Friday, October 16, 2026
Home Blog Page 258

જામનગરના સચાણામાં ગેરકાયદે ધાર્મિક સ્થળે મેગા ડીમોલીશન : જુવો VIDEO

0

બેટ દ્વારકા બાદ સચાણામાં ગેરકાયદે ધાર્મિક સ્થળે મેગા ડીમોલીશન

  • ખીજડીયા અને સચાણા ગામ વચ્ચે આવેલા પક્ષી અભયારણ્ય નજીકના ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર ફરી વળ્યું જામ્યુકોનું બુલડોઝર
  • ફોરેસ્ટ વિભાગ, એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે કાર્યવાહી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૨૨ ઓક્ટોબર ૨૨ ચાલુ મહિનામાં ગૃહવિભાગના આદેશ અનુસાર રેન્જ આઇની નજર હેઠળ પહેલા બેટ-દ્વારકામાં ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર ‘મેગા ડીમોલીશન’ હાથ ધરવામાં આવ્યું હતું, કાર્યવાહી હજુ ઠરી નથી ત્યાં હવે જામનગર જીલ્લામાં આ પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવારે સચાણા ગામમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે.આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, શનિવારે ધનતેરસના દિવસે જામનગરથી ખીજડીયા અને સચાણા ગામ વચ્ચે આવેલા પક્ષી અભિયારણ પછી આવતી ગેરકાયદેસર કાજનશાહ પીરની દરગાહ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાઇ છે. હાલ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જામનગરના દરિયા કિનારે આવેલા અને ખીજડીયા અને સચાણા ગામની વચ્ચે આવેલી કાજનશા પીર દરગાહ જે ગેરકાયદેસર હતી તે શનિવારે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મરીન નેશનલ પાર્ક, ફોરેસ્ટ વિભાગ, એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે સચાણા ગામમાં દરિયા કાંઠે આવેલી કાજનશાહ પીર બાબાની દરગાહ તોડી પડાઇ છે અને જેસીબી સહિતની મશીનરી તેમજ 200થી વધુ પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બેટ દ્વારકામાં પણ ગેરકાયદે ખડકી દેવાયેલ ધાર્મિક સ્થાનોને પણ ત્રણ તબક્કામાં તોડી પાડવામાં આવેલ હતા.અહીંના પાંજ વિસ્તારમાં રેસિડેન્સ અને કોમર્શિયલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. મેગા ડિમોલિશનમાં કરોડોની કિંમતનું દબાણ દૂર કરાયું હતું. 45થી વધુ ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના બંગલાઓ પણ તોડી પડાયા હતા. તદુપરાંત 3 લાખ ફૂટ જેટલી ગામતળ, ગૌચર અને મરીન વિસ્તારની જમીન પરથી દબાણો દૂર કરાયા.

જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે 306 દાખલ

0

જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે ફરિયાદ

  • આરોપી :- (૧) સંદીપ દીલીપભાઇ મેઠીયા (ર) દીલીપભાઇ મેઠીયા (૩) જશોદાબેન રહે.તમામ સત્યમ કોલોની, ઓશવાળ ૪ શેરી નંબર -૩ જમનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ ઓક્ટોબર ૨૨ જામનગરમાં સત્યમ કોલોનીમાં પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરા સામે ફરીયાદ નોંધાતા સિંધી સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના ગાંધીધામ આદીપુર સીબીએકસ-340 ખાતે રહેતી જાનકીબેન કનૈયાલાલ કેશવાણી (ઉ.વ.45) નામની મહિલાની પુત્રી સુનિતાબેનને આરોપીઓએ અવાર નવાર દહેજની માંગણી કરીને દુ:ખત્રાસ આપી હેરાન, પરેશાન કરતા હોય તેમજ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી અસહ્ય દુ:ખત્રાસ દઇ મરી જવા મજબુર કરતા ફરીયાદીની પુત્રીએ પોતાને ઘરે ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકવી લીધી હતી.જાનકીબેન દ્વારા ઉપરોકત બનાવ અંગે ગત રાત્રીના સીટી-સીમાં જામનગરની સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નંબર- 3 ખાતે રહેતા સંદીપ દિલીપ મેઠીયા, દિલીપભાઇ મેઠીયા અને જશોદાબેન ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ 306, 498 (એ), 114 તથા દહેજ પ્રતિબંધ ધારા કલમ(4) મુજબ ફરીયાદ કરી હતી.જેની તપાસ પીએસઆઇ ગામેતીએ હાથ ધરી છે.

જામનગર- દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના 76 Dyspની બદલી: જુવો લીસ્ટ

0

જામનગર દેવ ભૂમિ દ્વારકા સહિત રાજ્યના 76 Dyspની બદલી

  • જામનગર શહેરમાં અમદાવાદના વરુણ વસાવાની નિમણુંક કરવામાં આવી છે.
  • જામનગર ગ્રામ્યમાં ડી.પીવાધેલાને મૂકવામાં આવ્યા છે.
  • દેવભૂમિ દ્વારકાના સમીર શારડાને રાજકોટ મધ્યસ્થ જેલ જ્યારે હરેન્દ્ર ચોધરીને અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
  • મહિસાગરના હાદિક પ્રજાપતિ અને ગીર સોમનાથના એમ.એમ પરમારને દેવભૂમિ દ્વારકામાં મુકવામાં આવ્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ઓક્ટોબર ૨૨ જામનગર દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના ૭૬ ડીવાયએસપીની બદલીનો ગંજીપો ચિપતા DG જેમા જામનગરના એસીએસટી સેલના જે.એસ ચાવડાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તથા દેવભૂમી દ્વારકાના સમીર શારડાને રાજકોટ મધ્યસ્થ જેલ બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના વરુણ વસાવાને વિભાગીય જામનગર શહેર તથા ડી.પીવાધેલાને ગ્રામ્ય ખાતે મુકવામાં આવ્યા છે

જામનગર “બાપુએ રંગ રાખ્યો” નાતજાતના ભેદ વગર મુસ્લિમ યુવાનને મોતના મુખમાં માંથી પાછો લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું.

0

જામનગરમાં થોડા દિવસ પહેલા એક વિચિત્ર યુવાન સામે આવ્યો હતો : માથામાં ઈયળો ખદબદતી હતી : સારવાર બાદ પરિવાર સાથે મિલન : કરુણ દ્રશ્યો સર્જાયા..

  • યુવકના માથાનો ભાગ એટલી હદે સળી ગયો હતો કે માથું નીચું કર્યાંની સાથે જ ઈયળનો ઢગલો થાય.
  • મુસ્લિમ યુવકની હાલત જોઈ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા
  • માનવતા અને ક્ષત્રિય પણુ હજુ પણ ક્ષત્રિયો માં જીવંત છે, એનું ઉત્તમ ઉદાહરણ જામનગરના યુવા ઋષીરાજ સિંહ જાડેજાએ પુરુ પાડ્યું છે.
  • યુવાનની સારવાર કરાવી પરિવારને સુપ્રત કર્યાં : સ્નેહીઓની આંખો ભીંજાણી ત્યારે પરિવારજનોના દિલમાંથી એક જ દૂવા નિકળી કે “અલા આપકી હર મુરાદ પુરી કરે ઔર મેરી ભી ઉમર આપકો લગ જાયે..
  • જેની વેદના કાળજું કંપાવી દે, તેની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી..

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ ઓક્ટોબર ૨૨ છેલ્લા બે ત્રણ મહિનાથી માથામાં પડેલ જીવાતથી પીડાતા યુવાનની કોઈએ ભાળ ”ન ” લેતા તેવામાં જાણે કુદરતે જાણે ઋષિરાજ ર્સિહ જાડેજાને દૂત બનાવીને મોકલ્યા હોય તેમ મુસ્લિમ યુવાનની સારવાર કરાવી માનવતા હજુ મરી નથી તેવુ ઉદાહરણ રાજપૂત યુવાને આપ્યું છે. દાન દઈ માન મેળવી સૌવ કોઈ છૂટી જાય છે. પરંતુ જ્યારે બીજાની પીળા પોતે હરે ત્યારે એ સાચો “દાનવીર “

ઋષિરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા યુવકને જયારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે યુવાનની હાલત એટલી દર્દનાક હતી કે આજુ-બાજુમાં ઉભુ રહેવુ તો ઠીક પરંતુ બાજુમાંથી નિકળી પણ ”ન” શકાય..

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર-૯માં યાદવ પાન સેન્ટર નજીક તારિખ 8 ઓક્ટોબરના રોજ રાજપૂત યુવા સંગઠનના પ્રમુખશ્રી ઋષિરાજસિંહ જાડેજા તથા રાજપૂત યુવા સંગઠન ટીમ ના યોગેન્દ્રસિંહ પરમાર, રવિરાજસિંહ જાડેજા વગેરે મિત્રો બેઠા હતા,

ત્યારે નજીક માં એક યુવાન અતિ બીમાર હાલત માં જોવા મળ્યો, હતો અને એટલી ખરાબ રીતે દુગંધ મારતો હતો અને તેના માથાના ભાગેથી ઈયળો પડતી હતી તે જોઈ ઋષિરાજસિંહ જાડેજા અને તેમના મિત્રો યુવાન પાસે ગયા અને હાલત જોતા યુવાન ની હાલત ખુબજ ગંભીર જણાય રહી હતી, યુવાન માં માથા માં ઈયળુ પડી ગઈ હતી, જીવાત ને કારણે યુવાને માનસિક સંતુલન ગુમાવી દીધું હતું, પરિસ્થિતિ ની ગંભીરતા ને ધ્યાને લેતા એ યુવાન ને તાત્કાલિક હોસ્પિટલ માં લઇ ગયા અને ઇમરજન્સી સારવાર અપાવી.

વધારે તપાસ કરતા માલુમ પડ્યું કે યુવાન મૂળ યુ.પી. ના કાનપુર શહેર ના સજ્જનપુર વિસ્તાર નો મોહમ્મદ અનસ શકિલ અહેમદ નામનો મુસ્લિમ પરિવાર નો યુવાન છે ઋષિરાજસિંહ જાડેજા તથા એમની રાજપૂત યુવા સંગઠન ટીમ ૮ તારીખ થી આજ ૧૬ તારીખ સુધી સતત હોસ્પિટલ માં ડોક્ટરો ને ભલામણ અને સતત રિપોર્ટિંગ કરતા રહ્યા.

જેને પરિણામે યુવાન ની સારવાર સારી થઈ, અને તંદુરસ્ત બની ગયા બાદ એમના પિતા ને ફોન કરી અને માહિતી આપતા આજ રોજ યુ.પી. થી એમના પરિવાર જનો યુવાન ને લેવા આવ્યા હતા, ત્યારે એમને ઋષિરાજસિંહ તથા સમગ્ર રાજપૂત યુવા સંગઠન ટીમ નો ખુબ જ આભાર માન્યો હતો. કોઈપણ જાતના જાતિ-ધર્મ ના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને મદદ કરવી એ ઋષિરાજસિંહના સ્વભાવમાં છે.

દેશ દેવી ન્યુઝ સાથેની વાતચીતમાં ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા આંગણે બેઠું કૂતરુ પણ દૂ:ખી ”ન” હોય તો જીવતા માણસને કેમ દુખી થવા દઈ..

જામનગરના શંકરટેકરીમાં ૮૪ લાખના ભંગાર ચોરીના CCTV ફૂટેજ આવ્યા સામે: તસ્કરો Cemera માં કેંદ: જુવો VIDEO

0

શંકર ટેકરી વિસ્તારના કારખાનામાંથી છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે કુલ ૮૪.૪૮ લાખનો ૧૯,૨૦૦ કિલો બ્રાસનો ભંગાર તસ્કરો ઉઠાવી ગયા..

  • કારખાનામાં જ મજૂરી કામ કરતા કર્મચારીઓ સહિતના ૭ જેટલા શખ્સોનું કારસ્તાન હોવાની આશંકાઃ એલસીબી દ્વારા તપાસ હાથ ધરાઇ
  • કારખાના સાથે જ મજૂરી કામમાં જોડાયેલા કેટલાક શખ્સોનું કારસ્તાન હોવાનું 
  • ભંગાર ચોરીના CCTV ફૂટેજ આવ્યા સામે ચોરી કરતા કેમેરામાં કેદ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ઓક્ટોબર ૨૨ જામનગરમાં આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર-૧માં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં સ્ટર્લીંગ એન્ટર પ્રાઇઝીસ નામનું બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પ્રેમજીભાઈ હિરપરા નામના વેપારીએ ૮૪.૪૮લાખના ભંગાર ચોરી જવાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.બ્રાસપાર્ટના કારખાનેદારે ગઈકાલે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી સાત મહિનાના સમયગાળા દરમિયાન કોઈ તસકરો રૂપિયા ૮૪ લાખ ૪૮ હજારની કિંમતના ૧૯૨૦૦ કિલો બ્રાસનો સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે LCBએ તપાસમાં ઝૂકાવ્યું છે અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જેમાં કારખાનામાં જ મિસ્ત્રી કામ નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો લાખ ૪૮ હજારની કિંમતના કરતા કર્મચારી સહિતનાનું ભેદ ખુલી જાય તેવી શક્યતા છે. પોલીસે વેપારીની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનોં નોંધી તપાસમાં ઝંપ લાવ્યું છે.હાલતો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પમંદો પુછપરછ અને CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવે શહેરભરમાં ખાસી ચર્ચાં જગાડી છે.

જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભુમાફીયા જયેશ પટેલ ઉપર વધુ એક તવાઇ:જુવો VIDEO

0

જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણમાં ભુમાફીયા જયેશ પટેલ ઉપર વધુ એક તવાઇ

  • ભૂમાફિયા જયેશ પટેલની કરોડો રૂપિયાની જમીન લેવાઇ ટાંચમાં
  • ડીયાએસપી જે.એન.ઝાલાની રાહબારી હેઠળ કાર્યવાહી
  • રણજીતસાગર રોડ પર આવેલા પ્લોટ 13 પ્લોટ જપ્ત કરતી પોલીસ
  • સાંઇબાબા મંદિર વિસ્તાર ગોકુલદર્શન ખાતેની 650 ફુટની જમીન – મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા. ૧૯ ઓક્ટોબર ૨૨ જામનગરના ચચાસ્પદ પ્રકરણ જેના ગાંધીનગર અને દિલ્હી સુધી જેના પડઘા પડ્યા હોય તેવા જામનગરના ‘ગુજસીટોક’ પ્રકરરણમાં છેલ્લા ઘણા સમયથી કોઇ કાર્યવાહી થઇ ”ન” હોય અને અચાનક જ બુધવારે સવારે જામનગર પોલીસે આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરતા શહેરભરમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જયેશ પટેલ ભલે ફરાર હોય કે લંડનની જેલમાં હોય પરંતુ ‘ગુજસીટોક’માં તેના પર તવાઇ બોલાવવાનું હજુ ચાલુ હોય અને બુધવારથી કાર્યવાહીથી ટાંચ લેવાયેલ કરોડો રૂપિયાની જમીનથી તેના ઉપર વધુ એક મોટો ફટકો પડ્યો છે.

જામનગરના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા (ડીવાયએસપી)એ ‘ગુજસીટોક’ (ગુજરાત ક્ંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) હેઠળ કાર્યવાહી હાથ ધરતા આ પ્રકરણના મુખ્ય આરોપી એવા ભૂમાફિયા જયેશ પટેલની કરોડો રૂપિયાની જમીન ટાંચમાં લેવાઇ છે.જામનગર પોલીસે બુધવારે સવારે રણજીતસાગર રોડ પર આવેલા પ્લોટ 13 પ્લોટ જપ્ત કરી લીધા છે.આ અંગેની વિસ્તૃત વિગત મુજબ, જામનગરના કુખ્યાત અને ભૂ-માફિયા જયેશ પટેલ સામે અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલા છે જેમાં પારકી જમીન પચાવી પાડવી, ખંડણી વસુલવા, ફાયરીંગ કરાવવું, એક એડવોકેટની હત્યા કરાવવી સહિતના ગુન્હાઓમાં વોન્ટેડ એવા આ આરોપી અને તેની ગેંગ ફરતે કાયદાનો સકંજો કસવા માટે બે વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોેંંધાયા પછી ગયા વર્ષે આ શખ્સની મનાતી કેટલીક જગ્યાઓ પોલીસે ટાંચમાં લીધી હતી.

દરમ્યાન બુધવારે સવારે જામનગર પોલીસે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને શહેર ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાના વડપણ હેઠળ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રે.સર્વે.નંબર.1084માં સમાવિષ્ટ પ્લોટ નં.62, 63, 64, 65, 253, 254, 262, 263, 264, 584, 675, 751 અને 752 નંબરના કુલ 13 પ્લોટ ટાંચમાં લીધા છે. તે 18.12 ચો.મી. એટલે કે 18497 ફૂટ જેવી બિનખેતી થયેલી આ જગ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી અને વર્ષ 2020માં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાના કામમાં જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ સ્થળે ઉપરોક્ત પ્લોટ ટાંચમાં લેવાતા હોવાની જાણ કરતું બોર્ડ પણ લગાડ્યું છે. આ કાર્યવાહી વેળાએ ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલા સહિતનો પોલીસ કાફલો કાર્યવાહી સ્થળે હાજર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોલીસ સહિતની ટુકડી દ્વારા ગુજસીટોકના આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં ગુજસીટોકના આરોપીની મિલકતો ટાંચમાં લીધી હતી.

જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાની પ્રેસ કોન્ફરસમાં કડાકા-ભડાકા

0

જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાની પ્રેસ કોન્ફરસમાં કડાકા-ભડાકા

  • ‘જાડા’ વિસ્તારમાં આવતા 38 ગામોની ઉપેક્ષા કરાઇ: કાસમભાઇ ખફી
  • અનેક વિકાસના કામો અધૂરા રહી ગ્યા, અધિકારીઓ દ્વારા પક્ષપાત પણ કરાતો હોવાનો સણસણતો આક્ષેપ
  • ‘ખેડૂત જાગો…હક માંગો’ની લડતના મંડાણ કરતા કાસમભાઇ ખફી
  •  જામનગરની હદ વધારીને સમાવવામાં આવેલાં ગામો પાસેથી તમામ વેરા-ટેકસ વસૂલ્યા બાદ કોઈપણ સુવિધા નથી અપાતી..!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ઓક્ટોબર ૨૨ જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફીએ ગઇકાલ સોમવાર અચાનક એક પ્રેસ કોન્ફરસ કરીને અનેક શબ્દોરૂપી કડાકા-ભડાકા કરીને શાસકપક્ષ અને સરકારી સંસ્થાના અધિકારી વિરૂઘ્ધ સણસણતા આક્ષેપ કર્યા હતા. કાસમભાઇ ખફીરે ‘જાડા’ વિસ્તારમાં આવતા 38 ગામ અને અહીં રહેતા ખેડૂતોને ઉપેક્ષા થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, અનેક વિકાસના કામો અધૂરા રહી ગયા છે અથવા તો રાખી દેવામાં આવ્યા છે. સરકારી કામો સહિત અનેક વિકાસકર્યોમાં અધિકારીઓ દ્વારા પક્ષપાત પણ કરાતો હોવાનો સણસણતો આક્ષેપ કાસમભાઇએ કર્યો છે. આ ઉપરાંત ‘ખેડૂત જાગો…હક માંગો’ની લડતના પણ મંડાણ કરી દેવામાં આવેલ છે.જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફી દ્વારા યોજાયેલ પત્રકા પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે, જામનગર પંથકના 38 ગામ અને બાજુના બીજા 14 ગામોને વિકાસના નામે આ ગામોનો ‘જાડા’માં સમાવેશ કરવામાં આવેલ હતો પરંતુ આ તમામ ગામોમાં વિકાસનું ફકત્ત નામ જ હોય અને વિકાસના બદલે આ ગામો અને અહીંના ખેડૂતોનું શોષણ થઇ રહ્યું છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના નેજા હેઠળ આવતા 14 ગામોમાંથી ટેક્સ વસુલવામાં આવે છે પરંતુ સ્થાનિક રહેવાસીઓને કોઇ સુવિધા આપવામાં આવતી નથી.સરકાર દ્વારા જે ગામોમાં સેટેલાઇટથી માપણી કરવામાં આવી છે તે માપણી 80% ખોટી છે જેના કારણે ભાઇ-ભાઇ વચ્ચે, શેઠાપાડોશીઓ વચ્ચે જમીન માપણીને લઇ ભારે વિવાદ અને ડખ્ખા શરૂ થયા છે.આવા તમામ મુદ્દાઓએ લઇ ગામના ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને ‘ખેડૂત જાગો…હક માંગો’ની લડતના મંડાણ કર્યા હોવાનું પણ કાસમભાઇ ખફીએ જણાવ્યું હતું.

વધુમાં તેઓના જણાવ્યા મુજબ, ‘જાડા’ દ્વારા 38 ગામને ડેવલોપિંગના નામે જોડીને માત્ર જમીન હડપ કરવાના ઈરાદા સાથે કરવામાં આવેલા એક તરફી નિર્ણય અને ત્રીજો મુદ્દો છે જામનગરની હદ વધારીને સમાવવામાં આવેલાં ગામો પાસેથી તમામ વેરા-ટેકસ વસૂલ્યા બાદ કોઈપણ સુવિધા ન આપવાની બાબતનો સમાવેશ છે.

કાસમભાઇના જણાવ્યા મુજબ, આવા ગામ પોતાની સત્તામાં લઈને જાડા દ્વારા ખેડૂતોની મરજી વિરૂદ્ધ પોતાને મન ફાવે તે રીતે જમીનોને ઉદ્યોગ ઝોન, લઘુ ઉદ્યોગ ઝોન, રહેણાંક ઝોન, ગ્રીન ઝોન જેવા રૂડા રૂપાળા નામ આપી દીધાં છે! અને ખેડૂતોની સંમતી વગર એમને જાણ કર્યા વગર ખેડૂતોની જગ્યાઓમાં રોડ-રસ્તાના પ્લાન પોતાની મનસૂફીથી બનાવી લીધાં છે. શહેરની હદમાં લેવામાં આવ્યા છતાં કોઇ સુવીધા આપવામાં આવી નથી.

આ પત્રકાર પરીષદમાં તાલુકા પંચાયતના સભ્ય મનોજભાઇ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશભાઇ કંબોયા, પૂર્વ કોર્પોરેટર યુસુફભાઇ ખફી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

ધરાનગરમાં ”પુત્રવધુ”ના ત્રાસથી ઝેરી દવા પી લેતા સસરાનું મોત : 306 દાખલ

0

જામનગરના ધરારનગર-૧ માં વૃધ્ધના આપઘાત પ્રકરણમાં આખરે પૂત્રવધુ સામે ફોજદારી

  • તા.૧૨ના રોજ પોલીસ સ્ટેશન બહાર ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા ભારે દોડધામ
  • પાંચ દિવસની સારવાર બાદ મોત : પુત્રવધુ છેડતીની ખોટી ફરિયાદ કરી માનસિક ત્રાસ આપતી હોવાનો આધેડે આક્ષેપ કર્યાં હતો.
  • મરી જવા મજબુર કર્યાં કલમ હેઠળ ગુનોં દાખલ: ભારે ચકચાર.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ઓક્ટોબર ૨૨ : જામનગરના બેડેશ્વરમાં ધરારનગર-1 વિસ્તારમાં આવેલા વૈશાલીનગર શેરી નં.૬ અને રોડ નં.૪ માં રહેતાં અમિતના પત્ની અમૃતાબેન તેણીના વૃધ્ધ સસરા સાથે અવાર-નવાર જેમ ફાવે તેમ વર્તન કરી જમવાનું આપતી ન હતી અને છેડતી કર્યાના ખોટા આક્ષેપ કરતી હતી તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ગાળાગાળી કરતી હતી.પુત્રવધૂ દ્વારા એક વર્ષથી અપાતા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને વૃધ્ધ હીરાભાઈ પરમારે ગત તા.12 ના બુધવારે બપોરના સમયે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે આવીને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી વૃધ્ધે પોલીસ સ્ટેશન પાસે જ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હીરાભાઈ પરમાર નામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.પુત્રવધૂના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરનાર સસરા હીરાભાઈના મોત બાદ તેના પુત્ર મનિષ પરમાર દ્વારા અમૃતાબેન અમિત પરમાર વિરૂધ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે અમૃતાબેન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું: બહોળી સંખ્યામાં કાર્યકરો પૂર્ણ ગણવેશમાં જોડાયા જુવો VIDEO

0

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા

  • જામનગરમાં રવિવારે સતવારા સમાજની વાડી, ગુલાબનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું હતું. જેમાં અગ્યાર ઉપનગરના ૨૦૫ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતાં.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭. ઓક્ટોબર જામનગર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષો નગરનું પથ સંચનલ યોજવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સંઘના ૨oપ થી વધુ સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં જોડાઈ-દંડના પ્રયોગો, સામૂહિક સમતા, સૂર્યનમસ્કાર જેવા કાર્યક્રમો તથા જાહેર માર્ગ પરના પથ સંચાલનમાં ભાગ લીધો હતો. માર્ગ પર ઠેર ઠેર શહેરીજનો દ્વારા ભગવા ધ્વજનું ફૂલો વડે સ્વાગત કરાયું હતું.આ પ્રસંગ નિમિત્તે સંઘના જિલ્લા સંયોજક અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. સ્વયંસેવકોને વિજય, ક્ષમા અને તટસ્થ રહેવા માટે શક્તિશાળી હોવું જરૂરી છે. ભારત વિશ્વ ગુરૃની ભૂમિકા માટે વિશ્વને આ પોતાના ગુરુત્વાકર્ષણ વડે ખેંચી રાખે છે અને ભારતનું ગુરૃત્વ બિંદુ હિન્દુત્વ છે એવો સંદેશ મંચ પરથી કાર્યકરોને આપ્યો હતો

જામનગર મહારાજા સોસાયટીમાં પટ્ટણી યુવાનની હત્યાની કોશિશ : 7 સામે ફરિયાદ

0

જામનગરના કાલાવડ નાકા બહાર વિડીઓ ઉતારી સોશિયલ મીડિયામાં મુકવા બાબતે ડખો.

  • મોબાઇલની દુકાનમાં તોડફોડ કરી યુવાનની હત્યાની કોશીશ: હાલત ગંભીર
  • આરોપી: – (૧) રેહાન ઇકબાલ બેલીમ (૨) દાનીશ જઉર બેલીમ (૩) રઉફ ગુલામ બેલીમ (૪) ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલભાઇ બેલીમ (૫) અલ્મોઇન જઉર બેલીમ તથા અન્ય બે શખ્સો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વીડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં મુકવા બાબતે થયેલા ડખ્ખામાં ગતરાત્રીના ૭ શખસોએ તલવાર, છરી, ધોકા સહિતના હથિયારો વડે યુવાન ઉપર હુમલો કરીને હત્યાની કોશિષ કરી હતી અને ઓફીસમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી શેરીનં-૧માં રહેતા ઈમ્તીયાઝ યુનુશભાઈ કુરેશી (ઉ. વ.૩પ) નામના યુવાનના સાળા અકરમને આરોપી રેહાનને બે દિવસ પહેલા વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં મુકવા બાબતે માથાકુટ થઈ હતી. જે બાબતે બનેવી ઈમ્તીયાઝે સમજાવવા માટે ફોન કરતાં તેમની સાથે પણ ફોનમાં બોલાચાલી થઈ હતી.જે બાબતનો ખાર રાખીને ગતરાત્રીના આરોપીઓ રેહાન ઈકબાલ બેલીમ, દાનીશ જઉર બેલીમ, રઉફ ગુલામ બેલીમ, ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલભાઈ બેલીમ અને અલ્મોઈન જઉર બેલીમ અને અન્ય બે શખસો છરીઓ. તલવાર, લાકડાના ધોકા, પાઈપ સાથે ઈમ્તીયાઝ કુરેશીની કાલવાડ નાકા બહાર હાપા રોડ પર આવેલી મોબાઈલની ઓફીસે પહોંચ્યા હતાં.જ્યાં ઈમ્તીયાઝનો ભાઈ નવાજ યુનેશભાઈ કુરેશી (ઉ.વ.૨૭) નામનો યુવાન હાજર હોવાથી તેમની ઉપર હુમલો કરીને છરીઓ, તલવારના ઘા મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી અને ઓફીસમાં તોડફોડ કરીને નાશી છુટ્યા હતાં. આ હુમલાની જાણ થતાં પીઆઈ એમ.બી.ગજ્જર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બેભાન રહેલા નવાજના ભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે IPC કલમ-૩૦૭, ૪૫૨, ૫૦૪, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૪૨૭, GP એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.