Thursday, October 15, 2026
Home Blog Page 160

જામનગર PGVCL ના જુનિયર ઇજનેરને બેસ્ટ એક્ટ્રેસ યૂ ટ્યુબ એવોર્ડ એનાયત કરાયો

0

મીસ ગુજરાત વિનર જામનગર પીજીવીસીએલના જુનિયર ઇજનેરે ફરી બેસ્ટ એક્ટ્રેસ યૂ ટ્યુબ એવોર્ડ મેળવી નગરનું ગૌરવ વધાર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૪ જામનગર પીજીવીસીએલમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેરે તાજેતરમાં જ રાજકોટમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલ યુટ્યુબ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ યૂ ટ્યુબ એવોર્ડ મેળવી જામનગર નું ગૌરવ વધાર્યું છે. જામનગર પીજીવીસીએલ માં ફરજ બજાવતા જુનિયર ઈજનેર કોમલ આર. ચંદારાણા, કે જેઓએ તાજેતરમાં રાજકોટમાં જયેશ ઠાકોર અને ઇન્દ્રનીલ રાજયગુરુ આયોજિત ‘હાથ સે હાથ જોડો’ યુટ્યુબ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મેળવી જામનગર શહેર અને પીજીવીસીએલ નું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજનારા યુટ્યુબ એવોર્ડ -૨૦૨૪ ના સેમિનારમા સમગ્ર ગુજરાતમાંથી ૮૫૦ થી વધુ સ્પર્ધકો જોડાયા હતા, જેમાં જામનગરના પીજીવીસીએલના જુનિયર ઈજનેર કોમલ રવિભાઈ ચંદારાણા કે જેઓએ બેસ્ટ એક્ટ્રેસ મોડેલ એવોર્ડનો ખિતાબ હાંસલ કરેલ છે. જેઓ અગાઉ પણ ગરબા કવિન, બ્યુટી કોન્ટેસ્ટ, મિસ. ગુજરાત સહિત ની ગુજરાત, સૌરાષ્ટ્ર -કચ્છ ની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ સ્થાને વિજેતા થઈ ચૂક્યા છે.

માતા બની કુમાતા : જામનગરમાં નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર

0

જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું

  • કોઈ અજ્ઞાત સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા બાળકને ત્યજી દીધાનું અનુમાન લગાવી માતાની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ એપ્રિલ ૨૪ જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. સીટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાં એક નિર્જન સ્થળે નવજાત શિશુ કપડામાં વીંટળાયેલી અવસ્થામાં પડ્યું હોવાની માહિતી ત્યાંથી પસાર થનાર નાગરીકે પોલીસને આપી હતી.

જેથી સિટી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃત બાળકનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે આ કૃત્ય આચારવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવાયું છે, અને બાળકને મૃત હાલતમાં ત્યજી દેનાર માતાની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામજોધપુરમાં પ્રેમલગ્ન કરનાર વકીલ મહિલાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢી

0

જામજોધપુર માં પ્રેમલગ્ન કરનાર એડવોકેટ મહિલાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢ્યાની પોલીસ ફરિયાદ

  • પતિએ છૂટાછેડા નહીં આપે તો જીવતી નહીં રહેવા દઉં તેમ કહી ધમકી આપતાં મામલો પોલીસ મથકે લઈ જવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ એપ્રિલ ૨૪ જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતી એક એડવોકેટ યુવતી કે જેણે પ્રેમ લગ્ન કર્યા પછી તેણીના સાસરીયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી, તેમજ છુટા છેડા આપી દેવા માટે ધાક ધમકી અપાતાં તમામ સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતી અને વકીલાત ની પ્રેક્ટિસ કરતી પીન્ટુબેન કુરજી ભાઈ પરમાર નામની ૪૦ વર્ષની યુવતી કે જેના ૨૦૧૬ ની સાલમાં જામજોધપુર ના વતની અને હાલ જુનાગઢ માં રહેતા મૌલિક અશોકભાઈ ઝાખરીયા સાથે પ્રેમ લગ્ન થયા હતા. ૨૦૧૬ ની સાલથી ૨૦૧૯ ની સાલના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે પતિ મૌલિક તથા સાસુ સસરાએ મેણા ટોણા મારી ત્રાસ ગુજાર્યો હતો, અને આખરે પીન્ટુબેન ને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

ત્યારબાદ પતિ મૌલિકે છૂટાછેડા આપવા માટે દબાણ કરી જો છૂટાછેડા નહીં આપે, તો જીવતી નહીં રહેવા દઉ, તેવી ધમકી આપતાં આખરે જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને જામજોધપુર પોલીસે પીન્ટુબેનની ફરિયાદના આધારે તેણીના પતિ મૌલિક હર્ષદભાઈ ઝાખરીયા, સસરા હર્ષદભાઈ જેન્તીભાઈ ઝાખરીયા, અને સાસુ નીતાબેન હર્ષદભાઈ ઝાખરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પ્લાસ્ટિકના વેપારી સાથે ૧૫ લાખની છેતરપિંડી : અબ્બાસ વહોરા પલાયન

0

જામનગરના એક વેપારી સાથે પ્લાસ્ટિકના વેપારીએ રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

  • પોતાના ધંધા માટે ૧૫ લાખ મેળવ્યા પછી વેપાર ધંધો બંધ કરી ગામ છોડી ભાગી જતાં વેપારી સામે ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ એપ્રિલ ૨૪  જામનગરના એક ભાનુશાળી વેપારી સાથે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી થઈ છે. જામનગરના પ્લાસ્ટિકના એક વેપારીએ ધંધાની જરૂરિયાતમાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ મેળવ્યા પછી પોતાનો પ્લાસ્ટિકના વાડો બંધ કરી ગામ છોડી ભાગી છૂટ્યો હતો, તેથી તેની સામે રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજનગર શેરી નંબર ૪ માં રહેતા રવિભાઈ જયેશભાઈ ફલિયા નામના ભાનુશાળી વેપારીએ ગત ૪.૧૧. ૨૦૨૨ના દિવસે જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિક- એક્રેલિક નો વેપાર કરતા અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી નામના વેપારીને ધંધાની જરૂરિયાત માટે રૂપિયા ૧૫ લાખની રકમ ચેક મારફતે આપી હતી. જે રકમ બેંકમાંથી ઉપાડી લીધા પછી પૈસા પરત આપવા ન પડે, તે માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હતો, અને ગામ છોડીને ભાગી છૂટ્યો છે, અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે.

આથી ભાનુશાલી વેપારીએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને વ્હોરા વેપારી સામે રૂપિયા ૧૫ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરની ક્રેડિટ બુલ્સ કંપનીના સંચાલકોનું કરોડોનું ફુલેકું : પંકજ વડગામા ઝડપાયો

0

જામનગરની ક્રેડિટ બુલ્સ કંપનીના સંચાલકોના કરોડોના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ

જામનગર સહિતના કુલ ૩૭ રોકાણકારોના પોલીસે નિવેદન નોંધ્યા: અન્ય ત્રણ આરોપીની શોધ ખોળ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૩૦ માર્ચ ૨૪, જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર એક બિલ્ડિંગમાં આવેલી ક્રેડિટ બુલ્સ કંપની ના સંચાલકોએ જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચીટીંગ કરવા અંગેના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે, ત્યારે અન્ય ત્રણ ની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ પ્રકરણમાં પોલીસે કુલ ૩૭ રોકાણકારોના નિવેદન નોંધ્યા છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની આવેલી છે, જે ખાનગી પેઢીમાં જામનગર સહિતના જુદા જુદા લોકોને માસિક ઊંચા વળતરના બહાને જુદી જુદી સ્કીમમાં નાણાનું રોકાણ કરાવી માસિક વળતર આપવાની લાલચ આપી હતી. અને છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ લોકો ના નાણા નું રોકાણ કરાવ્યું હતું, જે રકમ કરોડોમાં થવા જાય છે.

શરૂઆતમાં કેટલાક લોકોને દર મહિને તેઓના ખાતામાં વળતરની મોટી રકમ જમાવી કરાવી દેવાની લાલચ આપી હતી, ત્યારબાદ કંપનીના સંચાલકો છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોના નાણાંનું રોકાણ કરાવ્યા પછી પેઢીને તાળા મારી બારોબાર રફુચક્કર થઈ ગયા હતા.રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઇ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી ” ક્રેડિટબુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિટ બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોની માં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે કુલ ૩૭ જેટલા રોકાણકારોના નિવેદનો નોંધ્યા છે, અને તમામની કેટલી રકમ ગઈ, તે અંગે નો તાળો મેળવવામાં આવી રહ્યો છે.ઉપરાંત આ પ્રકરણમાં પંકજ વડગામા નામના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેના અન્ય ત્રણ ભાગીદારોની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે.

જામ્યુકોમાં સીટી ઇજનેરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં બ્રહ્મ સમાજ ક્રોધિત

0

જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેરને ધમકી આપી ખંડણી માંગવાના પ્રકરણમાં બ્રહ્મ સમાજ ક્રોધિત

  • બ્રહ્મ સમાજના વિવિધ ઘટકો દ્વારા કમિશનર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ માર્ચ ૨૪ જામનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાનીને ધમકી આપી દર મહિને રૂપિયા એક કરોડની ખંડણી માંગવા અંગેના પ્રકરણમાં પૂર્વ કોંગી કોર્પોરેટર દીપુ પારીયા સામે સમસ્ત બ્રહ્મ સમાજ ક્રોધિત થયો છે, અને વિવિધ સંગઠનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે મ્યુનિ. કમિશનર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી નરેન્દ્ર ભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, મંત્રી અને કોર્પોરેટર આશિષ જોષી, અન્ય કોર્પોરેટરો સુભાષ જોશી, ભાસ્કર જોષી, હિરેન કનૈયા , જીલ્લા પ્રમુખ મનિષાબેન સુમડ , વૈશાલી જોષી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ), સુનિલભાઈ ખેતિયા, જગતભાઈ રાવલ તથા અન્ય બ્રહ્મ સમાજના વિવિધ ઘટકોના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં કમિશનર કચેરીએ પહોંચી જઈ સૌપ્રથમ કમિશનર ડી.એન. મોદીને આવેદનપત્ર આપ્યું હતું.ત્યારબાદ તમામ અગ્રણીઓ જિલ્લા પોલીસવડા ની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં એસ.પી. પ્રેમસુખ ડેલુને પણ વિસ્તૃત આવેદનપત્ર આપી આરોપી સામે સખ્ત પગલાં ભરવા માંગણી કરી છે. જેમાં બ્રહ્મ સમાજના મહિલા પાંખના હોદ્દેદારો વગેરે પણ જોડાયા હતા.

જામનગરની પરણીતાને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી : ૬ સામે ફરીયાદ

0

જામનગર નજીક દરેડમાં રહેતી પરણિતાને સાસરીયાઓનો સીતમ: મારકુટ-ત્રાસ અંગેની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૪, જામનગર નજીક દરેડમાં રહેતી એક પરણીતાને તેમના સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને પોલીસે તમામ છ સાસરીયાઓ સામે ગુનો નોધ્યો છે. જામનગર નજીક દરેડમાં માધવ ટાઉનશિપમાં રહેતી માનસી બેન વિશાલભાઈ કામળિયા નામની ૨૧ વર્ષની પરણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પતિ સહિતના સાસરીયાઓ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં વાંક કાઢી ગાળો આપી પોતાને મારકુટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.એન.એમ ઝાલાએ માનસી બેનના પતિ વિશાલ ભરતભાઈ કામળિયાઝ સસરા ભરત ગોવિંદભાઈ કામળિયા, સાસુ સરોજબેન ભરતભાઈ કામળિયા, દિયર હિરેનભાઈ ભરતભાઈ કામળિયા, મામાજી સસરા સાગરભાઇ બટુકભાઈ લાડવા, અને નાનાજી સસરા બટુકભાઈ લાડવા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ કરી છે.

લાલપુર પંથકમાંથી જામનગરના શખ્સને ગેરકાયદે બંધુક સાથે SOGએ ઝડપી પાડ્યો

0

લાલપુર પંથકમાંથી જામનગરના એક શખ્સ ને ગેરકાયદે હથિયાર બંધુક સાથે એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો

  • ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સનું નામ ખુલ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૯ માર્ચ ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પતરા કોલોની વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર લઈને નીકળેલા જામનગરના એક શખ્સને એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ઝડપી પાડ્યો છે, અને તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી છે, જયારે તેને હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.

એસ.ઓ.જી. ની ટુકડીએ પાડેલા આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ ડેન્ટલ કોલેજ વિસ્તારમાં રહેતો શાહરુખખાન ઉર્ફે અમીરખાન પઠાણ નામનો શખ્સ લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોની વિસ્તારમાં ગેરકાયદે હથિયાર લઈને નીકળ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડી શાહરુખખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, અને તેના કબજા માંથી રૂપિયા ૫,૦૦૦ ની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર કબજે કરી લીધી હતી. પોલીસની પૂછપરછ દરમ્યાન તેને ઉપરોક્ત હથિયાર જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અસગરખાન કાસમખાન પઠાણે સપ્લાય કર્યું હોવાનું કબુલતાં તેને ફરારી જાહેર કરાયો છે, અને શોધ ખોળ હાથ ધરી છે.

જામ્યુકોને ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૧૦૧.૬૦ કરોડની મિલકત વેરા અને પાણી ચાર્જની આવક

0

જામનગર મહાનગરપાલિકા ને ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૧૦૧.૬૦ કરોડ ની મિલકત વેરા અને પાણી ચાર્જ ની આવક

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ માર્ચ ૨૪, જામનગર મહાનગરપાલિકા એ અત્યાર સુધી ના ઇતિહાસ માં વેરા ની સૌથી વધુ આવક મેળવી છે ચાલુ વર્ષમાં આજ ની સુધીમાં રૂપિયા ૧૦૧.૬૦ કરોડ ની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી એન મોદી એ આજે જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ ૩,૦૬,૦૦૦ મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે.તારીખ ૧ એપ્રિલ ૨૦૨૩ થી તારીખ ૨૮ માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ રૂપિયા ૧૦૧.૬૦ કરોડની આવક થવા પામી છે. જ્યારે તારીખ ૧ ફેબ્રુઆરી થી ૨૮ માર્ચ એટલે કે ૫૭ દિવસમાં જ રૂપિયા ૪૫.૭૦ કરોડ ની આવક થવા પામી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ માફી યોજના અમલમાં છે. અને અત્યાર સુધીમાં રૂપિયા ૧૧ કરોડ ૪૮ લાખ ની વ્યાજ માંફી. આપવામાં આવી છે.

આજ ની સ્થિતિએ બાકી વસુલાત જોઈએ તો મુદ્દલ રૂપિયા ૩૦૬ કરોડ ૯૮ લાખ અને તેની ઉપર વ્યાજ ૨૦૭ કરોડ ૪૧ લાખ થવા જાય છે. જેમા મિલકત વેરા ની રૂપિયા ૨૩૩ કરોડ ( કારપેટ બેઝ) અને વ્યાજ નાં રૂ.૯૮.૫૬ કરોડ , તેમજ રેન્ટ બેઝ આધારિત મુદ્દલ રકમ રૂ.૧૫.૧૦ કરોડ અને વ્યાજ ૪૪. ૧૧ કરોડ, પાણી ચાર્જ ની શાખાની કાર્પેટ આધારિત મુદ્દલ રૂ.૪૨.૦૬ કરોડ અને વ્યાજ રૂ. ૩૪.૩૦ કરોડ તથા રેન્ટ બેઝ મુદલ રૂ. ૪.૩૭ કરોડ અને વ્યાજ રૂ. ૧૭.૨૨ કરોડ., અને સ્લમ વિસ્તાર ના પાણી ચાર્જ નાં ૧૨ કરોડ ૪૫ લાખ અને વ્યાજ રૂ. ૧૩ કરોડ ૨૨ લાખ નો સમાવેશ થાય છે.જામનગર મહાનગરપાલિકાની ૧૦૦ ટકા ટકા વ્યાજ માફી યોજના ની મુદત આગામી તારીખ ૩૧ માર્ચ ના પૂર્ણ થઈ રહી છે .ત્યારે છેલ્લા ત્રણ દિવસ બાકી હોય આ યોજના નો લાભ લેવા પણ મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળે કરદાતાઓ ને અનુરોધ કર્યો છે.

PGVCL એકશનમાં : વિજબીલ ભરવામાં દાંડાઇ કરતા આસામીઓના કનેકશન કટ્ટ

0

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧૩૮ વીજ ગ્રાહકોએ નાણા નહીં ભરતાં વીજ જોડાણ કટ કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ માર્ચ ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા બાકી રોકાતા વીજબીલ ના નાણાની વસુલાત માટે જુદી જુદી પાંચસો ટુકડીઓને દોડતી કરાવાઈ છે, અને બાકી રોકાતી રકમ વસૂલવા માટેની ઝુંબેશ ને વેગવંતી બનાવી છે, જેના ભાગરૂપે ૨૧૩૮ વિજ ગ્રાહકએ પોતાના વીજબિલના અંદાજે એક કરોડ ૪૪ લાખ જેટલા નાણા ભરપાઈ કર્યા ન હોવાથી તેઓના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે. ગત તા ૨૩.૩.૨૦૨૪ થી ૨૭.૩.૩૦૨૪ ના ચાર દિવસના સમયગાળા દરમિયાન ૫૦૦થી વધુ ટીમોને હાલારના બંને જિલ્લાઓમાં દોડતી કરાવવામાં આવી હતી, જે પૈકી ૧૯,૧૧૧ વિજ ગ્રાહકોએ અંદાજે પાંચ કરોડ ૨૦ લાખની રકમ ભરતભાઈ કરી દીધી હતી. આજે તારી ગઈકાલ તારીખ ૨૮.૩.૨૦૨૪ ની સ્થિતિ મુજબ હજુ ૩૯.૮૪ કરોડની વસૂલાત બાકી છે ત્યારે ૩૧ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન બાકી રોકાતી રકમ ભરપાઈ કરી દેવા પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.