જામનગર નજીક ગઢવી યુવાનની હત્યાના ત્રણ આરોપીઓ રિમાન્ડ પર
દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૦ ડીસેમ્બર ૨૨ જામનગર તાલુકાના ગોરધનપર નજીક ગઢવી બંધુઓ ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં એક યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યાના બનાવ સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
આ પ્રકરણમાં ગઢવી યુવાનની હત્યાના કારણે તેમના સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને સમાજના આગેવાનો અને લોકો દ્વારા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત પાટીયા પાસે રહેતા અને ખેતીકામ કરતા દેવદાસ ભાયાભાઈ રાજાણી નામનો યુવાન તેનો મોટોભાઈ ખીમરાજભાઈ અને ભરતભાઈ વગેરે ગત તા.1 ના રાત્રિના સુમારે ગોરધનપર પાટીયા પાસે આવેલી ઈંડાકળીની રેંકડીએ નાસ્તો કરવા ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ જમવાના ઓર્ડર બાબતે બબાલ કરી હતી. દરમિયાન ઝપાઝપી થયા બાદ શખ્સોએ છરી વડે દેવદાસ, ખીમરાજ અને ભરતભાઈ પર તૂટી પડયા હતાં. જેમાં ખીમરાજનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવ અંગે પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હત્યા, હત્યાની પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં હુમલો કરનાર દેવાંગ રામ ચાવડા, હિતેશ ચાવડા અને સાગર ચાવડાને પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણેયને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. સિક્કા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને અન્ય આરોપી અંગે જુદી જુદી દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે.

પરપ્રાંતીય કિશોર પરિવાર સાથે ખેત મજૂરીએ આવ્યો હોવાનું અને વાડી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળેલ છે. હત્યાના પગલે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે બીજી બાજુ કિશોરની હત્યા કરી ગૃપ્તાંગ કાપી ગળાના ભાગે તિક્ષણ હથીયારના ‘ધા’ ઝીંકી કુરતાથી હત્યા કરી દેવાત્તા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી હાલતો પોલીસે પરિવારજનોની પુછપરછ હાથ ધરી ક્યા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસી આંરભી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ ડીસેમ્બર ૨૨ જામનગર શહેરના કનસુમરા પાટિયા સામે આવેલ મયુર એવન્યુમાં રહેતા જયેશભાઇ નરશીગર અપારનાથી જાતે બાવાજી તેના પરીવાર સાથે ગામડે પ્રસંગ હોય ધરને બંધ કરીને બહાર ગયેલ હતા ત્યારે કોઇ અજાણ્યા ચોરે ધરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઉપરના રુમમા કબાટમા રાખેલ (૧) રોકડા રુ.૮૦૦૦/- (૨) ચાંદીની હાથમા પહેરવાની બંગડી જોડી-૧ કી.રુ.૪૦૦૦/- (૩) ચાંદીના મોટા સાકળા જોડી-૧ કી.રુ.૪૦૦૦/- (૪) ચાંદીના નાના સાકળા જોડી-૨ કી.રુ.૫૦૦૦/- (૫) સોનાના ચેનનો આકડીયો/લોક કી.રુ.૫૦૦/- (૬) સોનાના નાના છોકરાના કાનમા પહેરવાની દાણા જોડી-૧ કી.રુ.૧૫૦૦/- (૭) નાકમા પહેરવાનો સોનાનો દાણો એક કી.રુ.૧૫૦૦/- (૮) ખોટા મંગળસુત્ર જોડ-૨ કી.રુ.૬૦૦/- (૯) ફાસ્ટ ટ્રેકની ધડીયાળ-૧ કી.રુ.૧૨૦૦/- એમ કુલ સામાન કી.રુ.૨૬,૩૦૦/- ના સામાનની ચોરી કરી નાશી ગયા હતા.
આથી સીટી-સી ડિવિજને જયેશભાઇ નરશીગર અપારનાથી નામના બાવાજી યુવાનની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એચ.ડી હિગરોજા ચલાવી રહ્યા છે.
દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ ડીસેમ્બર ૨૨ જામનગરના લાલખાણ વિસ્તારમાં ગઇકાલ રાત્રે મુસ્લિમ જમાત પ્રમુખના પુત્ર અશરફ ખફી ઉપર ત્રણ શખ્સોએ હથીયારો સાથે હુમલો કરી મોટરકારના કાચ તોડી નાખતા અફડાતફડી માહોલ સર્જાયો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ શહેરના કિશાન ચોક, ચુનાનો ભઠો પાસેની રીધ્ધી સીધ્ધી સોસાયટી, શેરી નં.૧ માં રહેતા અને મુસ્લિમ જમાતના પ્રમુખના પુત્ર અશરફ ખફી પોતાના ઘરે જતા હતા ત્યારે લાલખાણ વિસ્તારમાં અડધી રાત્રે સુમરા ચાલીમાં રહેતો સદામ ઉર્ફે બાડો પોતાની એક્સેસ ગાડી રોડ વચ્ચે ઉભી રાખી
આથી સીટી – એ ડિવિઝન પોલીસે અશરફખફીની ફરિયાદ પરથી ત્રણ શખ્સો વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી સહિત IPC કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૩૪૧ તથા જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

