જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત
- વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી નિમિતે પેઢા વિભાગે 1558 દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડિસેમ્બર, ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે 10 દિવસ સુધી દેશભરની ડેન્ટલ કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે રંગોળી, ક્વિઝ, સ્કિટ, પોસ્ટર, ટી-શર્ટ પેઇન્ટિંગ, ફ્લેશ મોબ્સ, ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં દેશભરની 148 થી વધારે ડેન્ટલ કોલેજોએ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધામાં જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોકટર સ્ટાફ તથા અભ્યાસ કરતા યુજી-પીજીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ડિનશ્રી ડો. નયના પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજી (ISP) દ્વારા આયોજિતસ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આયોજિત સ્પર્ધાઓમાંથી ડેન્ટલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કેમ્પ સ્પર્ધામાં ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગ દ્વારા કુલ 1558 દર્દીઓનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી, દેશભરની ડેન્ટલ કોલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જે અનુસંધાને તાજેતરમાં અમૃતસર ખાતે આયોજિત ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોંટોલોજીની વાર્ષિક નેશનલ કોન્ફરન્સમાં જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પેઢા વિભાગની ટિમ ડો. નયના પટેલ, ડો. રાધા વાછાણી, ડો. નિશા વર્લિયાની, ડો. ગૌરવ બકુત્રા, ડો.અંકિત સંત, ડો. વશીષ્ઠ વ્યાસ, ડો. જલ્પક શુક્લા, ડો. ઉમેદ ચેતરીયા તથા પોસ્ટગ્રેજયુએટ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પરિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ ડિસેમ્બર ૨૩, જિલ્લા રોજગાર કચેરી જામનગર અને ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. કેમ્પસ જામનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૩ જેટલા ઔદ્યોગિક એકમો યુવાઓને રોજગારી અર્પણ કરવા સહભાગી થયા હતા અને ૫૬૦ જેટલા યુવાઓને રોજગાર મેળાના માધ્યમથી રોજગાર પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે એક જન પ્રતિનિધિ તરીકે હું જ્યારે યુવા વર્ગનું પણ પ્રતિનિધિત્વ કરી રહી છું ત્યારે યુવાઓનો કઈ રીતે સર્વાંગી વિકાસ કરી શકાય તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.ભારત એ સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ત્યારે આ યુવાઓને પોતાના કૌશલ્ય આધારિત રોજગાર મળે તે માટેના આ મેળાના માધ્યમથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ યુવા તેમજ શિક્ષિત વર્ગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને એમની પ્રેરણાથી જ આજે રાજ્યભરમાં આ પ્રકારના રોજગાર મેળાઓનું આયોજન શક્ય બન્યુ છે. સરકારના પ્રયાસોથી દેશભરમાં આજે ‘મેડ ઇન ભારત’ની પરિકલ્પના સાકાર થઈ રહી છે.અનેક ખ્યાતનામ વિદેશી કંપનીઓએ પોતાના ઉદ્યોગો આજે ભારત તરફ વાળ્યા છે.દેશના દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ પોતાનુ યોગદાન આપી રહી છે અને આગળ વધી રહી છે ત્યારે ઉદ્યોગ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે સદાય અગ્રેસર રહેલું જામનગર વધુ વિકાસની ઊંચાઈઓ સર કરશે તે નિશ્ચિત છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ ઉપસ્થિત યુવાઓને પ્રેરિત કરતા જણાવ્યુ હતું કે યુવાઓએ કોઇ એક ચોક્કસ ક્ષેત્રમાં પોતાનુ કૌશલ્ય વિકસિત કરવુ અને ઔદ્યોગિક એકમોને સતત તમારી જરૂરિયાત રહે એ પ્રકારે પોતાની જાતને તૈયાર કરવી એ આજના સમયની માંગ છે. યુવાનોમા કૌશલ્યવર્ધન થાય તે માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે અને થોડા સમય પહેલા જ સરકાર દ્વારા સ્થાપવામા આવેલ સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટી એ તેનુ તાદશ ઉદાહરણ છે.
આ પ્રસંગે રોજગાર મદદનિશ નિયામક સરોજબેન સાંડપાએ સ્વાગત પ્રવચન વડે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ આઇ.ટી.આઇ.ના આચાર્ય જે.આર.શાહે કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શિક્ષણ સમીતીના ચેરમેન મનીષભાઈ કનખરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, કોર્પોરેટરો, નોકરી દાતાઓ તેમજ બહોળી સંખ્યામાં નોકરીવાંચ્છુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ ડીસેમ્બર ૨૩ જામનગર સહિત રાજ્યભરમાં લગ્ન સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે તેમાં હાલારના આંગણે જામનગરના જાણીતા બીજનેશમેન ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિશાળ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા 
ત્યારે બદલાતા સમય સાથે અને બદલાતી પરંપરાઓની વચ્ચે પણ જળવાયેલો માભો અને જળવાયેલી સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે જામનગરમાં યોજાઈ રહેલ એક એવો લગ્નપ્રસંગ કે જે રાજપૂત સંસ્કૃતિના સીમાચિહ્નરૂપ બની રહેશે આવો જાજરમાન પ્રસંગ એટલે જામનગરના સન્માનીય ગર ગીરાસદાર રાજપુત અગ્રણીશ્રી છત્રસિંહજી ગંભીરસિંહજી ચુડાસમાના પૌત્ર અને શ્રીમતી દેવાંશીબા તથા જામનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિશાળ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા શ્રી અજયસિંહજી છત્રસિંહજી ચુડાસમાના કુંવર ચિરંજીવી શ્રી કરણસિંહજીનો વેવિશાળ પ્રસંગ યોજાયો છે.આ વેવિશાળ પ્રસંગે ચુડાસમા પરિવારના આંગણે હેલિકોપ્ટરમાં આજરોજ ડિસેમ્બરની શુભ ઘડીએ વેલ આગમન થઇ ચૂક્યું છે. સૌરાષ્ટ્રના ઘરેણાં એવા જામનગરના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા રજવાડી ઠાઠ-માઠ સાથે વેલ આગમન થયું હશે. ચુડાસમા પરિવારને ત્યાં યોજાઇ રહેલી આ લગ્નોત્સવ પ્રસંગ અત્યંત વૈભવશાળી અને સાંસ્કૃતિક ભવ્યતા માટે સમગ્ર જામનગરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો છે, ઉત્સુકતા અને ઉમંગ તેની ચરમસીમાએ છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગ ખુબ ઉજળો અને આનંદમય બની રહેવાનો છે તે નિશ્વિત છે. શહેરના મધ્યમાં હેલિકોપ્ટર લેન્ડ થતા ઉત્સાહી શહેરીજનો સેલ્ફી લેવા માટે પણ પડા પડી કરી હતી. આ તકે ચુડાસમાં પરીવાર વતી મહેન્દ્રસિંહ જેઠવાએ સમગ્ર વિગતો આપી હતી.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અન્ય ગ્રાહકોના ઓર્ડર નું પાર્સલ બનાવતા હતા, જે દરમિયાન આરોપીએ આવીને વચ્ચેથી ચાઈનીઝ ભેળ માંગી હતી, જેથી વેપારીએ કહ્યું હતું, કે અન્યના પાર્સલમાં થોડો સમય લાગશે. જેથી હરપાલસિંહ ઝાલા ઉશકેરાઈ ગયો હતો, અને બહાર પડેલું સ્ટુલ વેપારીના માથામાં ફટકારી દીધું હતું. જે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે આરોપી સામે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપી એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી શનિવારે જે ઉમેદવારો પોતાની દાવેદારી પરત ખેંચશે તે પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે ૨૫ ફોર્મ ભરાયાં છે.
જામનગરમાં ગીરાસદાર રાજપૂત સમાજની આગેવાનીમાં આજે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી કે પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને છ માસ પહેલાજ સાવચેત કરવામાં આવ્યા હતાં.
ઉપરાંત સુખદેવસિંહએ પણ પોલીસ રક્ષણની માંગ કરી હતી. તથા કરણી સેના દ્વારા પણ આ બાબતે આવેદનો પાઠવાયા હતાંં. છતાં તેમને સુરક્ષા આપવામાં લાપરવાહી દાખવવામાં આવી હતી.
આ પ્રકરણમાં લાપરવાહી દાખવનારને સસ્પેન્ડ કરવામાં આવે. તથા કોના ઈશારે રક્ષણ અપાયુ નથી તેની પણ તપાસ કરવામાં આવે. તેમજ હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસ કરવામાં આવે.દસ માસ પહેલા ભટીંડા જેલમાં સંપત નહેરા સુખદેવસિંહની હત્યાનું કાવત્રુ ઘડી રહ્યો હોય તેની જાણ પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને કરી હતી. આથી સંપત નહેરાનો કબ્જો મેળવી આકરી પુછપરછ કરવામાં આવે જો પૂર્વ સીએમ અને ડીજીપીની સંડોવણી હોય તો તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવે, એનએસએ હેઠળ કેસ રજીસ્ટર્ડ કરીને એનઆઈએની પણ તપાસ જરૃરી છે.