Saturday, October 17, 2026
Home Blog Page 254

જમવા બાબતે થયેલ ડખ્ખામાં ગઢવી યુવાનની કરપીણ હત્યા: 2 ગંભીર

0

જામનગર નજીકના ગોરધનપર માટીયા પાસે બંગાળી હોટલમાં જમવા બાબતે ગઢવી યુવાનની હત્યા: કાકા ભત્રીજાની હાલત ગંભીર

  • જમવાના ઓર્ડર બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: નજીવી બાબત હત્યામાં પલટાઇ
  • છોડાવા પડતા ભાઈ અને કાકા ઉપર છરીઓ વડે આડેધડ ધા ઝીંકાયા
  • 108 ના સહદેવસિંહ સોઢા નામના પાયલોટે સમય સુચકતા વાપરી યુવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા જીવ બચ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ ડીસેમ્બર ૨૨ જામનગર નજીકના ગોરધનપર ગામના પાટીયા પાસે બંગાળી હોટલમાં જમવાનો ઓર્ડર આપવા બાબતે ડખ્ખો સર્જાતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઢવી ભાઈઓ અને કાકા ઉપર અજાણ્યા ત્રણ શખ્સો તિક્ષણ હથીયાર વડે ટુટી પડતા ભારે ચકચાર જાગી હતી.

પોલીસ ચોપડે થી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીકના ગોરધન પર ગામના પાટીયા પાસે બંગાળી હોટલમાં ફરિયાદ દેવદાસ રાજાણી અને તેનો ભાઈ જમવા ગયેલ હોય તે હોટલ અગાઉથી ત્રણ શખ્સો જમવા માટે બેઠેલ હોય અને જમવાના ઓર્ડર આપવા ખીમરાજ રાજાણી અને સામાવાળા સખ્સો સાથે બોલાચાલી તથા ગાળા-ગાળી કરતા મામલો ઉગ્ર બનતા જપાજપી તેવામાં સામાવાળા એક શખ્સે ખીમરાજને પકડી રાખી સાથે રહેલ અન્ય બે શખ્સોએ આડેધડ છરીઓના ઉપરા-ઉપરી ધા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢરી પડ્યો હતો.તેવામાં પોતાના ભાઈને છોડાવા પડતા દેવદાસ રાજાણી અને ભરત રાજાણીને પણ છરીઓના ધા મારી દેતા તેઓને પણ લોહીલુહાણ હાલતમાં 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યા ખીમરાજ રાજાણીને સારવાર મળે તે પહેલા દંમ તોડ્યો જેથી બનાવ હત્યામાં પલટાયો હતો બનાવની જાણના પગલે LCB તથા સિક્કા હોસ્પિટલ તથા બનાવના સ્થળે દોડી જઈ સઘળી હકીકત મેળવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આથી સિક્કા પોલીસે અર્ટીકાકાર ચાલક ત્રણ અજાણ્યા શખ્સો સામે IPC ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા GP ACT કલમ ૧૩૫ (૧) ) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. આ બનાવે જામનગર શહેરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ મતદાન કર્યું :વરિષ્ઠ મતદારોને કરાયા સન્માનિત

0

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022

  • જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ
  • જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ વિભાજી હાઈસ્કૂલ ખાતેથી મતદાન કર્યુ
  • લોકશાહીના પર્વમાં સહભાગી થવા બદલ વરિષ્ઠ મતદારોને પ્રમાણપત્ર આપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સન્માનિત કર્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ ડિસેમ્બર ૨૨ જામનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ શહેરની વિભાજી હાઈસ્કૂલ ખાતેથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું. આજે વહેલી સવારથી જ જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે સખી બુથ, યુવા બુથ, મોડલ પોલિંગ બુથ તેમજ દિવ્યાંગ બુથ સહિતની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ મતદાન કર્યા બાદ સૌ જામનગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ અવશ્ય મતદાન કરે તેમજ પોતાના પરિવારજનો તથા અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરે આ ચૂંટણીમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તેવી આ તકે તેઓએ અપેક્ષા વ્યકત કરી હતી અને જામનગર મતવિસ્તારના 1289 મથકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા માટેની લોકોને અપીલ કરી હતી.

કડીયા વાડનો “વૈભવ”..”વૈભવી” થાય તે પહેલા ઝડપાઇ ગયો

0

દરેડમાં વિદેશી દારૂના 221 ચપટા સાથે એક ઝડપાયો

  • કડીયાવાડનો વૈભવ રમેશભાઇ ચતવાણી નામનો લોહાણા શખ્સ જબ્બે.
  • પંચકોશી-બી ના PSI એમ.એ. મોરી તથા  ASI મહીપાલસિંહ જાડેજા,  કોન્સ. નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ ખીમાભાઇ જોગલને મળેલ બાતમી
  • તાત્કાલીક લાખોપતિ થવાના ઓરતા અધુરા દારૂ અને એકટીવા મળી કુલ 50 હજારનો મુદામાલ કબ્જે.

દેશ દેવી ન્યુઝ  જામનગર: તા.૨૮ નવેમ્બર ૨૨ જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-2 પાસેથી કડીયાવાડના એક શખ્સને અંગ્રેજી દારૂના 221 ચપટા સાથે પોલીસે પકડી પાડયો હતો, દારૂ અને એકટીવા મળી કુલ 50 હજારનો મુદામાલ કબ્જે લીધો હતો.

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારએ આગામી દિવસોમાં વિધાનસભા ચુંટણી આવનાર હોય જેથી પ્રોહી/જુગારની ગેરકાયદે પ્રવૃતી કરતા ઇસમો ઉપર જરૂરી વોચ રાખી તેઓની ગેરકાયદે પ્રવૃતી જણાયે દારૂ જુગારના કેશો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારૂ જુગારની બદીને નેસ્તો નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા, ગ્રામ્ય વિભાગ તથા સર્કલ પીઆઇ એમ.આર. રાઠવાના માર્ગદર્શન મુજબ પંચ-બી ડીવી. પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એ. મોરી, સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગારની ગેરકાયદે પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી સોર્સ મેળવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પંચકોશી-બી પોલીસ સ્ટેશશના ASI મહીપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ ખીમાભાઇ જોગલને મળેલ હકીકત આધારે દરેડ જીઆઇડીસી ફેસ-2 એપલ ગેઇટ-2 પાસેથી વૈભવ રમેશભાઇ ચતવાણી (ઉ.વ.29) રે. જામનગર કડીયાવાડ શાકમાર્કેટ કોટફળીવાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપલા નંગ-221 કિ. રૂ. 25415 તથા એકટીવા મોટરસાયકલ નં. જીજે10-સીજે-9406 મળી કુલ મુદામાલ કિ. 50415 સાથે ઇસમને પકડી પાડેલ હોય જે અંગેની ફરીયાદ પંચ-બી ડીવીઝન પોલીસ સ્ટેશના પોલીસ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજાએ આપેલ હોય અને આ કામેની આગળની તપાસ એએસઆઇ એમ.એલ. જાડેજા ચલાવી રહયા છે.

ધરાર ગળે મળવાની ના પાડતા વેપારી યુવાનને છરી ઝીંકી

0

ખંભાળીયા ગેઈટ પાસે વેપારી પર શંકર ટેકરીના સખ્સનો છરી વડે હુમલો

  • ખંભાળીયા ગેઈટ નજીક ભવાની પાન પાસેના બનાવ
  • મોડી રાત્રી સુધી ચાલતા ચારણીયાના ધંધા બન્યા માથાકુટનું ઘર
  • આરોપી :- લખન ઉર્ફે લકી રહે-શંકરટેકરી જામનગર તથા એક અજાણ્યો શખ્સ

દેશ દેવી ન્યુઝ તા.૨૮ નવેમ્બર ૨૨ જામનગરમાં લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેમ ફરી નિદોષ હોટલ સંચાલક ઉપર લુખ્ખાએ છરી વડે હુમલો કરતાલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ચાપણીયા, પાન, ખાણી પીણીના મોડી રાત સુધી ચાલતા ધંધા માથાકૂટ ના અડ્ડા બની ચૂક્યા છે.તેના ઉપર લગામ કરવાની માંગ શહેરીજનો કરી રહ્યા છે. જામનગરના ખંભાળિયા ગેઇટ ભવાની પાન પાસે ધરાર ગળે મળવા બાબતે બ્રાહ્મણ યુવાન પર શંકરટેકરીના શખ્સ સહિતનાએ છરી વડે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે.

જામનગર શહેરના મંગલધામ સોસાયટી શેરી નંબર 4 માં રહેતા અને હોટલ ચલાવતા નિખિલ બાબુભાઈ અસવાર નામનો બ્રાહ્મણ યુવાન પર ખંભાળિયા ગેટ પાસે આવેલ ભવાની પાન પાસે ઉભો હતો ત્યા રાત્રે અગ્યાર વાગ્યાની આસપાસ શંકરટેકરીમાં રહેતો લખન ઉર્ફે લકી નામનો સખ્સ આવી નિખીલને ધરાર ગળે મળતા નિખીલે ચોટ ચોટ કરવાની ના પાડતા લકી નામનો શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ભૂંડી ગાળો આપવા લાગેલ અને માથામા આગળના ભાગે સ્ટીલનો ગ્લાસ મારતા ફરીયાદી તેને રોકતા એક અજાણ્યા ઇશમે નિખીલ અશ્વારને પાછળથી પકડતા આરોપી લખન ઉર્ફે લકીએ પોતાના નેફા માથી છરી કાઢી ફરીયાદીને મોઢા પર ડાબી બાજુ એક ”ધા” મારી ફરીયાદીને ડાબા કાન પર તથા ગાલ પર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા આથી લોહી લુહાણ હાલતમાં નિખિલને સારવાર લેવાનો વારો આવ્યો હતો.

બનાવવાની જાણપરિવાર તેમજ સ્નેહીઓ હોસ્પિટલ દોડી જઈ પોલીસને જાણ કરાઈ હતી આથી પોલીસે નિખિલ અસ્વારની ફરિયાદ પરથી લખન ઉર્ફે લકી તથા અજાણ્યા શખ્સ સામ IPC કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી વધુ તપાસ સીટીએ ડિવિઝનના PSI બી.એસ વાળા તથા હે.કો. ડી.એસ કાંબરીયા ચલાવી રહ્યા છે.

પોરબંદરમાં I.R.B ના જવાનો વચ્ચે ફાઈરિગ : 2 ના મોત 2 ઇજાગ્રસ્તને જામનગર ખસેડાયા

0

પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે ફાઈરિગ : બેના મોત અને બે ઇજાગ્રસ્તથી અરેરાટી

  • ચૂંટણી બંદોબસ્તમાં બધળાટી બોલી હોવાના અહેવાલ
  • બંને મૃતક જવાનોને જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડાયા
  • ઇજાગ્રસ્ત ખુમન્થેમ રોહિત કાન્તા અને સુરજીત ઇબોયઈમા મેહરાને જામનગર ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ નવેમ્બર ૨૨ ગુજરાતભરમાં ચૂંટણીના પડધમ ને લઈ અલગ અલગ સુરક્ષા એજન્સીઓને ફરજ ફાળવણી ભાગરૂપે પોરબંદર ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે નજીવી બાબતે ઘર્ષણ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. તેમાં ફાઈરીગ થતા બે જવાનોના મોત નિપજયા હતા અને બે ઇજાગ્રસ્ત ખુમન્થેમ રોહિત કાન્તા અને સુરજીત ઇબોયઈમા મેહરા નામના થયા હતા જેને લઈ ગુજરાતભરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડામાં એકાએક ફાયરિંગ થયું હોવાના સમાચાર વહેતા થતા ભારે ચકચાર જાગી હતી જેમાં નજીવી બાબતે ઘર્ષણ બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી તેમાં 2 જવાનોના મોત થયા છે અને 2 જવાનો ઇજાગ્રસ્ત થતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અને મૃતક સહિતનાને પી.એમ અર્થે જામનગરની જી. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે ઝઘડો ક્યા કારણે થયો છે તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે જામનગરની જીજી હોસ્પિટલના સ્ટાફને સ્ટેન્ડબાય રહેવાનો હુકમ થયો હતો ત્યારે આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

જામનગરમાં જુગારના બે દરોડા : 2 મહિલા સહિત 15 નંગ ઝડપાયા

0

જામનગર શહેરમાં બે જુગાર દરોડામાં બે મહિલા સહિત 15 શખ્સ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.રપ નવેમ્બર ૨૨ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નં.રમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં બે મહિલા સહિત 7 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 15560ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગરમાં સાયોના શેરીમાંથી તીનપતીનો જુગાર રમતા 8 શખ્સોને પોલીસે રૂા. 14730ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તરમાં આવેલાં સુભાષ પરા શેરી નં.રના છેડે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન આફ્રિદી મહેબુબ દરજાદા, જીતેન્દ્ર રમેશ સિહોરા, યુનુસ ઇસ્માઇલ બ્લોચ, સુરેશ મોહનલાલ રાજપાલ, બસીર અબ્બાસ બાબવાણી અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા. 15560ની રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સ્થળે સીટી સી ડિવીઝન પોલીસે રેઇડ દરમ્યાન જીતેન્દ્ર લજજારામ કાછી, મુન્નાલાલ દયારામસિંહ કાશી, પ્રદ્યુમન મહેન્દ્રસિંહ કાશી, રામબાબુ સત્રોહન કાશી, સંજયકુમાર રામકિશોર રાઠોડ, સત્યેન્દ્રકુમાર ઉજાગરલાલ રાઠોડ, રાજેશ ઉદલસિંહ કાશી, કૃષ્ણમોરારી બાબુલાલ કાશી નામના 8 શખ્સોને રૂા. 14730ની રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સિધ્ધાર્થનગરમાં સગાભાઇની ”હત્યા પ્રયાસ” નો આરોપી ઝડપાયો

0

જામનગરમાં સગાભાઇની હત્યાના પ્રયાસના કેસનો આરોપી ઝડપાયો

  • બે દિવસ પહેલા ભાઈનો ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો
  • મકાનમાં રહેવા બાબતે ડખ્ખો કારણભૂત : નાની વાતનું મોટું સ્વરૂપ
  • દિગજામ સર્કલ નજીક બે દિવસમાં  “હત્યા ” અને હત્યાની કોશીશના બનાવ ચિંતાજનક: સધન પેટ્રોલીંગની તાતી જરૂર

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૫ નવેમ્બર ૨૨ જામનગરના સીટી સી ડિવીઝન પોલીસમાં નોંધાયેલ ભાઇ દ્વારા સગાભાઇની હત્યાના પ્રયાસના કેસમાં સીટી સી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગરના સિધ્ધાર્થ નગર શેરી નંબર-૧ માં વુલનમીલ ફાટક પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા શૈલેષ તેજાભાઇ સાગઠિયા અને તેની માતાને મકાનમાં તેનો જ સગો ભાઇ સવજી ઉર્ફે કાનો રહેવા દેતો ન હોય અને અવારનવાર ઝઘડો કરતો હતો. આ દરમ્યાન ઝઘડાનું મનદુ:ખ રાખી મંગળવારે રાત્રિના સમયે શૈલેષ સાગઠિયા નામના યુવાનને તેના ઘર પાસે આંતરીને જ તેના સગાભાઇ સવજી ઉર્ફે કાનો તેજા સાગઠિયાએ છરી વડે હુમલો કર્યો હતો.

આ કેસમાં આરોપીની શોધખોળ દરમ્યાન સીટી સી ના પીએસઆઇ કે.આર. સીસોદિયા એ.એસ.આઇ. આર.એમ. કનોજિયા તથા પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાના મળેલ બાતમીને આધારે સીટી સી ના પીઆઇ પી.એલ. વાઘેલા તથા એન. એ. ચાવડા તથા પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંદિપભાઇ જરૂ, પો.કો. જાવેદભાઇ વજગોર સહિતના સ્ટાફ દ્વારા આરોપી સવજી ઉર્ફે કાનો તેજા સાગઠિયાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

જામનગરમાં સંતાન.”ન” થતા યુવતિએ જીંદગી ટુંકાવી

0

જામનગરના બોમ્બે દવાબજાર કોલોનીમાં સંતાન ન થવાથી યુવતિએ જિંદગી ટુંકાવી

  • સંતાનન થતા યુવતિએ જીદગી ટૂંકવી
  • પિતાના વિયોગમાં પુત્રની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૫ નવેમ્બર ૨૨  જામનગર શહેરમાં અંધાશ્રમ પાછળ આવેલાં દવાબજાર બુધ્ધ વિહારમાં રહેતી ઇશાબેન સતિષભાઇ ગાવડે ઉ.વર્ષ ૨૪ નામની યુવતિને લગ્નજીવન દરમ્યાન કોથળીની તકલીફને કારણે સંતાન ન થતાં હોય જેથી ચિંતામાં ઇશાએ ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાસો ખાઇઆત્મહત્યા કરી હતી. આ અંગેની દક્ષાબેન ગાવડે દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા બાપુનગર શેરી નં. 3માં રહેતા અને મૂળ શેખપાટના વતની શનિરાજસિંહ ગંભીરસિંહ સોઢા ઉ.વર્ષ ૨૪ નામના યુવકના પિતાનું બે વર્ષ પહેલાં મોત થયું હતું. પિતાના મોત બાદથી સતત ગુમસુમ રહેતા પુત્ર શનિરાજસિંહ તેની જીંદગીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરમાં ઉપરના માળે આવેલા રૂમના પંખામાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સિધ્ધરાજસિંહ દ્વારા જાણ કરાતાં 108 એમ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ સારવાર કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજયું હોવાનું જાહેર થયું હતું. આ અંગેની જાણ કરાતાં પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ : વિજળી સહીતના બિલોમાં સિક્કા લાગ્યા

0

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા વહીવટી તંત્રનો મતદાર જાગૃતિ માટેનો નવતર પ્રયાસ

  • શોપિંગ મોલ, એલ.આઈ.સી., ગેસ સિલિન્ડર, વીજ તથા ટેલિફોનના બિલ વગેરે પર મતદાન જાગૃતિના સિક્કા લગાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ નવેમ્બર ૨૨, આગામી વિધાનસભા સામાન્ચ ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન જયારે જામનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ગેસ સિલીન્ડર, પાણીની બોટલ ઉપર મતદાર જાગૃતિ સ્ટીકર્સ, દિવ્યાંગો માટે ખાસ ક્રિકેટ મેચ, NCC/NSS કેડેટસ દ્વારા મતદાર જાગૃતિ રેલી, શાળામાં ભણતા બાળકો દ્વારા વાલીઓ પાસે સંકલ્પપત્રોમાં સહી, ‘ભૂલતા નહીં … ‘થીમ આધારિત હોર્ડીંગ્સ અને ડીજીટલ ડીસ્પલે, ઈલેકટ્રોનિકસ મોલમાં આવેલ ટેલિવિઝન પર મતદાર જાગૃતિના વિડીયો ચલાવવા જેવી બહુવિધ કામગીરીઓ કરવામાં આવી છેે.

ત્યારે તાજેતરમાં જ બહોળી સંખ્યામાં મતદાર જાગૃતિ સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં શોપિંંગ મોલ્સના બીલો, એલ.આઈ.સી. રસીદ, મહાનગર પાલિકાની વેરા પહોંચ, ગેસ સીલીન્ડરના બીલ્સ, રણમલ તળાવની ટીકીટ, પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતી ટપાલના કવર્સ, બી.એસ.એન.એલ. બીલ્સ, તેમજ પી.જી.વી.સી.એલ. બીલ્સ પર મતદાર જાગૃતિના સિકકા લગાવી મતદાર જાગૃત અંગે નો એક નવતર અને પ્રેરક પ્રયાસ હાથ ધરેલ છે.

જામનગરમાં ”રિદ્ધિ” ની ”સિદ્ધિ” ભારતના પ્રથમ મતદાર “શ્યામ શરણ નેગી”ના ચિત્રનુ રંગોળીમાં આલેખન :

0

જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા મતદાન જાગૃતિ હેતુ રંગોળીનું સર્જન કરવામાં આવ્યું

  • રંગોળીમાં આઝાદી પછીના ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીના ચિત્રનું આલેખન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ નવેમ્બર ૨૨ જામનગરમાં વધુમાં વધુ લોકો મતદાન સાથે જોડાય એવા મતદાન જાગૃતિના શુભ આશયથી જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા ભારત દેશનાં પ્રથમ મતદાર એવાં શ્યામ શરણ નેગીના રંગોળી ચિત્રનું આલેખન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે શ્યામ શરણ નેગી આઝાદી પછીના ભારતના પ્રથમ અને સૌથી વયસ્ક મતદાર હતા.વ્યવસાયે શિક્ષક એવા નેગી હિમાચલ પ્રદેશના કલ્પાના વતની હતા.જેઓએ ભારત દેશ આઝાદ થયાં બાદ વર્ષ 1951 માં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં મતદાન કરી દેશનો સર્વપ્રથમ મત આપ્યો હતો.

એમના જીવનથી પ્રેરણા લઈ વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય અને ” IF HE COULD THEN WE SHOULD “ આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું સર્જન રિદ્ધિ શેઠ દ્વારા વાલકેશ્વરી,જામનગર ખાતે કરવામાં આવ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.