Saturday, October 17, 2026
Home Blog Page 255

જામનગરમાં ભણતરની ઉંમરે દારૂનો ચસ્કો: 22 બોટલ સાથે ”અમિત” ઝડપાયો

0

જામનગરમાં વિદેશી દારૃની ૨૨ બોટલ સાથે ભોય શખ્સ ઝડપાયો:

  • કિશાન ચોકમાં રહેતો સપ્લાયર ઇમરાન શેખની શોધખોળ
  • ભણતરની ઉમરે દારૂનો ચસ્કો ચિંતાનો વિષય
  • સ્ટાફના યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજાની બાતમી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ નવેમ્બર ૨૨ જામનગર શાક માર્કેટ ભોયવાડો પખાલીવાડમાં રહેતા અમિત મુકેશભાઇ રાઠોડ પોતાના મકાનમાં વિદેશી દારૃની બોટલો રાખી વેચાણ કરે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા બોટલો નંગ-૨૨, કી.રૂ.. ૧૧,૦૦૦ મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી અમિત ભોય (ઉવ.૨૧) ધંધો.મજુરી વાળો પકડાઇ જતા પો.હેડ કોન્સ. આર.એ.જાડેજા નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ અંગે પો.કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢાએ ફરીયાદ આપેલ છે તેમજ દારૂ આપનાર ઇમરાન શેખ રહે કીશાન ચોક જામનગર વાળાને પકડવા પર બાકી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.બી.ગજ્જર તથા પો.સબ ઇન્સ. બી.એસ.વાળા તથા પો.હેડ કોન્સ. રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા તથા મહિપલસિંહ મયુરસિંહ જાડેજા તથા દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા રવિન્દ્રસિંહ નાથુભા પરમાર તથા શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા રૂષિરાજસિંહ જાડેજા તથા રવિભાઇ શર્મા દ્વારા કરવામાં આવેલ છે.

વુલનમીલ સિદ્ધાર્થ નગરમાં ભાઈનો ભાઈ ઉપર ખૂની હુમલો : 307 દાખલ

0

રે…કળિયુગ: જામનગરમાં સગા ભાઇ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતો ભાઇ.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૩ નવેમ્બર ૨૨ જામનગરના વુલનમીલ ફાટક પાસે સિઘ્ધાર્થનગર શેરી નં. 1, ઝુપડપટ્ટી ખાતે રહેતા અને મજુરીકામ કરતા શૈલેષ તેજાભાઇ સાગઠીયા (ઉ.વ.30) તથા તેમના માતા બાલુબેનને આરોપી કાનો મકાનમાં રહેવા દેતો ન હોય તેમજ આ મા દિકરો ગમતા ન હોય જેથી અવાર નવાર બોલાચાલી થતી હતી.

દરમ્યાન બોલાચાલીનું મનદુ:ખ રાખી ગઇકાલે શૈલેષભાઇ તેના લત્તામાં જતા આરોપીએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને એકદમ ઉશ્કેરાઇ જઇ મારી નાખવાના ઇરાદે શૈલેષને સાથળ, પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને બીજો ઘા પાંસડાના ભાગે અને ત્રીજો ઘા નેણ ઉપર મારી ભાગી છુટયો હતો.

બનાવની જાણ થતા આજુબાજુના લોકો એકત્ર થયા હતા, પોલીસને જાણ કરાઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવ સબંધે શૈલેષભાઇ સાગઠીયાએ સીટી-સીમાં મોડી રાત્રીના આરોપી સિઘ્ધાર્થનગર-1માં રહેતા સવજી ઉર્ફે કાનો તેજા સાગઠીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ 307, 323, 294(ખ), જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ વી.બી. બરબસીયા ચલાવી રહયા છે. બનાવના પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

દીગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરીમાં નજીવી બાબતે યુવાનની કરપીણ હત્યા

0

જામનગરના દિગ્જામ સર્કલ પાસે નજીક બાબતે યુવાન ઉપર છરી વડે.હુમલો બનાવ હત્યામાં પલટાયો

  • આરોપી:- હિતેશ બાબુ ઉર્ફ ફોગો રાઠોડ નામના સખ્સ સહિતનાનું કારસ્તાન.
  • યુવાનને ગરદન અને પેટના ભાગે આડેધડ ધરીના ધા ઝીંકી દેતા સારવાર મળે તે પહેલા ઢીંમઢળી ગયું.: આરોપીની હાથવેંતમાં.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ નવેમ્બર ૨૨ જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલ હનુમાન ટેકરીમાં જૂની અદાવતનો ખાર રાખી ગૌતમ સીંગરખીયા નામના ૨૦ વર્ષીય યુવાન ઉપર તેજ વિસ્તારમાં રહેતો હિતેશ બાબુ રાઠોડ ઉર્ફ ફોગો નામના શખ્સે નજીવી બાબતે છરી વડે હુમલો કરી દેતા યુવાનને લોહીલુહાણ હાલમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા યુવાનનું ઢીમ ઢળી પડતા બનાવ હત્યામાં પલટાયો હતા.બનાવની જાણ થતા સીટી-સી પોલીસ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને બનાવની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યાં હતા અને કોઈ અન્રિછીય બનાવના બને માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠળી દીધો હતો હાલ આ બનાવે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામસાહેબે પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાં

0

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

  • દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામસાહેબ દ્વારા અનુરોધ કરાયો
  • નિર્દિષ્ટ મતદારો માટે ઘર આંગણે જ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવતાં જામસાહેબ
  • સગા સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને પોતાનો મત આપવો જોઈએ – જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ નવેમ્બર, ૨૨ આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ”.આ શબ્દો છે જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. ત્યારે આજરોજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

જામનગરમાં લુખ્ખા તત્વને મફત રાજકોટ ”ન” લઈ જતા ટ્રાવેલ્સમાં તોડફોડ : પોલીસે ગુનો નોંધ્યો

0

મફતમાં રાજકોટ જવા બાબતે લુખ્ખાનો આંતક : 2 બસોના કામ તોડી નાખ્યા

  • આરોપી :-પરેશ ઉર્ફે પરીયો ધોકીયા રહે-હાપા જામનગર
  • ગેસ્ટ તરીકે મફ્તમાં રાજકોટ જવા માટે લુખ્ખાનું તાંડવ
  • ગઇકાલ રાત્રીનો બનાવ : ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ નવેમ્બર ૨૨ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 12 બૂક બોન્ડ સામે રહેતા અને પટેલ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા અશોકસિંહ ધનશ્યામસિંહ જાડેજા ગઇકાલે રાત્રે વિકટોરીયા પુલના છેડે આવેલ પોતાની ઓફીસે હાજર હોય ત્યારે હાપામાં રહેતો પરેશ ઉર્ફે પરીયો ધોકીયા નામના શખ્સે મફ્ત રાજકોટ જવા બાબતે માથાકૂટ કરતા મામલો બિચક્યો તેવામાં સખ્સે ઉશ્કેરાઇ જઇ બહાર પાર્ક થયેલ બસના કાચ તોડી તાંડવ મચાવ્યું હતું.

પોલીસ ચોપડેથી મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે સાડા દશ વાગ્યે વિક્ટોરીયા પુલ પાસે આવેલ પટેલ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસે હાપામાં રહેતો પરેશ નામનો માથાભારી શખ્સ ગેસ્ટ તરીકે મફત રાજકોટ જવા બાબતે ટીકીટ માંગી હતી ઓફિસમાં હાજર સ્ટાફે પૈસા આપવાનું જણાવેલ તેવામાં પરિયાએ સીનસપાટા નાખી મનફાવે તેવી ભૂંડી ગાળો કાઢી પ્રથમ વિકટોરીયા પુલે પટેલ ટ્રાવેલ્સના બસ રજી નં-AR-01-T-6683 ના આગળના ભાગે પથ્થરનો ઘા મારી બસનો કાચ તોડી નાખી બસના ડ્રાઇવર મહેશભાઇ વારાને ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાત રસ્તા જાડાની ઓફીસ પાસે બસ રજી નં- NL-01-B-2288 ના આગળના ભાગે પથ્થરનો ઘા મારી બસનો કાચ તોડી નાખી બન્ને બસમા આશરે રૂ.૨૦,૦૦૦/- નુ નુકશાન કરી નાશી જતા અક્ડાતફડીનો માહોલ સર્જાયો હતો અને મુશાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

તેવામાં ઓફિસ સંચાલકોએ પોલિસને જાણ કરતા પોલીસે આરોપી પરીયા વિરૂદ્ધ IPC કલમ ૪૨૭,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી હાલ તો આ બનાવે શેરભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી

જામનગરની 7 ઘરફોડ સહિત 23ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ: 9.22 લાખ સાથે બેલડી જબ્બે

0

જામનગર સહિત અનેક શહેરોમાં ચોરીનો તરખાટ મચાવના બે સગા ભાઇને ઝડપી લેતી જામનગર એલસીબી

  • જામનગરમાં 7 ચોરી કરનાર બે સગા ભાઈ અંતે ઝડપાયા
  • એક બાઇક અને રૂા.9 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો
  • બંને આરોપીઓએ રાજકોટમાં 16 ચોરીની કબૂલાત આપી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૯ નવેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં તસ્કરોએ મચાવેલા હાહાકાર વચ્ચે જામનગર એલસીબીએ 2 શખસને પકડી પાડી 7 ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર બંને શખસોએ રાજકોટમાં પણ 16 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બંને શખસ પાસેથી ચોરીના રૂા.9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કર્યો છે.પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી ચોરોએ હાહાકાર મચાવી મૂક્યો છે. 7-8 જેટલી ચોરીઓથી પોલીસની નીંદર ઉડી ગઈ હતી.

દરમિયાન એલસીબીને મળેલી બાતમી પરથી ખોડિયાર કોલોની મેર સમાજની વાડી પાસેથી અર્જુન રાહુલભાઈ ભાટ અને બાદલ રાહુલભાઈ ભાટ નામના બે ભાઈઓને ચોરાઉ હોન્ડા સાથે પકડી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેમણે જામનગર શહેરમાં 7 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે બંને શખસો પાસેથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા, ગિન્ની, બિસ્કિટ, રોકડ રૂપિયા, મોટરસાયકલ, ઈમીટેશન જવલરી, અલગ અલગ ફોર વ્હીલર તથા બાઈક, ઘરની ચાવીઓ, યામાહા મોટરસાયકલ, નેપાળ, યુએસ અને ઈંગ્લેન્ડના વિદેશી ચલણ તેમજ હથોડી, વાંદળી પાનુ, ડીસમીસ, ગણેશીયા, ઈલે. બોર્ડ વગેરે સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે બંનેની અટક કરી તેમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલા બંને શખસો દિવસ દરમિયાન ફુગ્ગા વેચતા અને બંધ ઘર પર નજર રાખતા હતા અને રાત્રે તે મકાનને નિશાન બનાવીને તેમાં ખાતર પાડતા હતા. આ શખસોએ આવી જ રીતે અમરેલી, ગારીયાધાર, લાઠી, જુનાગઢ, માણાવદર, આટકોટમાં પણ ચોરીઓ કરી હોવાનું જાણવા મળે છે.

જામનગર ગુનાશોધક શાખાના સકંજામાં સપડાયેલા બંને આરોપીઓએ રાજકોટમાં પણ જુદા જુદા સ્થળોએ ઘરફોડી આચરીને હાહાકાર મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓએ રાજકોટના સંતકબીર રોડ, અંકુર મેઇન રોડ, નાના મહુવા, કોઠારીયા સોલવન્ટ, હરિદ્વાર સોસાયટી વિસ્તારમાં ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે.

જામનગરમાં તસ્કરોનો તરખાટ સમર્પણ પાસે વધુ એક ઘરમાં ખાતર પાડ્યું

0

જામનગરમાં તસ્કરોનો તરખાટ, વધુ એક ઘરમાં ખાતર પાડ્યું

  • સમર્પણ જકાતનાકા નજીક વેપારીના ઘરમાં ચોરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ નવેમ્બર ૨૨ : જામનગર શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના પોલીસ માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. એક પછી એક ચોરીના બનાવો બનતા જાય છે. પોલીસ એક ડિટેકશન કરે ત્યાં સામે નવી એક ચોરી નોંધાઇ જાય છે. ચોરીના બનાવમાં સમર્પણ જકાતનાકા પાસે આવેલા સુભાષનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનના બંધ મકાનના નકૂચા તોડી મકાનના રૂમના કબાટમાંથી રૂા.9200 ની માલમતા ચોરી કરી ગયા હતાં.

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બે થી ત્રણ દિવસથી વધુ સમયથી બંધ રહેલા મકાનોને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરીઓ થઈ રહી છે. જેના કારણે શહેરીજનોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. ચોરીના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ જકાતનાકા પાસે આવેલા સુભાષનગર શેરી નં.1 માં રહેતાં વેપારી રામભાઈ હાજાભાઈ સોલંકી નામના યુવાનના 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાના તસ્કરોએ નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી રૂા.6500 ની રોકડ રકમ, ચાંદીના સાંકળા 2000 ની કિંમતના અને રૂા.700 ની કિંમતના ચાંદીના પાટલાની જોડી મળી કુલ રૂા.9200 ની માલમતા ચોરી કરી ગયા હતાં.

ચોરીના બનાવ અંગે વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર જઇ તપાસ આરંભી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

ધંધામાં નુકશાની જતા કારખાનેદાર સુથાર યુવાને જિંદગી ટુંકાવી

0

જામનગરમાં ધંધામાં નુકશાની જતા કારખાનેદાર યુવાને જિંદગી ટુંકાવી

  • હરીયા કોલેજ પાસેના સાંઢીયા પુલ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી જીદંગી ટુંકવી
  • ધંધામાં ખોટ જવાથી યુવાને પગલું ભર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૮ નવેમ્બર ૨૨ જામનગર શહેરના સાંઢીયા પુલ પાસેના સમર્પણ પાર્કમાં રહેતાં સુથાર કારખાનેદાર યુવાનને ધંધામાં નુકસાની જતાં રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા સાંઢીયા પુલ પાસેના સમર્પણ પાર્કમાં રહેતાં પ્રફુલ્લભાઈ બાબુભાઈ ગોરેચા (ઉ.વ.40) નામના ગુર્જર સુથાર વેપારી યુવાન દરેડ જીઆઈડીસીમાં લેથ મશીનનું કારખાનું ચલાવતો હતો અને આ કારખાનામાં નુકસાની જતાં થોડા સમયથી ગુમસુમ અને ઉદાસ રહેતો હતો. કારખાનામાં નુકસાની જવાથી જિંદગીથી કંટાળી જઈ ગુરૂવારે સવારના સમયે સાંઢીયા પુલ નજીક રેલવે પીલર નં.833 ના 8 અને 9 વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ યુવાને ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ વેપારી યુવાનનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ થતા એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ ભાવેશભાઈ ગોરેચાના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

જામનગર જીલ્લામાં વધુ એકને ‘પાસા’ : અલીયાબાડાના શખ્સને સૂરતની જેલમાં ધકેલ્યો

0

જામનગર જીલ્લામાં વધુ એકને ‘પાસા’ : અલીયાબાડાના શખ્સને સૂરતની જેલમાં ધકેલ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૭ નવેમ્બર ૨૨ જામનગર પોલીસ દ્વારા ચુંટણી અનુસંધાને બુટલેગરો, અસામાજીક પ્રવૃતી કરનારા ઇસમો સામે પાસા દરખાસ્તો મુકવામાં આવી છે, જેમાં અગાઉ 9 શખ્સો પાસાના પાંજરે પુરાયા છે, દરમ્યાન ગઇકાલે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતું.
પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગએ વિધાનસભા ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી બુટલેગર્સ તેમજ અસામાજીક પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબીના પી.આઇ જે.વી. ચૌધરીને સુચના કરવામાં આવેલ જે અનુસંધાને મારામારીના બે કેસમાં સંડોવાયેલ અસલમ અમીન ડોસાણી રે. મેમણ જમાતાખાના પાસે અલીયાબાડા, તા.જી. જામનગરને પાસા વોરન્ટ ઇસ્યુ કરી પાસા વોરન્ટની બજવણી કરી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.

આવનાર વિધાનસભા ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ, અસામાજીક પ્રવૃતિ આચરનાર ઇસમોની ગતિવિધી ઉપર એલસીબી દ્વારા સતત વોચ રાખી 10 ઇસમોને પાસ વોરંટ આધારે જેલમાં મોકલી આપવામાં આવેલ છે.

સલાયામાંથી 4 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ”કાદરી”ને ઝડપી લેતી SOG

0

સલાયામાંથી 4 કિલોથી વધુ ગાંજાના મોટા જથ્થા સાથે શખસ ઝડપાયો

  • સલાયાનો શખસ પ્રતિબંધિત માદક પદાર્થ મુંબઇથી લઇ આવતો : એસ.ઓ.જી.એ ઝડપી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ નવેમ્બર ૨૨ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગેની કામગીરી દરમિયાન એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં ગતરાત્રે એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત ASI રાજભા જાડેજા તથા કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહમદમિયા જાવીદમિયાં ઈબ્રાહીમમિયા કાદરી નામના 24 વર્ષના મુસ્લિમ સૈયદ શખ્સના રહેણાંક મકાનના છુપાવીને રાખવામાં આવેલો 4 કિલો 190 ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.

આરોપી શખ્સ ગાંજાનો આ જથ્થો મહારાષ્ટ્રથી અહીં લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 41,900 ની કિંમતનો માદક પદાર્થ ગાંજો કબજે લઈ, ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી સી.પી.આઈ. ટી.સી. પટેલ, ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, મહંમદભાઈ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, લખમણભાઈ આંબલીયા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.