Friday, October 16, 2026
Home Blog Page 188

જામનગર સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતો ‘ગડો’ ઝડપાયો : સપ્લાયરનું નામ ખૂલ્યું

0

જામનગરમાં નંદનવન સોસાયટી માંથી સ્કૂટર ચાલક ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પકડાયો: સપ્લાયર નું નામ ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ડીસેમ્બર ૨૩ જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને સીટી-એ ડિવિઝનના રૂષિરાજસિંહ જાડેજાએ ઝડપી લીધો છે, અને સ્કૂટર તેમજ દારૂ વગેરે કબ્જે કરી લીધા છે, જેને દારૂ પૂરો પાડનાર સપ્લાયર નું નામ ખુલ્યું છે.આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં રહેતો અને ગેરેજ નું કામ સંભાળતો નિલેશ ઉર્ફે ગડો ભરતભાઈ ચૌહાણ કે જે ગઈકાલે નંદનવન સોસાયટી વિસ્તારમાંથી પોતાના એકટીવા સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે નીકળ્યો હોવાથી પોલીસે તેને ઝડપી લીધો હતો, અને સ્કૂટર તેમજ દારૂ સહિતની સામગ્રી કબજે કરી હતી.

પોલીસ પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂ જામનગરમાં નવાગામ ઇન્દિરા સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે રવલો બાઠીયો વિનોદભાઈ જેઠવા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.સીટી એ ડિવીઝન પોલીસે  કલમ- ૬૫ (એ) (એ), ૧૧૬(બી), ૮૧ મુજબ ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જામ્યુકોની સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર પ્રશ્ને સભ્યોની આકરી રજૂઆત : કોન્ટ્રાકટર ગાંઠતા નથી

0

જામનગર મહાપાલિકાની સામાન્ય સભા માં ભૂગર્ભ ગટર પ્રશ્ને સભ્યોની આકરી રજૂઆત : કોન્ટ્રાકટર ગાંઠતા નથી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ડીસેમ્બર ૨૩, જામનગર માં છલકાતી ભૂગર્ભ ગટર ના પ્રશ્ને આજ ની સામાન્ય સભા માં શાસક-વિપક્ષ ના સભ્યો એ ઉગ્ર રજૂઆતો કરી હતી.જો કે અધ્યક્ષ દ્વારા કોઈ આકરા પગલા નું ઉચ્ચારાયુ ન હતું જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પદાધિકારીઓ-કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.૧૪૦૪ આવાસ યોજનાના બાકી રહેલા લાભાર્થીઓને હપ્તા ભરવાની રકમમાં વ્યાજમાફીની મુદ્દત વધારવાની દરખાસ્તને સર્વાનુમત્તે બહાલી આ૫વામાં આવી હતી. તો આ ચર્ચામાં ભાગ લેતા ગોપાલ સોરઠીયા એ તેમજ આનંદ રાઠોડએ જણાવ્યું હતું કે નામ ટ્રાન્સફર થયા ન હોય તેવા કિસ્સામાં પણ આવાસ ધારક ને લાભ આપવામાં આવે તે જરૂરી છે. જ્યારે આનંંદ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે શહેર ની અન્ય પણ કેટલીક જર્જરિત ઈમારતો અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

આ પછી કોઈ એજન્ડા નહી હોવા થી અધ્યક્ષસ્થા નેથી એક દરખાસ્ત રજુ થવા પામી હતી. જેમાં સેક્રેટરીના હોદ્દાની મુદ્દત ૬ માસ માટે વધારવી જેને પણ સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી. વિપક્ષના કાસમભાઈ જોખીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમારા વોર્ડમાં પેચવર્ક ના કામો કેમ થતા નથી ? તેને જવાબ અપાયો હતો કે કામ કરી આપવામાં આવશે. વિ૫ક્ષના અલ્તાફ ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આરોગ્યલક્ષી અમૃતમ કાર્ડ યોજનામાં મહા નગરપાલિકામાં ફરજ પર રહેલા નિયતિબેન નામનાં અધિકારી યોગ્ય જવાબ આપતા નથી. ફોન પણ ઉપાડતા નથી. તેના જવાબ માં જણાવાયું હતું કે તેઓ જિલ્લા પંચાયતમાંથી અહિં મુકવામાં આવ્યા છે. આ કર્મચારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અથવા તો તેને પરત મોકલી નિલેષ ભટ્ટને કામગીરી સોંપવામાં આવે , કોર્પોરેટર જૈનબબેન ખફી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ભૂગર્ભ ગટર ની યોગ્ય સફાઈ થતી નથી અને દર માસે ર૦ લાખનું ચુકવણું કોન્ટ્રાકટરને થઈ રહ્યું છે. આથી આ કામગીરી ખાતાકિય રીતે કરાવવી જોઈએ.

વોર્ડ નંબર ૧ર માં વરસાદી પાણી.ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી અગાઉ સામાન્ય સભામાં ખોટો જવાબ અપાયો હતો કે કામ મંજુર થયું છે. વોર્ડ નંબર ૧ર અને ૧૬ માં થયેલ કામગીરીમાં લેવલ જાળવ્યું નથી એટલે કે કામ નબળુ છે. આ અંગે મેયરે સંબંધિત અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વિપક્ષ ના કોર્પોરેટર રાહુલ બોરીયા એ પણ વરસાદી પાણી ભરાવવાના મુદ્દે તથા ગટર છલકાવવા ના મુદ્દે પોતાના વોર્ડમાં લોકો પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું.

વિપક્ષ ના નેતા ધવલ નંદા એ પ્રશ્નોતરીમાં ભાગ લેતા જણાવ્યું હતું કે આવાસ યોજનામાં તેમના પૈસા ની એફ ડી કરાવવાના બદલે તેમના પૈસા સોસા. ના બીલ ભરપાઈ કરવા માટે ખર્ચ કરી નાખવામાં આવ્યું છે.જો તેના પૈસાની એફડી કરાવી હોત તો વ્યાજની આવક મળી રહે. તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે આવાસ ધારકોએ એસોસિએશન બનાવવાનું હોય છે જે નહી બનાવતા તેમના લાઈટબીલ સહિતનો ખર્ચ કરવાની ફરજ પડી હતી.

વિપક્ષના કોર્પોરેટર કુરકાન શેખએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. આ એજન્સીને ૪૦૦ વખત પેનલ્ટી કરી છે તો કડક પગલા શા માટે લેવાતા નથી ? તેના પ્રશ્નમાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટર કિશન માડમે પણ સુર પુરાવ્યો હતો અને ભૂગર્ભની ફરિયાદોનો યોગ્ય નિકાલ થતો નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાજપ ના જ કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી અતિ દુર્ગંધ આવે છે તો બે માસ માટે પ્લાન્ટ બંધ કરાવવો જોઈએ.

આ પછી વિપક્ષના રચનાબેન નંદાણીયાએ ગોકુલ મંડપ સર્વિસ દ્વારા ખોટા બીલો પાસ કરાવાયા હોય તેના સંચાલક કોણ છે ? તેનું નામ જાહેર કરવા માંગ કરતા સંજય સોરઠીયાનું નામ જાહેર થયું હતું, તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે તે ભાજપ સાથે સંકળાયેલ છે. જો કે સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષ કગથરાએ દરમ્યાનગીરી કરી નિયમ મુજબ નિર્ણય લઈ કામ આપવામાં આવતું હોવાનો ખુલાશો કર્યો હતો. રચનાબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિકના નામે રેંકડી-પથારાવાળા, ફેરીયા ને ત્રાસ આપવા માં આવે છે. આ મુદ્દે તેમણે આ ઉગ્ર રજુઆત કરતા સભા પૂર્ણ જાહેર કરી દેવાઈ હતી.

જામનગર : સાહેબ, મારો પતિ દારૂ પીને ધમાલ કરે છે, પકડી જાવ

0

સાહેબ, મારો પતિ દારૂ પીને ધમાલ કરે છે, પકડી જાવ… મહિલાએ પતિને ‘લોકઅપ’માં પૂરાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ડિસેમ્બર ૨૩ દારૂ ઢીંચી તમાશો કરતા તેમજ અત્યાચાર ગુજારતા નશાબાજોને પરિવારના સભ્યોને પોલીસના હવાલે કરી રહ્યા હોવાના બનાવ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં ગઇકાલે વધુ એક મહિલાએ તેના નસેડી પતિને પોલીસને હવાલે કર્યા હતાં.આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના વામ્બે આવાસ રોડ પર આવેલ મયુરનગર સિદ્ધાર્થનગર શેરી નં. ૪ માં રહેતા રંજબેને વરણ ગત રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે તેના પતિ દિલીપભાઇ રમેશભાઇ વરણ ઘરે નશો કરેલી હાલતમાં આવી તોફાન કરતાં તેણીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સીટી સી. ડિવીઝન પોલીસે તેની અટકાયત કરી હતી.

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ

0

રાજકોટ રેન્જ ના આઈ.જી ની ઉપસ્થિતિમાં જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં પોલીસ અધિકારીઓની પરેડ યોજાઇ

  • વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ઉપસ્થિત રહેલા રેન્જ આઈ.જી. ની હાજરીમાં પોલીસ પરેડ તેમજ મોકડ્રિલ પણ યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ડિસેમ્બર ૨૩, રાજકોટ રેન્જ ના આઈ.જી.શ્રી અશોક યાદવ નું જામનગર જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, અને તેઓનો ત્રણ દિવસનો જામનગરનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આજે પોલીસ હેડ ક્વાર્ટર માં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓની પરેડ યોજાઈ હતી, સાથો સાથ મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. જામનગર જિલ્લામાં રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોક યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, અને તેઓનો ત્રણ દિવસનો જામનગરનો મુકામ રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત આજે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં તમામ પોલીસ ઓફિસરોની પરેડ યોજાઇ હતી, જેમાં ઉપસ્થિત રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સલામી જીલવામાં આવી હતી. જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ વગેરે પરેડમાં જોડાયો હતો, સાથો સાથ પોલીસ હેડ ક્વાર્ટર માં મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકામાં યોજાનારા આહીરાણી મહારાસ ના આયોજન ની નિમંત્રણ પત્રિકા બાલા હનુમાન મંદિરના પ્રમુખને અર્પણ કરાઈ

દ્વારકામાં યોજાનારા આહીરાણી મહારાસ ના આયોજન ની નિમંત્રણ પત્રિકા બાલા હનુમાન મંદિરના પ્રમુખને અર્પણ કરાઈ

  • આહિરાણી ના પારંપરિક પહેરવેશ માં સજ્જ થઈને આહીર જ્ઞાતિની બહેનોએ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર પરિસરમાં રાસ રજૂ કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ ડીસેમ્બર ૨૩, અખિલ ભારતીય આહીર મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે ૨૪મી ડિસેમ્બરના રોજ મહારાસ,યોજાવા જઈ રહ્યો છે, અને ૩૭,૦૦૦ ઉપરાંત આહીરાણીઓ એક જ સમિયાણામાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રાસ રમશે. જે અંતર્ગત આજે જામનગરની આહીરાણીઓ દ્વારા જગવિખ્યાત ‘બાલાહનુમાન’ મંદિરે ભગવાનને મહારસ ની કંકોત્રી આપી, વિનવણી કરી હતી, અને તમારા વગરનો રાસ અધુરો લાગે, અમારી આગળ તમે, પાછળ અમે. આવો પધારો મહારસમાં..જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર ના ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલને આઈરાણીઓ દ્વારા નિમંત્રણ પત્રિકા અપાઇ હતી, અને પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત બહેનો દ્વારા મંદિર પરિસરમાં રાસ પણ રજૂ કરાયો હતો.

જામનગરની જિલ્લા જેલમાં રહેલા કેદીઓને વેતનમાં વધારો કરાતાં કેદીઓમાં ખુશીની લહેર : મોઢા મીઠા કરાવાયા

0

જામનગરની જિલ્લા જેલમાં રહેલા કેદીઓને વેતનમાં વધારો કરાતાં કેદીઓમાં ખુશીની લહેર: જેલ અધિકારી દ્વારા મીઠા મોઢા કરાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડિસેમ્બર ૨૩ જામનગર સહિત રાજ્યની જેલોમાં રહેલા અને સજા પામેલા કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી શકે, તેઓને જેલજીવન દરમ્યાન દૈનિક પ્રવૃત્તિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલ્યનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને તાલીમ સહ ઉત્પાદનના ધોરણે વિવિધ ઉદ્યોગલક્ષી કામગીરી સોંપી તૈયાર કરવામાં આવે છે.આ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકૃત કરી બિનકુશળ, અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બિનકુશળ કેદીઓ માટે ૭૦ રૂપિયા., અર્ધકુશળ કેદીઓ માટે ૮૦ રૂપિયા.અને કુશળ કેદીઓ માટે ૧૦૦ રૂપિયા મુજબ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. જે રાજ્ય સરકારના માનવીય અભિગમ તથા અધિક પોલીસ મહાનિદેશકશ્રી ડૉ. કે. એલ. એન. રાવના અથાગ પ્રયત્નોથી સુધારો કરવામાં આવ્યો છે. જેમાં સુધારો કરી બિનકુશળ કેદીઓ માટે ૧૧૦ રૂપિયા., અર્ધકુશળ કેદીઓ માટે ૧૪૦- રૂપિયા, અને કુશળ કેદીઓ માટે ૧૭૦ રૂપિયા. કરવામાં આવ્યા છે.જે બાબતે જામનગર જીલ્લા જેલ અધિક્ષક એમ. એન. જાડેજા દ્વારા અત્રેની જેલમાં કામ કરતા કેદીઓને જાણ કરીને તેઓને કરાયેલા વેતન વધારા બાબતે વાકેફ કરવામાં આવ્યા છે, અને કેદીઓને મોં મીઠુ કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બિલ્ડરની જમીન પચાવી પાડનાર પિતા પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ

0

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી વેપારીની જમીન પચાવી પાડનાર આરોપી પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો

  • વેપારીની ૬ પ્લોટ વાળી જમીનનો કબજો કરી દઈ ગેરકાયદે રસ્તો બનાવ્યો: ખાલી નહીં કરી ધમકી આપી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૩  જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી જામનગરના એક વેપારીની જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી જમીન પચાવી પાડવા અંગે જામનગરના બે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે ગુનો નોંધાયો છે. જમીનનો કબજો કરી લઈ તેમાં રસ્તા બનાવી લીધા બાદ જમીન ખાલી નહીં કરી પતાવી દેવાની ધમકી આપતાં મામલો જિલ્લા કલેકટર અને પોલીસમાં લઈ જવાયો હતો. જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી કરાયા પછી આ ફરિયાદ દાખલ થઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને અનાજ કરિયાણા નો વેપાર કરતા નિશાંત ભાઈ ગિરધરલાલ મોરજરીયા નામના લોહાણા વેપારી કે જેઓની જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રેવન્યુ સર્વે નંબર ૪૬૭, ૪૬૮ ના પેટા પ્લોટ નંબર ૬ વાળી જમીન આવેલી છે. જે જમીનનો ગેરકાયદે રીતે કબજો કરી લેવાયો હતો, અને જામનગરમાં કૌશલ નગરમાં રહેતા રસિકભાઈ જેઠાલાલ ભરડવા અને દિશાંત રસિકભાઈ ભરડવા નામના પિતા-પુત્ર દ્વારા જમીનમાં પેશ કદમી કરી લઈ પોતાના આવવા જવા માટે ના રસ્તા વગેરે બનાવી લેવાયા હતા.જે અંગેની ફરિયાદી વેપારી ને જાણ થતાં તેઓએ પોતાની જમીન ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ પિતા પુત્ર એ જમીન ખાલી નહીં કરી ફરીથી જમીન ખાલી કરવા માટે દબાણ કરશે તો ટાંટીયા ભંગાવી નાખશે, તેવી ધમકી ઉચ્ચારી હતી.

જેથી નિશાંતભાઈ મોરજરીયા દ્વારા જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, અને તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો.

જેમાં વેપારીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી અથડાયેલા કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા પોલીસવડાને હેઠળ ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો, તે અનુસાર જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી પિતા પુત્ર રસિકભાઈ ભરડવા અને દિશાંત રસિકભાઈ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ ગ અને આઈપીસી કલમ ૫૦૬-૨ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જામનગરના લાલપુરમાં નશીબ અજમાવતી ત્રિપુટી ઝબ્બે

0
  • લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં જુગાર અંગે દરોડો ત્રણ મહિલા સહિત પાંચ પત્તા પ્રેમી પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૩  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી ત્રણ મહિલા સહિત પાંચ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લીધી છે.લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી ગંજી પાના વડે હારજીતના જુગાર રમી રહેલા સાહિલ હાસમભાઈ સમા, રોશનબેન મહમદભાઈ પટ્ટા, શેર બાનું લાખાભાઈ પટ્ટા રોશન બેન હાસમભાઈ પટ્ટા, તેમ જ રીયાઝ ભીખુભાઈ પટ્ટા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨૨૪૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.જુગાર અંગેનો બીજો દરોડો જામનગર માં ભીમ વાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, ત્યાંથી જાહેરમાં ચલણી સિક્કા ઉછાળીને જુગાર રમી રહેલા દિપક દેવજીભાઈ ચાવડા અને જગદીશ હરજીભાઈ ચૌહાણની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૬૫૧ની રોકડ રકમ કબજે કરી છે. જુગાર અંગેનો ત્રીજો દરોડો ધ્રોળમાં ખાટકીવાસમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા દાઉદભાઈ મેંમણ ની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસે થી રૂપિયા ૧૧૧૦ ની રોકડ રકમ કબજે કરી છે.

જામનગરના નામે રાજકોટમાં ધમકી : બેંક કર્મીને ઢીબી 3 શખ્સો પલાયન

0

વૉકિંગમાં નીકળેલા ઇન્ડસીંડ બેંકના કર્મચારી તેના પિતા પર ત્રણેક શખ્સોનો બેટથી હુમલો

  • ‘અમે જામનગરના અમીનભાઈ નોટીયારના માણસો છીએ તને રીકવરી કરવાનો બહુ શોખ છે’ કહીને હુમલો કરી ફરાર
  • ટ્રકના હપ્તા ભરાય કે ન ભરાય તું કોઈ કાર્યવાહી કરતો નહીં,નહિતર પરિણામ સારું નહિ આવે ‘ તેવી ફોનમાં ધમકી પણ અપાઈ ‘તી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ડીસેમ્બર ૨૩ જામનગરના ત્રણ શખ્સોએ રાજકોટમાં લખણ ઝળકાવ્યા વોકીગમાં નિકળેલા બેંક કર્મીને આંતરી હુમલો કર્યો હતો રાજકોટ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં જીવન જ્યોત સોસાયટી ૧ શેરી નં.૦૯ માં વોકિંગ કરવા નીકળેલા ઇનસિડ બેંકમાં ડિવિપી તરીકે કામ કરતાં કર્મચારી તેના ને પિતા પર બાઈકમાં આવેલા ત્રણ શખ્સોએ ‘અમે જામનગરના અમીનભાઈ નોટિયારના માણસો છીએ, તને રિકવરી કરવાનો બહુ શોખ છે’ તેમ કહી બેટ વડે મારકૂટ કરતાં ચકચાર મચી જવા પામી હતી.ગાંધીગ્રામ પોલીસે કાવતરું ઘડી હુમલો કરનાર ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખાનગી બેકમાં નોકરી કરતા પિતા પુત્ર ઉપર હુમલો થતા નાશભાગ મચી ગઈ હતી ખાનગી બેંકમાં કામ કરતાં યુવાને જણાવ્યું છે કે ઈન્ડસીંડ બેંકમાં સેલ્સ એન્ડ માર્કેટીંગનુ કામ કરતા હોય જેથી ગાડીઓના લોનના હપ્તા કોઈ ન ભરે તેની સામે બેંક દ્વારા કાર્યવાહી કરવાની હોય છે.પરતું મને ફોનમાં અમીનભાઈ નોટિયાર ધમકી આપતો હતો એ ટ્રકના હપ્તા ભરાય કે ન ભરાય તું કોઈ કાર્યવાહી કરતો નહી, નહિતર પરિણામ સારું આવશે નહીં’ તેવી ધમકી પણ મળી હતી. બાદમાં ગઇકાલે હું અને મારા પિતા ઘર પાસે વોકીગમાં નીકળ્યા હતા.ત્યારે બાઈકમાં આવેલા ત્રણ અજાણ્યા માણસોએ ‘ અમે અમીનભાઈ નોટીયારના માણસો છીએ તને રીકવરી કરવાનો બહુ શોખ છે’ને કહીને બેટ વડે હુમલો કર્યો હતો.જેમાં મણે અંગૂઠા તથા આંગળી વચ્ચે એક ઘા ડાબા હાથની આંગળી વચ્ચે મારી દેતા ફેક્ચર થયું હતું. બીજાએ મારા પિતાજીને ધક્કો મારી પછાડી દીધા હતા.અમે બૂમબરાડા કરતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા

ભાવેશભાઈ ખીમજીભાઈ ટાંક (ઉ. વ પર ) ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખ્સો સામે આઈપસી કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૬ (૨), ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધ્યો છે વધુ તપાસ એસ.આઈ જે.જી.જાડેજાની ટીમે ચલાવી રહ્યા છે.

જામનગર ઝાંખર ગામના ડો.અજયસિંહે ગામના પહેલા ડોક્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી

0

લાલપુર તાલુકાના ઝાંખર ગામના ડો.અજયસિંહે ગામના પહેલા ડોક્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી મારું ડોકટર બનવાનું સ્વપ્ન થયું સાકાર : લાભાર્થીશ્રી ડો.અજયસિંહ વાઘેલા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડિસેમ્બર ૨૩ રાજ્ય સરકારની આર્થિક મદદ થકી તમામ બાળકોનું ઉચ્ચ અભ્યાસ કરવા માટેનું સપનું સાકાર બન્યું છે. રાજ્યના છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ તેમની અથાક મહેનત અને પરિશ્રમ થકી વિવિધ ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) એ એક શિષ્યવૃત્તિ યોજના છે. જેમાં ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેથી તેઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. ડિપ્લોમા કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કોર્સ, મેડિકલ કોર્સ વગેરે જેવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ દર વર્ષે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં જવા માંગે છે, તો તેઓને 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળે છે. તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને વયમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે, તો તેમને તાલીમ કેન્દ્રો હેઠળ તાલીમ આપવામાં આવશે. તેમજ બિન-અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનસામગ્રી ખરીદવા માટે નાણાકીય મદદ મળશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાંખર ગામના ખેડુતપુત્ર અજયસિંહ વાઘેલાએ તેમના ગામમાં યુવાનો માટે નવી મિશાલ આપી છે. મોરના ઈંડાને ચીતરવા ના પડે તેમ અજયસિંહ બાળપણથી જ વિશેષ પ્રતિભા ધરાવતા હતા. લાભાર્થી ડો.અજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ”મેં વર્ષ 2017માં વડનગરમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જી.એમ.ઈ.આર.એસ. ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું હતું. મને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 9 લાખ રૂપિયાની સહાય મળી છે. જેથી હું મારો અભ્યાસ સરળતાથી પૂર્ણ કરી શક્યો છું. તેમજ મને ઝાંખર ગામમાંથી પહેલા ડોક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. મારી આ સિદ્ધિને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા બિરદાવવામાં આવી છે. મારો સમગ્ર અભ્યાસ સરળતાથી પૂર્ણ થઈ શક્યો છે, તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર અને લાલપુર તાલુકા વહીવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું.” સંકલન : જલકૃતિ કે. મહેતા

error: Copying and use of the content of the website is considered as illegal activity.