Tuesday, October 13, 2026
Home Blog Page 314

જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવીને રાજકોટના યુવાનનો આપઘાત

0

જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવીને યુવાનનો આપઘાત..

જામનગરના લાખોટા તળાવમાં જયદીપ અશોકભાઈ કારીયા નામના 45 વર્ષીય યુવાને ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા જ 108 દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી છે. દેશ દેવી ન્યુઝ o૭. જામનગરના જનતા ફાટક વિસ્તારમાં આવેલા મીનાક્ષી સ્કૂલ નજીક સર્વોદય સોસાયટીમાં શિવમ રેસિડેન્સી ફ્લેટ નંબર 305 માં રહેતા જયદીપભાઈ એ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પાબારી હોલ સામે આવેલા લાખોટા તળાવના પાણીમાં કોઇ યુવાનનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતાં.

તળાવમાં યુવાનનો મૃતદેહ બહાર કાઢી તેની પાસેથી કારિયા જયદીપ અશોક કુમાર નામનું ફલેટ નંબર 9 વિષ્ણુ એપાર્ટમેન્ટ ડોકટર મોરી કલીનિક સામે 23-ન્યુ જાગનાથ રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ મળી આવ્યું હતું અને ફોટો તથા એક ચીઠીમાં 305 માં શિવમ રેસીડેન્સી સર્વોદય સોસાયટી જનતા ફાટક પાસે મિનાક્ષી સ્કૂલ પાછળ જામનગર લખેલી ચીઠી મળી આવી હતી. બનાવની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી રાજકોટના સરનામાવાળુ આધાર કાર્ડ તેમજ જામનગરના સરનામાવાળી ચીઠીના આધારે મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

ડુપ્લીકેટ પોલીસ બની સીન-સપાટા કરનાર શખસ સામે ફરિયાદ

દ્વારકામાં ડુપ્લીકેટ પોલીસ બની સીન-સપાટા કરનાર શખસ સામે ફરિયાદ

દ્વારકામાં રહેતી એક યુવતીના ઘરે એક સપ્તાહ પૂર્વે આવેલા એક શખ્સે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ધાક-ધમકી આપતો શખસ…

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા o૪ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી અને નાગેશ્વર રોડ ઉપર આવેલા જે.સી. માર્ટમાં કામ કરતી 26 વર્ષીય એક યુવતીના ઘરે ગત તારીખ 26 નવેમ્બરના રોજ બપોરના સમયે આવી ધસી આવેલા બાટીસા ગામના બુધા ઉર્ફે બ્રિજેશ શીયાભાઈ ચાસિયા નામના શખ્સે પોતે પોલીસ હોવાનુ જણાવી, અને તે ભાણવડમાં રહી અને ખંભાળિયામાં નોકરી કરતો હોવાનું કહી, બળજબરીથી યુવતીના મોબાઇલનો લોક ખોલાવ્યો હતો. બાદમાં તેમના જણાવ્યા મુજબ બળજબરીપૂર્વક તેણીના નોકરીના સ્થળે એવા જે.સી. માર્ટના શેઠ વિશે ખોટું નિવેદન બોલવા મજબૂર કરી હતી.

માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી પોલીસ તરીકેની ઓળખાણ આપનાર શખ્સે વિડીયો રેકોર્ડિંગમાં પોતાના શેઠ અયોગ્ય કામ કરતા હોવા સંદર્ભેનું રેકોર્ડિંગ બળજબરીપૂર્વક કરાવી લીધું હતું. બાદમાં ધાક ધમકી આપી અને આ બાબતે કોઈને કાંઈ ન કહેવાનું જણાવી, ઉપરોક્ત શખ્સ નાસી ગયો હતો.

માર્ટના શેઠ પાસેથી પૈસા પડાવવાના ઇરાદે, ઠગાઈ કરવાના હેતુથી બળજબરીપૂર્વક કોલ રેકોર્ડિંગ કઢાવી લેવા બાબતની યુવતીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આ મુદ્દે બુધા ઉર્ફે બ્રિજેશ ચાસિયા સામે IPC કલમ 384, 170, 447, 419 તથા 506(2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની સગીરા ઉપર 8 શખસોએ દુષ્કર્મ ગુજારી 8 માસનો ગર્ભ રાખી દીધો

0

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવીને બે મહિલાની મદદ વડે કુકર્મ આચર્યુ..

સગીરાપર 6 શખસોએ દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધો આઠેક માસનો ગર્ભ હોવાનુ ખુલ્યું: ચકચાર

અકરમસીદીક , સુનિલભના , કિશન અને 3 અજાણ્યા સામે ગુનો દાખલ..

દેશ દેવી ન્યુઝ ૦૪.આરોપી મહિલાઓ રઝીયાબેન અને લતાબેન પાટીલ અને સવલતપુરી પાડતી ‘ તી દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે મદદગાર બે મહિલાઓ સહિતના સામે ગુનો નોંધ્યો છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં બંને મહિલાઓ અન્ય આરોપીઓને જગ્યા સહિતની સવલત પુરી પાડતી હોવાનુ બહાર આવ્યુ છે.

આરોપીઓના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા થશે કુકર્મની ભોગગ્રસ્તને આઠ માસનો ગર્ભ હોવાનુ તબીબી તપાસણી દરમિયાન બહાર આવ્યુ છે.

આ દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે નામજોગ ઉપરાંત અજ્ઞાત આરોપીઓના કરાયેલા ઉલ્લેખના પગલે આ કુકર્મ આચરનારા તમામ આરોપીઓને પકડી પાડવા કવાયત શરૂ કરી છે અને હવે આરોપીઓ પકડાયા બાદ સંભવત ડીએનએ ટેસ્ટ માટે તજવિજ હાથ ધ૨વામાં આવશે એમ સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળે છે.

જામનગરમાં રહેતી એક સગીરા પર આઠ – નવ માસના સમયગાળામાં જુદા જુદા વિસ્તારોમાં બે મહિલાની મદદગારી વડે ફેરવી અલગ અલગ સમયે છ શખસોએ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

ભોગગ્રસ્તને આઠેક માસનો ગર્ભ હોવાનુ ખુલ્યુ છે . પોલીસે મદદગાર મહિલાઓ સહિતના સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં રહેતી એક સગી વયની તરૂણી પર અલગ અલગ સમયે લાલપુર બાયપાસ , સાધના કોલોની સહીતના અલગ અલગ સ્થળએ લઇ જઇ દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે.ભોગ ગ્રસ્તને ગર્ભ પણ રહી જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.ભોગગ્રસ્ત સાથે છેલ્લા આઠ– નવ માસ દરમિયાન નરાધમોએ બે મહિલાની મદદગારી વડે દુષ્કૃત્ય આચર્યાની ભોગગ્રસ્તે કેફિયત ઉચ્ચારી હતી.

સગીરાએપોલીસે ત્વરીત હરકતમાં આવી દુષ્કૃત્ય આચરનારાને સકંજામાં અમુશખસોના ટુંકા નામ આપતા લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે . સગીરાની ફરીયાદના આધારે પોલીસે અકરમ સીદીક , સુનિલ ભના , કિશન અને ૩ અજ્ઞાત ઉપરાંત તેને મદદગારી કરનારા રઝીયાબેન અને લતાબેન પાટીલ સહિત 8 સામે ગુનો નોંધ્યો છે.

પંચ બી પોલીસે અમુક આરોપીઓને દબોચી પણ લીધા હોવાનુ જાણવા મળ્યુ છે .

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આપઘાત..!

0

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આપઘાત.. ઉચ્ચ અધિકારીઓ દોડીયા..

જામનગર જીલ્લાના ધ્રોલની યુવતીના પ્રેમમાં રાજકોટનો યુવક: યુવતીના પરિવારજનોની અરજીના પગલે વિષ પીધું..

પ્રેમ પ્રકરણ કારણભૂત.. યુવાને જિંદગી ગુમાવી: ખળખળાટ..

જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો..

દેશ દેવી ન્યુઝ જામનગર o૩ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આપઘાત ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાનનો આપઘાતથી દોડધામ….પ્રેમ પ્રકરણમાં રાજન સુરાણીને ધ્રોલ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હોય, યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં જ ઢળી પડતા PSI જાડેજા સહિતના સ્ટાફે યુવાનને ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર જી.જી હોસ્પિટલમાં ખસેડતા તબીબીઓ તપાસી મૃત કર્યો..

 પોલીસ સ્ટેશનમાં રાજકોટના રાજન સુરાણી નામના યુવાને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામેલ છે.

ધ્રોલમાં કોઈ યુવતી સાથે આ યુવાનની આંખ મળી હોય, યુવતીના ઘરના સભ્યોને જાણ થતાં ધ્રોલ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો અને રાજન આજે બપોરે બાદ ધ્રોલ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ત્યાં પહોંચ્યો તે સાથે જ પાંચેક મિનિટમાં તે ઢળી પડ્યો હતો. જેથી હાજર પીએસઆઈ સહિતના સ્ટાફે તેને સારવાર માટે ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર ખસેડતા સારવાર મળે તે પહેલાં જ રાજનનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી છે. જેથી રાજકોટથી પરિવાર જામનગર જવા રવાનો થયો છે.

યુવાને કોઈના દબાણથી આપઘાત કર્યો કે કેમ? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એવી વિગત પણ મળી છે કે યુવતી જામનગરની છે અને તેના કોઈ સગાના ઘરે આવી હોય ત્યારે પરિવારજનોને જાણ થતાં પોલીસમાં મામલો પહોંચ્યો હતો જોકે સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલ આ મુદ્દાએ શહેરભરમાં તેમજ વાણંદ જ્ઞાતિ માં સારી એવી ચર્ચા જગાડી છે.

ખંભાળિયાની અપરણિત યુવતીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાની અપરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: ખંભાળિયામાં એક યુવતિએ પરિવાર દ્વારા લગ્ન કરવા માટે કરાયેલા દબાણના કારણે આપઘાત કરી લીધાનું જાહેર થયું છે. ખંભાળિયાના હરસિદ્ધિ નગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા નામની 27 વર્ષની અપરિણીત યુવતીએ ગઈકાલે ગુરુવારે પોતાના ઘરે રૂમમાં પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેનીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

મૃતક દક્ષાબેનને કોઈ સાથે લગ્ન કરવા ન હોય, પરંતુ તેમના ઘરના સદસ્યો તેણીને લગ્ન કરવાનું કહેતા આ બાબત મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું મૃતકના માતા નયનાબેન વસંતભાઈ લાઠીયાએ પોલીસમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં તસ્કરોનો તરખાટ: રીટાયર્ડ પોલીસકર્મીના મકાન સહિત 3 સ્થળોએ ખાતર પાડ્યું

0

જામનગરમાં તસ્કરોનો તરખાટ:  રીટાયર્ડ પોલીસકર્મી ના મકાન સહિત ત્રણ સ્થળોએ ખાતર પાડ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૩..જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલાં નિરમલનગરમાં રહેતાં નિવૃત પોલીસકર્મી સહિતના બે વ્યકિતઓના મકાનમાં તેમજ એક દુકાનમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતાં. એક સાથે ત્રણ સ્થળોએ થયેલા ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ગત માસમાં પણ પાંચ સ્થળોએથી ચોરીના બનાવ બન્યા હતાં. પોલીસે રામેશ્ર્વરનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસ્યા હતાં.

જામનગર શહેરમાં ગઇકાલ ગુરૂવારે રાત્રીના સમયે જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નિરમલનગરમાં રેહતાં નિવૃત પોલીસકર્મીના મકાન સહિત બે મકાનોમાં અને એક દુકાનમાં ચોરી અને ચોરીનો પ્રયાસ થયાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને નિવૃત પોલીસકર્મીના મકાન સહિતના ચોરીના સ્થળોએ તપાસ આરંભી હતી.

તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસ ટીમે આજુબાજુમાં રહેલાં સીસીટીવીના ફુટેજો નિહાળ્યા હતાં અને આ ચોરીના બનાવમાં કેટલાની રોકડ અને માલમતાની ચોરી થઇ છે તે અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂા.47.50 લાખની છેતરપિંડી..

0

જામનગરના કોન્ટ્રાક્ટર સાથે રૂા.47.50 લાખની છેતરપિંડી..

બાંધકામ માટે ઓટોમેટિક મશીન માટે માતબર રકમ મેળવીને બારોબાર ચાંઉ કરી વિશ્વાસઘાત

બેંગ્લોરની કંપનીના ડાયરેકટર સામે જામનગરમાં ગુનો નોંધાયો, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ..

સીટી એ પોલીસે મેર્સસ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી.ના ડાયરેકટર સીબુ પોલ સામે ગુનો નોંધ્યો છે..

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૩. જામનગરમાં સુમેર કલબ રોડ પર રહેતા કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રૌઢએ બેંગ્લોરની કંપની મારફતે બાંધકામ માટે વપરાતુ ઓટોમેટીક મશીન મંગાવ્યા બાદ તેના ડીરેકટરએ એડવાન્સ પેટે સમયાંતરે રૂ.47.50 લાખ મેળવી લઇ મશીન અથવા રકમ પરત ન કરી છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે બેંગ્લોરની કંપનીના એક ડીરેકટર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

શહેરના એસ.ટી.ડેપો સામે સુમેર કલબ રોડ પર શ્રીનિવાસ કોલોની ખાતે રહેતા અને કોન્ટ્રાકટના વ્યવસાય સાથે સકંળાયેલા વિનોદભાઇ ધરમશીભાઇ વાડોદરીયાએ સીટી એ પોલીસ મથકમાં બેંગ્લોરની મેસર્સ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી. કંપનીના ડાયરેકટર સીબુ પોલ સામે રૂ.47.50 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

કોન્ટ્રાકટર દ્વારા વર્ષ 2019માં બાંધકામ વ્યવસાય માટે ઓટોમેટીક મશીનની જરૂરીયાત ઉભી થતા બેંગ્લોરની મેસર્સ સિક્રોન ઇન્ફ્રાટેક પ્રા.લી. નામની કંપની મારફતે ઉકત મશીન મંગાવ્યુ હતુ જેમાં તેને એડવાન્સ પેટે ઉપરાંત્ ઇમ્પોર્ટ ડયુટી,કસ્ટમ ડયુટી સહિત મળીને રૂ. 47.50 લાખ જેટલી રકમ સમયાંતરે અલગ અલગ ચેકથી ચુકવાઇ હતી. જોકે,કંપનીના ડાયરેકટર દ્વારા મશીન ચેન્નઇ પોર્ટ ખાતે આવી ગયુ છે.લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થતા મશીન ન પહોચ્યુ હોવાનુ કહેવાયુ હતુ.

જોકે,ત્યારબાદ વાહન વ્યવહાર પણ પુર્વવત થતા કંપનીનો સંપર્ક સાધવામાં આવતા પખવાડીયામાં જ મશીન મળી જશે એવો વાયદો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પણ ઓટોમેટીક મશીન ન મળતા કોન્ટ્રાકટર દ્વારા અવાર નવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવતા ફોન પણ ઉપાડવામાં ન આવ્યાનુ ખુલ્યુ હતુ. આથી કોન્ટ્રાકટરને તેની સાથે છેતરપીંડી આચરાઇ હોવાનુ માલુમ પડયુ હતુ.આથી તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ત્યારબાદ આ પ્રકરણમાં કોન્ટ્રાકટર વિનોદભાઇની ફરીયાદ પરથી સીટી એ પોલીસે મેર્સસ સિકોન ઇન્ફ્રાટેક પ્રા.લી.ના ડાયરેકટર સીબુ પોલ સામે ગુનો નોંધ્યો છે.

કાલાવડમાં પૈસાની ઉઘરાણી મામલે બે જૂથ વચ્ચે બઘડાટી : સામ-સામી ફરિયાદ

0

કાલાવડમાં પૈસાની ઉઘરાણી મામલે બબાલ: બે જૂથ વચ્ચે બઘડાટી : સામ-સામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૨. કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં ગૌતમ કાનજી સાગઠિયા નામના શખ્સે અગાઉ વાલીબેન દ્વારા નોંધાયેલી ફરિયાદનો ખાર રાખી ભીમાભાઇને તમે સાથ કેમ આપો છો તેમ કે, છરી લઇને અપશબ્દો બોલ્યા હતા અને દવા પી જઇ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ બનાવમાં ભીખાભાઇ રૂપાભાઇ સાગઠિયા દ્વારા ગૌતમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સામાપક્ષે મનીષાબેન ગૌતમ સાગઠિયા નામના મહિલાએ હરસુખ ભીમા સાગઠિયાને એક વર્ષ પહેલાં ઘરેણાં ઉપર 50,000 હાથ ઉછીના આપ્યા હતાં. તે રકમની માંગણી કરવા જતાં ગૌતમ કાનજી સાગઠિયાને મારી નાખવાની ધમકી આપી કારના કાચ લાકડાના ધોકા વડે તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતું.

આ બનાવમાં મનીષાબેનના નિવેદનના આધારે પોલીસે હરસુખ ભીમા સાગઠિયા, માવજી ભીમા સાગઠિયા, રસીક ભીમા સાગઠિયા, ભીખા મેઘા સાગઠિયા, વિશાલ રામજી સાગઠિયા, ગોવિંદ રૂપા સાગઠિયા સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હેકો. વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે બંન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં ખોજા ચકલા વિસ્તારમાં 4 શખસોએ મચાવી ધમાલ: મહિલાના ઘરમાં ઘુસી કરી તોડફોડ

0

જામનગર શહેરમાં ખોજા ચકલા વિસ્તારમાં ચાર શખસોએ મચાવી ધમાલ: મહિલાના ઘરમાં ઘુસી કરી તોડફોડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર oર.જામનગર શહેરમાં ખોજા ચકલા પાસે વારિયા મસ્જિદ નજીક રહેતાં અને શીલાઇ કામ કરતાં જરીનાબેન હારૂન ડાકોરા નામના મહિલાના ઘરે ગત તા.25 ના રોજ રાત્રીના સમયે રફિક રજાક મનસુરી, શબીર યુસુફ પિઠડિયા, અબ્દુલ કાદર શબીર, રફીક ઉંમર સહિતના ચાર શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઘર વખરીના સામાનમાં તોડફોડ કરી ઝપાઝપી કરી હતી અને મહિલાને પતાવી દેવાની ધમકી આપી હતી.

ચાર શખ્સો દ્વારા ઘરમાં ઘુસી હુમલો કરતાં ઘર વખરીનો રૂા.5000 ની કિંમતનો સામાનમાં નુકસાન થયું હતું…

આ અંગે મહિલાએ જાણ કરતાં દરબારગઢ ચોકીના પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર નજીકના અલિયામાં વૃઘ્ધની હત્યાનો પ્રયાસ : જીતુ અને આશિષની શોધખોળ

0

જામનગર નજીકના અલિયામાં વૃઘ્ધની હત્યાનો પ્રયાસ : જીતુ અને આશિષની શોધખોળ

જૂની અદાવતનો ખાર રાખી બે શખસો લોખંડના પાઇપ વડે તુટી પડ્યા..

દેશ દેવી ન્યુઝ જામનગર: જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતાં સુખાભાઈ કચરાભાઈ બરબચીયા (ઉ.વ.80) નામના વૃધ્ધ ઉપર મંગળવારે મધ્યરાત્રિના સમયે જૂની અદાવતનો ખાર રાખી જીતુ ઉર્ફે જીતીયો નાગદાન મકવાણા અને તેનો ભાઈ આશિષ ઉર્ફે આશલો નાગદાન મકવાણા નામના બન્નેે ભાઈઓએ વૃદ્ધને આંતરીને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી હાથમાં તથા બન્ને પગમાં ગંભીર ઈજાઓ કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.

બે ભાઈઓ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણના આધારે પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ હુમલાનો ભોગ બનેલા નિવેદનના આધારે જીતુ અને આશિષ નામના બે ભાઈઓ વિરૂધ્ધ હત્યાનો પ્રયાસનો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

error: Copying and use of the content of the website is considered as illegal activity.