Thursday, October 15, 2026
Home Blog Page 157

જામનગર : મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આપઘાત કરી લેતાં ભારે કરુણાંતિકા

0

જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ભારે અરેરાટી જગાવનારો કરુણા જનક કિસ્સો

  • પર પ્રાંતિય શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આપઘાત કરી લેતાં ભારે કરુણાંતિકા
  • કાલાવડ ફાયર બ્રિગેડ કૂવામાંથી ત્રણેય માસુમ સંતાનો અને શ્રમિક મહિલાના મૃતદેહને બહાર કાઢ્યા: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ એપ્રિલ ૨૪ જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની પરપ્રાંતિય શ્રમિક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ત્રણ માસુમ સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ માતા પુત્રી સહિતના ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા ખેડૂત દિનેશભાઈ કોટડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની ૨૮ વર્ષીય પરપ્રાંતિય મહિલા સંગીતાદેવી એ પોતાના ત્રણ માસુમ સંતાનો મમતાબેન (ઉમર વર્ષ) અંજલીબેન (ઉંમર વર્ષ ત્રણ) અને પુત્ર શોદન (ઉંમર વર્ષ ૯ માસ) જે ત્રણેયને કૂવામાં ફેંકી દીધા પછી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ હતી.

આ બનાવની જાણ થતાં વાડી માલિક દ્વારા સૌ પ્રથમ કાલાવડ ની ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી કાલાવાડ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક પછી એક ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, ત્યારે વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ શ્રી પટેલ, તેમજ અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ચારેય મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.પરપ્રાંતીય શ્રમિક મહિલાએ ક્યા સંજોગોમાં પોતાના એક સાથે ત્રણ માસુમ સંતાનો ને કુવામાં ફેંકી દીધા અને પોતે પણ જીવ દીધો, તે મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

જામનગરમાં ફાયર સર્વિસ-ડે ની ઉજવણી : ૬૬ જવાનોને પરંપરાગત શ્રદ્ધાંજલિ

0

જામનગરમાં ફાયર સર્વિસ – ડે ની ઉજવણી : ૬૬ જવાનોને પરંપરાગત શ્રદ્ધાંજલિ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ એપ્રિલ ૨૪  જામનગરમાં મહાનગરપાલિકા પાલિકા સંકુલ પાછળ આવેલ ફાયર બ્રિગેડનાં મુખ્યાલયે ફાયર સર્વિસ – ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર શ્રી ઝાલા, સિટી એન્જીનીયર ભાવેશભાઇ જાની અને ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ સહિતનાં અધિકારીઓ અને ફાયરનાં જવાનો કાર્યક્રમમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૪ માં ૧૪ એપ્રિલે મુંબઇ બંદર પર લાગેલી આગ બુઝાવામાં ફાયર બ્રિગેડનાં ૬૬ જવાનો શહીદ થયા હતાં જેની સ્મૃતિમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે.

જામનગરમાં પણ અધિકારીઓ અને ફાયરનાં જવાનોએ કર્તવ્યનિષ્ઠામાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.

જામનગરનાં એડવોકેટની હત્યા કેસમાં ‘રજાક સોપારી’ સહિત વધુ ૩ આરોપીની અટકાયત

0

જામનગર નાં એડવોકેટ ની હત્યા કેસમાં પૂર્વ કોર્પોરેટર સહિત વધુ ૩ આરોપી ની અટકાયત: કુલ ધરપકડ નો આંક ૧૪ નો થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના એડવોકેટ ની હત્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સીટ ની રચના કરાયા બાદ પૂર્વ કોર્પોરેટર સહિત ૩ આરોપીને ઝડપી લેવાયા છે. જેને અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરાયો છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૪ નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત તા.૧૩મી તારીખે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટૂકડીઓ રચી હતી.જેમાં પોલીસ દ્વારા બે સગીર સહિત ૧૦ આરોપીઓની અટકાયત કરી લેવાઈ હતી, અને તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે, જ્યારે બે સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.

આ પ્રકરણમાં મહેબૂબ જુસબ સાયચા નામના વધુ એક આરોપીની અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવાયો છે.
દરમિયાન આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓ પૂર્વ કોર્પોરેટર ઉંમર ચમડિયા કુખ્યાત આરોપી રજાક સોપારી અને શબ્બીર ચમડિયા ની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓને રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૪ નો થયો છે. હજુ ૧ આરોપીની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરમાં દારૂનો કેસ પતાવા માટે ‘કોન્સ્ટેબલે’ ઘઉ અને જીરાની માંગ કરતા ACB પ્રગટી

0

જામનગર ના એક પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ લેતાં એસીબી ની ટીમના હાથે રંગે હાથ ઝડપાયા

  • દારૂના જુના કેસમાં પતાવટ કરવા માટે રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારતાં પોલીસ જમાદાર એસીબી ની ઝપટે ચડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેણે દારૂના એક જુના કેસમાં પતાવટ કરવા માટે સૌપ્રથમ ઘઉં અને જીરાની માંગણી કરી હતી, જેના બદલે રકમ લઈ લેવાનું કહેતાં રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ ની માંગણી કરાઈ હતી, ફરિયાદી યુવાનને તે રકમ આપવી ન હોવાથી લાંચ રુસ્વત શાખા નો સંપર્ક સાધ્યો હતો.જે અનુસાર શનિવારે બપોરે લાંચ નું છટકું ગોઠવાયું હતું, અને રામેશ્વર નગર ચોકમાંથી પોલીસ જમાદાર એસીબી ની ટીમ ના હાથે રૂપિયા પંદર હજાર ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. તેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

લાંચના છટકા અંગેની વિગત એવી છે કે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ બાદલ નિલેશભાઈ ચોટલીયા કે જે બિન હથિયારધારી વર્ગ -૩ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, અને તેણે જામનગરના એક આસામીને દારૂની એક બોટલ સાથે પકડ્યા પછી, તેની પૂછ પરછ દરમિયાન તેના એક સંબંધી નો આ પ્રકરણમાં કેસ નહીં કરવા સંબંધે લાંચની માંગણી કરી હતી.

જેમાં સૌપ્રથમ પોલીસ જમાદાર દ્વારા ઘઉં અને જીરું ખરીદ કરીને આપવાની માંગણી કરાઈ હતી, પરંતુ ફરિયાદીએ રકમ અથવા કોઈ વસ્તુ આપવી ન હોવાથી તેણે જામનગરની એ.સી.બી.શાખા નો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આજે બપોરે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી મોમાઈ હોટલ પાસે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જયાં ફરિયાદી યુવાન ૧૫,૦૦૦ ની રોકડ રકમ લઈને આવતાં પોલીસ જમાદાર બાદલ ચોટલીયા લાંચની રકમ સ્વીકારતાં ઝડપાઇ ગયા હતા. જેથી તેની અટકાયત કરી લઈ પાવડરવાળી ચલણી નોટો કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેની લાંચ રૂશવત ધારા હેઠળ અટકાયત કરી લઇ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

0

જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ: શીખ-સિંધી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા.  જામનગરના  ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા માં વૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. જે અંતર્ગત આજે ગુરુદ્વારા માં સવારે ૧૦.૩૦ વાગે સેહજ પાઠ સાહેબની સમાપ્તિ કરાઈ હતી.  અને ત્યારબાદ રાજસ્થાનના  ગંગાનગરના પ્રખ્યાત જ્ઞાની દિલીપસિંઘજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યાર પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.

પંજાબ ના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથ ની સ્થાપના થઇ હતી, અને આજે  વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરો માં  (ઘઉં ની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે, અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે. કે દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય,  વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં  શબ્દ કીર્તન, અને કથા નું આયોજન કરવામાં  આવ્યુ  હતું.  ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા, અને જામનગરમાં ગુરુદ્વારા માં આ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જામનગરમાં ‘દિવલા ડોને’ વિદ્યાર્થીની આંગળીઓ ચીરી નાંખી

0

જામનગરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશ્યું: બાઇક ફેરવવાની ના પાડનાર બે વિદ્યાર્થી યુવાનો પર છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને બાઈક પર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને અટકાવીને બાઈક ફેરવવાની માંગણી કરી હતી, જેની ના પાડતાં ઉશ્કેરાઈ જઇ બંને યુવાનો પર છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.આ હુમલાની ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર નજીક મોમાઈ નગર શેરી નંબર ૪ માં રહેતો અને અભ્યાસ કરતો પૃથ્વીરાજસિંહ યોગેન્દ્ર સિંહ ગોહિલ નામનો ૨૦ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને તેમાં પાછળ તેના મિત્ર કુલદીપ સિંહ જાડેજા ને બેસાડીને શાંતિનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન શાંતિ નગર વિસ્તારમાં જ રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન તેની આડે બાઇક નાખીને ઉભો રહી ગયો હતો, અને તારું બાઈક મને ફેરવવા આપ,તેમ કઈ બાઈકની માંગણી કરી હતી. જેથી પૃથ્વીરાજસિંહ ગોહિલે ના પાડતાં આરોપી દીવલો ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના ની પાસે રહેલી છરી કાઢી સૌ પ્રથમ પૃથ્વીરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. જેથી તેના ડાબા હાથની ત્રણ આંગળીઓમાં છરીના ઘા વાગ્યા હોવાથી ગંભીર ઇજા થઈ હતી અને જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે.

આ ઉપરાંત બાઇકની પાછળની સીટમાં બેઠેલા કુલદીપસિંહ જાડેજા એ દીવલા ડોનને અટકાવવા જતાં તેણે તેના ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો, અને જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. જેને પણ સારવાર લેવી પડી છે.

આ સમગ્ર મામલો પોલીસમાં લઈ જવાયો હતો, અને પૃથ્વીરાજસિંહ ગોહિલ ની ફરિયાદ ના આધારે સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ અને તેમની ટીમ દ્વારા આરોપી દિવલા ડોન સામે હુમલા અંગેની કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫-૧ હેઠળ ગુનો નોંધ્યો છે’ અને હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગર નજીક ગોજારા અકસ્માતમાં 4 લોકોના મોતથી અરેરાટી

0

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે સચાણા રોડ પર આઇટેન કાર અને ટ્રક ટેલર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ

  • અકસ્માત એટલો ભયંકર હતો કે કારની અંદર બેઠેલા બે યુવાનોના મૃતદેહને ફાયર બ્રિગેડે જેસીબીની મદદ લઈ પતરા કાપી બહાર કાઢવા પડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો, કે જેસીબી ની મદદથી ટ્રક ટ્રેલર ને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ શરૂ કરી હતી.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જાંબુડાના પાટીયા થી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છ ના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની માલિકીના જી.જે. ૧૨ બી.વી. ૩૦૭૧ નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી જી.જે.૧૦ બી.આર. ૩૨૦૧ નંબરની આઈ-૧૦ કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને કારનું પડીકું વળી ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સૌપ્રથમ ૧૦૮ ની ટીમને દોડાવાઈ હતી, અને ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો- રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહજ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે, અને તે પણ જીવન મરણના ઝોલા ખાય આજે સવારે દમ તોડ્યો હતો જેથી મૃતક નો આકડો ચાર થયો હતો

આ ઉપરાંત આઈ-ટેન કાર ની આગળ ની સીટમાં બેઠેલા બે યુવાનો કારની અંદર દબાઈ ગયા હોવાથી તેઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જેઓ બહાર નીકળી શકે તેવી પોઝિશન ન હોવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી, અને ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જે.સી.બી. ની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી, ત્યારબાદ ના પતરા કાપી ને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત દરમિયાન કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ૩ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક યુવાન પણ બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેઓની ઓળખ થઈ શકી ન હતી. દરમ્યાન કારના નંબરના આધારે તેના માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જે કાર પણ અન્ય વ્યક્તિની માલિકીની હતી, તેને સ્થળ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં બોલાવાયા પછી મૃતકો ની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતકોને ઓળખ થઈ હતી, અને ત્રણેય મૃતકો ના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉંમર વર્ષ ૩૫) સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉંમર વર્ષ ૧૯) અને રોહિત ડાયાભાઈ (ઉંમર વર્ષ ૧૯) અને તેઓ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના ૨૨ વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે. જેઓ એકબીજાના કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના જોડીયામાં મકાન માલીકને કોન્ટ્રાક્ટરે માર માર્યો

0

જોડીયામાં મકાન માલિક પર ઈલેક્ટ્રીક ના કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાની લેતી દેતી ના મામલે તકરાર કરી હુમલો કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગર જિલ્લાના જોડીયામાં એક મકાન માલિકે પોતાના મકાનમાં ઇલેક્ટ્રીક નું કામ રખાવ્યું હતું, જે કોન્ટ્રાક્ટર યુવાને પૈસાની લેતી લેતી ના મામલે મકાન માલિક સાથે તકરાર કરી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ સીદીભાઈ સમેજા નામના વેપારી કે જેઓનું જોડિયામાં મકાન આવેલું છે, જે મકાનમાં ઇલેક્ટ્રીક નું કામ કરવાનું હોવાથી તે કામનો કોન્ટ્રાક્ટ જોડિયામાં રહેતા અબુબકર મોહમ્મદ હનીફભાઈ ગંઢારને આપ્યો હતો, અને તે કામ મુજબના પૈસા ઉપરાંત વધારાના પૈસા પણ આપ્યા હતા. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વધુ પૈસા ની માંગણી કરવામાં આવતાં વધુ પૈસા આપવાની ના પાડી હતી. જેથી કોન્ટ્રાક્ટર અબુબકર ઉસકેરાઈ ગયો હતો, અને મકાન માલિક ઇમરાનભાઈ સમેજા ઉપર હુમલો કરી દીધો હતો.

જેથી સમગ્ર બનાવને જોડિયા પોલીસમથકમાં લઈ જવાયો છે, અને જોડિયા પોલીસે ઇમરાન ભાઈ સમેજાની ફરિયાદ ના આધારે હુમલાખોર આરોપી અબુભાઈ અબુબકર ગંઢાર સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરના કેટલાક વિસ્તારોમાં આજે ગેસની પાઈપ લાઈનમાં સપ્લાય બંધ થતાં દેકારો

0

જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં આજે ગેસ ની પાઈપ લાઈનમાં ગેસનો સપ્લાય બંધ થતાં દેકારો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગર શહેર માં આજે કેટલાક વિસ્તારોમાં પાઈપલાઈન મારફત સપ્લાય કરવામાં આવતા રાંધણ ગેસની અચાનક બંધ થઈ જતાં મહિલાઓ પરેશાનીમાં મુકાઈ ગઇ હતી. અને ભારે દીકરો બોલી ગયો હતો . જોકે બપોર બાદ ફરીથી ગેસ પુરવઠો શરૂ થઈ જતાં હાશકારો અનુભવાયો છે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે લીમડા લેન, સરૂ સેકશન રોડ, લાલવાડી વિસ્તાર વગેરે વિસ્તારોમાં બપોરે ૧ર વાગ્યા આસપાસના સમયે જે લોકો ગુજરાત ગેસ દ્વારા પાઈપલાઈન મારફતે રાંધણ ગેસનું જોડાણ ધરાવે છે, તેમના ઘરે ગેસ સપ્લાય બંધ થઈ ગઈ હતી. રસોઈના કામકાજ સમયે જ બપોરે રાંધણગેસની સપ્લાય બંધ થઈ જવાથી ખાસ કરીને ગૃહિણીઓ મુસીબતમાં મુકાઈ ગઈ હતી. અને બપોર દરમિયાન ભારે દેકારો બોલી ગયો હતો.

જામનગરમાં આમ કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર અચાનક ગેસ સપ્લાય બંધ થઈ જવાથી અનેક લોકો મૂંઝવણ માં મુકાયા હતા. જામનગરમાં કંપનીની સ્થાનિક ઓફિસ અને જવાબદારોને ફોન કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યા ન હતાં.જો કે એક અધિકારીએ અંતે જણાવ્યું હતું કે સાત રસ્તા પાસે ગેસની પાઈપલાઈનમાં મરામતનું કામકાજ ચાલુ હોવાથી પુરવઠો બંધ કરી દેવાયો હતો, અને રીપેરીંગ કામ પૂર્ણ થયે બપોર બાદ સપ્લાય ચાલુ કરી દેવાયો હોવાથી હાશકારો અનુભવાયો છે.

જામનગર લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આજથી શરૂ થયું : પ્રથમ દિવસે ૫૭ ફોર્મ ઉપડ્યા

0

જામનગર લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આજથી શરૂ થયું: પ્રથમ દિવસે ૫૭ ફોર્મ ઉપડ્યા: એક પણ ભરાયું નહીં

  • ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર આગામી ૧૮મી એપ્રિલે બપોરે ૧૨.૩૯ના શુભ મુહૂર્ત પર પોતાની ઉમેદવારી નોંધાવશે

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ ગુજરાત રાજ્યમાં આજથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, અને ઉમેદવારી પત્ર ભરવાનું આજથી શરૂ કરાયું છે, ત્યારે જામનગર લોકસભાની બેઠક માટે આજે પ્રથમ દિવસે એકીસાથે ૫૭ ફોર્મ ઉપડ્યા હતા.જોકે આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી કરી નથી, માત્ર ૫૭ ફોર્મ ઇસ્યુ થયા છે.

જામનગર લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સતત ત્રીજી વખત ચૂંટણી જંગમાં છે, અને તેઓ આગામી ૧૮મી તારીખે પોતાની ઉમેદવારી નોંધાવશે. જામનગરના ઓસવાળ સેન્ટર માં થી વિશાળ કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચશે, અને ત્યાં પોતાના પાંચ પ્રતિનિધિઓની હાજરીમાં બપોરે ૧૨.૩૯ ના શુભ મુહૂર્ત પર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે, તેવી આજે બુથ લેવલના કાર્યકર્તા સંમેલનમાં જાહેરાત થઈ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.