જામનગર જિલ્લાનું ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

0
1782

જામનગર જિલ્લાનું ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૩૯ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૩૪ પરિણામ

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૩ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૮૬.૪૬ ટકા પરિણામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ મે ૨૪, હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સારું પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૩૯ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૩૪ ટકા પરિણામ આવ્યું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૩ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૪૬ ટકા પરિણામ આવ્યું છે.જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૬૯૧ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૭૬૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧૩ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૧૯૦ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૧૨૩૬ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૧૮૨૦ વિધાર્થી અને બી-૨ માં ૧૮૪૪ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૧૩૨૭ વિદ્યાર્થી, સી-૨ માં ૫૫૭ વિદ્યાર્થી, ડી માં ૪૨ અને ઇ-૧ માં ૦૧ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને ૯૧.૩૯ ટકા પરિણામ આવ્યું છે.જામનગર જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧૮૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૪ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૮ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૨૫૨ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૪૨૫ વિધાર્થી અને બી-૨ માં ૪૪૯ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં૩૩૭ વિદ્યાર્થી, સી-૨ માં ૧૭૦ વિદ્યાર્થી, ડી માં ૨૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૦.૩૪ ટકા પરિણામ આવ્યું છે.દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૪૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૩૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૮ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં કોઈ ઉત્તીર્ણ થયા ન હતા, જ્યારે ૨૦ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૫૮ વિધાર્થી અને બી-૨ માં ૭૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૮૬ વિદ્યાર્થી, સી-૨ માં ૫૦ વિદ્યાર્થી, ડી માં ૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૮૬.૪૬ ટકા પરિણામ આવ્યું છે.જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૫૩૩ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૩૫૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ૧૫ વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. જે પૈકી ૨૩ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ૫૧૯ વિદ્યાર્થી એ-૨ ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-૧ માં ૯૩૯ વિધાર્થી અને બી-૨ માં ૯૮૭ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-૧ માં ૬૩૦ વિદ્યાર્થી, સી-૨ માં ૨૨૭ વિદ્યાર્થી, ડી માં ૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને ૯૫.૦૩ ટકા પરિણામ આવ્યું છે.