Tuesday, October 13, 2026
Home Blog Page 311

જામનગરના યુવાનનું રાજકોટમાં બ્રેઇન ડેડ થતા કરાયું અંગોનું દાન

0

જામનગરનો યુવાન રાજકોટ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરતા 6 અંગોનું દાન કરાયું: પરિવારનો સ્તુત્ય પગલું

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦. જામનગરનાં રહેવાસી દિપક ભાઇ ત્રિવેદીને અચાનક જ માથાનો દુખાવો થયો અને બાદમાં ઉલટી થઇ હતી.

સ્થાનિક ડોક્ટર્સને બતાવતા તેમણે ક્રિટિકલ સમસ્યા હોવાનું નિદાન થયું અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

સ્વજનો આઘાતમાં હતાં પણ તેમને દિપક ભાઇને અલગ રીતે જીવંત રાખ્યા. તેમણે તેમનાં અંગ દાનનો નિર્ણય લીધો. અને તેમનાં છ અંગોનું દાન કરવામાં આવ્યું છે.

આ સમયે દિપકભાઇનાં પિતા કિશોર ભાઇ ત્રિવેદી અને માતા જ્યોતિબેને દિપકભાઇનાં અને પોતાના નામ મુજબ જ દિપકભાઇના અંગો બીજા જરૂરીયાતમંદોને ઉપયોગી નિવડે અને તેમના જીવનની જ્યોત ઝળહળતી રહે તેવો નિર્ણય કરી દિપકભાઇના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો.

જ્યોતિબેનના આ નિર્ણયને તમામ પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો હતો અને સ્તુત્ય પગલુ ભર્યુ હતું.

જામનગરના સુવરડા ગામમાં હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ઝડપતી લેતી LCB

0

જામનગરના સુવરડા ગામમાં હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ઝડપતી લેતી એલસીબી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯.: ફરીયાદી સામતભાઇ કાનાભાઇ લોખીલ રહે. સુવરડાગામ તા. જી.જામનગર વાળાની વાડીમાં ભાગીયા તરીકે થાનસીંગ બેગનીયાભાઇ બામણીયા રહે. કનેરાગામ અલીરાજપુર એમ.પી. વાળા પોતાની પત્ની તથા બાળકો સાથે રહી મજુરી કામ કરતા હોય, ગત તા.7/12/21 ની રાત્રીના સમયે આ થાનસીંગ બામણીયા રાત્રીના સમયે ચણાના વાવેતરમાં પાણી વાળતા હોય ત્યારે શકદાર રાજુભાઇ દેવીપુજકએ કોઇ પણ કારણસર થાનસીંગ સાથે માથાકુટ કરી લોખંડના પાવડા વડે હુમલો કરી માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા કરી મારી નાખવાનો પ્રયાસ કરી થાનસીંગનુ સપ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જી.જે.13 એઇ 460 કિ.રૂ. 15000/- નુ ચોરી કરી લઇ નાશી જવા અંગે ફરીયાદીએ પંચકોષી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ હતી.

આ કામે થાનસીંગ બામણીયાને પ્રથમ જામનગર સરકારી હોસ્પીટલમાં સારવાર આપેલ અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયેલ, જયા સારવાર દરમ્યાન થાનસીંગ મરણ જતા ખુનની કલમનો ઉમેરો કરવામા આવેલ.

એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાને આ ખુનના તથા ખુનની કોશીષના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ હોય જેથી સ્ટાફના દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી આરોપી બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ.

આ ગુનામાં રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ કારાભાઇ વાધેલા રહે. સામખીયાળીગામ, નવજીવન હોટલ સામે, ઝુપડપટીમાં જી.કચ્છ ભુજ વાળો સંડોવાયેલ છે.

જેથી મજકુર આરોપીની સામખીયાળી ખાતે જઇ તપાસ કરતા આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ લખમણભાઇ વાધેલા પોતાના રહેણાંક ઝુપડા માંથી મળી આવતા હસ્તગત કરી જામનગર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી થવા માટે પંચકોષી એ ડીવી પો.સ્ટે. ને સોપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા. પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી. કે.ક.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા. હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ્ જાડેજા. યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર. લખમણભાઇ ભાટીયા. સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે

જામનગરના વિજરખીમા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા માતા-પુત્ર પર ચાર શખ્સોનો હુમલો.

0

જામનગરના વિજરખીમા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા માતા-પુત્ર પર ચાર શખ્સોનો હુમલો.

ગ્રામ પંચાયતમાં અમારી સામે ફોર્મ કેમ ભર્યુ તેમ કહી માતા-પુત્ર પર ચાર શખ્સોએ રાત્રીના ધરમાં ધુસી દંગલ મચાવ્યું..!

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯. તાલુકાના વીજરખી ગામમાં રહેતા રામુબેન બાબુભાઈ લીલાપરાએ ગ્રામ પંચાયતની સરપંચની ચુટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ હોય જેથી આ કામના આરોપી ફરીયાદીના રહેણાક મકાનના ફળીયામાં પ્રવેશ કરી આરોપી ભરતસિહ અમરસિંહ ઝાલાએ સામુબેનને કહેલ કે તારે અમારા સામે ચુટણી લડવી છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી યુવરાજસિંહ સરદારસિહ પિગળનાએ સામુબેનને જમણા હાથના બાવડામાં તથા ગળાની ડાબી બાજુ લાકડીનો ઘા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી આરોપી પ્રદિપસિંહ નવલસિહ ઝાલાએ સામુબેનના દિકરા અરવીંદભાઇને ડાબી આંખની નિચેના ભાગે તથા ડાબા પગના સાથળમાં એક – એક લાકડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી તેમજ અજાણ્યા ઇસમે ફરીના દિકરાને ઢીકા પાટુનો માર મારી ચારેય આરોપીઓએ સામુબેનને કહેલ કે ચુટણીમાં ઉમેદવારી કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.

જે અંગેની સામુબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા PSI જે.કે રાઠોડે એક અજાણ્યા સહિત ચાર શખ્સો સામે ઇ.પી.કો.કલમ -૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૪૫૨ , ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ ( ૧ ) મુજબ ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

ખીમલીયા નજીક યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી જામનગર LCB : ત્રણ આરોપીની ધરપકડ

0

ખીમલીયા નજીક યુવાનની હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીની ધરપકડ

પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચી ફોન કરી બોલાવી તિક્ષ્ણ હથિયાર અને ધોકા વડે પતાવી દેવાયો..

LCB ને મળી સફળતા:આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ..

હત્યાના આરોપીઓ…
(૧).અમિત અશોક પીપળિયા
(૨).સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ
(૩).જયસુખ કારડિયા અને આકાશ ઉર્ફે બબન પરેશ કોળી

દેશ દેવી ન્યુઝ ૧૮. જામનગર જામનગર શહેરમાં ધુંવાવ નાકા કોળીવાસ વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મુનો કાનજીભાઈ વાઘોણા (ઉ.વ.35) નામના યુવાનને ખીમલિયા ગામના પાટીયા પાસે બોલાવી તેના ઉપર તિક્ષ્ણ હથિયાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા મહેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

હત્યાના બનાવની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને પીએસઆઈ સી.એમ. કાંટેલિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

જેના આધારે મૃતકની પત્ની પુનમબેન મહેશભાઈ વાઘોણા એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના વિસ્તારમાં રહેતાં સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ જયસુખ કારડિયા ઉપર દારૂનો કેસ થયો હતો. જે કેસમાં મહેશે પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી હતી.

ગુરૂવારે રાત્રિના અમિત અશોક પીપળિયા, સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ જયસુખ કારડિયા અને આકાશ ઉર્ફે બબન પરેશ કોળી નામના ત્રણ શખ્સોએ પોલીસને બાતમી આપ્યાની શંકાના આધારે મહેશ વાઘોણાને ફોન કરીને બોલાવી પૂર્વ આયોજિત કાવતરુ રચી મહેશ ઉપર ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર અને મોઢા ઉ૫ર તેમજ માથામાં અને વાંસામાં તથા બન્ને પગમાં આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલામાં ઘવાયેલો મહેશ ઘટનાસ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ આ બનાવમાં મૃતકની પત્નિ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ પુર્વ આયોજિત કાવતરુ રચી હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડિયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે..

ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીકથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ત્રણેય હત્યારાઓને દબોચી લઇ પંચ બી પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પોલીસે ત્રણેયની પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ આરંભી હતી.

જામનગરના પંચવટી વિસ્તારમાં મહિલાને મકાન ખાલી કરવાની ધમકી: રીયાઝ સુલતાન બુચડ સામે ફરિયાદ

0

જામનગરના પંચવટી વિસ્તારમાં મહિલાને મકાન ખાલી કરવાની ધમકી: રીયાઝ સુલતાન બુચડ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮. જામનગરના પંચવટી ગૌશાળા ખાતે રહેતી યાશ્મીન સલીમભાઇ કુંગડા (ઉ.વ.40) એ સીટી-બી માં ગઇકાલે બેડીબંદર રોડ ટી સ્ટોલ પાછળ રહેતા રીયાઝ સુલતાન બુચડની સામે આઇપીસી કલમ 504, 506(2), 427 મુજબ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 30-11-21થી તા. 15-12-21 દરમ્યાન પંચવટી ગૌશાળા પાસે આરોપી રીયાઝે ફરીયાદીના ઘર પાસે આવીને મકાન ખાલી કરવાની ધમકી આપી મોડી રાત્રીના ઘરના રવેશના કાંચ તોડી તથા જી.જી. હોસ્પીટલ રોડ પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરના ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ : દર્દી સાજા થઇ જતા રજા અપાઇ

0

જામનગરના ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ : દર્દી સાજા થઇ જતા રજા અપાઇ

સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭. સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયો છે. જણાવી દઈએ કે જામનગરમાં સૌ પ્રથમ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો.

જે બાદ એ જ દર્દીના પરિવારના બે મહિલાઓને પણ ઓમિક્રોન થયો હતો. ત્રણેય દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારે જામનગર અને સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે કે ત્રણે દર્દીના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યા છે.

ઓમિક્રોનથી સંક્રમિત થયેલા આ ત્રણ દર્દીને રજા અપાઈ છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના પ્રથમ ત્રણ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જણાવી દઈએ કે 12 દિવસ બાદ ફરીથી ત્રણે દર્દીના રિપોર્ટ કરાયા હતા.

જણાવી દઈએ કે બે દિવસ પહેલા રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોનના પ્રથમ દર્દીનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો ઝિમ્બાબ્વેથી પરત ફરેલા વૃદ્ધનો એક રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બાદ ઓમિક્રોનનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ ડેન્ટલ હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઇન હતા.એટલું જ નહીં દર્દીના સાળા અને પત્ની પણ પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ હતા. ત્યારે આ ત્રણેયના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રના જીવમાં જીવ આવ્યા જેવી સ્થિતિ થઇ છે.

રાજ્યના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દર્દી કોરોના સંક્રમિત થયો ત્યારથી એની સ્થિતિ સ્થિર હતી. ડોક્ટર્સનું કહેવું હતું કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા, આમ છતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગરના ખીમલાીયા નજીક યુવાનની કરપીણ હત્યાથી ચકચાર

0

જામનગરના ખીમલાીયા નજીક યુવાનની કરપીણ હત્યાથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭. જામનગરના ખીમલીયા નજીક વાડી વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને મૃતકના ખિસ્સામાં પાન કાર્ડ મળી આવ્યું છે ત્યારે આ યુવકની કયા કારણોસર કોને હત્યા કરી તે દિશામાં ને હત્યા કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના ખીમલીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા (ઉ.વ 33) નામના યુવાન ઉપર ગુરૂવારે મોડીરાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

હત્યા નિપજાવ્યા બાદ હુમલાખોરો નાશી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પંચકોશી બી ડીવીજન પોલીસને જાણ કરાતા ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

જ્યાં લોહીના ખાબોચિયામાં હત્યા નિપજાવેલ યુવાનના મૃતદેહનો કબજો સંભાળી જામનગર જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુું તેમજ પોલીસના પ્રાથમિક તારણમાં જુના મનદુ:ખમાં ગામના જ અમુક સખ્સોએ યુવાનની હત્યા નિપજાવી હોવાનું અને મૃતક યુવાન પરિણીત હોવાનું અને તેની પત્નીનું નામ પૂનમ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે રાત્રે જ શકમંદ આરોપીઓ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. બીજી તરફ ગામમાં ફેલાયેલ તંગદિલી વધુ તંગ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્યાણપુર તાલુકાના ગાંઘવી ગામે નજીવી બાબતે મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યા

0

કલ્યાણપુર તાલુકાના ગાંઘવી ગામે નજીવી બાબતે મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યા

લાકડાના ધોકા વડે ઢીમ ઢાળી દેનાર શખ્સ સામે ગુનો નોંધાયો: હોડીને ધકકો મારવા બાબતે ઝઘડો

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા ૧૬.: ક્લ્યાણપુર તાલુકાના ગાંઘવી ગામે આવેલા હર્ષદના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા અસગરભાઇ અબ્બાસભાઇ પટેલીયા નામના 30 વર્ષના યુવાન તથા તેમના ભાઇ સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાને આ જ વિસ્તારમાં રહેતા અસગર જુસબ પટેલીયા નામના શખ્સે હોડીને ધકકો મારવાનું કહેતાં બંને ભાઇઓએ ના પાડી દીધી હતી.
આ અંગેનો ખાર રાખી આરોપી અસગર જુસબ પટેલીયાએ ઉંશ્કેરાઇને તેના હાથમાં રહેલો લાકડાનો ધોકો સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાને ઝીંકી દેતા તેમને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

પોતાના ભાઇને પડી રહેલ મારથી બચાવવા જતા તેના ભાઇ અસગરભાઇ અબ્બાસભાઇ પટેલીયા વચ્ચે પડતા આરોપી અસગર જુસબે તેને પણ લાકડું મારી દીધું હતું.

લાકડાનો આ ઘા અસગર અબ્બાસભાઇ માટે જીવલેણ સાબિત થતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઇ સદામ અબ્બાસભાઇ (ઉં.વ.30) ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે અસગર જુસબ પટેલીયા સામે હત્યાની કલમ આઇ. પી. સી. 302, 323, 504 તથા જી. પી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના પી. એસ. આઇ. એફ. બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખોડીયાર કોલોનીમાં ઘરફોડ ચોરી:ઘરના સભ્યો ખોટકાના કામે મુંબઇ ગયાને પાછળથી તસ્કરોનો હાથફેરો.

0

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઘરફોડ ચોરી: રોકડ-દાગીના મળી રૂા. બે લાખથી વધુની મત્તાની ચોરી..

ઘરના સભ્યો ખોટકાના કામે મુંબઇ ગયાને પાછળથી હાથફેરો કરતા તસ્કરો..

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૬.  જામનગર શહેરના કામદાર કોલોનીમાં ખોડીયાર કોલોની, ન્યુ આરામ કોલોની મકાન નં.બી- 4 દિશાંત માં રહેતા અંકુશભાઈ પહાડેનો સાળો ગુજરી ગયો હોય જેથી ખોટકાના કામે મુંબઈ જતા પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા આથી અંકુરભાઇ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સૂત્રોમાંથી જાણવા મળતી અંકુશભાઈ તેના સાળા ગુજરી ગયેલ હોય જેથી નાગપુર મહારાષ્ટ્ર ખાતે ગયેલ હોય તે સમય દરમ્યાન ફરીયાદી અંકુશભાઈના રહેણાક મકાનના દરવાજાના નકુચા તેમજ તાળા તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટની તિજોરી માંથી સોનાની ચેઈન વજન અંદાજીત આશરે એક તોલા કિંમત રૂ.20,000/- તથા નાના છોકરાની હાથી આંગળીમાં પહેરવાની સોનાની વીટી નંગ 5 વજન અંદાજીત આશરે અડધો તોલા કિંમ રૂ.10,000/- સોનાના મંગળ સુત્ર નંગ-ર વજન અંદાજીત આશરે બે તોલા કિંમત રૂ.40,000/- તથા સોનાના પાટલા નંગ-ર વજન અંદાજીત આશરે બે તોલા કિંમત રૂ.40,000/- સોનાના કાનમા પહેરવાના ઝુમખા નંગ-ર વજન અંદાજીત આશરે અડધો તોલા કિંમત રૂ.10,000/- તથા સોનાની હાથમાં પહેરવાની અંગુઠી વજન અંદાજીત આશરે અડધો તોલો કિંમત રૂ.10,000/- સોનાની ગળામા પહેરવાની માળા નંગ-1 વજન અંદાજીત આશરે એક તોલા કિંમત રૂ.20,000/- તથા નાના છોકરાની પગમા પહેરવાની ચાંદીની ઝાંઝરી નંગ-ર અંદાજીત આશરે કિંમત રૂ.4000/- તથા નાના છોકરાની હાથમાં પહેરવાની ચાંદીની કડલીઓ નંગ-4 અંદાજીત આશરે કિંમત રૂ.2000/- તથા રોકડ રૂ.35000/- એમ કુલ કિંમત રૂ.1,91,000/- ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

ગુજરાતમાં હેડ ક્લાર્કની ભરતીના પેપર લીક નો પર્દાફાશ કરતા AAPના યુવરાજસિહ જાડેજા

0

આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાતમાં હેડ ક્લાર્ક ની ભરતી ના પેપર લીક નો પર્દાફાશ….

દેશ દેવી ન્યુઝ ૧પ.તાજેતરમાં ગુજરાતમાં હેડ ક્લાર્ક ની ભરતી અંગે પરીક્ષા યોજાઇ હતી જેના પેપર લીક થયા હોવાનું કોભાંડ આમ આદમી પાર્ટી ના હોદ્દેદાર યુવરાજસિંહ જાડેજા એ પકડી પાડયું હતું અને આ અંગેના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા ત્યારબાદ આ પરીક્ષા અન્ય પરીક્ષાઓની માફક રદ થશે તેવું મનાઇ રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગવર્મેન્ટ ની તમામ ભરતી ના પેપરો જેવા કે તલાટી ,લોકરક્ષક દળ, બિન સચિવાલય , અને ટેટ વગેરે ની ભરતી ના પેપર ગુજરાતમાં દિવાળીમાં જેમ ફટાકડા ફૂટે તેમ ફૂટી રહ્યા છે .

આ અંગે આજરોજ આમ આદમી પાર્ટી જામનગર શહેર તથા જિલ્લા નાં યુવા પાંખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે સાથો-સાથ આ પ્રકારની ભરતીમાં ગુજરાતના યુવાનો જે સરકારી નોકરી માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં મબલખ પૈસાનો ખર્ચ કરતા હોય છે તેઓ આવા પેપર લીક થવાના કારણે હતાશ થઈ રહ્યા છે.

જે આમ આદમી પાર્ટી બિલકુલ સાખી નહિ લે અને જો ભવિષ્યમાં આ પ્રકારના કોઈ પેપર લીક ના બનાવો બન્યા તો પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે બાદ ઉગ્ર આંદોલન કરવા માટે પણ આમ આદમી પાર્ટી તૈયાર હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા ,શહેર યુવા પ્રમુખ ધવલ ઝાલા, જિલ્લા યુવા પ્રમુખ મયુર ચાવડા સહિત જામનગર શહેર-જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન હાજર રહ્યા હતાં.

error: Copying and use of the content of the website is considered as illegal activity.