Wednesday, October 14, 2026
Home Blog Page 303

ધ્રોલના ધુતારપુરમાં “માથાભારી” પટેલ દંપતી સામે વીજ કંપનીના જુ.ઇજનેર હારી ગયા.!

0

ધુતારપરમાં વીજકર્મચારીની ફરજ રૂકાવટ કર્યાની દંપતિ સામે ફરિયાદ

દંપતીએ વીજચેકિંગની કાર્યવાહી દરમિયાન ઝપાઝપી કરી વિજ ચેકીંગ કરવા દીધું ન હતું,

દેશ દેવી ન્યુઝ 25.જામનગર: ધ્રોલમાં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા નામના જુનિયર ઇજનેર સોમવારે સવારે જામનગર તાલુકાના ધુતારપર ગામના નિષ્ઠા નગરી વિસ્તારમાં ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, અને ત્યાં રહેતા રસિકભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી ના રહેણાક મકાનમાં વીજચેકિંગની કાર્યવાહી કરવા ગયા હતા. જે દરમિયાન મકાનમાલિક રસિકભાઈ અને તેના પત્ની ઇલાબેન વગેરેએ વીજ અધિકારી સાથે સૌ પ્રથમ જીભાજોડી કરી હતી, ત્યાર પછી ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ચેકિંગની કાર્યવાહી કરવા આપી ન હતી, અને ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. જેથી વીજ ચેકીંગ ટુકડી પાછી ફરી હતી, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં રસિક ભંડેરી અને તેના પત્ની ઇલાબેન સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો: 168 અધિકારીઓની બદલી: જામનગરના 5 નો સમાવેશ

0

ગુજરાતના શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો: 168 અધિકારીઓની બદલી: જામનગર ના પાંચનો સમાવેશ..નવાનગર સ્કૂલના આચાર્ય ફાલ્ગુનીબેન પટેલ બન્યા શાસનાધિકારી.

દેશ દેવી ન્યુઝ જામનગર 25: રાજ્ય સરકારની શાળાઓ માટેની કમિશનર કચેરી દ્વારા શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના આ અધિકારીઓની બદલીના હુકમ નાયબ શિક્ષક નિયાક (મહેકમ) શ્રી વી.આર. ગોસાઇની સહીથી પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીના શિક્ષણ નિરીક્ષક વિપુલ મહેતાને સરકારી મોડેલ સ્કુલ જસદણમાં આચાર્ય પદે, સપના પરમારને બાઇસાહેબા હાઇસ્કુલમાં આચાર્ય પદે, ગોંડલ મોંઘીબા સ્કુલના આચાર્યા હેમલબેન આનંદપરાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલવામાં આવ્યા છે.જૂનાગઢના શિક્ષણ નિરીક્ષક રણવીરસિંહ પરમારને કેશોદની સર એલ.કે.હાઇસ્કુલના આચાર્ય બનાવાયા છે. વેરાવળની એમ.પી.ક્ધયા શાળાના આચાર્ય નિલેષગીરી અપારનાથીની સોમનાથમાં શિક્ષણ નિરીક્ષક તરીકે અને રાજકોટના મધ્યાહન ભોજનના નાયબ શિક્ષણાધિકારી મુકેશ ધંધુકિયાની રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી થઇ છે. શ્રી ધંધુકિયાના સ્થાને રાજકોટના શ્રીમતી રીના કાનાણી મુકાયા છે.રાજકોટના શિક્ષણ નિરીક્ષક ઉષાબેન વાઘેલાને ગોંડલ મોંઘીબા શાળામાં આચાર્ય, પડધરી સરકારી શાળાના આચાર્ય નમ્રતા મહેતાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જસદણ સરકારી મોડેલ શાળાના આચાર્ય હિતેષ સોમૈયાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જામનગર ડી.ઇ.ઓ. કચેરીના બીનાબેન દવેને ત્યાંની ડી.ઇ.ઓ. કચેરીમાં, રાજકોટની બાઇસાહેબા હાઇસ્કુલના આચાર્ય બીનાબેન જોબનપુત્રાને ડી.ઇ.ઓ. કચેરીમાં મુકાયા છે.

જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય મધુબેન કેશવલાલ ભટ્ટની જામનગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવી છે.

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક બીના નીખીલકુમાર દવેની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય તરીકે બદલી, ચંદ્રેશકુમાર મણિશંકરભાઈ મહેતા જામનગર સાશનઅધિકારી કચેરીના શાસનાધિકારીની શિક્ષણ નિરીક્ષક જામનગર, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જીલ્લા પંચાયત કચેરીના પ્રફુલકુમાર નાનાલાલા પાલાની વિભાજી હાઈસ્કુલના આચાર્ય તરીકે, સરકારી હાઈસ્કુલ નવાનગરના આચાર્ય ફાલ્ગુની પટેલની સાશનાધિકારી જામનગરમાં બદલી કરવામાં આવી છે.

હાપા સીમમાં થયેલ ભરવાડ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલની LCB: પાટણથી 9211 સાથે 4 પકડાયા

0

હાપા સીમમાં થયેલ વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલતી જામનગર LCB..

હત્યા કરી નો દો ગ્યારા..( 9211 ) થઇ  નાશી છૂટેલા હત્યારાઓના ગાડી નંબર પણ 9211..લોકલ ક્રાઇમ બ્રાંન્ચના ASI સંજ્યસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડીયાને મળેલ ખાનગી બાતમીએ અપાવી મોટી સફળતા..

હાપા બકરાની લૂંટ વખતે વૃદ્ધેપ્રતિકાર કરતા તેમની ઘાતકી હત્યા કરાઇ હતી હત્યામાં સંડોવાયેલા ચાર શખસોપાટણના સમી ગામેથી એલસીબીએ ઝડપી પાડયા.

દેશ દેવી ન્યુઝ જામનગર 24.જામનગર શહેરના હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ ઘેટા – બકરા ચરાવી રહેલા વૃધ્ધની ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા અજાણ્યા શખસો દ્વારા ઘાતક હથિયારોથી હત્યાઘાતક કરી નાશી છૂટવાના બનાવે ભારે ચકચાર જગાવી હતી.જેમાં બે દિવસ પહેલા થયેલી આ હત્યામાં સંડોવાયેલા 4 શખસોને પાટણ જિલ્લાના સમી ગામેથી એલસીબીએ ઝડપી લીધા હતાં

જામનગર શહેરના હાપા માર્કેટીંગ યાર્ડની પાછળની ભાગેજગધોરા વાડીની સીમ વિસ્તારમાં ગત તા . 21 ના ઘેટા – બકરા ચરાવી રહેલા વૃધ્ધ ખેતાભાઇ ભઠાભાઇ ચાવડીયાની કોઈ અજાણયા ઇસમોએ કોઇપણ કારણોસર હથિયારો વડે માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી હત્યા નિપજાવીને નાશી છૂટયા હતાં , આ અંગેનો ગુનો સીટી – એ ડીવીઝન પોલીસમાં નોંધાયો હતો . પોલીસે અલગ – અલગ ટીમ બનાવી સીસી ટીવી ફૂ ટેજ ચેક કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા બનાવમાં બકરાની લૂંટ હત્યાઘાતકસંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું.જે દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા , સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયાને મળેલી ખાનગી બાતમી કે , હાપા રોડ પર રહેતા અમુક ઇસમો પીકઅપ વાહન નં . જીજે -10 બી – 9211 માં બેસી જામનગરથી પાટણના સમી ગામે નાશી ગયા છે , જે અંગે પાટણના જિલ્લા પોલીસવડાને જાણ કરી પાટણ પોલીસની મદદ લઇ સમી ગામે છૂપાઇને બેઠેલા હત્યામાં સંડોવાયેલા મોરબી જિલ્લાના વાંકાનેરના પ્લસર રહેવાસીઓ બુધો ગેલાભાઈ પરમાર , વિજય રઘાભાઇ સિંઘવ , અર્જુન ઘેલાભાઇ પરમાર અને કિશન જીવાભાઈ પરમારને પોલીસે દબોચી લીધા હતાં તેમની પાસેથી હત્યામાં વપરાયેલ પીકઅપ વાહન મોટરસાયકલ તથા ચાર મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતાં.પુછપરછમાં તેમણે આ હત્યા બકરાની લૂંટ કરતી સમયે વૃધ્ધ પ્રતિકાર કરતા તેમની હત્યા કરી નાખવામાં આવી હતી . પોલીસે તમામ શખસોની અટક કરી રિમાન્ડ ૫૨ લેવા તજવીજ હાથ ધરી છે.હાલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પ્રંસનીય કામગીરી કરેલ છે.

જામનગરના લીમડાલાઇનમાં જાણીતા કરીયાણાના વેપારીના પુત્રની જાન લીલા તોરણે પાછી ફરતા ચકચાર: ભાવી સાસુને જમાઇનું “નાક ” ખેંચવું ભારે પડયું

0

જામનગરમાં કુંભાર જ્ઞાતિના યુવાન અને વાંઝા જ્ઞાતિની યુવતીના પ્રેમ લગ્નની આડે વરરાજાનું ‘નાક’ વિઘ્ન બન્યું..લીમડા લાઇન વિસ્તારમાં જાણીતા અનાજ કરીયાણાની દુકાનદાર વેપારીના (પુત્ર ) વરરાજાનું નાક ભાવિ સાસુએ ખેંચવા જતાં ‘વિવાદ’ થયા પછી ‘વિવાહ’ રદ થતાં જાન લીલા તોરણે પાછી ફરી..પ્રેમીના પરિવાર દ્વારા પ્રેમિકાની માતાનો ઊધડો લેવાતાં હંગામો: પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરી દીધો: ભોજન પણ પડ્યું રહ્યું..

દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગરમાં લીમડા ડેમ વિસ્તારમાં રહેતા એક કુંભાર જ્ઞાતિ ના યુવાન અને શહેરમાં જ રહેતી વાંઝા જ્ઞાતિ ની એક યુવતી કે જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી ગત બે દિવસ પહેલાં લગ્ન ગ્રંથીથી જોડાવા જઈ રહ્યા હતા, અને લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતા એ વરરાજા નું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને જાન લીલા તોરણે પાછી ફરી હતી.બન્ને પક્ષ પોતાના ઘેર પાછા ફર્યા હતા, અને બંને પક્ષ દ્વારા તૈયાર કરાયેલું ભોજન પણ પડયું રહ્યું હતું. આ લગ્ન વિચ્છેદન ને લઈને બન્નેના પરિવારો ભારે હત-પ્રભ બની ગયા છે.

જામનગર શહેરમાં અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને જાણીતા કરીયાણાના વેપારીના પુત્ર( કુંભાર જ્ઞાતિના એક યુવાનને) જામનગરની જે વાંજા જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્ને ના પરિવારજનોએ સંમતિ આપી દીધી હતી.

જેથી તેઓના ગુરૂવાર તારીખ ૨૦ મી જાન્યુઆરીના દિવસે લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો, અને કોરોના ની ગાઈડલાઈન ના સંદર્ભમાં બંને પક્ષે પોતપોતાના સગા સંબંધીઓને નિમંત્રણ આપી દીધા હતા. જેથી લગ્ન સમારંભ ચાલુ થઈ ગયો હતો. અને કન્યા પક્ષ દ્વારા વાજતે ગાજતે આવેલી જાન અને વરરાજા નું સામૈયુ કરવામાં આવી રહ્યું હતું.જે દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજા નું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી.

જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાક ને સ્પર્શ કરવાનું જણાવી અને તેમણે માત્ર વરરાજાના નાક ને સ્પર્શ કર્યો હતો બસ એટલું પણ પ્રેમિના પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજા ના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાં નો ઉધડો લઇ નાખ્યો હતો.

આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી દરમિયાન કન્યા ની પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી, અને ભારે રકઝક પછી તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો.

પોતાની માતાનુ અપમાન સહન નહીં કરી શકતાં તેણીએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને જાન લીલા તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હતું. આ સમગ્ર ધમાચકડી એકાદ કલાક ચાલ્યા પછી આખરે વરરાજા પોતાની જાન લઈને લીલા તોરણે પાછા ફર્યા હતા.

જે ખાનગી હોટેલમાં લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં બંને પરિવારોનું સંયુક્ત ભોજન પણ તૈયાર હતું, પરંતુ વરપક્ષ હોટેલ છોડીને ચાલ્યા ગયા પછી કન્યા પક્ષના સભ્યો પણ લગ્ન સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા, અને ભોજન પડ્યું રહયું હતું.

ઉપરાંત કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવનારી ગિફ્ટ સહિતની સામગ્રીઓ પેકેટ બંધ પરત મોકલાવી દીધી હતી, અને જામનગરના એક પ્રેમી યુગલ ના પ્રેમ પ્રકરણનો સપ્તપદી ના પગલા મૂકે તે પહેલાં જ અંત આવી ગયો હતો. માત્ર વરરાજા નાકને સ્પર્શ કરવો જ લગ્નસંબંધ ના વિઘ્ન નું કારણ બની ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી દીધી છે. તો કેટલાક કન્યાપક્ષના નિકટવર્તીઓએ કન્યાના હિંમતભર્યા પગલાને પણ આવકાર્યું છે.

જામનગરમાં વૃદ્ધ માલધારીની હત્યા: ધેટા-બકરાની લૂંટ

0

ધેટા બકરા ચરાવતા આડેધ પર અજાણ્યા શખ્સના હુમલામાં આડેધનું મોત: ધેટા બકરાની લુંટના અહેવાલ..મૃતકનું નામ ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા – ઉ. વર્ષ-૭૦ સામતપીરના ગામના રહેવાસી :બપોર ૪ વાગ્યાના અરસાનો બનાવ.દેશ દેવી ન્યુઝ જામનગર 21.જામનગર શહેરના હાપા નજીક આવેલ સીમમાં ધેટા બકરા ચરાવતા માલધારી શખસ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધેટા- બકરા લઇ નાશી જતા ચકચાર બનાવ હત્યામાં ૫લટાતા પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી ગયો..સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેર નજીક હાપા ગામ પાસે આવેલ સામતપીર ગામના રહેવાસી ખેતાભાઈ હઠાભાઇ ચાવડીયા હાપા સીમમાં ધેટા-બકરા ચરાવતા હોય, તેવામાં ધેટા-બકરાની લુંટના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ આડેધ પર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલાં જ આડેધે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.. પોલીસે બનાવનું કારણ જાણવા મૃતદેહનો કબજો સંભાળી પીએમની અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની અંગેની જાણ થતાં પંચ એના PSI સવસેટા તેમજ સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુ સહિત નોં સ્ટાફ મોડી રાત્રીના બનાવ સ્થળે પહોંચી ગયા હતા આ બનાવ અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરીને હત્યારાઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, હવે 8 મહાનગરો ઉપરાંત 17 શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાગુ

0

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, હવે આઠ મહાનગરો ઉપરાંત 17 શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ લાગુ..ગુજરાતમાં નવા નિયંત્રણોની ગાઇડ લાઇન જાહેર

રાજયમાં જામનગર સહિત 8 મહાનગર ઉપરાંત 19 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ..

10ને બદલે હવે રાજ્યના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યુ યથાવત્

કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી..

દુકાનો-વાણીજય સંસ્થાઓ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે..આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર4 કલાક ચાલુ રાખી શકાશે.

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની એસ.ઓ.પી. ની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-1-ર0રરના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22 મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રી ઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.

નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી શકે છે. એની સાથે સાથે ધોરણ 10, 12 અને કોલેજો પણ થોડા દિવસ સુધી બંધ કરવામાં આવી શકે છે.

જામનગરમાં સીનીયર યોગકોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા સમૂહ સૂર્યનમસ્કાર નું આયોજન..

0

જામનગરમાં સીનીયર યોગકોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા સમૂહ સૂર્યનમસ્કાર નું આયોજન..દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર: ધરતી પર ઊર્જાના સ્ત્રોત હવા, પાણી, સૂર્ય વગેરેમાંથી સૂર્ય મુખ્ય છે તેના દ્વારા વધુ કરીને પ્રાણીજગત વધુ ઊર્જિત થાય છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે પ્રાત:કાળ ના ઊગતા સૂર્યના કિરણો આપના શરીર પર વિશિષ્ટ ચિકિત્સાકીય અસર કરે છે.આપણાં પૂર્વજ મનુષ્યોએ વિશેષ શોધ અને સંશોધન દ્વારા જાણ્યું છે કે પ્રાત:કાળ ના સમયમાં સૂર્ય નમસ્કાર નો અભ્યાસ કરવાથી આપણાં શરીરને 24 કલાક ઉર્જાનું સ્ટાર જાળવી રાખવામા વિશિષ્ટ મદદ કરે છે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી સર્વાંગી વ્યાયામ છે સૂર્ય નમસ્કાર..કોરોના વાયરસની ચાલી રહેલ લહેર માં સૂર્ય નમસ્કાર ખુબજ ઉપયોગી છે તેમજ ગંભીર બીમારીથી પણ બચી શકાય છે જનહિત સ્વાસ્થયના હેતુને ધ્યાનમાં રખાતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જામનગર જિલ્લા સિનિયર યોગ કોચ રાજેશ્રિબેન પટેલ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિતે સમૂહ સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનરો, યોગ સાધકો, જોડાયા હતા અને સ્વાસ્થ્ય લક્ષી લાભ લીધો હતો.

લાલપુર તાલુકાના ખાયડી ગામે વાડીમાં ચાલતી જુગારની મહેફીલ ઉપર LCBનો દરોડો: 9 ઝડપાયા: 1 મહિલા ફરાર

0

લાલપુર તાલુકાના ખાયડી ગામે વાડીમાં ચાલતી જુગારની મહેફીલ ઉપર એલસીબીનો દરોડો..

9 ઝડપાયા, એક મહિલા ફરાર : રૂા.8.33 લાખનો મુદ્દામાલ જપ્ત..દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સુરેશભાઇ માલકીયા મળેલ ખાનગી રાહે જુગાર અંગેની બાતમી મળી હતી. જેના આધારે લાલપુર તાલુકાના બાયડી ગામે ગોગનભાઇ સમાભાઇ ગોજીયા ની વાડીમાં દરોડો પાડતા અહીં દેવાણંદભાઇ ઉર્ફે દેવો માલદેભાઇ નંદાણીયા બહારથી માણસો બોલાવી ગંજી પતાના પાના વડે જુગાર રમાડતા ઝડપાયા આવ્યા હતા.આ દરોડામાં 10 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અને કબ્જા માંથી રોકડ રૂા.2,46,200 / – તથા મોબાઇલ ફોન -9 તથા ફોર્ચ્યુનર કાર તથા મોટર સાયકલ મળી કુલ રૂા. 8.33 લાખના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂઘ્ધમાં પો.કોન્સ . યોગરાજસિંહએ ફરીયાદ રીપોર્ટ આપતા પી.આઇ. શ્રી બી.એમ.દેવમુરારીએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે .દરોડામાં ઝડપાયેલ આરોપીઓ….
(1) દેવાણંદભાઇ ઉર્ફે દેવાભાઇ માલદેભાઇ નંદાણીયા રહે.મોટી ગૌધ ગામ તા . જામજોધપુર જિ . જામનગર
(2) કાનાભાઇ મેરામણભાઇ ચાવડા રહે.બેરાજા ગામ તા . જામખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા
(3) રામસીંગભાઇ હરદાસભાઇ કરંગીયા રહે . કૃષ્ણગઢ ટીંબા ) તા . ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકા
(4) જીતેન્દ્રભાઈ નરશીભાઇ ભૌગમતા રહે – મોટી ખોખરી તાજામખંભાળીયા .દેવભૂમિ દ્વારકા
(5) રાજાભાઇ પબાભાઇ ડેર રહેમોટી ખોખરી તા . જામખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા
(6) પાલાભાઈ મારખીભાઇ બેસ રહે – માનપર ગામ તા . ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકા
(7) રામદેભાઇ દેવાણંદભાઇ ચેતરીયા રહે શેઢાખાઇ ગામ તા . ભાણવડ જિ . દેવભૂમિ દ્વારકા
(8)રીંછાભાઇ ગંગાભાઇ પીંડારીયા રહે ભાણવાડી તા . જામખંભાળીયા જિ . દેવભૂમિ દ્વારકા
(9) એક મહિલા પકડવાના બાકી આરોપી
(10) ગોગનભાઇ રામાભાઇ ગોજીયા રહે માયડી તા . લાલપુર જિ . જામનગરનાઓ હાલ આ જુગારધામે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગર તાજીયા ગેંગનો પૂર્વ સાગરિત પિસ્તોલ અને 6 કાર્ટીસ સાથે ઝબ્બે

0

જામનગરના સુધાધુના ગામનો ભરત જીવરાજભાઈ લીંબાસીયા બે દિવસના રીમાન્ડ ઉપર..

પૈસાની ઉઘરાણી બાબતે માથાકૂટ ચાલતી હોય, સ્વબચાવ માટે હથિયાર સાથે રાખતો હોવાની કબૂલાત.૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ડીસીબીનો દરોડો તાજીયા ગેંગનો પૂર્વ સાગરિત પિસ્તોલ , ૬ કાર્ટીસ સાથે ઝબ્બે..દેશ દેવી ન્યુઝ જામનગર ૨૧.  જામનગર જિલ્લાના  સુધાધુના ગામનો અને હાલ ભવનાથ સોસાયટીમાં રહેતો ભરત જીવરાજભાઈ લીંબાસીયા ઉ .૪૧ ને અટકાવી જડતી લેતા દેશી બનાવટની પિસ્તોલ , ૬ કાર્ટીસ મળી આવતા હથિયાર , કાર , ફોન સહીત ૮,૨૦,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો..

તાજીયા ગેંગના પૂર્વ સાગરિત રાજકોટના હિસ્ટ્રીશીટરને પિસ્તોલ , છ કાર્ટીસ સાથે દબોચી લઇ પુછતાછ કરતા માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે રાખતો હોવાનું જણાવતા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલ ડીસીબી પીએસઆઈ પી એમ ધાખડા અને ટીમે બાતમી આધારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ગીરીરાજ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી કાર લઇ નીકળેલા મૂળ જામનગરના સુધાધુના ગામનો અને હાલ ભવનાથ સોસાયટીના ભરતજીવરાજભાઈ લીંબાસીયા ઉ .૪૧ ને અટકાવી જડતી લેતા દેશી બનાવટની પિસ્તોલ , ૬ કાર્ટીસ મળી આવતા હથિયાર , કાર , ફોન સહીત ૮,૨૦,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક પુછતાછમાં ગત ૫ તારીખે રાત્રે પોતે ઘરે હતો ત્યારે જુગારી મિત્રોને આપેલા ૨૦ લાખ પરત માંગતા ત્રિપુટીએ તેના ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી હોય જેથી માથાકૂટ ચાલતી હોય સ્વબચાવ માટે હથિયાર સાથે રાખતો હતો અગાઉ તાજીયા ગેંગનો સાગરિત હતો ૨૦૧૧ માં પોતાના વતનમાં લાલ નામના શખસની હત્યા કરી હતી તે ઉપરાંત રાજકોટમાં રાયોટીંગ , આર્મ્સ સહિતના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે તેમજ ૨૦૧૪ માં પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો છે હથિયાર ક્યાંથી લાવ્યો તે જાણવા બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે .

મનપાની છત્રછાયામાં બેરોજગારોની કુ્ર-મજાક: મનપામાં કર્મચારી સપ્લાય કરવાનો ચાર્જ 1..રૂપિયો..!

0

જામનગર મહાનગર પાલિકાને આઉટ સોસિંગમાં માણસો પૂરો પાડવાનો ચાર્જ 1 રૂપિયો..!

એક માણસ સપ્લાય કરવાનો 1 રૂપિયો.. એટલે 100 માણસો મનપાને આપો એટેલે એજન્સીને 100 રૂપિયા મળે .. આમાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય..!બેરોજગારોનો પગાર 11800 નક્કી : 2000 અન્ય કપાતા હાથમાં આવે 9800 તેમા કર્મચારી દીઠ 2000 એજન્સીનું કમિશન..! હવે 6500 માં જંતરાવાનું..! બેરોજગારોની કુ્ર મજાક..દેશ દેવી ન્યુઝ જામનગર 20. શહેર – જિલ્લામાં બેરોજગારોની કોઈ કમી નથી . આવા બેરોજગારોની મજબુરીનો લાભ લેનારાઓ પણ તેમના પર ત્રાટકીને બેઠા હોય છે. આવું જ કંઈ ફલિત થયું.

જામનગર મહાનગરપાલિકાના આઉટ સોર્સિંગ ટેન્ડરમાં જેમાં 100 જેટલા લોકોને નોકરીએ રાખવાના છે તેમના માટે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તેમણે તેમની ફી રાખી માણસ દીઠ ફક્ત 1 રૂપિયો એટલે 100 માણસોના મહિને .100 આના પરથી સાબિત થઈ શકે કેપગાર મહાપાલિકા આપવાનું તેમાંથી કમિશન કંપની લેશે એટલે બેરોજગારોનું સીધુ શોષણ જેને મહાનગરપાલિકાની છત્રછાયા મળી રહી છે !જામનગર મહાનગરપાલિકા દ્વારા તેની વિવિધ શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક પટ્ટાવાળા , દાળિયા , કલાર્ક , ઈજનેર વગેરે સપ્લાય કરવા માટે આઉટ સોર્સિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બધાના પગાર ફીક્સ હતા . હવે કંપનીઓએ આવા માણસોને આપવા માટે શું ચાર્જ તેનું ટેન્ડર કરવાનું હતુંજેમાં 12 ટેન્ડર મહાપાલિકાને મળ્યા હતા જેમાંથી આશ્ચર્યજનક રીતે 6 પાર્ટીઓએ માણસો સપ્લાય કરવા માટેનો ભાવ ફક્ત રૂા .1 આપ્યો જેનાથી ફલિત થાય છે કે , શિક્ષિત બેરોજગારોનું શોષણ કેવી રીતે થાય છે ! આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે , મહાનગરપાલિકાએ છએય ટેન્ડર મંજૂર કર્યા અને છએય કંપનીઓને કામ આપ્યું.

હવે આ લોકો જે માણસો સપ્લાય કરશે તેમના પગારમાંથી કમિશન કાપશે તે નિશ્ચિત છે એટલે બેરોજગારોનું લેશોષણ થયું તે પણ મહાપાલિકાના અંદર જ !

error: Copying and use of the content of the website is considered as illegal activity.