Friday, October 16, 2026
Home Blog Page 257

જામનગર રામેશ્વરનગરના યુવાને ગૃહકંકાસથી કંટાળી તળાવમાં ઝંપલાવી મોત મીઠું કર્યું

0

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ગૃહકંકાસથી કંટાળી યુવાને તળાવમાં પડતું મૂકયું

  • પતિ પત્ની વચ્ચે ફરવા બાબતે ડખ્ખો કારણભૂત

દેશ દેવી ન્યુઝ તા.૦૪ નવેમ્બર ૨૨  જામનગર: જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગર મુખ્ય રોડ પર રહેતાં ભાવિન પરેશભાઈ ગૌતમી (ઉ.વ.22) નામના યુવકે સાત માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઘરકામ બાબતે તેમજ યુવકના મિત્રો સાથે ફરવા જવાની બાબતે અવાર-નવાર ઘર કંકાસ થતો હતો.પ્રેમ લગ્ન બાદ ચાલુ રહેલા ઘર કંકાસનું મનમાં લાગી આવતા ભાવિન ગુરૂવારે બપોરના સમયે તેના ઘરેથી કોઇની કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેણે નાઘેડીના લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.આ અંગેની જાણ થતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધર હતી. આ ઘટનામાં પોલીસે મૃતકના પિતા પરેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરીષદ યોજી

0

જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારધી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ

  • તા.૧ ડિસેમ્બરના રોજ જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ ૧૨૮૭ મતદાનમથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ નવેમ્બર ૨૨, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબ્બકામાં તા.૧ અને તા.૫ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારઘીએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

તા.૧ ડિસેમ્બરના રોજ જિલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર તેમજ જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર માટે નાયબ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કુલ ૧૨,૦૬,૯૧૦ મતદારો છે. જે પૈકી ૬,૧૮,૫૭૨ પુરુષ તથા ૫,૮૮,૩૨૩ સ્ત્રી મતદારો અને અન્ય મતદારોની સંખ્યા ૧૫ છે. જામનગર જિલ્લાના ૫ વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ ૧૨૮૭ મતદાન મથકો મંજૂર થયેલ છે. જેમાં ૭૬-કાલાવડ મતદાર વિધાનસભા મતદાન મથક માટે ૩૦૦ મતદાન મથકો, ૭૭-જામનગર (ગ્રામ્ય) માટે ૨૭૯ મથકો, ૭૮-જામનગર (ઉત્તર) માટે ૨૩૦ મથકો, ૭૯-જામનગર (દક્ષિણ) માટે ૧૯૭ મથકો તેમજ ૮૦-જામજોધપુર માટે ૨૮૧ મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે.

જિલ્લાના પ્રત્યેક મતદાર વિભાગો ખાતે ૭ સખી મતદાનમથકો, ૧ પીડબલ્યુડી મતદાનમથક, ૧ મોડેલ મતદાન મથક, ૧-ઇકોફ્રેન્ડલી મતદાન મથક અને ૧ યુવા અધિકારીશ્રી દ્વારા સંચાલિત મતદાન મથક રાખવામાં આવેલ છે. તેમજ ૫૦% મતદાન મથકો ખાતે વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે.

રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ વિવિધ મંજૂરીઓ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં જવું ન પડે અને એક જ સ્થળેથી જરૂરી પરવાનગી મેળવી શકે તે માટે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે નોડલ અધિકારીની નિમણૂક કરી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે. જામનગર જિલ્લાના લોકો મતદારયાદીમાં તેમનું નામ સામેલ છે કે કેમ અને કયા મતદાન મથકે મતદાન કરવા જવાનું છે તેની જાણકારી મેળવી શકે તે હેતુથી ચૂંટણી શાખામાં હેલ્પલાઈન ૧૯૫૦ શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણી સબંધિત ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવાં આવ્યો છે. જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૬૮૧ પર ચૂંટણીને લગતી ફરિયાદો લેવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને વિવિધ જાણકારી અને ફરિયાદોનો નિકાલ થઈ શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ ઓનલાઈન એપ્લિકેશનો જેવી કે સી-વિજિલ, વોટર હેલ્પલાઈન, વોટર પોર્ટલ જેવી એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવી છે. તા.૧૦ ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રાજ્યના સ્ટેટ ફાયર ડાયરેક્ટર સાથે ”રેસ્કયુ” અંગેની સમીક્ષા કરી

0

મોરબી દુઘર્ટનાની રેસ્કયુ કામગીરી અંગે કે.કે.બિશ્ર્નોઇ સાથે ચર્ચા કરી જાણકારી મેળવતા પ્રધાનમંત્રી મોદી.

  • જામનગરના ફાયર અધિકારી અને ગુજરાત સ્ટેટ ફાયર વિભાગના ડાયરેક્ટ કૃષ્ણકુમાર કે.બિશ્ર્નોઇ સાથે ચર્ચા બાદ સમિક્ષા કરતા વડાપ્રધાન
  • જામનગરના ફાયર અધિકારીના વડપણ હેઠળ 21 ફાયર ઓફિસર-204 ફાયરના કર્મચારીઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા’તા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૦૨ નવેમ્બર ૨૨  તાજેતરમાં બનેલી મોરબીની જુલતા પુલની દુઘર્ટનાએ સમગ્ર રાજયને હચમચાવી દીધો હતો. આ દુઘર્ટના બાદ રાહત અને બચાવ કાર્ય માટે સમગ્ર રાજયમાંથી રાહત બચાવ કાર્ય માટે જુદા જુદા વિભાગોની મદદલેવાઇ હતી.

ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર કે.કે.બિશ્ર્નોઇ ની દેખરેખ હેઠળ મોરબીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જે સમગ્ર કામગીરીનો અહેવાલ દુઘર્ટનાની જાત નિરિક્ષણ અને સમિક્ષા કરવા આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે રજૂ કરવામાં આવ્યો હતો, અને વડા પ્રધાને જામનગરના ફાયર અધિકારી કે. કે. બિશ્નોય સાથે વાતચીત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી.

મોરબીની દુઘર્ટના બાદ જામનગરના ફાયર ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર કૃષ્ણકુમાર (કે.કે.) બિશ્નોઇ તાત્કાલિક અસરથી જામનગરના બે ફાયર ઓફિસર તથા 12 જેટલા ફાયર કર્મચારીઓને બે બોટ તથા બે રેસ્ક્યૂવેન સાથે મોરબી પહોંચ્યા હતા. તેઓની દેખરેખ હેઠળ રાજકોટ, મોરબી, ગોંડલ, અમરેલી, ખંભાળિયા, દ્વારકા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, હળવદ, વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિત 17 જેટલા જિલ્લાઓમાંથી ફાયરની મદદ લેવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહીમાં ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્ષ, આર્મી,  NDRF અને SDRFની ટીમ પણ જોડાઇ છે. સાથો સાથ નદીમાં ફસાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.તેમાં ઘણા ખરા મૃતદેહો ગાંડી વહેલને કારણે શોધવા મુશ્કેલ બની રહ્યા છે.

ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે, જેઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ફાયર વિભાગના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ સાથે વાતચીત કરીને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનો અહેવાલ માંગ્યો હતો તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ત્યાં જ મુકામ રાખીને ખડે-પગે રહ્યા છે.

હલરમાં ચુંદડી ફસાતાં યુવતિનું કમકમાટીભર્યુ મોત

0

મોટા વડાળામાં હલરમાં ચુંદડી ફસાતાં યુવતિનું કમકમાટીભર્યુ મોત

દેશ દેવી ન્યુઝ તા.૦૨ નવેમ્બર ૨૨ જામનગર: કાલાવડના મોટા વડાળા ગામે વાડીમાં મજૂરી કરતી વખતે હલર મશીનમાં ચુંદડી ફસાઇ જતાં મુળ એમપીની યુવતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બીજલી રામાભાઇ વખલા (ઉ.વ.17) મોટા વડાળા ગામે નિકુંજભાઇ પટેલની વાડીમાં પરિવારજનો સાથે રહી મજૂરી કરતી હતી. ગત 31/10ના રોજ વાડીએ હતી ત્યારે હલર મશીનમાં ચુંદડી ફસાતાં ખેંચાઇ જતાં મશીન સાથે અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. અહિ મોત નિપજ્યુ઼ હતું. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનાર યુવતિ મુળ મધ્યપ્રદેશના અલિરાજપુરની વતની હતી. યુવાન દિકરીના આકસ્મીક મોતથી મજુર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રાજ્યમાં એક-બાજુ ગમગીની અને બીજી બાજુ જામનગરમાં ”સ્નેહમિલન” ના તાયફા.

0

“સ્નેહમિલન” : મોરબીની દુર્ઘટનાથી ગુજરાતમાં શોક : જામનગરમાં આપનું સ્નેહ મિલન સાથે ભોજન.

  • જામનગરમાં આમ આદમી પાર્ટીનું હોલીડે રિસોર્ટમાં ભવ્ય સ્નેહમિલન યોજાયું
  • મોરબીની દુર્ધટનાને લઈ તમામ જ્ઞાતિ ભોજન અને રાજકીય સ્નેહમિલન કાર્યક્રમો રદ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૧ નવેમ્બર ૨૨  જામનગર જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગાના અધ્યક્ષસ્થાને હોલિડે રિસોર્ટમાં આપનું સ્નેહમિલન યોજાયું બીજી બાજુ મોરબીની દુર્ઘટનામાં સમગ્ર રાજ્યના સરકારી અને રાજકીય કાર્યક્રમો રદ થયા છે ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીનું “સ્નેહમિલન” અને ભાવતા ભોજનની મીજબાની યોજાતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર વ્યાપી છે.મોરબીની દુર્ધટના લઈ સમગ્ર રાજ્ય શોકમય બન્યું છે. સરકારી તેમજ રાજકીય સ્નેહમિલન સહીતના કાર્યક્રમો અને જલારામ જંયતિમાં જ્ઞાતિ ભોજન રદ કરાયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીનું હોલીડે રિસોર્ટમાં ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું સાથે ભાવતા ભોજનની મીજબાની માણતા રાજ્કીય વર્તુળોમાં સારી એવી ચર્ચા જાગી છે તો બીજી બાજુ લોકોમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે રોષ જોવા મળી રહ્યો છે.જામનગર જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દોંગા દ્વારા આ સ્નેહમિલન અને ભવ્ય ભોજન સંભારમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીની ઘટના અંગે કોઈ કોમેન્ટ નહીં કરવા જણાવ્યું હતું.

જામનગરમાં “મામા-મામી” નો ”ભાણેજ” ઉપર ખૂની હુમલો : 6 સામે ફરીયાદ: બ્રહ્મ સમાજમાં અરેરાટી

0

જામનગરના પ્રગતિ પાર્કમાં “મામા” નો “ભાણેજ” પર ખૂની હુમલો: બ્રહ્મ સમાજમાં ભારે અરેરાટી

  • માતાની સંપતિમાં પુત્રએ ભાગ માંગતા મામા-મામી અને પુત્રો વિર્ફર્યાં.. કર્યાં હત્યાનો પ્રયાસ
  • આરોપી :- (૧) સંજયભાઈ ઉર્ફે ભાસ્કરભાઈ દુર્ગાશંકર ત્રીવેદી (૨) હાર્દીક સંજયભાઈ ત્રીવેદી (૩) ગૌરવ સંજયભાઈ ત્રીવેદી (૪) માલુબેન સંજયભાઈ ત્રીવેદી (૫) કીશોરભાઈ વિશ્વનાથભાઈ પંડ્યા (૬) ગીરીશભાઈ દુર્ગાશંકર ત્રીવેદી રે.બધા-પ્રગતિપાર્ક જામનગર

દેશ દેવી ન્યુઝ તારીખ. ૧ નવેમ્બર ૨૨ જામનગરના પ્રગતિ પાર્ક ગુનો નોંધ્યો છે, વિસ્તારમાં બાઇક પર જમવાનુ લેવા જતા એક યુવકને માર્ગમાં રોકી લઇછરી-પાઇપ વડે જીવલેશ હુમલો થયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો છે.ભોગગ્રસ્તે તેના માતાના પિયરમાં સંપતિમાં ભાગ માંગતા ઉશ્કેરાઇ તેના મામા અને પરીવારજનો સહિત છ લોકોએ હુમલો કર્યાં નું જાહેર થયું છે.પોલીસ ચોપડેથી મળતી વિગત અનુસાર રાજકોટમાં નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા હાર્દિકભાઇ મહેન્દ્રભાઇ પંડયા નામના યુવકે પોતાને બાઇક પર જતી વેળાએ પ્રગતિ પાર્ક વિસ્તારમાં રોકી લઇ ગાળો ભાંડી છરી-પાઇપ વડે હુમલો કરી પગ,હાથ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડ્યાની ૬ શખ્સો વિરૂદ્ધ સીટી-સીમાં ફરિયાદ નોંધાવી છે.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે જી.જી હોસ્પીટલ ખસેડાયો છે. હાર્દિક પંડ્યા નામના યુવાને તેના માતાના પિયરની સંપતિમાં ભાગ માંગતા હોય પરંતુ મામા ભાણેજને આપવો ન હોવાનું ચોપડે નોંધાયું છે.

હાર્દિક પંડ્યા બાઇક પર જમવાનુ લેવા જતી વેળા આરોપીઓના ઘર પાસેથી નિકળતા આરોપી સંજયભાઇએ ગાળો ભાંડી તથા અન્ય આરોપીઓએ એકસંપ કરી આ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવને પગલે આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી યુવાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે. હાલ તો બ્રહ્મસમાજમાં ભારે ચર્ચા જગાવી છે.

પોલીસે IPC કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૪૧, ૨૯૪(ખ) ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, તથા જી.પી.એક્ટ -૧૩૫(૧) મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગળની તપાસ સીટી-સી ડિવિઝનના PSI એન.એનચાવડા ચલાવી રહ્યા છે.

જામનગર ગુલાબનગરમાં અડધી રાત્રે ચાલુ ST બસે ફડાકાવાળી : જુવો VIDEO

0

જામનગર ગુલાબનગર પાસે અડધી રાત્રે મુસાફરો વચ્ચે ફડાકાવાળી થતા નાશભાગ મચી ગઈ : ફફકાટ : મામલો થાળે

  • બસમા બેસેલ મુસાફરોમાં ભારે ફફડાટ : રાતે ૧: ૪પ વાગ્યાનો બનાવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ ઓક્ટોબર ૨૨ જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે રાત્રિના ભાગે એસ.ટી બસમાં કોઈ કારણોસર બસમાં સવાર મુસાફરો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી તેવામાં કોઈ જાગૃત નાગરીકે ફડાકાવાળીનો વિડીઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભારે ચક્યાર જાગી છે.સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગર પાસે અડધી રાત્રે મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકુટ થતા મામલો બિચકયો હતો અને ચાલુ બસમાં દેકારો બોલી ગયો હતો અન્ય બચાવ માટે અન્ય મુસાફર ડ્રાઇવર સીટ પાસે ધૂસી ગયો હતો તેવામાં અન્ય મુસાફરના સગા બસમાં ચઢી જઈ ફડાકાવારી કરતા લોકોના ટોળા એકઠા થયા હતા ફડાકાવાળી થતા બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો હાલ તો આ મુદ્દોએ શહેરભરમાં ભારી ચર્ચા જગાડી છે.

નવાગામ ઘેડમાં “નામીચા શખ્સે” મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 3700 લૂંટી લીધા

0

જામનગરના નવાગામ ઘેડમાં નામીચા શખ્સે મહિલાને મારી નાખવાની ધમકી આપી ૩૭૦૦ રૂપિયા જૂટવી લીધા

  • ઉદ્યાર પાન મસાલાના પૈસા માંગતા દુકાનનો માલસામાન બહાર ફેંકી દીધો: વિસ્તારવાસીઓમાં ભારે રોષ.
  • લખન ચાવડાને ફરી લખણ ઝળકાવું
  • એક મહિના પહેલા  કુખ્યાત શખ્સે આયુર્વેદિક કોલેજના સીકયુરીટી ગાર્ડ પાસેથી ૧૭૦૦ જુટવી લીધા હતા..
  • આરોપી: લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડા રહે.નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જશવંત સોસાયટી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારની મિલન સોસાયટીમાં ગઈકાલે સવારે પાન મસાલાના પૈસાની ઉઘરાણી બાબતે મહિલાને ગાળો ભાંડી રૂપિયા સાણત્રીસોની લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી બધળાટીના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો ત્યા મહિલાને લખન ચાવડા નામના નામીચા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ જામનગર શહેરના નવાગામ ગેડ વિસ્તારની મિલન સોસાયટીમાં રહેતા મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા નામની મહિલાના પતિ રાજશક્તિ પાનની દુકાન ધરાવે છે તેની પાસેથી તે જ વિસ્તારમાં રહેતો લખન ચાવડા નામનો શખ્સો ઉદ્યારમાં પાન મસાલા ખાઈ જતો હોય, અને તેનું બે હજાર જેટલું ખાતું ચડી ગયું હતું તેથી મહિલાએ લખન ચાવડા પાસે બાકી પૈસાની ઉઘરાણી કરતા લખન ચાવડા એકદમ ઉશ્કેરાઇ જઇ મહિલાને મનફાવે તેવી ગાળો આપી દુકાનમાં તોડફોડ કરી વેપારના થડામાંથી ૩૭૦૦ રૂપિયા જૂટવી લઈ ફરાર થઈ જતા ભારે દેકારો બોલી ગયો હતો.તેવામાં મહિલાએ ૧૦૦ નંબર પોલિસને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યા મહિલાને નવાગામ ઘેડમાં રહેતા લખન ચાવડા નામના નામીચા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા લખન ચાવડાએ આયુર્વેદિક કોલેજના સિક્યુરિટી ગાર્ડને લુંટી લેવાયો હતો તેવામાં ફરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી. નામીચા શખ્સ દ્વારા અવાર-નવાર ધમાલ કરી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હાલતો પોલીસે મીનાબાની ફરિયાદ પરથી ઈ.પી.કો.કલમ- ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ લૂંટ સહિતના ક્લમ હેઠળ ગુનોં નોંધી આરોપીની ધરપકડ કરી સરાભરા કરી હતી.

જામનગરમાં “લુખ્ખાઓ બન્યા બેફામ” પંચેશ્વર ટાવર પાસે વિદ્યાર્થીને માથામાં છરી ઝીંકી : 3 સામે ફરીયાદ

0

પંચેશ્વર ટાવર પાસે નજીવી બાબતે વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો : ત્રણ શખ્સોનું કારસ્તાન

આરોપી:- (૧ ) રાજન મહેતા તથા અજાણ્યા બે શખ્સો રહે બધા-જામનગર દેશ દેવી ન્યુઝ તા. ૨૭ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના વૃંદાવન સોસાયટી શેરી નંબર -૩ એસ.બી.શર્મા સ્કુલની બાજુમા રહેતા હર્ષ તોમર નામનો વિદ્યાર્થી ત્રિશાળી પાઉભાજી પાસે પોતાના મિત્ર સાથે બેઠો હતો ત્યા રાજન મહેતા નામનો શખ્સ અચાનક આવી મનફાવે તેવી ગાળો બોલી હર્ષ તોમર સાથે ઝઘડો કરવા લાગેલ અને ઉગ્ર બોલાચાલી કરી વિદ્યાથી ઉપર છરી વડે હુમલો કરી માથાના ભાગે એક ‘ધા’ ફ્ટકારી દેતા નાસભાગ મચી ગઈ હતી.વાત એટલેથી ન અટકતા રાજન સાથે રહેલ અન્ય બે શખ્સોએ વિદ્યાથીને ઢીંકાપાટુનો માર મારી નાશી છૂટ્યા હતા આથી પોલીસે રાજન મહેતા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫-(૧) મુજબ ગુનોં નોંધી શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી

0

જામનગરમાં શહેરમાં લોકોએ હર્ષોલ્લાસપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવ્યો

  • ધારાસભ્ય હકુભા અને તેમના ધર્મપત્નિએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ઉજવણી કરી.
  • વૃદ્ધોના ચહેરા પર સ્મિતની લાગણી છવાઈ
  • સાથોસાથ સંસ્થાને એક-એક લાખનો ચેક અર્પણ કર્યાં

દેશ દેવી ન્યુઝ જામનગર તા.રપ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરમાં દિવાળીના પર્વની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ ખાઈ દિવાળીનું પર્વ ઉજવ્યું હતું.

તેવામાં જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજાએ શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે દિવાળીનું પર્વ ઉજવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૃદ્ધાશ્રમ તથા અંધાઆશ્રમમાં દિવાળી પર્વની ઉજવણી કરી વૃદ્ધોને સાલ ઓઢાડી મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા પાઠવી તેમજ ફટાકડા ફોડી દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.ધારાસભ્ય પરિવારે મિઠાઈઓનું વિતરણ કરીને તેમની સાથે ફટાકડા ફોડી દિવાળીની ખુશીઓ બમણી કરવો પ્રયાસ કર્યો હતો હકુભા અને તેમના ધર્મપત્ની સાથે દિવાળીની ઉજવણી કરતા વૃદ્ધોના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.