Thursday, October 15, 2026
Home Blog Page 155

‘છોટીકાશી’ ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

0

‘છોટીકાશી’ ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

  • હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી તથા બટુક ભોજન સહિતનો ધર્મોત્સવ યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ એપ્રિલ ૨૪  ,’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર, શ્રી દાંડીયા હનુમાન મંદિર, શ્રીરામદુત હનુમાનજી મંદિર, શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર, શ્રી લીંબડીયા હનુમાન મંદિર સહિતનાં વિવિધ પ્રસિદ્ધ-પ્રાચીન મંદિરોએ હનુમાનજીની આરાધના માટે વિશેષ આયોજનો થયા હતાં, તેમજ ભક્તોમાં કેળાનાં પ્રસાદ તેમજ બુંદી ગાંઠિયાનાં વિતરણ, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતનાં આયોજનો પણ થયા હતાં.શેરી-ગલીઓમાં પણ આવેલ હનુમાનજીની ડેરીઓમાં પણ સ્થાનિકો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો તથા વાડીઓમાં બટુક ભોજનનાં કાર્યક્રમો યોજી ધર્મોત્સવ ઉજવાયો હતો.

ગુજરાત રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ હેઠળનું આંદોલન પાર્ટ-૨

ગુજરાત રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ હેઠળનું આંદોલન પાર્ટ-૨

  • નારી શક્તિનું સન્માન અને ક્ષત્રિય અસ્મિતા નું યુદ્ધ, ભાજપ વિરૂદ્ધ મતદાન નાં પ્રચાર માટે રથ નીકળશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ એપ્રિલ ૨૪  રાજકોટ લોકસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર પુરોશોત્તમ રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય સમાજ નાં આંદોલન પાર્ટ – ૨ નો પ્રારંભ થયો છે. ગુજરાત રાજપૂત સંકલન સમિતિ ના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ – ૨ શરુ કરવામાં આવ્યું છે. ઓપરેશન ભાજપ અમદાવાદ ખાતે મળેલી ગુજરાત ભરની દરેક સંસ્થાઓ ના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવા માટે નક્કી થયા મુજબ દરેક શહેરો, વિસ્તારો અને ગામડાઓમાં બુથ લેવલ સુધી આગામી લોકશાહી ઢબે વિવિધ કાર્યક્રમો આપી દરેક જ્ઞાતિને સાથે રાખી આ અસ્મિતા સન્માન ના કાર્યક્રમો પોતપોતાની રીતે ભાજપ વિરુદ્ધ ૧૦૦ ટકા મતદાન થાય તેના માટે જુદી- જુદી ટીમો બનાવી આ કાર્યક્રમ આપવામાં આવશે. 

આ લડત બિનરાજકીય દ્વારા આપવામાં આવે છે. અને કોઈ નેતા કે આગેવાન વિના સ્વયંભૂ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક વિસ્તારમાં ગામડાઓમાં અને તાલુકાઓમાં ભાઈઓ તથા બહેનો દરેક વર્ણના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજાવવા માં આવશે. અને આગામી તારીખ ૨૪-૦૪-૨૦૨૪ થી જગતગુરુ દ્વારકાધીશના ચરણોમાં આશીર્વાદ લઇ “ શ્રી અસ્મિતા રથ ” નું પ્રસ્થાન સાધુ, સંતો ના હસ્તે કરવામાં આવશે. – શ્રી અસ્મિતા રથ ” નું પ્રસ્થાન દ્રારકા થી સવારે ૯ કલાકે પ્રારંભ બાદ દ્વારકા થી કલ્યાણપુર સાંજે ૫ વાગ્યે, તા. ૨૬-૦૪-૨૦૨૪ લાલપુર થી ભાણવડ, ત્યારબાદ જામજોધપુર સાંજે ૫ વાગ્યે, તા. ૨૭-૦૪-૨૦૨૪ પ્રારંભ કાલાવડ સવારે ૧૦ વાગ્યે, ત્યાંથી પ્રસ્થાન ધ્રોલ ૨૮-૦૪-૨૦૨૪ ત્યારબાદ ૨૯-૦૪-૨૦૨૪ જોડિયા પ્રસ્થાન. ૩૦-૦૪-૨૦૨૪ જામનગર તાલુકો અને શહેર દરેક વોર્ડમાં તા. ૦૧-૦૫-૨૦૨૪ કક્ષા એ બહોળી સંખ્યામાં સન્માન કરવામાં આવશે.

આ રથની પૂર્ણતા તા. ૦૨-૦૫-૨૦૨૪ ના રોજ અંતે “ નારી શક્તિ સન્માન ” મહા સંમેલન ખીજડીયા બાયપાસ ચોકડી ખાતે કરવાનું આયોજન કરવામાં આવશે.તેમ આજે જામનગર મા સંકલન સમિતિ નાં આગેવાનો એ જણાવ્યું હતું.

જામનગરમાં ક્ષત્રિયાણી દ્વારા સાપ્તાહિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ

0

જામનગરમાં ક્ષત્રીયાણી દ્વારા આજથી નારી સ્વાભિમાનની લડત ના ભાગ રૂપે સાપ્તાહિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં આજથી ક્ષત્રીયાણીઓ દ્વારા નારી સ્વાભિમાન અર્થે લડતનો પુનઃ પ્રારંભ કર્યો છે, અને જામનગરના રાજપૂત સમાજના બહેનો દ્વારા આજથી રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરી દેવાયો છે. અને પુનઃ લડત શરૂ કરાઇ છે.

રાજકોટ ભાજપના ઉમેદવાર પૂરષોત્તમભાઈ રૂપાલાના વાણી વિલાસ વિરૃદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન જેમાં હજુ સુધી ભાજપ સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી લેવાયો, ત્યારે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આજે તા.૨૨.૪.૨૦૨૪ ના રોજ જામનગર જિલ્લાના ક્ષત્રિય મહિલા સમિતિ દ્વારા ગત ૧૯ના રોજ મળેલી મિટિંગમાં સંકલન સમિતિ દ્વારા થયલાં સૂચન મુજબ સાપ્તાહિક ઉપવાસ આંદોલન જામનગર માં શરૂ કરાયું છે. અને જિલ્લા પંચાયત સર્કલમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા નજીક આંદોલનનો પૂન: પ્રારંભ થયો છે.આ તકે ફરી સંકલ્પ કરાયો છે કે આગામી તમામ ચૂંટણીમાં ભાજપ વિરૃદ્ધ મતદાન કરીશું, અને કરાવીશું.

જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગૃહ મંત્રીની ગઈ કાલે ઓચિંતિ મુલાકાત

0

જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રીની ગઈ કાલે ઓચિંતિ મુલાકાત

  • ક્ષત્રિય સમાજના આંદોલન સંદર્ભે જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપ ના હોદ્દેદારો સાથે ખાનગી બેઠક યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ એપ્રિલ ૨૪ રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવાઆવી રહ્યું છે, જેમાં સમાજ દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ પણ ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થયા છે, ત્યારે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટમાં ઓચિંતી મુલાકાત લીધા બાદ રાત્રિના સમયે જામનગરમાં પણ હાજરી આપી હતી અને એક ખાનગી હોટલમાં તેઓની ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ ગઈ હોવાનું જાણવા મળી રહયું છે.

લોકસભાની ચૂંટણી સંદર્ભે જામનગરમાં ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપની ખાનગી બેઠક મળી હતી.જે ખાનગી બેઠકમાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે ખાનગી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.

જામજોધપુરના બાલવા ફાટક ચેક પોસ્ટ પાસેથી દેશી બંદૂક સાથે હુસેન રાવકડાની અટકાયત

0

જામજોધપુરના બાલવા ફાટક ચેક પોસ્ટ પાસેથી દેશી બંદૂક સાથે એક શખ્સની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૨ એપ્રિલ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાંથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદુક સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

જામજોધપુરના પી.આઇ યુવરાજસિંહ .જે. વાઘેલા., પી.એસ.આઇ એમ.એલ ઓડોદરા અને સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા, સંજયભાઈ કરંગીયા અને મનોહરસિંહ જાડેજા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન બાલવા ફાટક ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા જામજોધપુરના વેરાવળ ગામના હુસેન અહમદભાઈ રાવકડા નામના શખ્સને અટકાવીને તેની તલાસી લેતાં તેના કબજા માંથી દેશી બનાવટની જામગરી બંદૂક -તમંચો મળી આવ્યો હતો.

જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તમંચો કબજે કરાયો છે, જ્યારે તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ

0

જામનગર- હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ના અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૦ એપ્રિલ ૨૪ જામનગર નજીક હાપા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ઓટો રિક્ષા ને હડફેટે લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા ચાલક યુવાનનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ, મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-હાપા રોડ પર આજે સવારે જી.જે.૧૦ ટી.ઝેડ. ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષાચાલક પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો.જે દરમિયાન ત્યાં પૂર ઝડપે આવી રહેલા એક ટ્રક ના ચાલકે પોતાનો ટ્રક બેકાળજી પૂર્વક ચલાવી રીક્ષા ને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષા પલટી મારીને પડીકું વળી ગઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષા ચાલક ટ્રક અને રીક્ષા ની વચ્ચે દબાઈ ગયો હતો, અને તેને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું હતું.આ અકસ્માતના બનાવને લઈને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. દરમિયાન ટ્રક ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે અને અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલકને શોધવા માટેની કવાયત શરૂ કરાઈ છે.

જામનગરમાં વ્યાજે પૈસા લીધા બાદ ઉધરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટરનો આપધાતનો પ્રયાસ

0

જામનગર નજીક-નાઘેડીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોર ની ચુંગાલ માં ફસાઈ જતાં ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો

  • બાંધકામ ના ધંધા માટે ૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા પછી ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરાતાં ઝેર પીધું
  • ૫૦ લાખ રૂપિયા ની સિક્યુરિટી પેટે જુદા જુદા બે મકાનના દસ્તાવેજો સાથેની ફાઈલ પણ વ્યાજખોરે પડાવી લીધા ની ફરિયાદ

દેશ દેવી નયૂઝ જામનગર તા ૨૦ એપ્રિલ ૨૪ જામનગર નજીક નાઘેડીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ ગયા પછી તેના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના ધંધા માટે ૫૦ લાખ રૂપિયા લીધા હતા જેનું દર માસે ત્રણ ટકા લેખે ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી ઝેર પી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ભીમશીભાઇ સાજણભાઈ હાથલીયા નામના ૪૩ વર્ષના બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને ગઈકાલે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોષી બી. ડિવિઝનના એ.એસ.આઇ.એમ.એલ. જાડેજા બનાવના સ્થળે જી. જી હોસ્પિટલે દોડી ગયા હતા અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.જેમાં પોતે વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાઈ ગયા હોવાથી તેમાંથી છુટકારો મેળવવા માટે આપઘાત ના પ્રયાસનું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેને આજથી ત્રણ વર્ષ પહેલાં પોતાના ધંધા માટે જામનગરના રામભાઈ ગોજીયા નામના એક શખ્સ પાસેથી ૫૦ લાખ રૂપિયા ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેનું દર માસે દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવતા હતા, અને અંદાજે ૫૦ લાખ થી વધુ નું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં રામભાઈ ગોજીયા દ્વારા દબાણ કરાતું હતું.

હાલમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ત્રણેક હપ્તા ચડી ગયા હોવાથી ઉપરાંત સિક્યુરિટી પેટે પોતાના જુદા જુદા બે મકાનો કે જેના દસ્તાવેજો ની ફાઈલ પણ રામભાઈ ગોજીયાએ પડાવી લીધી હતી. જેના ત્રાસ ના કારણે પોતે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ભીમશીભાઈ હાથલીયા ની ફરિયાદના આધારે આરોપી રામભાઈ ગોજીયા સામે આઇપીસી કલમ ૫૦૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫, ૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં કાર સળગાવી નાખ્યાની શંકાના આધારે યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા

0

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવત ના કારણે હિચકારો હુમલો

  • કાર સળગાવી નાખ્યા ની શંકાના આધારે ચાર શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યાની પોલીસ ફરિયાદ
  • આરોપી : (૧) હદુ ઝાલા (૨) જયદીપ ઝાલા (૩) વિક્કી કાપડી (૪) એક અજાણ્યો ઈસમ રહે. બધા જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૯ એપ્રિલ ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આરોપીઓના પરિવારની કારને આગ ચાંપી દેવાઇ હતી, જેની શંકા ના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી શેરી નાં-૨ માં રહેતા અને ખેતી કામ કરતા સુરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ નવલસિંહ જેઠવા નામના ૨૪ વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની ગોળ બંગલા પાસે ગઈકાલે સાંજે જયદીપ ઝાલા, હદુ ઝાલા, વિકી કાપડી અને તેઓના ચોથા સાગરીત વગેરેએ મળીને સુરેન્દ્રસિંહ ઉપર લોખંડ ના પાઇપ, લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હુમલો કરી દઇ બંને હાથ પગમાં ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલાં આરોપી જયદીપ ઝાલા ના કુટુંબીભાઈ નિરુભા ઝાલાની કારને કોઈએ સળગાવી નાખી હતી, જે કાર ફરિયાદી યુવાને સળગાવી હોવાની શંકાના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. આથી  સીટી સી -ડિવિઝન પોલીસ દ્વારા આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબ  ના પી.એસ.આઇ.એચ. પીપળીયા વધુ તપાસ ચલાવે છે.

જામનગર ધ્રોલ પાસેથી નશીલા પદાર્થના બે વિક્રેતાઓને ઝડપી લેતું SOG

0

જામનગરની એસ.ઓ.જી. શાખાનું ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હાથ ધરાયું:વધુ બે નશીલા પદાર્થના વિક્રેતાઓ ને ઝડપી લેવાયા

  • જામનગર- રાજકોટ હાઇવે રોડ પર ધ્રોળ નજીકથી બે કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ધ્રોળ અને જામનગરના બે શખ્સોની અટકાયત: વધુ પૂછપરછ હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કર્યું છે, જેના અનુસંધાને એસ.ઓ.જી. ની ટુકડીએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વોચ ગોઠવી નશીલા પદાર્થ બે કિલો જેટલા ગાંજા ના જથ્થા સાથે ધ્રોળ અને જામનગર તરફ આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લીધા છે, અને તેઓ પાસેથી બે કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. બી.એન. ચૌધરી ની ટીમ દ્વારા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને નસીલા પદાર્થ ના વિક્રેતાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.જે અંતર્ગત ગઈકાલે મોડી રાત્રે જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી બે શખ્સો ની અટકાયત કરી લેવામાં આવી છે.

એસ.ઓ.જી શાખા ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોલમાં રહેતો શાહ નવાજ ઇબ્રાહીમભાઇ શાહમદાર તેમજ જામનગરમાં રહેતો જાવીદ હાજીભાઈ ચાવડા કેજેઓ રાજકોટ તરફથી નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઈને ધ્રોળ- જામનગર તરફ આવી રહ્યા છે, જે બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ રાજકોટ હાઇવે રોડ પર આવેલી એક ખાનગી હોટલ પાસે વોચ ગોઠવી હતી.

જે હોટલ પાસે બંને સક્ષો ઉતરવાના છે, તેવી બાતમી પરથી મોડી રાત્રે વોચગોઠવી મોડી રાત્રે બંનેને ઝડપી લેવાયા હતા, તેઓ બંનેના કબ્જામાંથી માદક પદાર્થ બે કિલો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો, જેથી એસ.ઓ.જી. ની ટુકડી એ વીસ હજાર રૂપિયાની કિંમતનો ગાંજો અને તેના મુદ્દામાલ સહિતની રૂપિયા ૩૦,૭૦૦ ની માલમતા કબજે કરી છે, અને બંને સામે ધ્રોલ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી બંનેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગર PGVCL ના જુનિયર ઈજનેરને પતાવી દેવાની ધમકીથી ચક્ચાર

0

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલી વીજ કચેરીમાં જુનિયર ઈજનેરને ધમકી આપી ફરજમાં રૂકાવટ ની ફરિયાદ

  • સોલાર રુફટોપ એજન્સી ના સંચાલકે વીજ કચેરીમાં ઘસી જી રોફ જમાવ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં ઘસી જઈ જુનિયર ઈજનેર ને પતાવી નાખવાની ધમકી આપી ફરજ માં રૂકાવટ ઊભી કરવા અંગે ખાનગી રુફટોપ એજન્સીના સંચાલક અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. સોલાર રૂફ્ટોપ માટેની ઓકસેન એનર્જીસ નામની એજન્સી ધરાવનાર બિપીન ભાઈ સાવલિયા, ના દ્વારા તારીખ ૧૫.૪.૨૦૨૪ ના રોજ પીજીવિસીએલ ગોકુળ નગર પેટા વિભાગ કચેરી ખાતે જઈ ફરજ પર હાજર જુનિયર ઇજનેર  વિરમભાઇ કારેણા ને સોલાર રૂફટોપ બાબતેની વાતચીત દરમ્યાન ઉશ્કેરાઈ ગયા હતા. જેણે જુનિયર ઇજનેર સાથે બીભત્સ વર્તન દાખવીને અપશબ્દો બોલ્યા હતા, તેમજ “કચેરી બહાર પગ મૂકશે તો જાનથી મારી નાખીશું જેવી ધમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જામનગરમાં આવી ઘણી કંપનીઓ ગ્રાહકો સામે સારા થવા માટે અને બિનવ્યાજબી ભાવ તોડવા માટે અને ગ્રાહકોને છેતરવા માટે પોતાના બચાવ અર્થે સોલાર રૂફટોપની ગુણવત્તા અને ખરાબ સર્વિસ તથા વિલંબિત ઇન્સ્ટોલેશન બાબતનો દોષનો ટોપલો વીજકંપનીના અધિકારીઓ ઉપર ઢોળતા હોય છે. અને ગ્રાહકોની સામે રોફ જમાવવા કંપની કર્મચારી તથા અધિકારીઓ સાથે મનફાવે તેમ વર્તન કરી પોતાને અને તેમની આવી ઊભી કરેલી કંપનીઓની ગુણવત્તા અને સર્વિસના પ્રશ્નોને છુપાવતા રહે છે.

જેથી આ મામલો આખરે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને આરોપીઓ સામે આઇ.પી.સી.કલમ-૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ  સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.