Thursday, October 15, 2026
Home Blog Page 152

જામનગર ખૂની હુમલામાં યુવાનની ખોપરી ફાડી નાખી : 7 સામે ફરિયાદ

જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક યુવાનના માથા પર ખૂની હુમલો કરી ખોપડી ફાડી નાખ્યા ની સાત સામે ફરિયાદ

  • દલિત યુવતી એ પ્રેમ લગ્ન કર્યા હોવાથી ત્રણ મહિલા સહિતના સાત આરોપીઓએ દલિત મહિલાને હડધૂત કરી તેના પતિના ખૂનની કોશિશ

  • દલિત મહિલા અને તેના પતિ તેમજ સાસુ સસરા સહિત ચારને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા

  • (૧) અશરફ જુમા ખફી (૨) જાવીદ જુમા ખફી (૩) આરીફ જુમા ખફી (૪) આયશા જુમા ખફી (૫) વલ્લીભાઇનો પૌત્રો (૬) શરીફાબેન જાવીદ ખફી (૭) સીરીનબેન ખફી રહે- ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ A1 ડેરીની બાજુમા જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ મે ૨૪, જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક દલિત યુવતી કે જેણે મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના પાડોશમાં રહેતી ત્રણ મુસ્લિમ મહિલા સહિતના સાત શખ્સો એ દલિત મહિલાને હડધૂત કરી પ્રેમ લગ્ન કરનાર યુવતીના પતિની ખોપડી ફાડી નાખી હત્યાનો પ્રયાસ કર્યા ની તેમજ સાસુ સસરા ઉપર પણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. દલિત મહિલા અને તેના પતિ તથા સાસુ સસરા વગેરેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ મારા મારી ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચુનાના ભઠ્ઠા પાસે ઢોલીયા પીરની દરગાહ નજીક રહેતી નર્મદાબેન અહેમદ રજા મોહમ્મદ હુસેન નાઈ નામની દલિત જ્ઞાતિની મહિલાએ અહેમદ રજા નામના મુસ્લિમ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન પાડોશમાં રહેતા અશરફ જુમા ખફી, જાવેદ જુમા ખફી, તેમજ આરીફ જુમાં ખફી, શરીફાબેન જાવીદ ખફી,આયેશા જુમાં ખફી અને શિરિન બેન ખફી વગેરે સાત જેટલા પાડોશીઓએ તેનું મન દુઃખ રાખીને દલિત મહિલા ને હડધૂત કરી હતી, અને માર માર્યો હતો.જે દરમિયાન છોડાવવા માટે તેનો પતિ આવી જતાં ઉપરોક્ત તમામ આરોપીઓએ નર્મદાબેનના પતિ અહેમદ રજા ના માથામાં લોખંડ નો પાઇપ મારીને તેની ખોપડી ફાડી નાખી હતી, અને હત્યા નો પ્રયાસ કર્યો હતો. તેથી તેને લોહી લૂહાણા હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ બનાવ સમયે નર્મદાબેન ના સાસુ સસરા વગેરે છોડાવવા માટે વચ્ચે પડતાં તેઓ ઉપર પણ હુમલો કરાયો હતો. જેથી વૃદ્ધ દંપત્તિ ને હોસ્પિટલમાં સારવાર અપાય છે. સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને નર્મદાબેન ની ફરિયાદના આધારે સાતેય આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તેમજ રાયોટીંગ ની કલમ અને એસ્ટ્રોસિટી એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ બાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

જામનગરમાં વ્યાજ ભરવામાં મોડું થતા છરી હૂલાવી દીધી

જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા યુવાન પર છરી વડે હુમલો : વ્યાજ ભરવામાં મોડું થતાં છરી હૂલાવી દીધી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ મે ૨૪, જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી લેતી ના મામલે છરી વડે હુમલો કરાતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને પોલીસ તંત્ર દોડતું થયું છે.જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાન પર મોડી સાંજે છરી વડે હુમલો કરાયો હતો. વ્યાજ ભરવામાં મોડું થતાં તેના પર છરી વડે હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ ટુકડી બનાવના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ છે, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ બનાવને લઈને પુનિત નગર વિસ્તારમાં દોડધામ થઈ હતી.

જામનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયા

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયાઃ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

  • સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર  તા . ૭ મે ૨૪ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.તા. 7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે.મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.

પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

જામનગરમાં લોકશાહીના મહાપર્વની ઉત્સાહ ભેર ઉજવણી

જામનગર શહેર અને જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉત્સાહ ભેર ઉજવણી

  • જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયાઓ નો થયો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ મે ૨૪, જામનગર જિલ્લામાં આજે સવારે ૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે.મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ , યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા હતા.૧૨-જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ ૧૮૮૧ મતદાન મથકો આવેલા છે. જેમાંથી જામનગર જિલ્લાના-૫ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૧૨૪૭ મતદાન મથકો છે. જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા થઈ હતી.

હાલારમાં આંદોલન ઈફેક્ટ : વધુ 75 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

હાલરના બંને જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને વધુ ૭૫ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

  • જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧૭ જ્યારે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વધુ ૧૫ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર તા ૬, લોકસભા -૨૦૨૪ ની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, અને આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રીય આંદોલનના પગલે સંવેદનશીલ મતદાન મથકોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોની ફરિયાદના આધારે બંને જિલ્લામાં વધુ ૭૫ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે.અગાઉ ૩૮૬ સંવેદનશીલ મતદાન મથકો હતા, તેના બદલે હવે ૪૫૧ મતદાન મથકો જાહેર થયા છે. જામનગર શહેરમાં ઉત્તર વિધાનસભા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અગાઉ ૩૧ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા હતા. જેમાં ૧૭ મતદાન મથકનો વધારો કરાયો છે અને હવે ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે.

તે જ રીતે જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૩૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા હતા. જેમાં ૧૫ નો ઉમેરો કરાયો છે. અને હાલ ૫૩ મતદાન મથકો ને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી રહી છે.

જામનગરમાં ‘પાડા’ ને કતલખાને લઈ જતા બચાવવા રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો

જામનગર શહેરમાંથી બે પાડા ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ બચાવ્યા

  • પોલીસે બે કસાઈ શખ્સો સામે ગુનો નોંધી રીક્ષા કબજે કરી પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા

  • આરોપી : -(૧) રફીક રજાકભાઇ અઘવાન જાતે-પટણી ઉ.વ.૨૫ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-પટણીવાળ પુરબીયા ખડકીની બહાર ઘનબાઇ મસ્જીદની બાજુમા જામનગર (૨) હુશેનભાઇ જાનીભાઇ બાબી જાતે-કસાઇ ઉ.વ.૩૨ ધંધો-કસાઇ કામ રહે-કાલાવડનાકા બહાર કસાઇ વાડો ચકલો વિસ્તાર પાંચ હાટડી જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર શહેરમાંથી બે અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં જીવ દયા પ્રેમીઓએ પીછો કરીને રિક્ષામાં લઈ જવાતા બે પશુઓને બચાવી લીધા છે, અને પોલીસને સુપ્રત કર્યા છે. પોલીસે બંને કસાઈ શખ્સોની અટકાયત કરી લઈ પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જનતા ફાટક પાસે રહેતા અને વીમા પોલિસીનું કામ કરતા જીવ દયા પ્રેમી યુવાન પરેશ મોહનભાઈ સાવલિયા ને જાણકારી મળી હતી કે એરફોર્સ ના ગેઇટ પાસે એક રિક્ષામાં બે પશુ (પાડા) ને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે, જેથી તે રીક્ષા નો પીછો કરીને અટકાવ્યા હતા, અને તુરંત પોલીસને બોલાવીને સુપ્રત કરી દીધા હતા.પોલીસે એક રીક્ષા કબજે કરી લઇ અંદર રહેલા બે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે રીક્ષા ની અંદર બેઠેલા રફીક રજાકભાઈ પટણી અને હુસેન જાનીભાઈ કસાઈ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ સામે પશુ પ્રત્યે ઘાતકી પણું પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૦ ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

જામનગરના ભણગોર ગામે પુત્રના ‘લખણ’ થી કંટાળી પિતાનો આપધાત

લાલપુર તાલુકાના ભણગોર ગામના ખેડૂતે પુત્રના ત્રાસથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત

  • ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હારી ગયેલો પુત્ર કહ્યામાં ન હોવાથી મનમાં લાગી આવતાં પિતાએ ઝેર પી લઇ ગળાફાંસો ખાધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા એક ખેડૂતે પોતાના જુગારની લતે ચડી ગયેલા પુત્રના આર્થિક વ્યવહારના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પુત્ર ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમમાં હારી ગયો હોવાથી અને પોતાના કયામાં ન હોવાથી સગા વ્હાલા ની પૈસાની ઉઘરાણી વગેરેના ત્રાસથી કંટાળી જઇ આપઘાત નું પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા તેમજ કટલેરી ની દુકાન ચલાવતા દિપકભાઈ સુભાષભાઈ માણાવદરિયા નામના ૪૭ વર્ષના પટેલ ખેડૂતે ગઈકાલે પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લીધા પછી આંબાના ઝાડમાં રસ્સી બાંધી ગળાફાંસ દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હિતેશભાઈ સુરેશભાઈ માણાવદરિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ ડી.સી. ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક દીપકભાઈ નો પુત્ર ચાંદ (ઉ.વ.૨૪) કે જે આર્થિક વ્યવહારના કારણે પોતાના કહ્યામાં રહ્યો ન હતો, અને આજથી એકાદ વર્ષ પહેલાં પોતાનો પુત્ર કહયામાં નથી અને તેની સાથે કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહીં, તેવી અખબારમાં જાહેરાતો પણ પ્રસિદ્ધ કરાવી દીધી હતી. ત્યારબાદ છેલ્લા છ માસથી તેનો પુત્ર ચાંદ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, ત્યારથી દિપકભાઈ ગુમસુમ રહેતા હતા, અને આખરે ગઈકાલે જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જાહેર કરાયું હતું.

પોલીસને વધુમાં જણાવ્યા અનુસાર મૃતક દીપકભાઈ નો પુત્ર ચાંદ કેજે અગાઉ ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમ હારી ગયો હોવાથી તેણે સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવી ને મોટો કરજો કરી લીધો હતો. પિતા પાસે તમામ લોકોએ પૈસાની ઉઘરાણી કરી હોવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને પોતાનનો પુત્ર કહ્યામાં નથી, અને કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહીં, તેવી જાહેરાત પણ કરાવી હતી. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર નજીક પેટ્રોલ પંપમાં ચોરી : તસ્કરો ૧.૧૩ લાખ ઉઠાવી ગયા

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે આવેલા એક પેટ્રોલ પંપ માં ચોરી

  • તસ્કરો મુખ્ય દરવાજો તોડી અંદર રહેલા ટેબલના ખાનામાંથી ૧,૧૩,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી ગયા ની ફરિયાદ

  • પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં દેખાયેલા ચાર તસ્કરોને શોધવા પોલીસની કવાયત

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬, મે ૨૪ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાયવા ગામના પાટીયા પાસે આવેલા એક પેટ્રોલ પંપ ને ગઈ રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા એક લાખ તેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો દેખાયા હોવાથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા ગીરીરાજસિંહ હરિશ્ચંદ્ર સિંહ ગોહિલ કે જેઓની માલિકીનો વિરાજ પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે આવેલો છે.જે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ગઈ રાત્રીના ઓફિસના તાળા મારીને બહાર સુતા હતા, જે દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ પેટ્રોલ પંપ ના દરવાજાના લોક તોડી નાખી, અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી પેટ્રોલ પંપ ના હિસાબની એક લાખ તેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.સવારે છ વાગ્યે પેટ્રોલ પંપ ના કર્મચારીઓએ જાગીને ચેક કરતાં ઓફિસના દરવાજાના તાળા તૂટેલા જણાયા હતા, જ્યારે અંદર ટેબલના ખાના તથા અન્ય માલ સામાન વેરણ છેરણ જણાયો હતો.તેથી તેઓએ તુરતજ પેટ્રોલ પંપ ના માલિક ગીરાજસિંહ ગોહિલ ને જાણ કરતાં તેઓ રાજકોટ થી જાયવા ગામે આવી પહોંચ્યા હતા, અને પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં રાત્રિના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચાર તસ્કરો આવ્યા હોવાનું, જેમાં બે તસ્કરો બહાર રેકી કરતા હોવાનું અને બે તસ્કરો અંદર ચોરી કરવા માટે ઘૂસયાનું જોવા મળ્યું હતું.

જેથી તેઓએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી, અને રૂપિયા ૧ લાખ ૧૩ હજારની રોકડ રકમની ચોરી થઈ ગયા અંગેની ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને ધ્રોળ ના પી.એસ.આઇ પી.જી. પનારા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળીને ચોર ટોળકી ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

જામનગરમાં જેઠાણી પર દેરાણીના ભાઈ-ભાભી સહિત પાંચનો હુમલો

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દેરાણી- જેઠાણી વચ્ચે પડી તકરાર

  • જેઠાણી પર દેરાણી અને તેના ભાઈ ભાભી સહિત પાંચ શખ્સો એ હુમલો કર્યાની ફરિયાદ

  • આરોપી : – (૧) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલાભાઇ સોઢા (૨) અજયસિંહ સોઢા (૩) રીન્કુબા સોઢા (૪) શીલાબા સોઢા (૫) વિજયાબા સોઢા રહે. તમામ જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર માં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે તકરાર થયા પછી દેરાણી અને તેના ભાઈ-ભાભી વગેરે પાંચ શખ્સોએ જેઠાણી પર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી શીતલબા લખુભા જાડેજા નામની ૨૬ વર્ષની પરણીતાએ ખોડીયાર કોલોની વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની દેરાણી વિજયાબા સોઢા, ઉપરાંત તેના બે ભાઈઓ મહેન્દ્રસિંહ સોઢા અને અજયસિંહ સોઢા તેમજ ભાભી રીન્કુભા સોઢા અને શીલાબા સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી દસ દિવસ પહેલાં એક લગ્ન પ્રસંગના જમણવારમાં દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો જે બનાવનું મનદુઃખ રાખીને દેરાણી અને તેના ભાઇ ભાભીએ આવીને હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી સી ડિવિઝન ના એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ વધુ તપાસ ચલાવે છે.

જામનગર લોકસભા -૨૦૨૪ની ચૂંટણી , આવતી કાલે મતદાન

૧૨- જામનગર લોકસભા -૨૦૨૪ની ચૂંટણી

  • જામનગર બેઠકમાં કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો મતાધિકારનો નો ઉપયોગ કરશે

  • હાલારના બન્ને જિલ્લાઓમાં ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાશે:જેમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથક : આવતીકાલે મંગળવારે મતદાન થશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪ લોકસભા- ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી ની હાલારના બંને જિલ્લાઓમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. અને જામનગર જિલ્લામાં મુખ્ય બે પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આવતીકાલે તા. ૭ મી મે ના રોજ મતદાન થશે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો લોકશાહીનું પર્વ મનાવશે. જેના માટે વહીવટી તંત્ર સજજ બન્યું છે. સાથો સાથ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન સાંસદ પૂનમબેન માડમ કે જેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા માટેની તક આપવામાં આવી છે , જેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કાલાવડ તાલુકાના નિકાવા ની બેઠકના સદસ્ય જે.પી. મારવીયા ચૂંટણી મેદાન મા છે.આમ કોંગ્રેસ ભાજપ વચ્ચે આ બેઠક પર સીધી સ્પર્ધા થશે. ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા એડીચોંટી નું જોર લગાવ્યું છે.

૧૨- જામનગર લોકસભા માં હાલારના બંને જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જેમાં જામનગર જિલ્લામાં છ તાલુકા મથકો આવેલા છે. જામનગર શહેર, જામનગર ગ્રામ્ય, કાલાવડ, ધ્રોળ- જોડીયા લાલપુર અને જામજોધપુર નો સમાવેશ થાય છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર તાલુકા મથકો આવેલા છે. જેમાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ ને કલ્યાણપુર નો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તાર પૈકીના આમરણ ચોવીસીના ૨૪ ગામો કે જેનો પણ ૧૨- જામનગર લોકસભા વિસ્તારમાં સમાવેશ થાય છે.

હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા માં કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો મતદાન કરશે. તેના માટે જામનગર જિલ્લાના ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તાર, ૭૭- જામનગર ગ્રામ્ય, ૭૮-જામનગર ઉત્તર, ૭૯- જામનગર દક્ષિણ, ૮૦ જામજોધપુર, ૮૧- ખંભાળીયા અને ૮૨- દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાયા છે, જેમાં ૩૮૬ સંવેદનશીલ જાહેર કરાયા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાશે જે પૈકી ૯૦૦ થી વધુ મતદાન મથકોમાં સીસીટીવી કેમેરા વગેરે ગોઠવીને તેના માધ્યમથી વેબ કાસ્ટિંગ કરાશે. હાલારના બંને જિલ્લામાં ૮,૮૭૨ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં કુલ ૫,૫૬૯ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા વિસ્તારમાં ૩૩૦૩ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૦૭ રીસીવિંગ સેન્ટર ઉભા થશે. જેમાં કાલાવડમાં માટે હરધોળ હાઇસ્કુલ- ધ્રોલ, જામનગર ગ્રામ્ય માટે હાલારી વીસા ઓસવાળ વિદ્યાલય- જામનગર, જામનગર ઉત્તર માટે ડીકેબી કોલેજ, જામનગર દક્ષિણ માટે પ્રભુલાલ સંઘરાજ વિદ્યાલય, જામજોધપુર માટે લાલપુર ની વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ, તેમજ ખંભાળિયામાં પ્રાંત કચેરી, જ્યારે દ્વારકામાં શારદા પીઠ કોલેજ દ્વારકામાં રીસીવિંગ સેન્ટર ઊભા કરાશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭ મી મે ના રોજ મતદાન થયા પછી તમામ ઇવીએમ મશીન જુદા જુદા સાત રિસીવિંગ સેન્ટરોમાં શીલ કરી ને મુકાયા પછી આગામી ૪ જૂને મતગણના થશે, અને જામનગર ના ઇન્દિરા માર્ગ ઉપર આવેલી ઔશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

૨૦૧૪માં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૧,૭૫,૨૮૯ જ્યારે ૨૦૧૯ માં ૨,૩૬,૮૦૪ ની લીડથી વિજેતા બન્યા હતા.

જામનગર લોકસભાની બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં લગભગ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા થાય છે, જે મુજબ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કે જેઓને ૪,૮૪,૪૧૨ મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ કે જેઓ પુનમબેન માડમના કાકા થાય છે, તેઓને ૩,૦૯,૧૨૩ મત મળ્યા હતા અને પૂનમબેન માડમનો આ બેઠક પર સૌ પ્રથમ વખત ૧,૭૫,૨૮૯ મતણી સરસાઈથી વિજય થયો હતો.

ત્યારબાદ ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમ ની બીજી ટર્મ માટેની ફરીથી પસંદગી થઈ હતી, અને તેઓ ૨૦૧૯ ની ચૂંટણીમાં તેઓને ૫,૯૧,૫૮૮ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા ને ૩,૫૪,૭૮૪ મત મળ્યા હતા, અને પૂનમબેન માડમ નો ૨,૩૬,૮૦૪ મત ની જંગી લીડ થી વિજય થયો હતો. આ વખતે ભાજપ ના પૂનમબેન માડમ સામે કોંગ્રેસ નાં ઉમેદવાર જયંતીલાલ પરસોત્તમભાઈ મારવીયા (જે.પી. મારવીયા) કે જેઓ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહે છે. જેઓનો જન્મ ૧૦.૭.૧૯૮૧ ના રોજ થયો હતો. જ્યારે તેઓએ બી.કોમ. એલ.એલ.બી. સહિતની ડિગ્રી સહિતનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે, અને પોતે એડવોકેટ તરીકે વ્યવસાય કરે છે.

તેઓ રાજકોટમાં એડવોકેટ એન્ડ નોટરી તરીકેની ઓફીસ ધરાવે છે. જેઓ છેલ્લા ૨૨ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય છે, અને હાલ તેઓ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે, ઉપરાંત સહકારી ક્ષેત્રે કાલાવડ એપીએમસીના ડિરેક્ટર પદે છે, ઉપરાંત સેવા સહકારી મંડળી, કાલાવડ તાલુકા પટેલ સમાજના આગેવાન તરીકે કાર્યરત છે, અને તેઓ આગામી લોકસભા-૨૦૨૪ ની જામનગરની બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા થી પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે મતદાન ને માત્ર એક દિવસ આડો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.