Thursday, October 15, 2026
Home Blog Page 159

જામનગર : હોટલમાં બાળમજૂરી કરી રહેલા બાળકને પોલીસે મુક્ત કરાવ્યો

0

જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં બાળમજૂરી કરી રહેલા બાળકને પોલીસે મુક્ત કરાવ્યો

  • સગીરવય ના બાળક પાસે કામ કરાવનાર હોટલના સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ એપ્રિલ ૨૪ જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં આવેલી એક ચા ની હોટલમાં સગીરવયનો બાળક કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા એક બાળકને મુક્ત કરાવ્યો છે, અને તેના વાલીને સોંપી દીધો છે. જ્યારે હોટલ સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગરના પોલીસ ના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં બેડી ગેઇટ પાસે આવેલી હોટલ મનસુખ ભારથી નામની ચા ની હોટલમાં નાના બાળકને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે. જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ. ની પોલીસ ટીમે મોડી સાંજે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ૧૬ વર્ષથી નાની વયનો સગીર બાળક કામ કરી રહેલો મળી આવ્યો હતો. જેથી પોલીસ ટીમે બાળકના વાલીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને તેનો કબજો વાલીને સોંપી દઇ ફરીથી બાળકને કામે નહીં મોકલવા સૂચન કર્યું હતું.ઉપરાંત હોટલના સંચાલક ગોગન ઉકાભાઈ બોસરિયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી તેમજ સ્ટાફના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી, અને ભાવનાબેન સાબડીયા વગેરે કરી હતી.

જામનગર દેવુભાના ચોકમાં ”બોક્સર” પર 4 શખ્સોનો ખૂની હુમલો

0

જામનગરમાં દેવુભા ના ચોક વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી હાથ પગ ભાંગ્યા : ચાર સામે ફરિયાદ

  • આરોપી : (૧) કિશન અરવિંદભાઇ ચૌહાણ (૨) અરવિંદભાઇના ભાઇનો દીકરો લાડવો તથા બે અજાણ્યા ઇશમો રહે-બધા-જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ એપ્રિલ ૨૪ જામનગરમાં દેવુભા ના ચોક વિસ્તારમાં એક યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિત ઇજા પહોંચાડવામાં આવી છે. જે હુમલાના બનાવ અંગે પિતા પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશાલ ઉર્ફે બોક્સર રમણીકલાલ પરમાર નામના ૨૬ વર્ષના યુવાન પર દેવુભાના ચોક વિસ્તારમાં કિશન અરવિંદભાઈ ચૌહાણ, અરવિંદભાઈ નો પુત્ર લાડવો અને તેના અન્ય બે સાગરીતોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.ફરિયાદી વિશાલ પરમાર ના કાકા અને આરોપીને આજથી દોઢ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સીટી એ – ડિવીઝન પોલીસે વિશાલ ઉર્ફે બોક્સર રમણીકલાલ પરમારની ફરીયાદ પરથી ઇ.પી.કો. કલમ-૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધીઆરોપીઓની શોધખોળ આદરી છે વધુ તપાસ PSI એલ.બી જાડેજા ચલાવી રહ્યા છે.

જામનગર ધુંવાવ હાઉસિંગ બોર્ડની કોલોનીમાં યુવાન પર ડિસમિસ વડે ઘાતક હુમલો

0

જામનગર નજીક ધુંવાવમાં હાઉસિંગ બોર્ડની કોલોની માં રહેતા એક યુવાન પર ડિસમિસ વડે ગળાના ભાગે હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ એપ્રિલ ૨૪ જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા એક યુવાન પર વાહનની સીટ લઈ જવાના મામલે તકરાર કરી ગળામાં ભાગે ડીસમિસ વડે હુમલો કરી દઇ ગંભીર ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધુંવાવમાં હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા સીદિકશા ચાંદશા શાહમદાર ફકીર (ઉંમર વર્ષ ૩૫) કે જેના ઉપર જામનગરમાં રહેતા મહેશ અશોકભાઈ ચંગેવાડિયા નામના શખ્સે ડિસમિસ વડે ગળા ના ભાગ માં હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.ઈજાગ્રસ્ત સિદ્દીશા શાહમદાર કે જેની પાસેથી આરોપી મહેશ ચંગેવાડીયા મોપેડ ની સીટ લઈ ગયો હતો. જે ઇજાગ્રસ્ત યુવાને પરત માંગતા આરોપી ઉશ્કેરાયો હતો, અને પોતાની પાસે રહેલી ડિસમિસ વડે ગળામાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થઈ છે. અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ બનાવ અંગે સિદ્દીક્શાની પત્ની હનિફાબેને હુમલા અંગેની આરોપી મહેશ અશોકભાઈ ચંગેવાડિયા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલે આઇપીસી કલમ ૩૨૬ અને જીપીએકટ કલમ ૧૩૪ મુજબ નો ગુન્હો નોંધ્યો છે, અને હુમલાખોર સઆરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે બાઇક રેલી યોજાઇ

0

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ

  • શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ બાઈક રેલીમાં જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ એપ્રિલ ૨૪ જામનગર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની રાહબરી હેઠળ બાઈક રેલી યોજાઇ હતી.

વિશ્વ સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ૪૪ માં સ્થાપના દિવસ નિમિતે ભવ્યબાઇક રેલી નું આયોજન કરાયું હતું, જે બાઈક રેલીનો જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસેથી ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રારંભ થયો હતો. જેમાં ૭૮- વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, ૭૯- વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપ ના પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા સહિતના હોદ્દેદારોએ બાઈક રેલી નો પ્રારંભ કરાવ્યો હતો, અને તેઓએ આગેવાની લીધી હતી, અને બાઇક સાથે જોડાયા હતા.

આઉપરાંત શહેર ભાજપના કોર્પોરેટર તથા સંગઠન ના હોદેદારો, દરેક મોરચા ના હોદેદારો, તથા બૂથ સુધીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાઈક રેલીએ નગર ભ્રમણ કર્યા પછી શહેર ભાજપના કાર્યાલયે ફરી પૂર્ણ થઈ હતી.

દ્વારકા નેશનલ હાઇવે પર ડિવાઇડર મુકો : ૭ ગામના સરપંચોઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

દ્વારકા નેશનલ હાઇવેના ડિવાઇડરમાં જગ્યાના અભાવે સ્થાનિકો લાખ ચોર્યાસીનો ફેરો ફરવા મજબુર

  • આજુ બાજુના ૬ ગામના સરપંચોએ હાઈવે ડિવાઈડર માં ક્ટ મૂકવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું
  • ક્ટના અભાવે સ્થાનિક લોકોને ભારે હાલાકી : પાંચ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ એપ્રિલ ૨૪ દ્વારકા નેશનલ હાઇવેના ડિવાઇડરમાં જગ્યાના અભાવે ૬ ગામના સ્થાનિકો લાખ ચોર્યાસીનો ફેરો ફરવા મજબુર બન્યા છે. ત્યારે તમામ ગામના સરપંચ દ્વારા હાઇવે પર ડિવાઇડરમાં ક્ટ મુકવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

કજુરડા પાટીયા નેશનલ હાઈવેથી 8 થી 10 ગામોને જોડતો સ્ટેટ હાઈવે વચ્ચે વાહન અવરજવર માટે જગ્યા મુકવા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. જેમાં નાના આંબલાના સરપંચ સુગરાબેન ગજણ , ભરાણા સરપંચ હુશૈનભાઇ ચમડીયા, વાડીનાર સરપંચ વિજયસિંહ જાડેજા , કજૂરડાના રાજુબેન, ટિંબડીના મહાવીરભાઈ સોઢા, મોટા આંબલાના જુનસભાઈ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

જામનગરમાં ક્ષત્રિયાણી મેદાને : કલેક્ટર કચેરી રાજપૂત છાવણીમાં ફેરવાઈ

0

રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે જામનગરમાં ક્ષત્રિય બહેનો નું અવેદન

  • પુરુષોત્તમ રૂપાલાના બફાટ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં આક્રોશ : ભાજપ વિરૂદ્ધ મતદાનના શાપથ લેવાયા
  • ભાજપ તુજસે વેર નહીં પુરુષોત્તમ તેરી ખેર નહિ ના નારા લાગ્યા : આગ ઘર ઘર સુધી પહોંચી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૪, ક્ષત્રિય સમાજ વિશે અવ્યહારૂ ટીપણી કરનાર રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં ક્ષત્રિય સમાજના બહેનોએ વિશાળ સંખ્યામાં રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. આ સમયે બહેનોએ જય ભવાની ના નારા પણ લગાવ્યા હતા.

રાજકોટ ની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા નાં ક્ષત્રિય સમાજ વિશે ની અભદ્ર ટીપ્પણી સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને ગામે ગામ વિરાટ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યા છે.ત્યારે આજે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના હજારો ની સંખ્યામાં બહેનો ની એક વિશાળ રેલી નીકળી હતી, અને જય ભવાની ના નારા લગાવી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. અને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માગણી સરકાર સમક્ષ પહોંચાડવા રજૂઆત કરી હતી.

રાજપૂત સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ સરકાર આ સમાજ ની લાગણી સમજતી નથી. હવે આ સમાજ આગામી સમયમાં પોતાની ખુંમારી બતાવશે જેનો સમય પાકી ગયો છે.

જામનગરમાં ભાડુતની દુકાનનો કબ્જો મુળ માલિકને સોંપવા કોર્ટનો હુકમ

0

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલી એક ભાડા વાળી દુકાન ના ચડત ભાડા અંગેના દાવામાં અદાલતની ભાડુઆતને ફટકાર

  • ગુજરાતની વડી અદાલતે ભાડું નહીં ચુકવનાર ને તાત્કાલિક અસરથી દુકાનનો કબજો મૂળ માલિકને પરત સોંપી દેવા હુકમ
  • ભાડૂત પાસેથી ફરિયાદ પક્ષના વકીલની હાજરીમાં દુકાનનો કબ્જો લેવાયો: ભાડા ની બાકી રકમ વસૂલવાનો દાવો ચાલુ રહ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૪ જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે જાડા ના બિલ્ડિંગમાં આવેલી એક ભાડાવાળી જગ્યા ના ચડત ભાડા ની રકમ મામલે ગુજરાતની વડી અદાલતે ભાડુઆત ને ફટકાર લગાવી છે, અને ફરિયાદ પક્ષના વકીલની હાજરીમાં જ ભાડા વાળી જગ્યા ખાલી કરીને તેનો કબજો સોંપી દેવા આદેશ કરાયો હોવાથી ઉપરોક્ત જગ્યાનો કબજો પરત મેળવી લેવાયો છે, જ્યારે બાકી રોકાતી ભાડાની રકમનો વસુલાત નોં દાવો અદાલતમાં ચાલુ રહ્યો છે.

જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં આવેલા ડોક્ટર હેડગેવાર ભવનમાં જાડાની ઓફિસની નીચે કેટલીક દુકાનો આવેલી છે, જે પૈકીની એક દુકાન ડો. રાજેન્દ્ર ઠાકર ની માલિકીની છે, જે દુકાન શરતો ને આધીન જામનગરના ફરસાણ ના વેપારી કેવલ પણસારા ને અપાઈ હતી. જેમાં ભાડુઆત દ્વારા થોડો સમય દુકાન નો વપરાશ કરાયા પછી દુકાનને તાળું મારીને ભાડૂતી જગ્યાનો કબ્જો પરત સોંપ્યો ન હતો, ઉપરાંત લાંબા સમયથી ભાડાની રકમ પણ ચૂકવી ન હતી. જે મામલે આખરે જગ્યાના માલિક દ્વારા અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો, અને ચડત ભાડું વસુલવા માટે એડવોકેટ હિતેન ભટ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અને બાકી ભાડા ની રકમ વસૂલવા માટે સ્યુટ દાખલ કરવામાં આવી હતી.

જેમાં કાયદેસરનું લખાણ હોય તો તુરત જ દાવો ચલાવવો પડે, તેથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે દાવામાં ભાડુઆતે પોતાની ગેરકાયદેસર રકમની માંગણી કરવામાં આવી હતી, અને દુકાન ખાલી કરાવવી હોય તો માલિકે પૈસા આપવા પડશે. તેમ જણાવી મોટી રકમ ની ડિમાન્ડ કરી હતી.જામનગરની અદાલતે ચડત ભાડા ની રકમના ૨૦ ટકા ડિપોઝિટ જમા કરવાની શરતે મંજૂરી આપી હતી. પરંતુ તે શરતનું પણ ભાડુઆત કેવલ પણસારાએ પાલન કર્યું ન હતું, અને જામનગરની અદાલતે ચડત રકમનો દાવો મંજૂર કરી મકાન માલિકની તરફેણમાં હુકમનામું કરી આપ્યું હતું.

પરંતુ લેણી રકમ ચૂકવવી ન પડે તે માટે ભાડુઆત દ્વારા સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી. જેમાં પણ અદાલતે ૨૦ ટકા રકમ ભરપાઈ કરી બચાવવાની મંજૂરી આપી હતી.જે હુકમ મુજબની રકમ ભરપાઈ કરતા દાવો ફરીથી ટ્રાયકોર્ટ સમક્ષ આવ્યો હતો. જે અદાલતના હુકમના વિરોધમાં મકાન માલિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ મંજૂર થઈ હતી.ત્યારબાદ બાકી રોકાતી રકમની લેણી નીકળતી હોવાથી ત્રણ વર્ષની અંદાજે ૧૫,૭૫,૦૦૦ જેટલી રકમનો બીજો દાવો દુકાન માલિક દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં પણ દાવો સ્ટે કરવાની ભાડુઆત દ્વારા અરજી કરવામાં આવી હતી, અને જામનગરની અદાલતે તે અરજી પણ રદ કરી નાખી દુકાનનો કબજો માલિકને સોંપી દેવાની સાથે બચાવને મંજૂરી આપી હતી

પરંતુ ભાડુઆત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ ચડત રકમ કેટલી અને ક્યારે ભરવાની છે, તે પરિસ્થિતિ આવતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જગ્યાનો કબજો સરન્ડર કરવાનું અંડરટેકિંગ ભાડુઆતે આપવું પડ્યું હતું. આથી અદાલતે ભાડાવાળી નું ભાડું વસુલાયું ન હોવાહી એક કદમ વધુ આગળ વધી ને ભાડૂતી જગ્યાનો કબજો તેના મૂળમાલિક ડો. રાજેન્દ્ર ઠકરાર ને પરત અપાવ્યો હતો, અને તેઓના એડવોકેટ હિતેન ભટ્ટ ની હાજરીમાં ભાડૂતી જગ્યાનો કબજો પરત મેળવી લેવાયો હતો.

આ દાવામાં મકાન માલિક વતી એડવોકેટ હિતેન ભટ્ટના એસોસિએશનના વકીલ પિનાકીન રાવલ, હિમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર અને કૌશિક પરમાર રોકાયા હતા.

જામનગરમાં પરણીતાને મરી જવા મજબૂર કરનાર સાસરીયા સામે ફોજદારી

0

જામનગરમાં નંદન પાર્કમાં રહેતી ૩૬ વર્ષની પરણીતાનો સાસરિયાઓના ત્રાસ થી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

  • પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ, સાસુ-સસરા સહિતના પાંચ સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
  • આરોપી:- (૧) ગીતાબેન કરશનભાઇ ભરડવા (૨) કરશનભાઇ ભરડવા (૩) મોહનભાઇ કરશનભાઇ ભરડવા (૪) ચેતનભાઇ કરશનભાઇ ભરડવા (૫) પાયલબેન ચેતનભાઇ ભરડવા રહે.બધા રામેશ્વરનગર, નંદનપાર્ક-૦૨, જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૪ જામનગરમાં રામેશ્વર નજીક નંદન પાર્ક-૧માં રહેતી ૨૬ વર્ષની પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર સાસરિયાઓના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ મામલે પરણીતાને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ સાસુ સસરા સહિતના પાંચ સાસરીયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર નજીક નંદન પાર્ક શેરી નંબર -૧ માં રહેતી પરીતાબેન મોહનભાઈ ભરડવા નામની ૨૬ વર્ષની પરણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘેર સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ બાદ મૃતક પરિતાબેનના પિતા દામજીભાઈ વજશીભાઈ મંડોરા કે જેઓ ઢીચડા રોડ પર તિરુપતિ પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ પોતાની પુત્રીના સાસરીયામાં દોડી આવ્યા હતા, જ્યાં હાજર રહેલા પી.એસ.આઇ. એન. એમ. ઝાલા સમક્ષ પોતાની પુત્રીને સાસરિયાઓનો ખૂબ જ ત્રાસ હતો, અને તેઓના ત્રાસના કારણે જ પોતાની પુત્રી પરીતાબેને તંગ આવી જઇ ગળાફાંસ દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે મૃતકના પિતા દામજીભાઈ મંડોરાની ફરિયાદના આધારે પરીતાબેનના શ્વસુર પક્ષના સભ્ય સાસુ ગીતાબેન કરસનભાઈ ભરડવા સસરા કરસનભાઈ ભરડવા, પતિ મોહનભાઈ કરસનભાઈ ભરડવા,ઉપરાંત ચેતનભાઇ કરસનભાઈ ભરડવા અને પાયલબેન ચેતનભાઇ ભરડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ અને પરીતાબેન ને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની આઇપીસી કલમ ૩૦૬,૪૯૮- અ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને રામેશ્વર નગર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.

જામનગર ખોડીયાર કોલોનીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો

0

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો: બીમારીના કારણે મૃત્યુ નીપજ્યાનું અનુમાન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ કરી છે, અને બીમારીના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીકના ભાગમાં એક મહિલા મૃત હાલતમાં પડેલા છે, તેવી માહિતી પોલીસને મળતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.પી. જોશી તેમજ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક મહિલા નું નામ સકુબેન દેવરાજભાઈ જાદવ ઉંમર વર્ષ ૬૧ અને મુંબઈ દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના પરિવારને શોધીને મૃતદેહનો કબ્જો શોપી દીધો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન બીમારીના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.

નિલેશ કગથરાએ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

0

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩, એપ્રિલ ૨૪ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરાના આજરોજ બાવન માં જન્મ દિવસની ઉજવણી શ્રી આણદાબાવા વૃધ્ધાશ્રમ, લીમડાલેન ખાતે વૃધ્ધાશ્રમના વડીલો તેમજ સ્કુલના બહેરા-મુંગા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઇ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂર્યા, શહેર મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, ડે. મેયરશ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતાશ્રી આશીષભાઇ જોષી, દંડક કેતનભાઇ નાખવા, મહાનગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્થભાઇ કોટડીયા, પરાગભાઇ પટેલ, કેશુભાઇ માડમ , ધીરેનકુમાર મોનાણી તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને સભ્ય મનિષભાઇ કટારીયા, ક્ષત્રિય અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણીઓ તથા પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઇ મહેતા તેમજ સંગઠનના હોદેદારો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.