Friday, October 16, 2026
Home Blog Page 187

જામનગર મીઠોઇ ગામના ૨૮ વર્ષના યુવાનનું ખાનગી બસ હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ

0

લાલપુર તાલુકાના મીઠોઇ ગામના ૨૮ વર્ષના યુવાનનું ખાનગી લક્ઝરી બસ હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ ડીસેમ્બર ૨૩, લાલપુર તાલુકા ના મીઠાઈ ગામમાં રહેતા ૨૮ વર્ષ યુવાનને શુક્રવારે સાંજે મીઠોઈ ગામના પાટીયા પાસે એક ખાનગી લક્ઝરી બસના ચાલકે હડફેટમાં લઇ ચગદી નાખતાં ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતો ભગીરથસિંહ ભીખુભા જાડેજા શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યાના અરસામાં મીઠાઈ ગામના પાટીયા પાસે વાહનની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જીજે-૩ એ.ઝેડ. ૫૯૭૨ નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે હડફેટમાં લઈ ચગદી નાખતાં તેને હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થઈ હતી.જેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજયું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.આ બનાવ અંગે મૃતકના સંબંધી વિક્રમસિંહ વખતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગર : જામજોધપુર માર્કેટ યાર્ડનાં પ્રમુખ – ઉપપ્રમુખ પદે વરણી

0

જામજોધપુર માર્કેટ યાર્ડ નાં પ્રમુખ,- ઉપપ્રમુખ પદે વરણી

દેશ દેવી ન્યુઝ જામનગર  જામજોધપુર તાં. ૨૨ ડીસેમ્બર ૨૩, જામ જોધપુર માર્કેટીગ યાર્ડના પ્રમુખ પદે પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિહ જાડેજા ની વરણી ઊપપ્રમુખપદે પૂર્વ મંત્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરીયાની બિનહરીફ વરણી થવા પામી છે. કુલ ૧૬ ડાયરેકટર ચુટાયા હતા. વેપારી વિભાગમાથી ૪, ખેડૂત વિભાગમાથી દશ અને તેલબીયા વિભાગ માથી બે નો સમાવેશ થાય છે.જેમાંથી તેલબીયા વિભાગમાથી બિનહરીફ ચુટાયેલ બિજરાજસિંહ હેમતસિંહ જાડેજા( પૂર્વ ધારાસભ્ય. ની ફરી એક વખત માર્કેટીગ યાર્ડ પ્રમુખ તરીકે વરણી થઈ છે. જયારે રાજ્ય સરકાર નાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા વેપારી વિભાગ માથી ચુટાયા હોય તેમની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે.

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૪૩ સાંસદોને સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શન

0

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૪૩ સાંસદોને સસ્પેન્શનના વિરોધમાં ધરણા પ્રદર્શન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩, જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સંસદના બંને ગ્રહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય ને લોકશાહીના પાયા પરના આંકરા હુમલા ની ઘટના ગણીને તેનો વિરોધ પ્રદર્શન કરવા આવ્યો છે.જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા ની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટર તેમજ અન્ય કોંગી અગ્રણીઓની હાજરીમાં લાલ બંગલા સ્થિત બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ધરણા નો કાર્યક્રમ યોજાયો હતો, અને તમામ કોંગી અગ્રણીઓએ હાથમાં પ્લે કાર્ડ સાથે લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો વગેરે સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગર ધ્રાફા ગામમાં આવેલી ખેડૂત બુઝુર્ગની ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો

0

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં આવેલી ખેડૂત બુઝુર્ગની ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો

  • જમીન વેચાણથી આપ્યા પછી ચાર આરોપીઓએ જમીન ખાલી નહીં કરતાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ડીસેમ્બર ૨૩  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના ખેડૂત બુઝુર્ગની જમીન પચાવી પાડવા અંગે ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વલીમહંમદ ભાઈ ઉંમર ભાઈ જુણેજા ઉંમર વર્ષ (૬૪) કે જેઓએ ધ્રાફા ગામના ઈબ્રાહીમ કાસમ જુણેજા વગેરે સાથે ધ્રાફા ગામમાં આવેલી ખેતીની જમીન કે જેના રેવન્યુ સર્વે નંબર-૧- ૫૫૭ હેકટર આરે. ચોરસ મીટર ૪૪.૪૨ તેમજ સર્વે નંબર -૨ ૫૬૪ હે.આરે એક તારા સાથે ચોરસની ૨ ૪૩-૩૦ ના ક્ષેત્રફળ ની ખેતી ની જમીન કે જે વેચાણથી લીધી હતી, અને તેના વેચાણ કરાર કર્યા હતા.દરમિયાન આરોપી ઇબ્રાહમ કાસમ જુણેજા, અને તેની સાથેના ગુલમામદ કાસમ જુણેજા, ઈસ્માઈલ હમીર જુણેજા અને સલીમ હમીર જુણેજા વગેરે જગ્યામાં પેશ કદમી કરી જગ્યા ખાલી નહીં કરી ફરીથી જમીન માંગવા આવશે તો ટાંટિયા ભાંગી નાખશે તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હોવાથી આખરે જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી.જે અરજી ની તપાસ પછી આખરે ધાફાના ખેડૂતની ખેતી ની જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું હતું. તેથી શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં વલીમોહમ્મદ ભાઈ ઉંમરભાઈ જુણેજા ની ફરિયાદ ના આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૨ ની કરણ ૪(૩), તેમજ ૫૦૪ અને ૫૦૬.૨ અને મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર ‘એ’ ઝોન માં આવતી કાલે પાણી વિતરણ બંધ રખાશે

0

જામનગર ના ગુલાબનગર ‘એ’ ઝોન માં આજે પાણી વિતરણ બંધ રખાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૧ ડીસેમ્બર ૨૩ , જામનગર નાં ગુલાબનગર ઈએસઆર માં મુખ્ય વાલ્વ બદલવા ની કામગીરી અન્વયે તા. રર ના ગુલાબનગર ‘ એ ‘ ઝોન ના અમુક વિસ્તાર માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.ગુલાબનગર ઈએસઆર ના કેમ્પસ ની અંદર નો મુખ્ય વાલ્વ બગડી ગયો છે. તેના સ્થાને નવો વાલ્વ ફિટીંગ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.આથી તા. રર-૧ર-ર૩ અને શુક્રવારે ગુલાબનગર ‘એ’ ઝોન હેઠળના ભોયવાડો, અંબાજી ચોક, વાઘેર વાડો, કુંભાર વાડો, પટણીવાડ, હાજીપીરની શેરી, હનુમાન મંદિરવાળી શેરી, નદિપા, પઠાણ ફળી, મચ્છીપીઠ, ફકીર વાડો, આશાપુરા મંદિર, કોળીવાડ, ખાટકીવાડ, સાયોના ફળી, ચંપાકુંજ, સવાભાઈ ની શેરી, તથા ગુલાબનગર, મોહનનગર, સિન્ડીકેટ સોસાયટી, નારાયણનગર, દયાનંદ સોસાયટી, સિંધી કોલોની, શિવનગર, રામવાડી, વૃન્દાવનધામ, સોસાયટી, રાજમોતી ટાઉનશીપ, સત્યસાંઈ નગર, પ્રભાત નગર, યોગેશ્વરનગર, મધુરમ સોસાયટી, ક્રિષ્ના પાર્ક સોસાયટી, પ્રગતિ પાર્ક વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.પછીના બીજા દિવસે પ્રથમ એ ઝોન અને ત્યાર પછીના દિવસે બી ઝોનમાં પાણી વિતરણ થશે તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

જામનગર નવાગામ ઘેડમાં લુખ્ખા તત્વોનો આંતક : 4 શખ્સોએ યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા

0

જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા

  • પાડોશમાં રહેતા ચાર શખ્સો ની જુગાર અંગેની પોલીસને બાતમી દેવા બાબતે શંકા કુશંકા કરી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
  • આરોપી :- (૧) રોહીત સદામભાઇ શિંગાળા (૨) નિતીન અશોકભાઇ શિંગાળા (૩) રોહીત રાજુભાઇ મકવાણા ઉર્ફે દંતારો (૪) રાજેન્દ્રસિંહ ઉર્ફે ગોટલી બાબભા રાયઝાદા રહે.બધા નવાગામ ધેડ, હનુમાન ચોક, જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ડિસેમ્બર ૨૩ જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તું અમારી જુગાર અંગેની પોલીસને બાતમી શુ કામ આપે છે, તેમ કહી ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસ ચારેય હુમલાખોરોને શોધી રહી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ કબીર નગરમાં રહેતા રાહીલ હુસેનભાઇ બલોચ નામના ૩૮ વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં જ રહેતા રોહિત શરદરભાઈ શિંગાળા, નીતિન અશોકભાઈ શિંગાળા, રોહિત રાજુભાઈ મકવાણા, અને રાજેન્દ્રસિંહ ઉર્ફે ગોટલી બાબભા રાયઝાદા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ આવીને કહ્યું હતું, કે તું અમારી જુગારની બાતમી પોલીસને શું કામ આપે છે, તેમની શંકા કુશંકા કરી આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.જામ સીટી બી ડીવીઝન પોલીસે IPC કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી ચારેય હુમલાખોરોને શોધી રહ્યો છે.

જામનગર જોગસ પાર્ક પાસે સ્વીફ્ટ કારે બે મિત્રોને ફુટબોલ કર્યાં

0

જામનગરમાં જોગર્સ પાર્ક પાસેથી સ્કૂટર પર નીકળેલા બે મિત્રોને કારચાલકે ઠોકરે ચડાવતાં ફ્રેકચર સહિતની ઈજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ ડિસેમ્બર ૨૩ જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડી રહેલી એક કારના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં સ્કૂટર સવાર બે મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ છે. જે મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતો પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જેઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના મિત્ર નાગરાજસિંહ સાથે એકટીવા સ્કૂટરમાં બેસીને ચા પાણી પીવા માટે જઈ રહ્યા હતા, અને જોગર્સ પાર્ક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી GJ10 DE 9415  નંબરની સ્વીફ્ટ કારના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં બંને મિત્રોને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ અકસ્માતના બનાવ અંગે કારના ચાલક સામે IPC – કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ તથા ૧૩૪ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

વાઈબ્રન્ટ ગુજરાતના ર૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગર મા મેરેથોન દોડ નું આયોજન

0

વાઈબ્રન્ટ ગુજરાતના ર૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગર મા મેરેથોન દોડ નું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૦ ડીસેમ્બર ૨૩, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ના ર૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સાયકલીંગ કલબ તથા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ ના સહકાર સાથે તા. ર૪-૧ર-ર૩ ના રોજ પ્રી-વાયબ્રન્ટ એકટીવીટી ના ભાગરૃપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગરના રણમલ તળાવના મુખ્ય ગેઈટ તા. ૧ થી તા. ર૪ ના સવારે ૬-૩૦ વાગ્યે ત્રણ વિભાગમાં મેરેથોન દોડ યોજાશે. પાંચ કિમી., ૧૦ કિ.મી. અને ર૦ કિ.મી. ની દોડમાં કોઈપણ વયજુથના નાગરિક કોઈપણ એક વિભાગ (રૂટ)માં ભાગ લઈ શકશે. ૧૦ કિ.મી. તથા ર૦ કિ.મી. દોડ પૂર્ણ કરનારને મનપા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

રાજકોટ રેન્જના IG એ જામનગર જિલ્લા જેલની મુલાકાત કરી

0

રાજકોટ રેન્જ નાં આઈ. જી. એ જામનગર જિલ્લા જેલ ની મુલાકાત કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ડીસેમ્બર ૨૩, જામનગર ની જિલ્લા જેલ માં બુધવારે બ૫ોરે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેઓનું જેલ અધિક્ષક એમ.એન. જાડેજા એ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં આઈ. જી. ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આઈજીએ જેલમાં રહેલા તમામ યાર્ડ, બેરેકની મુલાકાત લીધી હતી. આ વેળાએ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ એલસીબી, એસઓજીનો પોલીસ કાફલો પણ સાથે જોડાયો હતો.

જામનગરનાં GlDC ફેઝ – 2 માં GSTના દરોડા : કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું

0

જામનગર ની એન. એસ. ઇમ્પેક્ષ માં કરોડો નું નકલી બિલિંગ કૌભાંડ: આરોપી ને જેલ હવાલે કરાયો

  • રૂ.૬૭.૭૨ કરોડ નાં બોગસ બિલ અને સ્ટોક નો મેળ ખાતો નથી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ડીસેમ્બર જામનગર, સેન્ટ્રલ જી એસ ટી વિભાગ અમદાવાદ ઝોન નાં રાજકોટ કમિશનરેટ નાં અધિકારી ની ટુકડી દ્વારા જામનગર મા એક બ્રાસ પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. અને રૂ.૬૭.૭૨ કરોડ નું બોગસ બિલિંગ અને સ્ટોક મેળ નહિ ખાતા પેઢી નાં સંચાલક ની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવા મા આવયા હતા. જામનગર નાં જી આઇ ડી સી ફેઝ -૨ માં આવેલ એન એસ ઈમ્પેક્ષ નામ ની મોટા કદ ની પેઢી મા રાજકોટ થી સી જી એસ.ટી વિભાગ ની ટીમ દ્વારા પૂર્વ બાતમી નાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકીંગ કામગીરી દરમિયાન બિગસ બિલિંગ અને સ્ટોક મિસ્મેચ જણાતાં આશરે રૂ.૬૭.૭૨ કરોડ નું કૌભાંડ ઝડપાયું હતું. ઉપરાંત પાંચ કરોડ ની સી જી એસ ટી ની ચોરી પણ ખુલવા પામી હતી.આથી પેઢી નાં સંચાલક પરાગ નાથાલાલ હરિયા સામે નિયમોનુસાર કામગીરી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.અને આરોપી ને કોર્ટ મા રજૂ કરવામાં આવતાં તેને જ્યુડીશિયલ કસ્ટડી માં મોકલી આપવા અદાલતે આદેશ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે. કે આરોપી સામે અગાઉ પણ વેટ ચોરી અંગે કેસ નોંધાઈ ચૂક્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.