Tuesday, October 13, 2026
Home Blog Page 308

રણજિતસાગર ડેમ પર પોલીસની ખોટી ઓળખ આપી યુગલની પજવણી કરનાર લખમણ સુવા અને હેમત વરુને 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ

0

રણજિતસાગર ડેમ પર પોલીસની ખોટી ઓળખ આપી મોબાઇલ પડાવી લીધા..

જામનગરના સંજય લખમણ સુવા તથા લાંબાના હેમત ધરણાંત વરૂ ને પોલીસની ઓળખ આપવી પડી ભારી..

જામનગરમાં યુગલની પજવણી કરનાર બે આરોપીને 2 વર્ષની સજા ભોગ બનનાર યુવતીને રૂ .50000 વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

દેશ દેવી ન્યુઝ 31.જામનગરના રણજીતસાગર ડેમ પર સાડા છ વર્ષ પહેલા ફરવા ગયેલા એક યુગલને પોલીસની ખોટી ઓળખ આપી મોબાઈલ પડાવી લઇ પજવણી કરનાર બંને આરોપીને અદાલતે બે વર્ષની સજા ફટકારી છે ભોગ બનનાર યુવતીને રૂ .50000 વળતર ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે .

જામનગરમાં રણજીત સાગર ડેમ પર ગત તા .11 / 05 / 2015 ના એક યુવતી મંગેતર સાથે ફરવા માટે ગઈ હતી સાંજે ચારેક વાગ્યે લીલા રંગની સ્વીફ્ટ મોટરમાં 25 થી 30 વર્ષની વયના બે અજાણ્યા શખસ ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી આ યુગલને અહીં શું કરો છો ? તેમ કહીબન્નેના મોબાઈલ પડાવી લીધા હતાં.

ત્યારપછી બન્નેને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તેમ કહી આ શખ્સોએ તેમના ફોટા પાડી યુવતી પાસે અણછાજતી માંગણી કરી હતી . પરંતુ યુવતીએ ઇનકાર કરતા પોલીસ મથકે લઈ જવાનું કહી બન્નેને મોટરમાં બેસાડાયા હતા આટલું જ નહીં પોલીસ સ્ટેશન લઈ જવાના બ્હાના હેઠળ આ શખ્સોએ ગેરવર્તન કરી બન્નેને રોડ પર ઉતારી દીધા હતા અને ફોન આવે ત્યારે પોલીસમથકે આવી જવાનું કહી બંને શખસો નાસી ગયા હતા .

બાદમાં આ શખસોએ પાડેલા ફોટા સોશિયલ મિડિયામાં જાહેર થયા હતા . જેની જાણ યુવતી તથા તેના મંગેતરને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી . આથી પોલીસે અપહરણ ,જાતીય હુમલો , ગેરકાયદે અટકાયત, બિભત્સ માંગણીનો ગુનો નોંધી જામનગરના સંજય લખમણ સુવા તથા લાંબાના હેમત ધરણાંત વરૂ હોવાનું ખૂલતા બન્નેની પોલીસે ધરપકડ કરી મોટર તથા મોબાઈલ કબ્જે કર્યા હતા .

આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ લોપાબેન ભટ્ટ અને મૂળ ફરીયાદીના વકીલ વી . એચ . કનારાની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે બંને આરોપીઓને અપહરણના ગુનામાં બે વર્ષ , જાતીય હુમલાના ગુનામાં બે વર્ષ , ગેરકાયદે અટકાયતના ગુનામાં એક મહિનાની કેદ અને બનાવટી પોલીસ તરીકે ઓળખ અંગે એક વર્ષની કેદની સજા ફટકારી છે . ફરીયાદી યુવતીને રૂ .50000 વળતર પેટે પણ આપવા હુકમ કર્યો છે .

ખોટું પ્રમાણપત્ર બનાવનાર કલાર્કને 1 વર્ષની કેદની સજા ફટકારતી જોડિયા અદાલત

0

ખોટું પ્રમાણપત્ર બનાવનાર કલાર્કને 1 વર્ષની કેદની સજા ફટકારતી જોડિયા અદાલત

દેશ દેવી ન્યુઝ 30 જામનગર: જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં પુત્ર પરીક્ષામાં નાપાસ થતાં પિતાએ જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હતું.

આ પ્રકરણમા અમદાવાદ સીઆઇડી ક્રાઇમે ત્રણ શખસો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં જોડિયા અદાલતે જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર શાળાના કર્લાકને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિઠ્ઠલગઢ ગામે રહેતા રવિરામ અરજણદાસ સાધુએ પોતાના પુત્ર વસંતને ધો.6 માં બાલાચડી સૈનિક સ્કૂલ પ્રવેશ મળે તે હેતુથી ફોર્મ ભર્યું હતું. પરંતુ વિદ્યાર્થી પ્રથમ વખત નાપાસ થયો હતો.

આથી પુત્રની ઉંમર જળવાઈ રહે તે હેતુથી તેમણે દિવ્ય જ્યોત વિધા વિહાર વિધાલયમાં પ્રવેશ અપાવી સ્કૂલના કલાર્ક અરજનભાઈ ધનાભાઈ ડોડીયાએ ખોટુ જન્મ તારીખનું પ્રમાણપત્ર બનાવી શાળાના આચાર્ય વજુભાઇ પી. ડોડીયા પાસે સહી કરવી ખોટી જન્મતારીખ નું પ્રમાણપત્ર બનાવી બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ ફોર્મ સાથે રજૂ કર્યું હતું.

પરંતુ આ હકીકત બાલાચડી સૈનિક સ્કૂલના સતાવાળાઓના ધ્યાનમાં આવતા સરકારમાં રજુઆત કરી હતી. જેમાં સરકારે સીઆઇડી ક્રાઈમ રાજકોટ ઝોનને તપાસના આદેશ આપ્યા હતાં. આથી સીઆઇડી ક્રાઈમે તપાસ કરીને ત્રણેય આરોપી વિરુદ્ધ ચાર્જ શીટ કર્યું હતું.

આ કેસ જોડિયાની અદાલતમાં ચાલી જતાં જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સુદેસ ગીલે જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર શાળાના કર્લાક અરજણભાઇ ડોડિયાને તકસીરવાર ઠરાવી 1 વર્ષ ની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતાં. આ કેસમાં સરકાર તરફે એપીપી અશોક એસ.પરમાર રોકાયા હતાં.

જામનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીની મયુરસિંહ અને શક્તિસિંહ સામે ફરિયાદ : સામા પક્ષે જમીનનો સોદો ફોક થતા સુથીના રૂપિયા માંગ્યાનો આક્ષેપ

0

જામનગરમાં વ્યાજે પૈસા આપવા બાબતે યુવાનને માર મારી મોબાઇલ લુંટી લીધાની ફરિયાદ..

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ પંકજ વિનોદભાઈ મુંગરાએ જેના વિરુદ્ધ ફરિયાદ આપેલ હોય તેના પિતા વિનોદ હંસરાજ મુંગરાએ શક્તિસિહ રામસિહ જાડેજાને જમીન વેચાણ પેટે આપેલ હોય, બાદમાં કરાર રદ થતા જે પૈસા પરત આપવાના હતા..! તે મુદો કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.! દેશ દેવી ન્યુઝ જામનગર 30.: જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી.

જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000 ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ મહાવીરસિંહ જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર શહેર-જિલ્લામાં બુટલેગરો પર LCBની તવાઈ: થર્ટી ફર્સ્ટની ઉજવણીના ઓરતા અધૂરા

0

જામનગર શહેર-જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવવામાં આવેલ દારૂનો જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ..

જામનગર શહેર અને ધ્રોલમાંથી કુલ 376 બોટલ, મોબાઇલ-વાહન મળી કુલ રૂા.4.96 લાખનો મુદ્દામાલ જપ્ત

કુલ ચાર દરોડાઓમાં પાંચ શખસની ધરપકડ કરતી જામનગર એલસીબી

દેશ દેવી ન્યુઝ જામનગર 29.જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી.-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસેથી આરોપીઓ (1) પાર્થભાઇ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઇ કટીયારા રહે. દિ.પ્લોટ-61, જામનગર (ર) પ્રફુલભાઇ ઉર્ફે પાગો ખજુરીયાભાઇ ભદ્રા રહે. દિ.પ્લોટ-54. જામનગર વાળાના કબ્જાની સ્વીફટ કાર માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-323 કિ.રૂ. 1,29.200/- મોબાઇલ ફોન નંગ-3 તથા સ્વીફટ કાર મળી કુલ રૂ. 4,35, 200/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હીતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ દિલીપભાઇ તલાવડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર તથા પાયલોટીંગ કરનાર મનોજભાઇ રહે. લાકડીયા કચ્છ તથા વીમલભાઇ ઉર્ફે ડોડાળો સીધી રહે. ભોયવાડો, જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.બીજા દરોડામાં એલ.સી.બી. ના યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની પાસેથી આરોપી બીપીનભાઇ કારાભાઇ મુછડીયા રહે. આવાસ કોલોની, જામનગર વાળાના કબ્જાના એકટીવા મો.સા. માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-ર7 કિ.રૂ. 10.800/- તથા મોબાઇલ ફોન એકટીવા મો.સા. મળી કુલ રૂ.46.300/- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેંડકોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ. બી.એમ.દેવમુરારીએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

ત્રીજા દરોડામાં દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ગોકુલનગર શેરી નંબર-4 માં રહેતા આરોપી કૈયુરભાઇ ઉર્ફે કૈલો ગીરીશભાઇ ડોબરીયાના કબ્જાના મકાન માંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-11 કિ.રૂ. 4400/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 9400/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. યોગરાજસિહ રાણાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

ચોથા દરોડામાં દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિહ જાડેજા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં હવાઇચોક, ભાનુશાળીવાડમાં રહેતા અજયભાઇ ઉર્ફે લાલો ભરતભાઇ કનખરાના કબ્જાના મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-15 કિ.રૂ. 6000/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ.  કે કેગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિહ જાડેજા, યોગરાજસિહ રાણા, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

વાડીનારમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો

0

વાડીનારમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો.

સલીમભાઈ અબ્બાસભાઈ સંઘાર ઉપર અલી અબ્દુલ સંઘાર અને હારીફ અલી સંઘાર નામના બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 29 : વાડીનાર ગામે રહેતા સલીમભાઈ અબ્બાસભાઈ સંઘાર નામના 40 વર્ષના મુસ્લિમ વાધેર યુવાનને ગત સાંજના સમયે વાડીનાર સ્થિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચા ની કીટલી પાસે ધસી આવેલા આ જ ગામના રહીશ અલી અબ્દુલ સંઘાર અને હારીફ અલી સંઘાર નામના બે શખ્સોએ ફરિયાદી સલીમભાઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉભેલા આરોપી અલી અબ્દુલ સંઘારના ભાઈને ‘મત કેમ આપ્યો નહીં તેમ કહી, આ બાબતનો ખાર રાખી, હારીફ અલી સંઘારે સલીમભાઈને મુઠ વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ ચાવડાએ હાથ ધરી છે.

જામનગરના હસમુખ હિંડોચાની ગોવા શીપયાર્ડ લી.માં સ્વતંત્ર ડાયરેકટર તરીકે નિમણુંક કરતી ભારત સરકાર

0

જામનગરના હસમુખ હિંડોચાની ગોવા શીપયાર્ડ લી.માં સ્વતંત્ર ડાયરેકટર તરીકે નિમણુંક કરતી ભારત સરકાર

હસમુખ હિંડોચાની સંરક્ષણ વિભાગની કંપનીમાં ડાયરેકટર તરીકે નિમણુંક કરતી ભારત સરકાર

દેશ દેવી ન્યુઝ ૨૯.જામનગર મહાનગર ભારતીથ જનતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચાની ભારત સરકારે સંરક્ષણ વિભાગ હેઠળની ગોવા શીપ યાર્ડ લી. માં સ્વતંત્ર ડાયરેકટર તરીકે નિમણુંક કરેલ છે.

ગોવા શીપ યાર્ડ લી. મૂળભુત રીતે 1957 માં “ઇસ્ટેલેયર્સ નેવાઇસ ડી ગોવા”  નામથી સ્થપાયેલ અને ત્યાર બાદ 1967 માં તે “ગોવા શીપ યાર્ડ લી. નું ભારત સરકારનાં સંરક્ષણ વિભાગનાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અંતર્ગત સંચાલન થાય છે.

ગોવા શીપ યાર્ડ લી. નું રજીસ્ટ્રેશન તથા તેની કોર્પોરેટ ઓફીસ ગોવામાં છે. કંપની આઇ.એસ.ઓ.-9001 થી નોંધાયેલ છે. વાર્ષીક રૂા. 1100 કરોડ જેવું માતબર ટર્ન ઓવર ધરાવતી તેમજ 1300 થી વફુ એકઝીકયુટીવ તથા નોન એકઝીકયુટીવ કર્મચારી ધરાવતી વિશાળ કંપની છે.

જે દેશનાં સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને “નેવી માટે જરૂરી ઉત્પાદનો કરે છે. સાથોસાથ ભારતનાં મિત્ર રાષ્ટ્રોમાં પોતાનાં ઉત્પાદનો નિકાસ કરે છે.

હસમુખ હિંડોચા પોતાની નાની ઉંમરે 1979 માં જનતા પાર્ટી યુવા મોરચામાં સક્રિય થયેલ. 1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાંથી જ પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા. બુથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ થી જામનગર મહાનગરનાં પ્રમુખ તરીકે સતત સાત વર્ષ કરતાં વધુ સફળતાથી નિર્વિવાદ પોતાની સેવાઓ આપેલ. 2006 થી 2012. એમ પાંચ વર્ષ કરતાં વધુ સમય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ તરીકે યાદગાર કામગીરી કરેલ.

તેઓ નાનપણથી જ આર.એસ.એસ. સાથે જોડાયેલા હોવાથી હંમેશા પોતાનાં કાર્યક્ષેત્રમાં શિસ્ત અનુસાશનનાં સતત આગ્રહી રહ્યા છે.

શહેર ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને અગ્રણી કાર્યકર્તા હસમુખ હિંડોચાની ભારત સરકારનાં સંરક્ષણ વિભાગ હેઠળની કંપનીમાં ડાયરેકટર તરીકે મહત્વની જવાબદારી સોંપતા શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાસંદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બિનાબેન કોઠારી, મહામંત્રીઓ પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, ડે. મેયર તપનભાઇ, શા. પક્ષનાં નેતા કુસુમબેન, કોર્પોરેટરો, પક્ષનાં હોદ્ેદારો, મીડિયા સેલના કિશન વઢવાણા, શિક્ષણ સમિતિનાં સભ્યો સહિત પાર્ટીનાં કાર્યકરો આ ગૌરવભરી નિમણુંકને આવકારી મા. વડાપ્રધાન સહિત પાર્ટીનાં વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કરેલ અને નિમણુંક મેળવનાર હસમુખભાઇને સૌએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવેલ છે. એમ એક અખબારી યાદીમાં ભાજપ મિડિયા સેલ દ્વારા જણાવવામાં આવેલ છે.

જામનગરમાં વીજચોરો પર વિજતંત્રની તવાઇ: શહેરમાં 16.80 લાખની વીજચોરી ઝડપાઈ

0

જામનગરમાં વીજચોરો પર વિજતંત્રની તવાઇ: શહેરમાં 16.80 લાખની વીજચોરી ઝડપાઈ

ગુલાબનગર, નાગેશ્વર , બેડીબંદર રોડ, ધરાનગર, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં તંત્રની 29 ટીમ ત્રાટકી : 346 વીજ કનેક્શનમાંથી 70 માં ગેરરીતિ ખૂલતા દંડનીય બીલ ફટકારાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 28.જામનગરમાં સોમવારે વિજતંત્રની 29 ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 346 વીજ જોડાણમાંથી 70 માં ગેરરીતિ ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.16.80 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં.

વીજ ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને એસઆરપી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.શહેર અને જિલ્લામાં વીજકંપની દ્વારા સોમવારથી પુન: કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાૂં આવી છે.

જે અંતર્ગત સોમવારે વહેલી સવારે વિજતંત્રની 29 ટીમ શહેરના ગુલાબનગર, નાગેશ્વર , બેડીબંદર રોડ, ધરાનગર, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રાટકી હતી.

સવારથી સાંજ સુધી ચાલેલા વિજચેકીંગ દરમ્યાન વીજ તંત્રના અધિકારીઓએ કુલ 346 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જે પૈકી 70 વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાતા રૂ.16.80 લાખના દંડનીય બીલ વીજચોરી કરનાર આસામીઓને ફટકારવામાં આવ્યા હતાં.

વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 સ્થાનિક પોલીસ, 11 એસઆરપી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પીજીવીસીએલ દ્વારા દિવાળીના તહેવારો બાદ વિજચેકીંગની ઝુંબેશ હાથ ધરી કરોડો રૂપિયાની વિજચોરી પકડી પાડવામાં આવી હતી.

જામનગરના પોશ વિસ્તારમાં ઝડપાયું જુગારધામ: 5 શ્રીમંત ઘરની મહિલાઓ સહિત 6 ની ધરપકડ

0

જામનગરમાં એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર ઝડપાયો: 4 મહિલા અને 1 પુરૂષની ધરપકડ..

જામનગરના શહેરના હાથી કોલોનીના જેવા પોશ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું..

હાઈપ્રોફાઈલ જુગાર ધામ પર અચાનક પોલીસ પ્રગટ થતાં નાસભાગ મચી જવા પામેલ: ભલામણોનો દોર શરૂ..!

દેશ દેવી ન્યુઝ 28.જામનગર: જામનગર શહેરના હાથી કોલોની શેરી નંબર-૧ સોનલ કૃપા ટ્રાવેલ્સ વાળી શેરીમાં આવેલ  ધાર્મી-કાવ્યા એપાર્ટમેન્ટના પાર્કિંગ જુગાર રમી રહેલા ભરતભાઈ વિઠ્ઠલભાઈ સોજીત્રા જાતે ( પટેલ ), વર્ષાબેન ભરતભાઈ બરછા (લોહાણા), ભારતીબેન ભરતભાઈ કેશરીયા (લોહાણા), ભાવનાબેન રાજેશભાઈ સવજાણી (લોહાણા) ભારતીબેન હસમુખભાઈ કીર્તનભાઈ કાથરાણી (લોહાણા ),પ્રગનાબેન સંજયભાઈ સુદાણી ( પટેલ ) ને પોલીસે ઝડપી લીધા હતા.

જુગારધામ ઝડપાયું આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુના લોકોએ મફતનું મનોરંજન નિહાળ્યું હતું.!

દરોડા દરમ્યાન રૂા.16,110/- ના મુદામાલ જપ્ત કરાયો છે. આ અંગે સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આયોજીત શૌર્યકથામાં પધારતા મુખ્યમંત્રી..

0

ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આયોજીત શૌર્યકથામાં પધારતા મુખ્યમંત્રી..

શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્રધર્મ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ..

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી

દેશ દેવી ન્યુઝ ૨૭ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શોર્ય કથામાં સહભાગી થતાં મુખ્યમંત્રી..મુખ્યમંત્રીશ્રીએ શહિદ સ્મારકનો જીર્ણોદ્ધાર કરી નવી પેઢીમાં ઉજાગર કરવા તત્પરતા દાખવી

ડો.જયેન્દ્રસિહ જાડેજા લિખિત’ આશરા ધર્મનો અજોડ ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી..જામનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથામાં સહભાગી થઈ શહીદોને વિરાંજલી આપતાં જણાવ્યું હતું કે મહાન વીરો – યોદ્ધાઓને યાદ કરવા અને તેઓના પરાક્રમને, બલિદાનોને લોકો સમક્ષ રજુ કરવા એ આપણું પરમ કર્તવ્ય છે.દેશ અને સ્વધર્મ માટે પોતાના જીવનની પરવા કર્યા વગર બલિદાનો આપનારા ગુજરાતના વીર સપૂતોની યશગાથા ગાવાની આ ધન્ય ઘડી છે એમ જણાવીને મુખ્યમંત્રી એ ઉમેર્યું કે શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્ર ધર્મ છે. ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો ઇતિહાસ આવા અનેક પ્રસંગોની સાક્ષી પુરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અપ્રતિમ શૌર્ય, બલિદાન, સાહસ અને પરાક્રમની ઘટના એટલે જામ સતાજીની આગેવાનીમાં લડાયેલું ભુચરમોરીનું યુદ્ધ.કાઠીયાવાડના કુરુક્ષેત્ર સમાન ભૂચરમોરીના યુદ્ધમાં આશરા ધર્મ નિભાવવાને કાજે અનેક ક્ષત્રીયો અહીં શહીદ થયા હતા.સત્ય, ન્યાય અને ધર્મ માટે લડવાની આપણી ઉજળી પરંપરા રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જામ રાવલ, જામ સત્તાજી,જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા અળભંગ, જામ ઉન્નડ વગેરે શુરાવીરોને યાદ કરી તેમની શૌર્યતાને બિરદાવી આદરાંજલી અર્પણ કરી હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીની સ્મૃતિમાં તા.25 થી 31મી ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે ત્યારે ભારત માં ના સપૂત એવા વાજપેયીજીના શૌર્યને પણ મુખ્યમંત્રીએ યાદ કર્યું હતું.વીર યોદ્ધાઓના શૌર્યથી દેશની રક્ષા થાય છે અને એટલે જ દેશમાં સુસાશન, શાંતિ અને વિકાસ સંભવ બને છે. ભારતમાતાના આવા વીર, સાહસી અને પરાક્રમી સપૂતોની કથાઓનું વાંચન, ગાયન અને રસપાન થતું જ રહેવું જોઇએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તેમજ મુખ્યમંત્રી ને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી એ ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત ’આશરા ધર્મનો અજોડ ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

કાર્યક્રમના પ્રારંભે ક્ષત્રિય સમાજની દિકરીઓએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતીય નારીઓની વીરતાની જાંખી કરાવતો તલવાર રાસ રજૂ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રી  કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મેયર  મતી બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, પી.ટી.જાડેજા, જિલ્લા કલેક્ટર  ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, શહેર ભાજપ પ્રમુખ  વિમલ કગથરા, રમેશભાઈ મુંગરા, મતી જયશ્રીબહેન પરમાર,  રાજભા જાડેજા, દીપકસિંહ ઝાલા, પથુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.

જામ શ્રી અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે જામ અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્મારકના જીર્ણોદ્ધાર માટે હકારાત્મક અભિગમ દાખવી નવી પેઢીને આ શૌર્ય ભૂમિમાંથી પ્રેરણા મળતી રહે તે માટે તત્પરતા દર્શાવી હતી.

શૌર્યકથામાં સહભાગી થતાં પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ આયોજકો જોડાયાં હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી.

જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચલાતા જુગારની મીની ક્લબ પર ત્રાટકતી LCB : 6 ની ધરપકડ

0

જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચલાતા જુગારની મીની ક્લબ પર ત્રાટકતી એલસીબી: 6ની ધરપકડ

દેશ દેવી ન્યુઝ 27.જામનગર: જામનગર શહેરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતા તીનપતિના જૂગાર સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.31070ની રોકડ અને છ મોબાઇલ સહિત રૂા.66 હજારના મુદદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા પરેશ નરશી રાઠોડ નામનો શખ્સ તેના ઘરે જૂગારનો અખાડો ચલાવતો હોવાની એલસીબીના ધાના મોરી, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ એસ. એસ. નિનામા તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન પરેશ નરશી રાઠોડ, વાલજી પેથા વઘોરા, યુનુસ ઉમર દરજાદા, સલીમ અલારખા ખીરા, હરેશ જયસુખ ત્રિવેદી અને સુનિલ મનુ ગોહિલ નામના છ શખ્સોને રૂા.31070 ની રોકડ રકમ અને રૂા.30,500 ની કિંમતના છ નંગ મોબાઇલ તથા ગંજીપના સહિત કુલ રૂા.66 હજારના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.