Friday, October 16, 2026
Home Blog Page 260

મનપાના ઢોર ડબ્બામાંથી 162 પશુઓ છોડાવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

0

જામનગર મહાનગરપાલિકાએ ગોલ્ડન સિટી પાસે બનાવેલ પશુ વાડામાં પશુપાલકોનું ટોળું ત્રાટક્યું વાડામાં તોડફોડ કરી ૧૬૨ ઢોર છોડાવી ગયા હતા

  • ૧૬૨ ઢોરને JMC ના વાડામાંથી બળજબરીથી છોડાવવાના ગુન્હામાં છ આરોપીઓને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ ઓક્ટોબર ૨૨ જામનગર મહાનગર પાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ ગોલ્ડન સીટી સોનલ નગર પાસે બનાવેલ ઢોર વાડામાં અડધી રાત્રે  લોકોનું ટોળું વાડા ખાતે ઘસી આવ્યું હતું અને દાદાગીરી કરી ઢોર ડબ્બામાં તોડફોડ કરી ગાયું છોડાવી ગયા હતાઆ ચકચારી કેસની હકીકત એવી હતી કે, ધરાનગર પાવરહાઉસ પાસે આવેલા મહાનગર પાલિકાના ઢોરના વાળામા જામનગર મહાનગર પાલિકા દ્વારા જપ્ત કરેલા ઢોરોને તેઓના માલિકો દ્વારા છોડાવવા હાથમાં લાકડાના ધોકા સાથે આવીને અગાઉથી કાવતરું રચી, ગેર કાયદેસર મંડળી રચી, ફરજ પર રહેલા ગાર્ડને ધાક-ધમકી આપી બળજબરી કરી સિક્યોરીટી ગાર્ડની રજામંદી વગર ફરજ પર રહેલા માણસોને ધક્કો મારી ગુનાહિત અપ પ્રવેશ કરીને વાડામાં જપ્ત કરેલા ૩૧૬ ઢોર માંથી ૧૬૨ ઢોર બળજબરીથી છોડાવી લઇ જઈ ગુનો કરેલ હોય જેથી ત્યાં ફરજ પર રહેલા સિક્યોરીટી ગાર્ડ દ્વારા ઢોર માલિકો સામે જામ, સીટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૮૫, ૩૮૬, ૪૫૫, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫(૧) વિ. મુજબની ચાર નામજોગ તથા અન્ય અગિયાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતીપોલીસ દ્વારા આ કામની તપાસ કરવામાં આવેલ અને સદરહું ગુન્હામાં પોલીસ દ્વારા અન્ય અગિયાર ઈસમો પૈકી (૧) પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રેમભા ઝાલા, (ર) સાગર મકનભાઈ પરમાર, (૩) વિરેન્દ્રસિંહ ઉર્ફે સંભુ દલપતસિંહ ગોહિલ, (૪) વિજયભાઈ કરસનભાઈ જોગસવા, (૫) વિજયભાઈ ડાયાભાઈ રતાડીયા, (૬) રવિભાઈ રાજુભાઈ ગમારાની ધડપકડ કરવામાં આવેલી હતી.

ત્યાર બાદ તેઓ દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા તેમના વકીલ મારફત જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરેલ, જેમાં આરોપીના વકીલઓની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર શેસન્સ કોર્ટે છ આરોપીઓને ન્યાયના હિતમાં જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ પી. ઝાલા , હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતા.

જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન: 11 લોકોને હડફેટે લીતે કાર : 1નું મોત

0

જામનગરના દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન: 11 લોકોને હડફેટે લીતે કાર, એકનું મોત

  • પ્રૌઢા તેમના પુત્ર અને પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજા : નાઘેડી તરફના રસ્તે કાર પલટી ખાઈ ગઈ

દેશ દેવી ન્યુઝ તા.૬ ઓક્ટોબર ૨૨: જામનગરના દરેડ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ચારણવાસમાં રહેતાં પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના ગરબી જોઇ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે આવતી સફેદ કલરની કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું છે.હિટ એન્ડ રનના બનાવની માહિતી મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં ચારણવાસમાં રહેતા કુંવરબેન રાણસુરભાઈ રવશી તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના સમયે ગરબી જોઇને પરત ફરી રહ્યા હતાં. ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીક પૂરઝડપે બેફીકરાઇથી આવતી સફેદ કલરની કારના ચાલક જેઠા નાગશી ગઢવીએ પ્રૌઢા અને તેના પરિવારજનો સહિતના 11 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં પ્રૌઢા અને તેમના પુત્ર તથા પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે આલીબેન ઉર્ફે આલુ રામસુર રવશી ઉ.20 નામની યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા 11 વ્યકિતઓને ઠોકરે ચડાવ્યાં હતા, જે બાદ કાર નાઘેડી તરફના રસ્તે પલટી ખાઈ ગઇ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઇ આર.એ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કુંવરબેનના નિવેદનના આધારે કારચાલક જેઠા નાગશી ગઢવી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું: જુવો VIDEO

0

જામનગર રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું..

રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ, અધર્મ સામે ધર્મના વિજયના અનેરો અવસર એટલે વિજયાદશમી.

  • જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ
  • દશેરાના પાવન પર્વના દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ.
  • રાજપૂત સમાજે ધાર્મિક વિધિવિધાન મુજબ તેમના શસ્ત્રોની પૂજા કરી
  • પાંડવોએ આજના દિવસે કર્યું હતું શસ્ત્ર પૂજન
  • પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પર સંતાડયા હતા શસ્ત્રો
  • પાંડવોએ સંતાડેલા શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોકત રીતે પૂજનઅર્ચન કર્યુ હતુ
  • ત્યારથી દર વર્ષે દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે.

દેશ દેવી ન્યુઝ તા.oપ ઓક્ટોબર ૨૨ શ્રીરામચંન્દ્ર ભગવાને અસુરોને મહાત કરવા માટે રાવણ સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. તેના દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. તેના ઉપલક્ષમાં દેશભરમાં દશેરાની ઉજવણી થાય છે. રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.રણભૂમિમાં દાનવોને હણવામા સાથ આપનાર શસ્ત્રોનું રાજપૂત સમાજ દ્વારા શુભ મુહુર્તમાં પૂજન અર્ચન કરવામાં આવે છે.જામનગર દશેરાના પાવન પર્વે શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ છે. ત્યારે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દશેરાએ ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજપૂત સમાજે ધાર્મિક વિધિવિધાન મુજબ તેમના શસ્ત્રોની પૂજા કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય હકુભા જાડેજા, જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપુત સમાજના પ્રમુખ પીએસ જાડેજા, નવલસિંહ જાડેજા(ફગાસ), સી.આર જાડેજા (વાડીનાર) માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત યુવા સંઘ પ્રમુખ જગદીશસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, પુથ્વીરાજસિંહ ઝાલા, વિજયસિંહ જેઠવા, દિલીપસિંહ જેઠવા (પાણી પુરવઠા બોર્ડ ) રાજપૂત સંગઠનના પ્રમુખ રૂષિરાજસિંહ જાડેજા (મોડા), પ્રવિણસિંહ જાડેજા (PA), રાજશક્તિ ટ્રાવેલ્સના મહાવીરસિંહ રાણા, દેશ દેવી ન્યુઝના તંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજા (વાડીનાર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મધુરમ સોસાયટીમાં મહિલા ઉપર ”ધોકાવારી”: જુવો VIDEO

0

વિભાપરમાં જૂના મનદુ:ખનો ખાર રાખી મહિલાને માર માર્યાની ફરિયાદ

  • વિભાપરની મધુરમ સોસાયટીનો બનાવ : ધોકા વડે માર મારવાનો વિડીઓ થયો વાઈરલ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૪ ઓક્ટોબર ૨૨ જામનગર નજીક વિભાપરના મધુરમ રેસીડેન્સી વિસ્તાર રસ્તા પર પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે ડખ્ખો થયા બાદ આ બાબતનું મનદુ:ખ રાખીને એક યુવતિને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. જામનગર નજીક વિભાપર ગામ મધુરમ રેસીડેન્સી બ્લોક નં. ૪૭/૭ ખાતે રહેતી ક્રિષ્નાબેન જયદીપભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૩) એ બેડી મરીન પોલીસમાં વિભાપર ગામમાં રહેતા ભરતસિંહ વાઢેર નામના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.ફરીયાદીને આરોપીના પત્ની સાથે રસ્તા પર પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી જે વાતનું મનદુ:ખ રાખી આરોપીએ તા.૨ના રોજ ફરીયાદી સાથે ઝઘડો કરી અપશબ્દો કહ્યા હતા તેમજ ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરીયાદના આધારે આરોપીની વિધીવત ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

ન્યુ જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દુકાન મામલે મહિલાઓ વિર્ફરીં : જુવો VIDEO

0

ન્યુ જામનગરની ગીતાંજલિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ખડકાયેલ ગેરકાયદેસર દુકાન મામલે મહિલાઓ વિર્ફરીં.

જામનગર શહેરના ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલ ”ન્યુ જામનગર” સોસાયટીની મહિલાઓ વિસ્તારમાં ખડકાયેલ ગેરકાયદેસર દુકાન બાબતે મહાનગર પાલિકાના સૂત્રોચાર કર્યા:

  • અનેક વાર રજૂઆત કરવા છતાં બાંધકામ દૂર ન થતા મહિલાઓ વિર્ફરી
  • રહેણાંક હેતુના પ્લોટમાં દુકાનો ખળકાઇ ગઇ હોવાનો મહિલાઓનો આક્ષેપ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના ન્યુ જામનગરમાં આવેલ ગીતાંજલિ સોસાયટી-૧ ના રહેણાક વિસ્તારમાં પ્લોટ નંબર-૬૮ ના રહેણાંક હેતુની જગ્યામાં ગેરકાયદેસર રીતે દુકાન બનાવતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને જામ્યુકો ખાતે દોડી આવી ઉગ્ર રજૂઆત કરી હતી દુકાનો તોડી પાડવા સુત્રોચ્ચાર કર્યાં હતા જેને લઇ મામલો ગરમાયો હતો.મહિલાઓના જણાવ્યા અનુસાર પોતાના ઘરની સામે દુકાનો બને અને આવનારા સમયમાં પાનના ગલ્લા ખૂલે તો પરીવારનું રહેવું મુશ્કેલ થઈ જાય અને વિકટ સમસ્યા ઉભી થાય જેને લઈ વિસ્તારની તમામ મહિલાઓ મનપા ખાતે દોડી આવી મ્યુ કમિશ્નરને રજુઆત કરી હતી સાથો સાથ મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે જો સમસ્યાનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવામાં આવશે.

જામનગર જલાની જારની ગરબીમાં ‘ઈશ્વર વિવાહ’ યોજાયા:પૂર્વ કેબીનેટ મંત્રીએ છંદ ગાયા: જુવો VIDEO

0

જામનગરમાં ત્રણ સદીઓથી પણ પ્રાચીન ‘જલાની જાર’ની ગરબીમાં ‘ઈશ્વર વિવાહ’ યોજાયા:પૂર્વ કેબીનેટ મંત્રીએ છંદ ગાયા

ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી, શહેર પ્રમુખ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર નિલેશ કગથરા , આકાશ બારડ સહિતના મહાનુભાવોએ હાજરી આપી ઈશ્વરના છંદ ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા 03 ઓક્ટોબર ૨૨ જામનગર શહેરની પ્રાચીન ‘જલાની જારની ગરબી’ કે જે ત્રણ સદીઓથી પણ વધુ સમયથી યોજાઈ રહી છે, જેમાં નવરાત્રિના આઠમાં નોરતે ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના ઈશ્વર વિવાહ યોજાય છે. જે ગઈકાલ રાત્રે પંચેશ્વર ટાવર પાસેના જલાની જાર વિસ્તારમાં મોડી રાતે યોજાયા હતા. અને તેમાં અનેક ભાઈઓ અબોટિયું-ઝભ્ભા-ધોતીયું પહેરીને પરંપરાગત રીતે ઈશ્વરના છંદ ગાઇને રાસ લીધા હતા જેમાં શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

જામનગર જી.જી હોસ્પિટલના SI ના પુત્રનો આપધાત: તપાસનો ધમધમાટ

0

જામનગરમાં ફોન બાબતે પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થતા પતિએ મોત મીઠું કર્યુ

  • વહેલી સવારનો બનાવ : મૃત્તના લગ્ન વાડીનાર મુકામે થયા હતા: પીએમ રીપોટની જોવાની રાહ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 03 ઓક્ટોબર ૨૨ જામનગરની જીજી હોસ્પિટલમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા ફારૂકશા શામદારના પુત્ર ઈમરાનશાએ ફોન મુકીને સૂઈ જવા બાબતે માઠુ લાગી આવતા ચૂંદળી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ઓટેરાટી મચી જવા પામી હતી.પોલીસે શંકાસ્પદ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડ્યો હતો.જામનગર શહેરની જી.જી.હોસ્પિટલ મેડીકલ કેમ્પસ બ્લોક નં.૮૮ માં રહેતા સાયનાબેન ઈમરાનશા ફારૂકશા શામદાર, ઉ.વ.ર૮ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ઈમરાનશા ફારૂકશા શામદાર, ઉ.વ.ર૮ ને તેના પત્ની વચ્ચે ફોન મુકી સુઈ જવા બાબતે બોલાચાલી થતા મરણ જનારને ઈમશાનશા ને માઠુ લાગી આવતા જામનગરના નવાગામ ઘેડ ઈકબાલભાઈ સફીયાના મકાનમાં પંખાના હુકમા ચાદર વડે ગળેફાસો ખાઈ લેતા સારવાર દરમ્યાન મૃત્યુથયાનું જાહેર થયું છે.

જામનગરમાં રેકડી રાખવા બાબતે મેમણ વેપારીને ભાઈ, ભત્રીજા અને જમાઇએ છરીઓ ઝીંકી: જુવો VIDEO

0

જામનગરમાં રેકડી રાખવા બાબતે બે મેમણ વેપારી ભાઈઓ વચ્ચે માથાકુટ

  • આરોપીઓના ફરીયાદીના ઘર પાસે આટાફેરા : પરીવારે દહેશત વ્યકત કરી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨ ઓક્ટોબર ૨૨ જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં રેકડી ઉભી રાખવા બાબતે બે મેમણ વેપારી ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક ભાઈ ઉપર બીજા ભાઈ અને તેના પુત્ર તથા જમાઈએ હુમલો કરી દીધાનું સામે આવ્યું છે. ઇજા ગ્રસ્ત ને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં રહેતા માજીદભાઈ સુરીવાળા નામના મેમણ વેપારી કે જેને તેના જ સગા ભાઈ સાથે રેકડી રાખવાના પ્રશ્ને આજે સવારે બોલાચાલી થઈ હતી. જે બાબતે તકરાર થયા પછી મામલો બીચક્યો હતો, અને માજીદભાઈ ઉપર તેના જ સગા ભાઈ તથા તેના પુત્ર અને જમાઈ દ્વારા છરી-પાઇપ-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી દેવાયો હતો.જેથી માજીદભાઈ ને લોહી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે. મેમણ વેપારીની ફરિયાદ પરથી સગા ભાઈ ભત્રીજા અને જમાઈ વિરુદ્ધ પોલીસે IPC કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. હાલતો આ બનાવે શહેરભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે.

જામનગર પંચેશ્વર ટાવર પાસે ગરબી સંચાલકની ફડાકાબાજી સામે છરીબાજી

0

જામનગરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં ગરબીના સંચાલક સહિત બે યુવાનો ઉપર છરી વડે હુમલો 

  • સંચાલક ભાલાભાઇએ યુવતીઓ અને મહિલાઓ હોવાથી ફોટા પાડવાની ના પાડતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ
  • જાહેરમાં થતી નવરાત્રીના માહોલમાં સંચાલકોએ પણ સયંમ જાળવવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. જેને લઇ ઝઘડો ટાળી શકાય.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ સપ્ટેમ્બર ૨૨: જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગતરાત્રિના સમયે ફોટા પાડવાની ના પાડતા બે શખ્સોએ ગરબી સંચાલક સહિત બે વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં અફડાતફડી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.આ અંગેની વિગત મુજબ, કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિનું શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બે વર્ષ બાદ યોજાતી ગરબી નિહાળવા શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દરમિયાન જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગત રાત્રિના સમયે બે શખ્સો મોબાઇલમાં ફોટા પાડતા હોવાથી સંચાલક ભાલાભાઇ એ યુવતીઓ અને મહિલાઓ હોવાથી ફોટા પાડવાની ના પાડતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ ગરબી સંચાલક ભાલાભાઈ અને રવિ ઢાપા નામના બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં નાશભાગ મચી ગઈ હતી. કરાયેલા હુમલામાં ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

જામનગરની જી.જી હોસ્પિટલમાં બિનવારસુ દર્દીને લઈ ડોક્ટર અને કર્મચારી આમને-સામને: જુવો VIDEO

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં બિનવારસુ દર્દી પીળાથી કણસતો રહ્યો : ડોકટરને સારવારની ફુરસત “ન” મળી..

જામનગરની જી.જી હોસ્પિટલના ઓથો વિભાગમાં ડો. બેદરકારી છતી થઈ

 

  • બિનવારસુ દર્દી ત્રણ કલાક દર્દથી કણસતો રહ્યો: પરંતુ હાજર ડૉક્ટરે લાઇનમાં વારા પ્રમાણે તપાસવાનો હઠાગ્રહ કરતા મામલો બિચક્યો
  • દર્દી વતી હાજર સ્ટાફે રાજ્ય સરકારના 104 માં ફરીયાદ કરી તો કોકટરે વાત કરવાની ના પાડતા કચવાટ ફેલાયો છે.
  • ડોક્ટરના વર્તન અંગેની અનેક ફરિયાદ ઉઠયાની રાવ: સાથી કર્મચારી પણ કંટાળી ગયા છે.!!!

દેવી ન્યુઝ જામનગર તા.૨૯ સપ્ટેમ્બર ૨૨ જામનગરની મધ્યમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે હંમેશાને માટે કોઈને કોઈ કારણસર સતત વિવાદમાં રહેતી હોય છે તેવામાં ગઈકાલે સારવારમાં આવેલ બીનવારસુ દર્દીને હોસ્પિટલમાં ફાળવેલ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે લાઇનમાં વારો આવશે તેવું જણાવતા દર્દી બપોરથી સાંજ સુધી સ્ટ્રેચરમાં દર્દથી કણસણતો રહ્યો પરંતુ હાજર ડોકટરે સારવારની તસ્દી ”ન” લેતા થોડી ક્ષણ દેકારો બોલી ગયો હતોઅંતે કંટાળેલા કર્મચારીએ પ્રથમ હોસ્પિટલના ઉચ્ચ ડોક્ટરને જાણ કરી બાદમાં સરકારના ટોલ ફ્રી નંબર ઉપર ડોક્ટરના નામની ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી.

શહેરની જી.જી હોસ્પિટલમાં બિનવારસુ દર્દીને અગવડ ‘ન’ પડે તે માટે ૩ નંબર OPD માં દર્દીઓ માટે હોસ્પિટલ પ્રંશાસને બે કર્મચારીઓ ફાળવેલ છે તેની કામગીરી ફક્ત ઇમરજન્સી આવેલ દર્દીના સગા ન આવે ત્યા સુધી સાથે રહી સારવાર કરાવવી પરંતુ ગઇકાલે આવેલ દર્દીની હાલત ગંભીર હતી , પીળાથી કણસતો હતો છતા ડોકટરે ત્રણ કલાક સુધી સારવાર ‘ન’ કરતા મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચયો લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ તો આ મુદ્દાએ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.