Thursday, October 15, 2026
Home Blog Page 156

જામનગરની ‘ત્રિપુટી’ એક કરોડના ડ્રગ્સ સાથે બનાસકાંઠા ચેક પોસ્ટ પર ઝડપાઈ

0

જામનગરના ત્રણ શખ્સો બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક કરોડ ઉપરાંતના ડ્રગ્સ સાથે ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૮ એપ્રિલ ૨૪ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવા સમગ્ર તંત્ર કમર કસી રહયું છે. તમામ જગ્યાએ દારૂ તેમજ ડ્રગ્સ જેવી પ્રવૃતિઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજસ્થાનને જાેડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક મોટરકાર મારફત ગુજરાતમાં ઘૂસ્યા હતા. જેને બનાસકાંઠા નજીકની ચેક પોસ્ટ પાસે રોકવામાં આવ્યા હતા અને કારની તલાશી લેતાં તેમાંથી એક કરોડ ઉપરાંતની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ ઘણી બધી બાબતો માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. આ ચેકપોસ્ટ પરની પોલીસે જાહેર કર્યું છે કે, એક કારમાંથી ૧.૭ર૦ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ. ૧.૦૭ કરોડ આંકવામાં આવી છે અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ આ ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લીધું અને ક્યાં લઈ જવામાં આવતું હતું વગેરે વિગતો તપાસમાં ખૂલી શકે.

અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ ઈસરાક આરિફ બલોચ (૬પ, અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), સોહેલ ઓસમાણ સંધિ (નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર) અને અસલમ અબ્દુલસતાર દરજાદા ( શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર). એવું માનવામાં આવે છે કે, આ શખ્સો અજમેર તરફથી આવી રહ્યા હતાં. આ ક્રેટા કારનો નંબર જીજે૧૦–ડીજે–૩૪૪૮ છે. જેમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું હોય પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ. ૧,૧૬,૪૯,૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને ડ્રગ્સનો નાતો ઘનિષ્ઠ અને પુરાનો છે. સમગ્ર હાલાર પંથક ડ્રગ્સ અને દાણચોરી મુદ્દે દાયકાઓથી કુખ્યાત છે.

જામનગર માં રામનવમીના પાવનકારી પર્વ પ્રસંગે નિકળનારી ભવ્ય રામ સવારી

0

રામનવમીના પાવનકારી પર્વ પ્રસંગે નિકળનારી ભવ્ય રામ સવારી પહેલાં ભગવાન રામચંદ્રજીની પ્રાસાદ પૂજા-અર્ચના કરાઇ

  • રામદૂત હનુમાનજી મંદિરે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ની પ્રતિમાની પૂજા અર્ચના સમયે અનેક મહાનુભાવો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગર કે જે છોટીકાશી ના ઉપનામથી પ્રચલિત છે.જેમાં આજે રામનવમીના મહા પર્વને અનુલક્ષીને યોજાનારી રામ સવારી પહેલાં શ્રી રામદૂત હનુમાનજી મંદિર ના પ્રાંગણ માં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાસાદ પૂજા કરવામાં આવી હતી, અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી તેમજ હનુમાનજીની પ્રતિમાની અનેક મહાનુભાવોના હસ્તે પૂજા-અર્ચના કરવામાં આવ્યા પછી ચારેય પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી નગર ભ્રમણ માટે મોકલવામાં આવી હતી, મહાદેવ હર મિત્ર મંડળ અને ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની રાહબરી હેઠળ રામદૂત હનુમાનજી મંદિરે ભગવાન રામચંદ્રજીની પ્રાસાદ પૂજા કરવામાં આવી હતી. જ્યાં પૂજારી ની ટીમ દ્વારા રામ- લક્ષ્મણ- જાનકી અને હનુમાનજીની શોભાયાત્રામાં જોડવા માટેની પ્રતિમાઓનું પ્રાસાદ- પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન પદે નગરના અગ્રણીઓ જોડાયા હતા, અને તેઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરવામાં આવી હતી.ત્યાર પછી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની પ્રતિમાને ફુલહાર કરી પૂજન અર્ચન કરાયું હતું, આ વેળાએ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ દ્વારા ભગવાન રામચંદ્રજી ની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર પછી ચારેય પ્રતિમાઓને શોભાયાત્રા માટેના મુખ્ય રથ માં બિરાજમાન કરીને નગર ભ્રમણ કરવા માટે વન્ય કુટીર સાથે રોશનીથી સુશોભિત કરાયેલા રથને પ્રસ્થાન કરાવાયું હતું, આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળ ના તમામ રામભક્તો હાજર રહ્યા હતા, અને ‘જયશ્રી રામ’ ના નારા સાથે રથને બાલા હનુમાન તરફ પ્રસ્થાન કરાવાયું હતું.

જામનગરનો સુથાર યુવાન ત્રણ અઠવાડિયા થી ગુમ

0

જામનગર નો યુવાન ત્રણ અઠવાડિયા થી ગુમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮ એપ્રિલ ૨૪ જામનગરના દરેડમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા યુવાન પોતાની નોકરી મા ગયા પછી પરત નહી આવતા અને ગુમ થઈ ગયા હોય તેમના પરિવારે પોલીસ ને જાણ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી સોસાયટી-રમાં રહેતા પરેશભાઈ હિમતભાઈ ભાડેશીયા (ઉ.વ.૪૫) નામના સુથાર યુવાન ગઈ તા.૨૩ ના દિને જે કારખાનામાં નોકરી કરતા હતા તે દરેડના શિવ કોમ્પલેક્ષમાંથી પરત ન આવતા તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. આ સાથે ની તસ્વીર વાળા યુવાન અંગે કોઈ ને જાણકારી હોય તો તેઓએ પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એસ.એસ. જાડેજા-૮૫૩૦૩ ૦૯૯૯૯નો સંપર્ક કરવો.

જામનગરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામનવમી ના પર્વ પર મહા આરતી કરાઈ

0

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરમાં રામનવમી ના પર્વ પર મહા આરતી કરાઈ

  • વિશ્વ વિખ્યાત સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પણ રામનવમી નિમિત્તે મહાઆરતી-ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૪ છોટી કાશી ના ઉપનામથી પ્રચલિત એવા જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરમાં રામનવમીના પાવન કારી પર્વને લઇને બપોરે ૧૨.૦૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી, અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોહાણા જ્ઞાતિના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ ની આગેવાની હેઠળ તેમજ લોહાણા જ્ઞાતિ ના અન્ય હોદ્દેદારો તથા અન્ય રામ ભક્તો શૈલેષભાઈ જશવંતરાય વસંત અને નિકિતાબેન શૈલેષભાઈ વસંત, આષિત હર્ષવર્ધનભાઈ બડીયાણી અને શીતલબેન આશિતભાઈ બદીયાણી, હિતેશભાઈ કાનજીભાઈ મોદી અને લીનાબેન હિતેશભાઈ મોદી, અતુલભાઇ મગનલાલ પોપટ અને દિવ્યાબેન અતૂલભાઈ પોપટ વગેરે દ્વારા મહા આરતી તેમજ ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ મહા આરતી સમયે શહેરના અનેક રામ ભક્તો હાજર રહ્યા હતા, અને પ્રભુ રામચંદ્રજીની પૂજા-અર્ચના કરાઇ હતી.ઉપરાંત રામ ભક્તો દ્વારા અવિરત રામ ધૂન બોલાવાઈ હતી.આ ઉપરાંત ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ રામચંદ્રજી ની મહા આરતી કરાઈ હતી, અને રામધૂન બોલાવાઈ હતી. સાથોસાથ બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ અન્ય હોદ્દેદારો વિનુભાઈ તન્ના તથા અન્ય ટ્રસ્ટી ગણ વગેરે દ્વારા ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

જ્યારે મંદિર પરિસરમાં ચાલી રહેલી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની અખંડ રામધૂનમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, અને અખંડ રામ નામ ના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

જામનગરમાં કર્મકાંડી યુવાનનો શિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલરૂમ ની ટીમેં શોધી અપાવ્યો

0

ખંભાળિયા થી ધોરીવાવ આવેલા કર્મકાંડી યુવાનનો શિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલરૂમ ની ટીમેં શોધી અપાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૪ જામખંભાળિયા થી ધોરીવાવ આશ્રમમાં સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવેલા એક યુવાનનો થેલો રિક્ષામાં ભુલાયો હતો, જે થેલો જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ટીમેં જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી રીક્ષા ચાલકને શોધી કાઢી પરત અપાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રહેતો પવન વિજયભાઈ રાજ્યગુરુ નામનો યુવાન કે જે ધોરીવાવ વિસ્તારમાં આવેલી આણદાબાવા સંસ્થાની સંસ્કૃતિ પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યો હતો. જે પોતાનું કામ પૂર્ણ કરીને દરેડ થી જામનગર બસ સ્ટેન્ડમાં આવવા માટે એક ઓટો રીક્ષામાં બેઠો હતો.

જે ઓટો રીક્ષામાં પોતાનો કપડાં સહિતના સામાનનો થેલો ભુલાઈ ગયો હતો. જે થેલો શોધવા માટે પવન રાજ્યગુરુએ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. જેથી કમાન્ડ કંટ્રોલરૂમની પોલીસ ટીમેં જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા ના ફુટેજ નીહાળી રીક્ષા ને શોધી કાઢી હતી, અને તે રીક્ષા માં ભુલાયેલો થેલો પરત મેળવી લઈ, પવન રાજ્યગુરુને સુપ્રત કર્યો હતો. જેથી તેણે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય વાયુસેનાના માર્શલ અર્જુનસિંઘ (ડીએફસી) ની સ્મૃતિમાં સંગીતમય શ્રદ્ધાંજલિ અપાઈ

0

ભારતીય વાયુસેનાના માર્શલ અર્જુનસિંઘ (ડીએફસી) ની સ્મૃતિમાં સંગીતમય શ્રદ્ધાંજલિ અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ એપ્રિલ ૨૪ ભારતીય વાયુસેનાના માર્શલ અર્જુનસિંઘ ડીએફસીને તેમની ૧૦૫ મી જન્મ જયંતિ નિમિત્તે ૧૫ એપ્રિલ ૨૦૩૪ ના સાંજે ૪.૩૦ કલાકે લાખોટા રણમલ તળાવ (સિવિલ એરિયા) જામનગર ખાતે એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ત્રિ-સેવા બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત બેન્ડમાં એર વોરિયર સિમ્ફની ઓર્કેસ્ટ્રાના ૨૮ એર વોરિયર્સ, એર ફોર્સ બેન્ડના ૧૩ એર વોરિયર્સ, હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, નેવી બેન્ડ, આઈએનેસ વાલસુરાના ૧૫ સંગીતકારોનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના માર્શલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક અનોખું અને તેના પ્રકારનું પ્રથમ ત્રિ-સેવા બેન્ડ પ્રદર્શન હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ત્રણેય સંરક્ષણ દળોના સભ્યો, કોસ્ટ ગાર્ડ, ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને અનાથાશ્રમના બાળકો ઉપરાંત જામનગરના સ્થાનિક લોકો સામેલ થયા હતા. આ કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

જામનગરના ધુતારપરમાં સમૂહ આત્મહત્યા પ્રકારણમાં નવો વણાંક

0

જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ત્રણ બાળકોને કૂવામાં ફેંકી દઇ શ્રમિક મહિલાના આત્મહત્યાના પ્રકરણમાં નવો વણાંક

  • પતિના ત્રાસના કારણે પરપ્રાંતીય મહિલાએ ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ કૂવો પૂર્યો: પતિ સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ એપ્રિલ ૨૪ જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં પરમદીને સાંજે એક મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પતિ દ્વારા સૌપ્રથમ પત્નીને પિયરે જવું હોવાથી તેણીને ના પાડતાં આ પગલું ભર્યું હોવાનું જાહેર કરાયું હતું.પરંતુ મૃતક મહિલાના પિતા મધ્યપ્રદેશથી જામનગર આવી પહોંચ્યા હતાઝ અને તેઓએ પોતાની પુત્રીને પતિનો અસહ્ય ત્રાસ હોવાથી આ પગલું ભર્યું હોવાનું જાહેર કર્યું હોવાથી પોલીસે મૃતક મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. અને તેની અટકાયત કરી છે.

આ બનાવ ની વિગત એવી છે કે ધૂતારપર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી ધનુબેન ઉર્ફે સંગીતાબેને રવિવારે સાંજે પોતાના ત્રણ માસુમ સંતાનો ને કુવામાં ફેંકી દઈ પોતે પણ કૂવામાં ઝમ્પલાવી આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ બાદ ફાયર બ્રિગેડનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું, ચારેયના મૃત્યુ દેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, અને મૃતક મહિલાના પતિ કમલેશ જ્ઞાનસિંગ મીનાવા નું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે પોલીસ સમક્ષ પત્નીને માવતર જવું હોવાથી હમણાં જવાની ના પાડતાં માઠું લાગવાના કારણે ત્રણેય સંતાનોને કુવામાં ફેંકી દઇ પોતે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ સમગ્ર પ્રકરણની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ એ કે પટેલે સંગીતાબેન ના પિતા સેરુભાઈ રડુભાઇ માવડા મધ્ય પ્રદેશ રહે છે, ત્યાંથી તેઓને જામનગર બોલાવી લીધા હતા, અને આ પ્રકરણમાં તેઓનું નિવેદન નોંધતાં તેમણે પતિના ત્રાસના કારણે પોતાની પુત્રીએ આપઘાત કર્યો હોવાનું અને ત્રણ સતાના ને પણ કૂવામાં ફેંકી દીધાનું જણાવ્યું હતું. તેથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, અને મૃતક સંગીતાબેન ના પિતાની ફરિયાદ ના આધારે પોલીસે તેણીના પતિ કમલેશ જ્ઞાનસિંગ મીનાવા સામે આઇપીસી કલમ ૩૦૬ અને ૪૯૮ એ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.

જામનગરના પોશ વિસ્તારમાં જુગારની મહેફિલ જામીને અચાનક પોલીસ પ્રગટ થતા અફડાતફડી

0

જામનગરમાં વાલકેશ્વરી નગરી જેવા પોશ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

  • પોલીસે પાડેલા દરોડામાં મકાન માલિક મહિલા સહિત ૭ પત્તાપ્રેમી મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ
  • આરોપી : – (૧) સોનલબેન જયેશભાઈ બોડા પટેલ ઉ.વ ૪૭ રહે વાલ્કેશ્વરી સોસાયટી સનસાઈન સ્કુલ આદર્શ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૪૦૨ જામનગર (૨) ભાવનાબેન  કીરીટભાઈ ખારવા ઉ.વ ૪૨ ધંધો ઘરકામ રહે નવાગામઘેડ કેશુભાઈની હોટલ પાસે ઈન્દીરા સોસાયટી શેરી નં ૦૭(બી) જામનગર (૩) રેખાબેન ઉર્ફે રીનાબેન  ચુનીલાલ ગોરેચા સુથાર ઉ.વ ૫૬ ધંધો ઘરકામ રહે ગ્રીનસીટી સુરગમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૦૨ જામનગર (૪) મનીષાબેન પ્રતાપભાઈ હરવરા કચ્છી ભાનુશાળી ઉ.વ ૪૫ રહે દી.પ્લોટ ૫૮ શેરી નં ૦૫ જામનગર (૫) રીટાબેન  વેનીલાલ પરમાર દરજી ઉ.વ ૫૭ ધંધો પંચેશ્વરટાવર માતંગ સ્ટુડીયોની બાજુમા જામનગર (૬) સકરબેન મામદભાઈ પુંજાણી ખોજા ઉ.વ ૬૦ ધંધો ઘરકામ રહે મહારાજા સોસાયટી હુસેનીગેટ વસીલામીલ જામનગર (૭) સવીતાબેન માલદેભાઈ નંદાણીયા આહીર ઉ.વ ૫૨ ધંધો ઘરકામ રહે ગોકુળનગર મુરલીધર સોસાયટી જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૪ જામનગરમાં વાલ્કેશ્વરી નગરી જેવા પોષ વિસ્તારમાં એક મહિલા સંચાલિત જુગાર ધામ પર સિટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી સાત મહિલાઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આદર્શ રેસિડેન્સી ના ફ્લેટ નંબર ૪૦૨ માં રહેતી સોનલબેન જયેશભાઈ બોડા નામની મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય સ્ત્રીઓને એકત્ર કરીને જુગારધામ ચલાવાઇ રહ્યું છે, તેવી બાતમી સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને મળી હતી. જેથી ગઈકાલે સાંજે ઉપરોક્ત ફલેટ પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાલિક સહિત સાત મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવી હતી.

આથી પોલીસે મકાન માલિક સોનલબેન જયેશભાઈ બોડા, ઉપરાંત રેખાબેન ચુનીલાલ ગોરેચા, મનીષાબેન પ્રતાપભાઈ હરવરા, રીટાબેન વેણીલાલ પરમાર, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા વગેરે ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા હેરિટેજ સાઈટ પર સફાઈ અભિયાન યોજાયું

0

જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા હેરિટેજ સાઈટ પર સફાઈ અભિયાન યોજાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૪ જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે જામનગર શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં, શહેરમાં વિવિધ સ્થળો પર મૂકવામાં આવેલી ભારત દેશનાં ગૌરવશાળી મહાનુભાવો શ્રી સ્વામી વિવેકાનંદ,શ્રી મહારાણા પ્રતાપસિંહજી,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ,શ્રી જામ દિગ્વિજયસિંહજી, શહીદ ભગતસિંહજીની પ્રતિમાની સાફસફાઈ તથા ફૂલહાર થકી વંદન સાથે એમનાં અપ્રતિમ યોગદાનને વિનીત ભાવે નમન કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ, જે તે સ્થળ પર જે સ્થળ પર જે મહાનુભાવની પ્રતિમા હતી એવા વ્યક્તિવિશેષે આપણાં રાષ્ટ્ર તેમજ ભારતીય સંસ્કૃતિને આપલાં યોગદાન વિશે શહેરનાં જાણીતા વક્તા લેખકો, ઇતિહાસકારો શ્રી સતીશચંદ્ર વ્યાસ (શબ્દ), શ્રી ઉત્પલભાઈ દવે, શ્રી હિમાંશુભાઈ જાની, શ્રી પારસભાઈ મકીમ વગેરેએ પોતાનાં વક્તવ્ય દ્વારા લોકો સમક્ષ સામાન્યથી વિશેષ એવી માહિતી ઉજાગર કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યા સાગર ઈન્ફોટેક કોલેજના આચાર્ય શ્રી રામ, પ્રો.શ્રી પ્રેક્ષા બેન ભટ્ટ તથા કોલેજના અન્ય વિભાગના પ્રોફોસરો તથા નવાનગર નેચર કલબ ના તમામ સભ્યો એ જહેમત ઊઠાવી હતી.

જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરાયા

0

જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૪ જામનગરમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને શહેરના મહાનુભાવના હસ્તે ફૂલહાર કરાયા હતા, ઉપરાંત કેક નું કટીંગ કરાયું હતું.

જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, સાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી , જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, દલિત સમાજના અગ્રણી બાબુભાઈ ચાવડા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સૌ પ્રથમ તમામ મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલ હાર કરવામાં આવ્યા હતા, જ્યારે મહાનુભાવોના હસ્તે કેક નું કટીંગ કરાયું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.