જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી માતા-પુત્રીને તલવારની અણીએ ધમકી આપી પુત્રીનું માથું ફોડી નાખવા અંગે દંપતિ સામે ફરિયાદ
-
આરોપી દંપત્તિના પુત્રએ આપઘાત કર્યો હોવાથી માતા પુત્રીને ઘેર બોલાવી મારકુટ કરાઈ; યુવતી ને માથામાં સાત ટાંકા આવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ મે ૨૪, જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી માતા પુત્રીને પાડોશમાં રહેતા એક દંપતિએ પોતાના પુત્રના આત્મહત્યાના બનાવનાર સંબંધે પૂછપરછ માટે બોલાવ્યા પછી માતા પુત્રીને તલવારની અણીએ મારી નાખવાની ધમકી અપાઇ હતી જ્યારે, પુત્રીના માથા પર ફૂલદાની ફટકારી દેતાં માથું ફૂટ્યું હતું, અને સાત ટાંકા લેવા પડ્યા છે. જે સંદર્ભે દંપતી સામે હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવીછે કે જામનગરમાં રાંદલ નગરમાં શેરી નંબર છ માં રહેતી ૪૦ વર્ષની એક મહિલાએ પોતાને તેમજ પોતાની પુત્રીને તલવારની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે પાડોશમાં જ રહેતા અશોકબા ભૂપતસિંહ જાડેજા અને તેના પતિ ભૂપતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત અશોકબાએ ઉસકેરાટમાં આવી જઇ ઘરમાં પડેલલી ફૂલદાની માથામાં ફટકારી દેતાં પુત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે, અને તેણીને સાત ટાંકા આવ્યા છે.
પોલીસ માંથી જાણવા મળતી વિગતો અનુસાર હુમલાખોર દંપત્તિના પુત્ર એ તાજેતરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં દંપતિને જાણવા મળ્યું હતું, કે પોતાના પુત્રને ઇજાગ્રસ્ત યુવતી સાથે વાતચીતનો વહેવાર હતો.જેથી માતા-પુત્રી બંનેને દંપતિએ પોતાના ઘેર બોલાવ્યા હતા, જ્યાં યુવતીને ટેલીફોન ની વાતચીત બાબતે પૂછપરછ કરતાં તેણીએ ગળાફાંસાના બનાવ બાબતે પોતાને કાંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જેથી દંપતિએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. સમગ્ર મામલે પી.એસ.આઇ. આર.પી.અસારી તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય ૧૧ જેટલા સભ્યો આજે વહેલી સવારે એક બોલેરો માં બેસીને બોટાદ તરફ લગ્ન નો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે ૫.૩૦ વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગયો હતો.
ઉપરોક્ત અકસ્માતમાં બોલેરો ની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના ૫૦ વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તમામની સારવાર ચાલી રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ મે ૨૪ હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ નું ૮૨.૩૧ ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૯.૯૦ ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨ .૮૮ ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ૬૪૦ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે” તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૩૭ વિદ્યાર્થી એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ માં ૧૩૪૩૭ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧૩૩૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૬૪ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૬૪૦ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૧૯૯૮ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૨૫૦૮ વિધાર્થી અને બી-૨ માં ૨૬૩૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૨૨૨૦ વિદ્યાર્થી, સી-૨ માં ૯૩૮ વિદ્યાર્થી, ડી માં ૪૮ અને ઇ-૧ માં ૧૪૯૪ અને ઇ-૨ માં ૮૬૭ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને ૮૨.૩૧ ટકા પરિણામ આવ્યું છે.

જામનગર જિલ્લામાં ટકાવારી પ્રમાણે વાત કરવામાં આવે તો ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨.૮૮ ટકા પરિણામ આવ્યું છે.
તેઓનું બાઈક સાંજે ૭.૦૦ વાગ્યાના આરસામાં વસઈ ગામની ગોલાઈ પાસે પહોંચ્યું હતું, દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ના ચાલકે બાઈકને હડફેટેમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ની પાછળ બેઠેલા મેમુનાબેન જુસબભાઈ (ઉંમર વર્ષ ૩૫) અને પુત્રી આમના (ઉંમર વર્ષ ૬) બંનેના ઘટના સ્થળેજ કમકમટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જયારે બાઈક ચાલક જુસબભાઈ બસર ને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ બનાવ ના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરનાં પૂર્વ રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા , શ્રી ૫ મહામંગલ પૂરી ધામ- સુરતનાં શ્રી ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ, શ્રી સદાનંદજી મહારાજ, શ્રી અમૃતરાજજી મહારાજ, શ્રી જગતરાજજી મહારાજ, શ્રી ટહલકિશોરજી મહારાજ, સહિતના સંતો મહંતો અને ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો.વિશ્વભરભમાંથી ઉમટેલા પ્રણામી ધર્મનાં હજારો અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિંમતનગર કોલોની રોડ પર એક દુકાનદાર દ્વારા પોતાના દુકાનના દરવાજા પાસે પાણીનો બોર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પાણીનો બોર કરવાનું શરૂ કરાવ્યું હતું. ગુરુવારે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં બોર કરતી વખતે એકાએક નીચેથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, અને બોરવેલ માંથી એકાએક ગેસના ફુવારા ઉડયા હતા.
જે ઘટનાને લઈને દુકાનદાર તેમજ બોરવેલ સંચાલકનો સ્ટાફ વગેરે અડધું કામ મૂકીને ભાગી છૂટયા હતા. આ ઘટનાને કારણે ગુજરાત ગેસ કંપનીના અંદાજે ૭૦૦૦ ગ્રાહકોને અસર થઈ હતી. જે ઘટનાની જાણ થવાથી ગેસ એજન્સી નો સ્ટાફ બનાવ ના સ્થળે દોડી આવ્યો હતો, અને સૌ પ્રથમ પાઇપલાઇન માંથી પસાર થતો ગેસ બંધ કરી દઇ યુદ્ધના ધોરણે મરામતની કામગીરી પૂર્ણ કરી લઈ ગેસ લીકેજને બંધ કર્યો હતો.
સમગ્ર બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવરભાઈ ગજણ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને લ બોરવેલ કંપનીનો કેટલોક માલ સામાન સ્થળ પર પડેલો હતો, જે જપ્ત કરી લઇ મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દીધો છે, અને દુકાનદાર તેમજ બોરવેલના સંચાલકોને બોલાવી લઈ ગેસ એજન્સીને થયેલી નુકસાની ની વસુલાત માટેની કાર્યવાહી ચાલી રહી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ મે ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સારું પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૩૯ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૩૪ ટકા પરિણામ આવ્યું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૩ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૪૬ ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૬૯૧ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૭૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧૩ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૧૯૦ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૧૨૩૬ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૧૮૨૦ વિધાર્થી અને બી-૨ માં ૧૮૪૪ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૧૩૨૭ વિદ્યાર્થી, સી-૨ માં ૫૫૭ વિદ્યાર્થી, ડી માં ૪૨ અને ઇ-૧ માં ૦૧ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને ૯૧.૩૯ ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧૮૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૪ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૮ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૨૫૨ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૪૨૫ વિધાર્થી અને બી-૨ માં ૪૪૯ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં૩૩૭ વિદ્યાર્થી, સી-૨ માં ૧૭૦ વિદ્યાર્થી, ડી માં ૨૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૦.૩૪ ટકા પરિણામ આવ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૪૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૩૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૮ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં કોઈ ઉત્તીર્ણ થયા ન હતા, જ્યારે ૨૦ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૫૮ વિધાર્થી અને બી-૨ માં ૭૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૮૬ વિદ્યાર્થી, સી-૨ માં ૫૦ વિદ્યાર્થી, ડી માં ૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૮૬.૪૬ ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૫૩૩ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૩૫૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧૫ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૩ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૫૧૯ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૯૩૯ વિધાર્થી અને બી-૨ માં ૯૮૭ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૬૩૦ વિદ્યાર્થી, સી-૨ માં ૨૨૭ વિદ્યાર્થી, ડી માં ૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૫.૦૩ ટકા પરિણામ આવ્યું છે.