Thursday, October 15, 2026
Home Blog Page 158

જામનગરમાં રૂપાલા સામે વિરોધ યથાવત : કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની અટકાયત

0

જામનગરમાં ઔશવાળ સેન્ટરમાં યોજાયેલા ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ ના પ્રવાસ કાર્યક્રમ વેળાએ ક્ષત્રિય સમાજ નું વિરોધ પ્રદર્શન

  • ઓશવાળ સેન્ટર ના દ્વારે કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
  • પાટીલની બેઠકમાં પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના યોજાયેલા બુથ સંમેલનના કાર્યક્રમના મુખ્ય ગેઇટ પાસે ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કાળા વાવટા ફરકાવ્યા હતા. ક્ષત્રિય યુવાઓ કાર્યક્રમના સ્થળની અંદર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

કેટલાક કાર્યકર્તાઓએ રૂપાલા ની ટિકિટ રદ કરો, રૂપાલા હાય હાય ના નારા સાથે ઓસવાળ સેન્ટરના મેઇન રોડ પરના મુખ્ય દ્વાર પાસે માર્ગ પર બેસી ગયા હતા, તે તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને પોલીસ હેડ ક્વાર્ટરમાં લઈ જવાયા છે.

જામનગર માં બે દિવસ પહેલાં લાપતા બનેલા યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

0

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં બે દિવસ પહેલાં લાપતા બનેલા એક યુવાનનો મૃતદેહ કૂવામાંથી સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગરમાં હર્ષદમીલની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતો ૪૨ વર્ષીય યુવાન બે દિવસ પહેલાં લાપતા બન્યો હતો, જેનો મૃતદેહ આજે બપોરે કુવામાંથી સાંપડ્યો છે. જેને ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના ખારોડ ગામનો વતની કીરતારસિંહ છત્રસિંહ બારીયા નામનો ૪૨ વર્ષનો યુવાન કે જે બે દિવસ પહેલાં લાપતા બન્યો હતો, અને તેના પિતા દ્વારા ગુમ થયો હોવાની અને તેના ઘરની નજીક જ આવેલા કુવામાં પડી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેથી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા પરમદીને તેની કુવામાં શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પતો સાંપડ્યો ન હતો. પરંતુ બે દિવસ બાદ આજે બપોરે તેનો મૃતદેહ ૭૦ ફૂટ ઊંડા પાણી ભરેલા કુવામાં મૃતદેહ તરતો હોવાનું ધ્યાનમાં આવતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસને સુપ્રત કરી દીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં ૨૦ વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

0

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી ૨૦ વર્ષીય યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા: પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ એપ્રિલ ૨૪ જામનગર નજીક નાઘેડી માં રહેતી ૨૦ વર્ષ ની અપરણિત યુવતી પોતાના ઘેરથી એકા એક લાપત્તા બની જતાં પરિવારજનોમાં ચિંતા નું મોઝૂં ફરી વળ્યું છે. જે અંગે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાતાં મેઘપર પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ છે.

જામનગર નજીક નાઘેડી માં રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના વતની જયરામભાઈ નારણભાઈ ડાભી કે જેઓએ મેઘપર પોલીસ મથક નો સંપર્ક સાધ્યો હતો, અને ગત ૭ મી તારીખે રાત્રિના સમયે પોતાની પુત્રી પૂજાબેન (ઉ.વ.૨૦) કે જે રાત્રીના સમયે પોતાના ઘરમાંથી એકાએક લાપત્તા બની ગઈ હતી. પરિવારજનો દ્વારા તેની અનેક સ્થળોએ શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો સાંપડ્યો ન હતો. જેને વાલની તકલીફ છે, તેમજ ૧૧ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, અને તેણી ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે.

જે પોતાની સાથે આધારકાર્ડ તેમજ જન્મ તારીખ નો દાખલો વગેરે પર સાથે લઈ ગઇ હોય તેવું જાણવા મળ્યું છે. જેરામભાઇ દ્વારા મેઘપર પોલીસ મથકમાં પોતાની પુત્રી ગુમ થઈ ગઈ હોવાની જાહેરાત કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા દ્વારા તેણીની શોધખોળ કરવામાં આવી રહી છે.

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ના તહેવાર ની ઉજવણી કરાઈ

0

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ના તહેવાર ની ઉજવણી કરાઈ

  • જામનગરની ઇદગાહ મસ્જિદમાં નમાઝ અદા કરીને એકબીજાને ઇદ ની મુબારકબાદી પાઠવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ એપ્રિલ ૨૪ જામનગર શહેર સહિત સમગ્ર જીલ્લામાં આજે ગુરૂવાર ના રોજ ઇદ-ઉલ-ફિત્ર ના પવિત્ર પર્વની ભાઇચારા ની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

મુસ્લિમો ભાઇઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ૩૦ રોઝા પૂર્ણ કર્યા બાદ, આજે ગુરૂવાર ના રોજ ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી. જામનગર ની ઇદગાહ મસ્જિદ તથા અલગ-અલગ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર ની નમાઝ અદા કરવામાં આવી હતી, તેમજ નમાઝ અદા કર્યા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ ની શુભેચ્છા પણ પાઠવી હતી. અને હર્સોલાસ ભર્યા વાતાવરણમાં ઇદના મહાન પવિત્ર પર્વની ઉજવણી કરાઈ હતી.

જામનગરનાં શ્રી સત્યનારાયણ મંદિરે યોજાયો અન્નકૂટ ઉત્સવ

0

જામનગરનાં શ્રી સત્યનારાયણ મંદિરે યોજાયો અન્નકૂટ ઉત્સવ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ એપ્રિલ ૨૪ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનનાં પ્રાચીન મંદિરે ચૈત્ર સુદ એકમ – હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માજીએ ચૈત્ર સુદ એકમથી જ સૃષ્ટી નિર્માણ આરંભ કર્યુ હોવાથી સનાતન હિંદુ ધર્મમાં સૃષ્ટી નો શુભારંભ પણ આ જ દિનથી માનવામાં આવે છે

ત્યારે વર્ષમાં પ્રથમ ભગવાને ભોગ અર્પણ કરી પછી ભક્તો ભોજન લે એ માટેની અન્નકૂટની પરંપરાને કારતક સુદ એકમની જેમ જ ચૈત્ર સુદ એકમનાં દિને પણ નિભાવવામાં આવી હતી. ભગવાન સમક્ષ નિજ મંદિરમાં વિવિધ મિષ્ટાન – પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તોએ બહોળી સંખ્યામાં અન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ લીધો હતો.

જામનગરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા ચાલકો દંડાયા

0

જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી ધ્વનિ પ્રદુષણ કરતા બાઇકર્સ સામે કડક કાર્યવાહી

  • શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ બુલેટ સહિતના બાઈક ડિટેઇન કરાયા ૧.૬૩ લાખનો દંડ વસુલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૦ એપ્રિલ ૨૪જામનગર શહેરમાં ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવનારા બાઈકર્સ સામે પોલીસ તંત્ર સખત બન્યું છે, અને જાહેરમાં બાઈક ચલાવી ફાયર સાઇલેન્સર વડે ઘોંઘાટ કરતા બાઈક ચાલકો ના પોલીસે સીન વીખી નાખ્યા છે, અને છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડિટેઇન કરી લીધા છે. જેઓ પાસેથી ૧.૬૩ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છેલબટાઉ યુવાનો ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવતા જોવા મળે છે, તેમજ કેટલાક બુલેટ ચાલકો કે જેઓ પોતાના વાહનમાં ફાયર સાઇલેન્સર લગાવીને ધ્વનિ પ્રદુષણ કરતા હોય છે, તેમજ સ્પોર્ટ્સ બાઈક વગેરે ભયજનક રીતે ચલાવી ઘોંઘાટ કરતા હોવાનું ધ્યાન માં આવ્યું હતું.

જેને લઈને જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી ટીમ બનાવીને સાત રસ્તા સર્કલ, તળાવની પાળ, સુભાષ બ્રિજ, આશાપુરા હોટલ, પંચવટી સર્કલ. સહિત અલગ અલગ વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, અને એકીસાથે ૫૦થી વધુ બુલેટ સહિતના બાઇક ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, તદઉપરાંત ટ્રાફિક નિયમનના ભંગ બદલ રૂપિયા ૧,૬૩,૮૦૦ નો હાજર દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. ગજજર, પી.એસ.આઇ. આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, ડી.જે. જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગરમાં ભાજપની મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓના સુત્રાચાર

0

જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં યોજાયેલી ભાજપની મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓના સુત્રાચાર

  • રૂપાલા હાય હાય ના સુત્રો પોકારી રાજપૂત મહિલાઓએ સ્ટેજ પર ચડી જઇ ખુરશીઓ ઉડાડી
  • ભાજપના હોદ્દેદારો અસમંજસ માં મુકાયા: પોલીસે રાજપુત મહિલાઓને દૂર ખસેડી મામલો થાળે પાડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ એપ્રિલ ૨૪ જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિયાણીઓએ પહોંચી જઈ ખલેલ પહોંચાડી હતી, અને રૂપાલા હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરો ના સૂત્રોચાર શરૂ કરી દેતાં ભારે હલચલ ગઈ હતી, અને સ્ટેજ પર બેઠેલાં ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા, ત્યારે કેટલીક ખુરશીઓ પણ ક્ષત્રિયાણીઓ દ્વારા ઉપાડીને ફેકવામાં આવી હતી, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે પોલીસ ટુકડીએ સમય સૂચકતા વાપરી તમામ રાજપૂત બહેનોને ત્યાંથી દૂર કર્યા હતા. જેથી મામલો શાંત થયો હતો.

જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મેંયર અમીબેન પરીખ, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, શાસક જૂથના નેતા આશિષ જોશી, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો શહેર મહામંત્રી વગેરે સ્ટેજ પર બેઠા હતા, અને કેટલાક ભાજપના સમર્થકો ની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

તેની થોડી ક્ષણોમાંજ કેટલાક સ્થાનિક ક્ષત્રિય મહિલાઓ પોતાના બાળકો વગેરે સાથે મંચ પર ધસી આવ્યા હતા, અને રૂપાલા હાય ના નારા લગાવ્યા હતા. રૂપાલા ની ટિકિટ રદ કરો જેવી માંગણી કરી કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી હતી.જ્યારે સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી બે-ત્રણ ખુરશીઓ પણ ઉચકીને ફેંકી હતી.

દરમિયાન મહિલા પોલીસ સહિતની ટુકડી મંચ પર આવી પહોંચી હતી અને રાજપૂત સમાજના બહેનોને ભારે સમજાવટ કર્યા પછી એક પછી એક કરીને મહિલાને મંચથી દૂર લઈ ગયા હતા, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો, અને ભાજપ દ્વારા કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી મંચ પર બેઠેલા ભાજપના અગ્રણીઓ તથા શ્રોતાગણ ભારે અસમંજસમાં મુકાયા હતા.

જામનગરના જામસાહેબનો રાજપુત સમાજને પત્ર

0

રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદ ને લઈ જામનગરના જામસાહેબનો રાજપુત સમાજને પત્ર

  • કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિવાદિત ઘટના : આપણને ન પોસાય તેને ચુંટણી હરાવો : જામનગરના જામસાહેબ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ એપ્રિલ ૨૪ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણકે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.

જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ, જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, “ જૌહર ” નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી.

હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે – સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજનાં જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે.

તો એ સમય આવી ગયો છે કે, આજનાં લોકશાહીનાં સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂટણીમાં હરાવો. આને જ કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.

સોસાયટીના રી-ડેવલોપમેન્ટ કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

0

સોસાયટીના રી-ડેવલોપમેન્ટ કેસમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

  • નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા રી-ડેવલોપમેન્ટ સબબ ફરમાવેલ મહત્વનો ચુકાદો : વાંધો લેતા સભ્યોને લપડાક
  • હાઇકોર્ટના યુવા ધારાશાસ્ત્રી નિરલ ઝાલા તથા રૂતુરાજ એચ. નાણાવટી ની ધારદાર દલીલો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ એપ્રિલ ૨૪ આ કેસની વિગત એવી છેકે અમદાવાદ શહેરમાં આવેલ વાસણામાં શિલ્પાલય હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટી આવેલ હોય, જેમાં ૨૨૮ ફલેટ છે. શિલ્પાલય હાઉસિંગ સોસાયટીના બિલ્ડીંગનું બાંધકામ આશરે ૩૦ થી ૩૫ વર્ષ જુનું થઈ ગયેલ હોય અને જેથી બાંધકામ ખુબ જ જર્જરિત થયેલ હોય, અને છત તથા દીવાલો પરથી પ્લાસ્ટરના પોપડા ખરતા હોય અને કોઈને ઈજા થઈ શકે તેમ હોય, જેથી સોસાયટીના હોદેદારો દ્વારા વર્ષ ૨૦૧૪ માં આ મુદ્દાને લઇ અને જનરલ મીટીંગો બોલાવેલ અને સોસાયટીના દરેક બિલ્ડીંગના બાંધકામસબબ સ્ટ્રક્ચર એન્જીનીયરનો અભિપ્રાય લેવાનો ઠરાવ થયેલ હોય, જેથી સ્ટ્રક્ચર એન્જીનીયરનો અભિપ્રાય મુજબ સોસાયટીના દરેક બિલ્ડીંગનું રીપેરીંગ અથવા બિલ્ડીંગોનું નવીનીકરણ કરાવવાણી જરૂરીયાત જણાય છે. પરંતુ દરેક બિલ્ડીંગને તોડી નવી બિલ્ડીંગો નવીનીકરણ કરાવવા સભ્ય સોસાયટીમાં ભંડોળ, નવીનીકરણ દરમિયાન સભ્યોને રહેણાકની વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ સામે આવેલ હોય, જેથી આ ગંભીર મુદ્દા હોદેદારો સામે આવેલ હતો.

જેથી સોસાયટીના હોદેદારો દ્રારા આ ગંભીર સમસ્યાથી સોસાયટીના દરેક સભ્યોને માહિતગાર કરવામાં આવેલ અને જનરલ મીટીંગમાં હાજર સભ્યોના સુચનો લેવામાં આવેલ અને સર્વાનુમતે સોસાયટીના આ ગંભીર સમસ્યાને દુર કરવા સોસાયટીનું રી-ડેવલોપમેન્ટ કરવાનો આખરી નિર્ણય આવેલ અને દિવ્યભાસ્કરમાં જાહેરાત આપી નામાંકિત બિલ્ડરો પાસે અલગ-અલગ ભાવ પત્રકો તેમજ સોસાયટીના સભ્યોને ડેવલોપર પાસેથી નવા ફ્લેટ, સુવિધા તેમજ બાંધકામ માટે જે સમય લાગે તે સબબ સોસાયટીના સભ્યો માટે રહેણાકની વ્યવસ્થા વિગેરે મહત્વના મુદ્દા ધ્યાને રાખી પ્રપોઝલ લેટરો મંગાવવામાં આવેલ અને સોસાયટીની જનરલ મીટીંગમાં સર્વાનુમતે શ્રેષ્ઠ પ્રપોઝલ લેટર આપનાર બિલ્ડરની પસંદગી કરવામાં આવેલ અને સોસાયટીના હોદેદારો દ્રારા કાનુની કાર્યવાહી સબબ વકીલશ્રીની નિમણુક કરેલ અને ડેવલોપર અને સોસાયટીના સભ્યો વચ્ચે કરાર કરવામાં આવેલ હતા. જેમાં ૮૦% સભ્યો દ્રારા રી-ડેવલોપેન્ટ માટે કરાર કરેલ પરંતુ અમુક સભ્યો કરાર કરવા અસ્પષ્ટ જવાબ આપેલ હતા અને ત્યાર બાદ કહેવત છે કે, “સારા કામ માં ૧૦૦ વિઘ્ન” તે મુજબ અમુક સોસાયટીના સભ્યો દ્રારા અલગ-અલગ ખોટા મુદ્દા ઉપજાવી રી-ડેવલોપમેન્ટ ન કરાવવા વાંધા અરજીઓ રજુ રાખેલ તેમજ અમુક સભ્યો દ્રારા યોગ્ય માંગણીઓ કરવામાં આવેલ કે તેઓને ફલેટ તેમજ દુકાનો આપે, બિલ્ડીંગનું બાંધકામ રીપેર થઈ શકે તેમ છે નવીનીકરણની જરૂરીયાત નથી વિગેરે ખોટા વાંધા ઉપસ્થિત કરી અને *હવનમાં હાડકા નાખવા” જેવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ હતું.

ત્યાર બાદ વર્ષ ૨૦૨૦માં સોસાયટીના બિલ્ડીંગો બાંધકામની પરિસ્થતિની જાણ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનને થતા સોસાયટીને ધી ગુજરાત પ્રોવીશનલ મ્યુનીસીપલકોર્પોરેશન એક્ટની કલમ-૨૬૪(એ) તળેની શિલ્પાલય સોસાયટીના દરેક સભ્યોને નોટીસ મોકલેલ હોય આ નોટીસમાં એવું સભ્યો પાસે ખુલાસામાંગેલ કે જર્જરિત ઈમારતથી જીવનો જોખમ હોય, આવી ઈમારતને શા માટે દૂર ન કરવા, ન બદલવામાં અથવા તોડી નાખવામાં આવશે નહીં અને જો જાનહાની થાય તો તે માટે જવાબદાર સોસાયટીના હોદેદારોને કેમ ન સમજવા વિગેરે સબબ જવાબો માંગવામાં આવેલ હતા.

જેથી શિલ્પાલય હાઉસિંગ કોપરેટીવ સોસાયટીના હોદેદારો દ્રારા રીડેવલોપમેન્ટ માટે અથાક પ્રયત્નો કરતા હોય પરંતુ અમુક વાંધાદાર જે રીડેવલોપમેન્ટ કરવા સામે ખોટા વિરોધ્ધ કરતા હોય તેમના વિરુધ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા અને સોસાયટીના અન્ય સભ્યોના હિતને ધ્યાને લઈ તેમના વકીલશ્રી દ્રારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન કરવામાં આવેલ. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તથા અન્ય ૨૫ વાંધાદારોને નોટીસ ઇસ્યુ કરેલ તેમના લેખિત જવાબો રજુ કરવા, પોતાના વાંધા યોગ્ય છે અને રી-ડેવલોપમેન્ટ ની કોઈ આવશ્યકતા નથી તે સબબ પુરાવા રજુ કરવા યોગ્ય તક આપેલ હતી. આ કાર્યવાહી દરમિયાન અમુક વિવાદિત સભ્યોની આંખ ખુલતા તેઓ દ્રારા સોસાયટીની તરફેણમાં સોગંદનામાં કરી આપેલ અને તેઓને રી- ડેવલોપમેન્ટ સામે તેઓને કોઈ વાંધો ન હોય, તેવું સોગંદ ઉપર જાહેર કરેલ હોય પરંતુ અમુક વાંધાદાર નામદાર કોર્ટ સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવેલ હોય. જયારે સોસાયટીના વકીલશ્રી દ્રારા કરેલ ધારદાર દલીલો તેમજ ગુજરાત ઓનર્સશીપ એક્ટ-૨૦૧૮ની કલમ- ૪૧માં જણાવ્યા મુજબ જ્યારે સોસાયટીના ૭૫% સભ્યોનો એકમત હોય ત્યારે ૨૫% વાંધાદારની રજૂઆત ધ્યાને ન લેવા જ્યારે આ કિસ્સામાં સોસાયટીના ૮૦% થી વધુ સભ્યોનો એકમત છે, તેમજ નામદાર સુપ્રિમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજુ રાખેલ હોય, જે ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા સોસાયટીના બિલ્ડીંદો ખુબ જ જર્જરીત થઈ ગયેલ હોય, રી-ડેવલપમેન્ટની જરૂરીયાત હોય, રી-ડેવલપમેન્ટ માટે સોસાયટી દ્રારા સર્વાનુમતે ગ્રાહ્ય રાખેલ બિલ્ડરને રી-ડેવલપમેન્ટની કામગીરી આગળ વધારવી, સોસાયટીના સભ્યોને અન્ય જગ્યા પર રહેણાક બદલવા બદલ નક્કી થયેલ ભાડું ચુકવવું. તેમજ આઠ અઠવાડિયામાં સોસાયટીના દરેક સભ્યો રી-ડેવલપમેન્ટ સહકાર આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીરીશનર શિલ્પાલય હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટી વતી જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી નિરલ વી. ઝાલા તેમજ રૂતુરાજ એચ. નાણાવટી રોકાયેલા હતા.

જામનગરમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો

0

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત શ્રી ગણેશ યોગ ક્લાસીસમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો

  • જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ સહિતના મહિલા અગ્રણીઓ દ્વારા મેમોગ્રાફી સંબંધીત માર્ગદર્શન અપાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ એપ્રિલ ૨૪ જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રેનર્સ સંચાલિત શ્રી ગણેશ યોગ ક્લાસીસ માં તારીખ ૬.૪.૨૦૨૪ ના દિવસે મેમોગ્રાફી ટેસ્ટ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં જામનગરના પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વેળાએ તેઓની સાથે શહેર ભાજપના મહિલા અગ્રણી મોનિકાબેન વ્યાસ, તેમજ શ્રી ગણેશ યોગા કલાસ ના મુખ્ય સંચાલિકા સુમિતાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ૨૦ થી વધુ સાધકો જોડાયા હતા.

જે તમામને અમીબેન પરીખ દ્વારા મેમોગ્રાફી સંબંધી જરૂરી માર્ગદર્શન અપાયું હતું, અને તમામ સાધકો મેમોગ્રાફીના ચેકઅપ માટે તૈયાર થયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.