Thursday, October 15, 2026
Home Blog Page 154

જામનગરના નારણપર નજીક અકસ્માતમાં દંપતિના અંતરિયાળ મૃત્યુથી ભારે કરુણાંતિકા

0

જામનગર નજીક નારણપર ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં નારણપરના દંપત્તિના અંતરિયાળ મૃત્યુ થી ભારે કરુણાંતિકા

  • પુરપાટ વેગે રોંગ સાઈડમાં આવી રહેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં દંપત્તિ બાઈક સાથે ૫૦ ફૂટ સુધી ધસડાયું
  • જામનગર થી પોતાના ઘેર પરત ફરી રહેલા ભાનુશાળી દંપત્તિને કાર ચાલકે કચડી નાખતાં પરિવારજનોમાં ભારે આક્રંદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ એપ્રિલ ૨૪ જામનગરની ભાગોળે નારણપર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવવામાં નારણપર ગામના ભાનુશાળી દંપત્તિએ જીવ ખોયો છે. પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહેતી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ભાનુશાળી દંપતી ૫૦ ફૂટ દૂર સુધી બાઈક સાથે ધસડાયું હતું, અને બંનેના કરુણ મૃત્યુ નીપજતાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે. પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા જયેશભાઈ જયંતીભાઈ ફલિયા (ઉંમર વર્ષ ૪૦) અને તેમના પત્ની કાજલબેન જયેશભાઈ ફલિયા ( ઉ.વ.૩૮) કે જેઓ બંને પોતાના કાકા જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા હોવાથી તેમના ઘેર આંટો દેવા તેમજ ખરીદી કરવાની હોવાથી રવિવારની સાંજે પોતાના બાઈક પર બેસીને જામનગર આવ્યા હતા, અને ત્યારબાદ મોડી રાતે ૧૨૩૦ વાગ્યાના અરસામાં તેઓ બાઈક પર પોતાના ઘેર નારણપર જવા માટે પરત ફર્યા હતા.

દરમિયાન નારણપર ગામની ગોલાઈ પાસે હાઈવે રોડ પર જી.જે. ૩ એન.કે. ૨૬૪૧ નંબરની સ્વીફ્ટ કારના ચાલકે રોંગ સાઈડમાં આવી બાઈકને ઠોકરે ચડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારચાલકની સ્પીડ એટલી હતી, કે બાઈકની ટક્કર સાથે ભાનુશાળી દંપત્તિ બાઈક સહિત ૫૦ ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. જેમાં કાજલબેન નું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેની નજર સમક્ષ તેણીના પતિ જયેશભાઈ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યા હતા, તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં થોડી ક્ષણોમાંજ તેનું પણ મૃત્યુ નિપજતાં આ ગોઝારા અકસ્માતમાં પતિ-પત્ની બંનેના મૃત્યુ થયા હતા, અને પરિવારમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું હતું.

ઉપરોક્ત અકસ્માતના બનાવની જાણ થતા મૃતક જયેશભાઈ ના ભાઈ મનોજભાઈ ફલિયા કે જેઓ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં એએસઆઈ એમ.એલ. જાડેજાએ જયેશભાઈ અને તેમના પત્નીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે જી.જે. ૩ એમ.કે. ૨૬૪૧ નંબરની કાર ના ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલા પ્રકરણમાં વળતી ફરીયાદ નોંધાઈ

0

જામનગર મહાનગરપાલિકાના એસએસઆઈ પર હુમલો કરનાર સફાઈ કામદાર દંપત્તિ સામે ગુનો નોંધાયો

  • સામા પક્ષે સફાઈ કામદારે પણ એસ.એસ.આઇ. વિરુદ્ધ પોતાને લાત અને મુક્કા માર્યાની વળતી ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ એપ્રિલ ૨૪ જામનગર મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરાયો હતો, જે બનાવ મામલે એક સફાઈ કામદાર દંપતિ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે, જયારે સામા પક્ષે સફાઈ કામદારે પણ એસએસઆઇ વિરુદ્ધ હુમલા ની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર મહાનગરપાલિકા ના એસ.એસ.આઇ ગઈકાલે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, અને મહાવીર નગર વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા, જે દરમિયાન એક સફાઈ કામદાર દંપતિ રજા લીધા વિના હોસ્પિટલ જવા લાગતાં તેઓને અટકાવ્યા હતા, જેથી દંપતીએ તેમના પર હુમલો કરી દીધો હતો, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જે અંગે સફાઈ કામદાર દંપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેની સામે સફાઈ કામદારે પણ પોતાને માર માર્યાની એસ.એસ.આઇ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં નીલકંઠ નગર માં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.૩૭)કે જેઓ પોતાની ફરજ પર હતા, જે દરમિયાન રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેના પત્ની વીણાબેન કે જે દંપતિ સફાઈ કામ કરવાને બદલે તેઓને અન્ય વિસ્તારમાં વાહનમાં ફરતાં જોવા મળ્યા હતા.

તેથી તેઓના અટકાવ્યા હતા, અને તમે અહીં શું કામ ફરો છો? તમારી અહીં ફરજ નથી. તેમ કહેતાં દંપત્તિએ પોતે હોસ્પિટલમાં સારવાર માટે જતા હોવાનું જણાવ્યું હતું. તેથી એસ.એસ.આઇ દ્વારા હોસ્પિટલના સારવારના કાગળો બતાવવાનું કહ્યું હતું. જેથી દંપત્તિ ઉસકેરાયું હતું. અને એસ.એસ.આઈ. ચિરાગભાઈ પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને કપાળના ભાગે તેમ હાથના ભાગે ઈજા થઈ હતી, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસની જાણ થતાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, અને એસ.એસ.આઇ ચિરાગભાઈ સોલંકી ની ફરિયાદ ના આધારે રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેની પત્ની વીણાબેન સામે હુમલા અંગે ગુન્હો નોંધ્યો હતો.

દરમિયાન સફાઈ કામદાર રવિ જયંતીભાઈ ચુડાસમાએ પોતાને લાત અને મુકકા મારવા અંગે એસ.એસ.આઇ ચિરાગ નાનજીભાઈ સોલંકી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સ્થળ નિરીક્ષણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ

0

જામનગર માં વડાપ્રધાન ના આગમન પૂર્વે સ્થળ નિરીક્ષણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ

દેશ દેવી ન્યૂઝ જામનગર તાં. ૨૭ એપ્રિલ ૨૪ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. બી જી મે ના રોજ જામનગર માં આવી આવનાર હોય આથી આજે જામનગરના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા સભાસ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.લોકસભાની ચૂંટણી માં પ્રચાર પ્રસાર નું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થન માટે જાહેર સભાને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨ મે નાં રોજ જામનગર આવી રહ્યા છે .તેઓ સાંજે ૫ વાગે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભા ને સંબોધન કરશે. તેમના આગામન ને અનુલક્ષી ને.આજે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા , રાજકોટ રેન્જનાં આઇ જી.આશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું એ સભા સ્થળ નું સુરક્ષાના નાં કારણો સર નિરીક્ષણ કર્યું હતું

જામનગરમાં પેટ્રોલપંપની ઓફિસમાંથી રૂા. ૩૫ હજારની ચોરી

0

જામનગરમાં પેટ્રોલપંપની ઓફિસમાંથી રૂા. ૩૫ હજારની ચોરી

  • મધરાતે બાઇક પર આવેલ બે શખ્સો બાથરૂમ જવાનું કહી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલી રોકડ ઉપાડી ગયા
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા પછી પોલીસ દ્વારા તસ્કરોની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૭ એપ્રિલ ૨૪ જામનગર શહેરના લાખોટા તળાવની પાળે આવેલ પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાંથી બે શખ્સોએ રોકડા રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી રફુચકકર થઈ જતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે શહેરના તળાવની પાળેઆવેલા પરિમલ ટ્રેડર્સ પેટ્રોલ પંપ ગત તા. ૨૫.૪. ના રોજ મધરાતે દોઢ વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર બે શખ્સો પેટ્રોલ પૂરાવવા માટે આવેલાં અને ચોકીદરે તેમને પેટ્રોલ પંપ બંધ છે. તેવું જણાવતા મોટર સાયકલની પાછળ બેઠેલા શખ્સે બાથરૂમ જવાનું કહી પેટ્રોલ પંમાં અંદર આવી ઓફિસનું શટર થોડું ખુલ્લુ હોય તેમાંથી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી રફુચકકર થઈ ગયા હતાં.

આ બનાવ અંગે બીજા દિવસે પેટ્રોલ પંપ ના મેનેજર દિપકભાઈ છત્રાળાને ધ્યાને આવતાં સીસીટીવી ચેક કરતાં ચોરી થઇ હોવાનું ખૂલતાં તેમણે અજાણ્યા ચોર વિરૂદ્ધ સિટી એ. ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ક્ષત્રિય યુવાન નો ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ

0

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ક્ષત્રિય યુવાન નો ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ

  • મકાનનું મન દુઃખ કારણભૂત: પાડોશીના ત્રાસ ને કારણે ઝેર પિ લીધાની આશંકા
  • કથિત રીતે ઘાક -ધમકી આપ્યા નો ઓડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૪ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય યુવાને ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. મકાનનું મનદુઃખ કારણ ભૂત હોવાનું અને પાડોશીના ત્રાસના કારણે આ પગલું ભરી લીધા નું અનુમાન કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુવા ચુડાસમા નામના ત્રીસ વર્ષના ક્ષત્રિય યુવાને મોડી સાંજે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતાં પીએસઆઇ એન.પી. જોશી તથા એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઝેરી દવા પી લેનાર યુવાન બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેના ભાઈનું નિવેદન નોંધ્યું હતું. ક્ષત્રિય યુવાને પાડોશી સાથે મકાન બાબતે મનદુઃખ ચાલતું હોવાથી તેના ત્રાસ ના કારણે ઝેર પી લીધું હોવાનું અનુમાન લગાવાયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર નવાગામ ધેડમાં ભાજપના કાર્યલય ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય યુવાનોનો હંગામો

0

જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં ભાજપના કાર્યલય ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય યુવાનોનો હંગામો

  • કાર્યક્રમમાં રૂપાલા હાય ના નારા લગાવી ખુરશીઓ ઉછાડી દેતાં પોલીસે ટોળા ને વિખેર્યું : કાર્યક્રમ મોકૂફ રહ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૬ એપ્રિલ ૨૪ જામનગર માં નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ ક્ષત્રિય યુવાનોએ આવીને હંગામા મચાવ્યો હતો, અને રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા હતા, તેમજ કેટલીક ખુરશીઓ ઉછાળી હતી. જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં ભાજપના કાર્યાલયના ઉદઘાટન વેળાએ ગાયત્રી ચોક વિસ્તારમાં કેટલાક ક્ષત્રિય યુવાનો આવી ચડ્યા હતા, અને મંચ પર ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થાય તે પહેલાં રૂપાલા હાય હાય ના નારા સાથે ખુરશીઓ ઉછાળી હતી. દરમિયાન પોલીસ તંત્ર એ આવીને ટોળા ને વિખેરી નાખ્યું હતું. પરંતુ ભાજપ દ્વારા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

જામનગર લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણ નું મૃત્યુ : જુવો VIDEO

0

જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં માલવાહકમાં લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણ નું મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૪ જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ માં એક માલવાહક લિફ્ટમાં કેટરિંગનું કામ કરી રહેલા ૧૭ વર્ષ ના તરુણનું મૃત્યુ નીપજતાં ભારે આરેરાટી ફેલાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ ના પ્રસંગ દરમિયાન કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટ માં માલ સામાન પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી જે દરમિયાન કેટરિંગના કર્મચારી તોસિફ અહેમદભાઈ મકવાણા (ઉ.વ.૧૭) કે જે લિફ્ટ માં ફસાયો હતો, અને ગંભીર રીતે ઘાયલ થવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જેથી ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવને લઈને કેટરિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.

જામનગરમાં તું અમારા દુશ્મનો માણસ છે , તેમ કહી યુવાન પર પટ્ટાવાળી કરાઈ

0

જામનગરમાં વૈશાલી નગરમાં રહેતા યુવાન પર પટ્ટાવાળી કરાઈ: ત્રણ શખ્સોએ હુમલો કર્યા ની ફરિયાદ

  • તું અમારા દુશ્મનો માણસ છે, તેમ કહી બેલ્ટ વડે માર મારતાં કાન તૂટી જવાથી ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ એપ્રિલ ૨૪ જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ પટ્ટા વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો, અને ટાંકા લેવા પડ્યા છે. તું અમારા દુશ્મનનો માણસ છે, તેમ કહી હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૈશાલી નગર શેરી નંબર -૬ માં રહેતો જયદીપ મનજીભાઈ રાઠોડ નામનો ૨૬ વર્ષનો યુવાન ગઈકાલે પોતાની બહેનને તેડવા માટે એકટીવા લઈને મામાને ઘેર જઈ રહ્યો હતો.

જે દરમિયાન રસ્તામાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતોએ અટકાવ્યો હતો, અને તું અમારા દુશ્મનો માણસ છો, તેમ કહી ખાર રાખી પટ્ટા વડે તેમજ ઢીકાપાટુથી માર માર્યો હતો. જેથી તેનો કાન તૂટી જતાં જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ટાંકા લેવા પડ્યા છે.આ બનાવ અંગે જયદીપ રાઠોડએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક

0

વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જામનગરના પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક

  • માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરમાંથી એક માત્ર આયુર્વેદ તજજ્ઞ તરીકે પસંદગી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ એપ્રિલ ૨૪  આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.) ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ ઠાકરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ અને તેમના કાર્યોને આધારે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત તરીકે તેઓ પસંદગી પામ્યા છે તે ગર્વની વાત છે.આઇ.ટી.આર.એ. એ દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે ત્યારે તેના ડાયરેક્ટર તરીકે તેઓની આ પસંદગી એ સંસ્થાની યશકલ્ગીમાં એક વધુ પીંછું ઉમેર્યું છે!

અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ ગાંધીનગરના વતની પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકર આયુર્વેદ ક્ષેત્રમાં એમ.ડી., પી.એચડી.નો અભ્યાસ કર્યો છે અને ત્રીસ વર્ષનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમના માર્ગદર્શનમાં સિતેરથી વધુ વિદ્યાર્થીઓએ સંશોધન પદવી પ્રાપ્ત કરી ચૂક્યાં છે. ૧૨૫થી વધુ વખત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનાર-વર્કશોપમાં તજજ્ઞ વકતવ્ય આપ્યું છે. નોંધનીય પુસ્તકો તેના ખંડો અને ૧૦૦થી વધુ સંશોધન પત્રો પ્રસિધ્ધ કરી ચુક્યાં છે. અત્યાર સુધીમાં વિવિધ ફેલોસિપ અને એવોર્ડ હાંસલ કર્યા છે.

વૈદ્ય અનૂપ ઠાકર ઇટ્રાના નિયામક ઉપરાંત ડબલ્યુ. એચ. ઓ.ના આયુર્વેદના સહયોગી કેન્દ્રના હેડ તરીકે પણ જવાબદારી નિભાવે છે. વધુમાં તેઓ દેશની નામાંકિત સંસ્થાઓ-યુનિવર્સિટીમાં પણ સભ્ય તરીકે કાર્યરત છે. તેઓના મર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં પંદર જેટલાં મહત્વકાંક્ષિ પ્રોજેક્ટ પર કાર્ય સંપન્ન થઇ ચૂક્યું છે. તેઓની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક થતા સમગ્ર આયુર્વેદ જગતમાં એક હર્ષની લાગણી ફેલાઇ છે!

જામનગરમાં સાયચા બંધુ અને તેના વેવાઈ એ મકાન અને સ્કૂટર પચાવી લીધું : 4 સામે FIR

0

જામનગર માં લાખો રૂપિયા વ્યાજે લેનાર નાં મકાન અને બાઇક નો બળજબરી થી કબ્જો : બે આરોપી ની ધરપકડ , બે આરોપીનો જેલ માંથી કબ્જો લેવાશે

  • આરોપ : – (૧) હાજી જુસબભાઈ સુભાણીયા (ર) હનીફ જુસબભાઇ સુભાણીયા (૩) એજાજ ઉંમરભાઈ સાયચા (૪) મહેબૂબ જુસાબભાઈ સાયચા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ એપ્રિલ ૨૪ જામનગર મા મગફળી ને એક ધંધાર્થી એ ધંધા માં ખોટ જતા ચારેક લોકો પાસે થી લાખો ની રકમ ઊંચા વ્યાજદર થી મેળવી હતી જેની વ્યાજ સહિત ચુકવણી કરી આપવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ રકમની માંગણી કરી તેનું મકાન અને સ્કૂટર પચાવી પાડતા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને બે આરોપી ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ઓ પહેલે થી જ અન્ય ગુના માં જેલ માં છે.

જામનગર નાં બેડેશ્વર ગરીબ નગર વિસ્તારમાં રહેતા ઇમરાન કાસમભાઇ અમીરાણી મગફળી નો વ્યવસાય કરે છે.જેમને ધંધા માં ખોટ જતા અને પૈસા ની જરૂરિયાત ઊભી થતાં અલગ અલગ ચાર શખ્સો પાસે થી તગડી રકમ વ્યાજે લીધી હતી.જેમાં એજાજ યમરભાઈ સાયચા પાસે થી ૩૫ અને પછી ૧૪ લાખ મળી કુલ રૂ.૪૯ લાખ ની રકમ વ્યાજે લીધી હતી. ત્યાર પછી મહેબૂબ જુસબભાઈ સાયચા પાસે થી કુલ રૂ.૨૯ લાખ, અને આજે જ્યુસબ સુભાણિયા તથા પાસેથી ૩૫ લાખ ની રકમ વ્યાજે લીધી હતી. જેનું છ થી ૧૫ ટકા જેટલું વ્યાજ પણ ચૂકવ્યું હતું.

આમ છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરી તેને આપવામાં આવી હતી. અને ફરિયાદી ઈમરાનભાઈ ના મકાન નો તેમજ સ્કૂટર નો કબજો બળજબરી થી મેળવી લીધો હતો. વ્યાજખોર નાં ત્રાસ થી કંટાળી જઈ હમીરભાઇ છેલ્લા છ માસ થી કાલાવડ રહેવા ચાલ્યા ગયા હતા. અને ગામ છોડી દીધું હતું.

આખરે આ બનાવવા અંગે ઇમરાન કાસમભાઇ હમીરાણી એ ક વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી હાજી જુસબભાઈ સુભાણીયા અને હનીફ જુસબભાઇ સુભાણીયા ની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યા છે.જ્યારે અન્ય બે આરોપીઓ એજાજ ઉંમરભાઈ સાયચા અને મહેબૂબ જુસાબભાઈ સાયચા અન્ય કોઈ ગુનામાં હાલ જેલમાં છે. આથી પોલીસ દ્વારા તેનો ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવવા તજવીજ ચાલી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.