Friday, October 16, 2026
Home Blog Page 184

જામનગર ફોરર્યુન કારમાં PVC પાઈપ રાખનાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

0

કારમાં પીવીસી પાઈપ રાખનાર વિદ્યાર્થી વિરૂધ્ધ કાર્યવાહી

  • સિટીએ ડિવિઝન પોલીસે રૂ.૩૫ લાખની ફોર્ચ્યુન કાર કબજે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ જાન્યુઆરી ૨૩, જામનગર શહેરમાં એક વિદ્યાર્થીને કારમાં પીવીસી પાઈપ રાખવું ભારે પડ્યું છે. પોલીસે તેની કાર કબ્જે કરી હથિયારબંધી ભંગનો ગુનો નોંધતા ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે ગત ૩૧ ડીસેમ્બરની રાત્રિએ સીટી એ. ડીવીઝન પોલીસ મથકનો સર્વેલન્સ સ્કોડ રણજીત સાગર રોડ કીર્તી પાન પાસે ટ્રાફીક ડ્રાઈવમાં હતા ત્યારે લાલપુર ચોકડી તરફથી એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર નિકળતા તેને અટકાવી તેની તલાશી લેતાં કારની ડેકીમાંથી ચાર ફુટનો પ્લાસ્ટીકનો પાઈપ મળી આવ્યો હતો.

આથી કાર ચાલક નાયબ આરીફભાઈ ખફી (ઉ.વ.૨૨) ધોં અભ્યાસ વાળા વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા હથિયારબંધીનો ભંગ જી.પી. એકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ૩૫ લાખની ફોર્ચ્યુનર કાર કબ્જે કરી હતી.

જામનગરમાં બાઈક સૂતા સૂતા સ્ટંટબાજ પોલિસ સકંજામાં : કુકડો બન્યો : જુવો Video

0

જામનગરમાં જાહેર રોડ પર સુતા સુતા બાઇક ચલાવવાનો સ્ટંટ કરનાર ને સ્ટંટ કરવો ભારે પડ્યો

  • જામનગર નજીક હાપા રોડ પર સર્કસ જેવા સ્ટંટ કરી વીડિયો વાયરલ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જાન્યુઆરી ૨૪ જામનગર પંથકમાં એક બાઈક ચાલક દ્વારા જોખમી સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જે વીડિયોના આધારે જામનગરના પંચકોશી’બી. ડિવિઝન પોલીસ સ્ટાફે સ્ટંટ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. જામનગરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો, તે થર્ટી ફર્સ્ટની રાત્રિનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. જે વીડિયોમાં એક યુવક બાઈક પર આરામ ફરમાવતો (સુતા અવસ્થામાં) જોવા મળી રહ્યો હતો. અને સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટંટ કરાયા હતા.જે વીડિયોના આધારે બાઈક પર સ્ટંન્ટ બાજ યુવક રવિ જૈન જે મૂળ યુપીનો રહેવાસી છે

જે અગાઉ હત્યા કેસમાં પણ આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે, અને તે સ્ટંટ બાદ વિડીઓ વાયરલ કરવાની ટેવ વાળો હતો. સ્ટંટ કરતો યુવક હાલ જામનગરમાં મોહન નગર વિસ્તારમાં રહે છે. જેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.  આમ પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્ટંટ કરનાર અને ત્યારબાદ વિડીયો વાયરલ કરનારને પકડી લઈ પાઠ ભણાવ્યો છે.

જામનગર ધાંચીવાડ વિસ્તારમાં DP રોડ માટે જામ્યુકોનું મેંગા ડિમોલિશન

0

જામનગરમાં ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી વિસ્તારમાં ૨૪ મીટર નો ડી.પી. રોડ બનાવવા માટે મહાનગરપાલિકા નું મેગા ડીમોલેશન

  • અંદાજે એક કિ.મી. લાંબા રોડ પર ખડકી દેવાયેલા ૧૪ પાકા મકાનો અને વાડા સહિતના ૨૪ દબાણો દૂર કરવા કાર્યવાહી
  • ત્રણ જેસીબી મશીન- ટ્રેક્ટરો વગેરે મશીનરી વડે ભારે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દબાણો હટાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જાન્યુઆરી ૨૩, જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના ૨૪ મીટરનો નવો ડી.પી. રોડ બનાવવા માટે આજે મૅગા ડીમોલેસન કરવામાં આવ્યું હતું, અને કાચા પાકા ૨૪ જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના વિસ્તારમાં ૨૪ મીટર પહોળા અને અંદાજે સવા કિલોમીટર જેટલા લાંબા નવા ડીપી રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, અને તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.જામનગર મહાનગર પાલિકાના નવા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટ ઓફીસર નીતિન દીક્ષિત, સોક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી, દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ની ટીમ બનાવના સ્થળે હાજર રહી હતી.જ્યારે સિટી એ. ડિવિઝન ના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેમની ટીમ સાથેનો ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાની ટુકડી ત્રણ જેસીબી મશીન,ટ્રેક્ટર વગેરે સાથે બનાવ ના સ્થળે પહોંચી હતી, ત્યાં ફાયર બ્રિગેડ ની ટીમ પણ મદદમાં જોડાઈ હતી, અને દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. ઉપરોક્ત માર્ગ પર ૧૪ પાકા મકાનો ખડકી દેવાયા હતા, જે તમામ મકાન માલિકો ને નોટિસ આપ્યા પછી તેઓને માલ સામાન ખાલી કરી દેવાની તક અપાઈ હતી, ત્યારબાદ ડીમોલેસન કરવામાં આવ્યું છે, અને તમામ દબાણો દૂર કરાયા છે. સાથો સાથ ૧૦ જેટલા નાના મોટા વાડા બાંધી દેવાયા હતા, જે તમામ જગ્યા પણ ખુલ્લી કરીને તેના પરની કાંટાળી ફેન્સીંગ તાર સહિતનું દબાણ દૂર કરી દેવાયું હતું.ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ૨૪ મીટરની પહોળાઈ નો સવા કિલોમીટર સુધીનો લાંબો ડી.પી. રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે.

જામનગર ખોડીયાર કોલોનીમાં યુવતિના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ગઠીયા ફરાર

0

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં પગપાળા ચાલીને જઈ રહેલી કોલેજીયન યુવતીના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને બે ગઠિયાઓ ફરાર થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જાન્યુઆરી ૨૪, જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક કોલેજીયન યૂવતી ના હાથમાંથી મોબાઈલ ફોન ની ચીલ ઝડપ કરીને ડબલ સવારી બાઈકમાં બે ગઠીયાઓ ભાગી છૂટયા હતા. જેને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કોમલ નગર શેરી નંબર -૨ માં રહેતી અંકિતાબેન અશોકભાઈ ચોપડા નામની કોલેજીયન યુવતી ૩૧ ની ડિસેમ્બરના સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ૮૦ ફૂટના રોડ પર ત્રયમ્બકેશ્વર મહાદેવના મંદિર પાસેથી પગપાળા ચાલીને જઈ રહી હતી, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે ગઠીયાઓ તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને ભાગી છુટ્યા હતા.

તેણીએ બુમાબુમ કરી હતી, પરંતુ બંને ગઠીયાઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે સીસીટીવી કેમેરાઓની મદદથી બંને ગઠિયાઓ વિરૂદ્ધ ઇ.પી.કો કલમ ૩૭૯(એ),૧૧૪ મુજબ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે

જામનગર ITI ના ત્રણ તાલીમાર્થીઓની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી

0

જામનગર આઈ.ટી.આઈ.ના ત્રણ તાલીમાર્થીઓની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જાન્યુઆરી ૨૩, જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના ત્રણ કેડેટસની આગામી તા.૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે.

આ માટે જાડેજા જયેન્દ્રસિંહ ઉમેદસંગ, સોનગરા મનીષ હીરાભાઈ અને જાડેજા મનદીપસિંહ ભગીરથસિંહ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪, પ્રજાસત્તાકદિન પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરશે.આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટ્સને રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનશ્રી દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ સાદર નિમંત્રણ અપાયું છે.ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કેડેટસને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી એ સઘન તાલીમ આપી હતી.જેના કારણે તેઓની આ પસંદગી થતા સમગ્ર જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ તકે સંસ્થાના પ્રિન્સીપાલશ્રી જે.આર.શાહ, પ્રિન્સીપાલશ્રી આર.એસ.ત્રિવેદી તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. ના સી.ઓ. કર્નલ મનીષ દેવરેએ કેડેટ્સને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.

જામનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા ૩૭ સામે કાર્યવાહી

0

જામનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા ૩૭ સામે કાર્યવાહી

  • સમગ્ર જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને દારૂ સેવન અંગે પોલીસ દ્વારા વ્યાપક તપાસણી: વાહન ચેકિંગ કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૪  જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, જયારે ૩૧ ડિસેમ્બર ની ઉજવણી દરમિયાન દારૂનો નશો કરીને છાકટા વેડા કરનારા તત્વો સામે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્રએ લાલ આંખ કરી હતી, અને ગઈ રાત્રિ દરમિયાન અલગ અલગ ૩૭ જેટલા કેશો કરવામાં આવ્યા છે.જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની રાહબરી હેઠળ સમગ્ર જિલ્લામાં ૬૨ થી વધુ સ્થળ ઉપર વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, અને દારુ નું સેવન કરનારાઓ ને શોધી કાઢવા માટે બ્રિથ એનલાઈઝર ની મદદથી ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા જુદા જુદા ૩૭ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, અને દારૂ નું સેવન કરવા તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિતના ૩૭ કેસો નોંધવામાં આવ્યા છે.

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી ની રાહબરી હેઠળ એલસીબી,એસ ઓજી ની ટીમ, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન, તેમજ પંચકોશી એ. અને બી. ડિવિઝન, મેઘપર પોલીસ સ્ટેશન, તેમજ જોડીયા- કાલાવડ-લાલપુર અને જામજોધપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, સાથો સાથ હાઈવે રોડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી દારૂનો નશો કરીને વાહન ચલાવનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ અંગે ના કેસ કરી વાહનો પણ કબજે કરી લેવાયા હતા. આ ઉપરાંત દેશી વિદેશી દારૂ નો સંગ્રહ કરવા અંગે તેમજ દારૂનું સેવન કરવા અંગેના અન્ય કેસ પણ કરાયા હતા.

જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પર ખાસ કરીને હાઇવે હોટલ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળે ભવ્ય ગીત સંગીતના કાર્યક્રમ યોજાયા હોવાથી રાત્રીભર વાહનોની પણ અવર જવર રહી હતી, અને પોલીસ તંત્ર દ્વારા મોટાભાગના વાહનોનું ચેકિંગ કરાયું હતું.

પોલીસનું મેંગા ઓપરેશન : જામનગર બેડીમાં સરકારી જમીનમાં ખડકાયેલ બંગલો તોડી પડાયો : જુવો Video

0

જામનગરના બેડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખડકી દેવાયેલા બંગલાને તોડી પાડવા માટે જામનગર પોલીસનું મેગા ઓપરેશન

  • ખુદ જિલ્લા પોલીસવડા ની રાહબરીમાં બંગલા સહિતના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
  • એસડીએમ- મામલતદાર ની ટીમ ની હાજરીમાં કુખ્યાત રજાક સાઈચા નો ગેરકાયદેસર બંગલો જમીનદોસ્ત કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ ડીસેમ્બર ૨૩, અગાઉ અમદાવાદ શહેરમાં કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન, બિલ્ડિંગ પર બુલડોઝરથી ધમરોળવા માટે જાણીતા યંગ આઇપીએસ ઓફિસર પ્રેમસુખ ડેલૂ ના ફરીથી બુલડોઝર અભિયાનનો શંખ આજે જામનગરમાં ફૂકાયો છે. અને બેડી વિસ્તારમાં નામચીન ગુનેગાર રજાક સાયચા દ્વારા સરકારી જમીનમાં ખડકી દેવાયેલો મોટો બંગલો કે જેના પર આજે ભારે પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં બંગલો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે.

હાલમાં જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલૂ એ જામનગર શહેરમાં જુગારનો અડ્ડો થી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબ્જો કરલાં બંગલો પર બુલડોઝર ફેરવીને જમીન પરાસ્ત કરી નાખવામાં આવી છે.આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત ૫૦ (પચાસ) કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલાં છે.આમ, આવી અસામાજીક પ્રવૃતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતાં ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગઇ છે. અને પોલીસ પ્રત્યે ગર્વ સહ વિશ્વાસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.અત્રે એ ઉલ્લેખ છે કે આરોપી રજાક સાયચા સામે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેનો ગુનો દાખલ કરાયો હતો, જે ગુનામાં તેની ધરપકડ કરવા માટે જામનગરની જિલ્લા જેલમાંથી કબજો લેવાયો હતો, અને તેને ફરીથી જેલ હવાલે કરાયો છે.

એટલું જ માત્ર નહીં તેણે સરકારી જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી હોવાથી સરકારી જમીન ખાલી કરાવવા માટે આજે જામનગર ના પોલીસ વિભાગ માં મોટુ ઓપરેશન કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમજ એલસીબી એસ.ઓ.જી. અને તેમના સ્ટાફ ઉપરાંત જામનગરના સીટી બી. ડિવિઝનના હરદીપસિંહ.ઝાલા અને તેમની સમગ્ર ટીમ, બેડી મરીન પોલીસ સ્ટેશન ની ટિમ વગેરે સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં જોડાયો હતો.

સાથો સાથ જામનગરની એસ.ડી.એમ. કચેરી ની ટીમ અને શહેર વિભાગના મામલતદાર ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ટીમ વગેરે પણ જોડાયા હતા. આ ડિમલેશનની કાર્યવાહીને લઈને સમગ્ર બેડી વિસ્તારમાં સોંપો પડી ગયો છે.

જામનગર પોલીસ હર હંમેશા મદદ કરવા અને તહેવારની ઉજવણી શાંતિપૂર્વક રીતે થાય તે અંગે કટિબદ્ધ

0

જામનગર પોલીસ હર હંમેશા મદદ કરવા અને તહેવારની ઉજવણી શાંતિપૂર્વક રીતે થાય તે અંગે કટિબદ્ધ છે: એસ.પી. પ્રેમસુખ ડેલુ

  • જામનગરની જનતા નિર્ભિત રહીને તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ અથવા અસામાજીક પ્રવૃત્તિ અંગે તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાને જામનગરની જનતાને તહેવારની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે, તેમજ જામનગરની જનતા નિર્ભય પણે રહીને તેમની સાથે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ અંગે ની કોઈ માહિતી હોય તો તાત્કાલિક અસરથી જામનગર પોલીસનો સંપર્ક સાધવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.જામનગર પોલીસ હર હમેંશ પ્રજાની મદદ કરવા માટે તત્પર છે. જામનગર શહેર અને જિલ્લામાં ૩૧મી ડિસેમ્બરના અનુસંધાને રાત્રી દરમિયાન પરિવાર સાથે ફરવા નીકળતા લોકોને પાર્ટી પ્લોટ, હોટલ, જાહેર મેળાવડા, રસ્તા ઉપર મોડી રાત સુધી પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવનાર છે, તેવી જાણકારી આપવામાં આવી છે. જામનગર પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, તેમજ અવાવરુ જગ્યાઓ, તથા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવી તમામ શંકાસ્પદ જગ્યાઓ પર ચેકિંગ કરીને ડ્રગ્સ જેવા દૂષણોને નેસ્ત નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ રહેશે.જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવનાર છે, અને વાહન ચેકિંગ, બ્રેથ એનાલીઝર દ્વારા નશા નું સેવન કર્યું છે કે કેમ, તેની પણ ખરાઈ કરીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, દારૂ ના સેવન, અને પ્રોહીબિશનના ગુના દાખલ કરવામાં આવશે. જેથી જામનગરની જનતાએ નિર્ભિત રહીને તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને, અથવા તો કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગેની માહિતી મળે, તો તુરતજ જામનગર પોલીસ નો ૧૦૦ નંબર પર સંપર્ક સાધવા જિલ્લા પોલીસવડા દ્વારા અનુરોધ કરાયો છે.

સાથો સાથ મહિલા હેલ્પલાઇન માટે ૧૮૧ નંબર, નારકોટિક ડ્રગ્સ એકટના હેલ્પલાઇન નંબર ૧૯૦૮ તેમજ સાઈબર સેલના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જામનગરમાં પોલિસ..પોલિસની બૂમો વચ્ચે ઢોર માલિક ગાય છોડાવી ગયો : જુવો Video

0

જામનગરમાં વધુ એક ઢોર માલિક પોતાના ઢોરને છોડાવી ગયા નો વિડીયો વાયરલ થયો

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર થી ૫૦૦ ઢોર ને પાંજરાપોળમાં મોકલાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૯ ડીસેમ્બર ૨૩ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ઢોરને પકડવાની ઝુંબેશ દરમિયાન વધુ એક ઢોર માલિક પોતાનું ઢોરને છોડાવી જતા હોવાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવા ની કામગીરી કર્યા પછી આવા ઢોરને પાંજરાપોળમાં મોકલાઈ રહ્યાં છે. તાજેતરમાં પ૦૦ થી વધુ ઢોર રવાના કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડીને ડબ્બે પુરવામાં આવે છે. જે ઝુંબેશ દરમિયાન ગઈકાલે સાંજે શરુ સેક્સન રોડ પર એક પશુના માલિકે આવીને ઢોર પકડવાની ટિમ દ્વારા ગાળીયો નાખીને પકડી લેવામાં આવેલા પશુને બળજબરીપૂર્વક છોડાવી જવાયો છે. ગઈકાલે સાંજે શહેરના શરૂ સેક્શન રોડ, એમ.પી. શાહ ઉદ્યોગ નગર પાસે એક માલિકીના ઢોરને પકડી લેવાયા બાદ તેને વાહન માંથી ઢોર મલિક દ્વારા બળ જબરી પૂર્વક ઉપરોક્ત ઢોર છોડાવી લેવાયું હતું, જેનો વિડીયો આજે શહેરમાં વાયરલ થયો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને ડબ્બામાં પૂરી દેવાયા પછી તાજેતરના દિવસોમાં જામનગરથી પાંચસોથી વધારે ઢોરને કચ્છ ની પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ ઢોર થી ડબ્બા ઉભરાઇ રહ્યાં છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ઢોર ને પાંજરાપોળ માં મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.

જામનગર નવાગામ ઘેડમાં પ્રેમીએ દગો આપતા પ્રેમિકાનો આપધાત

0

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને તેણીના પ્રેમીઓ દગો આપતાં ઝેરી દવા પી લઈ આપઘાત

  • ચાર વર્ષના પ્રેમ સંબંધ પોતાના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી લેતાં પ્રેમિકાએ ઝેર પીધું: પોલીસે પ્રેમી સામે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ડીસેમ્બર ૨૩, જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષ ની યુવતીને તેના પ્રેમીએ ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતાં તેણીને મનમાં લાગ્યું હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેને દગો દઈ મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પ્રેમી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી યોગીતા અજીતસિંહ રાઠોડ નામની ૨૬ વર્ષની યુવતીએ તાજેતરમાં પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે મૃતક ની માતા કુસુમબા અજીતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે યોગીતાબાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પૂછપરછ દરમિયાન યોગીતાબા ને છેલ્લા ચાર વર્ષથી જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચાવડા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધમાં પ્રેમીઓ દગો કર્યો હતો, અને યોગીતાબા સાથે લગ્ન નહીં કરી, અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.જેથી યોગીતાબાને મનમાં લાગી આવતાં પગલું ભરી લીધું હતું. આ બનાવ પછી સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક યોગીતાબાની માતા કુસુમબાની ફરિયાદ ના આધારે આરોપી પ્રેમી દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા સામે યોગીતાબાને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.