Friday, October 16, 2026
Home Blog Page 264

ધ્રોલ પંથકના તમાચણ અને રોજીયામાં શ્વાને 3 બાળકોને ચૂંથી નાખ્યા : જુવો VIDEO

0

તમાચણ-રોજિયા પંથકમાં બેકાબૂ શ્વાને માસૂમ ભૂલકાંઓને નિશાન બનાવ્યા 

  • ધ્રોલ શ્વાનનો આતંક, 3 બાળકોને બચકા ભર્યા : જેમાં ત્રણ વર્ષના બાળકની હાલત ગંભીર

દેશ દેવી ન્યૂઝ તા.o૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના તમાચણ અને રોજિયા પંથકમાં ગઈકાલે બપોર બાદ હડકાયા બનેલા એક શ્વાને ભારે આતંક મચાવ્યો હતો. બેકાબૂ બનેલા આ શ્વાને તમાચણમાં ત્રણ વર્ષના બાળકને ચૂથી નાખ્યું હતું તે બાળકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે બીજી બાજુ તમામણગામ અને રોજિયા ગામથી એક સીમ હોવાથી હડકાયું શ્વાને બીજા ૭ અને ૮ વર્ષના બે બાળકોને નિશાન બનાવતા ધ્રોલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બે સહિત ૩ બાળકોને બચકા ભરી લીધાનું બહાર આવતા ભારે દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.બીજી બાજુ હડકાયા શ્વાનના હુમલાનો ભોગ બનેલા ત્રણેય બાળકોને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓટો રીક્ષામાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બેકાબૂ થાને રીતસર આતંક મચાવતા એક ત્રણ વર્ષના બાળકને શરીરે એકથી વધુ જગ્યાએ બચકા ભર્યાનું જાણવા મળ્યું છે જેને તબીબી સારવાર અપાઈ રહી છે.

જામનગરમાં રિલાયન્સ ઝૂ દ્વારા નીલગાયનું દિલધડક રેસ્ક્યુ: જુવો VIDEO

0

જામનગરમાં રિલાયન્સ ઝૂ દ્વારા નીલ ગાયનું દિલધડક રેસ્ક્યુ: બે ક્લાકની જહેમત બાદ ઓપરેશન પાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી નીલગાયનું જુંડ ચડી આવતા કુતુહુલ ફેલાયું હતું  લોકોએ કસ્તૂરી સમજીને સેલ્ફી લેવા દોટ મૂકી હતી બીજી બાજુ વનકર્મીના આંદોલનને કારણે નીલ ગાયને રેસ્કયું કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું જેથી રીલાયન્સમાં આકાર પામી રહેલ ઝૂ ના સ્ટાફ દ્વારા બે કલાકની જેમ જ બાદ દિલ ધડક ઓપરેશન પાર પાડ્યું હતું અને નીલ ગાયને કુદરતના ખોળે મુક્ત કરવાની કવાયત હાથ ધરી હતી

જામનગરમાં લોકોના આરોગ્ય સાથે નગ્ન નાચ: હાપામાંથી એનર્જી ડ્રિન્ક્સનો જંગી જથ્થો ઝડપાયો જુવો VIDEO

0

જામનગર હાપાની મોતિયો વાલે ટ્રેડર્સ માં ફ્રુડ શાખાના દરોડા: એકસપાયર થયેલ માલ ઝડપાયો

  • એક્સપાયર ટાટા ગુલકો એનર્જીના 477 બોક્સ તથા ૬૩૦ પાણીની બોટલ જપ્ત : આકરી કાર્યવાહી થશે
  • ઠેબા ચોકડી પાસે તમામ જથ્થો નાશ કરવાની તજવીજ : ચીંદી ચોરોમાં ફફડાટ

દેશ દેવી ન્યુઝ તારીખ 8 સપ્ટેમ્બર 22 જામનગર શહેરમાં એક્સપાયર થયેલ ટાટા એનર્જી ડ્રીન્કસ વેચાતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી જેને લઇ ફુડ શાખા દ્વારા હાપામાં આવેલ મોતિયુ વાલે ટ્રેડર્સ નામના વેપારીના ગોડાઉનમાં દરોડો પાડતા ટાટા ગુલકો એનર્જીના 477 બોક્સઅને 630 બોટલ પાણીની મળી આવતા તમામ એક્સપાયર થયેલ માલ જપ્ત કરવામાં આવ્યો.અને મનપાના ઠેબા ખાતે આવેલ ડમ્પીંગ પોઈન્ટ પર તેનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી હાલ ઠંડા પીણાના શોખન માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરમાં નિલગાયની ”ઉછળ કુદ” બની આકર્ષણનું કેન્દ્ર: જુવો VIDEO

0

જામનગર શેહેરી વિસ્તારમાં નીલગાય ચડી આવતા કુતુહુલ ફેલાયું

  • નવાગામ ઘેડ પાછળ આવેલ વાડી વિસ્તારના હોવાનું કારણ.
  • છેલ્લાં બે દિવસથી ચારથી પાંચ નીલગાય (રોઝડું)ના ધામા: લોકો હરણ સમજી સેલ્ફી લેતા નજરે પડ્યા
  • ગ્રેડ-પે ના મુદે ફોરેસ્ટકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી આંદોલનના માર્ગે: 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી નીલગાયનું જુંડ ચડી આવતા કુતુહુલ ફેલાયું છે. લોકો હરણ સમજીને સેલ્ફી લેતા નજરે પડ્યા હતાપ્રાપ્ત વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નિલગાય (રોજડું) દેખા દેતા તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા નવાગામ ઘેડ પાછળ આવેલ નાગના ગામની વાડી વિસ્તાર વીડીમાં જોવા મળતી નીલગાય પોતાના જુંડથી વિખુટી પડી શહેરી વિસ્તારમાં ચડી આવી છે. જેને લઈ લોકોમાં કુતુહુલ ફેલાયું છે.આ નિલગાય શરમાળ અને ચંચળ સ્વભાવને કારણે મુખ્યત્વેરાત્રીના ભાગે સીમમાં વિસ્તારમાં જોવા મળે છે અને ઉભા પાકને એક રાતમાં નષ્ટ કરી દે છે પરંતુ કોઈ કારણસર ધાસચારાની શોધમાં શહેરમાં ચડી આવ્યું છે. ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ પોતાની અલગ અલગ માંગણીને લઈ આંદોલનના માર્ગે છે જેથી નીલગાયને પકડવું મુશ્કેલ થઈ રહ્યું છે.

જામનગર લાલબંગલા સર્કલમાં મહિલાઓ વચ્ચે મારા-મારી: જુવો VIDEO

0

જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ આધારકાર્ડ સેન્ટર ઉપર મહિલાઓ વિફરી.

  • આધારકાર્ડ બનાવવા બાબતે પૈસાની લેતી-દેતી કર્યાં બાદ બે હજાર દીધા છતા કાર્ડ “ન” મળતા મામલો બિચક્યો
  • આધારકાર્ડ સેન્ટર ઉપર દલાલીનો શફ્ડો : પૈસા વગર કામ થતું નથી : મહિલાઓનો આક્ષેપ
  • ગાળોની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા: એકબીજાને બચકા ભરી લેતા લાલચોળ

દેશ દેવી ન્યુઝ જામનગર o૭ સપ્ટેમ્બર ૨૨ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર ઉપર મહિલાઓ દ્વારા આધારકાર્ડ બનાવવા બાબતે ડખો થતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા વાત એટલી હદે વણસી કે મહિલાઓએ એકબીજાને બચકા અને ઝાપટો સાથે વધાવી લીધી હતી ગાળોની રમજટ વચ્ચે દેકારો બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા.

જાણવા મળતી વિગત મુજબ શહેરના લાલ બંગલા સર્કલ ખાતે આવેલ આધાર કાર્ડ સેન્ટર ઉપર આધાર કાર્ડ બનાવવા બાબતે મહિલાઓ અને દલાલ વચ્ચે લેતી દેતી થઈ હતી અને કાર્ડ બનાવવા રૂપિયા બે હજારનો વહીવટ થયો છતાં કાર્ડન બનાવી દેતા મામલો બિચક્યો હતો અને મહિલાઓ સામ સામે આવી ગઈ હતી. એકબીજાને બચકા ભરી લોહીલુહાણ નાખ્યા હતા અને દલાલની બાઇક પણ તોડી નાખી હતી. હાલ તો આ મુદાએ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે. કોઈ રાહદારી દ્વારા પોલીસને જાણ પર કરાઇ હતી.

જામસાહેબ દ્વારા પોતાના નિવાસસ્થાને ગણેશ વિસર્જન કરી લોકોને શુભ સંદેશો પાઠવ્યો: જુવો VIDEO

0

જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

  • કાયદો વ્યવસ્થા અને પર્યાવરણની જાળવણી માટેની જામનગરવાસીઓને અપીલ કરી
  • ગણેશ વિસર્જન નદીનાળાની જગ્યાએ મનપાએ ફાળવેલ જગ્યાએ કરવા અનુરોધ પણ કર્યાં
  • વિડીયોના માધ્યમથી બાપુ દ્વારા વિર્સજન કરી લોકોને શુભ સંદેશો પાઠવ્યો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૭ સપ્ટેમ્બર ૨૨ જામનગરનાનામદાર મહારાજા જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા પોતાના નિવાસસ્થાને પાણીના ટબમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને લોકોને તંત્રને વહીવટીતંત્રને સહકાર આપવા સંદેશો આપતો વીડિયો પણ જારી કરાયો હતો.શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા નદી તળાવમાં ગણપતિ વિસર્જન કરતા લોકો ને તેમના મફવિલા સ્થિત નિવાસસ્થાને બોલાવી, ઘરે પાણીમાં ગણપતિ વિસર્જન કરવા અથવા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કુંડમાં વિસર્જન કરવા માહિતી આપી સમજાવવામાં આવ્યું હતું.

બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ કાયદો વ્યવસ્થા અને સરકારશના નિયમો,પર્યાવરણની રક્ષા અને જાહેરનામનો અમલ કરવા પણ અપીલ કરી હતી, સાથેસાથે પોલીસ,વહીવટીતંત્ર પણ લોકોને સાથ સહકાર આપે અને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી.

વધુમાં જામસાહેબ બાપુશ્રીએ જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાને પણ ભગવાન ગણપતિ બાપાને પાણીના ટબ માં વિસર્જન કરવામાં આવે છે નામદાર મહારાજા જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા વતી લોકોને સંદેશો પાઠવ્યો હતો

જામનગરમાં બિસ્કીટના પૈસાની ઉઘરાણી બાબતે ગર્ભવતી મહિલાને પેટમાં લાતો મારતા બાળકનું મોત

0

બિસ્કીટના પૈસાની ઉઘરાણી જેવી નજીવી બાબતે મહિલાને પેટમાં લાતો મારી

  • ગર્ભમાં ઉજરી રહેલ 3 માસના બાળકનું મોત.
  • આરોપી:- ભૂરોકસાઇ બુરહાની પાર્ક જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૭ સપ્ટેમ્બર ૨૨ જામનગરમાં કાલાવડના નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં બીસ્કીટના નાણાની ઉઘરાણી કરવા ગયેલા પરિવાર સાથે માથાકુટ કરીને એક સખશે સગર્ભા મહિલાને પેટમાં લાતો અને ધોકા વડે માર મારીને માસના ગર્ભસ્થ બાળકનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાતા અરેરાટી વ્યાપી છે. મહિલાને દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.શહેરમાં કાલાવડના નાકા બહાર આવેલી બુરહાની પાર્ક વિસ્તારમાં કરિયાણાની ધરાવતા સીરીનબેનની દૂકાનેથી ભૂરો કસાઇનો છોકરો પૂછ્યા વગર બિસ્કીટ લઈ ગયા હોવાને બાબતે સીરીન બેન ભુરા કસાઈના ઘરે ગયા હતા અને બીસ્કીટના પૈસા માંગ્યા હતા.તેથી ભુરાએ ગાળો બોલી અફસાનાબેનને ઢીકાપાટુનો માર મારી તથા પેટના ભાગે લાતો તથા લાકડાના ધોકા વડે માર મારીને શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી અફસાનાબેનને તકલીફ વધી જતાં તેને જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં તેના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.આથી આ બનાવ અંગે અફસાનાબેને પોતાના ગર્ભમાં રહેલા આશરે ૩ માસના બાળકનું મોત નિપજાવી સાથેના હુશેનભાઈને લાકડાના ધોકા વડે શરીરે માર મારીને મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ હોસ્પિટલમાં પોલિસને આપી હતી આથી સીટી-એ ડિવિઝનના Pl મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ IPC કલમ ૩૧૬, ૩૨૪, ૫૦૪ તથા જી.પીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેંચી મારતી રોજકોટની ત્રિપુટીનો પર્દાફાસ: જુવો VIDEO

0

જામનગર એરપોર્ટમાં વાહનો ભાડે રાખવાની લાલચ આપી છેતરપીડીં આચરતી ગેંગનો પર્દાફાશ

  • આરોપી : (૧) અવેસ ઇકબાલભાઇ આરંભડા તથા (૨) સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ (૩) મહમંદહુશેન ઉર્ફે સમીર અકબરભાઇ ખોડ રહે. બધા રાજકોટ 
  • સીટી-સી ડીવીઝન પોલીસે ૧૧ લાખેણી કાર સાથે ૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો
  • જામનગરમાં ઓફિસ ભાડે ત્રિપુટીએ આચર્યું કારસ્તાન : અનેક લોકો શીશામાં ઉતરી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૬ સપ્ટેમ્બર ૨૨  જામનગર સહિત અનેક શહેરોમાં લોકોને એરપોર્ટ કોન્ટ્રાકટરમાં ગાડી રખાવાના બહાને તેમની કાર લઇ તેને વેચી નાખી અથવા ગિરવે મૂકી દેનાર ત્રિપુટીનો પર્દાફાસ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પ્રકરણમાં પોલીસે ૧૧ જેટલા વાહનો કબજે કર્યા છે. આ કૌભાંડમાં સીટી-સી પોલીસે ૮૪ લાખ જેવો મુદ્દામાલ જપ્ત કર્યો આ ફુલેકું કરોડોને આંબી જાય તેમ છે. જામનગર અને ખંભાળિયામાં રહેતા લોકો પાસેથી રાજકોટની એક ત્રિપૂટીએ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ટ્રાવેલ્સની ઓફિસ ખોલીને એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગાડી ભાડે રાખવાની લલચામણી ઓફર આપી હતી . જેમાં ૧૧ જેટલા લોકો હાલ ફસાઈ ચૂક્યા છે . આ લોકો પાસેથી ફોર વ્હીલર ગાડીઓ લઈ તેને મહિને ભાડુ આપી આ ગાડીઓ ગિરવે મૂકી દેવામાં આવતી અથવા તો વેચી દેવામાં આવતી હતી.

જામનગર સિટી – સી પોલીસે નિર્મલ માલદેભાઇ ચાવડા નામના શખસની ફરિયાદ પરથી પોરબંદરના આવેશ ઈકબાલ આરંભડા , રાજકોટના મહંમદહુસેન ઉર્ફેસમીર અકબર ખોળ અને સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી ખોળ નામના ત્રા શખસો સામે છેતરપીંડી , વિશ્વાસઘાત અને કાવતરાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આવા તો છેતરપિંડીનો અનેક લોકો ભોગ બન્યા છે . અમુક લોકોએ તો નવી ગાડીઓ લાલચમાં છોડાવીને કોન્ટ્રાક્ટમાં મુકી હતી.પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. પોલીસે હાલ ૧૧ જેટલી ગાડીઓ કબજે કરી છે અને ૮૪ લાખ જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરમાં બેડીના નાકે રોડ વચ્ચે ST બસ ખોટવાઈ : મુસાફરોએ ધક્કા મારતો વિડીયો થયો વાઇરલ : જુવો Video

0

જામનગર શહેરના બેડીના નાકા પાસે રોડ વચ્ચે એસ.ટી ખોટકાઈ જતા થયો ટ્રાફિક જામ : મુસાફરો દ્વારા ધક્કા મારતો વિડીઓ થયો વાઈરલ

  • વડોદરા ખભાળીયા રૂટની બસ બેડી નાકા પાસે બંધ થતા મુસાફરોએ ધકકા મારવાની નોબત આવી
  • થોડી શણ તો’ ડ્રાઈવરને પણ ખબર ન પડી કે શું થયું : મુસાફરો અટવાયા
  • પેસેન્જરે ઉતરી ધક્કો મારતા રમુજી ફેલાઈ: ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર જામનગર શહેરના બેડી નાકા પાસે ગઈકાલે સાંજે વડોદરા ખંભાળિયા રૂટની એસટી બસ અચાનક રોડ વચ્ચે બંધ થઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ ટ્રાફીકથી ધમધમતા અને સદાને માટે શિરદર્દ બનેલા રોડ ઉપર અચાનક એસટી બસ બંધ પડી જતા મુસાફરો ધક્કો મારવાનો વારો આવ્યો હતો.એસટી વિભાગ દ્વારા અલગ અલગ રૂટમાં ફાળવેલી અનેક બસો ખખડધજ અવસ્થામાં છે.હમેશાને માટે જેને લઇ લાંબા રૂટની બસોના પેસેન્જર ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની અવારનવાર ફરિયાદપેસેન્જર એ ડેપો મેનેજરને કરી છે. ત્યારે આ મામલે બસમાં મુસાફરો દ્વારા નીચે ઉતરી અને બસ શરૂ કરવા માટે ધક્કો મારવામાં આવ્યા હતા તેમ છતાં પણ બસ શરૂ થઈ ન હતી ત્યારે રોડ ઉપર ટ્રાફ્કિ જામ થઈ જવા પામ્યો હતો અને ભારે રમુજી ફેલાઈ હતી.તેવામાં કોઈ રાહદારીએ એસટી બસની ધક્કા મારતા હોય તેવો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા એસટીના તંત્ર ઉપર સવાલો ઉભા થયા છે.બીજી બાજુ ધક્કાનું ચિત્ર જોઈ હર-કોઈએ પેટ પકડીને આનંદ માણ્યો. હાલતો વિડીઓ એ શોશિયલ મડીયામાં ધૂમ મચાવી છે.

લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવવા બાબતે આધેડની હત્યાની કોશીશ

0

લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવા બાબતે આધેડની હત્યાની કોશીશ : ૪ સામે ફોજદારી

  • બળદ ચરતા ચરતા-ચરતા અન્યની વાડીના શેઢે જતા બોલી બધળાટી
  • આરોપી: (૧) હરદેવસિંહ મંગળસિંહ જાડેજા (૨) વિક્રમસિંહ કિરીટસિંહ જાડેજા (૩) વિજયસિંહ કિરીટસિંહ જાડેજા (૪) જગુભા સામંતસિંહ જાડેજા રહે બધા આરબલુસ તા.લાલપુર જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૬ સપ્ટેમબર ૨૨ જામનગર લાલપુરના સેવક ધુણીયા ગામની સીમમાં બળદ ચરાવવા બાબતે પિતા પુત્ર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. ગઇકાલ બપોરના ભાગે ફરિયાદી રવિરાજસિંહ જાડેજાએ પોતાની માલીકીના બળદ પોતે ભાગમાં રાખેલ વાડીના શેઢે ચરાવતો હોય અને બળદ ચરતા ચરતા હરદેવસિંહ મંગળસિંહ જાડેજાની માલીકીની જમીન અને ભાગમા રાખેલ વનરાજસિંહના વાડીના સંયુક્ત શેઢા તરફ ચરવા જતા વિક્રમસિંહએ રવિરાજસિંહને ત્યા બળદ ચરાવવાની ”ના” કહેતા ફરીયાદી રવિરાજ જાડેજાએ કહ્યું તેને શુ વાંધો છે. તેથી વિક્રમસિંહ જાડેજા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે ઝગડો કરી મન ફાવે તેવી ગાળો આપી ત્યાથી જતા રહ્યા હતા થોડી વાર પછી તમામ શખ્સો એકસંપ થઇ ૨વિરાજસિંહ જાડેજા પાસે આવી જઈ રવીરાજસિંહ કાઈ સમજે તે પહેલા તો તમામ આરોપીનોએ ગાળોની રમજટ વચ્ચે ઢીંકાપાટુ વડે હુમલો કરી દેતા અફ્ડાતફડી મચી જવા પામી હતી તે દરમ્યાન પુત્રને માર ખાતા જોઈ તેના પિતા ચંદુભા જાડેજા ત્યા આવી જતા ઉશ્કેરાયેલ આરોપીઓએ ચંદુભા ઉપર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમની હાલત ગંભીર ગણાય રહી હતી બનાવની જાણ થતા સેવક ધૂણીયા ગામના સગા સ્નેહી આગેવાનો તેમજ પોલિસ કાફલો હોસ્પિટલ દોડી ગયા હતા અને બનાવ અંગેની વિગત મેળવી હતી.

લાલપુર પોલીસે રવિરાજસિંહની ફરિયાદ પરથી ચાર શખ્સો વિરૂદ્ધ હત્યાની કોશીશ સહિતની કલમ હેઠળ IPC કલમ ૩૦૭,૩૨૩ , ૩૨૪,૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.