આણદા બાવા ના ચકલા પાસે વેહલી સવારે ધાડ પાડનાર સખ્શ ને જમીનમુક્ત કરતી જામનગર સેસન્સ કોર્ટ
- આરોપીઓથી કોઈ ખતરો ન હોય તો જામીન બાબતે અમને કોઈ વાંધો નથી: જૈન આગેવાનો
- આણંદબાવા ચકલામાં આવેલ જૈન દેરાસરમાં ઘૂસી તોડફોડ કરી
- જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશ સમયે જ બનાવ બનતા જૈન સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા
- યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ રાઠોરની ધારદાર દલીલ: જામનગર શહેરના ઇતિહાસમાં પ્રથમ ઘટના
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫ સપ્ટેમ્બર ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચર્ચા જગાડનાર બનાવામાં જામનગર શહેરમાં અનેક સ્થળોએ જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશના કાર્યક્રમો ચાલી રહ્યા હતો તેમા શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં વહેલી સવારે લુખ્ખા તત્વો બેફામ બની સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન કરી તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કર્યાની ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો હતો.
બનાવની જાણના પગલે પોલીસના ધાડે -ધાડા ઉતરી ગયા હતા અને પોલીસે ગણતરીની મિનિટોમાં જ ૬ શખ્સોને ઉઠાવી લઈ સારાભરા કરી હતી અને તેના વિરૂદ્ધ તોડફોડ, ધાડ સહિતની કલમ હેઠળ સિટી-એ ડીવીઝનમાં IPC 395, 341, 441, 337, 323, 324, 504, 506(2) મુજબ મુજબ ની કલમો હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરેલ હતો જે બાબતે 6 એ આરોપી દ્વારા પોતાના વકીલ મારફત કરવામાં આવેલ જમીન અરજી ચાલી જતા સરકાર દ્વારા કેસ માં આજીવન કેસ ની સજા ને પાત્ર ગુન્હો હોઈ જમીન રદ કરવા અરજી કરેલ હતી જ્યારે જૈન સમજ ના આગેવાનો કોર્ટ રૂબરૂ આવી તેમનો ધર્મ માફી માં વધુ માને છે અને આરોપીઓ થી કોઈ ખતરો ના હોઈ તેમજ જામીન મુક્ત કરવા રજુઆત કરેલ હતી ઉપરાંત મેરીટ પર અરજદાર ના વકીલની રજુઆત હતી કે આ કોઈ ધાડ નો ગુન્હો નથી પરંતુ એક દાખલો બેસાડવા પોલીસ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધેલ છે.
જેના સંદર્ભ ના બનાવ મા વાઇરલ થયેલ CCTV ફૂટેજ રજૂ કરેલ હતા તેમજ અરજદાર એ JMFC કોર્ટ રૂબરૂ કરેલ અરજીઓ રજૂ કરાવી હતી જે રજૂઆત ધ્યાને લઇ નામદાર સેશન્સ કોર્ટે દ્વારા 6 એ આરોપીઓ ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે. આરોપીના વકીલ તરીકે યુવા ધારાસાસ્ત્રી શિવરાજસિંહ રાઠોર રોકાયા હતા.



દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨. સપ્ટેમ્બર ૨૨જામનગરમાં પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર પાંચ પીએસઆઇને ફરજ ફાળવણી કરાઈ જેમા સરકાર દ્વારા લેવાયેલ ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ – ર) માં ઉતિર્ણ થયેલ પોલીસ કર્મચારીઓ (૧) UHC અનોપસિંહ ભીખુભા જાડેજા, જામ જોધપુર પો.સ્ટે., (૨) UHC ખોડુભા માનસંગ જાડેજા પંચ બી પો.સ્ટે. (૩) UASI વસંતલાલ રામજીભાઇ ગામેતી સીટી સી ડીવી. પો.સ્ટે. (૪) UHC ખીમાભાઇ હાજાભાઇ ભોચીયા એલ.સી.બી. (સ્ટેટ મોનીટરીંગ સેલ એટેચ તરીકે) (૫) UHC સુરેન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણ પોલીસ હેડ કવાટર (૬) UHC રાજેશભાઇ હરદાસભાઇ સુવા પેરોલ ફર્લો સ્કોવડ (૭) UASI અશ્વિનકુમાર ભગવાનજીભાઇ ગંધા એલ.સી.બી. જામનગર વાળાઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ. જે બાબતે પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલુ તથા નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા સ્ટાર સેરેમની રાખી નિમણૂંક આપવામાં આવેલ જેથી પોલિસ બેડામાં આંનદની લાગણી છવાઈ હતી


આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.12 ના કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી, કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના કોંગ્રેસી નેતા-આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા.
દરમ્યાન જામનગર પંથકના સિક્કા ગામમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ તકે સિક્કા સજ્જડ બંધ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે આજે સવારના 8 થી 12 વાગ્યા સુધી આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. ત્યારે ક્યાંક-ક્યાંક બંધની અસર જોવા મળી રહી છે તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર જોવા મળી રહી છે. ત્યારે અહીં જોઇશું કે ગુજરાત બંધના એલાનની સમગ્ર રાજ્યમાં હાલ કેવી અસર જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, ગઇકાલે સ્વયં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. ત્યારે આજે સુરતમાં કોંગીઓ અનોખો વિરોધ કરી રહ્યાં છે. બંધને સફળ બનાવવા કોંગીઓએ વેપારીઓને ગુલાબ આપી બંધ જોડાવવા અપીલ કરી છે.

