જામનગર ખૂની હુમલામાં યુવાનની ખોપરી ફાડી નાખી : 7 સામે ફરિયાદ

0
16340

જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક યુવાનના માથા પર ખૂની હુમલો કરી ખોપડી ફાડી નાખ્યા ની સાત સામે ફરિયાદ

  • દલિત યુવતી એ પ્રેમ લગ્ન કર્યા હોવાથી ત્રણ મહિલા સહિતના સાત આરોપીઓએ દલિત મહિલાને હડધૂત કરી તેના પતિના ખૂનની કોશિશ

  • દલિત મહિલા અને તેના પતિ તેમજ સાસુ સસરા સહિત ચારને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા

  • (૧) અશરફ જુમા ખફી (૨) જાવીદ જુમા ખફી (૩) આરીફ જુમા ખફી (૪) આયશા જુમા ખફી (૫) વલ્લીભાઇનો પૌત્રો (૬) શરીફાબેન જાવીદ ખફી (૭) સીરીનબેન ખફી રહે- ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ A1 ડેરીની બાજુમા જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ મે ૨૪, જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક દલિત યુવતી કે જેણે મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના પાડોશમાં રહેતી ત્રણ મુસ્લિમ મહિલા સહિતના સાત શખ્સો એ દલિત મહિલાને હડધૂત કરી પ્રેમ લગ્ન કરનાર યુવતીના પતિની ખોપડી ફાડી નાખી હત્યાનો પ્રયાસ કર્યા ની તેમજ સાસુ સસરા ઉપર પણ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. દલિત મહિલા અને તેના પતિ તથા સાસુ સસરા વગેરેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.આ મારા મારી ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચુનાના ભઠ્ઠા પાસે ઢોલીયા પીરની દરગાહ નજીક રહેતી નર્મદાબેન અહેમદ રજા મોહમ્મદ હુસેન નાઈ નામની દલિત જ્ઞાતિની મહિલાએ અહેમદ રજા નામના મુસ્લિમ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન પાડોશમાં રહેતા અશરફ જુમા ખફી, જાવેદ જુમા ખફી, તેમજ આરીફ જુમાં ખફી, શરીફાબેન જાવીદ ખફી,આયેશા જુમાં ખફી અને શિરિન બેન ખફી વગેરે સાત જેટલા પાડોશીઓએ તેનું મન દુઃખ રાખીને દલિત મહિલા ને હડધૂત કરી હતી, અને માર માર્યો હતો.જે દરમિયાન છોડાવવા માટે તેનો પતિ આવી જતાં ઉપરોક્ત તમામ આરોપીઓએ નર્મદાબેનના પતિ અહેમદ રજા ના માથામાં લોખંડ નો પાઇપ મારીને તેની ખોપડી ફાડી નાખી હતી, અને હત્યા નો પ્રયાસ કર્યો હતો. તેથી તેને લોહી લૂહાણા હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ બનાવ સમયે નર્મદાબેન ના સાસુ સસરા વગેરે છોડાવવા માટે વચ્ચે પડતાં તેઓ ઉપર પણ હુમલો કરાયો હતો. જેથી વૃદ્ધ દંપત્તિ ને હોસ્પિટલમાં સારવાર અપાય છે. સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને નર્મદાબેન ની ફરિયાદના આધારે સાતેય આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તેમજ રાયોટીંગ ની કલમ અને એસ્ટ્રોસિટી એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ બાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.