Saturday, October 17, 2026
Home Blog Page 252

જામનગરના ત્રણબતી વિસ્તારમાં એસ્ટેટ ઓફિસર અને વેપારી દંપતિ વચ્ચે ડખ્ખો: જુવો VIDEO

0

જામનગરમાં ફુટપાથ દબાણને લઈ એસ્ટેટ એકશનમાં

  • મનપાના એસ્ટેટ ઓફિસર અને વેપારી દંપતિ વચ્ચે ડખો: પોલીસ બોલાવી પડી
  • વેપારી દંપતિનો માલસમાન જપ્ત કરતા મહિલા ટ્રેક્ટર ઉપર ચઢી ગયા અને વેપારી ટ્રેક્ટર નીચે સુઈ ગયા: રોડ વચ્ચે તમાસો
  • એસ્ટેટ ઓફિસર દિક્ષીત ટસમાથી મસ ન થયા: મામલો પોલીસ મથકે.

દેશ દેવી ન્યુઝ તા.૧૬ ડીસ્મેબર ૨૨ જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઈ અનેક ફરિયાદો ઉઠી હતી તથા ટ્રાફીક સમસ્યા બની માથાના દુખાવા સમાન બની હતી જેને લઈ તંત્ર ઉંદ્યે માથે છે. ખાસ કરીને ફુટપાથ પરના દબાણને કારણે પાર્કિંગ સમસ્યા સર્જાઇ છે. લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરીને ચાલતી પકડે છે પરિણામે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. જેને લઈ તંત્રએ કમર કરી છે. તેવામાં આજરોજ એસ્ટેટ ઓફિસર એન.આર દક્ષિતની ટીમ દ્વારા શહેરના ટ્રાફિક જોન જેવા ગીચ વિસ્તારમાં ફુટપાથ દબાણ અંગેની કામગીરી હાથ ધરી હતી. તેમાં ત્રણબતી વિસ્તારમાં વેપારી દંપતિનો માલસામન જપ્ત કરતા વેપારી દંપતિએ બબાલ સર્જી દેકારો બોલાવ્યો હતો જેથી એસ્ટેટ ઓફિસર વચ્ચે રીતસર જામી પડી હતી પરંતુ એસ્ટેટ એસ્ટેટ ઓફિસર ટસમાથી મસ ન થતા વાતાવરણ ઉગ્ર થયું હતું અને લોકોના ટોળાઓ એકઠા થતા ટ્રાફિક જામ થયો હતો

જેથી પોલીસ બોલાવી પડી હતી ઘણા સમયથી એસ્ટેટની સુસ્ત કામગીરીને લઇ લોકોને મોકળુ મેદાન મળી ગયું હતું પરંતુ એસ્ટેટ એકશનમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ કામગીરી ડે.કમિશનર ભાવેશભાઈ જાનીની સુચના મુજબ કંટ્રોલિંગ ઓફિસર મૂકેશ વરણવાની રાહબરી હેઠળ એસ્ટેટ ઓફિસર એન.આર દીક્ષિત સ્ટાફના દ્વારા કરવામાં આવી હતી.

આવતીકાલે જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં ૨૬ ઉમેદવારો મેદાનમાં: સાંજે ઢોલ નગારા

0

તા.16 મીએ ચૂંટણીના મતદાન બાદ તુરંત મત ગણતરી અને રાત્રે પરિણામ : વિજેતા જાહેર થશે.

  • જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં વર્તમાત પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૨૬ ઉમેદાવારો મેદાનમાં.
  • પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાયબેરી મંત્રી ચૂંટાશે.
  • આજે રાત્રે મિશન મનામણા: કાલે કાગળ ઉપર જંગ. : કામગીરીના લેખાજોખા મપાશે.
  • કાલે કઈકના ”ગોબારા” ની હવા નિકળી જશે: ટક્કર થશે ખરાખરીની..?

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડીસેમ્બર ૨૨ જામનગર બાર એસોસિએશનના નવા હોદેદારો ની વરણી માટે આગામી શુક્રવારે મતદાન છે. તે પહેલા ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિન પછી ઉમેદવારોના નામોની યાદી ફાઈનલ થવા પામી હતી.

જામનગરના બાર એસોસિએશનની આગામી શુક્રવારે ચૂંટણી યોજાનાર છે. જેમાં નવા વર્ષ ના બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચી સહિતના સાત પદ માટે ના વકીલ મંડળ માં નોંધાયેલા 865 મતદારો મતદાન કરવાના છે.

ઉપરોક્ત પદો માટે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા પછી મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે બાકી રહેલા ઉમેદવારોની યાદી ફાઈનલ થવા પામી છે. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા વિક્રમસિંહ જેઠવા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખપદ માટે અશોકભાઈ જોષી, ભરતસિંહ જાડેજા (ભાતેલ) , મંત્રીપદ માટે જીતેન્દ્રભાઈ ગોસાઈ, મનોજભાઈ ઝવેરી ચૂંટણી જંગમાં છે.

ઉપરાંત સહમંત્રી પદ માટે દીપભાઈ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, (કે.કે) રઘુવીરસિંહ કંચવા સહિતના મેદાને તથા લાઈબ્રેરી મંત્રી માટે અનિલભાઈ પુરી, બ્રિજેશભાઈ ત્રિવેદી, રોહિતભાઈ મકવાણા તેમજ ખજાનચી પદ માટે ચાંદનીબેન પોપટ, જયદેવભાઈ ગોહિલ, રૃચિરભાઈ રાવલ ચૂંટણી લડી રહ્યા છે. કારોબારી સભ્યપદ માટે ભાવેશભાઈ જવાણી, દીપકભાઈ ભાલારા, દીપકભાઈ ગરછર, હુસેનભાઈ ખીરા, હર્ષભાઈ પારેખ, જયેશભાઈ સુરડીયા, મૃગેશ ઠાકર, નીમિષાબેન ત્રિવેદી, સંદીપભાઈ લખીયર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. શુક્રવારે મતદાન પૂર્ણ થયા પછી તે જ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

જામનગરમાં મિત્રએ વાપરવા આપેલું બાઈક પચાવી પાડ્યું.

0

દોસ્ત…દોસ્ત ના રહા..! 

  • જામનગરમાં મિત્રએ વાપરવા આપેલું બાઈક પચાવી પાડ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૫ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં મચ્છીપીઠ વાઘેરવાડામાં રહેતા યુવાને થોડા સમય માટે વપરાશ માટે આપેલું બાઈક શખ્સે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મચ્છીપીઠ વાઘેરવાડા વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતા અસગર ગંઢાર નામના યુવાને થોડા સમય અગાઉ 15 હજારના બાઈકની ખરીદી કરી હતી. આ જીજે-10-એઈ-7995 નંબરનું બાઈક ખીમરાણામાં રહેતાં હિતેશ પરશોતમ ફોફરિયા નામના યુવાનને થોડા દિવસો માટે વાપરવામાં આપ્યું હતું પરંતુ સમય જતાં અસગરે હિતેશ પાસેથી બાઈક પરત માંગતા હિતેશે બાઈક આપ્યું ન હતું. જેથી અસગરે હિતેશ વિરુધ્ધ બાઈક વાપરવા લઇ પરત નહીં કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સિટી બી ડીવીઝનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ધ્રોલમાં દિનદહાડે યુવતિની આબરૂ લેવાનો નિર્લજ પ્રયાસ 

0

ધ્રોલમાં દિનદહાડે યુવતીની આબરૂ લેવાનો નિર્લજ પ્રયાસ 

  • સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપનાર શૈલેષ સોલંકી વિરૂઘ્ધ ફરિયાદ
  • આરોપી શખસ દરજી જ્ઞાતિના અગ્રણી હોય, સમાજમાં ફીટકાર સાથે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ ડિસેમ્બર ૨૨ ધ્રોલ: ધ્રોલ ગામમાં આવેલ મેઈન બજાર પાસેના વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરે એકલી હતી તે સમયે ગામમાં રહેતાં શખ્સે યુવતી સાથે શારીરિક અડપલા કરી આબરુ લેવાના ઈરાદાથી નિર્લજ્જ હુમલો કરી અને સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મેઈન બજાર પાસે રહેતી યુવતીની માતા બહાર ગયા હતાં અને યુવતી તેણીના ઘરે બે માસ પહેલાં બપોરના અઢી વાગ્યાના અરસામાં એકલી હતી તે સમયે ધ્રોલના દરજી શેરીમાં રહેતો અને દરજી જ્ઞાતિનો અગ્રણી શૈલેષ ભગવાનજી સોલંકી નામનો શખ્સ યુવતી પાસે આવ્યો હતો અને મરજી વિરુઘ્ધ બળજબરીથી શારીરિક અડપલા કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. જેથી યુવતીએ પ્રતિકાર કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતાં આરોપી ભાગી છૂટ્યો હતો.

આરોપી શૈલેષ અપશબ્દો બોલી સમાજમાં બદનામ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. શખ્સ દ્વારા કરાયેલા નિર્લજ્જ હુમલો અને ધમકીના બનાવ બાદ યુવતીએ ભયના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બે માસ બાદ આખરે યુવતીએ શૈલેષ સોલંકી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી શૈલેષની ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે આરોપી શૈલેષ ભગવાનજી સોલંકી સામે આઇપીસી કલમ 354,504 અને 506-2 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.

જામનગરના મહાદેવનગરમાં ”નશીબ અજમાવતી” પાંચ મહિલા City-c ના હથ્થે ચડી ગઇ

0

જામનગરમાં ”પતાપ્રેમી” પાંચ મહિલાઓ ઝડપાઇ: રોજ સાતમ-આઠમનો વહેમ દૂર

  • જુગાર રમવામાં એટલી મગ્ન કે પોલીસ માથે આવી ગઈ ત્યા સુધી મોજ માણી
  • સીટી-સી “ડી” સ્ટાફના હરદીપ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળી બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર : તા. ૧૪ ડીસેમ્બર ૨૨ જામનગર શહેરના મહાદેવનગર, સાતનાલાના ખુણા પાસે જાહેરમાં અમુક મહિલાઓ તીનપતીનો પૈસાની હારજીનો જૂગાર રમતા હોવાની હકિકત મળતા રેઇડ કરતા રોકડા રૂપિયા 11,900 ના મુદામાલ સાથે (1) પ્રેમીલાબેન વસંતભાઇ ગોરી રહે. ગોકુલનગર, નવાનગરની પાછળ, બી. એસ. એન. એલ. ટાવર પાછળ, (ર) સવિતાબેન માલદેભાઇ નંદાણીયા રહે. ગોકુલનગર, મુરલીધર સોસાયટી શેરી નં. પ, (3) લલીતાબેન રમેશભાઇ ફટાણીયા રહે. માટેલ ચોક, શીવમ સોસાયટી, રામેશ્વરનર, (4) ફરીદાબેન બસીરભાઇ ભાયા રહે. સીકકા ગામ, નાજ સીનેમા રોડ, (પ) ભારઇબેન વેજાણંદભાઇ વાયા રહે. મહાદેવનગર, સાતપુલીયાના ખુણા પાસે ને ઝડપી લીધેલ છે.

આ કાર્યવાહી ઇ. પી. એલ. વાઘેલા, ઇ. એન. એ. ચાવડા, સબ ઇ. કે. આર. સીસોદીયા, એચસી ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચૂડાસમા, પી.સી. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, હરદીપભાઇ વસંતભાઇ બારડ, મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, વિપુલભાઇ જગદીશભાઇ સોનાગરાએ કરી હતી.

કુતરાના ડરથી ૪૦ ઘેટા-બકરાના સાગમટે મોત

0

ધ્રોલના નથુવડલામાં કુતરાના ટોળાનાં હુમલાથી 39 ઘેટા – 2 બકરાના મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪. ડિસેમ્બર ૨૨ ધ્રોલ : ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીના વાડામાં રહેલ ઘેટા-બકરાના ઝુંડ ઉપર ગત મોડી રાત્રીના કુતરાઓના ટોળાએ હુમલો કરીને ફાડી ખાવાથી અને ભયના માર્યા ભાગદોડ મચી જવાથી આશરે 41 જેટલા પશુઓના મોત નિપજયા હતા.

મળતી પ્રાથમિક વિગત મુજબ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે પશુ વ્યવસાય કરતા ઘેલાભાઈ કરણાભાઈ ઝાપડા નામના માલધારી પોતાના ઘેટા-બકરાઓને એક વાડામાં રાબેતા મુજબ રાખ્યા હતા ત્યારે ગત મોડી રાત્રીના કુતરાઓના ટોળાએ એકા એક હુમલો કરતા ઘેટા-બકરાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી અને વાડા પાસે આવેલ મકાનની દિવાલોમાં ભટકાવાથી તેમજ ભાગદોડ કરવાથી ઘેટા-બકરા ઉપરા ઉપરી પડતા દબાઈ જવાથી આશરે 39 જેટલા ઘેટા અને 2 જેટલા બકરાઓના મોત નિપજયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહયુ છે.

દરમ્યાન આ બનાવની જાણ થતા તાકીદે પશુપાલન વિભાગની ટીમ દોડાવવામાં આવી રહી છે અને ઘેટા-બકરાઓના મોત પાછળનું કારણ જાણવા અને માલધારી એવા ઘેલાભાઈ ઝાપડા પાસે વધુ વિગત મળ્યા બાદ આ બનાવની સાચી વિગતો જાહેર થાય તેવુ માનવામાં આવી રહયુ છે.

રીક્ષા ડ્રાઇવર 120 ઇગ્લીશ ચપલા સાથે સીટી-A ના હાથે ઝડપાયો

0

જામનગરમાં અંગ્રેજી શરાબના ૧૨૦ ચપલા ઝડપાયા: રીક્ષા ડ્રાઇવર ઝબ્બે.

  • સીટી-એ “ડી” સ્ટાફના દેવાયત કાંબરીયા, વિક્રમસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૪ ડીસેમ્બર ૨૨ શહેરના મોહનનગર આવાસ રોડ ઉપર એક ઇસમ એક બે થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે. તેવી હકિકતનાં આધારે રેઇડ કરતા વિશાલભાઇ ગુણંવતરાય ગોપીયાણી બ્રાહ્મણ ઉ.૩૭, ધંધો ડ્રાઇવીંગ રહે. અંધાશ્રમ આવાસ પ્રથમ માળે બ્લોક નંબર ૧૦૬ વાળા પાસેથી વિદેશી દારૂના ચપટા નંગ ૧૨૦ કિ. રૂા.૧૩,૮૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ ૧૭  કિ. રૂા. ૧૧,૯૦૦ મળી કુલ રૂા. ૨૫,૭૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પો. સબ. ઇ. બી. એસ. વાળાએ કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇ. બી. એમ. કાતરીયા પો. સબ. ઇ. બી. એસ. વાળા, પો. હેઙ કો. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા રવીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા તથા રવીન્દ્રસિંહ નાથુભા પરમાર તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો. કો. શીવરાજસિંહ નટુભા રાઠોડ તથા રવીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા તથા ખોડૂભા કનુભા જાડેજા તથા પો. કો. ઋષિરાજસિંહ લાલુભા જાડેજા તથા પો. કો. રવીભાઇ ગોવિંદભાઇ શર્મા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે.

રામેશ્વરનગરમાં કાર ધીમે ચલાવવા બાબતે ડખ્ખો: સ્વીફ્ટ કારમાં તોડફોડ

0

જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં યુવાન પર હુમલો : કારમાં કરી તોડફોડ

  • કાર ધીમે ચલાવા બાબતે ડખ્ખો સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે.
  • બંને પક્ષો રાંદલનગર વિસ્તારમાં રહેતા હોવાનું જણાઇ રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ ડીસેમ્બર ૨૨  : જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે કાર ધીમે ચલાવવા બાબતનું મન દુ:ખ રાખીને એક યુવાન પર હુમલો કરાયો છે, જ્યારે કારમાં તોડફોડ કરાઇ છે. જે સમગ્ર મામલો પોલીસ મથકે લઈ જવાયો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈ રાત્રે કાર ધીમે ચલાવવા બાબતે જૂની અદાવત નું મનદુ:ખ રાખીને હુમલો કરી દેવાયો હતો, ઉપરાંત તેની જી.જે.-2 બી.એચ. 1125 નંબરની કારમાં ધોકા -પાઇપ- પથ્થરો વગેરે મારીને તોડફોડ કરી નુકસાની પહોંચાડવામાં આવી હતી.

આખરે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે રામેશ્વર નગર વિસ્તારમાં બનેલા આ બનાવને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. અને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.

વાડીનાર નજીકના ભરાણા બંદરે બે લાખનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો

0

વાડીનાર નજીકના ભરાણા બંદરે બે લાખનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૩ ડીસેમ્બર ૨૨ ખંભાળિયા: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાણચોરીને લયતી પ્રવૃતિઓ અટકાવવા અંગે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી.સી.શીંગરખીયાએ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તમામ એસ.ઓ.જી. સ્ટાફને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગ કરી કામગીરી કરવા જણાવેલ. આથી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. મહંમદભાઇ બ્લોચ, દિનેશભાઇ માડમ, ઇરફાનભાઇ ખીરા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલને હકીકત મળે કે દાઉદ અબ્બાસ માણેક તથા નજીર કાસમ ભાયા રહે. બંને ભરાણા વાળા હાલ ભરાણા બંદર ઘેડીયા પીરની દરગાહ પાસે વેચાણ અર્થે વિદેશી સિગરેટના જથ્થા સાથે ઉભેલ છે.

અને વિદેશી સિગરેટ બાબતે મજકુર બંને પાસે કોઇ આધાર પુરાવા નથી તેવી હકિકત મળતા એસ.ઓ.જી. ટીમ દ્વારા ત્વરીત ઝડપી કાર્યવાહી કરતા જેના કબ્જા ભોગવટામાં રહેલ પ્લાસ્ટીકના બાચકાની જડતી તપાસ કરતા તેમાંથી કુલ વિદેશી સીગરેટના પાકીટ નંગ-550 કુલ કિ.રૃા.2,07,990નો જથ્થો મળી આવેલ. તેમજ કસ્ટમ વિભાગ પાસેથી પણ કોઇ પણ પ્રકારની વિદેશી સિગરેટ આયાત કરવા સંબંધેની પરવાનગી લીધેલ નહિ હોવાનું જણાયેલ. જેથી નીચે મુજબનો મુદ્દામાલ નિયમોનુસાર કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા સારૃ કસ્ટમ વિભાગ વાડિનારને સોંપી આપવામાં આવેલ છે.

બે પુત્રોના વિયોગમાં પિતાનો ગળાફાંસો : ભારે અરેરાટી

0

કાલાવડ પંથકના મુળીલામાં અરેરાટી ભર્યો બનાવ

  • બે પુત્રોના વિયોગમાં પિતાએ આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૨-૧૨-૨૨ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા એક બુઝુર્ગે પોતાની વાડીએ ગાળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને નિવૃત જીવન જીવતા તેજાભાઈ બાવાભાઈ ચાવડા નામના 82 વર્ષના બુઝુર્ગ ગઈકાલે પોતાની વાડીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.

આ બનાવ અંગે મૃતકના સંબંધી કાંતિભાઈ દાનાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર તેઓ છેલ્લા કેટલા સમયથી એકલવાયું જીવન ગાળતા હતા, તેમજ તેમના બે પુત્રો આજથી બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. જેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.