જામનગરના રેસ્ટોરન્ટમાં બે વેઈટરો રૂ .ત્રણ લાખની ચોરી કરી પલાયન: ચોરી કરતા CCTVમાં થયા કેદ.
પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને શોધખોળ આરંભી : બંને વેઈટરો પોતાના વતન બીહાર નાશી ગયાનું પ્રાથમિક તારણ..
દેશ દેવી ન્યુઝ 27.જામનગર શહેરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બીહારી ર વેઈટરો રોકડ રૂા .૩ લાખ ઉપરાંતની ચોરી કરીને નાશી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધીને આરોપી વેઈટરોની શોધખોળ આરંભી છે.
જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ -૮ માં રૂદ્ર એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા નીલેષભાઈ હર્ષવદન વારીયા ( ઉ.વ .૪૭ ) નામના વેપારીનું શહેરના અંબર ટોકીઝ પાસે , નિયો સ્કવેર કોમ્પ્લેક્સમાં વિલીયમ જોન્સ પીઝા ( સુપરલેટીવ ) રેસ્ટોરન્ટ આવેલું છે.
આ રેસ્ટોરન્ટમાં બીહારના મધુબની જિલ્લાના બેલહા ગામના સુમીતકુમાર મંડલ અને અરવીંદ મંડલ નામના બન્ને શખસો વેઈટર તરીકે કામ કરે છે અને ગત તા.૨૧ ના રાત્રીના બન્ને બીહારી વેઈટરોએ રેસ્ટરોન્ટનું કેશ કાઉન્ટર તોડી નાંખ્યું હતું અને કાઉન્ટરમાં રાખેલ રોકડ રૂા .૩,૦૭,૦૦૦ ની ચોરી કરીને નાશી છુટ્યા હતાં. આ અંગેની વેપારીએ પોલીસમાં જાણ કરી હતી અને પોલીસ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી . પરંતુ બન્ને શખસો પોલીસને ચકમો આપીને બીહારમાં ચાલ્યા ગયા હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં આવ્યું હતું .
જે બાદ આજે પોલીસે રેસ્ટોરન્ટના માલીકની ફરિયાદ પરથી કામ કરતાં બન્ને વેઈટરો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ સીટી -બીના પોલીસ ઇન્સ્પેક્ટર ભોયે ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.રાદડીયાએ તપાસ હાથ ધરી છે.
આ ચોરીના બનાવથી જામનગરના હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં સારી એવી ચકચાર જાગી છે .

દેશ દેવી ન્યુઝ ૨૫.જામનગર: જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા પછી પોલીસ કોન્સ્ટેબલે હિંમતભેર તળાવમાં ઝંપલાવીને મહિલાનો જીવ બચાવ્યો હતો.
જામનગરના રણમલ તળાવના પાછલા ભાગમાં આવેલા ખડપીઠ નજીકના તળાવના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા પડી ગયા હોવાની કોઈએ ફાયરબ્રિગેેડને જાણ કર્યા પછી ફાયરનો કાફલો તથા 108 ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.

જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં શુક્રવારે સવારથી સાંજ સુધી વકીલો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવતા કુલ મતદાન 76.63 ટકા નોંધાયું હતું, ત્યારબાદ આરંભવામાં આવેલી મત ગણતરી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેવા પામી હતી, બાર એસો.ના કુલ 1095 સદસ્યો હોય, પરંતુ છેલ્લા બે વર્ષ દરમ્યાન સદસ્યોના થયેલા અવસાનના પગલે 4ર સભ્યોના નામો કમી કરવામાં આવતા આ ચૂંટણીમાં કુલ 10પ3 મતદારો રહેવા પામ્યા હતા.
બાર એસો.ની સવારથી આરંભવામાં આવેલ મતદાનમાં સાંજના 4.30 કલાક સુધીમાં 1053 માંથી 807 મત પડ્યા હતા, આમ દિવસ દરમ્યાન કુલ 76.63 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ બાર એસો.ના રૂમમાં જ મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ મત ગણતરી રાત્રિના 10 વાગ્યા સુધી અવિરત જારી રાખવામાં આવી હતી.
