Friday, October 16, 2026
Home Blog Page 186

જામનગર સાધના કોલોનીમાં નામીચા શખ્સના મકાનમાંથી ઇગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

0

જામનગરમાં નામીચા શખ્સ ના મકાન માંથી ૧૭૧ નંગ દારૂ ની બોટલ નો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ડીસેમ્બર ૨૩  જામનગરમાં કેલેન્ડર વર્ષ નાં આખરી દિવસ ની નશા કારક ઉજવણી માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા છે, તો સાથે પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે. આજે સાધના કોલોનીમાં એક નામચીન બુટલેગર ના મકાન મા પોલીસે દરોડો પાડી દારૂ ની ૧૭૧ નંગ બોટલ નો જથ્થો પકડી પાડયો હતો. જો કે બુટલેગર નાસી ગયો છે. જેને પોલીસ શોધી રહી છે.જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં એક કુખ્યાત શખ્સ હિતેશ સોમાભાઈ ચાવડા ઉર્ફે સાકીડો ના મકાનમાં પોલીસ ટૂકડીએ દરોડો પાડ્યો હતો. ત્યા થી રૂ.૮૫,૫૦૦ ની કિંમત નો ભારતીય બનાવટના અંગ્રજી દારૂ ની ૧૭૧ નંગ બોટલ નો જથ્થો તેમજ ૩૫ લીટર દેશી દારૂ મળી આવતા તે કબ્જે કરવામાં આવ્યો હતો.જો કે પોલીસના દરોડા પહેલાં આરોપી સાકીડો નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી છે.

જામનગર જોડીયા PSI સામે જાતિય સતામણીના આક્ષેપોમાં GRD મહિલા પાછળ 5 પોલીસકર્મી માસ્ટર માઇન્ડ

0

જોડીયા PSI સામે જાતિય સતામણીના આક્ષેપમાં મહિલા પાછળ પાંચ પોલીસકર્મી માસ્ટર માઇન્ડ

  • હોમગાર્ડ મહિલાના પાછળ માસ્ટર માઇન્ડ પાંચ પોલીસની ભુંડી ભૂમિકા
  • જોડીયામાં રેતી ચોરોને PSI આંખમાં કણાની જેમ ખૂંચતા, સમગ્ર કારસ્તાન રચાયું
  • મહિલાના અન્ય પોલીસકર્મીઓ સાથેના કોલ ડીટેલે આખો ભાંડો ફોડી નાખ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ડિસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના PSI સામે જે GRD મહિલાએ કરેલા જાતિય સતામણીના આક્ષેપોની દ્વારકા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ વિગતો સામે આવી છે. જેમાં અન્ય પોલીસકર્મીઓ સાથે સીન્ડીકેટ હોવાનું અને હજારોની સંખ્યામાં કોલ થયાનું સામે આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આખા પ્રકરણ પાછળ મહિલાને મોહરુ બનાવીને આખો ખેલ પાંચ પોલીસ કર્મચારીએ પાર પાડ્યો હોવાની સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી જીઆરડી મહિલાએ ગત સપ્ટેમ્બર માસમાં જે તે સમયના PSI દ્વારા જાતિય સતામણી કરાતી હોવાના આક્ષેપો કરાયા હતાં અને ગત તા.ર૯ સપ્ટેમ્બરના રોજ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જાતિય સતામણીના આક્ષેપોની દ્વારકા જિલ્લાના ASP રાઘવ જૈન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી જીઆરડી મહિલાઓ તેમજ હોમગાર્ડ જવાનોના નિવેદનો તેમજ પીએસઆઈ, પોલીસકર્મીઓની કોલ ડીટેઈલ મેળવી હતી. દોઢ માસની તપાસ બાદ નવેમ્બર માસમાં જામનગર પોલીસને રીપોર્ટ કરી દેવામાં આવ્યો છે. જેમાં સ્ફોટક વિગતો આવી હોવાનું પોલીસના અંગત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મહિલા અરજદારના હજારોની સંખ્યામાં અન્ય પોલીસકર્મીઓ સાથેની વાતચીતની કોલ ડીટેઈલ મળી આવી છે. તો મહિલા અરજદારની પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ સાથેની સાંઠગાઠ હોવાનું સામે આવી રહ્યું છે.તો એકાદ-બે પોલીસકર્મીઓ તો અરજદાર મહિલાના ઘરેથી ટીફીન પણ મંગાવતા હોવાનું જીઆરડી મહિલાઓના નિવેદનમાં સામે આવ્યું છે. હાલ તો આ બનાવની જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર માસથી આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે

જામનગરના આંગણે બૃહસ્પતિ મહા સોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગનું આયોજન

0

છોટીકાશીના નામને ચરિતાર્થ કરતું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરશે લાલ પરિવાર

  • જામનગરના આંગણે બૃહસ્પતિ મહા સોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગનું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૩  જામનગર શહેરના પ્રતિષ્ઠિત રઘુવંશી પરિવાર એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) પરિવારના યજમાનપદે તા. ૨૫ જાન્યુઆરી થી તા. ૩૦ જાન્યુઆરી-૨૦૨૪ દરમીયાન મહાધર્મકાર્ય સફળ રીતે પાર પાડવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. અને તા. ૨૪ જાન્યુ.ના બપોર પછી ભવ્ય કળશ શોભાયાત્રા નીકળશે. દક્ષિણ ભારતના પ્રકાંડ પંડિતોના મુખે શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહા સોમયાગ અને શ્રી વિષ્ણુગોપાલ મહાયાગ: ઇન્દોરના સોમયજ્ઞ સમ્રાટ પૂ. ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જામનગર પંથકમાં અનેકવિધ સેવાપ્રવૃતિઓ કરતા પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ લાલ પરિવારના યજમાનપદે “છોટીકાશીનું નામ ચરિતાર્થ કરે તેવું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અત્યંત મહોત્સવ વર્ણવાયેલું છે, તેવો વિરાટ વાજપેય બૃહસ્પતી મહાસોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લાલ પરિવારના મોભી માતુશ્રી ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ લાલની પ્રેરણાથી શ્રી અશોકભાઇ લાલ અને શ્રી જીતુભાઇ લાલની આગેવાની હેઠળ જામનગરના આંગણે આ પ્રકારનો પ્રથમ સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞ તા. ૨૫ થી તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસોમાં સંપન્ન થશે. ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ સોમયજ્ઞ સમ્રાટ પ.પૂ. ગો. ડો. ગોકુલોત્સવજીની તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા. ગો. ડો. શ્રી વ્રજોત્સવજી મહોદય અને પૂ. પા.ગો. ચિ. શ્રી ઉમંગરાયજી બાવાશ્રીની નિશ્રામાં આ સોમ બૃહસ્પસ્તિ મહાયાગ મહોત્સવ સાથે વિષ્ણુગોપાલ મહાયાગમાં દક્ષિણ ભારતના પ્રકાંડ પંડીતો દ્વારા યજ્ઞવિધિ કરાવવામાં આવશે. આ મહાયજ્ઞ પરિવાર- કુટુંબ- શહેર- દેશ અને વિશ્ર્વની શાંતિ-સમૃદ્ધિ અર્થે આયોજીત કરવામાં આવ્યો છે.આ માટે જામનગર શહેર- હાલાર- સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના યુગલો યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લે એ પ્રકારનું વિશાળ કાર્ય થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જામનગર શહેરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પર જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવારની આવેલી- વાડીની અતિવિશાળ જગ્યા પર આ મહાયજ્ઞ માટે યજ્ઞ શાળાનું નિર્માણ કરવામાં આવશે. જયાં છ દિવસ સુધી મહાયાગની સંપૂર્ણ શાસ્ત્રોકતવિધિ થશે.

આ મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે તા. ૨૪ જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ બપોરે ૩.૩૦ કલાકે ભવ્ય કળશ શોભાયાત્રા શ્રી અશોકભાઇ લાલના નિવાસ સ્થાન (“વાત્સલ્ય સ્વસ્તિક સોસાયટી- જામનગર) ખાતેથી પ્રસ્થાન થશે. જે સરૂ સેકશન રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ ચોકડી થઇ યજ્ઞ સ્થળે સંપન્ન થશે.

જામનગર-શહેર “છોટીકાશી થી પણ ઓળખાય છે. આ ધાર્મિક નામને સાર્થક કરે તેવું આ પ્રકારનું આ ધર્મકાર્ય સફળ રીતે સંપન્ન થાય તે માટે શ્રી એચ.જે. લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના અશોકભાઇ લાલ, જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ, ક્રિશ્ર્નરાજ લાલ, વિરાજ લાલ વગેરેની સાથે કુટુંબીજનો તેમજ વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો, કાર્યકરો દ્વારા આયોજન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ખ્રિસ્તી સંપ્રદાય દ્વારા ઉત્સાહભેર નાતાલ પર્વની ઉજવણી

0

જામનગરમાં ખ્રિસ્તી સંપ્રદાય દ્વારા ઉત્સાહભેર નાતાલ પર્વની ઉજવણી

  • ચર્ચને ઝળહળતી રોશની થી સજજ બનાવાયા
  • ખ્રિસ્તી સંપ્રદાય દ્વારા સમૂહ પ્રાર્થના સહિતના કાર્યક્રમ યોજાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૩, વિશ્વને પ્રેમ, કરૂણા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા જીસસ ક્રાઈસ્ટનાં જન્મોત્સવની જામનગર શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રભુ ઈસુના જન્મનાં વધામણા કરવા જામનગર શહેરમાં આવેલા ચર્ચોને રંગબેરંગી રોશની થી ઝળહળતા કરવામાં આવ્યા હતા. ૨૫મી ડીસેમ્બર એટલેકે આજે નાતાલ પર્વે જામનગર શહેરનાં અંબર ચોકડી નજીક આવેલા “સેક્રેટ હાર્ટ ચર્ચ” ખાતે જીસસનાં જન્મનાં ગીત, શાંતિ પ્રાર્થના ખ્રિસ્તી પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ એક બીજાને “મેરી ક્રિસમસ” ની શુભેચ્છા આપવામાં આવી હતી.

Pinco казино вход через зеркало безопасно и быстро

0



Pinco казино вход по зеркалам быстро и безопасно


Pinco казино вход через зеркало безопасно и быстро

Для тех, кто стремится без хлопот получить доступ к ресурсам Пинко, использование альтернативных ссылок – оптимальный путь. Эти ссылки помогут избежать блокировок и ограничений, а также гарантируют безопасный доступ без внесения изменений в настройки вашего устройства. Подбирайте актуальные зеркала и проверяйте их работоспособность перед началом сессии.

При выборе ссылок обратите внимание на доверительные источники, предлагающие последние обновления. Это поможет минимизировать риски и быстро находить нужные направления для входа. Старайтесь избегать суррогатных сайтов и храните ссылки только в проверенных местах, чтобы не стать жертвой мошенников.

Не забывайте о важности безопасности ваших личных данных. Используйте надежные пароли и активируйте двухфакторную аутентификацию для дополнительной защиты. Актуальные ресурсы можно найти на таких сайтах, как Пинко онлайн, где также предлагаются рекомендации по актуальным зеркалам и их безопасному использованию.

Как найти актуальное зеркало Pinco казино

Получение ссылки на актуальную версию ресурса происходит через официальные источники. Постоянно обновляемая информация доступна на страницах соцсетей. Подписавшись на каналы, можно быстро получать актуальные обновления, избегая ненадежных сайтов.

Использование групп и форумов

Не стоит забывать про сообщества игроков. На тематических форумах и в группах в мессенджерах участники часто делятся последними ссылками и полезной информацией. Важно выбирать активные и проверенные ресурсы, чтобы не нарваться на недостоверные данные.

Другой способ – использование специализированных сайтов, которые отслеживают изменения доступа к ресурсам. Эти сайты мониторят статус и обновления, обеспечивая удобный поиск нужной информации. Такой подход гарантирует, что данные будут актуальны.

Безопасные методы получения ссылок

Для повышения уровня безопасности, включите в свой браузер расширение, блокирующее нежелательные ссылки. Таким образом, даже при случайном клике на неправильную ссылку, вы сможете избежать посещения опасных сайтов. Также всегда проверяйте URL на предмет наличия защищенного соединения (https).

Способ Описание
Социальные сети Подписка на официальные аккаунты для получения обновлений.
Форумы и сообщества Обмен информацией среди игроков, поиск актуальных ссылок.
Специализированные сайты Мониторинг доступа и обновлений по ресурсам.

Проверяйте ссылки на наличие актуальной информации перед использованием. Даже если источник кажется надежным, всегда стоит проявлять осторожность и двойную проверку. Это минимизирует риски и сделает ваш опыт более комфортным.

Шаги для безопасного входа в Pinco казино через зеркало

Для начала убедитесь, что используете актуальную ссылку на альтернативный адрес. Проверяйте официальные источники или авторитетные сайты, чтобы избежать мошеннических ресурсов.

Обязательно проверьте, что ваш интернет-браузер обновлён до последней версии. Старые версии могут не поддерживать необходимые функции безопасности, что увеличивает риск.

  1. Используйте VPN для защиты вашего соединения. Это обеспечит дополнительный уровень безопасности и анонимности при доступе к платформе.
  2. Убедитесь, что установлено актуальное антивирусное ПО на вашем устройстве. Регулярные проверки повысит защиту от потенциальных угроз.

Всегда переходите на сайт через закладки или сохранённые ссылки, а не по объявлениям или сомнительным сообщениям. Это поможет избежать фишинговых атак.

  • При вводе личных данных следите за адресной строкой браузера. Если видите знак замка, это значит, что соединение защищено.
  • Не используйте публичные Wi-Fi сети для доступа. Лучше подключайтесь к защищённой сети.

Когда завершите вход, выйдите из своего аккаунта, особенно если использовали общее устройство. Это защитит ваши данные от несанкционированного доступа.

Следите за обновлениями безопасности на сайте. Авторы периодически публикуют информацию о новых мерах защиты и возможных угрозах.

Что делать при проблемах с доступом к зеркалам Pinco казино

Если вы столкнулись с трудностями при подключении к альтернативным адресам, начните с проверки интернет-соединения. Убедитесь, что ваш провайдер не блокирует доступ. Попробуйте перезагрузить маршрутизатор и затем повторите попытку.

Чистка кеша и куки

Иногда проблемы с доступом возникают из-за накопленного кеша браузера. Откройте настройки вашего браузера и очистите кеш и куки. После этого закройте и снова откройте браузер, попробуйте зайти на нужный адрес. Это часто решает многие проблемы.

Используйте VPN или прокси-сервер

При наличии блокировки со стороны вашего интернет-провайдера воспользуйтесь VPN или прокси-сервером. Это поможет обойти ограничения и получить доступ к ресурсам. Установите надежный VPN-клиент, выберите сервер в другой стране и подключитесь. После этого попробуйте снова зайти на адрес.

Если не удается решить вопрос самостоятельно, обратитесь в службу технической поддержки сайта. Подробно опишите проблему, указав, что вам не удается зайти на альтернативные адреса. Специалисты помогут вам восстановить доступ и ответят на все ваши вопросы.


જામનગરમાં જોગર્સ પાર્ક પાસે મંડપ ઊભો કરી રહેલા શ્રમિકને વીજ આંચકો ભરખી ગયો

0

જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં મંડપ ઊભો કરી રહેલા શ્રમિક યુવાનને વીજ આંચકો ભરખી ગયો

  • ઉપરથી પસાર થતા વિજ તારમાંથી એકાએક વીજ આંચકો લાગતાં નીચે પટકાઈ પડ્યા પછી કરૂણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ડીસેમ્બર ૨૩ જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં શનિવારે રાતે મંડપ ઊભો કરવાનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન મંડપ સર્વિસ ના એક કર્મચારીને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી એકાએક વિજશોક લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ જામનગરમાં ખંભાળિયા નાકા બહાર દ્વારકાપૂરી વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતા કિરીટભાઈ લક્ષ્મણભાઈ પટેલ કે જેની સાથે મંડપનું કામ કરનારા મૂળ પંચમહાલ જિલ્લાના જસવંત રંગતભાઈ બારીયા (ઉંમર વર્ષ ૨૭) કે જેના દ્વારા એક એપાર્ટમેન્ટ પાસે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો, અને લોખંડનું ટ્રસ્ટ ઊભું કરાયા પછી તેનો કર્મચારી ઉપર ચડીને કામ કરવા જતાં બાજુમાંથી જ પસાર થતી વીજ લાઈનમાંથી તેને વિજઆંચકો લાગ્યો હતો.જેથી તે નીચે પટકાઈ પડ્યા પછી લોહીલૂહાણ થઈને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે કિરીટભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત બાદ જોગર્સ પાર્ક આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેની જાણ થતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના વીજ કર્મચારીઓની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વિજલાઈન પાસેના મંડપને દૂર કરાવ્યો હતો, જયારે શોર્ટ સર્કિટના કારણે વીજ લાઈન ટ્રીપ થઈ ગઇ હોવાથી વિજ પુરવઠાને પૂર્વવત બનાવ્યો હતો.

મીટરમાં બખોરું : જામનગર મધુરમ સોસાયટીમાંથી સ્માર્ટ રીતે વિજ ચોરી ઝડપાઇ

0

જામનગરમાં મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા ૧,૧૪.૦૦૦ ની વીચ ચોરી પકડાઈ

  • પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક વિજમીટરમાં પણ સ્માર્ટ રીતે વીજ ચોરી પકડાઈ:૧.૮ લાખ નું બિલ અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ડીસેમ્બર ૨૩, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન વિભાગ ની ટિમ દ્વારા મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરી મકાનમાંથી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તેને ૧,૧૪,૦૦૦ નું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું છે. તે જ રીતે પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તે આસામીને પણ ૧,૮,૦૦૦ નું પુરવણી બિલ અપાયું છે.ગઈકાલે તારીખ ૨૩.૧૨.૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેર તથા જુનિયર ઈજનેરો દ્વારા બાતમીના આધારે ફિલ્ડ પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયાં પાણીના ટાંકા પાછળ આવેલ રહેણાંક મકાનમાં વીજ-ચેકિંગ હાથ ધરતા વીજમીટરમાં આવતો ઇનકમિંગ સર્વિસ વાયર ઘરની અંદર મીટરની નજીક થી કાપીને ત્યાંથી ડાયરેક્ટ ટેપિંગ કરીને મીટરને બાયપાસ કરી સીધો જ ઘરનો વીજ વપરાશ ચાલતો માલૂમ પડેલ હતો.

જેના આધારે વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત મીટર જે તે સ્થિતિમાં કબજે કરી કચેરી દ્વારા વિજ પોલીસ મથકમાં વીજ અધિનિયમ ની કલમ ૧૩૫ હેઠળ વીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે, અને વિજ ગ્રાહક મહિલા વિમલબા શિવરાજસિંહ ખાચર ને રૂપિયા ૧,૧૪,૬૦૧ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.વીજચોરી બંધ થાય અને લાઈન-લોસ ઘટાડી શકાય તેની ઝુંબેશ અંતર્ગત આ સંપૂર્ણ કાર્યવાહી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર એચ.એમ. જોશી તથા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ  એસ.આર. કનખરા દ્વારા નાયબ ઇજનેર અજય પરમાર ની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગઈકાલે તારીખ ૨૩.૧૨.૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર  વી જી શર્મા તથા નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિભાગીય કચેરીની મીટર લેબોરેટરી ખાતે વીજ-મીટરો ની ચકાસણી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન કચેરી દ્વારા અગાઉ બદલાવામાં આવેલા વીજ મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી થતું હોવાનું પકડી પાડવામાં આવ્યું હતું.વિગત મુજબ લેબોરેટરીમાં ખોલવામાં આવેલ વીજ મીટર નું એમ એમ બી સીલ તથા ટીબી સીલ તોડીને ફરીથી ફીટીંગ કરેલું હતું અને મીટર ની બોડી ની પાછળ ના ભાગમાં ચોરસ ટુકડો કાપી મીટરની સર્કિટમાં નાનો રજીસ્ટન્સ જોડી ફરીથી બોડીને પેક કરેલી હતી, અને આસાનીથી જોઈ ન શકાય તે રીતે સ્માર્ટ રીતે ફીટીંગ કરેલું હતું.આ સમગ્ર કાર્યવાહીમાં લેબોરેટરી માં ફોટોગ્રાફી સાથે રોજ કામ કરી વીજ અધિનિયમ અંતર્ગત કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને કચેરી દ્વારા વિજ ગ્રાહક મહિલા નિર્મળાબેન સાવજીભાઈ અજા ને રૂપિયા ૧,૦૮,૭૭૫ નું પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેમજ નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિજ પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.

જામનગર બેડીમાં સરકારી જમીન પર દબાણ કરનાર ‘રઝાક સાઇચા’ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

0

જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર દબાણ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો

  • બેડીબંદર રોડના ઢાળીયા થી ગરીબ નગર સુધીની સરકારી જમીન પર બંગલા ટાઈપ મકાન બનાવી લીધા નું સામે આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩ જામનગર ના બેડી વિસ્તારમાં સરકારી જમીન પર બંગલા ટાઈપનું મકાન ખડકી દઈ દબાણ કરી લેનાર શખ્સ સામે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે, અને દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.જામનગર નજીક બેડીના ઢાળિયા પાસે રહેતા રજાક નૂરમામદ સાયચા કે જેના દ્વારા છેલ્લા ૨૬ વર્ષના સમયગાળા દરમિયાન બેડી બંદર રોડ ઉપર બેડીના ઢાળીયાથી ગરીબ નગર પાણાખાણ સુધીની સરકારી જમીનમાં મોટા પાયે દબાણ ખડકી દેવામાં આવ્યું હતું, અને બંગલા ટાઈપ મકાન વગેરે ખડકી દેવાયું હતું.સરકારી તંત્રને આ અંગેની જાણકારી થતાં જામનગર શહેર વિભાગના મામલતદાર ઓફિસના સરકાર ઓફિસર હિતેશ ખુશાલભાઈ જાદવ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી, અને સરકારી જમીનમાં ગેર કાયદે દબાણ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી સર્કલ ઓફિસર હિતેશ જાદવ જાતે ફરિયાદી બન્યા હતા, અને દબાણ કરનાર સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક ની કલમ ૪(૩), ૪(૩), અને ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, તપાસ શરૂ કરી છે.આ જમીન દબાણ પ્રકરણમાં આરોપી રજાક સાઈચા ની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે, કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના રાવલસર ગામે પતિએ પત્નિને ઘરમાં પુરી છરી ઝીંકી

0

જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતી મહિલા પર તેણીના પતિનો છરી વડે હુમલો

  • ઘર કામ કરવા જવા બાબતે પતિ સાથે તકરાર થયા પછી ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર છરીના બે ઘા ઝીંક્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા એક મહિલા પર તેણીનાજ પતિએ છરી વડે હુમલો કરી દેતાં તેણીને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ છે, જ્યારે પોલીસે હુમલાખોર પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ હુમલા ના બનાવની વિગતે એવી છે કે જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતી માણસીબેન ઉર્ફ લક્ષ્મીબેન અજમલભાઈ રાજાણી નામની ૩૫ વર્ષની ચારણ યુવતી પર ગઈકાલે તેણીનાજ પતિ આજમલ લુણાભાઈ રાજાણીએ છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેણીએ પતિને રોકવાનો પ્રયાસ કરતાં હાથમાં છરીના બે ઘા મારીગ દીધા હોવાથી તેણી ઈજાગ્રસ્ત બની હતી, અને રક્તસ્ત્રાવ થયો હતો.જેથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને તબીબો દ્વારા જરૂરી સારવાર કરવામાં આવી હતી.આ બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને માનસી બેન નું નિવેદન નોંધતાં તેણી એ પોતાના જ પતિ અજમલ લુણાભાઈ રાજાણી સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી માનસી બેન ઘર કામ કરવા જઈ રહી હતી, દરમિયાન તેણીના પતિએ ઘરકામ કરવા જવાની ના પાડી હતી, અને પતિ ઉશ્કેરાયો હતો, અને આક્રોસમાં આવી જઈ છરીના બે ઘા ઝીંકી દીધા હતા, અને ભાગી છૂટ્યો છે. જે હુમલાખોર આરોપીને પોલિસ શોધી રહી છે.સિકકા પોલીસે ઈ.પી.કો. કલમ- ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ જયરાજર્સિહ રાણા ચલાવી રહ્યા છે

વિચિત્ર કિસ્સો : પોતાની વાડીમાં ગેરકાયદે વીજ પ્રવાહ પસાર કરનાર ખેડૂતને જ વિજ આંચકો લાગતા મોત

0

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારનો વિચિત્ર કિસ્સો

  • પોતાની વાડીની ફેન્સીંગમાં ગેરકાયદે વીજ પ્રવાહ પસાર કરનાર ખેડૂતને જ વિજ આંચકો લાગતા સ્થળ પર જ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં વાડી વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. ઇલેક્ટ્રીક વાયર ખેંચીને પોતાની વાડીની કાંટાળી તારમાં પસાર કર્યો હતો, જેમાંથી તેને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા બધાભાઈ જેરામભાઈ પાટડીયા પોતાની ખેતીની જમીનમાં જ આવેલા વિજ તંત્રના ટ્રાન્સફોર્મર માંથી ડાયરેક્ટ વિજ કનેક્શન ખેંચી લીધું હતું, અને પોતાની ખેતીની જમીનમાં આવેલા મકાન તેમજ ભેંસ વિયાવાની હોવાથી ખાતર અને છાણ ના ઢગલા પાસે અને વાડી ની ફેન્સીંગમાં ઈલેક્ટ્રીક વાયર ગોઠવી દીધા હતા. જેમાં ગેરકાયદે વિજ પ્રવાહ પસાર કર્યો હોવાથી ગઈકાલે ખેડૂત બધાભાઈ ખાતર લેવા જતાં તેઓને જ વિજ આંચકો લાગી ગયો હતો, અને સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે ગાંડુંભાઈ જેરામભાઈ પાટડીયા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જ્યારે સ્થળ પરનું પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિજ તંત્રને પણ સમગ્ર બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.