Friday, October 16, 2026
Home Blog Page 183

જામનગરમાં ૧૬ વર્ષની સગીરાને “લપુસીયો’ ભગાડી ગયો

0

જામનગર માંથી સગીરા નું અપહરણ કરી ભગાડી જવા અંગે પાડોશી યુવક સામે ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ જાન્યુઆરી ૨૪ , જામનગર નાં મહાકાળી સર્કલ વિસ્તાર માં રહેતી એક સગીરા ને ભગાડી લઇ જવા અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાતાં પોલીસે અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગર શહેર મા મહાકાળી સર્કલ વિસ્તાર માં રહેતા એક પર પ્રાંતીય પરિવાર ની ૧૬ વર્ષ સગીર વય ની પુત્રી ગત તાં૪/૧/૨૪ નાં ગુમ થઈ હતી. આ અંગે પરિવારે શોધ ખોળ શરૂ કરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો.

જેને પડોશ માં જ રહેતો યુવક ભગાડી લઈ ગયો હોવા નું જણાતા સગીરા નાં પિતા એ પોતાની સગીર વય ની પુત્રી નું અપહરણ કરી લઇ જવા અંગે મહાકાળી સર્કલ પાસે રહેતા રવિરાજ ઉર્ફે લપુસિયો અજયભાઈ ગોહિલ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવતા સીટી-સી ડિવિઝન પો.ઇન્સ. એ આર ચૌધરી IPC કલમ-૩૬૩, ૩૬૬ મુજબ ગુનો તપાશ હાથ ધરી છે.

જામનગર હું તમારી દિકરી વિના રહી નહી શકું : શિક્ષિકાને ધમકી

0

તમારી દીકરી વિના રહી નહીં શકું! તેના લગ્ન મારી સાથે કરાવી આપો: તેમ કહી ધ્રોળની શિક્ષિકા ને ધમકી

  • મોરબી- ટંકારાના વીરવાવ ગામ ના શખ્સે ધ્રોળ ની શિક્ષિકા ને ફોનમાં ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કર્યા ની ફરિયાદથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ જાન્યુઆરી ૨૪, મોરબી તાલુકાના ટંકારા નજીક વિરવાવ ગામ માં રહેતા એક તરફી પ્રેમીએ ધ્રોળની શિક્ષિકાને મોબાઈલ ફોનમાં ધમકી આપી તમારી પુત્રી સાથે મારા લગ્ન કરાવી આપો! તેના વિના નહી રહી શકું, અને જો લગ્ન નહીં કરાવો તો તમારા સમગ્ર પરિવારને છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી અને પુત્રી પાછળ ખર્ચ કરેલા રૂપિયા બે લાખની માંગણી કર્યા ની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે ધ્રોળમાં પંચવટી સોસાયટીમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ભેંસદડ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા મહિલાએ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને મોબાઈલ ફોનમાં પતાવી દેવાની ધમકી આપનાર મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરવાવ ગામના પૂર્વરાજસિંહ ભૂપતસિંહ જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પૂર્વરાજસિંહ જાડેજા કે જે શિક્ષિકા મહિલાની ૧૯ વર્ષની પુત્રી, કે જે રાજકોટમાં એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે, અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. જેને અવારનવાર મોબાઇલ ફોન કરીને એક તરફી પ્રેમ કરી તેણીને પરેશાન કરતો હતો, અને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.

જે અંગે યુવતીએ પોતાની માતા ને ફરિયાદ કર્યા પછી પોતાના મોબાઈલ ફોનમાં કોન્ફરન્સ મારફતે પૂર્વરાજસિંહ જાડેજા સાથે માતાને વાત કરાવી આપી હતી. જેમાં પૂર્વરાજસિંહે જણાવ્યું હતું, કે હું તમારી દીકરી વિના રહી શકું તેમ નથી, અને મારા તેની સાથે લગ્ન કરાવી આપો. દરમિયાન શિક્ષિકા દ્વારા અમારા સમાજમાં આવા લગ્ન શક્ય નથી. તેમ કહીને ઇન્કાર કરી દીધો હતો, અને મારી પુત્રી તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. તેમ જણાવતાં આરોપી ઉસ્કેરાયો હતો.

જેણે શિક્ષીકાના મોબાઈલ નંબર મેળવી લીધા પછી તેણી પોતાની ફરજ પર ભેંસદડ ગામેં સ્કૂલે હાજર હતી, દરમિયાન આરોપીનો ફરીથી મોબાઈલ ફોન આવ્યો હતો, અને તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરી આપો, અથવા તો મેં તેની પાછળ બહુ મોટો ખર્ચો કર્યો છે, એટલે બે લાખ રૂપિયા તમારે મને આપવા પડશે. તેમ નહીં કરો તો તમને, તમારી પુત્રી અને પુત્ર બંનેને છરી વડે હુમલો કરીને પતાવી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

જેથી સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વીરવાવ ગામના પૂર્વરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે આઈપીસી કલમ ૩૮૭,૫૦૪,૫૦૬-૨ અને ૫૦૭ મુજબ નો ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગર શહેરના વેપારીએ લોહાણા સમાજ અંગે કરેલા વાણીવિલાસ સામે કડક કાર્યવાહી જરૂરી : પ્રમુખ

0

જામનગર શહેરના વેપારીએ લોહાણા સમાજ અંગે કરેલા વાણીવિલાસ સામે કડક કાર્યવાહી જરૂરી : લોહાણા સમાજ પ્રમુખ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ જાન્યુઆરી ૨૪, જામનગર ના વેપારી એ કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડ્યા છે, અને જામનગર સહિત સમગ્ર હાલારનો લોહાણા સમાજ લાલઘુમ થયો છે. શનિવારે આવેદનપત્ર પાઠવાશે, તેમ હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે.

પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડ્યા છે. અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ એચ. લાલે જણાવ્યું છે.જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજ (મનુ) ખેતવાણીએ તા.૧૭ ડિસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન નાણાની લેવડ દેવડના પ્રશ્ને સમસ્ત લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજમાં રોષમિશ્રિત ઘેરા પડઘા પડ્યા છે.

જામનગર લોહાણા મહાજન તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના ઓડીયો ક્લિપ સ્વરૃપે જાહેરમાં આવી એ સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો અને શોકમય પ્રસંગની વિધીઓમાં વ્યસ્ત હતો જેથી આ મામલે ત્વરિત કંઈ કાર્યવાહી કરી શકાઈ નથી. આજે હું જામનગર આવી ગયો છું અને સમગ્ર મામલાની વિગતો મેળવતા જાણ્યું છે કે, પોરબંદરના બેકરી સંચાલક રઘુવંશી વેપારીએ આ અંગે પોરબંદર પોલીસને લેખિત ફરિયાદ અરજી આપેલી છે.

જામનગર શહેર અને સમગ્ર હાલાર પંથકમાં પણ રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને રોષ પ્રસર્યો છે. સમાજની આ લાગણી સમજીને જ્ઞાતિજના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરવામાં આવી છે. જેના પગલે સમસ્ત હાલાર લોહાણા સમાજ તેમજ જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ તા. ૬-૧-ર૪ ના સવારે ૧૧ કલાકે જામનગરની કલેકટર કચેરી પર જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો તથા મહાસમિતિના સભ્યો તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારો અને વેપારી આગેવાનો એકઠા થઈને કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવીને આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત કરવાની માંગણી કરશે અને આ મામલે જરૃર પડશે તો સમગ્ર હાલારનો લોહાણા સમાજ આગળના કાર્યક્રમો નક્કી કરશે.

જામજોધપુરના સડોદર ગામ પાસે દિપડાએ ત્રણ ગાયનું મારણ કર્યું

0

જામજોધપુર તાલુકા ના સડોદર ગામ પાસે ત્રણ ગાય નું દીપડા એ મારણ કર્યું: વન વિભાગે પાંજરું ગોઠવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૫ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લાનાં જામજોધપુર તાલુકા નાં સડોદર ગામ થી પાંચેક કિ.મી. દૂર ના ડુંગરાળ વિસ્તારમાં આવેલા શ્રી ફૂલનાથ મહાદેવ મંદિર ની આજુ બાજુ માં દીપડા એ દેખા દીધાની ચર્ચા ઉઠતાં પશુપાલકો તથા ગ્રામજનોમાં ભય ની લાગણી જોવા મળી છે. મંદિરના મહંત સુંદરનાથ બાપુ એ વનવિભાગ પાસે આ દીપડા ને તાકીદે પકડી પાડવા માટે પાંજરૂ મુકવા માંગ કરી હતી.આથી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દેવા માં આવ્યું છે.

મળતી માહિતી મુજબ મંગળવાર તથા બુધવારના બે દિવસો દરમિયાન રાત્રિના સમયે ત્રાટકેલા દીપડાએ ત્યાં બાંધવામાં આવેલી ત્રણ ગાયો નું મારણ કર્યું હતું.

જામનગરમાં અંબર ચોકડીનો માર્ગ ખુલ્લો થઈ જતાં શહેરના અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો

0

જામનગરમાં અંબર ચોકડી નો માર્ગ ખુલ્લો થઈ જતાં શહેરના અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ જાન્યુઆરી ૨૪, જામનગર શહેરમાં ધોરી નશ સમાન અંબર ચોકડી માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા બોક્ષ કેનાલનું કામ કરવાનું હોવાથી ૨૧ દિવસ માટેનું જાહેરનામું બહાર પાડીને અંબર ચોકડી થી ત્રણ બત્તી તરફ જવા માટેનો માર્ગ મ્યુનિ. કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને બંધ કરવામાં આવ્યો હતો. જે માર્ગ પર બોક્ષ કેનાલનું કામ પૂર્ણ થઈ જતાં આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાની મુદતને પૂર્ણ જાહેર કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.અંબર સિનેમા તરફથી ત્રણબત્તી તરફ જવા માટેના માર્ગે આડશ તરીકે મૂકવામાં આવેલા પતરાને ખસેડી લેવામાં આવ્યા છે, જેથી અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે, અને અંબર ચોકડી થી ત્રણ બત્તી તરફ જવાનો માર્ગ આખરે ખુલ્લો થયો છે. ઉપરાંત જામનગરની ટ્રાફિક શાખા સહિતની પોલીસની ટીમ માટે પણ આજથી રાહતના સમાચાર રહેશે.

જામનગર કનસુમરા પાસે ઝુપડામાં ખેલાયેલ ખૂની ખેલના વિડીયો આવ્યા સામે : જુવો Video

0

જામનગર તાલુકાના કનસુમરા ગામમાં એક ઝુપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો

  • ચારિત્ર્યની શંકાના આધારે એક યુવાને પોતાની પત્ની ના માથા પર કુહાડાના ચાર પ્રહાર કરી હત્યા નિપજાવી
  • હત્યા બાદ આરોપીએ થોડે દૂર ઇલેક્ટ્રીકના થાંભલામાં દોરી વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ જાન્યુઆરી ૨૪, જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કુશંકા કરી માથામાં લાકડાના હાથા વાળા કુહાડા ના ચાર ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સુતર ની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટ માં ઝૂંપડું બાંધીને રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી નામના ૪૮ વર્ષના પરપ્રાંતીય શખ્સે પોતાની પત્ની ના માથા પર કુહાડાના ચાર જેટલા પ્રહાર કરી દઈ હત્યા નિપજાવી હતી.લોહીથી લથબથ મહિલાનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી, કે જે બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સુતર ની દોરી થી ગળાફાંસો ખાઈ લઇ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

જેથી આ ગોઝારી ઘટનામાં પતિ પત્ની બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને એક પછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે આઇપીસી કલમ ૩૦૨ અને જીપીએટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને હત્યામાં વપરાયેલા લોખંડનો કુહાડો વગેરે કબજે કર્યા છે.પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી નેવાભાઈ કે જે પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કુશંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. અને જે બાબતનું મનદુઃખ રાખીને ગઈ રાત્રે હત્યા ની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ જીવન લીલા સંકેલી લીધી હતી.

જામજોધપુરમાં પરણીતાને પરાયા પૂરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમીના પુત્રનો હુમલો

0

જામજોધપુર તાલુકાના ઘેલડા ગામની એક પરણીતાને પરાયા પૂરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો

  • પ્રેમીના પુત્ર એ ઉશ્કેરાઈ જઇ મહિલાના હાથ પગ ભાંગ્યા: માથામાં ૧૨ ટાંકા લેવા પડ્યા

દેશદેવી ન્યુઝ જામનગર તા ૪ જાન્યુઆરી ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઘેલડા ગામમાં રહેતી એક પરણીતાને પરાયા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. પ્રેમી નો પુત્ર બંને ને મોડી રાત્રે મળતાં જોઈ જતાં તેણે મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગ્યા છે, જયારે માથામાં ધોકો ફટકાર્યો હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ૩૮ વર્ષ ની સગર જ્ઞાતિની એક પરણિતાએ પોતાના માથા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ હાથ પગમાં પણ લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડવા અંગે ઘેલડા ગામમાં રહેતા અશ્વિન અરજણભાઈ શિર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે હુમલામાં મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પરણિત મહિલા કે જેને ઘેલડા ગામના જ અરજણભાઈ શીર નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો, અને ગઈ રાત્રે પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, દરમિયાન પ્રેમી નો પુત્ર અશ્વિન આવી જતાં તે ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધો હતો.પોલીસ ફરિયાદમાં વધુમાં જણા વાયા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પ્રેમી અરજણભાઈ સાથે રાત્રી ના સમયે વાતચીત કરતી હતી, અને આરોપી અશ્વિન તેમજ તેનો ભાઈ ભરત અને તેના કાકા રમેશભાઈ વગેરે ભેગા મળીને એક યુવતી ને ભગાડી છે. જે અંગેની વાતચીત કરી સમજાવતા હતા. જેની જાણકારી મળવાથી આ હુમલો કરાયાનું જણાવાયું છે. સમગ્ર મામલે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાઘેલા વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા ૧૪૦ સફાઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

0

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા ૧૪૦ સફાઈ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

  • સફાઈ કર્મચારીઓને સેલેરી સ્લીપ આપવામાં આવતી ન હોવાથી લાલ સર્કલમાં વિરોધ દર્શાવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ જાન્યુઆરી ૨૪ જામનગર શહેરમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન કરતા ૧૪૦ જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ ગાર્બેજ કલેક્શન ના વાહનોના પૈડા થંભાવી દેવાયા છે.જામનગર શહેરમાં ખાનગી કંપની દ્વારા સફાઈ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, અને પાવર લાઈન કંપની દ્વારા જુદા જુદા ૧૪૦ સફાઈ કર્મચારીઓને કામે રાખીને શહેરભર માંથી ગારબેજ કલેક્શન કરવામાં આવી રહ્યું છે.

જે તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સેલેરી સ્લીપ આપવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કર્યો ન હોવાથી આજે તમામ ૧૪૦ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા, અને લાલ બંગલા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જયાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને કોન્ટ્રાક્ટર કંપની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા, અને ગાર્બેઝ કલેક્શનના તમામ વાહનના પૈડા થંભી ગયા હતા. જેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ સફાઈ કામદારો એ આપી છે.

જામનગર દરેડમાં ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરનાર વાણંદ દંપતિ સહિત 3 સામે ફરજ રૂકાવટ

0

જામનગર તાલુકાના ચેલા ગામના મહિલા તલાટી કમ મંત્રીને ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ

  • દરેડ ગામમાં દબાણ કરનાર દંપત્તિ સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ થી ચકચાર
  • વાણંદ યુવાને કથિત ત્રાસથી ગઇકાલે ઝેરી દવા ગટગટાવી હતી
  • ગૌચરની જગ્યામાં દબાણોની ભરમાર છતાં કેબિનનું જ દબાણ કેમ દેખાયું: અનેક તર્કવિર્તક

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ જાન્યુઆરી ૨૪, જામનગર તાલુકાના ચેલા ગામના મહિલા તલાટી – કમ – મંત્રીને જમીન દબાણ કરનાર દરેડ ગામના એક દંપતિ સહિતના ત્રણ શખ્સોએ ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતા તેમજ ચેલા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન મનસુખભાઈ પાંડાવદરા એ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી સરકારી ફરજ મા રૂકાવટ ઉભી કરવા અંગે દરેડ ગામના ભાવિનભાઈ ભાઈલાલભાઈ સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન ભાવિનભાઈ સોલંકી તથા કિશન મઢવી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વૈશાલીબેન એક જાન્યુઆરી ૨૦૨૪ ના તાલુકા વિકાસ અધિકારીના મહેસુલ શાખાના જમીન દબાણ અંગેના હુકમ ના આધારે ગેરકાયદેસર દબાણ કરનારા દંપતિ ને ત્યાં દબાણ દૂર કરવા જવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમિયાન આરોપી ભાવિન અને તેના પત્ની પૂર્ણાં બેન તેમજ કિસાન ગઢવીએ તેઓની સરકારી ફરજમાં રૂકાવટી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.જ્યાં વૈશાલીબેન ની ફરિયાદ ના આધારે પોલીસે આરોપી ભાવિન સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન તેમજ કિસાન મઢવી સામે આઇપીસી કલમ ૧૮૬ અને ૧૧૪ હેઠળ ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.

જામનગરના ચર્ચાસ્પદ આત્મહત્યા પ્રકરણમાં સાસુ-સસરાને આગોતરા જામીન

0

જામનગર વાયુસેનામાં એરવોરીયરની પત્નિની આત્મહત્યાના કેસમાં સાસુ તથા સસરાની આગોતરા જામીન મંજુર કરતી “અદાલત”

  • જામનગર શહેરના ચર્ચાસ્પદ કેસમાં સાસુ સસરાને આગોતરા જામીન આપતી સેસન્સ કોર્ટ
  • વિદ્ધાન સીનીયર ધારાશાસ્ત્રી મનીષ મહેતાની ધારદાર દલીલ માન્ય રાખતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ તા.૩ જાન્યુંઆરી ૨૪ જામનગરના ઢીંચડા રોડ, પર તિરુપતી સોસાયટી રહેતી એક પરપ્રાંતિય પરણીતાએ સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી તેમાં પતિ, સાસુ સસરા સામે સીટી-સીમાં ગુનો નોંધાયો હતો સમગ્ર ચર્ચાસ્પદ પ્રકરણમાં સાસુ, સસરાએ પોતાના વકીલ મારફત આગોતરા જામીન માટે સેસન્સ કોર્ટમાં અરજી તે ચાલી જતા સીનીયર ધારાશાસ્ત્રી મનષ મહેતાની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખી બંનેને ૫૦ હજારના આગોતરા જામીન પર મુક્ત થવા હુકમ કર્યો હતો

આ કેસની વિગત એવી છે કે ફતેહપુર, ઉતરપ્રદેશનાં રહિશ રાજેશકુમાર શ્રીકિના તિવારી જાતે બ્રાહમણએ જામનગર સીટી “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૩૦૬, ૪૯૮(ક), તથા ૧૧૪ મુજબ એવા મતલબની ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીની પુત્રી રાસીબેન રાજેશકુમાર તિવારીના લગ્ન આજથી આશરે સને-૨૦૧૬ ના રોજ જામનગરમા એરફોસમા એરવોરીયર તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રકુમાર અશોકકુમાર દ્વિવેદી સાથે થયેલા હોય અને તેણીના સાતેક વર્ષના લગ્ન ગાળા દરમ્યાન સંતાન થતુ ન હોય જેથી ગુજરનાર ના પતિ (આરોપી) એ સંતાન થાય તે માટે દવા કરાવેલ તેમ છતાં સંતાન ન થતા ગુજરનાર ના પતિ તથા સાસુ-સસરા ત્રણેય જણાએ રાસીબેન ના બાપના ઘરેથી દવા દારૂના રૂપીયા બે થી ત્રણ લાખ લઈ આવવા જણાવતા, અને આ બાબતે અવાર-નવાર રાસીબેન ને સંતાન ન થતા તેમજ તેના પીયરેથી પૈસા લઈ અવવા માટે અવાર નવાર મેણાટોણા મારતા હોય તથા દુઃખત્રાસ આપતા હોય જેથી રાસીબેન ને સહન ન થતા તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ તેણીએ જામનગર મુકામે પોતાના પતિના ધરે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરેલ હોય, તેવા મતલબની ફરીયાદ નોંધાયેલ હતી, જેથી આરોપીઓ પૈકી આરોપી નંબર ર તથા ૩ એટલે કે, સાસુ-સસરા એ પોતાને જામીન મુકત થવા માટે જામનગર ના મહેરબાન ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી,

જે જામીન અરજીમાં સાસુ-સુસીલાદેવી દ્વિવેદી, સસરા-અશોકકુમાર દ્વિવેદી ના વકિલ મનિષભાઈ ટી. મહેતા ની તમામ દલીલો ધ્યાને લઈ તેમજ સુપ્રિમકોર્ટના તથા અન્ય કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ આરોપીઓને રૂપીયા ૫૦,૦૦૦/- ના આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.આરોપીઓ વતિ સીનીયર ધારાશાસ્ત્રી મનિષભાઈ ટી. મહેતા (એડવોકેટ), રોકાયેલ હતાં

error: Copying and use of the content of the website is considered as illegal activity.