ઘટ ઘ્યાને લઇ અન્ય જગ્યાએ વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા મજબુર થવું પડે છે અને આ કારશોસર દિવસેને દિવસે વિદ્યાર્થીની સંખ્યા ઘટતી જાય છે . જો આવું જ ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ પાઠશાળા બંધ થવાની  નોબત આવી શકે તેમ છે.તો આ શાળાને અને સનાતન ધર્મ એવી આપણી સંસ્કૃતિની ધરોહરને બચાવવા માટે તાત્કાલીક અસરથી ( ૧ ) વ્યાકરણમ્ તેમજ ( ર ) સાહિત્યમ વિષચની ખાલી પડેલ કુલ ર ( બે ) જગ્યાઓ ભરવાની જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્ન સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ ) જામનગરના નરેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ વાસુ, નયનભાઈ વ્યાસ, એન.ડી ત્રિવેદી, સુનીલ ખેતીયા, ભાસ્કરભાઈ જોશી, આશિષભાઈ જોશી, હિરેનભાઈ કનૈયા, જસ્મીન ધોળકિયા, જનકભાઇ ખેતીયા સહિતના આગેવાન દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી ના માધ્યમથી સરકારને રજૂઆત કરી ત્વરીત માંગણી સ્વીકારવા માંગ કરી છે.

 

ટ્રાફિક શાખાએ ટોઈંગ કરેલી ગાડીમાંથી 35 હજાર ગુમ : ટોઇંગકર્મીની દાદાગીરીથી લોકો ત્રસ્ત.

0

ટ્રાફિક શાખાએ ટોઈંગ કરેલી ગાડીમાંથી 35 હજાર ગુમ : ટોઇંગકર્મીની દાદાગીરીથી લોકો ત્રસ્ત.

ચાંદી બજાર, લીમડા લાઇન, સુપરમાર્કેટ જેવા મુખ્ય વિસ્તાર બન્યા એકમાત્ર ટાર્ગેટ..! વેપારીઓમાં રોષ

વાહન માલિકો સાથે ટોઈગ એજન્સીના પ્રાઈવેટ માણસોનો આંતકી જેવો વ્યહવાર: ઇ.ચાર્જ અધિકારી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.!

લાંબા સમયથી ચોક્કસ પોલીસકર્મીને ટોઇંગની કામગીરી સોંપાતા આશ્ચર્ય..!

ખખડધજ પ્રાઇવેટ પાસિંગના ટોઇંગ વાહનો સાથે કરાતી કામગીરી : ટોઇંગ કર્મી પોલીસ અધિકારીને ગાંઠતા “ન ” હોવાની જોરશોર ચર્ચા.. !દેશ દેવી ન્યુઝ જામનગર 26. જામનગર શહેરમાં આડેધડ રોડ ૫૨ પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરતી ટ્રાફિક પોલીસની કામગીરી હંમેશ માટે શંકાસ્પદ રહી છે મંગળવારે સવારે એસટી રોડ પર પાર્ક કરેલી એક એક્ટિવાને ટોઈંગના કર્મચારીઓએ ઉઠાવી હેડ કવાર્ટર ખાતે લઈ ગયા હતા જ્યાં પાછળથી આવેલા તેના માલિકેજેટલા ગાડીની ડેકીમાં રાખેલા રૂા .35 હજાર ગુમ થયા હોવાનું જણાવતા ભારે ચકચાર સાથે દોડાદોડી મચી ગઈ હતી .ટોઈંગના કર્મચારીઓએ ભારે સમજાવટ છતાં પણ ટુ વ્હીલરના માલિક માન્યા ન હતા અને આ બાબતે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે . જામનગર શહેરમાં પાર્કિંગની સમસ્યા અત્યંત જટિલ બની ગઈ છે .

ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનોને ઉપાડી જઈ દંડ લેવા માટે શહેરભરમાં છ માલિકેજેટલા ટોઈંગ વાહનો કાર્યરત છે . આવી જ એક ટોઈંગ વાન સવારે એસટી નજીક આવેલી બેંક ઓફ બરોડા પાસે પાર્ક કરેલ એક્ટિવાને – પાર્કિંગમાં પાર્ક કરેલું ગણીને તેને ઉઠાવી લીધુ હતું .દરમિયાન બેંકમાં ગયેલા તેના ટ્રાન્સપોર્ટર માલિક મહાવીરસિંહ રાણા પરત આવી પોતાની ગાડી શોધી હતી અને ન મળતા તેમને તપાસ કરતા ટોઈંગ કરી ગયા હોવાનું જાણતા તાત્કાલિક હેડ કવાર્ટર પહોંચી ગયા હતા જ્યાં તેમણે પોલીસ કર્મચારીઓ અને ટોઈંગના કર્મચારીઓની હાજરીમાં ડેકી ખોલી જોતા તેમાંથી તેણે ધંધા માટે એડવાન્સ ઉપાડેલા રૂા .35 હજાર ગાયબ હતા જે બાબતે તેમણેકર્મચારીઓને પૂછતા ત્યાં હડકંપ મચી ગયો હતો અને ગાડી પાછી આપી આ બાબતે કંઈ ન કરવાની સમજાવટના દોર શરૂ થયા હતા પરંતુ મહાવીરસિંહ માન્યા ન હતા અને પોતાના પૈસા પાછા ન મળે તો પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતા.

આ બાબતની જાણથતાં જ પોલીસ તથા ટોઈંગ કર્મીઓમાં ચકચાર સાથે દોડધામ મચી જવા પામી છે બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.

દિગ્વિજય પ્લોટ 49 માંથી ભોય તળીયામાં છુપાવેલ 81 નંગ દારૂની બોટલ ઝડપાઇ: નામીચો “ભિખો માત્ર” ફરાર

0

જામનગરમાં ભોય તળીમાં છૂપાવેલ દારૂ શોધી કાઢતી પોલીસ : ભખુ માત્ર થયો ફરાર..ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૮૧ કિ.રૂ .૪૦,૫૦૦ / – નો પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ..

દેશ દેવી ન્યુઝ જામનગર 25. એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઈન્સ મહાવીરસિંહ જે . જલુ સાહેબ ના માગદર્શન મુજબ  સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિહ વનરાજસિહ જાડેજા તથા પો.કોન્સ વનરાજભાઇ ભગુભાઇ ખવડને ચોકકસ બાતમી મળેલ કે , દિપ્લોટ શેરી નં -૪૯ આશાપુરા મંદીરની પાછળ રહેતો કલ્પેશ ઉર્ફ ભીખો માત્ર પરષોતમભાઇ ગોરી પોતાના મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી છાની છુપી રીતે વેચાણ કરે છે.

તેવી હકીકત મળતા હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી કલ્પેશ ઉર્ફે ભીખો માત્ર પરષોતમભાઇ ગોરી રહે . દિપ્લોટ શેરી નં -૪૯ આશાપુરા મંદીરની પાછળ જામનગર હાજર મળી આવેલ નહી અને તેમના રહેણાંક મકાનની ઝડતી કરતા મકાનમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર ૧ સુપીરયર વ્હીસ્કી શિલબંધ બોટલ નંગ -૮૧ કુલ કિ.રૂ -૪૦,૫૦૦ / – ના મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આરોપી કલ્પેશ ઉર્ફ ભીખો માત્ર પરષોતમભાઇ ગોરી દિ.પ્લોટ શેરી નં -૪૯ આશાપુરા મંદીરની પાછળ જામનગર વાળા હાજર મળી આવેલ ન હોય જેથી તેને શોધવા તજવીજ ચાલુ છે .

આ કામગીરીમા પો.ઇન્સ મહાવીરસિંહ .જે જલુ  PSI એમ.વી.મોઢવાડીયા  તથા પો.હેડ.કોન્સ નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા , તથા યુવરાજસિહ વિક્રમસિંહ જાડેજા તથા મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા શીવરાજસિહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા વનરાજભાઈ ભગુભાઇ ખવડ તથા યોગેન્દ્રસિહ નીરભા સોઢા તથા મેહુલભાઇ કાંતીલાલ વિસાણી દ્રારા કરવામા આવેલ છે .

રાજ્યમાં 55 થી વધુ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) ની બદલી

0

રાજ્યમાં 55 થી વધુ નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે.

ગુજરાતમાં 55 થી વધુ ડીવાયએસપીની બદલી..

દેશ દેવી ન્યુઝ 25. ગાંધીનગરઃ રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ એચ ડિવીઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ, એફ ડિવીઝન એસીપી જે કે ઝાલાની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કારમિયાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. સુરત ગ્રામ્યના ડીવાયએસપી મુકેશ ચૌધરીને અંજારમાં એસડીપીઓ તરીકે મુકાયા છે. એસીપી એપ ડિવિઝન જે.કે. ઝાલાને SDPO તરીકે પશ્ચિમ રેલવે રાજકોટમાં મુકાયા છે.ગાંધીનગરના કલોલના ડીવાયએસપી વી.એન. સોલંકીને SDPO તરીકે કપડવંજમાં મુકાયા છે. એસીપી જી. ડિવિઝન વડોદરા પી.આર. રાઠોડને એબીસી ભાવનગરના મદદનીશ નિયામક બનાવાયા છે. એસીપી એચ. ડિવિઝન અમદાવાદ પ્રકાશ પ્રજાપતિને SDPO પોરબંદર ગ્રામ્ય તરીકે મુકાયા છે.

સોમનાથ સોસાયટીમાં “દરબાર” નો “દરબાર” પર હુંમલો 2 સામે પોલીસ ફરિયાદ

0

જામનગરની સોમનાથ સોસાયટી વિસ્તારમાં યુવાન ઉપર બે શખસનો હુમલો.

દેશ દેવી ન્યુઝ 25.જામનગર: જામનગરમાં સોમનાથ સોસાયટી શેરી નંબર -2 માં રહેતા ગીરીરાજસિંહ નટુભા જાડેજા નામના 30 વર્ષીય યુવાને પોતાના ઉપર હુમલો કરી ઇજા પહ ેંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તે જ વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ બાલુભા ચુડાસમા અને મયુર સિંહ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદીના મોટા ભાઈના ઘર પાસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિક્રમસિંહ અને મયુરસિંહ અપશબ્દો બોલતા હોવાથી તેઓને રોકવા જતાં બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા, અને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.