Wednesday, October 14, 2026
Home Blog Page 306

જામનગરના પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાન પર પીન્ટુ લાખાણીનો હુમલો

0

જામનગરમાં પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતના કારણે ખેડૂત યુવાન પર છરી વડે હુમલો : પીન્ટુ લાખાણી સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 11. મૂળ લાલપુર તાલુકાના જાખર ગામ માં રહીને ખેતી કામ કરતા નરેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા નામના ખેડૂત યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી પોતાની કારમાં પથ્થરમારો કરી તોડફોડ કરી નાખવા અંગે પીન્ટુ લાખાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ખેડૂત યુવાન તથા આરોપીને અગાઉ તકરાર થઈ હતી. જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે ફરિયાદી યુવાન પોતાની કાર લઇને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન આરોપીએ આવી હુમલો કરી દીધો હતો, અને કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી હતી.

આથી સીટી બી. ડિવિઝન પોલીસે નરેન્દ્રસિહ ગુમાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી IPC કલમ 324, 427, 504 તથા જી.પીએકટ 135 (1) મુજબ  પીન્ટુ લાખાણી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મકરસંક્રાતિને અનુલક્ષીને ગૃહવિભાગે બહાર પાડી નવી ગાઇડ લાઇન..

0

ગુજરાત કોરોના બેકાબુ થતા અને મકરસંક્રાતિને અનુલક્ષીને ગૃહવિભાગે બહાર પાડી નવી ગાઇડ લાઇન..

જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી..

રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે..

સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત ધી ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 તેમજ ધ ઇન્ડિયન પીનલ કોડ-1860ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે..

દેશ દેવી ન્યુઝ જામનગર 10.ગાંધીનગર હાલ સમગ્ર દેશમાં કોરોના બેકાબુ થઇ રહ્યો હોય અને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તમામ લોકોને સાવધાન રહેવા અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે..

ત્યારે આગામી મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરી નવી ગાઇડલાઇન અમલમાં મુકી છે અને તેનો પાલન કરવા લોકોને અનુરોધ કર્યો છે જયારે અધિકારીઓ અને કર્મચારીઓને આ આદેશ પાલન કરવા સ્પષ્ટ આદેશ અપાયો છે.

આ પરિપત્ર મુજબ, આગામી તા.14-15/01/2022 ના રોજ ઉત્તરાયણ તથા વાસી- ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.

સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે.

મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી, રાજયમાં હાલમાં પ્રવર્તમાન એ017110)-19ની પરિસ્થિતિ ધ્યાને લેતાં તા.11.01,2022 થી તા.17.01.2022 સુધી નીચે મુજબની સૂચનાઓ અમલમાં મુકવામાં આવે છે

સુચનાઓ નીચે મુબજ છે….

1. કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.

2. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.

3. માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.

4. મકાન, ફ્લેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ/રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ફ્લેટના સેક્રેટરી/અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુઘ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

5. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રીત થવા પર પ્રતિબંધ રહેશે.

6. મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

7. 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ/અન્ય રોગોથી પિડીત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યું છે.

8. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકાશે નહી.

9. નામ. સુપ્રિમ કોર્ટ/ હાઇકોર્ટ તથા 1પ0 ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. આ અંગે ગૃહ વિભાગના તા.06.01.2022ના પત્ર થી અપાયેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે .
10. જે વ્યક્તિઓ રાજયમાં જુદા-જુદા શહેરોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ રાયપુર, ટંકશાળ, નરોડાની મુલાકાત લે ત્યારે એ0170100-19 સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

11. 001012-19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

12. રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

13. ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે તથા જરૂરીયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ નજર-સર્વેલન્સ રાખવાનું રહેશે.

ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત ધી ડીજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 તેમજ ધ ઇન્ડિયન પીનલ કોડ-1860ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

એડવોકેટની ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો ઝડપાયો: વકીલ સહિત 3 ને પકડી પાડતી પોલીસ

ખંભાળીયામાં એડવોકેટની ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો ઝડપાયો: એક એડવોકેટ સહિત ત્રણ ઈસમોને પોલીસે પકડી પાડ્યા

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા 10. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલ મામલતદાર કચેરીની બાજુમાં આવેલ એક એડવોકેટની ઓફિસમાં એડવોકેટ સહિત ત્રણ ઈસમો ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતાં.

ખંભાળિયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીની બાજુમાં આવેલ એડવોકેટ તરુણભાઈ જયંતીલાલ વિઠલાણી પોતાની કબજા ભોગવટાની વકીલાતની ઓફિસમાં આર્થિક ફાયદા માટે શાહબાઝ અનવરભાઇ ભગાડ તથા શક્તિ વરજાંગભાઇ જામ સાથે મળી ઓસ્ટ્રેલિયામાં લાઈવ રમાતી બિગ બેસ 20-20 લિંગ 2021/22 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં આરોપી તરુણ વીઠલાણી તથા શાહબાઝ ભગાડ નાઓએ પોતાના ફોનમાં GALAXYEXCH99.CO/M/GAN નામની આઈ.ડી. મારફતે BRISBANE HEAT V/S HOBART HURRICANES વચ્ચે ચાલી રહેલ મેચ ઉપર ઓનલાઇન સોદા લગાવી પૈસા વતી નસીબ આધારિત હારજીતનો જુગાર રમી રમાડી આરોપી શક્તિ જામે તરૂણ તથા શાહબાઝને આઈ.ડી.આપી પોતાના અંગત લાભ મેળવી મિલાપી પણું કરી એક બીજાની મદદગારી કરતા ખંભાળીયા પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને રોકડા રૂા.7700 તથા 3 મોબાઈલ ફોન મળી કુલ રૂા.22,700ના માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

જામનગરમાં લૂંટ સહિત અનેક અપરાધને અંજામ આપનારો નામીચો ‘દિવલો ડોન’ પોલીસ પાંજરે પુરાયો.

0

જામનગરમાં લૂંટ સહિત અનેક અપરાધને અંજામ આપનારો નામીચો ‘દિવલો ડોન’ પોલીસ પાંજરે પુરાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર O8: જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નવાનગર બેંક પાસેથી થયેલી લૂંટની ઘટનામાં નાસ્તો ફરતો નામચીન શખ્સ દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ નામનો શખ્સ જામનગરમાં આવ્યો હોવાની પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ. ઓડેદરા, હે.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેશ ચાવડા, જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પોકો.ફિરોઝ ખફી, વિજય કારેણા, પ્રદિપસિંહ રાણા, હિતેશ મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા, વિજય કાનાણી, રવિ શર્મા સહિતનાએ પેટ્રોલિંગ દરમિયાન શાંતિનગરમાં રહેતા દિવલા ડોનને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કહેવાતો ‘દિવલો ડોન’ જામનગર શહેરમાં અનેક અપરાધને અંજામ આપી ચૂક્યો છે.

જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખને પવનહંસના ડાયરેકટર પદે નિમણુક

0

જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખને કેન્દ્ર સરકારે મહત્વનું પદ આપ્યું: પવનહંસના ડાયરેકટર પદે નિમણુક

દેશ દેવી ન્યુઝ જામનગર O7 જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખની ભારત સરકાર દ્વારા પવનહંસ (હેલીકોપ્ટર) લિમિટેડમાં સ્વતંત્ર ડારેકટર પદે નિયુકતી કરવામાં આવી છે. આ પહેલા જામનગરના પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચાને પણ મહત્વનું કેન્દ્ર સરકારે આપ્યુ છે.

કેન્દ્રીય ઉદ્યન મંત્રાલય અંતગેતની પી.એસ.યુ કમ્પની પવન હંસ લિમિટેડ જેની સ્થાપના 1985માં કરવામાં આવેલ તેના સ્વતંત્ર ડાયરેકટર તરીકે જામનગરના પૂવે મેયર અમીબેન પરીખની કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે.

પવન હંસ લિમિટેડ કમ્પની આઇલેન્ડ ટુ આઇલેન્ડ, વૈષ્ણવદેવી, ઓ.એન.જી.સીના ફ્લોટિંગ સ્ટેશન, વી.આઈ.પી હેલિપેડ ટૂ હેલિપેડ હવાઈ પરિવહન, એર એમબ્યુલન્સ અથ હેલિકોપટરની સેવા પ્રદાન કરતી કમ્પની છે. પવનહંસ લિમિટેડ પાસે હાલ હેલીકોપટરો ઉપલબ્ધ છે. પવન હંસ લિમિટેડ નું મુખ્યાલય નોયડા માં છે. પવનહંસ હાલ સેવાઓ પ્રદાન કરી રહી છે.
પવન હંસ કંપ્ની ઓફશોર ઓપરેશન, ઇન્ટર ઇન્ઝલેન્ડ ટ્રાન્સપોર્ટેશન કનેકટી ઇન સેલીબલ એરીયા, હેલીપીલ ગ્રીમેજ ટુરીઝમ ટ્રેનીંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ કસ્ટમ એન્ડ પાઇપલાઇન સર્વેલન્સ ક્ધસલ્ટન્સી એન્ડ રીસયોર વર્ક, ચાર્ટર સર્વિસ, જોય રાઇડઝ, વીઆઇપી ટ્રાન્સપોર્ટેશન, એરીયલ ફોટોગ્રાફી, ફલાવર ડોપીંગ એન્ડ અઘ્ધર ક્ધટોમાઇઝ સર્વિસીસ, હેલીપોડ સર્વિસીસ, એમઆર સર્વિસીસ અને હેંગસ સેવાઓ પ્રદાન કરી રહી છે.

અમીબેન પરીખ બે દાયકાઓ થી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહિલા મોરચાના મહામંત્રી. મહિલા મોરચાના પ્રમુખ, સહીત જવાબદારીઓ નિભાવી ચુક્યા છે, જામનગર મ્યુનિસિપલ કોપારેશનમાં મેયર તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચુક્યા છે તથા લોકસભા, રાજ્યસભા તથા સ્થાનિકસ્વરાજ્ય ની ચૂંટણીઓ દરમિયાન નિરીક્ષક તરીકે ની મહત્વની જવ્વાદબારી પણ નિભાવી ચુક્યા છે.

ભારતીય જનતા પાર્ટી સંગઠન ના મજબૂતીકરણ અર્થ તેઓનું યોગદાન મહત્વપૂણે રહ્યું છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના સંયોજક, પ્રદેશ કારોબારી સભ્યની જવાબદારી નિભાવી રહ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે તેઓ ની કામગીરી નગરજનો માટે યાદગાર રહેલ.

કેન્દ્રીય ઉદયન મંત્રાલય અંતગેતની પવન હંસ કમ્પનીમાં સ્વતંત્ર ડાયરેકટર તરીકે અમીબેન પરીખની જવાબદારીને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય ધમેન્દ્રસિહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, સહીત કાર્યકરોએ આ ગૌરવભરી નિમણાંકને આવકારી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહીત પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કરેલ. અને નિમણુંક મેળવનાર અમીબેન પરીખને સૌએ અભિનંદન પાઠવી શુભકામના પાઠવેલ છે.

નાગેશ્ર્વર કોલોનીમાં પ્રેમીકાના પતિને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી માર માર્યો

0

નાગેશ્ર્વર કોલોનીમાં પ્રેમીકાના પતિને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી માર માર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર O7.જામનગરના જુના કુંભારવાડામાં રહેતા કેતન ચૌહાણ નામનો શખસ નાગેશ્વર કોલોનીમાં જઇ જોર જોરથી રાડો પાડી ઘર બહાર બોલાવી કહેલ કે તારી પત્નિ દિપાલીને મારા સાથે પ્રેમસંબંધ છે તું તેને છુટાછેડા આપી દે તેમ કહી…અહીં રહેતા રાહુલ ભાણજીભાઈ બારીયાને લોખંડના પાઈપ વડે ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે અંગે રાહુલ ભાણજીભાઈ બારીયાએ કેતન ચૌહાણ વિરૂઘ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આથી પોલીસે રાહુલ ની ફરિયાદ પરથી 323,324, 504,506 (2) તથા જી.પી એકટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કાલાવડ પંથકમાં ફુલ જેવી નવજાત બાળકી મળી આવતા ચકચાર..

0

કાલાવડ પંથકમાં ફુલ જેવી નવજાત બાળકી મળી આવતા ચકચાર..ફીટકારની લાગણી..

ટોડા ગામની સીમમાંથી મળી આવેલ બાળકનો કાલાવડ ગ્રામ્ય પોલીસે કબજો સંભાળી તપાસ હાથ ધરી..

ત્યજી દેનાર અજાણ્યા પુરુષ સ્ત્રી સામે ફરિયાદ: ખાનગી તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ જામનગર 06. કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં બુધવારેે સાંજે એક બોરડીના ઝાડમાં નવજાત શીશુ જીવંત હાલતમાં મળી આવતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.

નવજાત શીશુનો કબ્જો લઇ સારવાર માટે હોસ્પીટલ મોકલી આપવા અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાનમાં ટોડા ગામમાં રહેતા કનકસિંહ ઉર્ફે ગટુભાઇ હરીસિંહ જાડેજા (ઉ.વ.36) દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં કોઇ અજાણ્યા સ્ત્રી-પુરૂષ સામે આઇપીસી 317 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે ટોડાની સીમમાં અજાણ્યા આરોપીએ પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે નવજાત શીશુ (બાળકી) આશરે એકથી ચાર દિવસનું ત્યજી દેવા અહીં બોરડીના ઝાડમાં જીવત હાલતમાં છોડી ગયા હતા અને અપરાધ કર્યો હતો.

આ ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ.વી. પટેલ તપાસ ચલાવી રહયા છે આ ઘટનાને પગલે સીમ વિસ્તારમાં ત્યજી દેવાયેલ નવજાત શીશુ મળી આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી, આવી ફુલ જેવી બાળકીને ત્યજી દેનાર સામે ફીટકારની લાગણી પ્રસરી રહી છે.

ગુજરાતમાં આ પ્રકારના કડક પ્રતિબંધ લાગે તેવા એંધાણ: શાળાઓ માટે પણ લેવાશે મોટો નિર્ણય

0

ગુજરાતમાં આ પ્રકારના કડક પ્રતિબંધ લાગે તેવા એંધાણ, શાળાઓ માટે પણ લેવાશે મોટો નિર્ણય

રાજ્યમાં વધી રહ્યુ છે કોરોના સંક્રમણ..

રાજ્ય સરકારે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતમાં લાગુ થઇ શકે છે કડક નિયમો
10 જાન્યુઆરી બાદ શાળાઓ મુદ્દે લેવાશે નિર્ણય..

દેશ દેવી ન્યુઝ જામનગર 06.ગાંધીનગર રાજ્યમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અઁગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

રાજ્યમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન સ્કૂલો ચાલુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.

10 જાન્યુઆરી બાદ રાજ્ય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત કરવુ તે અંગે નિર્ણય લેશે.

રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા છે.

વધતા કેસને પગલે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો લાવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેનો સમય પણ વધારી શકે છે.

આગામી 10 મીથી શરૂ થનાર “ગુજરાત વાઇબ્રન્ટ” સમીટને કોરોનાનું ગ્રહણ, હાલ પુરતી સમીટ મોકુફ

0

આગામી 10મીથી શરૂ થનાર ગુજરાત વાઇબ્રન્ટ સમીટને કોરોનાનું ગ્રહણ, હાલ પુરતી સમીટ મોકુફ.

દેશ દેવી ન્યુઝ જામનગર 06. ગાંધીનગર રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી.

આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

કોરોના સંક્રમણ સાથે નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે.

વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીનેને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ગુજરાત રાજ્યના 78 હથીયારધારી (PSI )ને (PI) નું પ્રમોશન: જામનગરનો સમાવેશ.

ગુજરાત રાજ્યના 78 હથીયારધારીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI ) ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI)  નું પ્રમોશન..

જામનગરના મજબૂતસિહ જામભા ઝાલાનો સમાવેશ: પોલીસ બેડામાં હરખની હેલી.. દેશ દેવી ન્યુઝ નેટવર્ક O5. પોલીસ સબ ઈન્સ્પેકટર ( હથિયારી ) વર્ગ -૩ ( પગાર ધોરણ evel Na ? in Pay Matrix Verticle Range of Pay Level 39900-1,26,600 ને પોલીસ ઈન્સ્પેકટર ( હથિયારી ) વર્ગ -૨ ( પગાર ધોરણ Level No 8 in Pay Matrix Verticle Range of Pay Level 44,900-1,42,400 સંવર્ગમાં બઢતી આપવાના હુકમ કરવામાં આવેલ અને પોલીસ ઈન્સ્પેકટર ( હથિયારી ) તરીકે નિમણૂંક આપવાના વિગતવાર હુકમો ન થાય ત્યાં સુધી હાલની ફરજના સ્થળે પોલીસ ઈન્સ્પેકટર ( હથિયારી) તરીકે હાજર ગણી નિમણૂંક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ હતા .

error: Copying and use of the content of the website is considered as illegal activity.