Tuesday, October 13, 2026
Home Blog Page 312

ખંભાળિયા પંથકનાના સોનારડીમાંથી અંગ્રેજી શરાબના જંગી જથ્થા સાથે 2 ની ધરપકડ: 5 ની સંડોવણી

0

ખંભાળિયા પંથકનાના સોનારડીમાંથી અંગ્રેજી શરાબના જંગી જથ્થા સાથે બેની ધરપકડ

શરાબની 2301 બોટલ સાથે કુલ કુલ રૂપિયા 9,50,400 નો મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી : વધુ પાંચ શખસની સંડોવણી ખુલી

દેશ દેવી ન્યુઝ ૧પ. ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશી દારૂ સામે કડક રીતે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ગઈકાલે મંગળવારે સાંજે જિલ્લા એલ.સી.બી. વિભાગ દ્વારા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભારવાડીયા અને બોઘાભાઈ કેસરિયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા-દ્વારકા રોડ ઉપર અત્રેથી આશરે 23 કિલોમીટર દૂર સોનારડી ગામની સીમમાં કનકસિંહ ભીખુભા જાડેજા તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના બે બંધુઓની કબજા ભોગવટાની વાડીમાં એલ.સી.બી. સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે બંને શખ્સો દ્વારા એક ઓરડીમાં છુપાવેલી છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની પેટીનો વિશાળ જથ્થો સાંપડયો હતો.

જેની ગણતરીમાં રૂપિયા 9,20,400 ની કિંમતની 2,301 બોટલ દારૂ આ સ્થળે હોવાથી પોલીસે કનકસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. 28) તથા જુવાનસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. 40) નામના બંને શખ્સોની પ્રોહીબીશન એક્ટ મુજબ અટકાયત કરી, રૂા. 9,20,400 ની કિંમતના પરપ્રાંતિય શરાબ તેમજ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા રૂપિયા 25 હજારની કિંમતના એક મોટરસાયકલ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 9,50,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂનો આ જથ્થો ઉપરોક્ત બંને શખ્સોએ અન્ય બે શખ્સો એવા રાણ ગામના ગઢવી જોધા ભીખા શાખરા, અને સાજા દેવાણંદ શાખરા નામના અન્ય બે શખ્સોની ભાગીદારીમાં મળી ઉપરોક્ત ચારેય શખ્સોએ આ દારૂ મંગાવ્યો હોવાનું જાહેર થયું છે.

આ ઉપરાંત આ પ્રકરણમાં સોનારડી ગામના દિલીપસિંહ ભીખુભા જાડેજા, ખંભાળિયાના આસપાલ શાખરા તથા રાણ ગામના ચંદુ સાજા શાખરા ગામના શખ્સોના નામ પણ જાહેર થયા છે. જેથી પોલીસે વિદેશી દારૂના સપ્લાય તથા મદદગારી સબબ અન્ય પાંચ શખ્સોને હાલ ફરાર ગણી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, કનકસિંહ તથા જુવાનસિંહની અટકાયત કરી હતી. આ પ્રકરણની આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા ચલાવી રહ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, નરસિંહભાઈ સોનગરા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

ધરાનગરમાં રહેતા અફઝલ ઈસ્માઈલ ખફી નામના સુમરા યુવક પર 9 શખ્સો તલવાર છરી ધોકા જેવા તિક્ષ્ણ હથિયારો લઇ તૂટી પડ્યા.

0

જામનગરના ધરાનગરમાં રહેતા અફઝલ ઈસ્માઈલ ખફી નામના સુમરા યુવક પર આઠથી નવ શખ્સો તલવાર છરી ધોકા જેવા તિક્ષ્ણ હથિયારો લઇ તૂટી પડ્યા..

કામેથી ઘરે જતા યુવાન હિચકારો હુમલો :નશાખોર યુવાનોનું કારસ્તાન..દેશ દેવી ન્યુઝ ૧પ. જામનગર શહેરના ધરાનગર મદ્રાસો કાસમભાઈ પાવ હાઉસવાળાની બાજુમાં રહેતા અફઝલ ઈસ્માઈલભાઈ ખફી નામના 21 વર્ષીય સુમરા યુવાન રાત્રિના ભાગે કામ પરથી છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ( ૧ ) યાસીન ઉર્ફે યાસલો સીદીકભાઇ ( ૨ ) મનસુર સીદીકભાઇ ( ૩ ) યાસીનનો ભાણેજ મોહીન ( ૪ ) કામીલ ( ૫ ) અનુડો ભા રહે.બધા ધરારનગર- ૦૧ ( ૬ ) મામદ સુમરો રહે.નાગનાથ નાકે જુનો કુભારવાડો જામનગર તથા અન્ય બે ત્રણ ઇસમો કોઈપણ કારણ વગર અફઝલ પર છરી, તલવાર,ધોકા, પાઇપ વડે તૂટી પડતા યુવાનને માથાના તેમજ ગાલના ભાગે ગંભીર ઇજા થઇ હોય તેથી લોહી-લુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરોએ માઇનોર હેમરાજ હોવાનું જણાવતા તાત્કાલિક ટાકા સહિત સર્જરી કરવાનો વારો આવ્યો હતો. ધરાનગર માં માથાકૂટ થયાની વાત વાયુવેગે પ્રસરી જતા હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા..

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હુમલો કરનાર તમામ યુવાન એટલી હદે નશામાં હતા કે માર માર્યાં બાદ પોતે ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ લાવ્યા હોય અને કોઇક મારી ગયાનું રટણ કરતા હતા યુવાનના પરીવારજનો હોસ્પિટલ દોડી જતા તમામ નશાખોર યુવાન ત્યાંથી નાસી ગયા હતા..!

બનાવની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી કોઈ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બનાવ નોં તાગ મેળવવા કવાયત હાથ ધરી હતી.

આથી પોલીસે અફઝલ ઈસ્માઈલભાઈ ખફીની ફરીયાદ પરથી રાયોટીંગ સહિતની IPC કલમ -૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ) ,૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સગીરાનું અપહરણ : રાણા રામાભાઈ મેર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

0

જામરાવલની સગીરાનું અપહરણ : રાણા રામાભાઈ મેર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪. ભાટિયા: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની 16 વર્ષની સગીર વયની પુત્રીનું ગત તારીખ 12 ના રોજ રાત્રીના સમયે લલચાવી ફોસલાવી બદકામના ઇરાદાથી અપહરણ થયું હોવાનું પરિવારજનોના ધ્યાને આવ્યું હતું છે.

જેથી આ બનાવ અંગે સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પ્રકરણમાં શકદાર તરીકે રાણાવાવ તાલુકાના ભોદ ગામે રહેતા અને મૂળ રાવલ ગામના રહીશ રાણા રામાભાઈ મેર નામના શખ્સ નામ જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

રામેશ્વરનગરમાં દારૂડીયાનો આંતક: રેકડી સંચાલક ઉપર 2 શખસનો હિચકારો હુમલો: માથા ફોડયા.

0

રામેશ્વરનગરમાં લુખ્યા દારુડીયાનો આતંક: ઇંડાકળી રેકડી સંચાલક ઉપર કરી પથ્થર વારી..

રેકડી બંધ કરીને ઘરે જતા રાજપુત યુવાન પર જમવાનું આપવા બાબતે બે શખસોએ હુમલો કરી દેતા નાસભાગ મચી જવા પામેલ..

ઇજાગ્રસ્તોને માથાના ભાગે ઇટનો ઘા લાગતાં ગંભીર ઈજા થતા જીજીમાં ટાંકા લેવાનો વોરો આવ્યો.

જામનગરનું રામેશ્વરનગર માથાકૂટ અને દારૂડિયાનું હબ બની ગયું હોય તેમ અવારનવાર દારૂડીયાના આંતક મારામારી છેડતી, જેવા ગંભીર ગુના હવે આમ વાત થઇ ચુકી છે.!

દેશ દેવી ન્યુઝ ૧૩.જામનગરના રામેશ્વરનગરમાં માનસી પ્રોજેક્ટ વાળી ગલીમાં રહેતા અને રામેશ્વર પાંચ બંગલા બસ સ્ટોપ પાસે ઇંડાકળીડાની રેકડી ચલાવતા ભગવતસિહ મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાન ઉપર જમવાનું આપવા બાબતે નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ નામના બે નશાખોર શખ્સોએ ઇંડાકળીનો ધંધો કરતા રેકળી સંચાલક પર અચાનક હુમલો કરી દેતા મહેન્દ્રસિંહ ઝાલા નામના યુવાનને લોહી-લુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ઘટાડવામાં આવ્યા હતા.

જામનગર શહેરના રામેશ્વરનગર પાછળ આવેલ ગાયત્રીનગર માનસી  પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા અને રામેશ્વર બસ સ્ટોપ પાસે ઈટાલી ની રેગડી ચલાવતા મહેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલાની રેગડી એ નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ નામના બે શખસ દારૂના નશાની હાલતમાં ઈંડા કઢી ખાવા માટે આવેલ પરંતુ રેકડી બંધ થઈ ગઈ હોય માટે રેકડી સંચાલકે જમવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ગાળો આપવા લાગેલ અને આદિત્ય બારોટે ઈંટનો છૂટો ધા કરતા મહેન્દ્રસિંહ ઝાલા ને માથાના ભાગે લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.

આથી પોલીસે મહેન્દ્રસિંહની ફરિયાદ પરથી નરેશ ઉર્ફે યોગરાજ અને આદિત્ય બારોટ સામે આઇ.પી.સી.ક્લમ ૩૨૩, ૩૨૪,૫૦૪ , ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

જામનગરના ઢીંચડા રોડ પરની ખાનગી શાળામાં વિદ્યાર્થીની કોરોના સંકમીત થતા દોડધામ: સ્કુલ બંધ..

0

જામનગરના ઢીંચડા રોડ પરની ખાનગી શાળામાં વિદ્યાર્થીની કોરોના સંકમીત થતા દોડધામ: સ્કુલ બંધ..

છાત્રાના સંપર્કમાં આવેલા 100 થી વધુલોકોના કોરોનારિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો..

શાળાની વિદ્યાર્થિની જામનગર શહેરની ખાનગી કોરોના સંક્રમિત ,શાળા 7 દિવસ માટે બંધ કરાઈ

પોઝિટિવ છાત્રાના વાલીએ જાગૃતિ દાખવી શાળાને જાણ કરી હતી,

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગંભીરતા લઈ તુરંત ટેસ્ટની કવાયત હાથ ધરાઇ..

દેશ દેવી ન્યુઝ ૧૩..જામનગરની એક ખાનગી શાળાની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતાં આ શાળા એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.

જ્યારે વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવેલા તેણીના ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ ,અમુક વાલીઓ , અને શિક્ષક ગણ સહિત 100 લોકોના કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

જો કે તમામ રિપોર્ટ નેગેટિવ મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે . જામનગરના ઢીંચડા રોડ વિસ્તારમાં આવેલી ખાનગી કંપની સંચાલિત એક શાળામાં અભ્યાસ કરતી ધો -6 ની એક વિદ્યાર્થીની કરોનાગ્રસ્ત બની હતી .

જેની જાણ થતાં જ શાળા સંચાલકો દ્વારા એક અઠવાડિયા માટે શાળાને બંધ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી . જેથીઅગમચેતી રૂપે વિદ્યાર્થિનીના કલાસમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ, અમુક વાલીઓ તથા શિક્ષકો મળી 100 લોકોના કોરોના પરિક્ષણ કરવા આવ્યા હતા જો કે તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું છે..

હાલ જામનગરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અને સંકમણ વધતા તેમાંય ખાસ કરીને બાળકી માં કોરોના ના લક્ષણો દેખાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે..

 

લાખોટા તળાવની પાળે સગીરા સાથે અડપલા કરતો 60 વર્ષીય ઢગો ઝડપાયો: CCTV થયા વાયરલ

0

જામનગરના જાહેર ગણાતા લાખોટા તળાવના ગેટ નંબર-1 નજીક આવેલ ઝરૂખામાં એક લંપટ ઢગા દ્વારા સગીર બાળકી સાથે જાહેરમાં શારિરિક અડપલાં કરતાનોં વીડિયો થયો વાયર..

લાખોટા તળાવની સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આવી અને લંપટને લીધો લપેટમાં..

દેશ દેવી ન્યુઝ ૧૨. જામનગર શહેરના લાખોટાના  તળાવ ગેઇટ નંબર 1 પાસેના ઝરૂખામાં સગીરા સાથે અડપલા કરતાનો કિસો સામે આવતા દોડધામ મચી ગઇ હતી, સૂત્રોમાંથી સમગ્ર મામલે જાણવા મળતી વિગત અનુસાર ગઈકાલે લાખોટા તળાવની પાળે એક નંબર ગેઇટ પાસે ૫૦ થી ૫૫ વર્ષના એક આધેડ ઢગા સાથે ૧૪ થી ૧૫ વર્ષની બાળકી ફરતી જોવા મળી હતી અને આ આધેડ ઢગાની ચાલ -ચલન ઉપર શંકા જતા સિક્યુરિટી દ્વારા વોચ ગોઠવી તેની કરતુંત પર નજર રાખવામાં આવી હતી..

૫રંતુ લોકોની ચહલ-પહલને કારણે અનુકૂળ જગ્યા માફક ન આવતા લાખોટા તળાવના ગેટ નંબર -1 નજીક આવેલ એક ઝરૂખામાં  બાળકીને લઇ જવાઇ હતી અને ત્યાં તેની સાથે શારીરિક અડપલા કરતો હોવાનું CCTV કેમેરામાં થયું કેદ..

આ વાતથી વાકેફ  સિક્યુરિટી દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરાઇ હતી..

પોલીસ આવી પહોંચતાં આ બાળકી તેમજ  લપટ-ઢગાને લાખોટા તળાવથી નજીકની દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી લઈ જવાયા હતા..

જ્યાં બાળકીના પરિવારને બોલાવી સમગ્ર મામલે જાણ કરાઈ હતી પરંતુ પરિવાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કે ફરિયાદ ન કરવા નકારાત્મક વલણ દાખવ્યું હતું

જે કારણે પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો મેળવી સગીરાને તેમના માતા પીતાને સોપીં બંનેને ચાલતા કર્યા હતા પરંતુ આ સમગ્ર ઘટનાનું સીસીટીવી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાંની સાથે જ આ મુદ્દો શહેરભરમાં ચર્ચાને ચાકડે ચડ્યો હતો..

પોલીસ દ્વારા આવનારા દિવસોમાં આ પ્રકરણમાં કોઈ ફરીયાદ દાખલ થાય તો નવાઇ નહીં.. હાલ તો આ મુદ્દો જામનગરમાં ટોક એન્ડ ટાઉન થયો છે.

જામનગરની જી.જી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનની દાદાગીરીથી તંત્ર – લોકો ત્રસ્ત..

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનની દાદાગીરીથી તંત્ર – લોકો ત્રસ્ત..

નબળા અને લાચાર દર્દીઓ પાસેથી મજબુરીનો લાભ લઇ પરાણે ખિસ્સા ફંફોરી પૈસા કઢાવતા લોકોમાં રોષ..!ફરજ પર નશા સાથે કમરે હથિયાર ટાંગીને આવવું અને ભયનું વાતાવરણ ઉભું કરવું તે હવે રોજીંદી બાબત બની ગઈ છે..!

એક્સ આર્મીમેનની ફરજ પર ગેરવર્તણૂંકની અસંખ્ય ફરિયાદો..

રોગી કલ્યાણ સમિતિ પર મહિને રૂા .15 લાખના ભારણથી પણ તંત્ર મુંઝવણમાં..

જોહૂકમી , દારૂ પીને આવવું , લોકોને ગાળો આપવી ,દાદાગીરી કરવી વગેરેની રાવ સામાન્ય બનતા હવે હોસ્પિટલ તંત્ર પણ અવઢણમાં મુકાયું..

દેશ દેવી ન્યુઝ ૧ર. જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ છે . આ હોસ્પિટલ ભારત – પાકિસ્તાન સરહદ પર આવી હોય તેવી રીતે તેના સિક્યુરિટીના વર્તનના કારણે ભારે વિવાદ ઉભો થયો છે . તંત્ર પણ હવે આની ગંભીરતા સમજી ગયું છે.

બીજી બાજુ એક્સ આર્મીમેનની આ સિક્યુરિટી રોગી કલ્યાણ સમિતિ માટે સફેદ હાથી પુરવાર થઈ રહ્યો છે જેનો ખર્ચ મહિને 15 લાખ જેવો થવા પામે છે

જેના કારણે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે . શહેરમાં આવેલી જામનગર સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી જી હોસ્પિટલમાં દરરોજ હજારો લોકોની ઓપીડી હોય છે .

અત્યંત વ્યસ્ત હોસ્પિટલની વ્યવસ્થા માટે 3 જાતની સિક્યુરિટી રાખવામાં આવી છે જેમાં જૂની બિલ્ડીંગમાં પ્રાઈવેટ સિક્યુરિટી તેમજ જીઆઈએફએસની સિક્યુરિટી અને નવા બિલ્ડીંગ કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાય છે..

તેમાં એક્સ આર્મીમેનને રાખવામાં આવ્યા છે . હવે જૂની બિલ્ડીંગમાં કોઈ વાંધો નથી અને બધી કામગીરી સુદૃઢ રીતે ચાલે છે , પરંતુ નવી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનના સ્વભાવ અને વર્તનથી લોકો ત્રસ્ત બન્યા છે . આ એક્સ આર્મીમેનો સાથે ગંભીર પ્રકારની ફરિયાદો ઉઠી છે જેમાં તે લોકો સાથે જોહૂકમી , ગેરવર્તન અને દાદાગીરી કરતા જોવા મળે છે તેમજ બધા ભેગા
થઈ લોકોને અપશબ્દો બોલીને માર મારે છે.

આ ઉપરાંત દારૂ પીને નશાની હાલતમાં ફરજ બજાવે છે જે ખૂબજ ગંભીર બાબત છે . આ બાબતે અનેક ફરિયાદો ઉઠતા સત્તાવાળાઓ ચોકી ઉઠ્યા છે અને તેમની સામે હવે પગલાં લેવા મજબૂર બન્યા છે . બીજી બાજુ આ એક્સ આર્મીમેન જેમની સંખ્યા 70 જેટલી છે તેમને પગાર રોગી કલ્યાણ સમિતિ તરફથી ચૂકવવામાં આવે છે જેના વડા કલેક્ટર છે.

જેના માટે મહિને રૂા .15 લાખ જેવો ખર્ચ થવા પામે છે જે પોસાય તેમ નથી અન્ય સિક્યુરિટી જ્યાં આનાથી અડધાથી ઓછા પૈસામાં આવે ત્યારે હોસ્પિટલમાં એક્સ આર્મીમેન રાખી સરહદ જેવું વાતાવરણ બનાવવાનું કોઈ કારણ નથી .

ડુપ્લીકેટ બીડીના વેંચાણના કૌભાંડનો પર્દાફાશ: અમિત પતાણી સામે ફરીયાદ

0

ભાણવડમાં ડુપ્લીકેટ બીડીના વેંચાણના કૌભાંડનો પર્દાફાશ: વેપારી સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા ૧૧. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાલકિશનભાઈ જેઠવા નામના 35 વર્ષના એક યુવાને ભાણવડમાં રણજીતપરા વિસ્તારમાં આદર્શ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા અને ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા અમિત મનસુખભાઈ બચુભાઈ પતાણી નામના 40 વર્ષના યુવાન સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના વેપારી અમિતભાઈએ પોતાની આદર્શ સેલ્સ એજન્સી દુકાનમાં ડુપ્લીકેટ તમાકુ બીડીનો જથ્થો રાખી અને ગ્રાહકોને ઓરીજનલ કંપની બીડી આપવાને બદલે તેના જેવા ચિન્હો અને પેકિંગનો દુરુપયોગ કરી અને ગ્રાહકોને ડુપ્લીકેટ તમાકુ બીડીનું વેંચાણ કરી, અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી.

આમ, રજિસ્ટર્ડ કંપનીના ટ્રેડમાર્કનો ડુપ્લીકેટ તમાકુ બીડીના વેચાણમાં ઉપયોગ કરી, વેંચાણ કરવા આવતું હોવાથી આ એજન્સીમાં ડુપ્લીકેટ બીડીનો રૂપિયા 65,230 નો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા રસિકભાઈ નામના એક લોહાણા શખ્સનું પણ નામ જાહેર થયું છે. જેથી ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, 272, 273, 486 તથા 114 અને કોપી રાઈટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, અમિત પતાણીની અટકાયત કરી હતી.

લૂંટના ગુનામાં 15 વર્ષથી ફરાર મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને પકડી પાડતી પેરોલ ફર્લો

0

જામજોધપુરના ગોપમાં 15 વર્ષ પહેલાના લુંટ પ્રકરણમાં પરપ્રાંતિય ગેંગનો સુત્રધારને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ..

૧૫ વર્ષ પહેલા જામજોધપુર ના ગોપ પાસે હાઇવે રોડ ઉપર આવતા – જતા વાહનોને આંતરી લુંટ ને અંજામ આપીને ફરાર હતો..

મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધાર ને સુરેન્દ્રનગરના વડાલીમાંથી ફલોએ પકડી પાડયો.

કાસમભાઇ બ્લોચ ,ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને મળેલ બાતમીને સફળતા..

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧. જામનગર પેરોલ ફર્લો સ્ટાફને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે. કલમ 395,342,332 વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી મગન નાનસિંગ રહે.-બડલીપાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળો હાલ ચોટીલા તાલુકામાં વડાલી ગામે હાજર છે..

જે બાતમી હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને વડાલી ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

જામનગરના શંકરટેકરીમાં અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા..

0

જામનગરના શંકરટેકરીમાં અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા..

જામનગર: જામનગરના શંકરટેકરીમાં આવેલ નહેનગરમાં રહેતા યુવાને ગઇકાલે કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

દેશ દેવી ન્યુઝ ૧૧.જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ નહેનગર શેરી નં. 6માં રહેતા હંસરાજભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.39) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરની છતના હુંકમાં પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું, કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાધો હતો, આ અંગે નહેનગરમાં રહેતા અશોક મોહનભાઇ પરમાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.