Wednesday, October 14, 2026
Home Blog Page 305

ભેંસનો પોદરો ઉપાડવા બાબતે વૃદ્ધ પર હિચકારો હુમલો: પાઇપ ફટકાર્યોની 2 સામે રાવ

લાલપુરના ટેભડા વાડી વિસ્તારમા વૃઘ્ધ પર હિચકારો હુમલો..

ભેસનો પોદળો ઉપાડો બાબતે સર્જાય બબાલ.. પાઇપ ફટકાર્યાની જીવાભાઇ અને કરશનભાઇ સામે રાવ.દેશ દેવી ન્યુઝ જામનગર 15. જામનગર: લાલપુર તાલુકાના ટેભડા વાડી વિસ્તારમાં રહેતા ધાના દેવશીભાઇ ગોજીયા (ઉ.વ.55) નામના વૃઘ્ધના સગા બહેન વાલીબેન ભેસોના પોદરા ભરતા હતા એ દરમ્યાન પોદરા ભરતી વખતે ભુલથી આરોપીની ભેસનો પોદરો ભરી લેતા આ બાબતે આરોપી સાહેદ જીવાભાઇ તથા કરશનભાઇને અપશબ્દો આપી ઝઘડો કરતા હોય જેથી ધાનાભાઇ સમજાવવા જતા આરોપીએ ફરીયાદીની ડોક પકડી લીધી હતી, ફરીયાદીએ ડોક છોડાવીને તેનાથી દુર કરતા ઉશ્કેરાયેલા આરોપી જેસાએ પાઇપનો એક ઘા ફરીયાદીને માથાના ભાગે ઝીંકી દીધો હતો..આ અંગે ધાનાભાઇ દ્વારા લાલપુર પોલીસમાં જેસા જેઠા ગોજીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 324, 504, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ખેતરમાં જીવલેણ ઇલેક્ટ્રિક શોટ મૂકી રાખતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ: પિતા-પુત્ર સામે ફરિયાદ..

કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે ખેતરમાં જીવલેણ ઇલેક્ટ્રિક શોટ મૂકી રાખતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ: પિતા-પુત્ર સામે ફરિયાદ..દેશ દેવી ન્યુઝ જામનગર 15. ભાટિયા: કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે એક આસામીની વાડી પાસેથી મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના રહીશ એવા ગણપત અગેસીંગ પચાવા નામના 18 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનનો મૃતદેહ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ મળી આવ્યો હતો. જે-તે સમયે સ્થાનિક પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.જે સંદર્ભે પોલીસને મળેલી વિગત મુજબ આ વિસ્તારમાં કાળુભાઈ સુંદરભાઈ તથા તેમના પિતા સુંદરભાઈ નામના પિતા-પુત્રની હડમતીયા ગામે આવેલી વાડીમાં તેઓએ ચણાનું વાવેતર કર્યું હોય, આ વાવેતરને પશુઓ નુકસાન ન કરે તે માટે તેઓએ શેઢા ફરતે ઈલેક્ટ્રીક શોર્ટ મૂકી રાખ્યો હતો.

આ શોર્ટ લાગવાના કારણે કોઈપણ માનવી કે પશુનું મૃત્યુ થઇ શકે તેવી સંભાવના હોવા છતાં પણ ઉપરોક્ત પિતા-પુત્રોએ રાખેલા ઈલેક્ટ્રીક શોર્ટનો ભોગ પરપ્રાંતીય શ્રમિક પરિવારના ગણપતભાઈ આદિવાસી (ઉ.વ. 18) નામનો યુવાન બન્યો હતો. ઉપરોક્ત યુવાન વીજ કરંટથી મૃત્યુ પામ્યો હોવાનું ધ્યાને આવતા આરોપી શખ્સો ગણપતભાઈનો મૃતદેહ અન્ય જગ્યાએ મૂકીને નાસી ગયા હતા.

આ સમગ્ર બનાવની જાણ મૃતક યુવાનના માતા નભીબેન અગેસીંગ પચાવા (ઉ.વ. 56, રહે. જોબટ, જી. અલીરાજપુર) ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાળુભાઈ અને તેમના પિતા સુંદરભાઈ સામે આઈ.પી.સી. કલમ 304, 201 તથા 114 મુજબ ગુનો નોંધી, તેઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરમાં મિલ્કત વેરો “ન” ભરનાર 11 આસામીઓની મિલ્કત જપ્ત કરતી ‘જામ્યુકો’

0

જામનગર શહેરમાં મિલ્કત વેરો ન ભરનાર 11 આસામીઓની મિલ્કત જપ્ત કરતી ‘જામ્યુકો’દેશ દેવી ન્યુઝ જામનગર 15.: જામનગર મહાનગર પાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31, માર્ચ-21 સુધીમાં મિલ્કત વેરો ન ભરનાર મિલ્કત ધારકોને નિયમ અનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરી હોવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર 11 આસામીઓની મિલ્કત જપ્ત કરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા ત્રણ આસામીઓ પાસેથી સ્થળ ઉપર જ રુપિયા 96100ના દંડની વસૂલાત કરવામાં આવી છે.આસી. કમિશનર (ટેકસ) ભાર્ગવ ડાંગર અને અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં રિકવરી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું

જેમાં તા.13 ના રોજ મિલ્કત વેરાની 407282 ની રકમ બાકી હોય અગિયાર આસામીઓની મિલ્કત જપ્ત કરી લેવાઈ હતી અને આગામી દિવસોમાં વેરો ન ભરનારાઓની પણ મિલ્કત જપ્ત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરતાં વેરો ન ભરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

રણજીતસાગર રોડ પરના આવાસ માંથી પ્રેમી યુગલ ઝડપાયું: મામલો પોલીસ મથકે

0

જામનગરના રણજીતસાગર રોડ પર ઇવા પાર્ક નજીક આવેલ LIG આવાસમાં નગર સેવકના માલિકીના મકાનમાં પ્રેમી યુગલ ઝડપાયું.. ભલામણનો દોર શરૂ..!આવાસમાં આવેલ મકાનની માલીકી નગરસેવકનું હોવાના અહેવાલ..!

ડાઈવોસી મહિલાના ઘરમાં  કરછી ભાનુશાળી યુવક ધુસતા પાડોશીએ દરવાજો બંધ કરી પોલીસ બોલાવી..

દેશ દેવી ન્યુઝ જામનગર 15. જામનગરના રણજીતસાગર રોડ પર ઇવા પાર્ક નજીક આવેલ LIG આવાસમાં નગર સેવકના માલિકીના મકાનમાં પ્રેમી યુગલ પકડાયું હોવાના સમાચાર વાયું વેગે પ્રસરી જતા દેકારો બોલી ગયો હતો અને આજુ-બાજુ રહેવાસીઓના ટોળા એકઠા થયા હતા લોકોએ મફતનું મનોરંજન માણયું હતું..જાણવા મળતી વિગત મુજબ ગઈકાલ રાત્રીના રણજીત સાગર પર આવેલ ઇવા પાર્ક નજીક આવાસમાં પ્રેમી યુગલ પકડાયું અને પાડોશીએ દરવાજો બંધ કરી પોલીસ બોલાવતા મામલો પોલીસ મથકે પહોંરયો હતો, છેલ્લા ઘણા સમયથી પ્રેમી યુવક અને પરીવારથી એકલી રહેતી યુવતીને મળવા આવતો હતો, બાજુમાં પાડોશીએ યુવતિને અગાઉ સુચના પણ આપી હતી છતા પણ તેની પ્રવૃતિ ચાલુ રાખતા તેવામાં આજુબાજુના પાડોસી કંટાળી જઈ ગઈકાલ રાત્રીના યુવક ધરમાં ધુસતા પાડોશીએ પોલીસ જાણ કરતા પોલીસે આવી જઈ બંનેને સીટી – એ  ડિવિઝને લઈ જવામાં આવ્યા હતા જ્યા પાડોશીની અરજી લઈ પ્રેમી યુગલને જવા દેવાયા હતા.! હાલ આ મુદે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે..

શંકર ટેકરી વિસ્તારમાં ગાડી ધીમે ચલાવવાનું કહેતા વજીર અને ભાનુશાળી પરીવાર પર 8 શખસોનો હુમલો..

0

શંકર ટેકરી વિસ્તારમાં ગાડી ધીમે ચલાવવાનું કહેતા વજીર અને ભાનુશાળી પરીવાર પર 8 શખસોનો હુમલો..

લુખાઓના આતંકથી શંકર ટેકરીના વજીર પરામાં અફરા તફરીનો માહોલ: નક્કર કાર્યવાહી કરવા વિસ્તારવાસીઓની માંગ..

(૧ ) પ્રતીક ( ૨ ) આફરીદ ( ૩ ) જાવેદ ઉર્ફે જાવલો (૪) જાવલાનો બનેવી ( ૫ ) જાવલાની પત્ની હન્જી (૬) જાવલાના મમ્મી જેબુન ( ૭ ) જાવલાની બેન બાનુબેન ( ૮ ) જીતુભાઇ બાવાજી રહે બઘા જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારના સુભાષ પરા શેરી નંબર -૧ વજીરપરા માં રહેતા મીતલબેન પુથ્વીરાજભાઇ વાઢેરના ઘર પાસેથી સ્વીફ્ટ ગાડી રજી નં– GJ – 10 – CN – 7869  સ્પીડમા ચલાવીને નીકળતા મીતલબેને ગાડી ધીમે ચલાવાનું કહેતા આરોપી પ્રતીક અને આફરીદ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેમ ગાળો આપી ગાડી આવી રીતે ચાલશે તેવામાં આરોપી જાવીદ ઉર્ફે જાવલો લોખંડનો પાઈપ લઈને ધસી આવેલ અને મીતાબેન કાઇ સમજે તે પહેલા કપાળના ભાગે ફટકારી દેતા આરોપી જાવલાના બનેવીએ પોતાના નેફામા રહેલ છરી કાઢી ફરીયાદી મીતલબેનને જમણા નેણ બાજુ એક ઘા મારી તેવા બાજુમાં રહેતા ક્રિષ્નાબેન ભાવેશભાઈ નાખવા વચ્ચે પડતા આરોપી જાવેદની પત્ની, બેન, માં અને જીતુભાઈ બાવાજી ત્યા આવી ઝગડો શરૂ કરી એકસંપ થઇ ઝપા-ઝપી કરી માર મારતા બે મહિલા સહિત ૪ લોકોને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી જઇ સમગ્ર ઘટનાનો તાગ મેળવી આરોપીની શોધખોળ આદરેલ

આથી સીટી-સી પોલીસે મીતાબેન પૃથ્વીસિંહ વાઢેર (વજીર) ની ફરિયાદ પરથી ઇ.પી.કો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આગળની તપાસ સીટી-સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધેના માર્ગદર્શન હેઠળ PSI આર.ડી ગોહિલ ચલાવી રહ્યા છે.

આવતીકાલે મકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

0

આવતીકાલે મકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 13. આવતીકાલે જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ તેમજ જામનગરની એન.જી.ઓ. સંસ્થા દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા છે, અને વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આઠ સ્થળે તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના નંબરો જાહેર કરાયા છે. તે જ રીતે જામનગરની એનજીઓ સંસ્થા દ્વારા પણ જુદા-જુદા પાંચ સ્થળે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.

જામનગર શહેરમાં લાખોટા નેચર ક્લબ નામની એનજીઓ સંસ્થા દ્વારા જુદા જુદા પાંચ નંબરો જાહેર કરાયા છે.

સુરજભાઈ જોશી-75748 40199
મયંકભાઈ સોની-93280 75625
મયુરભાઈ નાખવા- 98242 24601
સબીરભાઈ વીજળીવાળા-99983 02605
વૈભવભાઈ ચુડાસમા- 97273 19131
ના નંબરો જાહેર કરાયા છે.

જે નંબર ઉપર શહેરી વિસ્તારમાં ઘાયલ થયેલા પક્ષીઓ ની જાણકારી આપી શકાશે, અથવા તો પક્ષીઓને ત્યાં લાવીને સારવાર કરાવી શકાશે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના વનવિભાગ દ્વારા પણ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે જેમાં જામનગર શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં આવેલી રેંજ ફોરેસ્ટ ઓફિસ જેના પાંચ નંબરો 288-2677926 તેમજ 94282 72521, 9428075841, 98242 24601, અને 972723 19131 જાહેર કરાયા છે.

ઉપરાંત ખીજડીયા પક્ષી અભ્યારણ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-94085 78822, જોડીયા રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-94848 85685, ધ્રોલ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-99796 04786 અને 96019 01342, જામજોધપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-93168 65018 તેમજ 96385 43524, લાલપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-99095 85985, અને 81538 84287, કાલાવડ રેંજ ફોરસ્ટ ઓફિસ ની કચેરી-79905 25701 તેમજ 94280 75841, ઉપરાંત નારણપર નર્સરી પક્ષી કેન્દ્ર-75740 00108 નો સંપર્ક સાધી સાથે શકાશે.

સાથોસાથ વનવિભાગના હેલ્પલાઇન નંબર-83200 02000, તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના હેલ્પ લાઈન નંબર: 1962 તથા વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

પડાણા -જોગવડમાં દેશી દારૂના દરોડા પ્રકરણમાં ૩ ની બદલી: PSI સામે તપાસના આદેશ

0

પડાણા -જોગવડ અને ગાગવાધારમાં દેશી દારૂના અડા પર LCB ત્રાટકી: ત્રણ પોલીસકર્મીની ટ્રાન્સફર: PSI સામે તપાસનો આદેશ..

દેશી દારૂ નું પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યું: 3 નોં ભોગ.! રાતોરાત હેડ કવાટર્સ ખાતે મુકી દેવાયા..દેશ દેવી ન્યુઝ 13. જામનગર નજીક મેઘપર પોલીસ સ્ટેશનના તાબે આવેલા ગામોમાં એલસીબીએ દેશી દારૂનો દરોડો પાડી વિશાળ જથ્થામાં દેશી દારૂ પકડી પાડતા આ દારૂની ભઠ્ઠીઓ તેમજ ધંધો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસવડા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ પોલીસમેનોને હેડ કવાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી હતી.

જ્યારે મેઘ૫૨-૫ડાણાના PSI સીસોદીયા સામે તાત્કાલિક ઈન્કવાયરી કરવામાં આવી રહી છે.

જામનગર નજીકના મેઘપર – પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કોઈ નવી વાત નથી પરંતુ તેમાં પોલીસની મીલીભગત અને રહેમરાહ હોય તેવું ઓછું બનતું હોય છે. દરમિયાન બે દિવસ પહેલા જામનગરની એલસીબીએ મેઘપર – પડાણા પોલીસસ્ટેશનના તાબેના પડાણા , જોગવડ અને ગાગવાધારમાં દેશી દારૂના દરોડા પાડ્યા હતા જેમાંથી તેમને એક ચાલુ ભઠ્ઠી તેમજ 90 લીટર , 150 લીટર વગેરે દેશી દારૂ મળી આવ્યો હતો . આ પ્રકરણની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે , આ તમામ દેશી દારૂના ધંધા સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હતા.

જેનાથી એસપીને અવગત કરાતા ઈન્ચાર્જ એસપી નીતિશ પાંડે ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક મેઘપર પોલીસ સ્ટેશનના ડી – સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા , જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી બદલીને હેડ કવાર્ટર ખાતે મૂકી દેવાનો હુકમ કરી આ પ્રકરણમાં PSI કે.આર. સીસોદિયા સામે ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે જેનો રિપોર્ટ આવ્યું તેની સામે પણ ગંભીર પગલાં તોળાઈ રહ્યા છે.

જિલ્લા પોલીસવડા નીતિશ પાંડેના આકરા વલણથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે . જેની ચર્ચા તમામ પોલીસ સ્ટેશનોમાં થઈ રહી છે હાલ આ મુદાએ જામનગર તેમજ પોલીસ પોલીસ કર્મીમાં અંદરો અંદર ચર્ચા વહેતી કરી છે.!

જામનગરના માધાપર ભુંગામાં થયેલ જૂથ અથડામણમાં 27 સામે ફરીયાદ

0

જામનગરના માધાપર ભુંગામાં થયેલ જૂથ અથડામણમાં સામ-સામી ફરિયાદ નોંધાઇ : કુલ 27 શખસ સામે ફરીયાદ

બંને જૂથના લોકોએ સામ-સામે કાચની બોટલો અને પથ્થરો ફેંકતા તંગદિલી સર્જાઇ હતી : ઘાયલોને સારવારમાં ખસેડાયા: સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

દેશ દેવી ન્યુઝ 12.જામનગર: જામનગર શહેરમાં બેડી પાસે આવેલા માધાપર ભૂંગા વિસ્તારમાં ગઇકાલે જૂથ અથડામણની ઘટના બનતા પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ બે ટોળા સામસામે આવી કાચની બોટલો અને પથ્થરો સામસામે ફેંકતા તંગદિલી સર્જાઈ હતી.

આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બાદમાં બંને જૂથે સામ-સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાંકુલ 27 શખસ સામે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ માધાપર ભુંગા પાણીના ટાંકા પાસે રહેતી ખતીજાબેન ઇશાકભાઇ ભાયા (ઉ.વ.62) ના ભાઇ નુરમામદ ભગાડના દિકરા સુલતાન સાથે ગત તા.10-1-22ના બપોરના સુમારે કુદરતી હાજત કરવા ગયેલ તે વખતે આરોપી જાફર ઉર્ફે ઝેરીસીદીક સંઘાર તથા તેના દિકરાએ બોલાચાલી કરી હતી જે બાબતે ફરીયાદી અને સલીમ તેને ઠપકો આપેલ તેનું મનદુ:ખ રાખીને તમામ આરોપીઓએ ગઇકાલે એક સંપ કરી ઘસી ગયા હતા.

આરોપીઓએ તલવાર, ધારીયા, પાઇપ સાથે આવીને ખતીજાબેન, સલીમભાઇ પર હુમલો કરતા ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી તેમજ એક આરોપીએ ઝપાઝપીમાં તલવારનો એક ઘા ગોઠણની નીચેના ભાગે લાગતા ઇજા પહોચી હતી.

સલીમભાઇને પાઇપ વડે ઝપાઝપીમાં માથાના ભાગે ઇજા થઇ હતી તેમજ આ વેળાએ છોડાવવા પડેલ માણસોને આરોપીઓએ હાથાપાઇ કરી મુંઢ ઇજા પહોચાડી, અપશબ્દો બોલી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ બનાવ અંગે ખતીજાબેન ભાયા દ્વારા બેડી મરીન પોલીસમાં ગઇકાલે આરોપી માધાપર ભુંગામા રહેતા અબ્બાસ ઉર્ફે અબાડો ભગાડ, જાફર ઉર્ફે ઝેરી સીદીક સંઘાર, જુસબ ખમીશા સુભણીયા, ફાતમાબેન એલીયાસ સુભણીયા, એલીયાસ સુભણીયા, કારો સંઘાર, સલીમ સંઘાર, હુશેન અલી ભાયા, ઉમર સંઘાર, આયશાબેન અબ્બાસ છેર, સલમાબેન ઇરફાન સંઘાર, દાઉદ સંઘાર, અસલમ ઉર્ફે ઇસ્માઇલ બીલાલ સંઘાર અને મુખતાર ઉર્ફે મુખતારીયો કમોરાની વિરૂઘ્ધ આઇપીસી કલમ 323, 324, 325, 143, 146, 147, 148, 149, 504 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

સામાપક્ષે માધાપર ભુંગા મસ્જીદની બાજુમા રહેતા અને ખંભાળીયાના ભરાણા ગામના વતની કૌશરબેન જુબેદભાઇ ભાયા (ઉ.વ.21) એ વળતી ફરીયાદ માધાપર ભુંગામાં રહેતા ખતીજાબેન ઇશાક ભાયા, સલીમ ઇશાક ભાયા, રજીયાબેન સલીમ ભાયા, સીદીક આદમ જખરા, મામદ આદમ જખરા, અલી અનવર ભગાડ, કાસમ આદમ જખરા, અનવર ઉર્ફે કામલી નુરમામદ ખોળ, સાલેમામદ ઇસ્માઇલભગાડ, હનીફ આદમ જખરા, સુલેમાન આદમ જખરા, કાદર મામદ ભાયા, અનવર ઇસ્માઇલ ભગાડની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 324, 143, 146, 147, 148, 149, 504 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મોટાબાપુના દીકરા અસગર તથા આરોપી ખતીજાબેનના ભાઇનો દિકરો સુલતાન સાથે તા. 10ના બપોરે બોલાચાલી તથા ઝઘડો થયો હતો જે બાબતે સમાધાન માટે સવારના ફરીયાદીના મોટાબાપુ જાફરભાઇ તેમજ તેની સાથેના સાહેદો સમાધાન કરવા જતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ એક સંપ કરી ફરીયાદીના મોટાબાપુ તથા અન્યની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો.

આ વેળાએ ફરીયાદી છોડાવવા જતા આરોપીએ ફરીયાદી કૌશરબેનને માથાના ભાગે તલવાર અને ધોકો ફટકાર્યો હતો તેમજ તમામ આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી હથીયારબંધી-જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બંને ફરીયાદના આધારે બેડી મરીન પીએસઆઇ આર.એ. વાઢેર તપાસ ચલાવી રહયા છે. માથાકુટના પગલે વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગર નજીક સગીરાના અપહરણકાંડનો આરોપી રાજકોટથી પકડાયો

0

જામનગર નજીક સગીરાના અપહરણકાંડનો આરોપી પકડાયો..

દેશ દેવી ન્યુઝ જામનગર 11.જીલ્લા પોલીસ અધીક્ષક નીતેષ પાંડેયની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ તથા સર્કલ પોલીસ ઇન્સ.કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ પંચકોષી-એ ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ ટીમ બનાવી રાજકોટ ખાતે મોકલતા જામ.પંચકોષી એ ડીવી.પો.સ્ટે. કલમ-૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામેના ભાગતા-ફરતા આરોપી સંજય વિનુ પોરીયા રહે.મોવડી પ્લોટ વિનાયક સોસયાટી હિરેન હોલની બાજુમાં રાજકોટ વાળાને રાજકોટ ખાતે થી પકડી પાડી હસ્તગત કરી આરોપીનો કબ્જો સર્કલ પોલીસ ઇન્સ.ની કચેરી જામનગર ખાતે આગળની તપાસ કાર્યવાહી અર્થે સોપી આપવામાં આવેલ છે.

આ કાર્યવાહી સર્કલ પોલીસ ઇન્સ.કે.જે.ભોયેના માર્ગદર્શન તેમજ પંચકોષી એ ડીવી. પો.સ્ટે.ના પો.સ.ઇ.એમ.આર.સવસેટાની સુચના મુજબ સ્ટાફના પો. હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઇ વાળા, રામદેવસિંહ જાડેજા, પો.કોન્સ.કુલદિપસિંહ પરમાર, કિશોરભાઇ ગાગીયા દેવેન્દ્રસિંહ જાડેજા, સંદિપભાઇ જરૂ, માધુરીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.

રતનબાઇ મસ્જિદ નજીક પ્રતિબંધિત પતંગ-દોરાનું વેચાણ કરતા જુસબ ઇબ્રાહીમભાઇ મોવર દંડાયો

0

જામનગરના બેડીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના દોરાનું વેચાણ કરતા વેપારીને દંડ ફટકારાયો

દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા અને રતનબાઇ મસ્જિદ નજીક પતંગ-દોરાની દુકાન ચલાવતા જુસબ ઇબ્રાહીમભાઇ મોવર નામના વેપારીને સીટી બી. ડિવિઝન પોલીસે પ્લાસ્ટિકના દોરા નું વેચાણ કરવા અંગે પકડી પાડયો છે.

તેની પાસેથી પ્લાસ્ટિક ના દોરા ની ચરખી કબજે કરી લઇ તેની સામે ગુજરાત પોલીસ એક્ટ ની કલમ 117 મુજબ ગુનો નોંધ્યો છે. છેલ્લા બે દિવસથી પોલીસ તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાથી પ્લાસ્ટિક ના દોરા નું વેચાણ કરનારા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.