Friday, October 16, 2026
Home Blog Page 185

જામનગર ડિફેન્સ કોલોનીમાં ગઢવી યુવાન પર ખૂની હુમલો : 6 સામે ફરીયાદ

0

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને હુમલો: છ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૯ ડીસેમ્બર ૨૩ જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા એક યુવાન પર જૂની અદાવત નું મન:દુખ રાખીને છ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ- ધોકા જેવા હથીયાર વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા છે. તમામ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની માં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા નાયાભાઈ કરસનભાઈ શાખારા નામના ૪૨ વર્ષના ગઢવી યુવાન પર ગઈકાલે તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં અસ્લમ ઉર્ફે વિરો સોહિલના કાકા વીરો તથા તેના ત્રણ જાણ્યા સાગરીતો વગેરેએ એકત્ર થઈને લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે રીક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો, અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડી હોવાથી તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં તેના પર મોડી રાત્રે ક્રિયા કરવામાં આવી હતી, જે બનાવ પોતાના ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તિરૂપતિ સોસાયટીમાં રહેતા અસગર ઉર્ફે

આ હુમલાની વિગતો જામનગરના રિક્ષાચાલક નયાભાઈ કરસનભાઈ શહરના જીવનમાં હિંસક હસ્તક્ષેપ સૂચવે છે. આ કિસ્સો જાહેર સલામતી અને સુરક્ષાના મહત્વની કરુણાપૂર્ણ રીમાઇન્ડર તરીકે સેવા આપે છે. તેવી જ રીતે, વિશ્વમાં icecasino અમે ખેલાડીઓને પોકર, બ્લેકજેક, રૂલેટ અને સ્લોટ્સ જેવી વિવિધ રમતોનો આનંદ માણવા માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરીએ છીએ. બોનસ અને પ્રમોશન ખેલાડીઓને વધુ જીતવાની તક આપે છે, અને તેમની રમતના આનંદ માટે અમારી ચિંતા પર ભાર મૂકે છે.

સોહિલના કાકા ઉપરાંત વીરો અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવીએ જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસે રાયોટીંગ મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપી ભાગી ટયા હોવાથી તેઓની શોધ થોળ ચલાવવામાં આવી રહી છે ફરિયાદી યુવાનના ભત્રીજા ધર્મેશ ને આરોપી ના ભત્રીજા સોહીલ સાથે બે દિવસ પહેલા માથાયકુટ થઈ હતી જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર સૂર્ય નમસ્કાર સ્પર્ધાના નિયમોમાં ઘરની ધોરાજી : નિર્ણાયકોની કામગીરી શંકાના દાયરામાં

0

સરકારી કાર્યક્રમમાં લોલમ લોલ નો આક્ષેપ : નિર્ણાયકોની કામગીરી શંકામાં, ભારે રોષ

  • રમત ગમત અધિકારીએ યોગ-ઓર્ડીનેટરને નોટીસ પાઠવી ખુલાસો માંગતા ચકચાર
  • સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લાગતા વળગતાને વિજેતા જાહેર કરતા ખેલાડીઓમાં રાવ
  • સમગ્ર પ્રકરણની ગંભીરતા તેમજ ફરિયાદના પગલે તપાસ કમીટી રચાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ ડીસેમ્બર ૨૩ જામનગર શહેરકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નિર્ણાયકોએ ઘરની ઘોરાજી ચલાવી લાગતા વળગતા અને મળતિયાઓને વિજેતા જાહેર કર્યાની ખેલાડીઓમાં જોરશોરથી ફરિયાદો ઉઠી છે. આટલું જ નહીં આ બાબતે જિલ્લા રમત-ગમત અધિકારીને એક નહીં 10 ફરિયાદ કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. ફરિયાદના અનુસંધાને ડીએસઓએ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર પ્રકરણ ગુજરાત રાજય યોગ બોર્ડમાં પણ પહોંચ્યું છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા જામનગર સહિત રાજયભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત અત્યાર સુધીમાં ગ્રામ્ય, શાળા, નગરપાલિકા મહાનગરપાલિકામાં વોર્ડકક્ષાની સ્પર્ધા પૂર્ણ થઈ છે. ત્યારબાદ જામનગરમાં તા.26 ડીસેમ્બરના મહાનગરપાલિકા એટલે કે શહેરકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં નિર્ણયકોએ નગરપાલિકા કક્ષાની સૂર્ય આપેલા નિર્ણય સામે ખેલાડીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે. આટલું જ નહીં આ નિર્ણય સામે મોદી શાળાના આચાર્ય ક્રિષ્નાબેન ચંદ્રાવાડિયા, શાળા નં.21 ના આચાર્ય, ગ્રીન સીટીમાં રહેતા હીતેશ ચુડાસમા અને લાઇફ અને મળતિયાઓને વિજેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ જાહેર કર્યાની ફરિયાદો પણ ટ્રસ્ટના સંજય પરમારે જિલ્લા રમત ગમત અધિકારીને ફરિયાદ કરી છે. જેમાં નિર્ણયકોના નિર્ણય સામે ભારોભાર અસંતોષ હોવાનું જણાવ્યું છે.આટલું જ નહીં તે પૂર્વે તાલુકા, ઝોન અનેનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પણ નિર્ણયમાં અસંતોષની 6 ફરિયાદ જિલ્લા રમત ગમત અધિકારીને કરવામાં આવી હતી. ગુજરાત રાજય યોગ બોર્ડ આયોજીત સૂર્યનમસ્કાર સ્પર્ધાના નિર્ણયમાં નિર્ણાયકોએ લાગતા-વળગતા અને મળતિયાઓને વિજેતા જાહેર કર્યાની ફરિયાદો પણ ખેલાડીઓમાં ઉઠી છે. ત્યારે આ મામલે જિલ્લા રમત ગમત અધિકારીએ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ભારે ચકચાર જાગી છે.

ભારેકરી.. દ્વારકા પોલીસની બોલેરો કારની ચોરીઃ જામનગર પોલીસે દબાચી લીધો : જુવો Video

0

દ્વારકા પોલીસની બોલેરો કાર હંકારી જનાર તસ્કરને આખરે જામનગરથી દબોચી લેવાયો

દેવી ન્યુઝ જામનગર તા ૨૮ ડીસેમ્બર ૨૩, દેવભૂમિ દ્વારકા ખાતે આજે સવારે પોલીસની એક બોલેરો કારની ઉઠાંતરી થઈ હતી, જે બોલેરો ચોરી કરીને ભાગી રહેલા ગાંધીધામના શખ્સને પોલીસે જામનગર ખાતેથી દબોચી લીધો હતો.દ્વારકાના પોલીસ બેડામાં ભારે ચારચાર જગાવનારા પોલીસના વાહનની ચોરીના આ બનાવની વિગત મુજબ દ્વારકા પોલીસ મથકની જી.જે. ૧૮ જી.બી. ૭૨૬૯ નંબરની સરકારી બોલેરો જીપ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી, જે સવારે આશરે ૮.૧૫ વાગ્યાના સમયે કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું.આ ગંભીર બાબતે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી. આ બોલેરો વાહન સૌપ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યારબાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને જામનગર તરફ ગયું હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતિશ પાંડેયની સુચના મુજબ આ બાબતે જામનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી જામનગર એલ.સી.બી. પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જામનગરમાં આવેલી અંબર ચોકડી પાસેથી આ બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી.

આ બોલેરોમાં એક જ શખ્સ હતો. જેનો ચાલક મોહિત અશોકભાઈ શર્મા કે જે ગાંધીધામનો વતની હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. અને બોલેરો ની સાથે આરોપીને પરત દ્વારકા લઈ જવામાં આવ્યો છે.

જામનગરના સમાણામાં સાસરીયાના ત્રાસથી મહિલાએ કેરોસીન પીધું

0

જામજોધપુર તાલુકાના સમાણામાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસના કારણે કેરોસીન પીધું: સારવાર હેઠળ

  • પોલીસે પતિ- સાસુ- સસરા સહિતના ૬ સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચારધારા હેઠળ ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સમાણા ગામમાં રહેતી એક પરણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે કંટાળી જઈ કેરોસીન પી લીધું હતું, જેથી તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસે પતિ-સાસુ-સસરા સહિતના છ સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી મીનાબેન દાનાભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષ ની પરણિત યુવતિને તેણીના સાસરિયાઓ મારકુટ કરી ત્રાસ ગુજારતાં સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ કેરોસીન પી લીધું હતું, તેથી તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ બનાવવાની જાણ થતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો, અને મીનાબેન નું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદનમાં જણાવ્યા અનુસાર મીનાબેન ને પુત્રી મોબાઈલમાં લેસન કરતી હતી, અને રાત્રિના સમયે મોબાઈલ ઓશિકા નીચે રાખીને સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે મોબાઈલ નહિ મળતાં મીનાબેને પોતાને ખબર ન હોવાનું જણાવતાં પતિ તથા શ્વસુર પક્ષના સભ્ય ઉસકેરાયા હતા, અને મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો.જેથી તેણીને મનમાં લાગી આવતાં કેરોસીન પી લીધું હતું. આ બનાવ પછી પોલીસે મીનાબેન ની ફરિયાદના આધારે પોતાના સાસરીયાઓ લલિતભાઈ મૂળજીભાઈ ચાવડા, ઉપરાંત દેવકીબેન મૂળજીભાઈ ચાવડા, મનીષ મૂળજીભાઈ ચાવડા, શારદાબેન મનીષભાઈ ચાવડા, બાબુભાઈ મૂળજીભાઈ ચાવડા, અને રેખાબેન બાબુભાઈ ચાવડા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર ઢીચડાના વાયુનગર સશસ્ત્ર મારામારી : ધમો- ભીખો ટુટી પડ્યા

0

જામનગરમાં ઢીંચડા રોડ પર વાયુનગરમાં લુખાતત્ત્વો નો આંતક: નજીવી બાબતે પાંચ યુવાનો પર ચાર શખ્સો નો હુમલો

  • આરોપી :- (૧) ધમો ગઢવી (૨) ભીખો ગઢવી તથા તેના બે મિત્રો અજાણ્યા ઇસમો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ ડીસેમ્બર ૨૩ જામનગરમાં ઢીચડારોડ પર વાયુનગર વિસ્તારમાં ગઈ રાત્રે લુખ્ખા તત્વો એવુંઆતંક મચાવ્યો હતો, અને ધારદાર હથિયારો સાથે ઘસી આવ્યા હતા, અને પાંચ યુવાનો પણ હુમલો કરી નાની મોટી ઈચ્છા પહોંચાડી હોવાથી તમામને જાગનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં સારવાર માટે પહોંચાડાયા છે. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જામનગર ઢીચડા ના વાયુનગરમાં નજીવી બાબતે સોહિલ પતાણી, અસગર અખાણી, અબરારખાન, સોહિલ અખાણી અને મોઇન સાંઢ નામના યુવાનો પર હુમલો કરાયો હતો. સાત થી આઠ શખ્સો દ્વારા પાઇપ, ધોકા, છરી વડે હુમલો કરાતાં વાયુનગર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.ઇજાગ્રસ્તને યુવાનોને લોહીલુહાણ હાલતમાં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા આવ્યા હતા. આ બાનવ ની જાણ થતાં ઢીંચડા ગામ ના લોકો જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્યારબાદ સિટી-સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ હોસ્પિટમાં દોડી આવી હતી.અને વધુ તપાસ શરૂ કરી છે.

સીટી સી. ડિવિઝન પોલીસે આ બનાવ અંગે ધમો ગઢવી અને ભીખો ગઢવી તેમજ તેના સાગરીતો સામે ઇપીકો કલમ-૩૨૪, ૩૨૩ ,૨૯૪ (ખ), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ” હુમલા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર GIDC ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન

0

કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

  • જામનગરમાં ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટિંગ માટે રૂ.50 લાખના ખર્ચે નિર્મિત અત્યાધુનિક મેટાલેબની સુવિધા મળી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૭ ડિસેમ્બર ૨૩ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જી.આઈ.ડી.સી. ફેઝ-3 માં મેટાલેબની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત નવેમ્બર-2008 માં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, સીડબી બેંક, નવાનગર બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓના સહયોગથી રૂ.40 લાખના ખર્ચે મેટાલેબ શરૂ કરવામાં આવી હતી. આ અત્યાધુનિક પ્રોજેકટની વિશેષ નોંધ લઈને તેના વિસ્તરણ માટે રાજય સરકાર દ્વારા રૂ.124.36 લાખના પ્રોજેકટ માટે આર્થિક સહયોગ મંજુર કર્યો હતો. તાજેતરમાં, અત્યાધુનિક સાધન સામગ્રી ધરાવતી મેટાલેબનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે અન્વયે, જી.આઈ.ડી.સી. ફેસ- 2, જી.આઈ.ડી.સી. ફેઝ- 3 તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટીંગ માટે દૂર સુધી આવવું ન પડે તે હેતુથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના માર્ગદર્શન તળે જી.આઈ.ડી.સી. ફેસ-3 વિસ્તારમાં રૂ.50 લાખના ખર્ચ અત્યાધુનિક મશીનો સાથેની મેટાલેબ શાખાનું કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ મેટલ ટેસ્ટીંગ સેન્ટર શરૂ થવાથી ફેઝ 2 અને 3 વિસ્તારના ઉદ્યોગકારો અને શ્રમિકોને તેમના ઘરઆંગણે જ અત્યંત વ્યાજબી દરથી મેટાલેબની અતિ આધુનિક સુવિધાઓનો લાભ ઉપલબ્ધ થશે. જેનાથી બ્રાસ ઉદ્યોગકારોના શ્રમ, સમય, શકિત અને નાણાંનો વ્યય થતો અટકાવી શકાશે. ઉલ્લેખનીય છે કે, જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગના તાલીમાર્થીઓને રોજગારલક્ષી તાલીમ આપી શકાય તથા બ્રાસઉદ્યોગ માટે નવી રોજગારીનું સર્જન કરી શકાય તે હેતુથી સી.એન.સી. મશીનની ટ્રેઈનિંગ આપવા માટે નાયરા એર્નજી તથા યુ.એન.ડી.પી.ના સહયોગથી સ્થપાયેલા સી.એન.સી. ટ્રેઈનિંગ સેન્ટરનું સાંસદ પુનમબેન માડમના હસ્તે તા.25 ડિસેમ્બરના રોજ ઉદઘાટન કરવામાં આવશે. જેમાં અત્યંત રાહત દરથી સી.એન.સી. મશીન ચલાવવા માટેની કામદારોને ટ્રેઈનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે મેમ્બર ડીરેક્ટરી-2023નું મહાનુભાવોના હસ્તે વિમાયન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપ પ્રમુખ સુરેશભાઈ હિરપરા, મંત્રી મનસુખભાઈ સાવલા, જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ બિપેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ પાનસરા, મેટાલેબના પ્રેસિડન્ટ જયદીપભાઈ ગોરેચા તેમજ બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટે દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવાયું

0

જામનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આયાત કરાયેલો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

  • કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામની એક વાડીમાંથી રૂપિયા ૯.૩૦ લાખ ની કિંમતની ૧૮૬૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે
  • દારૂનો જથ્થો મંગાવનાર અને વેચાણ કરનાર બે શખ્સોની અટકાયત: જયારે દારૂના સપ્લાયર રાજકોટના શખ્સને ફરારી જાહેર કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૩, જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની ઉજવણી માટે માતબર દારુ આયાત કરાયો હોવાની બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે કોઠા ભાડુકીયા ગામમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વાડીમાં સંતાડેલો ૯.૩૦ લાખ ની કિંમત નો ૧,૮૬૦ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલીનો માતબર જથ્થો અને વાહનો સહિત રૂપિયા ૨૦,૧૧,૦૦૦ ની માલમતા પોલીસે કબજે કરી છે, અને બે શખ્સોની અટકાયત કરી છે. જયારે દારૂ ના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે. આ દરોડા ની વિગત એવી છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના કોટા ભાડુકીયા ગામની સીમમાં રહેતા બલભદ્રસિંહ ઉર્ફે બળુભા પ્રવિણસિંહ જાડેજા ની વાડીમાં ૩૧ ડિસેમ્બર ની ઉજવણીને લઈને ઇંગલિશ દારૂનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેના સાગરીત ની મદદ થી ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે.

જે બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ એચ.વી. પટેલ અને તેમની ટીમે ગઈ મોડી રાત્રે ઉપરોક્ત વાડી પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીમાંથી ઇંગ્લિશ દારૂની ૧,૮૬૦ નંગ બાટલીનો માતબર જથ્થો મળી આવ્યા હતો.આથી પોલીસે ૯ લાખ ૩૦ હજાર ની કિંમત નો ઇંગલિશ દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતની થાર ગાડી તેમજ એક મોટરસાયકલ અને પાંચ નંગ મોબાઈલ સહિત ૨૦,૧૧,૦૦૦ ની માલમતા કબજે કરી છે. જે દારૂના જથ્થા સાથે વાડી માલિક બળભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેના સાગરીત રતનપર ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જેઠવાની અટકાયત કરી લીધી છે. પોલીસ ની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજકોટના સન્ની રાવતભાઇ આહીર દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર જી.જી હોસ્પિટલની વિવાદાસ્પદ સિક્યોરિટીનાં જવાન અને ડોક્ટર વચ્ચે ઝગડો

0

જામનગર ની જી.જી હોસ્પિટલ ની વિવાદાસ્પદ સિક્યોરિટી નાં જવાન અને ડોક્ટર વચ્ચે ઝગડો

  • ફડાકા વાળી થયા ની પણ ચર્ચા : બંને નાં લેખિત ખુલાસા મંગાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬ ડીસેમ્બર ૨૩ જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંહ (જી જી ) હોસ્પિટલ નાં મેદાન મા આજે બપોરે મહિલા સિનિયર રેસીડન્ટ ડોક્ટર અને સિક્યુરિટી ના જવાન વચ્ચે વાહન ખસેડવા નાં મુદ્દે ઝગડો થતાં મામલો ઉગ્ર બન્યો હતો.અને ફડાકા વાળી પણ કરવામાં આવી હોવા નું ચર્ચાઈ રહ્યું છે.સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગર ની જી.જી.હોસ્પિટલ નાં સર્જીકલ.વિભાગ પાસે આજે બપોરે જાહેર મા બખેડો થયો હતો.એક મહિલા સિનિયર રેસી.ડોક્ટર અને સિક્યોરિટી નાં જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગાળા ગાળી સુધી પહોંચ્યો હતો. આ સમયે અન્ય ત્રણ – ચાર જેટલા સિક્યોરિટી જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યાર પછી બનાવ ની જાણ થતાં જ હોસ્પિટલ નાં તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજ નાં ડીન પણ દોડી આવ્યા હતા.આને મામલો શાંત પાડી બંને ને ત્યાંથી રવાના કર્યા હતા. મળતી માહિતી મુજબ સર્જરી વિભાગ સામે મહિલા ડોક્ટર ની મોટર કાર પાર્ક કરવામાં આવી હતી.જયા એક રીક્ષા પણ પાર્ક કરવામાં આવી હોવા થી ડોક્ટરે રિક્ષા દૂર.ખસેડવા નું જણાવતા જ સિક્યોરિટી જવાન ઉશકેરાયા હતા.અને તમારા બાપ નો નોકર નથી તેવા શબ્દો ઉચાર્યા હતા.આથી મામલો બિચકયો હતો. જેને આખરે થાળે પાડવામાં આવ્યો હતો.આ મુદ્દે મેડિકલ કોલેજ નાં ડીન દ્વારા સિક્યોરિટી જવાન અને મહિલા ડોક્ટર પાસે થી લેખિત વિગતો માંગવા આવી છે.અને તેના પર થી સંપૂર્ણ અભ્યાસ કરી સી સી ટીવી નાં ફૂટેજ મેળવાયા પછી કસૂરવાર સામે કાયદેસર પગલાં લેવા મા આવશે.તેમ ડિન દ્વારા જણાવાયું છે.જામનગર ની જી જી હોસ્પિટલ ના સિક્યુરિટી જવાનો દ્વારા અવાર નવાર ડોક્ટરો, દર્દીઓ અને દર્દીને સગા સાથે તેમજ હોસ્પિટલના અન્ય સ્ટાફ સાથે બેહુદુ અને અસભ્ય વર્તન કરવામાં આવે છે.જે અંગે આગાઉ પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે સૌ પ્રથમ તો હોસ્પિટલ ની સિક્યોરિટી નો ઈલાજ કરવો જરૂરી છે.

જામનગર શહેરમાં નાતાલની રાત્રે સનાતન ધર્મનો સંદેશ આપતી હિન્દુ સેના

0

જામનગર શહેરમાં નાતાલની રાત્રે સનાતન ધર્મનો સંદેશ આપતી હિન્દુ સેના

  • બાળકો ભગવાનનું રૂપ છે, જેને જોકર બનાવવાનો પ્રયાસ ન કરો-હિન્દૂ સેના

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ડીસેમ્બર ૨૩ સમગ્ર વિશ્વભરમાં ૨૫ડિસેમ્બર ના દિવસે ઈશાઈ લોકો નાતાલના તહેવાર તરીકે ઉજવી રહ્યા છે. રાત્રિના સમયે ચર્ચોમાં પ્રાર્થના થતી હોય છે. પરંતુ ભારતમાં રહેનારા સનાતની હિન્દુઓ પોતાની વૈદિક સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા દેખાય આવ્યા છે.હોટલો કે મોટા શો રૂમમાં પોતાના બિઝનેસ વધારવા જાહેરાત કરવા માટે ૨૫ ડિસેમ્બર ની રાત્રે શાંતાક્લોઝ બનાવી શો રૂમ ની દરવાજે કે હોટલોની બહારે ડી.જે. સાથે બાળકોને એકત્રિત કરી નાચ ગાનની પાર્ટીઓ કરતા હોય છે, અને ચોકલેટો આપતા હોય છે. તેથી બાળકો આ સાન્તાક્લોઝ તરફ આકર્ષાય છે, તેમ જ નાતાલ અને ઈસાઈ ના તહેવારો તરફ વધુ પ્રભાવિત થતા હોય છે.ખરેખર આપણે ઋષિ મુનિ ના વંશજો છીએ. આપણે ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણને માનનારા છી, ત્યારે આપણા તહેવારને ઉત્સવ પૂર્વક ઉજવવાનું આપણી સંસ્કૃતિ શીખવે છે. ના કે જોકર બનીને કે તેમની સાથે ઊભા રહીને ડાન્સપાર્ટીઓ કરવાનું, એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. આજના દિવસે સનાતન હિન્દુ ધર્મના લોકોએ પોતાના આંગણા માં તુલસીજી નું પૂજન કરી અને આ દિવસને ઉજવવો જોઈએ. સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ અનેક ગણું છે, તુલસીને આપણે માતા તરીકે સ્વીકારી પણ છીએ. તેમાંથી આપણી રોગપ્રતિકારક શક્તિ સામે લડવાની તાકાત મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું ઘણું મહત્વ આવેલું છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ તુલસી ને અલગથી સ્થાન આપેલું છે.જામનગરમાં આ દિવસે હોટલોમાં, શો રૂમમાં બહારે સાન્તાક્લોઝને લઈ થતા કાર્યક્રમોમાં હિન્દુ સેનાના શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં શહેરના પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પ્રમુખ યશાંક ત્રિવેદી, યુવા ઉપપ્રમુખ હિરેનભાઈ, રાજાભાઈ માવાણી,ઑમ ભાનુશાલી, કરણ દવે, જીલ બારાઇ,હિમાલય હેર આર્ટ વાળા મનાભાઈ લખીયાર, નવઘણસિંહ જાડેજા, રવિ લાખાણી, દિવ્યેશ વિજાણી, રોહિત નારવાની, બીપીનભાઈ પંડ્યા, રાજ રાઠોડ, સહિત અનેક સૈનિકો સાથે મળી શહેરમાં હોટેલો, શો રૂમ પર પહોંચી સાન્તાક્લોઝ ને તિલક કરી હાર પહેરાવી અને લોકોને સનાતન હિન્દુ ધર્મના અને આપણી સંસ્કૃતિ તેમ જ તુલસી માતા નું મહત્વ સમજાવી અનોખો સંદેશો પહોંચાડ્યો હતો.

જામનગર સાધના કોલોનીમાં નામીચા શખ્સના મકાનમાંથી ઇગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

0

જામનગરમાં નામીચા શખ્સ ના મકાન માંથી ૧૭૧ નંગ દારૂ ની બોટલ નો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ડીસેમ્બર ૨૩  જામનગરમાં કેલેન્ડર વર્ષ નાં આખરી દિવસ ની નશા કારક ઉજવણી માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા છે, તો સાથે પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે. આજે સાધના કોલોનીમાં એક નામચીન બુટલેગર ના મકાન મા પોલીસે દરોડો પાડી દારૂ ની ૧૭૧ નંગ બોટલ નો જથ્થો પકડી પાડયો હતો. જો કે બુટલેગર નાસી ગયો છે. જેને પોલીસ શોધી રહી છે.જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં એક કુખ્યાત શખ્સ હિતેશ સોમાભાઈ ચાવડા ઉર્ફે સાકીડો ના મકાનમાં પોલીસ ટૂકડીએ દરોડો પાડ્યો હતો. ત્યા થી રૂ.૮૫,૫૦૦ ની કિંમત નો ભારતીય બનાવટના અંગ્રજી દારૂ ની ૧૭૧ નંગ બોટલ નો જથ્થો તેમજ ૩૫ લીટર દેશી દારૂ મળી આવતા તે કબ્જે કરવામાં આવ્યો હતો.જો કે પોલીસના દરોડા પહેલાં આરોપી સાકીડો નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.