Friday, October 16, 2026
Home Blog Page 256

કોન્ટ્રાક્ટરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં ઇકબાલ બાઠિયા સહિત 4 ની અટકાયત

0

જામનગરમાં કોન્ટ્રાક્ટરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં ઇકબાલ બાઠિયા સહિત ચારની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ નવેમ્બર ૨૨ જામનગર ના એક બિલ્ડરને ધમકી આપી ખંડણી માંગવા અંગેના પ્રકરણમાં તથા મીઠાઈના બોક્સમાં હથિયાર આપી જવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા ઇકબાલ બાઠીયા સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના એક કોન્ટ્રાક્ટર સંજયભાઈ ચુડાસમા કે જેને કોન્ટ્રાક્ટ નું કામ ચાલુ રાખવું હોય તો એક લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે, તેમજ હથિયારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી મીઠાઈના બોક્સમાં રિવોલ્વર અને કારતુસ મોકલવા ના મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નામચીન શખ્સ ઈકબાલ બાઠીયા સહિત ના સાગરીતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે ફરિયાદ પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર એવા ઇકબાલ ઉર્ફે બાઠીયા ઉમરભાઈ નાયકની અટકાયત કરી લીધી છે, જેની સાથે સાથે અન્ય સાગરીતો સિકંદર ઉર્ફે ડાડો ઇસાકભાઈ હાલાણી, હિમાંશુ ઉર્ફે કાનો નરેશભાઈ પરમાર, રમેશ ઉર્ફે ગોખરી દેવજીભાઈ મકવાણા વગેરેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી એક મોટરસાયકલ અને એક સ્કૂટર કબજે કરી લીધા છે. જ્યારે તેઓના અન્ય એક સાગરીત વિરલ શુક્લ કે જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં વધુ બે નામીચા શખ્સો સામે SP એ ઉગામાયુ ‘પાસા’નું શસ્ત્ર

0

જામનગરમાં વધુ બે શખસ સામે ઉગામાયુ ‘પાસા’નું શસ્ત્ર

  • લૂંટ તથા દારૂના કેસના બે શખ્સો ‘પાસા’ની કાર્યવાહી હેઠળ સૂરત-વડોદરા જેલમાં ધકેલાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ નવેમ્બર ૨૨ જામનગર લૂંટ તથા દારૂના કેસના વધુ બે શખ્સો વિરુધ્ધ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પાસાનું શસ્ત્ર ઉગામી બન્ને શખ્સોને સુરત તથા વડોદરા જેલમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા માથાભારે શખ્સો તેમજ બૂટલેગરો વિરુધ્ધ અટકાયતી કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરુપે લૂંટ, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તથા દારુ હેઠળના કેસો સહિતના બાવીશ કેસના આરોપી લખમણ ઉર્ફે લખન રામ ચાવડા તથા દારુના કેસના આરોપી દિલીપ પ્રતાપ જાડેજા વિરુધ્ધ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવાની સૂચના અનુસાર સીટી-બી પીઆઇ હરદીપસિંહ પી. ઝાલા તથા પીએસઆઇ ડી.એસ. વાઢેર, એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજી. સૌરભ પારઘીને મોકલતાં સૌરભ પારઘી દ્વારા બન્ને શખ્સો વિરુધ્ધ પાસા વોરંટ ઇસ્યૂ કરી આરોપીઓને સુરત લાજપોર જેલ તથા વડોદરા જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જામનગર મેડિકલ કોલેજની કેન્ટીનના સંચાલકોએ રૂ.20 માટે ડોક્ટરને બેફામ માર મારતા દાખલ

0

મેડિકલ કોલેજની કેન્ટીગમાં ડોક્ટરને સંચાલકે ઢીંબી નાખ્યો.

  • ફક્ત ૨૦ રૂપિયાની ” ચા” જેવી બાબતે ડખ્ખો થતા રેસિડેન્ટ ડો.ભારે નારાજગી
  • કેન્ટીનમાં હુમલાના પગલે લોહીના ખાબોચીયા ભરાયા : રેસિડેન્ટ ડોક્ટર સારવાર હેઠળ
  • ડેન્ટિંનને સીલ પરંતુ પોલીસ ફરિયાદ નહીં!!!
  • જી.જી માં “દાદાગીરી ” યથાવત પછી સંચાલકો હોય કે સીક્યુરીટી..

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ નવેમ્બર રર જામનગરની મેડિકલ કોલેજમાં રૂા.20 ની ચા જેવી નજીવી બાબતમાં કેન્ટીનના સંચાલકો દ્વારા ડોક્ટરને બેફામ માર મારતા તેને દાખલ કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. નવાઈની વાત તો એ છે કે, આ બાબતની હજ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.હોસ્પિટલ સત્તાવારાઓએ કેન્ટીનને સીલ કરી દીધી છે અને હવે તેની સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છે પરંતુ કોઈ પગલા લેવાયા નથી.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલ નં. 7 માં આવેલી કેન્ટીનમાં શુક્રવારે ચા પીને રેસિડેન્ટ ડો. ગૌરવ ચૌધરીએ રૂા. 20 ઓનલાઈન પેમેન્ટ કર્યા હતા જે મળ્યા કે નહીકે નહીં તે બાબતે કેન્ટીનના સંચાલકો સાથે બોલાચાલી થઈ હતી બાદમાં રેસિડેન્ટ ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરીવાર ”ચા” પીવા આવતા કેન્ટીન સંચાલકે ગાળો કાઢી તેને માર મારતા કેન્ટીનમાં લોહી લોહાણ થઈ ગયો હતો. સાથી ડોક્ટરોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. સત્તાવારાઓએ પણ તાત્કાલિક કેન્ટીનને સીલ મારી દીધુ હતું અને પગલા લેવાની વાત કરી હતી પરંતુ નવાઈની વાત એ છે કે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. બીજી બાજુ હોસ્પિટલમાં માર મારવાની કે માર ખાવાની વાત હવે સામાન્ય બની ગઈ છે. હોસ્પિટલ હવે આ બાબતે કુખ્યાત બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. હાલતો ઘાયલ ડોક્ટર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

હાલારની 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર ખંભાળિયાના બાકી..!

0

હાલારની 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર, ખંભાળિયાના બાકી..!

  • જામનગર- 78/ 79માં નવા ચહેરાને તક
    ચીમનભાઇ અને મેઘજીભાઇને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા
  • રાઘવજી પટેલ અને પબુભા માણેક રીપીટ

જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની કુલ 7 બેઠકોમાંથી 6 સીટના ઉમેદવાર ભાજપે જાહેર કરી દીધા છે. ફકત્ત ખંભાળિયાના બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી રાખી છે અને તે મહત્વપૂર્ણ બેઠક પણ છે.

ભાજપે જામનગર-ઉત્તર(78)માં રિવાબા જાડેજા અને જામનગર-દક્ષિણ(79)માં દિવ્યેશ અકબરીને મેદાનમાં ઉતાર્યા છે. જયારે ગત ચૂંટણીમાં હારેલા ચીમનભાઇ શાપરિયા (જામજોધપુર) અને મેઘજીભાઇ ચાવડા(કાલાવડ) ને ફરી એકવાર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જયારે દિગ્ગજ રાજકારણી એવા રાઘવજી પટેલ અને પબુભા માણેકને ફરી એકવખત ભાજપે રીપીટ કર્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. આગામી તા. 1 ડિસેમ્બરના રોજ જામનગર સહિત સૌરાષ્ટ્રની બેઠકો ઉપર મતદાન યોજાનાર છે. ત્યારે આજરોજ ભાજપા દ્વારા 160 બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોના નામની જાહેરાત થતાં અટકળોનો અંત આવ્યો હતો.

ભાજપ: હાલારની કુલ 6 બેઠકો અને ઉમેદવારોનું લીસ્ટ
76-કાલાવડ: મેઘજીભાઇ ચાવડા
77-જામનગર ગ્રામ્ય: રાઘવજી પટેલ
78-જામનગર ઉત્તર: રિવાબા જાડેજા
79-જામનગર દક્ષિણ: દિવ્યેશ અકબરી
80-જામજોધપુર: ચીમનભાઇ શાપરિયા
82-દ્વારકા: પબુભા માણેક

જામનગરના ચેલામાં મુંબઈના મહાજનની ૪૮ વિધા જમીન હડપ કરનારા મેર પિતા પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ

0

મુંબઈના મહાજને વાવેતર માટે આપેલ ૪૮ વિધા જમીનમાં ત્રીસ વર્ષથી કબ્જો જમાવી બેઠેલા પિતા પુત્રો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગ

  • આરોપી: (૧) સામતભાઈ જીવાભાઈ મેર (૨) કેશુભાઈ સામતભાઈ મેર (૩) ભીખાભાઈ સામતભાઈ મેર રહે. બધા ચંગા વાડી વિસ્તાર તા.જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ નવેમ્બર ૨૨ જામનગરના ચેલામાં મુબઈના મહાજનની ખેતીની જમીનમાં ત્રીસ વર્ષથી કબજો જમાવી બેઠેલા મેર પિતા પુત્રો સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

જામનગરના ચેલા ગામના અને હાલ ૫૧૯/૨૧, શીવ સૃષ્ટી સોસાયટી ચારકોપ સેક્ટર-૫, કાદીવલી વેસ્ટ મુંબઈ રહેતા નિલેશભાઈ ભીમજીભાઈ ગોસરાણી (શાહ) નામના આસામીની સંયુકત ખેતીની જમીન ચંગા ગામ જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૪ નવા સર્વે નંબર-૪૬૫ ની જેનુ ક્ષેત્રફળ ૩-૦૧-૨૭ હે.આરે.ચોમી. વાળી તથા ચંગા ગામના જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૧ નવા સર્વે નંબર-૪૭૫ ની જેનુ ક્ષેત્રફળ ૧-૮૪-૪૪ હે.આરે.ચોમી. વાળી તથા ચંગા ગામના જુના સર્વે નંબર-૨૦૭ પૈકી ૧ નવા સર્વે નંબર-૪૭૬ ની જેનુ ક્ષેત્રફળ ૩-૦૦-૨૧ હે.આરે.ચોમી. વાળી કુલ ૪૮ વીધા ખેતીની જમીન આવેલી છે. આ જમીન વાવેતર કરવા માટે ચેલાના પિતા પુત્રોને આપી હતી આ જમીનમા તેઓએ રહેણાંક તથા માલઢોર રાખી ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હતી જમીન ખાલી કરવા માટે જમીનના માલિકે અનેક વાર રજુઆત કરી છતાં જમીન ખાલી ન કરતા અને આરોપીઓએ જમીન પચાવી પાડવાના ઇરાદાથી કબ્જો ચાલુ રાખ્યો હતો

અંતે નિલેશભાઈ ગોસરાણી નામના આધેડે જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબતે અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતીએ અરજીની તપાસ અને પુરાવા એકત્રીત કરી જીલ્લા કલેકટર કચેરીના હુકમ નંબર- જમન-૧/લેન્ડ ગ્રેબીંગ અરજી રજી.નં/૩૫૭/૩૫૮/૨૦૨૨ તા.૨૮/૧૦/૨૦૨૨ થી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ  ફરીયાદ દાખલ કરાવવા નીયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરેલ જેથી ગ્રામ્ય Dysp ડીપી વાઘેલા દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનીયમ-૨૦૨૦ની કલમ ૪ (૩), ૫ (ગ) તથા IPC કલમ-૧૧૪ મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તારે હવાઈચોકમાં આવવું નહીં તેમ કહી ‘મીલન’ અને ‘રાવણ’ ની ધોકાવારી

0

જામનગરમાં મોડી રાત સુધી ચાલુ રહેતા ચા-પાનના ધંધા બન્યા માથાકૂટનુ ઘર.

  • તારે’ હવાઈચોકમાં આવવું નહી તેમ કહી યુવાનને ધોકા ફટકાર્યાં
  • આરોપી :મીલન ભાનુશાળી તથા મીલનનો નાતીલો જે રાવણ નામથી ઓળખાય છે રહે બન્ને.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૮ નવેમ્બર ૨૨ જામનગરના ખોજાના નાકા બહાર ટીટોડી વાડીમાં અનવર હાજીના વાડા પાસે રહેતા અને ડ્રાઇવીગ કરતા શબીરભાઇ ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી જાતે સુમરા નામના ૩૯ વર્ષીય યુવાન ઉપર બજરંગ હોટલ પાસે તેજ વિસ્તારમાં રહેતા મીલન ભાનુશાળી તથા રાવણ નામના બે શખ્સોએ લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી.

પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રે અગ્યાર વાગ્યાના અરસામાં શબીરભાઇ ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી બજરંગ હોટલમાં ચા પીતો હતો ત્યા અચાનક મીલન ભાનુશાળી તથા રાવણ નામના શખ્સો આવીને શબ્બીરને મનફાવે તેની ભૂંડી ગાળો ભાંડી ઝગડો કરી લોખંડના પાઈપ અને ધોકા વડે પગ અને માથાના ભાગે મૂંઢ માર મારી નાસી છૂટ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા તેવામાં બબાલના જાણ થતા સીટી-એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ટોળાઓ વિખેર્યા હતા અને યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો માથાકૂટની જાણ થતા હોસ્પિટલ ખાતે સગા-સંબધીઓના ટોળા ઉમટી પડ્યા હતા.

આથી પોલીસે બે શખ્સો સામે IPC કલમ-૩૨૩, ૫૦૪,.૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫-(૧) મુજબ તે ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગર મોમાઈનગરમાં ચાર મકાનનાં તાળાં તુટ્યા : તસ્કરોના આટાફેરા CCTVમાં કેદ: જુવો VIDEO

0

જામનગરના મોમાઈ નગરમાં ચાર મકાનમાં તસ્કરોનો હાથ ફેરો: પોલીસ દોડી ગઈ

  • તસ્કરોના આટાફેરા CCTV કેમેરામાં કેદ: ઓળખની તજવીજ
  • તસ્કરોની રંજાડ યથાવત વધુ ચાર મકાનને નિશાન બનાવ્યા
  • પોલીસ વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત અને તસ્કરોને મોકળું મેદાન

દેશ દેવી ન્યુઝ જામનગર 8 નવેમ્બર 2022 જામનગર શહેરમાં ઘરફોડ ચોરીના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બની રહ્યો છે તેવામાં મોમાઇનગર શેરી નં – ૧ અને ૪ માં એકી સાથે ચાર મકાનના તાળા તૂટતા ભાર ચકચાર જગાવી છે.

ત્યારે બે દિવસમાં ચોરીના પાંચ બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તેવામાં હવે શહેરીજનો પોતાના મકાન બંધ કરી બહારગામ જવાનું ટાળી રહ્યું છે. બીજી બાજુ પોલીસ વિધાનસભાની ચૂટણીમાં વ્યસ્ત હોવાનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા હોય તેમ શહેરના રહેણાક મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રફુચક્કર થઈ જતા ભારે દોડધામ થઈ છે.

સીટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલા તથા ડી. સ્ટાફના પીએસઆઇ દશરથસિંહ એસ. વાઢેર અને તેમની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને રહેણાક મકાન અને આસપાસના વિસ્તારો માં સીસીટીવી કેમેરા લગાવેલા છે કે કેમ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથોસાથ કેટલાક શકમંદો પર નજર રાખીને તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારીને ”લાંચ” કેસમાં આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ

0

જામનગર જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારી અગ્રણીને લાંચ કેસમાં આગોતરા જામીન મળ્યા

  • પાંચ વર્ષ સુધી તપાસ ચાલુ રાખી અને નિવૃત થયા બાદ ગુનો નોંધયો હતો
  • નાખુશ અધિકારીએ કરવામાં આવેલ અરજીના ઇશારે ACBના અલગ- અલગ અધિકારીએ તપાસ કરી હતી.
  • સેશન્સ અદાલતમાં નાંમજૂર કર્યા બાદ હાઈકોર્ટે મંજૂર કર્યાં

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૮ નવેમ્બર ૨૨ જામનગર જિલ્લા પંચાયતમાં ફરજમાંથી નિવૃત્ત બાદ દેવેન્દ્રસિંહ પરમાર સામે અગાઉ થયેલી અરજીના અનુસંધાને આવક કરતા રૂ.45.38 લાખની અપ્રમાણસરની મિલકતો પ્રાપ્ત કરી છે તેવા આક્ષેપ સાથે એસીબીએ ગુનો નોંધ્યો હતો. આથી તેમણે જામનગરની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી. આથી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે ચાલી જતાં વકીલની એક અધિકારી નાખુશ થતાં કરવામાં આવેલી અરજીની 5 વર્ષ સુધી તપાસ ચાલુ રાખવામાં આવી છે તે સહિતની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા

ગોકળગાયની ગતીએ ચાલતી તપાસ 2016થી આરોપી 2021માં નિવૃત થયા ત્યાં સુધી જુદા જુદા ચાર એ.સી.બી.ના અધિકારીઓએ તપાસ ચાલુ રાખી હતી. જે દરમિયાન અરજદારની અને તેના પરીવારના સભ્યોના નામે આવેલ તમામ સ્થાવર જંગમ મિલકતો અંગે 5 વર્ષ સુધી તપાસ ચાલુ રહી હતી. પરંતુ આરોપી નોકરીમાં હતા ત્યાં સુધી આરોપી સામે અરજી આધારે ચાલતી તપાસ અંગે ગુનો નોંધવામાં આવેલ ન હતો.

આરોપી નિવૃત થયા બાદ આ આરોપીએ 10 વર્ષના સમયગાળામાં તેની આવક કરતા 45.38% મિલકતો અપ્રમાણસર રીતે પ્રાપ્ત કરી છે તેવા આક્ષેપ સાથે રૂા. 24,77,235/- ની અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાના આક્ષેપ સાથે આરોપી નિવૃત થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપી સામે ગુનો દાખલ થતા આરોપીએ આગોતરા જામીન મેળવવા જામનગર સેશન્સ અદાલતમાં અરજી કરેલી જે નામંજુર થતાં વકીલ વી.એચ. કનારા મારફત ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે આરોપીએ 1985 થી 2021 સુધી 36 વર્ષ જેટલો સમય જામનગર જિલ્લા પંચાયતમાં કર્મચારી તરીકે ફરજ બજાવી છે.

આરોપી ખેડુત પરીવારના સભ્યો છે. ફરજ દરમિયાન કર્મચારી મંડળના પદાધિકારી તરીકે જિલ્લાના વડા અધિકારીઓ સમક્ષ કર્મચારીના પ્રશ્ર્ને રજુઆત કરતા રહ્યા છે. એક અધિકારી નાખુશ થતા તેના ઇશારે કરવામાં આવેલી અરજી આધારે એ.સી.બી. પોલીસે પાંચ વર્ષ સુધી અરજીની તપાસ ચાલુ રાખી છે. આ સમગ્ર તપાસ દરમિયાન અનેક વખત આરોપી અને પરીવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવેલા છે. પરંતુ કેસના સંજોગો જોતા આ કિસ્સામાં પ્રોસીકયુશનની મંજુરી મળી શકે તેવા સંજોગો ન હતા.

આથી એ.સી.બી. પોલીસે નિવૃત થયેલ કર્મચારી સામેના કેસમાં પ્રોસીકયુશનની મંજુરીની કાનુની જરૂર રહે નહીં તે બાબત ધ્યાને લઇને આરોપી નિવૃત થયા બાદ હાલની ફરિયાદ કરી છે. એ.સી.બી. પોલીસ આ રીતે રમત રમી શકે નહી. આરોપીએ હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે.

આ સંજોગોમાં આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ. ઉભયપક્ષની રજુઆતો બાદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી નિખીલ કરીયલે કેસના સંજોગોને ધ્યાને લઇને પાંચ વર્ષ જેટલા લાંબા સમય બાદ કરવામાં આવેલી ફરીયાદની હકિકત ધ્યાને લઇને આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા છે. આરોપી તરફે વકીલ વી.એચ. કનારા રોકાયા હતાં.

ગુલાબનગરમાં સાયરન વગાડવા બાબતે 108ના પાયલોટને “ગાલ” માં છરી મારી

0

ગુલાબનગરમાં સાયરન વગાડવા બાબતે 108ના પાયલોટને “ગાલ ” માં છરી મારી હિચકરો હુમલો.

  • ૧૦૮ માં સાઇરન વગાડવા બાબતનો ખાર રાખી યુવાનને પટ્ટા વડે માર માર્યો
  • આરોપી :- દિવ્યેશ મુકેશભાઈ જાટીયા રહે-ગુલાબનગર જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૦૭ નવેમ્બર ૨૨ જામનગરના ગુલાબનગર ફુલીયા હનુમાન મંદિર પાસે રહેતા અને 108માં નોકરી કરતા નિમીશ વિનોદભાઈ પરમાર નામના સતવારા યુવાનને તે જ વિસ્તારમાં રહેતાદિવ્યેશ મુકેશભાઈ જાટીયા સાથે એમ્યુલન્સમાં સાઇરન વગાડવા બાબતનો ખાર રાખી ગઇકાલે સાતેક વાગ્યો મૂકેશ જાટીયા નામના શખ્સે મનફાવે તેવી ભૂંડી ગાળો ભાંડી કમરમાં પેરવાના પટ્ટા વડે મરણતોલ માર મારી છરીનો એક ધાગાલના ભાગે મારી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.

બનાવના મિત્રવર્તુળ અને પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ નિમેશભાઈની ફરીયાદ પરથી આરોપી મૂકેશ જાટીયા વિરૂદ્ધ આઇ.પી.સી.’કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ સીટી – બી ડિવિઝનના ના યજુવેન્દ્રસિંહ વાળા ચલાવી રહ્યા

પટેલ કોલોનીમાં ધોડી-પાસાની ક્લબ ઉપર LCBનો દરોડો : 12 નમુના 7.61 લાખની મતા સાથે ઝડપાયા: જુવો લિસ્ટ

0

પટેલ કોલોની રહેણાંક મકાનમાં ધોડી LCBનો દરોડો : 12 ઝડપાયા

  • LCBના કિશોરભાઈ પરમાર અને ધનશ્યામભાઈ ડેરવાળીયાની બાતમીને સફળતા
  • પાંચ નંગ ઇગ્લિશ દારૂની બોટલ રૂ.૯૨ હજાર રોકડા સહિત ૭.૬૧ લાખનો મુદામાલ જપ્ત.
  • અચાનક દરોડો પાડતા લોકોના ટોળા એકઠા થયા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ નવેમ્બર ૨૨ જામનગરના પટેલ કોલોની શેરી નં- ૯ ના પૂજા એવન્યુ વીંગ-૨/૧૦૨માં સાગર કિશોરભાઈ સોમિયા બહારથી માણસો બોલાવી ધોડીપાસાની જુગારની કલબ ચલાવતો હોવાની બાતમી LCBના કિશોર પરમાર અને ધનશ્યામ ડેરવાડીયાને મળતા રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો તેમાં (૧) સાગર કિશોરભાઇ સોમીયા રહે.પટેલ કોલોની શેરી નં-૯ પુજા એવન્યુ વીંગ-બી-૧૦૨ જામનગર (૨) અનિલ ઉર્ફે ભુરો હરીશભાઇ મંગે સિંધી ભાનુશાળી રહે.વસંતવાટીકા શેરી નં- ૭ જામનગર (૩) દિનેશભાઇ નારણભાઇ તખતાણી જાતે સિંધી લુહાણા રહે.રીંકુ એપાર્ટમેન્ટ બ્લોક નં-૯ મહાવિર સોસાયટી જામનગર (૪) રવી જગદિશભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી રહે.દિ.પલોટ-૫૮ જામનગર (૫) પ્રવિણ હરસુખભાઇ ખરા રહે.પુષ્કરધામ સોસાયટી -૨ હરી દર્શન ફલેટની બાજુમા રણજીતસાગર રોડ જામનગર (૬) મનસુખભાઇ રામાભાઇ સોલંકી જાતે ભરવાડ રહે.રાંદલનગરના છેડે જામનગર (૭) જયસુખ વજાભાઇ ટોયટા રહે.ઠેબાગામ તા.જી.જામનગર (૯) દીપેશ નરેદ્રભાઇ સોલંકી ખવાસ રહે.પંચવટી સોસાયટી સીવ એપાર્ટમેન્ટ બ્લોક નં-૫ જામનગર (૮) રવિગીરી ભગવાનગીર ગોસાઇ રહે.નંદનપાર્ક ૧ પુનીતનગર પાછળ જામનગર (૧૦) મનસુખ જેશાભાઇ બાંભવા જાતે ભરવાડ રહે.મોટી બાણુગારગામ પ્લોટમા તા.જી.જામનગર (૧૧) સુનીલભાઇ જ્ઞાનચંદ લાલવાણી રહેદિ પ્લોટ-૫૮ હીંગળાજ યોક આશાપુરા સોસાયટી જામનગર (૧૨) અશોક ખટાઉભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી રહે.દિ.પ્લોટ-૫ જોલી બંગલા પાછળ ગલી જામનગર રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

અને ૯૨ હજારની રોકડ પાંચ નંગ ઇગ્નિશ દારૂની બોટલ , સ્વીફ્ટ કાર, ટુ વ્હીલર વાહનોનો મુદામાલ સહિત ૭.૬૧ની મતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અચાનક દરોડાના પગલે નાસભાગ મચી ગઈ અને ભલામણોના દોર શરૂ થયા હતા પરંતુ કોઇની કારી ફાવી નહીં અંતે લોકબની હવા ખાવાનો વારો આવ્યો હતો.

આ કાર્યવાહી પો.ઇન્સ. પો ઇન્સ. જેવી ચૌધરીની સુચના થી પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ એલ સી.બી. સ્ટાફના એ.એસ આઇ માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા કિશોરભાઇ પરમાર રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.