Friday, October 16, 2026
Home Blog Page 261

જામનગરમાં વકીલના બંગલામાં થયેલ 34 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: LCBની પ્રસન્નીય કામગીરી: જુવો VIDEO

0

જામનગરના પોશ વિસ્તાર વાલકેશ્વરી સોસાયટીમાં એડવોકેટના ઘરમાં થયેલ ચોરીનોભેદ ઉકેલતી LCB

  • ‘પારધી ગેંગ’ના ત્રણ ઇસમ ઝડપાયા: સોનાના દાગીના તેમજ રોકડ રકમ વિગેરે મળી રૂા.20 લાખથી વધુનો મુદામાલ રીકવર કરાયો
  • પોલીસ વડા દ્વારા LCB સ્ટાફની પ્રસન્નીય કામગીરી બદલ રૂ.૨૧૦૦ના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
  • દિવસે મેળામાં રમકડા વેંચી રાત્રીના ચોરી આચરતા:૩ ઝડપાયા: ૩ ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ સપ્ટેમ્બર ૨૨ : જામનગર શહેરના પોશ વિસ્તાર વાલ્કેશ્વરીનગરીમાં રહેતા એડવોકેટના બંધ મકાનના દરવાજાના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને 22 લાખની રોકડ સહિત કુલ રૂા.34 લાખની માલમતાની ચોરીના બનાવનો જામનગર પોલીસે ભેદ ઉકેલી મધ્યપ્રદેશની ‘પારઘી ગેંગ’ના ત્રણ શખસને ઝડપી લીધા છે જયારે આ જ ગેંગના ત્રણ સભ્યો ફરાર હોય જેઓને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે આ ચકચાર બનાવની વિસ્તૃત વિગત પ્રમાણે, જામનગરના પોશ વિસ્તાર એવા વાલ્કેશ્વરીનગરીમાં રહેતાં એડવોકેટ રાજેશ અનંતરાય શેઠ તેમના પરિવાર સાથે ગત તા.19 થી 23 ઓગષ્ટ સુધી બહારગામ ગયા હતાં તે દરમિયાન તેના મકાનના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી કબાટમાં અને તીજોરીમાં રાખેલા સોનાના પાટલા, બંગડી, ગળાનો ચેઈન, હાર, બુંટી, બ્રેસલેટ, વીંટી અને ઘડિયાર સહિત કુલ રૂા.12,27,000 અને રૂા.22 લાખ રોકડા મળી કુલ રૂા.34,27,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. પોલીસે લાખોની માલમતાની ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન સીસીટીવી ફુટેજો અને એફએસએલની મદદ વડે તપાસમાં એલસીબીના PSI સી.એમ. કાંટેલિયા, ASI સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી.જેના આધારે એલસીબીની ટીમે આ ટોળકી જુદાં-જુદાં રાજ્યોમાં યોજાયેલા મેળાઓમાં રમકડા વેંચવાના બહાને શહેરોમાં ફરીને બંધ મકાનોને ટાર્ગેટ કરી નિશાન બનાવતા હોય છે અને ચોરી આચરતા હોય છે. જેના આધારે પોલીસની તપાસમાં મધ્યપ્રદેશના અશોકનગર અને વીદીશા જિલ્લાના રાજુ રામદાસ મોગીયા, ચાવલા બાબુરામ મોગીયા, અજય વિષ્ણુ પારઘી, મંગલ મંગીરામ મોગીયા, સમીર રમેશ મોગીયા નામના ‘પારઘી ગેંગ’ના પાંચ તસ્કરો વાલ્કેશ્વરીનગરીની ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું.

જેથી એલસીબીની ટીમે ટેકનિકલ એનાલિસીસ અને તસ્કરોના નામ સરનામા મેળવી મધ્યપ્રદેશના અશોકનગર, વીદીશા, ઉજ્જૈન, ગુનામાં રહેણાંક અને આશ્રય સ્થળોએ તથા ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (પ્રયાગરાજ), જમ્મુ કાશ્મીરના જમ્મુમાં તપાસ કરવામાં આવી હતી ‘પારઘી ગેંગ’ના તસ્કરો ધ્રોલમાં દાગીના વેંચવા આવવાના હોય તેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી રાજુ રામદાસ મોગીયા (રહે. રામનગર, જી.અશોકનગર, મધ્યપ્રદેશ), અજય વિષ્ણુ પારઘી (રહે. માધોપુર, અશોકનગર, મધ્યપ્રદેશ), ચાવલા બાબુરામ મોગીયા (રહે.બન તા. ગુલાબગંજ, જી. વિદીશા મધ્યપ્રદેશ) નામના ત્રણ તસ્કરોને દબોચી લીધા હતાં.આ ત્રણેય તસ્કરો પાસેથી એલસીબીની ટીમે રૂા.15,51,000 ની કિંમતના સોનાના 33 તોલાના દાગીના અને રૂા.4,50,000 ની રોકડ રકમ તેમજ રૂા.1000 ની કિંમતની ચાંદીની 15 ગીની, રૂા.8000 ની કિંમતની 8 નંગ ઘડિયાળ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.20,20,000 ની માલમત્તા કબ્જે કરી હતી તેમજ આ તસ્કર ટોળકીના અન્ય ત્રણ સાગરિતો મંગલ મંગીલાલ મોગીયા, સમીર રમેશ મોગીયા, વિમલાબાઈ બાબુરામ મોગીયા નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય તેની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

ઉપરાંત આ પારઘી ગેંગના સાગરિતો દ્વારા તેલંગણાના વિજયવાડા, ગનાવરમ, ગુટુર, મંગલગીરી, કમમ અને મધ્યપ્રદેશના અશોકનગર, શીપરી, વિદીશા જિલ્લામાં અનેક ચોરીઓ આચરી હોવાની કેફીયત આપી હતી. જો કે, ઉલ્લખેનીય બાબત એ છે કે આ પારઘી ગેંગ દ્વારા આચરેલી ચોરીમાં સૌથી મોટી ચોરી જામનગરના વાલ્કેશ્ર્વરીનગરીમાં કરવામાં આવી હતી.

આ કાર્યવાહી પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા, એ.બી. ગંધા, કે.એચ.ભોચિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, અજયસિંહ ઝાલા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કરી છે.

જામનગર મોટી બાંણુગરમાં થયેલ લૂંટનો ભેદ ગણતરીની કલાકો ઉકેલતી LCB: ત્રિપુટી ઝબ્બે

0

જામનગર તાલુકાના મોટી બાણુગારમાં વેપારીના કારખાનામાં થયેલ લુટનો ભેદ ઉકેલાયો

  • આરોપી: (૧)સદામ કાસમભાઇ પઠાણ (ર) હમીદ હુશેનભાઇ ગુમરા ખત્રી (3) અખ્તર ઇસ્માઇલ વાધેર
  • ગુન્હા શોધક શાખાના દોલતસિંહ જાડેજા, ફિરોજ ખફી, યશપાલસિંહ જાડેજા તથા હરદીપભાઈ ધાંધલ મળેલ બાતમી
  • મધરાતે કારખાનામાં ત્રાટકી ૩૯ હજારની લૂંટ કરી ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 28 સપ્ટેમ્બર 22 જામનગર તાલુકાના મોટી બાણુંગાર કારખાનામાં સૂતેલા યુવાન પર હુમલો કરી રોકડા 39,000 ની લૂંટ કરી બાઈકમાં આવેલા ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ દિશામાં શોધખોળ આદરવામાં આવી હતી જામનગર તાલુકાના મોટી બાણુગરમાં રાકેશ કાંતિભાઈ નામનો પટેલ યુવાન કારખાના સામે ખુલ્લા પ્લોટમાં સુતો હોય ત્યારે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં કોઈ ત્રણ શખ્સો લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા અને શેકેશભાઈ કાઈ સમજે તે પહેલા મોઢુ દબાવતા શકેશભાઈ અચાનક જાણીને ભાગવા જતા બે શખ્સોએ તેને પછાડી દઈ ખીસ્સામાં રહેલા ૩૯ હજાર ની લુંટ કરીને ભાગી ગયા હતા. તે મુજબની ફરીયાદ પંચ-એમાં નોંધાવી હતી.તેવામાં ગુન્હા શોધક શાખાના દોલતસિંહ જાડેજા, ફિરોજ ખફી, યશપાલસિંહ જાડેજા તથા હરદીપભાઈ ધાંધલને બાતમી મળી કે લુંટના ગુનામાં સંડોવાયેલ સદામ કાસમભાઇ પઠાણ, હમીદ હુશેનભાઇ ગુમરા ખત્રી તથા અખ્તર ઇસ્માઇલ વાધેર નામના શખ્સો જાબડાના પાટીયાથી અલીયા બાડા ગામ તરફ આવતા હોય તેથી વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડી લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આ કાર્યવાહી LCBના PI  કે.જે ભોયેના માર્ગદર્શન હેઠળ  PSI આર.બી.ગોજીયા, સી.એમ.કાટેલીયા, એ.બી.ગંધા તથા કે.એચ.ભોચીયા તથા સ્ટાફના ASI સંજ્યસિહ વાળા, માડણભાઇ વસરા, હરપાલતસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલકી, નાનજીભાઇ પટેલ, ભગીરથતસિંહ સરવૈયા, હીરેનભાઇ વરણવા, હરદીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, યશપાલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતતસિંહ જાડેજા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ એસ.જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બળવતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,ડ્રાઇવર- ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ દ્રારા કરવામા આવેલ છે.

જામનગર સહિત ગુજરાતભરના જેલકર્મીઓ પોતાની માંગણીને લઇ મેદાને: જુવો VIDEO

0

જામનગર સહિત ગુજરાતના જેલ કર્મી આંદોલનના માર્ગે

  • સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું:માંગણી નહીં સ્વીકારાય તો જેલ બંધનું એલાન
  • જેલ વિભાગના પોલીસ કર્મચારીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં સમાવેશ કરવા બાબત.
  • ક્લેક્ટરને કરાયેલી રજૂઆતમાં યુનિયન બનાવવાની પરવાનગી મંગાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 26 સપ્ટેમ્બર 22 જામનગર જિલ્લા જેલ કરવી દ્વારા પોતાની અલગ અલગ માંગણીને લઈ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું અને જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જણાવ્યા પ્રમાણે સરકારના પરીપત્ર મુજબ ગુજરાત રાજ્યના જેલ ખાતાના પોલીસ કર્મચારી/અધિકારીઓને અને સિટી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવેલ છે.ગૃહ વિભાગ અંતર્ગત સિટી પોલીસ વિભાગ તથા જેલ પોલીસ વિભાગ પણ આવે છે. તથા અનાર્મ આમ, ™ તથા જેલ પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા પણ એક જ હોય તેમ છતા જેલ પોલીસ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થાથી કેમ બાકાત રાખવામાં આવેલ છે ? પોલીસ વિભાગની જેમ જ જેલ વિભાગના પોલીસ કર્મચારીઓની ફરજ ર૪ કલાકની હોય છે તથા આવશ્યક સેવાઓમાં સામેલ કરેલ છે તેમ છતા પગાર ભથ્થામાં વિસંગતતા કેમ ? જો જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો પોલીસ વિભાગમાં સમાવેશ ન થતો હોય તો યુનીયન બનાવવાની પરવાનગી આપવી.ઉપરોક્ત જણાવેલ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજુઆતો કરી ત્વરીત ન્યાય અપાવવા વિનંતી છે. અન્યથા ઉપરોક્ત મુદાઓમાં જેલ વિભાગના પોલીસ કર્મચારીઓને ન્યાય ન મળે તો આગામી તા. ૨૮/૦૯/૨૦૨૨ ના દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હાલ રાજ્યમાં આરોગ્ય, ફોરેસ્ટ તલાટી સહિતના કર્મી આંદોલનના માર્ગે હતા તેવામાં જેલકર્મીઓ એ પોતાની માંગણીને લઈ આદોલનનો માર્ગ અપનાવતા મામલો ગરમાયો છે.

જામનગરના લંધાવાડમાં કાકાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: પાંચ લાખની ઉઠાંતરી

0

જામનગરના લંધાવાડમાં કાકાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: પાંચ લાખ લઈ ગયો.

  • સીટી-બી “ડી” સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ સોઢાની બાતમીને મળી સફળતા
  • લંઘાવાડના ઢાળીયા પાસેનો રહેતા અલુ પટેલના ઘરનો બનાવ : સીટી-બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
  • જામનગરમાં વેપારીના મકાનમાંથી 5 5 લાખની ચોરી કૌટુંબીક ભત્રીજાએ કરી
  • મુંબઇ નાશી જવાની પેરવી કરતો હતા ત્યાં જ પોલીસે દબોચી લીધો.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના લંઘાવાડના ઢાળીયા પાસે આવેલા વેપારીના ઘરમાં કોઇ અજાણ્યો ઇસમ બંધ દરવાજા ખોલીને તિજોરી ચાવી વડે ખોલી તેમા રાખેલા રૂા. 5 લાખ રોકડ લઇને નાસી છૂટતા પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા કુટુંબીક ભત્રીજાને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા.પાંચ લાખ કબજે કરી ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખતા હાશકારો થયો હતોજામનગર શહેરના લંઘાવાડના ઢાળીયા પાસે રહેતા હારૂનભાઇ ઉર્ફે અલુ સુલેમાન આંબલીયા ઉર્ફે અલ્લુ પટેલ નામના વેપારીના ઘરે બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમે તેના ઘરના બંધ કરેલા દરવાજો ખોલી લોખંડનો કબાટ ખોલી કપડા નીચે રાખેલી તિજોરીની ચાવી કાઢી લોકર ખોલી પર્સમાં રાખેલા રૂા. પાંચ લાખ લઈને નાસી છૂટતા પોલીસ ફરિયાદ થવા પામી છે. ચોર ફરિયાદીનો આધારકાર્ડ તેમજ પાન કાર્ડ પણ ચોરી કરીને લઇ ગયો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા જાણભેદુ હોવાની શંકા પરથી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તેવામાં સીટી-બી ડી. સ્ટાફ પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ સોઢાને ખાનગી બાતમીદારો થકી બાતમી મળી હતી કે, લંઘાવાડના ઢાળીયા પાસેથી ચોરીમાં સંડોવાયેલો ઇસમ ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇ નાશી જવાની પેરવી કરતો હોય, પોલીસે વોંચ ગોઠવી સફરાજ હુશેન આંબલીયા નામના શખસને પકડી થેલાની જડતી કરતા તેમાંથી રૂા. ૬ લાખ રોકડ અને આધારકાર્ડ તેમજ પાન કાર્ડ મળી આવ્યા હતાં. પુછપછરમાં તેણે આ ચોરી પોતાના કુટુંબીક કાકાના ઘરેથી કરી હોવાની કબુલાત આપી હતી

જામનગર કાલાવડના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને ઝાડ સાથે બાંધી સરાભરા કરી: જુવો VIDEO

0

જામનગર ના કાલાવડ તાલુકાના જસાપરમાં મંદિર તથા ઘરમાં ચોરી કરનાર ટોળકીને ગામલોકોએ પકડી પાડી પોલીસને સોંપી..

ગામજનોએ પતિપત્નિને ગામના ચોરામાં ઝાડ સાથે બાંધી આકરી પુછપરછ કરી: ગઇકાલનો બનાવ હોવાનો અહેવાલ: મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

જામનગર સાઇબર ક્રાઇમનો સપાટો : લોનના નામે છેતરપિંડી ફલ્લાની યુવતિ સહિત બે ઝબ્બે: જુવો VIDEO

0

ઓછા સિબિલના નામે ઠગાઈ:યુવક યુવતી જબ્બે : સાહિત્ય કબજે

  • જામનગર સાઇબર ક્રાઇમ પોલીસે ઓછા સિબિલ સ્કોર હોવા છતાં લોન આપવાના નામે ચીટિંગ કરતી ગેંગનો પર્દાફાસ.
  • જામનગરના ફરીયાદી સહિત અન્ય જીલ્લાના ૪ નાગરિક સાથે ફ્રોડ કરી શીશમાં ઉતર્યાંનું કબુલ્યું..
  • ચીટર કંપની શોશિયલ મીડીયાના માધ્યમથી લોકોને છેતરતાં 
  • ભોગ બનનારને સાઇબર ક્રાઇમ માં ફરિયાદ કરવા અપીલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪. સપ્ટેમ્બર ૨૨  જામનગર સાઇબર ક્રાઇમ પોલિસને હકીક્ત મળી હતી કે શોશિયલ મીડીયાના માઘ્મથી ફેક કંપની બનાવી લોન આપવાના માટે છેતરપીડી કરતી ટોળકી સક્રીય થઈ છે તેથી જિલ્લા પોલિસ વડા પ્રેમસુખ ડેલું તથા નાયબ પોલિસ અધિક્ષક જયવિરર્સિહ ઝાલા દ્વારા ફ્રોડ અટકાવા સુચના આપવામાં આવી હતી તેથી સાઇબર ક્રાઇમના પી.પી ઝા તથા સ્ટાફની ટીમ કામે લાગી હતી અને થોડા સમય પહેલા જામનગર જિલ્લાના નાગરિક સાથે સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ બનાવી જાહેરાતના માધ્યમથી ઓછા સિબિલ સ્કોર હોય છતાં સસ્તા દરે લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી ના નામે ટ્રાન્સફર કરાવી લોન “ન” આપી છેતરપીડી કરવા બાબતે સાઇબર ક્રાઇમ પોલિસ મથકમાં ફરિયાદ દાખલ થયેલજે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના રાજેશ પરમારે વિશેષ ટેકનીકલ એનાલીસીસ તથા બેંક સ્ટેટમેન્ટનું એનાલીસીસ કરેલ જેમાં એક આરોપીનું લોકેશન જામનગર જિલ્લાના ફલા ગામે તથાઅન્ય એક આરોપીનું લોકેશન રાજકોટ શહેર ખાતે આવતા જેથી શહેર ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ રંજનબેન વાઘ તથા ગીતાબેન હીરાણીએ ફલ્લા ગામ ખાતેથી મહિલા આરોપીને પકડી પાડી હતી તથા ગુનામાં સંડોવાયેલ શંકાસ્પદ આરોનીને રાજકોટ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં મકાન વેંચી નાખવા બાબતે ખવાસ યુવાનને ભાઈ ભત્રીજાએ ઢીંબી નાખ્યો

0

જામનગરમાં મકાન વેંચી નાખવા બાબતે ખવાસ યુવાનને ભાઈ ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ ઢીંબી નાખ્યો.

  • રાંદલનગરનું મકાન વેચી નાખવા બાબતનો ડખ્ખો કારણભૂત..

દેશ દેવી ન્યુઝ તા.૨૪ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના રામેશ્વર નગર પાછળ આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા કિશોર અનુભાઈ ચુડાસમા નામના ખવાસ યુવાન પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે તેમના ભાઈ, ભત્રીજા અને સાથે રહેલ વિજયસિંહએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી શરૂ કરી રાંદલનગરમાં આવેલ મકાન વેંચી નાખવા બાબતે ઢીકાપાટુનો માર માર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ રાંદલનગરમાં આવેલું એક મકાન થોડા સમય પહેલા કિશોરભાઈ ચુડાસમાએ વેચી નાખ્યું હતું તેથી આરોપીઓ ફરિયાદીના ઘરની બહાર આવી કિશોરભાઈને બોલાવી તે મકાન શુ કામ વેચી નાખ્યું તેમ કહી ડખો કર્યો હતો અને ભાઈ ભત્રીજા અને સાથે રહેલ વિજયસિંહે ખવાસ યુવાનને ડોકી પકડીને ધોકા વડે મુંઢ મારતા દેકારો થયો હતો બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવાનને હોસ્પિટલ ખસેડયો હતો.

આ બનાવ અંગે કિશોરભાઈ ચુડાસમા દ્વારા રાત્રીના સીટીબી ડિવિઝનમાં શૈલેષ અનુભાઈ ચુડાસમા, પંકીત શૈલેષભાઈ ચુડાસમા અને વિજયસિંહ વિરુદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) , ૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી

જામનગરના ચકચારી “ગુજસીટોક ” પ્રકરણમાં જાડેજા બધુંઓ સહિત પાંચનો જામીન પર છૂટકારો

0

જામનગરના અતિ ચકચારી ‘ગુજસીટોક’ પ્રકરણમાં પાંચ આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

  • બીલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, એડવોકેટ માનસત્તા, જીમી આડતિયા પાંચ આરોપીને મળ્યા જામીન
  • સુપ્રિમ કોર્ટમાં સંજ્ય દતના કેસનો ઉલ્લેખ કરાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૩ સપ્ટેમ્બર ૨૨ જામનગરના અતિ ચકચારી એવા ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલ ના અનેક સાગરિતો અને આરોપીઓ સામે સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી રહયો અને આરોપીઓએ હાઇકોર્ટમાંથી પણ જામીન ‘ન’ મળ્યા હોય જેથી મોટા માથા એવા આરોપીઓએ જામીન મેળવવા માટે છેક સુપ્રીમ કોર્ટના દરવજા ખખડાવ્યા હતા.

અતિ ગંભીર ગુના ‘ગુજસીટોક’માં સંડોવાયેલ અનેક આરોપીઓમાંથી કુલ પાંચ આરોપીઓ બીલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, એડવોકેટ માનસત્તા, જીમી આડતિયા એમ પાંચ આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન ઉપર મુકત્ત કરવા આદેશ કર્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસના મુખ્ય આરોપી એવા ભુમાફિયા જયેશ પટેલ હજુ લંડનની જેલમાં હોય અને તેને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત બીજા અનેક આરોપીઓને હજુ પણ ગુજરાતની જુદીજુદી જેલમાં રાખવામાં આવ્યા છે.

જામનગરમાં માંગણી સ્વીકારવાની માંગ સાથે સફાઈ કર્મીઓનું ચક્કાજામ: જુવો VIDEO

0

જામનગરમાં સફાઈ કર્મીઓ તથા યુનિયને રસ્તા પર ધરણાં કરીચક્કાજામ કર્યો

  • માગણી રહી સ્વીકારાય તો દેહત્યાગની ચીમકી.
  • છેલ્લા ૧૭ દિવસથી આંદોલન ચલાવાઈ રહ્યું છે.
  • ૧૯ જેટલી માંગણીને લઇ ઘરણા ઉપર હતા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ સપ્ટેમ્બર જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મહાનગર પાલિકાના સફાઈ કામદારના વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઈને ચાલતા આંદોલનના 17 માં દિવસમાં પ્રવેશ્યું હતું. તેમનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની ચીમકી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર યુનિયન દ્વારા આપવામાં આવી હતી.જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં તેની માગણીઓ મહાનગરપાલિકા દ્વારા નહીં સ્વીકારતા આંદોલનમાં બુધવારે વધુ સફાઈ કામદારો વધુ જોડાયા હતા સફાઈ કામદારોને થઈ રહેલા અન્યાય બાબતે પગાર સુધારો કરવા અને વારસદારોને નોકરીમાં સમાવેશ કરવા સહિતના મુદ્દે સફાઈ કામદારોના પ્રશ્નો માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર મેયર, ચેરમેનને પણ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે.આમ છતાં તેઓના પ્રશ્નો નો ઉકેલ કોઈ આવેલ નહિં. જેથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે તેમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર સંઘના પ્રમુખ મહેશ બાબરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

જામનગરની સત્યમ કોલોનીમાં પતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ‘ના’ પાડતા પત્નીનો આપઘાત

0

જામનગરની સત્યમ કોલોની નજીક પતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા પત્નીનો આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ સપ્ટેમ્બર ૨૨: જામનગર શહેરના સત્યમ કોલોની નજીક રહેતી યુવતીને તેના પતિએ ફોનમાં અજાણી વ્યકિત સાથે વાત કરવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નં.3 બ્લોક નં.51/6 માં રહેતાં સુનિતાબેન સંદિપભાઇ મેઢીયા (ઉ.વ.26) ને બે-ત્રણ દિવસ અગાઉ તેના પતિએ અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરવાની ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે રૂમમાં એકલા હતાં ત્યારે લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે સંદિપ મેઢીયા દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.