Tuesday, October 13, 2026
Home Blog Page 313

દરેડ GlDC માં મળેલ સળગાવેલી યુવતિની લાશ પ્રકરણનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો: આરોપીને દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ

0

દરેડ જીઆઇડીસીમાં મળેલ સળગાવેલી યુવતિની લાશ પ્રકરણનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો: આરોપીને દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧. જામનગરના દરેડ જીઆઇડીસી રોડ ખાડા પાસે સળગેલી હાલતમાં અજાણી યુવતિની લાશ મળી હતી, પોલીસ કાફલો દોડી ગયો હતો, તપાસના ચક્રો ગતીમાન કયિ હતા દરમ્યાનમાં બનાવ અંગે હાલ દરેડ મુરલીધરપાર્ક-2 સોસાયટી ખાતે રહેતા અને મુળ કોંઝા ગામના વતની અમિત જીવરાજભાઇ હીંગળા (ઉ.વ.23)એ પંચ-બી માં મુળ પોરબંદરના ટુકડા ગામના અને હાલ મુરલીધરપાર્ક-2 સોસાયટી દરેડમાં રહેતા કરણ શંકર સાદીયા (ઉ.વ.22) સામે શંકા દશર્વિતી ફરીયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે મરણજનાર ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઇ હીંગળા (ઉ.વ.21) નું કોઇપણ રીતે મોત નિપજાવી તેની લાશ સળગાવી દીધેલ હાલતમાં દરેડ જીઆઇડીસી એપલ ગેઇટથી બાલાર્ક કારખાનાની દિવાલ નજીક પાણીના ખાડા પાસેથી મળી આવતા તપાસ કરતા મરણજનાર યુવતિની સગાઇ શકમંદ કરણ સાથે ચારેક માસથી થયેલ અને તેની બહેનની સગાઇ આ કામના ફરીયાદી સાથે સામ સામે થઇ હતી.

દરમ્યાનમાં આઠેક દિવસ પહેલા બંને પક્ષની સગાઇઓ તુટી ગયેલ જેથી ચાર દિવસ પહેલા શકમંદ કરણ મરણજનાર આરતી સાથે ફરી પાછી સગાઇ કરવાની વાત કરતા ફરીયાદી તથા તેની માતાએ સગાઇની ના પાડી હતી, ના પાડવા છતા શકમંદ મરણજનાર સાથે વાતચીત તથા સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો અને તા. 8 ના રોજ આરતીને કારખાનેથી પોતાના મોટરસાયકલ પર બેસાડીને લઇ ગયો હતો

જેથી તેણે અથવા તેના મળતીયાએ યુવતિનું મોત નિપજાવી લાશને સળગાવી દઇ ખાડામાં ફેંકી પુરાવાનો નાશ કરી નાશી છુટયા હતા, આ મતલબની આઇપીસી કલમ 302, 201 મુજબ ફરીયાદ પંચ-બી માં નોંધાવવામાં આવી હતી.

ડીવાયએસપી દેસાઇના માર્ગદર્શન હેઠળ પંચ-બીના પીએસઆઇ સી.એમ. કાંટેલીયા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, એલસીબી, પંચ-બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટુકડીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગઇ મોડી સાંજે આરોપીના સગડ દબાવી પૂર્વ મંગેતેરને દબોચી લીધો હતો. પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન પ્રસંગે મામેરામાં હવામાં ફાયરિંગ કરવું પડયું ભારી: થઈ ફરીયાદ

0

ખંભાળિયા તાલુકાના સામોર ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ સંદર્ભે પોલીસ ફરિયાદ

મામેરામાં જામનગરના મનોજ માલદે લગારીયાએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા ૧૦. ખંભાળિયા તાલુકાના સામોર ગામે તા. 15 મી નવેમ્બરના રોજ એક લગ્ન-પ્રસંગમાં કરવામાં કરવામાં આવેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ સંદર્ભે પોલીસ મથકમાં જામનગરના રહીશ એવા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ રાજશીભાઈ અરજણભાઈ કરમુરએ હાલ જામનગર ખાતે રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના વિરપર ગામના રહીશ એવા મનોજ માલદે લગારીયા નામના શખ્સ સામે ધોરણસર ફરીયાદ અહીંની પોલીસમાં નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ, થોડા દિવસ પૂર્વે એક પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો વિડિયો તેમના ધ્યાને આવતા આ અંગે પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર વડત્રા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ મહિદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા તપાસ કરવામાં આવતા

ગત તા. 15 નવેમ્બરના રોજ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા ખીમાભાઈ નગાભાઈ ચાવડા નામના એક આસામીના પરિવારમાં લગ્ન પ્રસંગે મામેરાની વિધિ દરમિયાન જામનગરના મનોજ માલદે લગારીયા દ્વારા આત્મરક્ષણ અંગેના પરવાનાવાળા હથિયાર (અગ્નિ શસ્ત્ર) માંથી લગ્ન પ્રસંગમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આમ, હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂળ વિરપર ગામના અને હાલ જામનગર રહેતા મનોજ લગારીયા સામે અહીંની પોલીસમાં આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટની કલમ જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા ચલાવી રહ્યા છે.

દરેડ GlDCમાં અજ્ઞાત યુવતીની હત્યા : અર્ધ સળગાવી પાણીના ખાડામાં ફેંકી દીધી

0

જીઆઇડીસી ફેસ- 3 નજીક રાજકોટ ખંભાળિયા ધોરીમાર્ગ પર અજાણી યુવતીની અર્ધ સળગેલી લાશ મળી આવતા ચકચાર.. હત્યા કરાયાની આશંકા..!

લાશને સળગાવ્યા બાદ ઢસળીને પાણીના ખાડામાં ફેકી દેવામાં આવેલ.. લઘુશંકાએ આવેલ શ્રમિકને માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવેલ..

લાશની બાજુમાંથી યુવતિના બળેલા ચપ્પલ, ચુંદળી અને ડાયરી મળી આવેલ..! શંકાસ્પદને કર્યા નજર કેદ.. દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૦.જામનગર શહેર નજીક દરેડ ફેસ 3 નજીક આવેલ એપલ ગેઇટની બાજુમાં અવાવરું જગ્યામાં એક અજાણી અંદાજિત ૨૦ થી ૨૫ વર્ષની યુવતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકના દરેડ વિસ્તારમાં એપલ ગેઇટ થી થોડે દુર કનસુમરા તરફ જવાના માર્ગે ખુલ્લા પ્લોટમાં પાણીના ખાડામાં આજે સવારે આઠેક વાગ્યે એક સ્ત્રી નો અર્ધ બળેલો મૃતદેહ પડયો હોવાની માહિતી તે વિસ્તારમાં કુદરતી હાજતે જનારા વ્યક્તિને મળી હતી. જેથી તેણે તુરત જ નજીકમાં ખોરવેલનું કામ કરતા બોરવેલ સંચાલકને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો .

એલસીબી અને પંચ – બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ ની પૂછપરછ આદરી છે પોલીસે દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરની સહકારી બેંકમાં લોનના હપ્તા “ન” ભરનાર મોરબીની હેલ્થ વર્કર સામે ફરિયાદ

0

જામનગરની સહકારી મંડળીને બેંક લોન ભરપાઇનો ચેક બાઉન્સ તથા મોરબીના મહિલા સામે કોર્ટમાં કેસ નોંધાયો..

જામનગરની શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.એ મોરબીની સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે ચેક રીટર્નનની ફરિયાદ નોંધાવી..

દેશ દેવી ન્યુઝ જામનગર: ૦૯ શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., જામનગર વતી તેના રીકવરી ઓફીસર વિરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજાએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-138 હેઠળ મોરબી જીલ્લાના મગથાળા ખાતે રહેતા સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે જામનગરના મે. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની વિગત મુજબ આ કેસના ફરિયાદ (શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., જામનગર વતી તેના રીકવરી ઓફીસર વિરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજા) જામનગરમાં નાણાં ધીરધારનું કામકાજ કરતા હોય, મોરબી જીલ્લાના મગથાળા ખાતે રહેતા સંગીતાબેન મનસુખભાઇ નિમાવતએ શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. પાસેથી તા.9-1-2015 ના રોજ રૂા.1 ,50, 000 / – (અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરા)ની લોન લીધેલ છે.

આરોપી અને ફરિયાદી સાથે સદરહુ લોન અંગે સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે જરૂરી ડોકયુમેન્ટમાં સહીઓ કરી આપેલ પણ હતા. ઉપરોકત્ત લોન મળ્યા અંગે સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે લોનની શરતો મુજબ મંડળીને ફરિયાદીને માસિક હપ્તામાં લોન ભરપાઈ કરવાનીં હતી.

સંગીતાબેન મનસુખભાઇ નિમાવતને આપવામાં આવેલ સદરહુ લોન અંગે ફરિયાદીના ચોપડે કાયદાની જોગવાઈઓ મુજબ આ કામના તહોમતદારનું ખાતું રાખવામાં આવેલ છે. જેની નકલ તહોમતદારને આપવામાં આવેલ છે. તણો મતદાર સાથેના દરેક વ્યવહારની નોંધ તેમના ખાતામાં કરવામાં આવેલ છે .તહોમતદારને માંગ્યા મુજબ લોન એકાઉન્ટની ડીંટેઈલ્સની નકલ આપવામાં આવેલ છે.

જેમાં સંગીતાબેન મનસુખભાઇ નિમાવત પાસેથી હવે મંડળીની કુલ બાકી રકમ રૂા.11, 248/ – લેણી રહે છે. સદરહુ લેણી રકમ ભરપાઈ કરવા ફરિયાદીએ તહોમતદારને યાદી આપેલ અને લોનની બાકી ચડત રકમ ભરપાઈ કરી ગપવા જણાવેલ. બાદમાં તહોમતદારએ અમો ફરિયાદીની બાકી રહેતી લેણી રકમ ચુકવવા સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા , બગથળા, નાના રામજી મંદિર રોડ, મોરબીના ચેક નં.351128, તા.ર1-10-20221ના રોજનો રૂમ.11, 248/ – અંકે રૂપિયા અગીયાર હજાર બસો અડતાલીસ પુરાનો ચેક અમો ફરિયાદીના નામ જોગનો આપેલ.

સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે મંડળીને ખાતરી આપેલ કે આ ચેક સમયસર મંડળીના ખાતામાં જમા-ક્લિયર થઇ જશે. જેથી મંડળીએ એકસીસ બેંક લી., દિગ્વીજય પ્લોટ જામનગરના ખાતામાં કલીયરીંગ માટે જમાં કરાવતાં મજકુર ચેક ‘ફન્ડ ઇન્સફીશીયન્ટ’ના શેરા સાથે પરત આવેલ, ની જાણ અમાં ફરિયાદીને એકસીસ બેંક લી., દિગ્વીજય પ્લોટ , જામનગરના તા.22-10-2021ના રીટર્ન મેમા દ્વારા જાણ કરવામાં આવેલ છે.

આમ તહોમતદારનો ઈરાદો થમથી જ અમોને ચેક સુજબની રકમ નહિં ચુકવવાનો હતો, જે જાણીને અમોને ખુભજ દુ: ખ અને આઘાત લાગેલ છે, તેમજ તહોમતદારનું આ કૃત્ય ષી ગેગોશીએબલ ઇન્સ્ટ્મેન્ટ એકટની કલમ-138 મુજબ સજાને પાત્ર ગુનાહિત કૃત્ય છે.

મજકુર ચેક ઉપરોકત મેમામાં દર્શાવેલા શેરાના કારણે પરત થતાં અમો ફરિયાદીએ તા.27-10-2021 ના રોજ તહોમતદારને કાયદા મુજબની સ્ટચ્યુટરી નોટીસ રજી.એ.ડી. થી તેના ખરા અને કાયદેસરના સરનામે મોકલાવેલ અને તેમાં ચેક મુજબ રેક પંદર દિવસમાં ચુકવી આપવા જણાવેલ. આ કામના તહોમતદારને નેના સાચા અને ખરા સરનામે રજી.એ.ડી. થી મોકલાવેલ નોટીસ બજેલ કે વગર ’બાગથળામાં ન હોવાથી પરત ના શેરા સાથે તા.12-11-2021ના રોજ પરત આવેલ.

આમ મંડળીએ સંગીતાબેન મનસુખભાઇ નિમાવતને રજી.એ.ડી. થી મોકલાવેલ નોટીસ પરત આવેલ. ત્યારબાદ પંદર દિવસ કરતા પણ વધારે સમય પસાર થઈ જવા છતાં તહોમતદારે અમો ફરિયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નથી અને નોટીસનો કોઈ જવાબ આપેલ નથી , જેથી હાલની આ ફરિયાદ લાવવા ફરજ પડેલ છે.

આ ફરિયાદવાળો વ્યવહાર આપ નામ. કોર્ટની હ્કુમતમાં થયેલ હોય જેથી આ ફરિયાદ સાંભળવા આપ નામ. કોર્ટને હકુમત છે.

હવે સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે ધી નેગોશીએભલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-138 અન્વયે કાયદેસર કાર્યવાહી કરી તહોમતદારને વધુમાં વધુ થઈ શકતી કેદની સજા તથા ચેકની રકમ કરતા બમણી રકમનો દંડનો હુકમ કરવા અદાલતમાં કેસ નોંઘયેલ છે.

દરેડમાં રહેતા યુવાન પર પ્રેમ સંબધમાં લાકડાના ઘોકા વડે હુમલો કરી ફ્રેકચર કર્યાંની રાવ: 4 સતવારા શખસ સામે ફરીયાદ

0

દરેડમાં રહેતા શ્રમિક યુવાન પર લાકડાના ઘોકા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા કર્યાની ફરીયાદ

યુવતિ સાથે બોલવાનો સંબંધ ગમતો ન હોવાથી માર માર્યાની 4 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: જામનગર નજીક દરેડમાં રહેતા શ્રમિક યુવાન પર લાકડાના ઘોકા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા કર્યાની ફરીયાદ થઇ છે.

ભોગગ્રસ્તને એક યુવતિ સાથે બોલવાનો સંબંધ હોય જે આરોપી પરીવારજનને પસંદ ન પડતા આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરની ભાગોળે દરેડ જીઆઇડીસીમાં રહેતા અને મજુરીકામ કરતા હિતેશભાઇ કમલેશભાઇ શુકલા નામના યુવાને પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરી બંને પગ તથા હાથમાં ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી એ પોલીસમાં રાહુલ પ્રેમજી કણજારીયા, મહેન્દ્ર પ્રેમજીભાઇ કણજારીયા, પારસ ખાણધર અને કુલદિપ સામે ફરીયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે તાકીદે હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. ભોગગ્રસ્ત યુવાનને એક યુવતિ સાથે બોલવાનો સંબંધ હોય જે આરોપીઓને ન ગમતા એકસંપ કરી ગાળો ભાંડી ધમકી ઉચ્ચારી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ કરેલી લુંટના કેસમાં મોટો ધડાકો: માતા-પુત્રએ સાથે મળી રચ્યુ હતું તરકટ!

0

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ કરેલી લુંટના કેસમાં મોટો ધડાકો: માતા-પુત્રએ સાથે મળી રચ્યુ હતું તરકટ!

દેશ દેવી ન્યુઝ જામનગર o૯ : ગઇકાલ વહેલી સવારે જામનગરમાં નવાગામ ઘેડ ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા કેસુરભાઇ જોગલ નામના વ્યકિતના રહેણાંક મકાનમાં વહેલી સવારે ત્રણ સવારીમાં બંદૂકધારી લૂંટારુ ત્રાટકયા અને ઘરમાંથી 11 તોલા સોનુ અને 30 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી છૂટયા છે.

તેવી પોલીસ કંટ્રોલમાં મટુબેન જોગલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ત્યારબાદ આ લૂંટના બનાવની તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સીટી બી ડીવીઝન પોલીસનો કાફલો વહેલી સવારથી બપોર સુધી ધંધે લાગ્યો હતો અને આજુબાજુના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં

પરંતુ એવી કોઇ શંકાસ્પદ હિલચાલ જણાઈ ન હતી. અથવા તો કોઇની અવર-જવર પણ જોવા મળી ન હતી. જેથી પોલીસને શંકા જતાં કેસુરભાઈ જોગલના પુત્ર બાબુ કે જે બેડી વિસ્તારમાંથી બોલાવીને પૂછપરછ કરતા આખરે તેણે લૂંટનો બનાવ એક તરકટ હોવાની કેફિયત આપી હતી.

તેમજ આ બોગસ લૂંટના બનાવમાં તેની માતા મટુબેને પણ મદદગારી કરી હતી. પોલીસે બાબુ જોગલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતાના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં અને લગ્નના એક વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતાં.

દરમિયાન પોતાના પત્નીને ચડાવેલો સોનાનો હાર સહિતના દાગીનાઓ ઘરમાં રાખ્યા હતાં. આ ઉપરાંત પોતે લોકડાઉન પહેલાં જબલપુરમાં નોકરી પણ કરી હતી.

જે દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો તેને ગિફટ મોકલવા ઉપરાંત પોતે કબડી પ્લેયર હોવાથી જુદા-જુદા રાજ્યોમાં કબડી રમવા જતો હોવાથી કપડાં તથ અન્ય વસ્તુ ખરીદી કરવા માટે અને ક્રિકેટના સટ્ટામાં હારી ગયો હોવાથી તેનું ચૂકવણુ કરવા માટે સોનાનો હાર વહેંચી નાખ્યો હતો.

બાદમાં પોલીસે બાબુની માતા મટુબેનને બોલાવી પૂછપરછ કરતા તેણે આખરે કબુલી લીધું હતું. બાબુના મોટા ભાભી કે જેનો હાર પણ ઘરમાં જ હતો અને લગ્ન પ્રસંગમાં બહારગામ જવાનું હોવાથી તેણે સાસુ પાસે હારની માંગણી કરતા આખરે ભાંડો ફૂટી જાય તેમ હોવાથી સોનાના દાગીના અને રોકડની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. આખરે પોલીસે આ પ્રકરણમાં નિવેદન લીધા છે અને લૂંટની ઘટના અંગે હાશકારો અનુભવ્યો છે.

જામનગરના સ્વામીનારાયણનગરમાં રહેતા યુવાનને નોકરીની લાલચ આપી છેતરપીંડી આચરાઇ

0

જામનગરના સ્વામીનારાયણનગરમાં રહેતા યુવાનને નોકરી ની લાલચ આપી છેતરપીંડી આચરાઇ

જતિન પાલા અને મોહીત ઉર્ફે વિવેક પરમાર નામના બે શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર o૯ : જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના સ્વામિનારાયણ નગરમાં રહેતાં યુવાનને આંગડિયા પેઢીમાં ઉચા પગારે નોકરી અપાવવા અને મુંબઇમાં સ્થાયી કરાવવાની લાલચ આપી બે શખ્સોએ ખાતુ ખોલાવવા માટે દસ્તાવેજો મેળવી યુવાનના નામની બોગસ પેઢી બનાવી છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હાલાર હાઉસ પાસેના સ્વામિનારાયણ નગર શેરી નં.5 માં રહેતાં બેકાર હરીશ જેઠાભાઈ પરમાર નામના યુવાનને જતિન પાલા અને મોહીત ઉર્ફે વિવેક પરમાર નામના બે શખ્સોએ વિશ્ર્વાસમાં લઇને હરીશને મુંબઇમાં સ્થાયી કરવા અને આંગડિયા પેઢીમાં ઉચા પગારે નોકરી અપાવવાની લાલચ આપી યુવાનના દસ્તાવેજો બેંક ખાતુ ખોલવા માટે મેળવી લીધા હતાં અને ત્યારબાદ આ બન્ને શખ્સોએ હરીશના નામની ખોટી પેઢી બનાવી લીધી હતી તેમજ પૂર્વ આયોજિત કાવતરુ રચી બોગસ પેઢી બનાવી આર્થિક વ્યવહારો પણ કર્યા હતાં.

આ અંગેની જાણ થતા હરીશે બે શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસમાં લઇ છેતરપિંડી આચરી યુવાનનું બેંક ખાતુ ખોલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

નવાગામ (ઘેડ) માં વહેલી સવારે ત્રણ બંદુકધારી ત્રિપુટીએ ચલાવી લુંટ: દાગીના-રોકડની લુંટથી ચકચાર

0

નવાગામ (ઘેડ) માં વહેલી સવારે ત્રણ બંદુકધારી ત્રિપુટીએ ચલાવી લુંટ: દાગીના-રોકડની લુંટથી ચકચાર..

દેશ દેવી ન્યુઝ જામનગર  ૦૮. જામનગરમાં નવાગામ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ત્રણ સવારી બાઈક માં બંદૂક લઇને આવેલા લૂંટારૂઓએ 11 તોલા સોનું અને 30 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની જાણકારી પોલીસને મળતાં એલસીબી. સહિત પોલીસ ટુકડી દોડતી થઇ છે, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના નવાગામઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો બંદૂક સાથે ધસી આવ્યા હતા, અને બંદુક નો ભય બતાવો 12 તોલા સોનાના દાગીના અને 30 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી છૂટયા હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેથી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ સીટી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન નો કાફલો નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં પહોંચ્યો હતો, અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓ ના ફૂટેજ નિહાળી ઘટના અંગે ની ખરાઇ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવને લઇને નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઇ છે સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મબલક આવકનો રેકોર્ડ સર્જાયો

0

હાપા માર્કેટિંગ યાર્ડમાં મબલક આવકનો રેકોર્ડ સર્જાયો માત્ર 12 કલાકમાં જ 63 હજાર મણ મગફળી ઠલવાઇ

મગફળીનો સૌથી વધુ ભાવ જામનગરના હાપા યાર્ડમાં મળે છે :અંદાજે 500થી વધુ ખેડૂતો 400 વાહનમાં મગફળી ભરીને આવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૮. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે.સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં એટલે કે માત્ર 12 જ કલાકમાં 63 હજાર મણ મગફળીની આવક થઈ છે. સાંજના સમયથી જ હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરાયેલા વાહનોની લાંબી કતાર લાગી હતી. અંદાજે 500થી વધુ ખેડૂતો 400 વાહનમાં મગફળી ભરીને આવ્યા હતા

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે વારસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી જે પુન: શરુ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં 63 હજાર મણ મગફળીની જંગી આવક થઈ છે. 500 જેટલાં ખેડૂતો 400 જેટલાં વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા. હજું પણ મગફળીની આવક ચાલુ જ છે અને તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે.

સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યું કે ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.

આ પાછળનું કારણ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900થી 1600 રૂપિયા મળી રહ્યા છે જે ગુજરાતમાં અન્ય એકેય યાર્ડમાં આટલો ભાવ મળતો નથી.

પૂર્વ રાજયમંત્રીના ભાઇ ઉપર હુમલાની ઘટનામાં બંન્ને પક્ષના 11 સામે ફરિયાદ

ખંભાળિયા નજીક બે જૂથ વચ્ચે સર્જાયેલ સશસ્ત્ર અથડામણમાં સામ-સામી ફરિયાદ: પુર્વ રાજયમંત્રીના ભાઇ ઉપર હુમલાની ઘટનામાં બંન્ને પક્ષના 11 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: o૭ ખંભાળિયા જામનગર માર્ગ ઉપર આવેલી એક વિશાળકાય કંપનીમાં કોન્ટ્રાકટ બાબતે માજીમંત્રીના ભાઇ સહિતના આસામીઓ તેમજ સામા પક્ષે પણ એક જુથ વચ્ચે ગઇકાલે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. જેમાં લોખંડના સળીયા લાકડાના ધોકા જેવા હથિયારોના છુટથી ઉપયોગ થયો હતો. આ અથડામણમાં સામ સામા પક્ષે યુવાનો ઘવાયા હતા અને બંને પક્ષે કુલ 11 શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.

ખંભાળિયાથી જામનગર તરફ જતા માર્ગ અત્રેથી આશરે 16 કિ.મી. દુર દેવળીયા ગામ પાસે આવેલી નયારા એનર્જી કંપનીમાં હાલ જામનગરમાં પટેલ કોલોની ખાતે રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના ર8 વર્ષીય કોન્ટ્રાકટર યુવાનની રવિરાજ કંપની દ્વારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં રો મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ચાલે છે.

આ કોન્ટ્રાકટ મેળવવાના હેતુથી લાલપુર તાલુકાના સિંગચ ગામના રહીશ રેવતુભા જાડેજા દ્વારા પુર્વ યોજીત કાવતરૂ રચીને ગઇકાલે સવારે નયારા કંપનીના પેટ્રોલીયમ-કેમીકલ્સના નવા પ્લાન્ટ પાસેના ગેઇટ નજીક ગેરકાયદેસર મંડળી રચી તેમની સાથે ઝાખર ગામના જુવાનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ભરતસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ નામના કુલ પાંચ શખ્સોએ લોખંડના સળીયા તથા લાકડના ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે ધસીઅ ાવ્યા હતા અને આ માર્ગ પર કંપનીમાં જઇ રહેલા ફરિયાદી રવિરાજસિંહ તથા તેમની સાથે થઇ રહેલા જામનગરના ધારાસભ્ય અને માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાઇ રાજેન્દ્રસિંહ જાડેજાને મારીન ાખવાના ઇરાદે હથિયારો વડે તુટી પડયા હતા.

જેના કારણે રાજભા જાડેજા તથા રવિરાજસિંહ સાહેદ ધર્મેન્દ્રસિંહ વિગેરેને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ સાથે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ, જીવલેણ હથિયારો સાથે તુટી પડેલા આ શખ્સોએ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી રાયોટીંગની કલમ 143, 144, 147, 148, 149, 307, 323, 324, 341, 504, 506 (2) 120 (બી) તથા જી.પી.એકટની મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં સામા પક્ષે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામના રહીશ રેવતુભા રણુભા જાડજાએ ભાતેલ ગામના રાજભા મેરુજી જાડેજા, ભાતેલ ગામના રવિરાજસિંહ રાજભા જાડેજા, પીન્ટુભા જાડેજા, ઝાખર ગામના અજીતસિંહ ભીખુભા જાડેજા, ટિંબડી ગામના રમેશસિંહ જાડેજા અને જોગવડ ગામના રાજભા જાડેજા નામના છ શખ્સો સામે અહીંની પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રેવતુભા જાડેજાની ખોડીયાર ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા તેઓને ન્યારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં ફેબ્રીકેશનનું કોન્ટ્રાકટ કામ કરવામાં આવતુ હોય, તેમને પણ કંપનીમાં માટી તથા કાંકરીના કોન્ટ્રાકટ બાબતે કંપનીમાં વાતચીત કરવા માટે જતા આ સ્થળે રહેલા રાજભા જાડેજાએ ફોન ઉપર બિભત્સ ગાળો કાઢયા બાદ ગઇકાલે સવારે કંપનીના ગેઇટ પાસે અંદર જઇ રહેલા રાજભા જાડજાએ ફોન ઉપર બીભત્સ ગાળો કાઢયા બાદ ગઇકાલે સવારે કંપનીના ગેઇટ પાસે અંદર જઇ રહેલા ફરિયાદી રેવતુભા તથા અન્ય સાહેદો જુવાનસિંહ વિગેરેની સ્વીફટ મોટર કાર નંબર જી.જે.10.ડી.એ. 4148 ને અટકાવી આરોપીઓ લોખંડના પાઇપ, લોખંડના સળીયા, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો વડે તુટી પડયા હતા.

આ બનાવમાં ફરિયાદી રેવતુભા તથા તેમની સાથે સાહેદ જુવાનસિંહ સિધ્ધરાજસિંહ, જયદીપસિંહ વિગેરેને પણ ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં સ્વીફટ મોટરકારને પણ સારૂ એવું નુકસાન થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે.

ઉપરોકત બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઇપીસી કલમ 143, 144, 147, 148, 149, 323, 324, 427, 204, 206 (2) તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પહોંચતા પામતા ક્ષત્રિય સમાજના બે જુથો વચ્ચે થયેલી આ અથડામણ એ જિલ્લાભરમાં ભારે ચકચાર જગાદી છે. રાજકીય નેતાના ભાઇ ઉપર થયેલા હુમલાના બનાવ બાદ તેમના શુભેચ્છકો તથા કાર્યકરો હોસિપટલ ખાતે દોડી ગયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.