Tuesday, October 13, 2026
Home Blog Page 315

ડ્રગ્સ પ્રકરણમાં તપાસનો ધમધમાટ: સચાણામાં ATS ના ધામા-સર્ચ ઓપરેશન

0

ડ્રગ્સ પ્રકરણમાં તપાસનો ધમધમાટ: સચાણામાં એટીએસના ધામા-સર્ચ ઓપરેશન

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૧.: જામનગર જિલ્લાના સચાણામાં આજે સવારથી એટીએસ ટીમોએ ધામા નાખ્યા છે અને ડ્રગ્સ પ્રકરણમાં જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો..

ત્યાર બાદ એટીએસ અને જુદી જુદી પોલીસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રકરણમાં અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટા ડ્રગ્સ પ્રકરણનો પર્દાફાશ થયો હતો.

આજે સવારથી જામનગર જિલ્લાના સચાણામાં એટીએસની ટીમે ખાનગીરાહે તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સાથે સચાણાના કોઈ શખ્સોની સંડોવણી છે કે નહિ ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સચાણાના જુદા જુદા વિસ્તારોમાં એટીએસની ટીમ અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે આ દરમિયાન કોઈની સંડોવણી ખુલે છે કે નહિ ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

રામેશ્વરનગરમાં વાહન લે – વેચના ધંધાર્થી પર પિતા – પુત્રોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની રાવ

0

રામેશ્વરનગરમાં વાહન લે – વેચના ધંધાર્થી પર પિતા – પુત્રનો હુમલો..

પિતાએ ફોન કરી ધમકાવ્યો.. પછી સમાધાન માટે બોલાવ્યા બાદ પુત્રોએ લમધાર્યો.. હાથમાં કર્યાં ફ્રેકચર.. જી.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ..

જોડિયા તાલુકાના કુંન્નળ ગામના અને હાલ જામનગર રહેતા પ્રવીણસિંહ વાઘજીભાઈ જાડેજા ઉપર તેના જ કુટુંબીજનો હુમલો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૧. જામનગરમાં વાહન લે વેચનો ધંધો કરતા એક યુવાન પર પિતા અને તેના બે પુત્રોએ હુમલો કરી માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પિતાએ ફોન કરી ધમકાવ્યા બાદ તેના બે પુત્રોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જોડીયાના કુંન્નડ ગામના અને હાલ જામનગરમાં રામેશ્વરનગર વિસ્તાર નિર્મળનગરમાં રહેતા પ્રવીણસિંહ વાઘજીભાઈ જાડેજા નામના યુવાનને સોમવારે સવારે સાડા અગ્યારેક વાગ્યા આસપાસ આરોપી અનોપસિંહ જાડેજાએ ફોન કરી બીભત્સ વાણી વિલાસ આચરી મનફાવે તેવી ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી હતી.

ત્યારબાદ તેના બે પુત્રો રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા તથા યુવરાજસિંહ અનોપસિંહ જાડેજાએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ડાબા હાથની કોણીના ભાગે ઈજા પહોચાડી તેમજ ઢીક્કા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી.

આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઈ એમ.એમ.નંદા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે .

જામનગરના બે યુવાનનું કાનપુરમાં અપરણ બાદ મુક્ત કરાવતી જામનગર પોલીસ

0

જામનગરના બે યુવાનોના કાનપુરમાં અપહરણ પછી લાખોની ખંડણી મંગાઇ : હેમખેમ મુક્ત કરાવતી જામનગર પોલીસ..

કાનપુરમાં જામનગર પોલીસનું ગુપ્ત ઓપરેશન સાથે જામનગર પોલીસની પ્રસંશનીય કામગીરી..

પોલીસ જતીન પઢીયાર અને વિરલ હાડા નામના બંને યુવાનોને લઈ પોલીસ જામનગર આવવા રવાના..

કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ગોંધી રાખ્યા હતા: લાખોની ખંડણી મંગાઇ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૩૦. જામનગર શહેરમાં રહેતા બે મિત્રો ઉત્તરપ્રદેશ ફરવા માટે ગયા હતા , દરમ્યાનમાં ત્યાં કોઇએ અપહરણ કરી ધમકીઓ આપી અને ખંડણીની માંગણી કરી હતી.

આ બાબતની જાણ જામનગર બે મિત્રો પૈકીના એકના પત્નીને થતા પોલીસનો સંપર્ક કર્યો હતો જેના આધારે હરકતમાં આવેલી જામનગર પોલીસે તાકીદે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું..

સાયબર ક્રાઇમની મદદ મેળવી જામનગર પોલીસની ટુકડી ઉત્તરપ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને ગણતરીની કલાકોમાં ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને યુવાનોને સાથે રાખી પોલીસ જામનગર આવવા રવાના થઈ હતી.

આ કાર્યવાહીમાં સીટી – સી ડીવી . પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધે તથા સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેટકર કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ . યશપાલસિંહ બી.રાણા તથા પો.હેડ.કોન્સ . મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ  એસ.એમ.જાડેજા તથા સાઇબર ફાઈમ પો.સ્ટે.ના પો.કોન્સ . કુલદીપસિંહ જાડેજાએ કાર્યવાહી કરેલ છે.

શંકર ટેકરીના નામીચા સખસ સહિત 3 સામે હત્યાની કોશિશની ફરીયાદ

0

શંકર ટેકરીના નામીચા સખસ અને પૂર્વ નગરસેવીકાના પુત્ર સહિત ૩ સામે હત્યાની કોશીશ ની ફરીયાદ..

તું અમારા શેઠ વિરુદ્ધ ફરિયાદ કેમ કરસ તને મારી નાખવો છે તેમ કહી છરીના આડેધડ ધા મારી સુમીત વરાણીયા પર ટુટી પડયા..

બે દિવસ પહેલા વિજયભાઈ વરાણીયા સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

અગાઉ કરેલ ફરિયાદનું મનદુઃખ કારણભૂત..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૩૦.જામનગર દિગ્વિજય પ્લોટ ૪૯માં સુકટરમાં જતા વિજયભાઇના ભત્રીજાને યુવરાજસિંહ મહોબતસિંહ કયોરના નામના શખસે ગાડી ઓવરટેક કરી ગાળો ભૂંડા બોલી કહેલ કે તમે અમારા શેઠ અનવર ખફી અને ઇકબાલ ખફી વિરુદ્ધ ફરિયાદ બહુ કરો છો હવે તને મારી નાખવો છે, તેમ ધમકી આપીને યુવરાજસિંહે પોતાના પાસે રહેલ છરી કાઢી વિજયભાઈ વરાણીયાના ભત્રીજા સુમિત વરાણીયા ઉપર માથાના અને કપાળના ભાગે, તેમજ ગરદનમાં આડેધડ છરીના ઘા મારી ખૂન કરવાના ઈરાદે ઇજા કરી નાસી છૂટયા હતા.

આડેધડ છરીના ઘા લાગવાથી સુમિત વરારાણીયા ત્યાજ ઢરી પડયો હતો લોહી-લુહાણ હાલતમાં જી. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ બાબતની વિજયભાઈ વાણિયાએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે IPC કલમ – ૩૦૭, ૩ર૩, ૩ર૪, ૫૦૬(ર), ૨૯૪ (ખ), ૧૨૦ (બી) જી પી એકટ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધી ઇકો કાસમભાઇ ખફી, અનો કાસમભાઇ ખફી તથા યુવરાજસિહની શોધખોળ આદરી છે.

જામનગર જેલના 7 કેદીની સજા માફી આપવા મુખ્યમંત્રીના દ્વાર ખખડાવ્યા

0

14 વર્ષથી વધુ સજા ભોગવી રહ્યા હોય યોજનાનો લાભ આપો..

સજા ભોગવી રહેલા કેદીઓની વેદના.. યોજના પુનઃ અમલીકરણ કરવામાં આવે તો જેલનું ભારણ પણ ઘટે.

જામનગર જેલના 7 કેદીની સજા માફી આપવા સીએમ સમક્ષ રજુઆત..

દર ત્રણ વર્ષે રાજય માફી યોજનાનું પુનઃ અમલીકરણ કરવા માંગ..દેશ દેવી ન્યુઝ નેટવર્ક ર૯. જામનગર જિલ્લા જેલમાં 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહેલા 7 કેદીએ રાજય માફી યોજના હેઠળ સજામાં માફી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.જેમાં દર ત્રણ વર્ષે રાજય માફી યોજનાનું ગુજરાતમાં પુનઃ અમલીકરણ કરવા માંગણી કરી છે . જામનગર જિલ્લા જેલમાં 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવી રહેલા 7 કેદીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે , ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હતા ત્યારે વર્ષ 2003 થી 2013 સુધીના સમયગાળામાં દર ત્રણ વર્ષે કેદીઓને રાજય માફી આપવાની યોજના અમલમાં મૂકી હતી . આથી જેલનું ભારણ ઘટે અને સુધારાત્મક પરિણામ આવે.

આ સમયગાળામાં ચાર વખત કેદીઓને રાજયમાફી આપવામાં આવી હતી . આ યોજના હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ -2017 માં છેલ્લી રાજયમાફી આપી હતી . પરંતુ ત્યાર પછી આ યોજના બંધ થઇ ગઇ છે.

આથી ચાર વર્ષથી આ યોજના હેઠળ કોઇ માફી આપવામાં આવી ન હોય રાજયની જેલોમાં 14 વર્ષથી વધુ સમય સજા ભોગવી રહેલા કેદીની સંખ્યા 600 થી વધુ થઇ છે . આથી ગુજરાતમાં આ યોજના પુનઃ ચાલુ કરી તેનો લાભ આપવા કેદીઓએ માંગણી કરી છે .

જામનગર ચેલાના મેફેડ્રોન ડ્રગ્સમાં વધુ એક શખસને મુંબઈથી ઝડપી લેતી પંચ-બી

0

પંચકોશી બી પો.સ્ટે.ના PSI સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ખોડુભા જાડેજા , હીતેન્દ્રસિંહ જાડેજા , હીતેન્દ્રસિંહ ચુડાસમા નાઓ રીમાન્ડ પરના આરોપીને સાથે લઇ પહોંચી મુંબઈ

જામનગર ચેલાના મેફેડ્રોન ડ્રગ્સમાં વધુ એક શખસ મુંબઈથી ઝડપાયો..

ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક શખસ ઝડપાતા ધરપકડનો આંક ૩ નો થયો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૮. જામનગરના ચેલાગામના મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં પોલીસે વધુ એક સપ્લાયર મુંબઈના શખસને સ્થાનિક પોલીસની ટુકડીએ મુંબઈથી ઝડપી લીધા બાદ ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે હાલ આ ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડનો આંક ૩ થયો છે.

જામનગર તાલુકાના ચેલાગામમાં રહેતો ઈમ્તિયાઝ રસીદભાઈ લાખા નામનો શખસ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સ રાખી વેચાણ કરતા ગત તા .૧૨ ના રોજ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

તેના કબ્જામાંથી રૂા .૩.૪૦ લાખની કિંમતના ૩૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી રૂા .૩,૫૦,૨૦૦ નો મુદામલા કબ્જે કર્યો હતો તેની પુછપરછ સુરત ખાતેથી આસીફ ઉર્ફે આસીફ લાલા એસ.પીરાણી ( રે.મહારાષ્ટ્ર – પનવેલ ) વાળાસપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું.

જેથી એસઓજીની ટીમે આસીફને મુંબઈથી પકડી લીધો હતો . સ્થાનિક પોલીસને સોંપી દેતો તેની ધરપકડ કરીને પોલીસે આસીફને કોર્ટમાં રજુ કરીને તા .૩૦ નવેમ્બર ( ૬ દિવસ ) ના રીમાન્ડ પર લીધો છે . રીમાન્ડ પર આકરી ઢબે પુછપરછ કરતાં તે માત્ર પાર્સલ પહોંચાડનાર હતો અને તેમાં મુંબઈના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરનું નામ ખુલ્યું હતું.

જેથી પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ સી . એમ.કાંટેલીયા સહિતની ટીમ મુંબઈ ખાતે પહોંચી હતી. ત્યાંથી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર ગુરફાનમહમદ ફારૂક ( ઉ.વ .૨૭ ) નામના શખસને નવી મુંબઈ તલોજા ખાતેથી પકડી લીધો હતો અને તેને જામનગર લઈ આવીને કોવીડ ટેસ્ટ બાદ આજે ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી પંચ- બી ” ડીવિઝન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા PC ખોડુભા જાડેજા , હીતેન્દ્રસિંહ જાડેજા , હીતેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

નાના આસોટામાં યુવાનની ધોકા ફટકારી બે શખ્સોએ નિપજાવી કરપીણ હત્યા..

0

નાના આસોટામાં યુવાનની ધોકા ફટકારી બે શખ્સોએ નિપજાવી હત્યા..

અગાઉનું મનદુખ કારણભૂત બંને શખ્સોની ધરપકડ: પરિવારમાં શોકનું મોજું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક તા . ૨૭ ખંભાળિયાના નાના આસોટા ગામમાં રહેતા એક આહિર યુવાન પર ગઈકાલે સવારે અગાઉની માથાકૂટનો ખાર રાખી બે શખ્સો ધોકા વડે હુમલો કરી મરણતોલ માર માર્યો હતો. બેફામ માર ને કારણે તેમનું ગંભીર હાલતમાં કરૂણ મૃત્યુ થયું હતું..

ખંભાળિયાની આસોટા ગામમાં રહેતા કરશનભાઈના સગાભાઈ આંબલીયા નામના યુવાન સાથે અગાઉ નાના મોટા ગામના જ દેવાણંદ કરશન ખુટી ઉર્ફે દેવલાને કોઈ બાબત બોલાચાલી થઈ હતી.

આ બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે સાડા સાતેક વાગ્યે કરશનભાઈ જ્યારે હકા મહારાજના ખેતર પાસેથી જતા હતા ત્યારે તેઓને દેવાણંદ તથા હકા ઉર્ફે જીવા કરશન ખુટીએ રોકી લઈ ઝઘડો શરૂ કર્યો હતો .

આ બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કરી કરશનભાઈને જીવલેણ માર માર્યો હતો. બન્ને પગ તથા ડાબા હાથમાં કરશનભાઈને ગંભીર ઈજા થઈ હતી.ગંભીર માર મારી બંને શખ્સો પલાયન થઈ ગયા હતા.

ગંભીર ઈજા પામેલા કરશનભાઈને સારવાર માટે ખંભાળિયા તથા ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી . જી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આથી પોલીસે આઈપીસીની કલમ 302, 114,જી.પી એક્ટ ની કલમ 135 (૧) હેઠળ ગુનોં નોંધ્યો છે.

ખાનગી કંપનીમાં કોલસાનો કોન્ટ્રાકટ જબરદસ્તીથી આપવા કર્મચારીને માર માર્યો: માજી મંત્રીના પુત્ર સહિત 8 સામે ફરીયાદ

0

ખાનગી કંપનીમાં કોલસાનો કોન્ટ્રાકટ જબરદસ્તીથી આપવા કર્મચારીને માર માર્યો-ધમકી આપી:

ખંભાળિયાના માજી મંત્રીના પુત્ર સહિતના આઠ શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા ૨૬. ખંભાળિયાના માજી મંત્રીના પુત્ર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના કર્મચારીને રસ્તામાં આંતરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખાનગી કંપનીના કર્મચારીએ ખંભાળિયા પોલીસમાં માજી મંત્રીના પુત્રસહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી અધિપ શ્રીકાંત પાઇ (ઉ.વ.46) રહે મુળ રહેણાકમ કર્ણાટક હાલ ખંભાળિયા કલ્યાણ હોટેલ, પોતે સેસા કોક ગુજરાત (વેદાન્તા) કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પુર્વે પોતાની કાર લઇને અન્ય કર્મચારીઓ સાથે ઍનઆરઇ ગોલાઇ પાસેથી કંપનીમાં કામે જઇ રહયા હતા.

ત્યારે દિલીપ ગોરીયા તેની સાથેના સતુભા, મહેન્દ્રસિંહ જેઠવા તેમજ અજાણ્યા પાંચેક શખ્સોઍ મારી કાર આડે કાર રાખી કારને રસ્તામાં રોકી હતી.

તેમજ જયાં સુધી કોલસા પરિવહનનો કોન્ટ્રાકટ નહી આપ ત્યાં સુધી કંપનીમાં કામ કરવા નહી જવા દઉ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કંપનીના અધિકારીની ફરિયાદી પરથી માજી મંત્રીના પુત્ર દિલીપ ગોરીયા સહિતનીટોળકી સામે આઇપીસી 143, 147, 323, 341, 342, 504, 506 (ર) મુજબ ગુનો નોધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જામનગરના કાલાવડનાકા બહાર જૂની અદાવતમાં ધીંગાણું: મસીતીયા ગામના સુમરા શખ્સ સહિત 2 સામે ફરીયાદ

0

જામનગરના કાલાવડનાકા બહાર જૂની અદાવતમાં ધીંગાણું..

માતા-પુત્રી સહિત ચાર પર હુમલો : બે શખસ સામે ફરિયાદ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૬ : જામનગરના કાલાવડનાકા બહાર રંગુનવાલા હોસ્પીટલ પાસે સાટીવાડમાં ગઇ સાંજે જુની અદાવતમાં મહિલા સહિત ચાર પર હુમલો કરવામાં આવતા ચકચાર ફેલાઇ હતી, પોલીસે ફરીયાદના આધારે બે શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આગળ વધારી છે.

રંગુનવાલા હોસ્પીટલ પાસે સાટીવાડમાં રહેતા ઇબ્રાહીમ ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ સતાર વજબાણી (ઉ.વ.51)એ સીટી-એ માં મસીતીયા ગામના આદમ ખફી અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 324, 323, 504, 114, જીપીએકટ 135(1) મુજબ એવી ફરીયાદ કરી છે કે ગઇકાલે સાટીવાડ ખાતે ફરીયાદીના સાળીના દિકરા સાથે અગાઉ આરોપી આદમને બોલાચાલી થઇ હતી.

જેનો ખાર રાખીને આદમે ફરીયાદીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો આ વેળાએ વચ્ચે છોડાવા પડતા તેમના પત્ની કસાનાબેનને છરી વડે છરકા કરવામાં આવ્યા હતા  ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

દરમ્યાનમાં આરોપીની સાથે રહેલા અજાણ્યા ઇસમે ફરીયાદીના પત્ની કસાનાબેન તથા પુત્રી સનાબાનુ તથા ફરીયાદીના સાળાની દિકરી ફરઝાનાને પાઇપ વડે આડેધડ ઘા મારી મુંઢ ઇજાઓ પહોચાડી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ આદરી હતી, બનાવના પગલે આ વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી.

ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં કરવામાં આવી અરજી: જામનગરનો ઉલ્લેખ

ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ, હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી..

હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં નોનવેજની લારીઓ ઉપર લેવાયેલા પગલાં અંગે પણ ઉલ્લેખ કરાયો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રપ. ગુજરાતમાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને પડી રહેલી મુશ્કેલીને લઈને એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં એસોસિએશને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાજ્યમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માગ કરી છે.

આ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, કોઈપણ પ્રકારના સર્ક્યુલર વિના સ્વ-રોજગારી કરતા અને સંવૈધાનિક હક ધરાવતા લોકોના હક્ક છીનવી શકાય નહીં,

રાજ્ય સરકાર આ નિર્ણયથી અનેક લારી-ગલ્લા પર નિર્ભર રોજમદારો બેરોજગાર થયા છે.હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં નોનવેજની લારીઓ ઉપર લેવાયેલા પગલાં અંગે પણ ઉલ્લેખ કરાયો છે.અરજદારે તંત્ર દ્વારા તાજેતરમાં જે લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા તે તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.