Friday, October 16, 2026
Home Blog Page 262

જામનગરના ગોકુલધામ સોસાયટીમાં સાસુ-વહુએ મહિલાને ચોટલો પકડી ઢીંબી નાખી: સાંભળો Audio

0

જામનગર શહેરની ગોકુલધામ સોસાયટીમાં સાસુ વહુએ મહિલાને ચોટલો પકડીને ઢીંબી નાખી: મામલો પોલીસ મથકે

  • નખોદણી નખોદ વાળવા આવી છે તેમ કહી સાસુ વહુએ ઢોર માર માર્યાં
  • દરેડના ગોકુલધામ સોસાયટીનો બનાવ : મામલો પહોચ્યોં પોલીસ મથકે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ સપ્ટેમ્બર ૨૨ જામનગર નજીકના દરેડમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં બે પાડોશી સામાન્ય બાબતમાં બાખડી પડતા મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો.જામનગરના દરેડ પાસેની ગોકુલધામ સોસાયટીમાં રહેતા મનીષાબેન પંચાલ નામની લુહાર પરણીતા તેની મહિલા મિત્રને ત્યા બેસવા જતા બાજુના પાડોશમાં રહેતી સાસુ-વહુએ મનીષાબેન સાથે ઝઘડો કરી ચોટલો પકડી ઢસડીને માર મારતા મહિલાને ગરદનના ભાગે મુંઢ માર મારતા હોસ્પિટલ સારવાર લેવાનો વારો આવ્યો હતો હાલ મહિલા જી.જી માં સારવાર હેઠળ છે.મનીશાબેનની ફરીયાદ પરથી પોલીસે સાસુ- વહુ સામે IPC ક્લમ-૩૨૩, ૨૯૪(ખ) ૫૦૬ (૨),૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પંચ – બીના એ. એમ જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગરમાં દૂધ બંધી : ઢોર નિયંત્રણ કાયદાને લઈ “માલધારીઓ” લડી લેવાના મૂડમાં: જુવો VIDEO

0

માલધારી સમાજ દ્વારા ‘દૂધ હડતાલ’ની જામનગરમાં વ્યાપક અસર: ઢોર નિયંત્રણ કાયદો રદ કરાવવા એલાને જંગ..

  • શહેરમાં આવેલી દૂધની ડેરીઓ, ચા ની રેંકડીઓ, હોટલો વગેરે સ્થાનો પર માલધારીઓના ટોળા બંધ કરાવવા પહોંચ્યા
  • શ્રાદ્ધ માટે લોકો અડધી રાત્રે દૂધ ગોતવા નિકળ્યા: ડિલરો મોડી રાત સુધી ધમધમતા રહ્યા..
  • રણજીતનગરમાં માલધારીઓએ દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટના
  • લાલપુર બાયપાસ રોડ ઉપર દૂધ ભરેલા છકડાને રોકી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું
  • અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

દેશ દેવી ન્યુઝ તા.૨૧ સપ્ટેમ્બર ૨૨ જામનગર: ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો રાજ્ય સરકારે પરત મંગાવી લીધો હોવા છતાં અન્ય 11 માંગણીઓ સાથે રાજ્યના માલધારીઓએ આજે આપેલા દૂધ બંધના એલાન અંતર્ગત માલધારી સમાજના આગેવાનો અને લોકોએ જામનગર શહેરમાં દૂધ વિતરણ બંધ કરાવવા માટે ઉધામો મંચાવ્યો હતો. શહેરમાં આવેલી દૂધની ડેરીઓ, ચા ની રેંકડીઓ, હોટલો વગેરે સ્થાનો પર માલધારીઓના ટોળા પહોંચી ગયા હતાં. જામનગરના રણજીતનગરમાં માલધારીઓએ દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં માલધારી યુવાનોએ શહેરમાં બાઈકરેલી યોજી હતી. શહેરમાં ફરતા માલધારીઓના ટોળાને ધ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પંચેશ્ર્વરટાવર પાસે પોલીસ અધિકારીઓ દ્વારા માલધારીઓને સમજાવવામાં પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

લાલપુર બાયપાસ રોડ ઉપર મયુર ટાઉનશીપ નજીક માલધારીઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી તે દરમિયાન ત્યાંથી દૂધ છકડો રીક્ષા નીકળ્યો માલધારીઓ દ્વારા છકડાને રોકીને દૂધના કેન રોડ પર ઢોરી નાખવામાં આવ્યા હતા.

જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર: જુવો VIDEO

0

જામનગરના ગુલાબ નગર સાંઢીયા પુલ નીચે અજાણ્યા યુવકની લાશ મળી આવતા ભારે ખડભળાટ

  • મૃતક ની ઉંમર 18 થી 20 વર્ષથી હોવાનું તથા કલ્પેશ જેન્તીભાઈ ચૌહાણ જાતે કોળી હોવાનું મનાઈ રહ્યું છે.
  • માથાના ભાગે ઇજાના ગંભીર નિશાન મળી આવતા

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 21 સપ્ટેમ્બર 22 જામનગર શહેરના ગુલાબનગર ઓવર બ્રિજનીચે અજાણ્યા યુવકની શારીરિક ઇજાના નિશાન સાથે શંકાસ્પદ લાશ પડી હોવાના સમાચાર મળતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા તેવામાં કોઈએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલિસ દોડી જઈ ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી

સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે શહેરના ગુલાબનગર પાસેના ઓવરબ્રિજ પાસે ૨૦ થી ૨૫ વર્ષીય યુવકની મૃતદેહ પડયો હોવાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા અને મૃતક યુવકના માથાના ભાગે ઇજાના નિશાન હતા મોઢામાંથી તેમજ નાકમાંથી લોહી વહી રહ્યું હતું તેવામાં કોઈ જાગૃત નાગરકો પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને યુવકની ઓળખ મેળવવા દિશામાં તપાસ આંરભી કારણ જાણવા મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જામનગરમાં પૈસાની લેતી-દેતી બાબતે વેપારી અને ફાઇનાન્સર વચ્ચે ફડાકાવારી : જુવો VIDEO

0

જામનગરમાં પૈસાની લેતી-દેતી બાબતે વેપારી અને ફાઇન્સરે  એકબીજાને થપ્પડો ચોડી દીધી :મામલો પોલીસ મથકે

  • વેપારી દંપતીએ અગાઉ ધાકધમકી અંગેની કરીયાદ પણ કરી હતી
  • પ્રકાશ મુજાલે ૧૦ ટકા વ્યાજ વસુલ્યાનો દંપતિનો આક્ષેપ: સામસામી ફરિયાદ નોંધાવાઈ
  • સોની વેપારીને ઘરે જઈ ધમકાવ્યાનો વિડીયો થયો વાઈરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯. સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૭ માં રહેતા અને નાગર ચકલામાં દિપક નોવેલ્ટી સ્ટોર ચલાવતા વિજય ભરતભાઈ નાંઢા અને પ્રકાશ ભાયલાલ મુંજાલ વચ્ચે ગઇકાલે મીગ કોલોની નજીક ચેતક ટ્રાવેલ્સ પાસે પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને બંનેએ એકબીજાને ત્રણ ત્રણ થપ્પડ ચોડી દીધાની સામ-સામી સીટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 57 માં રહેતા પ્રકાશ ભાઈલાલભાઈ મુંજલ પાસેથી નવેક માસ પહેલા વિજય નાંઢા નામના આસામીએ ત્રણ લાખનો ગરમ કપડાનો સામાન બાકીમાં લીધો હોય જે બાબતે વિજયભાઈએ લખાણ કરીને માર્ચ મહિના ૩૫ ચેક આપ્યા હતા જે ચેક બેંકમાંથી બાઉન્સ થતા પૈસાની ઉઘરાણી કરતા મામાલો બિચક્યો હતો બીજી બાજુ વિજયભાઈ નાંઢાએ સામી ફરિયાદ નોંધાવી છે કે ત્રણ લાખના માલ પેટેના ૩૫ હજાર ચૂકવી દીધેલ હોય અને બાકીના પૈસાની ઉઘરાણી બાબતે બંને મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સ મળતા તેવામાં બંને વચ્ચે પૈસાને લઈ ઉગ્ર બોલચાલી થઈ અને બંનેએ એકબીજાને થઈ થપ્પડો છોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતોઆથી સીટી – એ ડિવિઝન પોલીસે બંનેની સામ-સામી ફરિયાદ નોંધી IPC કલમ ૩૨૩ , ૫૦૪ ,૫૦૬ ( ૨ ) મુજબ ધરપકડ કરી હતી હાલતો આ બાબતે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

ખંભાળીયાના વીંજલપર ગામના સરપંચના પુત્રનો લમણે ગોળી મારી આપધાત

0

ખંભાળીયાના વીજલપરના સરપંચના પુત્રનો લમણે ગોળી ધરબી કર્યો આપઘાતથી ભારે અરેરાટી

  • ઘરેથી પિતાની લાયસન્સ વાળી રીવોલ્વર લઈને યુવાન નિકળી ગયો હતો
  • જામનગર શહેરમાં ઘરેથી નીકળી ખીજડીયા બાયપાસ પાસે લમણામાં ગોળી ધરબી દીધી: કારણ અકબંધ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના નવાગામધેડ, મિલન સોસાયટીમાં રહેતા અને ખંભાળીયાના વીજલપરના સરપંચના પુત્રએ આજે સવારે જામનગરના ખીજડીયા બાયપાસ નજીક જમણા લમણા પર રીવોલ્વ૨ રાખીને ફાયરીંગ કરીને આપધાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે, તેવામાં ત્યાથી પસાર થતા પદયાત્રીઓએ પોલીસને જાણ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
જામનગરના ખીજડીયા બાયપાસથી સમરસ હોસ્ટેલ તરફ જતા રોડ પર કારમાં એક યુવાને લમણામાં ગોળી મારીને આપધત કરેલો મૃતદેહ હોવાની પદયાત્રીઓએ પોલીસને જાણ થતાં PSI જે.પી.સોઢા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને ઓળખ મેળવતા તે ખંભાળીયા તાલુકાના વીજલપર ગામના સરપંચ પીઠાભાઈ જીણાભાઈ ડેરનો પુત્ર જયભાઈ (ઉ.વ.૨૩) નામનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જામનગર શહેરના નવાગામધેડ, મિલન સોસાયટીમાં રહેતા પરિવારજનોને જાણ કરતાં પિતા પીઠાભાઈ સહિતના આવી ગયા હતાં. યુવાન પુત્રના મૃતદેહને જોઇને પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. બાદમાં મૃતકના પિતા પીઠાભાઈ ડેરે પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાં પોતાની લાયસન્સવાળી રીવોલ્વર લોકરમાં રાખેલી હતી. તે લોકર પોતાની ગેરહાજરીમાં મૃતક પુત્ર જયભાઈએ ખોલીને જીવતા કાર્ટીસ સાથે રીવોલ્વર કાઢી અને કારની ચાવી લઈને આજે સવારે ઘરેથી નિકળી ગયો હતો. તેમણે બનાવ સ્થળે જઈને કોઈ અકળ કારણોસર રીવોલ્વરમાંથી ફાયરીંગ કરી લીધાનું જાહેર કર્યું હતું. પીએમ રીપોર્ટ બાદ પોલીસે મૃતદેહનો કબ્જો પરિવારને સોંપી દીધો હતો.

નવાગામ ઘેડના કુખ્યાત શખ્સે સીકયુરીટી ગાર્ડના ૧૭૦૦ જુટવી લીધા

0

જામનગરમાં આયુર્વેદિકની હોસ્ટેલના ગેઈટના સિક્યુરીટીને છરી બતાવી લૂંટ

  • જામનગરના નવાગામ ઘેડના કુખ્યાત શખ્સે સીકયુરીટી ગાર્ડના ૧૭૦૦ જુટવી લીધા.
  • આરોપી: લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડા રહે.નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જશવંત સોસાયટી જામનગર

દેશ દેવી ન્યુઝ તા.૧૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના આયુર્વેદિક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટ પર ફરજ પર રહેલા સિક્યુરીટી ગાર્ડને જુનો ખાર રાખીને નવાગામ ઘેડના લખન ચાવડા નામના શખસે છરી બતાવીને રોકડ રૂપિયાની લૂંટ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગર શહેરના નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જસવંત સોસાયટીમાં રહેતા અભિરાજસિંહ સજુભા જાડેજા (ઉ.વ. ૨૯) નામના યુવાન સિક્યુરીટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને વર્ષ ૨૦૧૩માં અને છ એક માસ પહેલા પાડોશમાં રહેતા લખન ચાવડા સાથે માથાકુટ થઈ હતી.

૧૭ ના રોજ સાંજના પોતાની આયુર્વેદીક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટે પોતાની ફરજ પર હતો. આ દરમ્યાન અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખીને લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા સ્કુટર ઉપર આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરીને છરી બતાવી હતી અને યુવાનના ખીસ્સામાંથી રોકડ રૂા.૧૭૦૦ની ઝુંટવી લીધા હતાં અને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગેની યુવાને સીટી બી ડિવિઝનમાં ગત મોડી રાત્રીના ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે લૂંટ સહિતની IPC કલમ- ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ કલમ હેઠળ લખન ચાવડાની ધરપકડ કરી સરાભરા કરી હતી.

જામનગર જેલની બોલાચાલીમાં તલવારો ખેંચાણી : જુવો VIDEO

0

જામનગરના ભીમ વાસમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન ઉપર ચાર શખ્સો ટુટી પડ્યા

  • પાંચ મહિના પહેલા જેલ કેન્ટિંગમાં સામુ જોવા બાબતે
  • આરોપી:- રોહીત ભરતભાઇ વાઘેલા રહે ભીમવાસ જામનગર (૨) મુર્તુજા ઉફે લાડુ રહે રાજપાર્ક, ગુલાબનગર જામનગર (૩) અનીલ ઉર્ફે ટેણી મનસુરીયા (૪) દીલીપ ભરતભાઇ વાઘેલા રહે બન્ને ભીમવાસ જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના ભીમવાસ શેરી નંબર-૨ માં જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર તલવાર, પાઇપ જેવા તિક્ષણ હથીયાર વડે ચાર શખ્સોએ જીવલેણ હુમલો નાસભાગ મચી ગઇ હતી.પ્રાપ્ત વિગત મુજબ ભીમવાસ શેરી નં-૧માં રહેતા સુનીલ ઉફેઁ ધમો નાગણી વિપુલભાઈ ધવલ તથા આરોપી રોહીત અને લાડુ વચ્ચે જામનગર જિલ્લા જેલમાં પાંચ મહિના પહેલા કેન્ટિંગમાં સામુ જોવા બાબતે બોલાચાલી થઈ હતી થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપીએ એકસંપ થઇ સુનીલ ઉર્ફે ધમો નાગણી ઉપર તલવાર ,પાઇપ જેવા તિક્ષણ હથીયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફ્રેકચર કર્યું હતુ અને સાથે રહેલ ભાવેશને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બનાવની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યાં હતા

સીટી-બી પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૩૫૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ PSI સામાણી ચલાવી રહ્યા છે.

જામનગરમાં કેશ પાછો ખેંચવાનું કહી લોહાણા વૃદ્ધને 4 શખ્સોએ ધોકા ફટકાર્યાં

0

મિલન હંજડાએ ફરી લખણ ઝળવ્યું: લાચાર વૃદ્ધ ઉપર ચાર શખ્સો ટુટી પડ્યા

  • તારા દિકરાને કે ફરીયાદ પાછી ખેંચી લે તેમ કહી વૃદ્ધને લમધાર્યા.
  • મરણતોલ માર મારતા વૃદ્ધની હાલત અત્યંત દયનીય.
  • રાજેન્દ્રભાઈ બચ્છાના પુત્રએ અગાઉ કરેલ ફરીયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ઘરે જઈ આંતક મચાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬. સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરનારણજીત સાગર રોડ પર વસંત વાટિકામાં રહેતા અને ગૃહ ઉદ્યોગ ચલાવતા રાજેન્દ્રભાઈ હેમરાજભાઈ બરછાના પુત્રએ અગાઉ મિલન શશીકાન્ત હંજડા ઉપર ફરીયાદ કરી હોય તે ફરીયાદ નો ખાર રાખી મિલન હંજડા સહિત ચાર શખ્સો રાજેન્દ્ર બચ્છાના ઘરે રાત્રે સાડા અગ્યાર વાગ્યે જઈ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે આંતક મચાવ્યો હતો અને વૃદ્ધને મનફાવે તેની ગાળો ભાંડી લાકડીના ધોકા વડે મરણતોલ માર મારી મણકાના ભાગે ફ્રેકચર કરી નાખ્યું હતું તેથી બૂમાબૂમ થતા ચારેય આરોપી ત્યાથી નાશી છુટયા હતા રાજેન્દ્રભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાબનાવની જાણ થતા સગા સંબંધીઓ અને પોલિસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વૃદ્ધની ફરિયાદ પરથી IPC કલમ ૩૨૫, ૪૫૨,૩૨૩,૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી એક્ટ ૧૩૫ (ર) મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ગાંડાની લાતો બની આર્કષણનું કેન્દ્ર : જુવો VIDEO

0

જામનગરમાં આમ આદમી પર ગાંડો વિફર્યો: લાતો મારી ભડાશ કાઢી

  • શહેરના ધનવંતરી સામેનો બનાવ : વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ડિવાઈડર વચ્ચે તોફાવેલા સુત્રોને ગાળો-લાતોથી વધાવી ચાલતી પકડી

દેશ દેવી ન્યુઝ તારીખ 15 સપ્ટેમ્બર ૨૨ આજ રોજ બપોરના ભાગે જામનગર શહેરના બેડી બંદર રોડ, ધનવંતરી ગ્રાઉન્ડ સામે માનસિક અસ્થિર મગજનો યુવક અચાનક આવી ચઢ્યો હતો અને ડિવાઈડર વચ્ચે તોફાવેલા સુત્રો ઉપર ગાળોની રમજટ સાથે અતિ ગુસ્સાભેર લાતો મારી પોતાની દાઝ કાઢી ચાલતી પક્ડી હતી અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તેવામાં કોઈ રાહદારીએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે રમુજી ફેલાઈ હતીપ્રાપ્ત વિગત મુજબ આજે જામનગરમાં ગાંડા દ્વારા ડિવાઈડરમાં તોફાવેલ સુત્રો પર ઝનૂનથી લાતો મારતા વિડીઓએ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી માનસિક બિમાર વ્યક્તિ મુખ્યત્વે પોતાની મોજમાં રહેતા હોય છે પરંતુ ગુસ્સો આવતા ”ન” કરવાનું કામ કરી બેસતા હોય છે તેવા જ એક વાઈરલ વિડીયાએ શહેરભરમાં ભારે રમુજી જગાવી છે.

જામનગરમાં અશ્વ હરખાયા : માલિક વગર શહેર ભ્રમણ : જુવો VIDEO

0

જામનગરમાં ઘોડો સાવચેતીથી દોડ્યો : વાહનચાલકો અને રાહદારીઓ થયા તિતર-પીતર

  • જામનગર શહેરમાં ઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રસ્ત અશ્વનું શહેર ભ્રમણ

દેશ દેવી ન્યુઝ તા.૧૫ સપ્ટેમ્બર ૨૨ જામનગરમાં આજરોજ વરસાદી માહોલ વચ્ચે જાણે અશ્વ મોજમાં આવી ગયો હોય તેમ રસ્તા ઉપર દોડ્યો વાહનોની વચ્ચે જાણે રેસ ઉતર્યો હોય તેમ શહેરનું ભ્રમણ કર્યુંજામનગર શહેરમાં કોઈની માલિકાના પાલતું અશ્વએ ચાલુ વરસાદે ગેલમાં આવી રોડ પર દોટ લગાવી જાણે વાહન ચાલકો સાથે રેસ લગાવી હોય તેમ શહેરભરમાં મોજથી ભ્રમણ કર્યું જાહેર રોડ ઉપર ભીંડભાડમાં અશ્વ ઉતરી આવતા લોકોએ પણ માનભેર રસ્તો આપી ધોડાની ધેલછામાં સાથ પૂરાવ્યો તેવામાં કોઈ વાહનચાલકે ઘોડાનો વિડીઓ ઉતારી લેતા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.