Wednesday, October 14, 2026
Home Blog Page 307

ગુજસીટોક પ્રકરણમાં બે હજાર પાનાનું પૂરવણી ચાર્જસીટ રજૂ કરાયું: આરોપીઓને હજી જેલમાં રહેવું પડશે.

0

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં બે હજાર પાનાનું પૂરવણી ચાર્જસીટ રજૂ કરાયુ

કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે આકરી કાર્યવાહી..

રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં પૂરવણી ચાર્જસીટ રજુ કરાઇ

લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલ આરોપીઓને લાંબો સમય જેલવાસ ભોગવવો પડશે

દેશ દેવી ન્યુઝ જામનગર O5.જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે નોંધાયેલ ગુજસીટોક પ્રકરણ સંબંધે જામનગર પોલીસે આજે વધુ એક પૂરવણી ચાર્જ સીટ રજુ કર્યું છે. 3000 પેજનું પ્રથમ ચાર્જસીટ પ્રસ્તુત કરાયા બાદ તપાસકર્તા ઇન્ચાર્જ એસપી, એએસપી નીતેશ પાંડેની ટીમ દ્વારા આજે વધુ 2000 પેજનું પૂરવણી તહોમતનામું રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં રજુ કરવામાં આવ્યુ છે.

જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલ અને તેના વ્હાઈટ કોલર ગુંડાઓ સામેનો વધુ મજબુત પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ પૂરવણી ચાર્જસીટને પગલે લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલ આરોપીઓને લાંબો સમય જેલવાસ ભોગવવો પડશે જ એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જામનગરમાં હત્યા, હત્યા પ્રયાસ, ફાયરીંગ અને ખંડણી સહિતના ઓર્ગેનાઈઝડ ગુનાખોરી આચરી ભય ઉભો કરનાર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે સવા વર્ષ પૂર્વે સરકાર દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. એસપી દીપન ભદ્રનની આગેવાની નીચે જયેશ પટેલના સ્થાનિક નેટવર્ક પર પોલીસ રીતસરની તૂટી પડી હતી. બે તબક્કામાં ચાલેલ ઓપરેશનમાં પ્રથમ ગુનો આચરનાર સાગરીતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ આ જ ગુનાઓને અંજામ આપવામાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર જયેશ પટેલના વ્હાઈટ કોલર ગુંડાઓ સામે ગુજસીટોક સબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે જયેશ ઉપરાંત તેના વ્હાઈટ કોલર સાગરીતોમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ જમાદાર વસરામ આહીર, બિલ્ડર નીલેશ ટોલિયા સહીત સખ્સો સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપી ભય ઉભો કરવા સબબ ગુજસીટોક કાયદા મુજબ ફરિયાદ નોંધી હતી.

આ પ્રકરણમાં જામનગર પોલીસે આજ દિવસ સુધી બાર આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. જેમાં જયેશ પટેલના વકીલ તરીકેની ભૂમિકા ભજવનાર વીએલ માનસાતાનો પણ સમાવેશ થાય છે.

જયારે જયેશ પટેલ. રમેશ અભંગી અને સુનીલ ચંગાણી સહીત ચાર આરોપીઓ હજુ ફરાર છે. દરમીયાન પોલીસ દ્વારા ગત વર્ષે આ પ્રકરણમાં 3 હજાર પેજનું ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ આ પ્રકરણમાં સાયોગિક પુરાવાઓ વધુ મજબુત બનાવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ અવિરત રાખવામાં આવ્યો હતો.

જે તપાસ દરમિયાન જમીન માફિયા જયેશ પટેલ અને આરોપીઓ વચ્ચે ગુનાના કામે થયેલ મોબાઈલ ફોનમાં વાતચીતના રેકોર્ડીંગ એકત્રિત કરવામાં આવ્યા હતા. લગભગ સો ઉપરાંત આવા પુરાવાઓ એકત્ર કરાય હતા. આ ઉપરાંત અન્ય સાહેદો અને આરોપીઓની મિલકત સબંધિત માહિતીઓ અંગે પણ સબળ પુરાવાઓ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓને બે હજાર પેજમાં ઉતારી પોલીસ દ્વારા પૂરવણી ચાર્જસીટ બનાવવામાં આવ્યું હતું

આ પૂરવણી ચાર્જસીટને એએસપી નીતેસ પાંડેની આગેવાની હેઠળ રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. આ ચાર્જસીટમાં 16 આરોપીઓ સામેના પુરાવાઓ વધુ મજબુત બનાવવામાં આવ્યા છે. જેમાં આરોપીઓએ ગુનાખોરી આચરવા કરેલ ફોન વાતચીતના અંશોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું એએસપી પાંડેયએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમીન માફિયા જયેશ પટેલ લંડનમાં પકડાય ચુક્યો છે. જયેશને લઇ આવવા જામનગર પોલીસે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું એએસપીએ ઉમેર્યું છે. બંને દેશ વચ્ચેની પ્રત્યાર્પણ અંગેની તમામ બાબતોના ઉકેલ બાદ જયેશ પટેલને ભારત લઇ આવવામાં આવશે.

ખંભાળિયાની યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ: અપમૃત્યુના બે બનાવ

ખંભાળિયાની યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ..

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા O4. તાલુકાના ભાણખોખરી ગામે રહેતી જશુબેન રણમલભાઈ નંદાણીયા નામની 23 વર્ષની આહીર યુવતી કોઇ કારણોસર છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતી હોય, આ વચ્ચે તેણીએ ગત તારીખ 19 ડિસેમ્બરના રોજ પોતાના હાથે ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ હેમંતભાઈ ડોસાભાઈ નંદાણીયાએ અહીંની પોલીસને કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી કંટાળી, ભાણવડમાં પર પ્રાંતીય યુવાને આપઘાત કર્યો. ભાણવડ તાલુકાના હાથલા ગામની સીમમાં એક આસામીની વાડીમાં રહેતા મુળ મધ્ય-દેશના પૂનમજી મરારજી ભિલાલ નામના 35 વર્ષના યુવાનને બીમારી હોય, દવાથી લેવા છતાં તેમને સારું થતું ન હોવાથી તેણે કંટાળીને ઘઉંમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની રેખાબેન પૂનમજી ભીલાલએ ભાણવડ પોલીસને કરી છે.

જામનગરમાં 15 થી 18 વર્ષના બાળકોને કોવિડ રસીકરણનો કલેકટર અને ડીડીઓના હસ્તે પ્રારંભ

0

જામનગરમાં 15 થી 18 વર્ષના બાળકોને કોવિડ રસીકરણનો પ્રારંભ..

ઠેબા ખાતે જીલ્લા કલેકટર સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

દેશ દેવી ન્યુઝ O3. જામનગર: સોમવારથી જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે જામનગર તાલુકાના ઠેબા ગામની  કે.જે. શાહ હાઇસ્કુલ ખાતેથી 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોને કોવિડ-19ના રસીકરણનો શુભારંભ કરાયો હતો.

આ કાર્યક્રમમાં કલેકટર એ બાળકોને ભયમુક્ત બની રસીલેવા અપીલ કરી હતી. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા ખાતેની રસીકરણ કામગીરી માટેની વ્યવસ્થાઓને નિહાળી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ભારતીબેન ધોળકિયા તથા જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ ડોડીયાએ ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને રસીકરણ સંબંધી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.

જામનગરના ધરાનગરમાં ચકલી પોપટ રમતા પકડાયા

0

જામનગરના ધરારનગર વિસ્તારમાં ‘ચકલી-પોપટ’નો જુગાર રમતા 9 ઝડપાયા, બે ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર O3: જામનગરના ધરારનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ચકલી પોપટ નો જુગાર રમી રહેલા કુલ 11 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 10,170 ની રોકડ રકમ અને ચકલી પોપટ નામના જુગાર ને લગતું સાહિત્ય કબજે કરી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ જે.બી.ઝાલા (પો.હેડ કોન્સ. સીટી બી ડીવી પો.સ્ટે. જામનગર) ચલાવી રહ્યા છે.

દરોડામાં ઝડપાયેલ આરોપીની વિગત નીચે મુબજ છે….

(1) જાવીદ જમાલભાઇ ખુંભીયા
રહે.ધરારનગર-2 શાળા નં.40 પાછળ ગુલામે અસગર ચોક જામનગર તથા
(2) હીરેનગીરી કાંતીગીરી ગોસા
રહે.મયુરનગર આઠ્ માળીયાની બાજુમા ત્રણ માળીયા રૂમ નં.2 જામનગર તથા
(3) રાજુભાઇ નાથાભાઇ સોલકી
રહે.કે.પી.શાહ ની વાડી બ્લોક 238 રામેશ્વરનગર જામનગર
(4) આશીસ લક્ષ્મણભાઇ મારૂ
રહે.ધરારનગર-2 નવા પાવર હાઉસની બાજુમા બ્લોક નં.11 રૂમ નં.01 જામનગર
(5) આમીન સલીમભાઇ જોખીયા
રહે.ધરારનગર-2 નવા આવાસ રૂમ નં.19 બ્લોક નં.1 જામનગર
(6) ધર્મેંદ્રસિંહ મંગળસિંહ જાડેજા
રહે. ધરારનગર-2 નવા પાવર હાઉસ પાછળ જામનગર
(7) શાહરૂખ ગફારભાઇ સમા
રહે.ધરારનગર-2 ટેકરી વિસ્તાર ગુલામ અલી અસગર ચોક સામે જામનગર
(8) રણજીતસિંહ ભીખુભા જાડેજા
રહે.ધરારનગર-2 રામાપીરના મંદીર પાછળ જામનગર
(9) જીતુભા કૌશીકસિંહ જાડેજા
રહે.રામેશ્વરનગર ક્રીષ્ના પાર્ક બી-39 જામનગર
ફરારી આરોપી
(10) સોયેબ યુસુફ સુમરા રહે.ધરારનગર-2 નવા આવાસ જામનગર
(11) સાહીલ મકરાણી રહે. ધરારનગર-2 પાવર હાઉસ પાસે જામનગર

મોરર્કંડાની સગીરાનું રાજુ હરીયાણી નામના શખ્સ દ્વારા અપહરણ

0

મોરકંડાની સગીરાનું અપહરણ: રાજુ નામના શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ O3.જામનગર: જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી 16 વર્ષ અને 6 માસની વયની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને દરેડમાં રહેતો રાજુ નામનો શખ્સ ગત તા. 28-12-21ના બપોરના સુમારે ગામમાંથી ભગાડી ગયો હતો.

આ અંગેની જાણ થતા સગીરાના પિતા દ્વારા પંચ-બી માં આરોપી દરેડ ગામમાં રહેતા રાજુ હરી હરીયાણી નામના શખ્સ સામે આઇપીસી કલમ 363, 366 મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ સીપીઆઇ ભોયે તથા સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે, આરોપીના આશ્રયસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ લંબાવવામાં આવી છે.

જામનગરના ગુલાબનગરમાં માતા – પુત્રીને 2 પાડોશીએ ધોકા ફટકાર્યાની રાવ

0

જામનગરના ગુલાબનગરમાં માતા – પુત્રી પર બે પાડોશીનો હુમલો બંનેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની પોલીસ ફરિયાદ

સીટી એ ડિવીઝને બંને સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દેશ દેવી ન્યુઝ O3. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક મહિલા અને તેની પુત્રીને આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બે પાડોશી શખસ સામે ફરીયાદ નોંધાઇ છે.

ભોગગ્રસ્ત અને આરોપીની પુત્રીઓ વચ્ચે ઝઘડો થતા તેને સમજાવવા જતા બંનેએ ઉશ્કેરાઇ જઇ આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે .

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના ગુલાબનગરમાં રહેતા રાધાબેન પ્રવિણભાઈ ડાભી નામની મહિલાએ પોતાના તથા તેની પુત્રીને આડેધડ માર મારી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી એ પોલીસ મથકમાં પાડોશી સંજય મનુભાઇ રાઠોડ અને રોહિત મનુભાઈ રાઠોડ સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત અને આરોપીની પુત્રીઓ ઝઘડો કરી રહી હતી જે વેળા તેઓને સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ઘોકા સાથે ધસી આવી મારી દિકરી સાથે કેમ ઝઘડો કરો છો એમ કહી માતા અને પુત્રીને ગાળો ભાંડી હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આથી પોલીસે બંને સામે ઇ.પી.કો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી સીટીએ ડિવિઝનના ડી.એમ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં 31 ફસ્ટમાં દારૂના 5 દરોડામાં 5 પકડાયા..

0

જામનગરમાંથી દારૂના જથ્થા સાથે પાંચ સ્થળોએથી કુલ 141 બોટલ અને ત્રણ મોબાઇલ સહિત પાંચ શખ્સની ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર O1: નવા વર્ષની ઉજવણીમાં કોરોના સંક્રમણ ન વકરે અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા જામનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી શુક્રવારે રાત્રિના સમયે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન નાગનાથ ગેઈટ નજીકથી તાઝીમ મહમદ હનિફ અને અનિરૂધ્ધસિંહ બચુભા રાયજાદા કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત સીટી બી ડીવીઝનના પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, પો.કો. કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રામેશ્વરનગર નંદન પાર્ક વિસ્તારમાંથી દિવ્યરાજસિંહ ભૂપતસિંહ ઝાલાને રૂા.3000 ની કિંમતની છ બોટલ સાથે તથા ક્રિષ્નાપાર્ક 2 માંથી દિવ્યરાજસિંહ લાલુભા ચુડાસમાને રૂા.6000 ની કિંમતની 12 બોટલ અને બે હજારની કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધા હતાં.

તેમજ નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાંથી ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને રૂા.1500 ની કિંમતની દારૂની 3 બોટલો સાથે તથા રામેશ્ર્વરનગર શકિતપાર્ક 2 માંથી નાગરાજસિંહ ભરતસિંહ જાડેજાને રૂા.30 હજારની કિંમતની 60 બોટલ દારૂ અને બે હજારની કિંમતનો મોબાઇલ સહિત ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત રામેશ્વરનગર વિનાયક પાર્કમાંથી યોગીરાજસિંહ ભરતસિંહ સોઢાના મકાનેથી રેઈડ દરમિયાન રૂા.30 હજારની કિંમતની 60 બોટલ દારૂ અને બે હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.32 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ પોલીસે કુલ પાંચ શખ્સોને 141 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મોરબીમાં રહેતાં સપ્લાયર ઋષિરાજસિંહ જાડેજાનું નામ ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર..

0

જામનગરમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર..

દરેડની યુવતિનું સારવારમાં મૃત્યુ, માધુપુર ગામના યુવાન સારવાર હેઠળ.

દેશ દેવી ન્યુઝ જામનગર O1: જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી વસંતબેન ઉર્ફે જાગુ વિરમભાઈ જેપાર (ઉ.વ.19) નામની યુવતીને લાલપુર તાલુકાના માધુપુર ગામમાં રહેતાં તેણીના પિતરાઇ ભાઇ બિજલ વાલાભાઈ જેપાર સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ બન્ને પિતરાઇ ભાઈ-બહેન થતા હોવાથી બન્નેના લગ્ન શકય ન હોય જેથી યુવતી વસંતબેન તેના ઘરેથી ભાગીને માધુપુર તેના પ્રેમી બિજલના ઘરે જતી રહી હતી.

દરમિયાન બિજલ અને વસંતબેન બન્ને ઘરેથી ભાગી ગયા હતાં અને બન્નેના પરિવારજનો પિતરાઇ ભાઈ-બહેન થતા હોય જેથી લગ્ન કરવા રાજી ન હતા. પ્રેમી યુગલના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી બન્નેએ સજોડે મોત મીઠું કરવા શુક્રવારે સવારના સમયે માધુપુર ગામમાં સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેમાં યુવતી વસંતબેનનું મોત નિપજ્યું હતું. અને પ્રેમી બિજલ જેપાર બેશુદ્ધ થઈ ગયો હતો. દરમિયાન પિતરાઇ ભાઇ-બહેનની શોધખોળ કરતા પરિવારજનોને માધુપુરમાં બન્ને મળી આવ્યા હતાં. આ અંગે યુવતીના પિતા વિરમભાઈ જેપાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી.પી. ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વસંતબેનના મૃતદેહને પીએમ માટે મોકલી તેણીના પ્રેમી બિજલને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બન્નેના પરિવારજનોને નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના હાલાર હાઉસ ખાતે રહેતી યુવતીનું શોષણ કરી તરછોડી દેનાર શખસ સામે ફરિયાદ

0

જામનગરની યુવતીનું શોષણ કરી તરછોડી દેનાર શખસ સામે ફરિયાદ..

નવ વર્ષ સુધી ફોસલાવીને શરીર સંબધ રાખ્યા બાદ ગર્ભ બનાવી દીધાની રાવ..

દેશ દેવી ન્યુઝ જામનગર O1. જામનગરમાં હાલાર હાઉસ નજીકના વિસ્તારમાં રહેતી એક યુવતી જૂનાગઢમાં નોકરી કરતી હતી અને તેણીના સાથી કર્મચારી અને જૂનાગઢમાં રહેતા ત્રણ સંતાનોના પિતા અને ફોટો શૂટિંગ અને વિડીયો શુટીંગનો વ્યવસાય કરતા વિપુલ મનસુખલાલ ઘીણેજા નામના કર્મચારીના પરિચયમાં આવી હતી.

બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલ્યા પછી પરિચય કેળવ્યો હતો. જેમાં વિપુલ પોતે પરિણીત હોવાનું જણાવ્યું હતું, અને જામનગરની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લેશે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે તેવી લાલચ આપી 9 વર્ષ સુધી સંબંધ ચાલુ રાખ્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

લાંબા સમય સુધી છૂટાછેડા આપી દેવાનું બહાનું કરીને જુદા જુદા સ્થળોએ લઇ જઇ શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હોવાથી જામનગરની યુવતી ગર્ભવતી બની ગઈ હતી.

આ અંગેની યુવતી દ્વારા વિપુલને જાણ કરતાં થોડા સમય પછી છૂટાછેડા આપી દઈશ તેમ કઈ બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દીધો હતો.

ત્યાર પછી પણ શરીર સંબંધ બાંધવાનું ચાલુ રાખી પત્ની સાથે છૂટાછેડા લેવાનું વચન આપીને સમય પસાર કરતો હતો. ત્યારબાદ જામનગરની યુવતીએ અન્ય એક યુવાન સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું ત્યારે પણ વિપુલ ફરીથી તેની પાસે આવ્યો હતો અને હું મારી પત્નીને છૂટાછેડા આપીને તને સ્વીકારી લઉં છું તેમ કહી અન્ય યુવક સાથે લગ્ન પણ કરવા દીધા ન હતા.

દરમિયાન પોતાની પુત્રી મોટી થઇ ગઇ હોવાથી હવે પત્ની છૂટાછેડા આપવાનીં ના પાડે છે તેમ કહી સંબંધો તોડી નાખવાનું અને પોતાને ભૂલી જવાનું કહ્યું હતું. જેથી યુવતીએ જુનાગઢ પોલીસ મથકમાં વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેની અરજી કરી છે.

જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને દેશની રક્ષા કરી- પાટીલ..

0

ઐતિહાસિક ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી- સાંસદ સી.આર.પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિ..જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશની રક્ષા કરી – સાંસદ  સી.આર.પાટીલ..ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે – ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી..દેશ દેવી ન્યુઝ 31.જામનગર. ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના અંતિમ દિવસે સાંસદ સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત રહી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૂપે હાથ ધરી છે. ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડનારા દરેકને સાથે મળીને જવાબ આપવા ગૃહમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું અને ભવિષ્યમાં સૌરાષ્ટ્રનું ખમીર જળવાય તે રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો સમાજ, સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યનો વિકાસ થશે તેમ ઉમેર્યું હતું.ભૂચર મોરીની શૌર્ય ભૂમિ પર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું તેમ જણાવી સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતું કે જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી છે ત્યારે રાજપૂત સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશ અને દેશના લોકોની રક્ષા કરી છે અને આ પરંપરા રાજપૂત સમાજ આજે પણ જાળવી રહ્યો છે તે ગૌરવની બાબત છે.

આવનારી પેઢી સુધી શહીદ વીરોની શોર્યગાથા પહોંચે તે માટે કરેલ શૌર્ય કથા સપ્તાહના આયોજન બદલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો.જયેન્દ્રસિંહ જાડેજાને સાંસદે આ તકે અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિયોનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા (લાખાણી), હિતેન્દ્ર સિંહ ચુડાસમા, ગજુભા જાડેજા તથા પી.એમ.જાડેજાએ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા ભરતભાઈ બોધરા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, પી.ટી.જાડેજા, પૂર્વ ધારાસભ્ય  બ્રિજરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના લગધીરસિહ જાડેજા (રોજીયા) તથા  મેઘજીભાઈ ચાવડા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા,  રાજભા જાડેજા, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા (બોબીભાઇ)  દીપકસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.