Wednesday, October 14, 2026
Home Blog Page 304

જામનગરની એક્સીસ બેંક મેનેજર સહિત 3 લોકો માસ્કની ગાઇડ-લાઇનના ઉલ્લંઘનમાં દંડાયા

0

જામનગરની એક્સીસ બેંક સહિત 3 જગ્યાએ માસ્કની ગાઇડ-લાઇનના ઉલ્લંઘન બાબતે આસામીઓને દંડ: કુલ 12 હજારના દંડ ફટકાર્યાદેશ દેવી ન્યુઝ જામનગર 19. જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા બુધવારે જામનગરની દુકાનોમાં માસ્ક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન જોલી બંગલા નજીક આવેલ લક્ષ્મી હોટેલમાં કર્મચારીઓએ માસ્ક ન પહેરતા કુલ રૂ.3000 નો દંડ, એસટી રોડ પર આવેલ એક્સીસ બેંકના મેનેજર મનોજભાઈ ગંગોલી પાસેથી માસ્કના દંડ પેટે 5000 અને જોલી બંગલા પાસે આવેલ વિઝન એમઆરઆઈ સેન્ટર માંથી 4000 રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો. અચાનક મહાનગર પાલિકાના નોડલ ઓફિસર ત્રાટકતા સર્જાયો અફડાતફડીનો માહોલ..

સચાણામાં બોટના પૈસાની લેતી દેતી બાબતે બોલી બઘડાટી : ચાર સામે ફરિયાદ

0

સચાણામાં બોટના પૈસાની લેતી દેતી બાબતે યુવાન ઉપર હુમલો: ચાર સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર 18. ગત તા.૧પ-o૧-રoરર ના સચાણા ગામના પાદરમાં ફરીયાદી આમીન ઉર્ફે કાળાને ચા પાનની દુકાન ચલાવતા હોય અને ફરીયાદી આમીન ઉર્ફે કાળો ના કુટુંંબી કાકા ને આરોપી હાજી મુસાભાઈ કકલ ની સાથે બોટની પૈસાની બાબતેની હિસાબ થતો હોય જે બાબતે આરોપીઓ હાજી મુસાભાઈ કકલ, બસીર હુશેનભાઈ કકલ, સબીર મુસાભાઈ કકલ, સુલેમાન કકલ, રે. સચાણા ગામ વાળાઓ ફરીયાદી આમીન ઉર્ફે કાળો ની દુકાને આવી કહેલ કે તમો આ તમારા કુટુંબી કાકાને ત્યા બેસવા દેતા નહી ને અમારે બોટના પૈસા લેવાના થાય છે જેથી ફરીયાદી આમીન ઉર્ફે કાળો એ કહલ કે અમારી પાનની દુકાન છે.હું ગમે તેને મારી ચા પાનની દુકાને બેસવા દવ એટલામાં આરોપી હાજી મુસાભાઈ કકલ પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી આમીન ઉર્ફે કાળા ને માથાના પાછળના ભાગે એક ઘા કરી આરોપીઓ બસીર હુશેનભાઈ કકલ, સબીર મુસાભાઈ કકલ, સુલેમાન કકલ એ ફરીયાદી આમીન ઉર્ફે કાળાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય.જે અંગે પંચ એ પોલીસ સ્ટેશનમાં આમીન ઉર્ફે કાળો હુશેનભાઈ ગંઢાર, ઉ.વ.૩૦, રે. સચાણા જુમા મસ્જિદની બાજુ વાળાની ફરીયાદ પરથી IPC-કલમ ૩૨૩,૩ર૪, ૫૦૪ (ર), ૧૧૪ તથા જીપી એકટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી ઓરોપીની શોધખોળ આદરી આગળ ની તપાસ પંચ-એના હેડ.કોન્સ બી. એન ચોટલીયા ચલાવી રહ્યા છે.

જામનગરના ગાંધીનગર નજીકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ કરાવો: રચના નંદાણીયા

0

જામનગરના ગાંધીનગર નજીકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ કરાવો..

સ્થાનિકો લોકો સાથે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મોઢા ઉપર અને હાથમાં સરકાર સમર્થિત સૂત્રો લખીને અધિકારીઓ અને કંપનીના મીલીભગતના આક્ષેપો..દેશ દેવી ન્યુઝ જામનગર 18. જામનગરમાં ટાઉનહોલ ખાતે વેસ્ટ ટુ એનર્જી કંપનીના વિરોધમાં સ્થાનિકો સાથે વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ મોઢા ઉપર અને હાથમાં સરકાર સમર્થિત સૂત્રો લખી જોરદાર અધિકારીઓ અને કંપની ના મીલીભગત કર્યાના આક્ષેપ સાથે જનરલ બોર્ડ દરમિયાન આવી વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ સ્થાપવામાં આવ્યો છે. જેને લઇ આ વિસ્તારના રહેવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રોજેકટને લઇ વિરોધ પ્રદર્શનો તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ ગઈકાલે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રહેવાસીઓને સાથે રાખી ધરણા યોજ્યા બાદ આજરોજ નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા નાગરિકોને સાથે રાખી આ પ્રોજેક્ટ ના વિરોધમાં મોઢા ઉપર તથા હાથ ઉપર લખાણ લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આ પ્રોજેક્ટ બંધ કરવા માંગણી કરી હતી.

કાલાવડના પટેલ વેપારીને નડિયાદના બે શખ્સોએ માર્યો 16 લાખનો ધુંબો..

0

જામનગરના કાલાવડમાં રહેતા અને ગણેશ ઓઇલ મીલ ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયાએ પાસેથી રૂ .૧૬ લાખની કિમતના ૮૦૦ ડબ્બા તેલ લઇ પૈસા “ન”  ચુક્વતા નડીયાદના બે શખસ સામે વિશ્વાસઘાત છેતરપિંડીની નોંધાવી ફરીયાદ.નડીયાદના બંને શખસે પહેલા 200 ડબ્બા તેલનો આર્ડર આપી બાદમાં 600 ડબ્બાનો ધુંબો મારી આચરી છેતરપિંડી..આપેલ ચેક થયા બાઉન્સ: ફોન કરવાની ના પાડી ધમકાવ્યો મોબાઇલ કર્યાં બંધ..

દેશ દેવી ન્યુઝ જામનગર 18. કાલાવડના કુષ્ણનગર શિવમ કાર સર્વિસ ની પાછળ રહેતા અને ગણેશ ઓઇલ મીલ નામથી પેઢી ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયા નામના પટેલ વેપારી પાસેથી નદીયાદ ગંજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા પાસે સંતરામ સેલ્સ એન્ડ્રુ કોર્પોરેશન નામની દુકાન ધરાવતા ઉતમભાઈ બારોટ અને જનકભાઇ નામના આરોપીઓએ કાલાવડના વેપારી પાસેથી ૨૦૦ શક્તિ બ્રાન્ડના તેલના ડબ્બા નો ઓર્ડર આપી જી.એસ.ટી સહીત ની રકમ નો ચેક આપેલ હતો.ભાવેશભાઇ દ્વારા ચેક બેંકમાં નાખતા બાઉન્સ થતા નડીયાદના ઉતમભાઇ બારોટને ફોન કરતા આરોપી દ્વારા આર.ટી..જી.એસ થી નાણા ચુકવી દઈ તેમ કહી  ભાવેશભાઇ પટેલને વિશ્વાસમાં લઇ ફરી ૬૦૦ ડબ્બા તેલનો આર્ડર આપી તેલની ડિલવરી સંતરામ સેલ્સ એન્ડ્રુ કોર્પોરેશન નામની દુકાને ૬૦૦ તેલ ના ડબ્બા જી.એસ.ટી સહીત કીમત રૂ ૧૬૦૬૫૦૦ / – ( સોળ લાખ છ હજાર પાચસો ) જેમા બે ચેક કૂલ કીમત રૂ ૮૦૫૭૭૭ / – ના આપી અને બાકીના ૮૦૦૦૦૦ / – આર.ટી.જી.એસ થી કરી દેવાનુ જણાવેલ બાદમાં ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયા દ્વારા ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ થતા  આ બાબતે ફોન કરતા આરોપી ઉતમભાઇ એ ફોન કરવાની ના પાડી અને પૈસા નહી આપી અને ફોન બંધ કરી દઈ અને ફરીયાદી ને ૧૬૦૬૫૦૦ / – ( સોળ લાખ છ હજાર પાચસો ) ની રકમ નહી ચુક્વી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી  જનકભાઇ  દ્વારા સદરહુ ગુન્હો કરવામા મદદગારી કરી અને ગુન્હો આચરેલ..

આથી ભાવેશભાઇ પાનસુરીયા ની ફરીયાદ પરથી નડીયાદ ના બંને શખસ વિરૂદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી સબબ ઇ.પી.કો. ૪૦૬.૪૨૦.૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં પોલીસની નવતર પહેલ: મેસ્કોટ સાથે રાખીને જાહેર સ્થળોએ ફ્રી માસ્કનું વિતરણ..

0

જામનગરમાં પોલીસની નવતર પહેલ: મેસ્કોટ સાથે રાખીને જાહેર સ્થળોએ ફ્રી માસ્કનું વિતરણ..દેશ દેવી ન્યુઝ જામનગર 17.  શહેરમાં કોરોના નિયંત્રણ અર્થે તેમજ લોકો જાહેર જગ્યાએ માસ્ક પહેરી રાખે તે અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ મેસ્કોટ સાથે રાખી મુખ્ય જાહેર જગ્યાઓએ જામનગર પોલીસે ફ્રી માસ્કનુ વિતરણ કર્યું હતું .

જામનગર જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેચની સુચના અને માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ દ્વારા કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહેલ છે.આ માટે જામનગર પોલીસ દ્વારા એક નવો અભિગમ દાખવી એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં જામનગર શહેરની મુખ્ય જાહેર જગ્યાઓ જ્યા લોકોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોઈ તેવા વિસ્તારોમાં પોલીસ મેસ્કોટના ક્ટ આઉટસ લગાવવામાં આવેલ છે જે 24 કલાક કાર્યરત છે.જામનગર પોલીસ દ્વારા આ પોલીસ મેસ્કોટ સાથે રાખી ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવે છે. જે લોકો પાસે માસ્ક ન હોઈ તે આ ફી માસ્કનો ઉપયોગ કરી આ સુવિધાનો લાભ લઈ શકે છે.

પટેલકા ગામે બે પરિવાર વચ્ચે જમીન બાબતે ધીંગાણું: 9 સામે ફરીયાદ

કલ્યાણપુર પંથકના પટેલકા ગામે બે પરિવાર વચ્ચે જમીન બાબતે ધીંગાણું: પોલીસે બન્ને પક્ષના 9 લોકો ફરિયાદ દાખલ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર 17.ભાટિયા: કલ્યાણપુરના પટેલકા ગામની ફગાસ સીમમાં રહેતા હરદાસભાઈ કરણાભાઈ કંડોરીયાના ભાઈ સવદાસભાઈએ ભાયુભાગની જમીન મસરી કેશુરભાઈ ગોજીયાને પોતાની જમીન વહેંચેલ હતી.જે બાબતે મનદુ:ખ ચાલતું હતું. અને મસરી કેશુરભાઈ ગોજીયા, નગા લખુભાઈ, નેભા સામતભાઈ ગોજીયા, મહેશ નેભાભાઈ ગોજીયા, નારણ નેભાભાઈ ગોજીયાનાઓ જમીન ખેડવા જતા હરદાસભાઈએ જમીન બાબતે કોર્ટ કેશ ચાલુ હોય આથી જમીન ખેડવાની ના કહેતા ઝઘડો કરી ઘાતક હથિયાર વડે હરદાસભાઈ તથા સાહેદ રણમલભાઈને શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે ફરિયાદી હરદાસભાઈએ તમામ શખસો સામે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.સામા પક્ષે મસરીભાઈ કેશુરભાઈ ગોજીયાએ મસરીભાઈએ હરદાસ કરણાભાઈ કંડોરીયાના કુટુંબીભાઈ સવદાસભાઈ પાસેથી જમીન વહેંચાતી લીધેલ હતી અને આ જમીન બાબતે મસરીભાઈને મનદુ:ખ ચાલતું હતું.મસરીભાઈ પોતે ખરીદી કરેલ જમીનમાં ખેતી કરવા જતાં હરદાસ કરણાભાઈ કંડોરીયા, રણમલ અરશીભાઈ, મારખી અરશીભાઈ, રાજુ મારખીભાઈ સહિતનાઓ મસરીભાઈને ગાળો આપી ઝઘડો કર્યો હતો. ફરિયાદી મસરીભાઈની માલિકીના ખેતરમાં પ્રવેશ કરી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આથી ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

પટેલ પરિણીતાને પતિએ મિત્ર સાથે મળી માર મારતા ચકચાર: બંનેની શોધખોળ

0

જામનગરના ધ્રોલમાં પત્ની ઉપર પતિ અને તેના મિત્રએ સાથે મળીને કર્યો હુમલો..

પતિએ ભૂંડી ગાળો આપી અને પતીના મિત્રએ ઢીકાપાટુ મારી રાવ..દેશ દેવી ન્યુઝ જામનગર  17.ધ્રોલના ભવ્યચીન સોસાયટીમાં પતિ – પત્ની વચ્ચે થયેલી બોલાચાલીમાં પતિએ મિત્ર સાથે મળીને પત્નીને માર મારીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પતિ મહેશભાઈ બાબુભાઈ સદાતીયા સાથે ગત તા . ૨૪/ ૧૨ / ૨૧ ના બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખીને પતિ મહેશભાઈએ તેમના મિત્ર ભરતભાઈ સામે ગઈકાલે મોડી સાંજના પત્ની રીટાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે જમાદાર ડી.પી.વઘોરાએ તપાસ હાથ ધરી છે અને ભવ્યચીન સોસાયટીમાં રહેતી રીટાબેન ( ઉ.વ .૩૭ ) નામની મહિલાને દલસાણીયાએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને શરીરે ઈજા પહોંચાડી હતી અને પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી..

આથી પોલીસે રીટાબેનની ફરીયાદ પરથી પતી અને તેના મિત્ર સામે IPC – કલમ 323, 504, 506 (2) તથા જીપીએકટ 114 મુજબ ગુનો નોંધી આરોપી પતિ અને પતિના મિત્રની શોધખોળ આરંભી છે. આ ફરિયાદથી ધ્રોલની ભવ્યગીન સોસાયટીમાં સારી એવી ચકચાર જાગી છે .

નદીએ કપડા ધોવા ગયેલ અપરણીત આહિર યુવતિ બની લાપતા: રાજકોટના શખસ સામે શંકા

0

યુવતિ સાથે પરીચયમાં રહેલ યશ નિલેશભાઈ મકવાણા નામનો રાજકોટમાં રહેતો શખસ તેણીને ભગાડી ગયાની આશંકા..

કાલાવડના ભીમાનુ ગામમાં નદીએ કપડા ધોવા ગયેલી આહિર યુવતી લાપતા..દેશ દેવી ન્યુઝ 17.જામનગર કાલાવડ તાલુકાના ભીમાનુગામમાં નદીએ કપડા ધોવા ગયેલી અપરિણિત યુવતી લાપતા થયા બાદ તેણી રાજકોટના યુવક સાથે ભાગી ગયાનું પોલીસમાં જાહેર થયું છે.ભીમાનુ ગામમાં રહેતી જલ્પાબેન આહીર (ઉ.વ .૨૨) નામની યુવતી ગત તા .૨૬ / ૧૧ / ૨૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે નદીએ કપડા ધોવા ગઈ હતી . જ્યાંથી તેણી એકા-એક ગુમ થઈ ગઈ હતી.તેણી રાજકોટના ત્રિશુલચોકમાં રહેતો યશ નિલેશભાઈ મકવાણાના સંપર્કમાં હતા  તે શખસ સાથે ભાગી ગયાની શંકા હોવાનું યુવતીના ભાઈ અશોકભાઈ લખમણભાઈ માલાએ કાલાવડ પોલીસમાં જાહેર કર્યુ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુમ નોંધ લખીને ગુમ થનાર જલ્પાબેન વાને રૂપાળી અને આશરે સાડા પાંચ ફુટની ઉંચાઈની અને શરીરે લાલ તથા કાળા કલરનો ડ્રેસ પહેરેલો છે . જે કોઈને જાણ કે , પતો મળ્યે પોલીસને જાણ કરવા અપીલ કરી

રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 8 ના મોત: જામનગરનોં સમાવેશ.

0

રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 8 ના મોત, 10 હજાર 150 નવા કેસ; અમદાવાદમાં સૌથી વધુ 3 હજાર 115 કેસ..જામનગરમાં આજે 162 નવા કેસની સામે 41 સાજા થયા હતા..

અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1નું મોત..જામનગરમાં ચંદુબા મૂળુભા જેઠવાના મોતના અહેવાલ.!દેશ દેવી ન્યુઝ 16. ત્રીજી લહેરમાં પહેલીવાર રાજ્યમાં 8 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ગઈકાલે 7 લોકોના મોત થયા હતા. બે દિવસમાં જ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર બાદ ફરી કેસમાં વધારો થયો છે. બે દિવસ રાજ્યમાં કેસ ઘટ્યા હતા.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10 હજાર 150 નવા કેસ નોંધાયા છે અને 6 હજાર 96 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 હજાર 115 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 92.04% છે.

જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા ડોક્ટર્સ સાથે બેઠક યોજી..

0

જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા ડોક્ટર્સ સાથે બેઠક યોજી..

કોવિડ-19 ની સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ..અધિકારીઓએ તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ તથા આયોજનોનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો..

ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની ત્રીજી લહેર ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા મંત્રીનું આહવાન.

દેશ દેવી ન્યુઝ15. કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જામનગર જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે તંત્ર તથા જી.જી.હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલ પગલાં તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર  ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર  વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, જિલ્લાના કોવિડ નોડલ ડો. એસ.એસ.ચેટર્જી તથા જી.જી. હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ જિલ્લા વહિવટી તંત્ર તથા જી.જી. હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનોનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો હતો.

આ બેઠકમાં મંત્રી એ ઉપલબ્ધ બેડની વ્યવસ્થા, દર્દીઓની સંખ્યા, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન વાળા બેડની સંખ્યા, વેન્ટિલેટર, ઓક્સિજન ટેન્ક, બાઈપેપ મશીનની સુવિધા, ઉપલબ્ધ આવશ્યક દવાઓ તથા દવાઓનો અનામત જથ્થો, પોઝિટિવ બાળકો તથા સગર્ભા મહિલાઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી, કોવિડ ટેસ્ટિંગ, સહિતની બાબતોની જાણકારી મેળવી હતી અને ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા ડોક્ટર્સના સૂચન તથા રજૂઆતો સાંભળી તે પરત્વે યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં મંત્રી એ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા જરૂરિયાત મુજબની તમામ કાર્યવાહી સરકાર દ્વારા તાત્કાલિક હાથ ધરાશે, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે, દર્દીના પરિજનોને ચિંતા ન રહે તેમજ વધુમાં વધુ માનવ જીવન બચાવી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા મંત્રી એ સૂચન કરી ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં જાગૃત રહી કોરોનાની લહેરને ફેલાય એ પહેલાં જ સમાપ્ત કરવા આહ્વાન કર્યું હતું.

આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર  વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, કોવિડ નોડલ એસ.એસ.ચેટર્જી, ડો. દિપક તિવારી, ડો.ધર્મેશ વસાવડા, ડો. પી.ભુવા, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. બિનીતા જોસેફ, ડો. દિપેશ પરમાર, ડો. સુમિત ઉનડકટ, ડો. મનીષ મહેતા, ડો. વિજય પોપટ, ડો.સુધીર મહેતા, ડો. અજય તન્ના, ડો. ધવલ તલસાણીયા, ડો.રૂજુતા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.