Friday, October 16, 2026
Home Blog Page 259

ગુલાબનગરમાં બાંધકામનું સુટીંગ ઉતારવા ગયેલા યુવાનને 3 શખ્સોએ લમધાર્યો: જુવો ચીસો પાડતો VIDEO

0

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બાંધકામનું વિડીયો શુટીંગ કરવા ગયેલા યુવાન ઉપર બિલ્ડર સહિત ત્રણ શખ્સોનો હુમલો.

  • આરોપી :- (૧) સંજ્ય (૨) નારણ શિયાર (૩) મુનો ખોજો
  • ગુલાબનગરના શિવ ચોકનો બનાવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ઓક્ટોબર ૨૨ જામનગરના ગુલાબનગરમાં શિવ ચોક પાસે ગઈકાલે હાજી દોદાણી નામના યુવાન ઉપર ગેરકાયદેસર બાંધકામનો વિડીઓ ઉતારતી વેળાએ હુમલો થતા નાસભાગ મચી ગઈ હતીસુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબનગર શિવ ચોકમાં એક આસામી દ્વારા બાંધકામ થઈ રહ્યું હતું તે બાંધકામની સાઇટ ઉપર હાજી દોદાણી નામના યુવાને વિડીઓ સૂટિંગ ચાલુ કર્યું તેવામાં અચાનક બિલ્ડર સહિત ત્રણ આસામી આવી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચી જતા દેકારો બોલી ગયો હતો.હાજી દોદાણી નામના યુવાનને સાઇટ પર પડેલા સડીયા , ધોકા વડે મરણતોલ માર મારતા હાજી શેરમામદ દોદાણીની બચાવો બચાવોની ચીખો સાંભળી આજુ-બાજુના લોકો દોડી આવતા હુમલાખોર નાશી ગયા હતા અને યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હાજીની ફરિયાદ પરથી IPC – 323,114 તથા જીપીએક્ટ 135 (1) મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરમાં ભૂગર્ભની લીલા.. મનપામાં ભાજપના કોર્પોરેટર બાદ ડે.મેયરનો લેટર બોમ્બ : ઉકળતો ચરૂ

0

જામનગર શહેર ભાજપમાં ઉકળતો ચરૂ..? કોર્પોરેટર બાદ ડે.મેયરએ લખ્યો કમિશ્નરને પત્ર

  • વોર્ડ નં.11ના કોર્પોરેટર અને જામ્યુકોના ડે.મેયર તપન પરમારે ભુગર્ભ ગટરના નબળા કામ અંગે મ્યુનિશિપલ કમિશ્નરને ઉગ્ર પત્ર લખતા ફરી રાજકારણ ગરમાયુ….
  • ગટરના કામ અને ગટરની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ હોવાનો પત્રમાં ઉલ્લેખ..
  • તાજેતરમાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરાએ પણ સ્વખર્ચે ગટર બનાવવાની મંજુરી માંગતો લખ્યો હતો પત્ર.
  • જામનગર શહેરમાં ભૂગર્ભના કામમાં કોણે ભેજુ માર્યું છે તે સૌવ કોઈ જાણે છે..: ડે.મેયર તપન પરમાર
  • ભૂગર્ભ ગટરની સમસ્યાનો એક વર્ષ પહેલાનો વિડીઓ રજુ કરાયો.

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૧૩ ઓક્ટોબર ૨૨  જામનગર શહેર ભાજપમાં જાણે ઉકળતો ચરૂ હોય તેવો હાલ માહોલ સર્જાઇ રહ્યો છે, હજુ તાજેતરમાં જ વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ પોતાના વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ગટરની માંગણીનો નિકાલ નહીં આવતા અને આ વિસ્તારના ધાર્મિક સ્થળોએ ગંદકી ફેલાતી અટકાવવા માટે તેઓએ પોતાને ખર્ચે ગટર બનાવવાની મંજુરી માંગતો એક પત્ર મ્યુનિ. કમિશ્ર્નરેને લખ્યો હતો તે વાતને હજુ વીરામ આવ્યો નથી ત્યાં જામનગર વોર્ડ નં.11ના નગરસેવક અને ડે.મેયર તપનભાઇ પરમારે પોતાના વોર્ડમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરનું કામ અત્યંત નબળુ હોવાની ફરિયાદ દર્શાવતો એક પત્ર મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીને લખ્યો છે. આ પત્રની વાત બહાર આવતા ફરી એક વખત શહેરના રાજકારણમાં ગરમાવા સાથે છાને ખુણે ખુસર-ફુસર થઇ ગઇ છે.જામનનગર મહાનગર પાલિકાના મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં ડે. મેયર તપનભાઇ પરમારે જણાવ્યા અનુસાર તેઓએ છેલ્લા અનેક સમયથી તેમના વિસ્તારમાં જુદાજુદા પત્રથી ભુગર્ભ ગટરની સાફ સફાઇ અંગે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરેલ હોય પરંતુ આજ દિન સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ આવેલ નથી કે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.
વધુમાં તેઓએ લખ્યું છે કે, જામનગરના વોર્ડ નં. 11માં ડી.આર. અગ્રવાલ દ્વારા ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે આ કામ અંગે પુર્વ ચેરમેન જસરાજભાઇ પરમારે પણ અનેક વખત ફરીયાદો કરી છે તેમજ તે વખતના મેયર તેમજ વિરોધપક્ષ દ્વારા કામની નબળી ગુણવતા બાબતે રોજકામ પણ કરાવેલ છે.આ કામમાં ગેપ પીસી પણ મુકવામા આવેલ નથી અને અનેક રજુઆત કરવા છતા પણ નબળી ગુણવતાવાળુ કામ સુધારાયુ નથી, ભુગર્ભ ગટરના ગંદા પાણીના નીકાલ અંગે હજુ સુધી કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરવામાં આવેલ ન હોય આ અંગે અનેક વખત સ્ટેન્ડીગ કમિટિમાંં પણ ભુગર્ભ ગટરની ફરીયાદ બાબતે કોઇપણ જાતની ખાતા દ્વારા સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી.વોર્ડ નં. 11 માં અલગ અલગ વિસ્તારોમાં પોતાના શૌચાલયમાં લોકો શોચક્રીયા કરી શકતા નથી આ અંગે અનેક વખત રજુઆત કરી છે તેમજ વોટસએપ ઉપર પણ જાણ કરી છે પરંતુ આ અંગે કોઇ ગંભીરતા લેવામા આવતી નથી તાત્કાલીક અસરથી અમારા પ્રશ્ર્નનો દસ દિવસની અંદર નિકાલ કરવા તેમજ જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવા પત્રમાં માગણી કરી છે.

જામનગર ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતા રાજકારણમાં ગરમાવો

0

ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતા રાજકારણમાં ગરમાવો!!!

  • શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્ર્નરને લખ્યો સળગતો પત્ર
  • છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં સમસ્યાનુ કોઇ નિરાકરણ “ન” આવતા કોર્પોરેટરે ભર્યૂ આકરૂં પગલું.
  • વોર્ડ નંબર-૯માં અન્ય લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે. જ્યારે મે હર હમેશ લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે. : કોર્પોરેટર: – નિલેશ કગથરા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૧૨ ઓક્ટોબર ૨૨  જામનગરક શહરેમાં ભાજપ શાસિત ‘જામ્યુકો’માં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતો એક પત્ર શહેરના વોર્ડ નં.9 ના નગરસેવક નિલેશભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નરને લખ્યો સળગતો પત્ર લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં ગટરની સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતા વોર્ડ નં.9 ના કોર્પોરેટરે આકરું પગલું ભર્યુ છે.જામ્યુકોના વોર્ડ નં.9ના કોર્પોરેટર નિલેષભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં.9 માં આવેલ આણંદાબાવાના ચકલાથી કલ્યાણજીના મંદિર તરફ જતા રસ્તામાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી તેમના દ્વારા તથા આ વોર્ડના એસ.એસ.આઇ દ્વારા ભુગર્ભ ગટર શાખામાં લેખિત, મૌખિક અને ટેલીફોનીક મેસેજથી વારંવાર ગટર છલકાવવાના પ્રશ્ર્ન અંગે રજૂઆત કરાઇ હોય જેનો કોઇ નિરાકરણ આજ સુધી આવ્યો નથી.આ ઉપરાંત ભુગર્ભ ગટર શાખાના એન્જિીનિયર દ્વારા અહીં નવી ગટર બનાવી પડશે તેવો અભિપ્રયા પણ આપેલ હોવા છતાં નવી ગટર બનાવવામાં આવતી નથી.

આ પ્રકરણમાં જો જામ્યુકો પાસે નાણાની અછત કે જોગવાઇ ન હોય તો કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના લોકોનો પ્રશ્ર્ન હલ થાય તેના માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અને આ અંગે તેમણે વહિવટીતંત્ર પાસે મંજુરી માંગતો પત્ર પણ લખ્યો છે.પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારની અંદર જૈન સમાજના દેરાસર અને ઉપાશ્રયો આવેલા છે તથા ગણપતિનું મંદિર આવેલ છે. જૈન સાધુ સંતો અને શ્રાવકો ખુલ્લા પગે દેરાસર જતા-આવતા હોય, ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. આટલી હદે મુશ્કેલી હોવા છતા આ સામાન્ય પ્રશ્નોન છ માસથી ઉકેલ ”ન” આવેલ તે બાબત ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. જયારે અહીં ગટર બની હતી ત્યારે તે લાઇન લેવલ વગર બની હતી. ગટર બન્યા પછી કોઇ નવા મોટા બિલ્ડીંગ બનેલ નથી કે નવા જોડાણો આપેલ નથી તેમ છતા આ ગટર વારંવાર છલકાઇ છે. મતલબ કે કામ ચાલુ હતુ ત્યારે યોગ્ય સુપરવિઝન થયેલ નથી. આથી ગટરના આ પ્રશ્નનો અંગે જે કોઇ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા પણ કોર્પોરેટર નિલેશ કગથરાએ માંગણી કરી છે.

જામનગર જી જી હોસ્પિટલમાં સીક્યુરીટી ગાર્ડે યુવતિને ફડાકો ઝીંક્યો : જુવો VIDEO

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં સીક્યુરીટી ગાર્ડે લાચાર મહિલાને માર માર્યો: મામલો પોલીસ મથકે પહોંચ્યો.

  • સીક્યુરીટી ગાર્ડે  વિરૂદ્ધ લોકોને હેરાનગતીની થોકબંધ ફરિયાદો : તંત્ર મજાના મુડમાં : લોકોમાં કચવાટ
  • ઉચ્ચ અધિકારીનું ભેદીમૌન : લાચાર લોકો માર ખાઈ રહ્યા છે : ગાર્ડને ખુલ્લો દોર..
  • સીક્યુરીટી ગાર્ડને પોલીસવાનમાં બેસાડતા મામલો ગરમાયો.

દેશ દેવી ન્યુઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૨ જામનગરની જી.જી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ અને મહિલા વચ્ચે ખાટલે બેસીને જમવા બાબતે મારા-મારી થતા પોલીસ બોલાવી પડી હતી જેમા મહિલાને માર માર્યાંનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને મામલો થાળે પાડવા દરમિયાનગીરી કરી રહ્યા હતા.જામનગરની જી.જી હોસ્પિટલમાં આજ-રોજ કોવિડ બિલ્ડીંગમાં દર્દી મહિલાને ખાટલે જમાડવા બાબતે એકસમેને માર મારતા દેકારો બોલી ગયો હતો બનાવની જાણ થતા ઉચ્ચ ડોક્ટર દોડી આવ્યા હતા અને મામલો રફેદફે કરવા પ્રયત્નો કર્યાં હતા.તેવામાં પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સીક્યુરીટી ગાર્ડને ગાડીમાં બેસાડતા પોલીસવાન સામે સીકયુરીટી ગાર્ડનું ટોળું વળી જતા મામલો ગરમાયો હતો બાદમાં સીક્યુરીટી ગાર્ડને બાઈક પર પોલીસ મથકે લઇ જવાયા હતા, મહિલાને માર માર્યાનીવાત વાયુવેગે પ્રસરી જતા તેના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં દર્દીઓને માર મારવાની વાતો હવે સામાન્ય થઈ ગઈ છે. માર મારવા , તેમજ ગેરવર્ણતુક અનેક કિસ્સાઓ સામે આવે છે તેમાં મોટાભાગના સીક્યુરીટી ગાર્ડે હોય છે. છતાં નિંભર તંત્ર ઢાકપીછોડા કરી રહ્યું છે. જેના પગલે લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ તો મહિલાને માર મારવાના બનાવે જામનગર સહિત ગુજરાતભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે. લોકો હાલના સીક્યુરીટી ગાર્ડની જગ્યાએ અન્ય સિક્યોરીટી ફાળવવાની માંગ કરી રહ્યા છે.

જામનગર અંધાશ્રમ આવાસમાં કુખ્યાત દિવલા ડોન ઉપર હુમલો : ફાઇરીંગ કર્યાંની કેફીયત જુવો VIDEO

0

જામનગરના અંધાઆશ્રમ પાસે કુખ્યાત દિવલા ડોન ઉપર ફાઇરીંગના પગલે પોલિસ દોડી ગઈ

  • જૂની અદાવતનો ખાર રાખી ૮થી ૧૦ શખ્સો ટુટી પડ્યા: એકની હાલત ગંભીર
  • અંધાશ્રમ આવાસમાં રહેતા અનિલ મેર, ભરત મેર સહિતના આરોપીની શોધખોળ.

દેશ દેવી ન્યુઝ જામનગર તાઃ ૧૧. ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના અંધ આશ્રમ પાસે જૂની અદાવતનો ખાર રાખી દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે દિવલો ડોન અને અન્ય શખ્સ ઉપર ૮ થી ૧૦ શખ્સો તિક્ષણ હથીયાર સાથે ટુટી પડ્યા ઇજાગ્રસ્ત દિવલાએ પોતાની ઉપર ફાઈરીંગ થયા કેફીયત આપી પોલિસે તપાસ શરૂ કરી.જામનગરના અંધાશ્રમ પાસે જૂનીઅદાવત નો ખાર રાખી કુખ્યાત ડ્યુલા ડોન ઉપર 8 થી 10 શખ્સો તીક્ષણ હથિયારો વડે તૂટી પડતા ઇજાગ્રસ્ત ને સારવાર માટે 108 મારફત જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યા ઇજાગ્રસ્તે પોતાના ઉપર ફાઇરીંગ થયાની કેફીયત આપતા પોલીસે જરૂરી નિવેદન લઈ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હાલતો કાઇરીંગ થયાની ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જેને લઈ સાટી એવી ચર્ચા જાગી છે.

જામનગરના વાધેરવાડા વિસ્તારમાં બાળકોને ઉઠાવતી હોવાની શંકાથી મહિલાની ધોલાઇ : જુવો VIDEO

0

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ મહિલાઓની ધોલાઇ કરતા લોકો: લોહિલોહાણ હાલતમાં પોલીસને સોંપાઇ

  • બાળકો ઉપાડવા આવી હોવાના પગલે લોકોએ માર માર્યો:
  • વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા વળ્યા હતા

દેશ દેવી ન્યુઝ તા.૧૧ ઓક્ટોબર ૨૨ જામનગર: શહેરના મોટા આશાપુરા માતાજીના મંદિર નજીક વાઘેરવાડા વિસ્તારમાં મંગળવાર સવારે અહીંના એક મકાનમાં ચારેય મહિલાઓ મલિન ઇરાદાઓ સાથે ઘુસી ગઇ હતી, જયારે ઘર માલિકને આ વાતની ખબર પડી જતા ભારે અફરા-તફરી સર્જાઇ હતી અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે આ મહિલાઓ છોકરાઓને ઉપાડવા આવી હતી તેવી પણ ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી. અહીંના અંદાજીત 100-150 લોકો એકઠા થઇ ગયા હતા અને ચારમાંથી એક મહિલા ફરાર થઇ ગઇ હતી જયારે ત્રણ મહિલાને લોકોને ઝડપી લઇ સરખી રીતેે ધોલાઇ કરી નાંખી હતી. મામલો વધુ વિસ્તરે તે પહેલા કોઇને પોલીસને જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઉપરોકત્ત ત્રણ શંકાસ્પદ મહિલાઓને લઇને પોલીસ સ્ટેશન તરફ રવાના થયો હતો. આ બનાવના પગલે વિસ્તારમાં ભારે અફરા-તફરી અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહિલાઓને ટોળાઓએ માર મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.

આહિર બહેનો પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ મોદીજીની જનસભામાં પહોંચ્યા

0

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનથી હાલારમાં હરખની હેલી : જામનગરમાં આનંદ ઉત્સવનો માહોલ.

પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ ભાઈઓ-બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જનસભામાં પહોંચ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.10 ઓક્ટોબર ૨૨ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રી ની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ – બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રી ના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા.

આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો – આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર – હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. ૧૪૪૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.10 ઓકટોબર વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવી પહોંચતા જામનગર એરફોર્સ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાનના સ્વાગતમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, કલેકટર  ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલું, રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કાગથરા સહિતના મહાનુભાવો, પદાધિકારી ઓ તેમજ અધિકારી ઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.જામનગરનાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાન દ્વારા રૂ.1448 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર જામનગરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

જામનગર DKV ક્રોસ રોડ પાસે સાહિલ જેઠવા નામના યુવાનને ધોકા ફટકાર્યાની 2 સામે રાવ

0

જામનગર DKV ક્રોસ રોડ પાસે સાહિલ જેઠવા નામના મોચી યુવાન ઉપર બે શખ્સોએ ધોકા ફટકાર્યા

જામનગર શહેરના ક્રોસ રોડ પાસેના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ બાબતે શાહિલ અલ્પેશભાઈ જેઠવા નામના મોંચી યુવાનને ઝાપટો અને ધોકા વડે માર માર્યાંની પોલિસ દફતરે ફરીયાદ નોંધાવાઈ છે.

દેશ દેવી ન્યુઝ તા.૦૮ ઓક્ટોબર ૨૨.જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ક્રોસ રોડ પાસે ઓફિસ રાખી ધંધો કરતા સાહિલ જેઠવા નામના યુવકને બાજુમાં ઓફિસ ધરાવતા હરપાલ જાડેજા સાથે પાકિંગમાં ગાડી વ્યસ્થિત પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેને લઈ ગઈકાલે સાંજે ફરી બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને હરપાલ જાડેજા ઉશ્કેરાઇ જઇ સાહિલ જેઠવાને મન ફાવે તેવી ગાળો ભાંડી ઝાપટો ચોડી દીધી હતી.બબાલ સર્જાતા હરપાલ સાથે રહેલા અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે સાહિલને વાસાના ભાગે મુંઢ મારતા હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો દેકારો થતા રોડ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતામાથાકૂટના પગલે નાસભાગ મચી જવા પામી હતી તેવામાં શાહિલના પરીવારજનો આવી જતા જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યા પોલીસે શાહિલની ફરીયાદ પરથી હરપાલ જાડેજા અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ (૧) મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરમાં બે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે PM

0

આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં બે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે

અંદાજિત રૂ.107 કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજ અને હાપા માર્કેટિંગ યાર્ડ રેલવેબ્રીજ નિર્માણ પામવાથી લોકોની સુવિધામાં વધારો થશે.દેશ દેવી ન્યુઝ જામનગર તા.07 ઓકટોબર  આગામી તા.10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર પધારશે અને જિલ્લામાં રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ અંતર્ગત વડાપ્રધાનશ્રી અંદાજીત કુલ રૂ.107 કરોડના ખર્ચે બનનાર લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજનું તેમજ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે નિર્માણ પામનાર રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે.ઘણા સમયથી નગરજનોની ફ્લાયઓવર બ્રિજની રજુઆતને ધ્યાને લઇ જામનગર શહેરમાં અંદાજીત રૂ. 65 કરોડના ખર્ચે લાલપુર જંકશન પર લગભગ 1 કિ.મી. લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ રાજકોટ-ખંભાળીયા બાયપાસના લાલપુર જંકશન પર બનાવવામાં આવશે. તેનાથી જામનગર શહેર તથા લાલપુરને જોડતા મુખ્ય રસ્તાના કૉંસીંગ તેમજ જી.આઈ.ડી.સી. દરેડનો વાહનવ્યવહાર સુગમ થશે અને વિસ્તારમાં ટ્રાફીકના પ્રશ્નોનું નિરાકરણ આવશે.રાજય સરકારના ફાટક મુકિત અભિયાન અંતર્ગત જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટે શહેરમાં જુદા-જુદા 3 રેલ્વે ક્રોસીંગ પૈકી 2 રેલ્વે ક્રોસીંગ પર ઓવર બ્રિજ તથા 1 રેલ્વે ક્રોસીંગ પર અન્ડરબ્રિજ માટે રાજય સરકાર દ્રારા રૂ. 100 કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. જેમાંથી હાલ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે અંદાજીત રૂ.42 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે. આ બ્રિજથી ફાટક દૂર થતા અવિરત વાહનવ્યવહારથી ઇંધણની બચત થશે અને અંદાજે 2 લાખની વસ્તીને લાભ થશે. આ બ્રીજ તૈયાર થતા હાપા માર્કેટ યાર્ડનો વાહનવ્યવહાર સુગમ થશે અને વિસ્તારમાં ટ્રાફીકના પ્રશ્નોનું નિવારણ થશે

error: Copying and use of the content of the website is considered as illegal activity.