Tuesday, October 13, 2026
Home Blog Page 310

જામનગરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં જ જાનથી મારી નાખવાની ધમકી: ખફી અને જાડેજા સામે ફરીયાદ

0

જામનગરમાં અગાઉની ફરીયાદનો ખાર રાખી કોર્ટ કમ્પાઉન્ડમાં જ જાનથી મારી નાખવાની ધમકી

હાજી હમીર ખફી અને શિવરાજસિંહ જાડેજા નામના બે શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ 23 જામનગર: જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસેના વિસ્તારમાં રહેતાં અશ્ર્વિન વસરા નામનો યુવાન અને તેનો પિતરાઇ ભાઈ બુધવારે સવારના સમયે કોર્ટમાં મુદ્તે ગયા હતાં.

તે દરમિયાન અગાઉની ફરિયાદનો ખાર રાખી હાજી હમીર ખફી અને શિવરાજસિંહ જાડેજા નામના બે શખ્સોએ પિતરાઈ ભાઈઓને અપશબ્દો બોલી કોર્ટ કમ્પાઉન્ડમાં જ પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે અશ્ર્વિન દેવાનંદ ભાઈ વસરાની ફરિયાદ પરથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હે.કો વી.જે. જાદવ તથા સ્ટાફે બે શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જામનગરના કાલાવડ નાકા બહાર અલસફામાં રહેતા પિતા પુત્ર પર જૂની અદાવતનો ખાર રાખી 4 શખસનો હુમલો

0

જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર 22. જામનગર શહેર નજીક મોરકંડા રોડ પર જૂની માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ પિતા-પુત્ર ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલી અલસફાપાર્ક સોસાયટીમાં રહેતાં જુબેર ખાખી નામના ચાકી યુવાનને અગાઉ હાજી અયુબ ખફી સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી બુધવારે મધ્યરાત્રિના સમયે જુબેર અજીઝ ખાખી નામના યુવાન અને તેના પુત્ર રેહાનને હાજી અયુબ ખફી, અયુબ ખફી, અકીબ ખફી તથા નુમાન ગોરી સહિતના ચાર શખ્સોએ આંતરીને રેહાનને ફડાકા મારી લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો તેમજ રેહાનના પિતા કુબેર ઉપર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની જાણન આધારે દરબારગઢ ચોકીના પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધ્રોલના ઐતિહાસિક ભુચરમોરીમાં શનિવારથી ગુંજશે ‘શૌર્ય કથા’

0

ધ્રોલના ઐતિહાસિક ભુચરમોરીમાં શનિવારથી ગુંજશે ‘શૌર્ય કથા’

શુક્રવારે પૂર્વજોને શ્રઘ્ધાંજલી અર્પવા યજ્ઞ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વર્ચ્યુઅલ ઉદ્દઘાટન માટે આમંત્રણ પાઠવાયું

“આશરા ધર્મનો અજોડ ઇતિહાસ પુસ્તકનું વિમોચન કરાશે

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતની આગેવાનીમાં તડામાર તૈયારી.

દેશ દેવી ન્યુઝ જામનગર 22: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા તા. રપ થી 31 ડિસેમ્બર દરમિયાન ધ્રોળ નજીક આવેલ ભૂચરમોરીમાં દેશની ઁશૌર્ય કથાઁનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા શૌર્યકથાના મુખ્ય વકતા ડો. જયેન્દ્રસિંહ જાડેજા સહિત રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તથા સામાજિક-રાજકીય આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજનની માહિતી આપવામાં આવી હતી.શૌર્યકથાના આરંભ પૂર્વે તા. 24 ડિસેમ્બરે સવારે 10 કલાકે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા યજ્ઞ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

25 ડિસેમ્બરે શોર્ય કથાનો શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આયોજકો-આગેવાનો દ્વારા રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ઉદ્યોગકાર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે અગ્રણીઓ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કથાના પ્રથમ દિવસે જ ડો. જયેન્દ્રસિંહ જાડેજાના પુસ્તક ઁઆશરા ધર્મનો અજોડ ઈતિહાસઁનું વિમોચન કરવામાં આવશે.

કથામાં વ્યાસપીઠ પર દરરોજ યદુવંશ પ્રકાશ ગ્રંથ તથા તેના રચયિતા રાજકવિ સ્વ. માવદાનજી રત્નુંની તસ્વીર તથા સ્મૃતિઓ બિરાજમાન રહેશે પ્રથમ દિવસે ચારણી સાહિત્યના નિષ્ણાત અનુભા ગઢવી તથા તેમના સાથી કલાકારો લોકસાહિત્યની સરવાણી વહાવશે.

તા. 26 ડિસેમ્બરે ગધેથળ ગાયત્રી આશ્રમના મહંત પ.પૂ. શ્રી લાલબાપુ, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગકાર બળવંતસિંહ રાજપૂત, પૂર્વ સાંસદ તથા ભાજપ અગ્રણી ભરતસિંહ પરમાર, વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી પી.એ. જાડેજા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે. કથાના બીજા દિવસે પ્રસિદ્ધ લોકકલાકાર રાજભા ગઢવી તથા તેમના સાથીદારો ઁશૌર્યામૃતઁ પીરસશે.

તા. 27 ડિસેમ્બરે સાંસદ શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર ઈન્દ્રવિજયસિંહ ગોહિલ વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે. કથાના ત્રીજા દિવસે પ્રસિદ્ધ કલાકાર જીતુદાન દાદ ગઢવી તેમના સાથી કલાકારો સાથે વીરતાની વાતોને આગવી શૈલીમાં રજૂ કરશે.

તા. 28 ડિસેમ્બરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા ધારાસભ્ય પ્રવિણભાઈ મુછાળા સહિતના અતિથિઓ ઉપસ્થિત રહેશે.કથાના ચોથા દિવસે લોકસાહિત્યના જાણીતા કલાકારો કીશોરસિંહ ગોહિલ (સમઢિયાળા) તથા મહિપતસિંહ જાડેજા (માણેકવાડા), જામરાવલના સૌરાષ્ટ્ર આગમન સહિતની ઐતિહાસિક ઘટનાઓને આગવી ઢબે રજૂ કરશે.

તા. 29 ડિસેમ્બરે ગોંડલના પ.પૂ. સંતશ્રી ઘનશ્યામજી મહારાજ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે કથાના પાંચમા દિવસે લોકસાહિત્યકાર હરેશદાન સુરુ ગઢવી તથા તેમના સાથી કલાકારો યુદ્ધ કથાઓનું રસપાન કરાવશે.

તા. 30 ડિસેમ્બરે પ્રાંસલા વૈદિક આશ્રમના પ.પૂ. સંત શ્રી આચાર્ય ધર્મબંધુજી, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય સી.કે. રાઉલજી, સ્વર્ણિમ ગુજરાત સમિતિના ચેરમેન આઈ.કે. જાડેજા વગેરે અગ્રણીઓ અતિથિઓ બનશે. કથાના છઠ્ઠા દિવસે શૌર્યગીતોને પહાડી અવાજમાં પ્રસ્તુત કરવા પ્રખ્યાત સુરેશભાઈ રાવલ સાથી કલાકારો સાથે વીરરસની રમઝટ બોલાવશે.

તા. 31 ડિસેમ્બરે સાણંદના શંકરગીરી આશ્રમના પ.પૂ. સંત શ્રી આનંદમૂર્તિ મહારાજ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ અતિથિ પદ શોભાવશે. કથાના સાતમા અને અંતિમ દિવસે લોકકવિ દુલા ભાયા કાગના સગા તથા કલાકાર મેરામણભાઈ ગઢવી તથા તેમના સાથી કલાકારો વીરતા અને ખૂમારીની કથાઓ પ્રસિદ્ધ કરશે.
સમગ્ર કથામાં પ્રતિદિન સવારે 9-30 થી 11 દરમિયાન કથાના મુખ્ય વકતા ડો. જયેન્દ્રસિંહ જાડેજા શૌર્ય કથા કહેશે. પ્રતિદિન સવારે 11 થી 11-30 ઉપસ્થિત સંતો તથા અતિથિઓ વકતવ્ય આપશે. પ્રતિદિન બપોરે 11-30 થી 1-30 દરમિયાન વિવિધ કલાકારો શૌર્યરસ પીરસશે. પ્રતિદિન 1-30 કલાકે ભોજન-પ્રસાદ વિતરણ થશે.

કથા દરમિયાન નિયમિત રાજ્યભરમાંથી રાજપૂત અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર કથા દરમિયાન પ્રતિદિન પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહેશે.

સમગ્ર આયોજનની જાણકારી આપવા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો. જીતેન્દ્રસિંહ જાડેજા, પી.ટી જાડેજા, ગોવુભા કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ જાડેજા, ભરતસિંહ કે. જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, પી.એમ. જાડેજા, કાનુભા જાડેજા, ઘનશ્યામસિંહ સોઢા, ભરતસિંહ જાડેજા (ખીરી), હિતુભા ચુડાસમા, વિજયસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રાજભા જાડેજા (વાગુદળ) વગેરે રાજપૂત અગ્રણીઓએ રાજપૂત સમાજ સહિત દરેક સમાજને તથા ખાસ કરીને યુવા વર્ગને ઁશૌર્ય કથાઁનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મીડિયાના માધ્યમથી દેશ-વિદેશમાં કથાનું પ્રસારણ પણ થશે.

અશ્વદોડ સ્પર્ધાનું આયોજન-યુવા જાગૃતિ દિવસની ઉજવણી

તા. 29 ડિસેમ્બરે બપોરે 2 કલાકે ભૂચરમોરીના મેદાનમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્વિનર સહદેવસિંહ જાડેજા તથા સહકન્વિનર અર્જુનસિહ જાડેજા આયોજીત આ કાર્યક્રમમાં પર્વ મેટલ્સ (રાજકોટ) ના ડાયરેકટર એસ.ડી. ઝાલા તથા કિરણસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર રાજભા જાડજા (વાગુદળ), દશરથબા એમ. પરમાર, જી.પી.સી.બી.ના નિવૃત્ત અધિકારી કે.બી. વાઘેલા અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે નિવૃત્ત પોલીસ અધિકારી બળદેવસિંહ એસ. સરવૈયા, અજીતસિંહ બી. ગોહિલ (ઢસા) તથા કિશોરસિંહ જાડેજા (ગોંડલ) સેવા આપશે.

તા. 31 ડિસેમ્બરે સવારે 9-30થી બપોરે 1-30 દરમિયાન ભૂચરમોરી શહીદ સ્મારક, ધ્રોળમાં યુવા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. કન્વિનર કિશોરસિંહ ઝાલા (સદાદ) તથા સહકન્વિનર મનોહરસિંહ નટુભા જાડેજા (જાબીડા) દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ન્યૂરો સર્જન ડો. જીગરસિંહ જાડેજા, કાર્ડિલોજીસ્ટ ડો. ધ્રુવકુમાર. જાડેજા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. હરપાલસિંહ વાઘેલા, ડો. રૂદ્રસિંહ ઝાલા, પરમવીરસિંહ પરમાર, કુલદિપસિંહ રાણા, યુવરાજસિંહ રાણા, રૂપેન્દ્રસિંહ ઝાલા, અક્ષિતસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, મિતરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ સોઢા વગેરે અતિથિઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં 45 વર્ષથી નાની વયના લોકોને વ્યસન મુકિત તથા વારસામાં પ્રાપ્ત જમીન “ન”  વેંચવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટનાથી ચકચાર: તપાસ કમીટી રચાઈ

0

જામનગરની ફિઝીયોથેરાપી કોલેજમાં રેગીંગની ઘટનાથી ચકચાર: તપાસ કમીટી રચાઈ

25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ

લેખિત ફરિયાદના પગલે તાકીદે મળી એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી

ત્રણ સભ્યોની તપાસ સમિતિ દ્વારા નિવેદનો નોંધવા હાથ ધરાતી કાર્યવાહી

તપાસ અહેવાલ પછી જવાબદાર છાત્રો સામે શિક્ષાત્મક પગલાં અંગે લેવાશે નિર્ણય

રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તપાસ કાર્ય શરૂ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર 22. જામનગરની સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે રેગીંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ ચકચરા જનક ઘટનાની વિગત પ્રમાણે, જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા 25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

વધુમાં મળતી વિગત મુજબ સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં 25 થી વધુ જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને રેગીંગની અગાઉ પણ જામનગરની કોલેજોમાં ઘટનાઓ બની ગઈ છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બની ગયા છે. સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલને મળેલી રેગીંગની ફરિયાદના આધારે એન્ટી રેગીંગ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

આ બનાવ મામલે લેખીતમાં ફરિયાદ મળતાં શહેરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ત્વરિત રીતે ગઈકાલ તા. 21 ના રોજ કોલેજની એન્ટી રેગીંગ કમિટિની મીટીંગ બોલાવવામાં આવી હતી.

આ મીટીંગમાં વિદ્યાર્થીઓએ કરેલી રેગીંગ અંગેની લેખિત ફરિયાદ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવ્યા પછી સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ આજ સાંજ સુધીમાં પોતાનો તપાસ અહેવાલ કોલેજની એન્ટી રેગીંગ કમિટિને આપશે.

આ અહેવાલના આધારે પુરાવા તથા નિવેદનોની ગંભીરતા -સત્યતાનું મૂલ્યાંકન કરી રેગીંગ કરનારા કોલેજના ત્રીજા અને ચોથા વર્ગના વિદ્યાર્થીઓ સામે કાયદાકીય જોગવાઈ હેઠળ કયા શિક્ષાત્મક પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં આવશે.

વધુમાં સાંપડતી વિગતો મુજબ રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ તપાસ કાર્ય શરૂ કર્યું છે. અને પ્રથમ રેગીંગનો ભોગ બનેલા છાત્રોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. એ પછી જેમની સામે રેગીંગની ફરિયાદ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને પણ રૂબરૂ બોલાવી પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવશે.

આ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેના આધારે એન્ટી રેગીંગ કમિટિ રેગીંગના દુષણમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે સજાના કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરશે.

ઘરમાં ગુપ્ત પ્રવેશ કરી ઈજા પહોંચાડવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

0

ઘરમાં ગુપ્ત પ્રવેશ કરી ઈજા પહોંચાડવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા ૧ હજારનો દંડ ફટકારતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ 22.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોર્ટના (રજીસ્ટ્રાર) ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આરોપી ભાવેશગર અરવિંદગર ગોસ્વામીનાએ ફરીયાદી જાગૃતીબેન હસમુખભાઈ ભટ્ટના ઘરમાં અપપ્રવેશ કરી સાહેદ નં.૭ સાથે જપાજપી કરી ફરીયાદીને માથાના ભાગે વાસણનો હાંડો મારી તથા લાકડીના ઘા ડાબા કાન પાસે કરી તથા સાહેદ નં.૮ ને માથામાં હાડો મારી મુંઢ ઈજા કરેલ તે બાબતની થયેલ ફરીયાદ અંગેનો કેસ અત્રેની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ ( ડી.જે.પરમાર – કોર્ટ ખંભાળીયા) મા ચાલી જતા, નામદાર કોર્ટે આરોપી ભાવેશગર અરવિંદગર ગોસ્વામીને ઈ.પી.કો. કલમ-૩૨૩ અન્વયે ગુનામાં તકસીરવાન ઠરાવી ૬(છ) માસની કેદ તથા રૂપિયા ૫૦૦ તથા ઈ.પી.કો. કલમ-૩૨૪ અન્વયે ગુનામાં તકસીરવાન ઠરાવી ૧(એક) વર્ષની કેદ તથા રૂપિયા ૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. સરદહુ કેસમાં ફરીયાદપક્ષે વકિલ તરીકે સરકારી વકિલ અલ્પેશ.બી.પરમારનાઓ રોકાયેલ હતા તેમ વધુમાં જણાવાયું છે.

ખોડિયાર કોલોનીમાં 2 દરબાર બંધુઓ પર 5 દરબારનો હુમલો.

0

જામનગર શહેરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટી વિસ્તારમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી બે ભાઈઓ ઉપર હુમલો..

બે દરબાર બંધુઓ  પર પાંચ દરબારોએ ધોકા ફટકાર્યા ની રાવ..

અગાઉ છોકરી બાબતે થયેલી માથાકૂટનું મન દુખ કારણભૂત..

દેશ દેવી ન્યુઝ જામનગર 22. જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલા નિલકમલ સોસાયટી શેરી નં.6માં રહેતાં સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનના ભાઈને હરપાલસિંહ સાથે છએક માસ અગાઉ યુવતી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે હરપાલસિંહના પિતા ભોલુભા ચુડાસમા, દિવ્યરાજસિંહ ભોલુભા, મંગળસિંહ જાડેજા, વિક્રમસિંહ ચુડાસમા અને તેનો પુત્ર સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે સંજયસિંહ અને તેના ભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

ઈજાગ્રસ્ત બન્ને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

લાલપુર ચોકડી પાસે હાથ ઉછીની રકમના હિસાબ બાબતે બબાલ: 2 યુવાનને ધોકા વડે માર માર્યો : 4 શખ્સ સામે ફરિયાદ

0

લાલપુર ચોકડી પાસે હાથ ઉછીની રકમના હિસાબ બાબતે બબાલ: બે યુવાનને ધોકા વડે માર માર્યો : ચાર શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 22. જામનગરના દરેડમાં રહેતા બે યુવાનને ધોકાઓ વડે માર મારીને ધમકી દીધાની દરેડના ચાર શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. ટીવી રીપેરીંગવાળા સામે હાથ ઉછીની રકમના હિસાબ બાબતે બોલાચાલી થતા આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

દરેડ 72 ખોલીની સામે રહેતા અને મુળ યુપીના પીલીભીતના વતની અલીભાઇ લતીફભાઇ સીદીકી (ઉ.વ.32)ને આરોપી વિજય સામે હાથ ઉછીના પૈસા લીધેલ રકમના હિસાબ બાબતે બોલાચાલી, ઝઘડો થયો હતો, આ વાતનો ખાર રાખી આરોપીઓએ તા. 20ના રોજ એકસંપ કરી લાલપુર ચોકડી પાસે ફરીયાદી અલીભાઇ તથા સદામહુશેનને લાકડાના ધોકા વડે માર મારી શરીર, હાથપગ, હથેળીમાં ઇજા પહોચાડી હતી.
બંનેને શરીરે ઇજાઓ કરી અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી દઇને એકબીજાને આરોપીઓએ મદદગારી કરી હતી.

આ બનાવ અંગે અલીભાઇ સીદીકી દ્વારા પંચ-બી માં વિજય મોમાઇ ટીવી રીપેરીંગવાળો, વિજયસિંહ દરબાર, રણજીતસિંહ અને મંગલસિંહ (રે. બધા દરેડ)ની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.

જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર

0

જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૧.જોડિયા તાલુકાના પડાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે રવિરાજસિંહ જાડેજા વિજેતા થયા છે.

જામજોધપુર તાલુકાના ચૂર ગ્રા. પં.ના સરપંચ પદે દેવકુંવરબા જાડેજાનો વિજય થયો છે.

જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડીમાં જાહિબેન બંધિયાનો સરપંચ પદે વિજય થયો છે.

ધ્રોલ તાલુકાના લૈયારા ગ્રા. પં. માં ભારતીબેન મોહનભાઈ રાઠોડનો સરપંચ પદે વિજય થયો છે.

જોડિયા તાલુકાના સામપર ગ્રા. પં.ના સરપંચ પદે જીવરાજભાઈ ચોટલીયાનો વિજય થયો છે.

લાલપુર તાલુકાના મોટી રાફૂદડ ગ્રા.પં.ના સરપંચ પદે ગીતાબેન કણજારીયા વિજેતા થયા છે.

જામનગર તાલુકાના ખારાવેઢાના સરપંચ પદે રંજનબેન વોરિયાનો વિજય થયો છે.

જામનગરના વસઈ ગામના સરપંચ પદે ઘનશ્યામસિંહ જાડેજા ચૂંટાયા..

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરામાં સરપંચ તરીકે સલમાબેન કાદરશાહમ દારનો વિજય

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજરમાં સરપંચ તરીકે કિરણબેન શૈલેષભાઈ ડાંગરિયાનો વિજય

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર ગ્રામપંચાયતના સરપંચ પદે હરસુખભાઈ રૂપાપરાનો વિજય

બાધલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જીજ્ઞાબેન વસોયાનો વિજય

જામનગર તાલુકાના બજરંગપુર વેતરીયામાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો સરપંચ પદે વિજય

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડીમાં ક્રિષ્નાબેન કપુરીયા સરપંચ તરીકે વિજેતા.

જોડિયા તાલુકાના જામદૂધઈમાં જાદવભાઈ પ્રેમજીભાઈ ગાંભવાનો સરપંચ પદે વિજય

મોટી બાણુગારના સરપંચ તરીકે ભાણીબેન પરમારનો વિજય

જામનગર તાલુકાના નવા નાગના ગ્રામ પંચાયતમાં સભ્ય પદે હરીશ રાઠોડ વિજય જાહેર

જામનગર તાલુકાના ચેલા ગ્રામ પંચાયતમાં સરપંચના મહિલા ઉમેદવાર રંજનબા રાજેન્દ્રસિંહ ભાટીનો વિજય થયો

જામનગર તાલુકાના દિગ્વિજય ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે મહિલા ઉમેદવાર રેખાબેન જગદીશભાઈ ચૌહાણ વિજેતા

વાણીયાગામ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર અતુલ કિશોરભાઈ વિજય થયા છે

જામનગર તાલુકાના ગોરધનપર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર ઇસ્લામભાઈ મામદ ખીરા વિજય જાહેર થયા

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં મહિલા ઉમેદવાર હંસાબેન મનસુખભાઈ ચાવડા 325 મતોથી વિજેતા

જામનગરના બજરંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજાનો વિજય

જામનગરના ખારાવેઢા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર રંજનબેન કેશવજીભાઇ બોરિચાનો વિજય

ધ્રોલ તાલુકાના 3 ગામોના પરિણામ જાહેર થયા છે.સરપંચ પદે ત્રણ ગામના વિજેતા જાહેર થયાછે. સગાડીયા ગામમાં પદુભા જાડેજા , સુધાગુનામા દેવાભાઈ ભૂંડીયા , ધરમપુરમા પ્રભાબેન રાઠોડ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ધુતારપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રી કાઉન્ટિંગ
જામનગર તાલુકાના ધુતારપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રી કાઉન્ટિંગ કરવાનો નિર્ણય કરવાનો આવ્યો હતો. સરપંચ પદનો ઉમેદવાર 6 મતથી જીત તરફ હતો ત્યારે હાર તરફ જઈ રહેલા ઉમેદવારે રી કાઉન્ટિંગ માંગતા ગરમાવો જોવા મળ્યો હતો. ધુતારપર ગ્રામ પંચાયત ચૂંટણીમાં રી-કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પણ ફરીથી એ જ પરિણામ આવ્યું હતું. જામનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદે બંને પગથી દિવ્યાંગ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ચેલા ગ્રામ પંચાયતના વોર્ડ નં.4 માં સભ્ય પદે વિજેતા થયા છે. કિરણસિંહ સોલંકી નામના દિવ્યાંગ ઉમેદવાર વિજેતા થયા છે. વોર્ડ નં 4 ના સભ્યપદની ચૂંટણીમાં 72 મતે તેઓ વિજેતા થયા છે.

ધ્રોલ પંથકના દેડકદડ ગામમાં પ્રાણી કાઢવા બાબતે સર્જાય બબાલ:પિતા પુત્રએ મહિલાને ફેકચર કર્યાની રાવ

0

ધ્રોલ પંથકના દેડકદડ ગામની સીમમાં વાડીમાંથી પાણી લઈ જવા બાબતે બઘડાટી : મહિલાને ફ્રેકચર કર્યાની ત્રણ સામે ફરિયાદ

વોકરામાં પાણી કાઢવા બાબતે સર્જાય બબાલ પિતા પુત્રોએ મહિલાને માર મારી ફેક્ચર કર્યાની રાવ.

દેશ દેવી ન્યુઝ 21 જામનગર: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લીલાબેન હકાભાઈ જાંખેલીયા, ઉ.વ.49, રે. દેડકદડ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે તા.19-12-2021 ના દેડકદડ ગામની સીમમાં તતડીયા વાડી ફરીયાદી લીલાબેનની વાડીની બાજુમાં આવેલ પાણીના વોકળા માંથી ફરીયાદી લીલાબેન પોતાની વાડીમાં પાકને પાણી પાતા હોય આરોપી જયવંતસિંહ ગોવુભા જાડેજા તે વોકળા માંથી ગટર કરી પાણી લઈ જતા હોય જેથી ફરીયાદી લીલાબેનએ ના પાડતા આરોપીઓ જયવંતસિંહ ગોવુભા જાડેજા, નરેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા, વિમલસિંહ જશવંતસિંહ જાડેજા, રે. દેડકદડ ગામ વાળા ઓને સારૂ નહીં લાગતા જેનો ખાર રાખી પિતા-પુત્રોએ લીલાબેનને લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડેલ

તથા આરોપીઓ જશવંતસિંહ ગોવુભા જાડેજા તથા વિમલસિંહ જશવંતસિંહ જાડેજા એ ફરીયાદી લીલાબેન તથા તેના પિતા તથા તેના દિકરાને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી નરેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા, વિમલસિંહ જશવંતસિંહ જાડેજા એ લાકડીના ધોકા વડે ફરીયાદી લીલાબેનને જમણા હાથે ફેકચર જેવી ગંભીર ઈજા કરી તથા આરોપીઓએ ફરીયાદી લીલાબેન તથા તેમના પતિ તથા દિકરાને ઢીકાપાટુથી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આથી પોલીસે આઈપીસીની કલમ 323, 325, 504, 506 (2) ,114 મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના દરેડમાં રીસામણે બેઠી પત્ની પર ફાયરિંગ કરતો મિથુન

0

ઈન્દોર રહેતા પતિએ દરેડ આવી પત્નીને બે ગોળી ધરબી દઈ ફરાર: મહિલની હાલત ગંભીર

પોલીસ દ્વારા શેહેરભરમા નાકાબંધી કરી: CCTVની મદદથી મિથુનની શોધખોળ..લગ્નજીવનમાં રિસામણે બેઠી પત્ની સાથે ડખ્ખો કારણભૂત.. દેશ દેવી ન્યુઝ ર૧. જામનગર નજીક આવેલા દરેડ ઘરે રહેલી પરિણીત મહિલા પર ઈન્દોર રહેતા તેના પતિએ આવીને ઝઘડો કરી પોતાની સાથે આવવાનું કહેતા મહિલાએ ના પાડતા ઉશ્કેરાઈને પતિએ તેના ઉપર બે રાઉન્ડ દેશી કટાથી ફાયરિંગ કરતા ગંભીર હાલતમાં મહિલાને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે.

પોલીસે દ્વારા ચોતરફે નાકાબંધી કરી નાસી છૂટેલા શખસને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

જામનગરના દરેડ ગામ નજીક સોમવારે બપોરના સુમારે એક મહિલા પર ખાનગી ફાયરીંગની ઘટના સામે આવી છે , મળતી વિગતો મુજબ દરેડ નજીક આરાધના નંદકિશોર નામની મહિલા અને તેની બહેન ઘરે એકલી હતી ત્યારે ઈન્દોર રહેતો તેનો પતિ મિથુન સોની આવી ચડ્યો હતો અને તેને પોતાની સાથે આવવા માથાકૂટ કરી હતી જે બાબતે મહિલાએ ઈન્કાર કરતા તેના ૫૨ દેશી કટા વડે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા મહિલા ઈજાગ્રસ્ત બની હતી , લોહીલુહાણ હાલતમાં મહિલાને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી છે.

મામલો સામે આવતા ગ્રામ્ય DYSP કૃણાલ દેસાઈ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી છે.

ઈજાગ્રસ્ત યુવતીની માતાના જણાવ્યા મુજબ યુવતી આરાધના નંદકિશોરના લગ્ન ઇન્દોર સ્થિત યુવક મિથુન સાથે થયા હતા અને બાદમાં તે લગ્નજીવનમાં ડખો ચાલતો હતો અને આજે જે મિથુન સાથે યુવતીના લગ્ન થયા હતા તે અચાનક જામનગર દરેડ ખાતેના રૂમ પર આવી અને આ યુવતી પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા હાલ યુવતીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે તો પોલીસે આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.