Thursday, October 15, 2026
Home Blog Page 153

જામનગર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ભાજપ વિરોધી મતદાનનો સંકલ્પ કરાયો

જામનગરની ભાગોળે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં ભાજપ વિરોધી મતદાન નો સંકલ્પ કરાયો

  • કોંગ્રેસના ઉમેદવારને ક્ષત્રિય સમાજે જાહેરમાં ટેકો આપ્યો

  • જામનગરના માજી રાજવીને રામરામ કરવા માટે નહિ જવાની પણ અપીલ કરાઈ

  • ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં જામનગર કોંગ્રેસના ઉમેદવારે હાજર રહી પક્ષ પલટો નહીં કરવાનું સોગંદનામુ રજૂ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ મે ૨૪ રાજકોટ ની બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતભર માં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અને જુદા જુદા આંદોલન આત્મક કાર્યક્રમો અપાઈ રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે સાંજે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ વિરોધી મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી.ગઈકાલે યોજાયેલા મહા સંમેલનમાં ક્ષત્રિય સમાજના રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, પી.એસ. જાડેજા, કરણસિંહ ચાવડા, હરપાલસિંહ ચુડાસમા અને તૃપ્તિબા રાઓલજી સહિતના સૌરાષ્ટ્ર કચ્છના અનેક ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા. અને મંચ પરથી અને આગેવાનોએ સત્ય સમાજના સંમેલનમાં જાહેરમાં સંબોધન કર્યું હતું, અને ભાજપ વિરોધી મતદાન કરવા માટેની હાકલ કરી હતી.રાજપુત સમાજના આગેવાનોએ ભાજપ સામે કોઈપણ પ્રકારે નમતું નહીં જોખવાના નિર્ધાર કર્યો હતો. અને જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરીને મતદાન કરવા નો સંકલ્પ લેવાયો હતો.ક્ષત્રિય મહિલા અગ્રણી તૃપ્તિબા રાઓલ દ્વારા બે અલગ વોટ્સએપ નંબર મંચ પરથી જાહેર કરવામાં આવ્યા હતા, અને ક્ષત્રિય સમાજના આ હેલ્પલાઇન નંબરો મારફતે વહેલી સવારથી જ દરેક બુથ પર ગોઠવાઈ જઈ ક્ષત્રિય સમાજનું ૧૦૦ ટકા મતદાન કરાવવા અને ભાજપના વિરોધમાં મતદાન કરવા માટેની હાકલ કરી હતી.જ્યારે ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ પ્રત્યેક ઉપસ્થિત જનમેદની ને જય ભવાનીના નારા સાથે ભાજપના વિરોધમાં મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા, અને વહેલી સવારથી જ પ્રત્યેક વ્યક્તિએ ૧૦ મત અપાવવા માટે હાકલ કરી હતી. દરેક બુથમાં પોતે તેમજ પોતાના પરિવાર અને અન્ય મતદારોને વહેલી સવારથી મતદાન કરાવવા માટે ભાર મૂક્યો હતો.
ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય કેટલાક સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સમાજના અસ્મિતાના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમર્થન આપ્યું હતું.

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનમાં જામનગર ની લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર જે.પી. મારવીયા ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ કોઈપણ સંજોગોમાં પક્ષ પલટો નહીં કરૂ, અને કોંગ્રેસ પાર્ટીનેજ સમર્થન આપીને ભાજપ વિરુદ્ધ ની લડતમાં જોડાઈ તે પ્રકારનું સોગંદનામું મંચ પરથી રજૂ કર્યું હતું.જામનગર ના માજી રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા કે જેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત આપી અને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા, અને તેઓને હાલારી પાઘડી પહેરાવી હતી. પરંતુ તેઓએ ક્ષત્રિયાણીઓની અસ્મિતા વિશે વડાપ્રધાન સાથે કોઈ વાતચીત વગેરે કરી ન હોવાનું જણાવી મંચ પર ઉપસ્થિત કરણી સેનાના ઉપાધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાએ ભવાની માતાના સોગંધ આપીને આગામી દિવાળીમાં જામ સાહેબને દિવાળીના રામરામ કરવા નહીં જવા માટે નો અનુરોધ કર્યો હતો.

જામનગર : શાપર ગામના પાટીયા પાસેથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

જામનગર નજીક શાપર ગામના પાટીયા પાસેથી ૪૦ વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ મે ૨૪, જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા નજીકથી ચાલીસ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકાવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શાપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લલીતભાઈ પટેલ નામના ખેડૂતે શાપર ગામના પાટીયા થી જામનગર જતા હાઈવે રોડ પર બે દિવસ પહેલાં એક ટ્રકની કેબિન સળગી ગઈ હતી, તે કેબિનના પાછળના ભાગમાં ગંજી પહેરેલો ૪૦ થી ૪૫ વર્ષની વય ના પુરુષ નો મૃતદેહ પડ્યો છે, તેવી માહિતી સિક્કા પોલીસને આપી હતી.

જે માહિતીના આધારે સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગાંભવા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું પણ જણાઈ આવે છે.જે મૃતદેહની ઓળખ કરવા માટે હાલ મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે, અને તેની ઓળખ કરવા માટે સિક્કા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એચ. બાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના ખીરી ગામ પાસે પાર્કિંગમાં પાર્ક કરાયેલ ટ્રકમાં કોલસાના જથ્થામાં આગ

જોડિયા નજીક ખીરી ગામ પાસે પાર્કિંગમાં પાર્ક કરાયેલા એક ટ્રકમાં કોલસાના જથ્થામાં આગ ની ઘટનાથી દોડધામ: ફાયર બ્રિગેડ આગને કાબુમાં લીધી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ મે ૨૪, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે એક હાઈવે હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા ટ્રકમાં રખાયેલા કોલસા ના જથ્થામાં અકસ્માતે આગ લાગી હતી.આગ ના આ બનાવની વિગત એવી છે કે જામનગર- જોડિયા ધોરી માર્ગ પર ખીરી ગામ પાસે મોગલ માના મંદિરની નજીક આવેલી મોગલ કૃપા માલધારી હોટલના પાર્કિંગમાં જી.જે.૧૨ સી.ટી. ૧૩૯૧ નંબરનો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો, અને તેમાં કોલસા નો મોટો જથ્થો સંગ્રહ કરીને રખાયો હતો. જે કોલસા ના જથ્થામાં આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ધુમાડા ના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.જે આગ ના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ખીરી ગામે પહોંચી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે પાણી નો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. તેમજ ટ્રકમાં ભરેલો કોલસો ધીમે ધીમે જુદો પાડીને બહાર કાઢી લીધો હતો, જેથી ટ્રક સળગતો બચી ગયો હતો.

જામનગરમાં PM મોદીની સભામાં બેદરકારી દાખવનાર DCP ને નોટિસ અપાતાં ભારે ચકચાર

જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝજામનગર તા ૩ મે ૨૪, જામનગરમાં ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઇ હતી, જે અંતર્ગત ૧ તારીખે જામનગરના એરપોર્ટથી ખોડિયાર કોલોની માર્ગે રિહર્ષલ કરવામાં આવ્યું હતું, ત્યારે તે રિહર્ષલ દરમિયાનની ફરજમાં બેદરકારી સામે આવી હતી, અને તે વિભાગના ઇન્ચાર્જ સુરતના ડીસીપીને નોટિસ પાઠવવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

જામનગરમાં સુપર વિઝનની જવાબદારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમ ને સોંપવામાં આવી હતી, અને ૧ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ અને એરપોર્ટથી સંતોષી માતા ના મંદિર સુધીના રોડ પર બંદોબસ્ત ના સુપરવાઇઝર ની જવાબદારી સુરતના ડીસીબી ને સોંપાઇ હતી, તે અંતર્ગત ૧ મેં ના દિવસે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવતાં રિહર્ષલ સમયે તૈયારીઓ યોગ્ય ન હતી, તેમજ સમગ્ર તૈયારી નું સુપરવિઝન પણ યોગ્ય રીતે થયું ન હતું.જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરીકેટ પણ લગાવાયેલા ન હતા. અને ડીપ પોઇન્ટ પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પોલીસ સ્ટાફ ના કર્મચારીઓને બેરીકેટીંગ બહાર ઉભા રાખવામાં આવ્યા હતા, જયારે નિયમ એવો છે કે ૭૦ ટકા સ્ટાફ બેરીકેટની અંદર અને ૩૦ ટકા સ્ટાફ બહાર રાખવો જોઈએ, પરંતુ અધિકારી દ્વારા તે પ્રકારે નું સુપરવિઝન કરાયું ન હતું. જેથી રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમ ને નોટિસ પાઠવી છે. જેને લઈને પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

જામનગરમાં PM ની જાહેર સભાના સ્થળે ડોગ સ્ક્વોર્ડ-બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકિંગ

જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની જાહેર સભાના સ્થળે ડોગ સ્ક્વોર્ડ-બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકિંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ૨૪ જામનગરના પ્રદર્શન મેદાનમાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા જાપતો ગોઠવવામાં આવ્યા છે, અને ગુજરાત રાજ્યના એડીજીપી પાંડીયન, કે જેઓએ સુરક્ષાનો મોરચો સંભાળ્યો છે, અને ૧૦ જેટલા આઇપીએસ અધિકારી ને સાથે રાખીને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડયું છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં જાહેર સભા યોજાવા જઈ રહી છે, તે સ્થળે અભેદ કિલ્લાબંદી કરવામાં આવી છે, અને ડોગ સ્ક્વોર્ડ તેમજ ફોરેન્સીક નિષ્ણાત અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લઈને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રદર્શન મેદાન ના સભા સ્થળ તેમજ આસપાસના કોમર્સ કોલેજ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ગુનાશોધક શ્વાન તેમજ બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ ની મદદ થી સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ ની ટિમ દ્વારા મેગ્નેટિક ઉપકરણો ની મદદ થી સભા સ્થળ અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે ગુન્હા શોધક શ્વાનની ‘શેરૂ’ ડોગ અને ડોગ હેંગ્લર સહિત ની ટીમ દ્વારા સભા સ્થળના સ્ટેજ સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અને કડક પોલીસ જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગરમાં મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ

જામનગર જિલ્લાની આંગણવાડીઓમાં મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧ મે ૨૪, લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મતદાન કરવા અંગેના મહાપર્વમાં ભાગ લેવા માટે દરેક નાગરીકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યાં છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધા અને રંગોળી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જામજોધપુર વિધાનસભામાં મતવિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડી કેન્દ્રો જેમાં બાલવા, પરડવા, સમાણા તેમજ વિવિધ ગામડાઓમાં કિશોરીઓ, માતાઓ, બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગેના સુત્રોની મહેંદી મૂકીને અચૂક મતદાન કરવા અંગે મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મહિલાઓએ “વોટ ફોર બેટર”, “હું મતદાન કરીશ જ”, “મતદાન મેરા અધિકાર”, “૭ મે મતદાન દિવસ” સહિતનાં સ્લોગન સાથે મહેંદી મૂકી પોતાના પરિવારજનો તથા અન્ય ગામલોકોને મતદાન કરવા પ્રેરિત કર્યાં હતાં. તેમજ રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી.

જામનગરમાં એક PSI અને બે ASI વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પીએસઆઇ અને બે એએસઆઈ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૪, જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઇ તેમજ બે એએસઆઇ કે જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, જેઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિદાયમાન અપાયું હતું.જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ વાય.આર. જોશી, એ.એસ.આઈ. ભીખુભા પૃથ્વીરાજસિંહ ઝાલા, તેમજ એ.એસ.આઈ. કિશોરકુમાર રવિશંકર દવે કે જેઓ આજે વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા.જેઓને આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ દ્વારા તેઓની કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ને શિલ્ડ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા, અને ભવ્ય વિદાયમાં અપાયું હતું.

જામનગરમાં નવજાત શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલીટી ફેલોશિપ મંજૂર

0

બે ડોક્ટર અને ચાર નર્સ નીમણૂક

જામનગરમાં જી.જી હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલીટી ફેલોશિપ મંજૂર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ એપ્રિલ ૨૪ જામનગર ની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં નવજાત શિશુ વિભાગ ને નેશનલ નીઓનાટોલોજી ફોરમ ઇન્ડિયા દ્વારા સુપર સ્પેશ્યલિટી- ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. જે જામનગર માટે ગૌરવ ની બાબત છે.આથી જામનગર નાં બાળ દર્દીઓ ને વધુ ઉત્તમ સારવાર મળી શકશે. જેના અંતર્ગત ખાસ બે ડોક્ટર માટે અને ૪ નર્સ માટે ફેલોશિપ ખૂલી છે. સમગ્ર ગુજરાત ની મેડિકલ કોલેજ માં આવી ફેલોશિપ હાલ માત્ર જામનગર ના ફાળે મળી છે.એમ.પી.શાહ મેડિકલ કોલેજ મા એમ બી બી એસ ની ૨૫૦ અને એમ .ડી. (પેડ) ) માટે ૧૧ સીટ માટેના કોર્સ ચાલુ જ છે. આ સુપરસ્પેશયાલિટી ફેલોશિપ થી સંસ્થા વધુ સારી નવજાત શિશુ સંભાળ અને એ વિષય સંદર્ભે ઉત્કૃષ્ટ રિસર્ચ કરી શકશે. જેને થી જામનગર ની જી.જી.હોસ્પિટલ મા સારવાર માટે આવતા બાળ દર્દીઓ ને વધી ઉત્તમ સારવાર મળી રહેશે.આ વિભાગ નાં સિનિયર ડોક્ટરો મૌલિક શાહ નાં જણાવ્યા મુજબ એન.એન.એફ.આઈ.એ ભારત માં નવજાત બાળકો માટે નાં નિષ્ણાંતો ની સંસ્થા છે.જેઓ દ્વારા ફેલોશિપ મંજૂર કરવામાં આવે છે. આ સંસ્થા નાં સભ્યો ની ટીમ ગત તાં.૧૦ માર્ચ નાં જામનગર ની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની મુલાકાતે આવી હતી .અને રેકોર્ડ, બિલ્ડીંગ ,જરૂરી સ્ટાફ વગેરે નું નિરીક્ષણ કર્યું હતું અને તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ હોવાનો અહેવાલ પછી જામનગર ને ફેલોશિપ મળી છે.બે ડોક્ટર અને ચાર નર્સે માટે ફેલોશિપ અન્વયે ભારતભર માંથી અરજી થઈ શકે છે.એમ બી બી એસ પછી એમ. ડી અને સુપર સ્પે.અને તેમાં પણ સુપર સ્પે.(પીડીયાટ્રિક) ની સ્પે.સેવા નો ભવિષ્યમાં લાભ મળતી થશે.

જામનગર નાઘેડી પાસે બુઝુર્ગને કચડી નાખનાર XUV કારના ચાલક સામે ગુનો નોંધાયો

0

નાઘેડી ના પાટિયા પાસે રસ્તો ઓળંગી બુઝુર્ગને કચડી કરનાર એકસ્યુવી કારના ચાલક સામે ગેમ નોંધાયો

દેશી ન્યૂઝ જામનગર તા ૩૦ એપ્રિલ ૨૪ જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટિયા પાસે ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને એક કારની ઠોકરે નાઘેડીના બુઝુર્ગ નો ભોગ લેવાયો હતો, જે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધાયો છે.

જામનગર નજીક નાઘેડી માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા દીપસિંહ રેવતુભા વાળા (૭૨ વર્ષ) કે જેઓ ગઈકાલે સવારે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.૧૦ સી.એન.૯૭૮૭ નંબરની એક્સયૂવી કારના ચાલકે બુઝુર્ગને ઠોકરે ચડાવી કચડી નાખ્યા હતા, અને સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક ના પુત્ર અમિતસિંહ વાળાએ પોતાના પિતા ને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવનાર એક્સયુવી કાર ના ચાલક સામે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં ખોટા કેસ બાબતે ક્ષત્રિય સમાજ લાલધૂમ

0

જામનગરમાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો પર થઈ રહેલા ખોટા કેસ બાબતે ક્ષત્રિય સમાજનો રોષ

  • શાંતિ રીતે ચલાવી રહેલા આંદોલનમાં ભાજપ દ્વારા ખોટી રીતે દમન કરવામાં આવતું હોવાથી આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા ચલાવી રહેલા આંદોલનના સંદર્ભમાં વોર્ડ નંબર -૬ માં ક્ષત્રિય સમાજના લોકો સામે ખોટો કેસ દાખલ કરાયા પછી રાજપૂત સમાજ રોષે ભરાયો છે, અને જામનગર જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં ભાજપ દ્વારા ખોટા કેસ કરાવવામાં આવી રહ્યા હોવાની અને રાજપૂત સમાજને છંછેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા નો આક્ષેપ કરાયો છે, અને આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૬ ભાજપના કાર્યક્રમ દરમિયાન આકરી કલમ લગાડીને રાજપૂત સમાજના લોકો પર ગુન્હો દાખલ કરાવ્યો છે, અને ભાજપ દ્વારા રાજપૂત સમાજમાં ડર પેદા થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.શાંતિ પ્રિય રીતે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે, જેમાં પલીતો ચાંપવાનો સ્થાનિક ભાજપની નેતાગીરી દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, અને ખોટી રીતે સમાજના લોકોને પરેશાન કરવામાં આવી રહી છે.

હાલના સંજોગોમાં કોઈપણ પ્રકારે વિરોધ કરવાનો સર્વેને અધિકાર છે તેમ છતાં માત્ર ઉભા રહ્યા હોય તેવા પણ ક્ષત્રિય સમાજના લોકો ની સામે ગુનો દાખલ કરી અટકાયત કરી લેવાની પહેરવી કરવામાં આવી રહી છે. હાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે, અને કોઈપણ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી ને નુકસાન પહોંચાડ્યા વગર તેમજ અન્ય સમાજના લોકોને કોઈ તકલીફ ન પડે તે પ્રમાણેનું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

ભારતના વડાપ્રધાન ની આગામી જાહેરસભા છે તેમાં પણ અમારા દ્વારા આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, તેથી કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નહીં આવે, તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક ભાજપના તંત્ર દ્વારા પોલીસ પર ખોટું દબાણ લાવી અમારા સમાજના લોકો વિરુદ્ધ ખોટી રીતે ગુનો દાખલ કરાવી ક્ષત્રિય સમાજને ઉસ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આગામી દિવસોમાં આથી વધુ આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી છે. ગઈકાલે જે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, તે સંદર્ભમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પણ જઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.