Tuesday, October 13, 2026
Home Blog Page 122

જામનગર જિલ્લાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી RSSના સરકાર્યવાહ ની ઉપસ્થિતિમાં થશે

જામનગર જિલ્લાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ (મહાસચિવ) ની ઉપસ્થિતિમાં થશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫, ઓક્ટોબર ૨૪  સને ૧૯૨૫ને વિજયાદશમીના દિવસે આ.એસ.એસ.ની સ્થાપના થઈ હતી.આગામી ૧૨-૧૦-૨૦૨૪ના શનિવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ Iસત્યસાઈ શાળાના રમત-ગમતના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જામનગર જિલ્લાનો વિજયાદશમી ઉત્સવ રહેવાનો છે.આ વખતે આર.એસ.એસ.ના સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબાલેની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં આવવા માટે ગણવેશ સાથે ઉપસ્થિત રહેવા માટેનું રજીસ્ટ્રેશન શરુ થઈ ગયું છે. જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના ૩૦૦ થી વધુ ગામોમાંથી અને નગર અને શહેરના ૧૦૦ થી વધુ વસ્તી એટલે કે વિસ્તાર માંથી ૪૦૦૦ થી વધુ સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત રહેશે.

આ સાથે સંઘમાં માતૃશક્તિને જોડવા માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે. ૧૦૦૦ માનવશિક્ત દ્વારા ૩૦૦૦ થી વધુ પરિવાર આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેશે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લાના રમત-ગમત, સામાજિક કાર્યકતો, સેવાકીય સંરથાઓ, ડૉક્ટર્સ, ઈન્જીનીયર્સ, બિલ્ડર, ઉધોગકારો, લેખક, અધીવકતાઓ વગેરે શ્રેણીના ૧૦૦૦ થી વધુ વિશેષ લોકો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે અતિથિવિશેષ તરીકે ૫.પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજ (શ્રી ૫ નવાતનપૂરી ધામ – ખીજડા મંદિર જામનગર) ઉપસ્થિત રહેશે છે. ઘણીવાર મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે કે રાષ્ટ્ર અને સમાજની સેવા માટે અમે શું કરી શકીએ? નારીની સુરક્ષા માટે અમે શું કરી શકીએ? નવી પેઢીના બાળકોના સંસ્કાર સિંચન માટે શું કરી શકીએ? સામાજિક સમરસતા માટે શું કરી શકીએ ? આવા અનેક પડકારોને જીવવા અને તેના સમાધાન માટે સંઘ (આર.એસ.એસ.) સક્રિય છે. આ કાર્યમાં સહભાગી થવા દરેકને આહવાન છે.

સંઘને સમજવા પ્ર-૧૧ સંપ(આર.એસ .એસ.B)માં આવો.. કોઈ નોંધણી કે કોઈ ફોર્માલીટી નહિ. તમને યોગ્ય લાગે ત્યારે આવવાનું..તમને ન ગમે કે, સમય ન હોય તો ન આવવું, મુક્ત છતાં અનુશાસિત સંગઠનનો અનુભવ કરવા એક વાર સંપ (આર.એસ.એસ.) સાથે જોડાઓ.અને તેની શરૂઆત વિજયાદશમીના કાર્યક્રમથી કરો.. સંઘ સાથે જોડાવવા નજીકના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી શકો છો.

જામનગર : જાખર ગામે દિયરના હાથે ભાભીની કરપીણ હત્યા

0

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રેજ ખૂની ખેલ ખેલાયો : અનૈતિક સંબંધોમાં દિયરના હાથે ભાભીની કરપીણ હત્યા

  • દિયર-ભાભી સાથે ના આડા સંબંધો પછી ભાભી ફરીથી દિયરને વશ નહીં થતાં ઉશ્કેરાટમાં આવી જઇ પથ્થરના ઘા ઝીંકી ભાભીનું કાસળ કાઢી નાખ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના જાખર ગામમાં નવરાત્રીની પ્રથમ રાત્રે અઘતીટ બનાવ બન્યો છે. એક યુવાને અનૈતિક સંબંધોમાં પોતાની ભાભીની હત્યા કર્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાભી સાથે અનૈતિક સંબંધો રાખ્યા પછી પતિને જાણ થઈ જતાં ત્યારથી દૂર રહેવા લાગી હતી, જે પસંદ નહીં પડતાં તાબે નહીં થનાર ભાભી નું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું છે, અને મેઘપર પોલીસ મથકમાં હત્યા અંગેનો અપરાધ નોંધાયો છે.આ બનાવ ની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના જાખર ગામમાં સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા નામના ૩૬ વર્ષના રાજપૂત યુવાને પોતાની નાનાભાઈ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા સામે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા અંગેનો અપરાધનો નોંધ્યો છે, અને આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પત્ની રીનાબા સાથે અગાઉ આરોપી વિજયસિંહ કે ફરિયાદીનો નાનો ભાઈ થાય છે, તેની સાથે આડા સંબંધો હતા. તેની ફરિયાદી બળવંતસિંહ ને જાણકારી મળી જતાં તેણે બંનેને ઠપકો આપ્યો હતો, અને પત્ની રીનાબાએ ફરીથી આવું નહીં થાય એવું સ્વીકારી લીધું હતું. પરંતુ તેણી નો દિયર વિજયસિંહ તેને ફરી કાબુમાં લેવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એના રીનાબા તેને તાબે નહીં થતાં ગઈકાલે નવરાત્રી ની પ્રથમ રાત્રે વિજયસિંહ ઉશ્કેરાયો હતો અને ભાભી રીનાબા ના મોઢા પર પથ્થરના એકથી વધુ ઘા જીકી દઈ હત્યા કરી નાખી હતી, અને તેણીનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. નાના એવા જાખર ગામમાં હત્યાની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

જામનગરના ચકચારી અપહરણ બળાત્કાર કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

0

૧૪ વર્ષની સગીર બાળકીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર કરવાના કેશમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

  • “બનાવ સમયે સગીરાની ઉમર ૧૪ વર્ષની હતી, પોકસો એકટ તળે કેશ ચાલેલ”

  • પોકસો એકટમાં ભોગબનનાર નું નિવેદન મહત્વનું ગણવાનું રહે છે ,પોલીસ અને નામદાર અદાલત સમક્ષ આપેલ નિવેદન વિરોધાભાષી છે. : ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

  • અદાલત માં ચાલેલા કાનૂની જંગમાં નિર્ભયા હત્યાકાંડ , જાતીય સતામણી જેવા મુદા પર દલીલો થઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૪ ઓક્ટોબર ૨૪ જામનગરના આ ચક્ચારી કેશની વિગત એવી છે કે, જામનગર જીલ્લાના જામનગર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા ફરીયાદીએ એવી ફરીયાદ તા.૧૨/૦૪/૨૦૨૩ના રોજ જાહેર કરેલ કે, તેમની સગીર પુત્રી જેની ઉમર ૧૪ વર્ષની છે, તે તા.૧૨/૦૪/૨૦૨૩ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ ઘરમાંથી નિકળી ગયેલ હોય અને ભોગબનનાર મળી આવેલ ન હોય, આ દરમ્યાન ફરીયાદીની પુત્રીને બનાવના ૧૫ દિવસ પહેલા પાડોશમાં રહેતો રાજેન્દ્ર ભોગબનનારને ચેડા કરતો હતો ત્યારે તેમને ઠપકો આપેલ હતો

અને ગામમાં અને આજુબાજુમાં તપાસ કરતા આ રાજેન્દ્ર પણ ગામમાં ન હોવાથી આ આરોપી રાજેન્દ્ર ભોગબનનારને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદાથી ભગાડી ગયેલ હોય તેવી ફરીયાદ જાહેર કરેલ, અને તપાસ ચાલું થતાં આરોપી અને ભોગબનનાર મળી આવેલ, ત્યારબાદ આરોપીની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ,

તે દરમ્યાન ભોગબનનારનું નિવેદન લેવામાં આવેલ અને ભોગબનનારે પોલીસમાં નિવેદન આપેલ કે, રાજેન્દ્ર દ્વારા તેમને લગ્નની લાલચ આપી અને તેમના સાથે ભોગબનનારની મરજી વગર શરીર સંબંધ બાંધી અને બળાત્કાર કરેલ તેવી હકિકતો નિવેદનમાં જાહેર કરેલ, આમ તપાસ દરમ્યાન આરોપી સામે બળાત્કાર અને લગ્નની લાલચ આપી અને વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદાથી આરોપી ભોગબનનારને ભગાળી ગયેલ હોવાનું ખુલતા આરોપી સામે ચાર્જશીટ નામદાર અદાલત સમક્ષ કરવામાં આવેલ, અને કેશ ચાલી જતાં ફરીયાદી અને ભોગબનનાર અને તપાસ કરનાર, ડોકટરની ત્યા જન્મના પુરાવા અંગે શાળાના આચાર્યને તપાસમાં આવેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા સરકાર તરફે એવી રજુઆતો કરવામાં આવેલ કે, ભોગબનનારનો જન્મ વર્ષ ૨૦૦૯માં થયેલ છે અને તેઓ બનાવની તારીખે ૧૪ વર્ષના હતા અને તેનું સમર્થન વર્ષ ૨૦૦૯માં તેનો જન્મ થયેલ છે,

તેના માટે આચાર્યએ પણ સમર્થન કરેલ છે, અને ભોગબનનારના તમામ નિવેદનોમાં પણ તેમના સાથે શરીર સંબંધ બંધાયાનું જાહેર થયેલ છે, તેથી આરોપીને સખત પુરેપુરી સજા અને ભોગબનનારને મહતમ વળતર આપી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ અને હાલનો કાયદો જ એ આશયથી બનાવવામાં આવેલ છે કે, આ રીતે સમાજમાં જે સગીર બાળકો સાથે જાતીય સતામણી થાય છે, તે ઓછી થાય અને નિર્ભયા હત્યાકાંડ બાદ આ કાયદામાં ધણા સુધારા આવેલ છે અને આ પ્રકારના આરોપીઓ સામે કોઈ દયા માન્ય રાખવી જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, પોકસો એકટમાં ભોગબનનારનું નિવેદન મહત્વાનું ગણવાનું રહે છે અને ભોગબનનારે પોલીસ સમક્ષ જે નિવેદન આપેલ છે અને નામ અદાલતમાં જે નિવેદન આપેલ છે, તે ખુબજ વિરોધાભાષી નિવેદન છે, અને આ પ્રકારના વિરોધાભાષી નિવેદનોને ન માનવા જોઈએ, તેની સાથે એવી દલીલો પણ કરવામાં આવેલ કે, આ કેશમાં જન્મ અંગેના પ્રમાણપત્રો રજુ થયેલ નથી અને જસ્ટીઝ જયુવેનાઈલ એકટ મુજબ કાયદામાં સ્પષ્ટપણે તેવું ઠરાવવામાં આવેલ છે કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો રેકર્ડમાં હોય તો તે સાચો માનવો તેવું અનુમાન હોવું જોઈએ પરંતુ આ કેશમાં માત્ર અને માત્ર બોનાફાઈડ પ્રમાણપત્ર રજુ થયેલ છે, જેથી ભોગબનનારનો જન્મ સાબીત કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ છે, ભોગબનનાર બનાવ સમયે ૧૪ વર્ષની હતી તે શંકા ઉત્પન્ન રેકર્ડ ઉપર થયેલ છે જયારે પોકસોના કેશમાં જન્મ અને ઉમર અંગે શંકા ઉત્પન્ન થાય ત્યારે પોકસોની કોઈ જોગવાઈઓ અનુસાર સજા થઈ શકે નહીં, અને જે આક્ષેપો છે, તે મોધમ પ્રકારના આક્ષેપો છે બળાત્કાર કરવામાં આવેલ તેવું માત્ર જણાવવાથી બળાત્કાર માની શકાય નહીં, તેને સાપેક્ષ કોઈ જ પુરાવો નામ.અદાલતના રેકર્ડમાં આવેલ નથી, જેથી આરોપી નિદોર્ષ છે, તેને કોઈપણ રીતે આ કેશમાં ફરીયાદીએ સંડોવી દીધેલ છે, તેથી આરોપીને નિદોર્ષ ઠરાવવો જોઈએ, આમ, નામ.અદાલતે તમામ દલીલો રેકર્ડ અને કેશની હકિકતો ધ્યાને લઈ અને આરોપી રાજેન્દ્ર તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી રાજેન્દ્રને નિદોર્ષ ઠરાવી છોડ મુકવાનો હુકમ કરેછે,

આ કેસમાં આરોપી રાજેન્દ્ર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની , હરદેવસીહ આર.ગોહીલ , રજનીકાંત આર.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામજોધપુરમાં ખેડૂતના ‘ ધાણા જીરુ ‘ ચોરનાર બે શખ્સ પકડાયા

0

જામજોધપુરમાં ધાણા તથા જીરૂ ના જથ્થા ની ચોરી પ્રકરણમાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૪ ઓક્ટોબર ૨૪. જામજોધપુરમાં એક ખેડૂતે ધાણા તથા જીરૂના જથ્થાને ખેતર નાં મકાનમાં સંગ્રહ કર્યા હતા. તેમાંથી ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃ ની ગત રવિવારે રાત્રે ચોરી થઈ છે. પોલીસે ખેડૂતની ફરિયાદ પર થી તપાસ શરૂ કરી હતી અને બે આરોપીને ચોરી નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આમ ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.

જામજોધપુર શહેર માં રહેતા કપિલભાઈ ગિરધરભાઈ ઘેટીયા નામના ખેડૂતે સુભાષભાઈ વલ્લભભાઈ ઘેટીયા સાથે ભાગમાં જમીન વાવવા માટે રાખ્યા પછી તેમાં ઉગેલા દાણા તથા જીરૃના જથ્થાને બાચકા માં ભરી સુભાષભાઈ ના ખેતરમાં આવેલા મકાનમાં રાખ્યા હતા. તે મકાનમાં રાખવામાં આવેલા દાણાના ૭૫ બાચકાના જથ્થામાંથી આઠ બાચકા ધાણા અને જીરાના ૨૪ બાચકામાંથી ૧૦ બાચકા ગત રવિવારે રાત્રે સાડા દસ વાગ્યા પછીથી સોમવારની સવાર સુધીમાં ચોરાઈ ગયા હતાં. અંદાજે ૧૪ મણ ધાણા અને ૧૫ મણ જીરૃ જેની રૂ.૮૪,૩૦૦ કિંમત આકારવામાં આવી છે તે જથ્થો ચોરાઈ ગયા ની કપિલભાઈ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી.

દરમ્યાન આજે જામજોધપુર તરફ આવી રહેલા જી જે ૧૦ ટી ઝેડ ૨૪૬૧ નંબર નાં છકડો રીક્ષા ને પોલીસે આંતરી હતી અને તલાસી લેતા તેમાં થી ધાણા અને જીરા નો ચોરાવ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે છકડો રીક્ષા સાથે ચોરાઉ મુદ્દા માલ કબજે કરી આરોપી પાર્થ સારથી વિનોદભાઈ રાવલ અને સાગર વિનોદભાઈ બકોરી ની ધરપકડ કરી હતી. આમ ચોરી ના ગુનાનો ભેદ ઉકેલવામાં જામજોધપુર પોલીસને સફળતા સાંપડી છે.

જામનગરમાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા

0

જામનગરમાં નવરાત્રીના પ્રારંભે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખુદ જિલ્લા પોલીસવડા દંપત્તિ ગરબે ઘૂમ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ ઓક્ટોબર ૨૪ જામનગર ની ભાગોળે યોજાયેલા જેસીઆર માં રાસ મહોત્સવના કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા એક દિવસ માટેના વેલકમ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતાના પત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પણ માતાજીના ગરબે ઘુમીને આરાધના કરી હતી, અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

જામનગરના એસ.પી.ઉપરાંત જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી દેવધા, પ્રોબેશનલ ડીવાયએસપી નયનાબેન ગોરડીયા, એલસીબી ના પી.આઈ વી એમ લગારીયા અને એસ.ઓ.જી.ના પી.આઈ. બી એન ચૌધરી, ઉપરાંત જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા એલસીબી,એસ.ઓ.જી. ના સ્ટાફ સહિતના પોલીસ પરિવાર આ રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રી મહોત્સવ ના પ્રારંભે અન્ય ખેલૈયા સાથે ડાંડિયારાસની રંગત માણી હતી

જામનગર SP ના નામે ફેંક ID બનાવી લોકો સાથે ઠગાઇ કરનાર શખ્સ રાજસ્થાનમાંથી ઝડપાયો

0

જામનગરના એસ.પી.ના નામેં ફેક ફેસબુક આઇ.ડી. બનાવી લોકો સાથે ઠગાઇ કરનાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુના નામની બોગસ ફેસબુક આઇડી બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર શખ્સને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી જામનગરની સાઇબર ક્રાઇમસેલની ટુકડીએ ઉપાડી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જેણે જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી,એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધીકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઇ.ડી. બનાવી તે આઇ.ડી. મારફતે લોકો સાથે વાતચીત કરી લોકોને વિશ્વાસમાં લઇ અલગ અલગ બહાના હેઠળ ફ્રોડ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર જિલ્લાની સાઇબર ક્રાઇમની ટીમ સક્રિય બની છે.

દરમિયાન જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના નામની બનાવટી ફેસબુક આઇડી બનાવીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે તે અંગેની જાણકારી મળી હતી.આથી પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ ના વડપણ હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઇ.એ. ઘાસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી ટાંક તથા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવ્યું છે.

જે દરમ્યાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ નું નામ તથા ફોટાનો ઉપયોગ કરી ફેસબુક પ્લેટફોર્મ ઉપર ફેક આઇ.ડી. બનાવી પોલીસ ઓફીસર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી અને ઠગાઇ કરવાના ઇરાદેથી આઇ.ડી પર વેચાણ અર્થે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુન્હો કરાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરીને ઇરસાન ફજ્જાર ખાન જાતે. મેઉ (ઉવ. ૨૪) નામના આરોપીને રાજસ્થાન રાજયના અલવર તાલુકાના કકરાલી ગામ ખાતેથી પકડી પાડયો હતો. જેને જામનગર લઈ આવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છેઝ જેણે જામનગર જિલ્લાની ત્રણ વ્યક્તિને શિકાર બનાવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.

સાયબર ક્રાઈમ સેલનો પ્રજાજોગ સંદેશો

સાયબર અપરાધિઓ દ્વારા વિવિધ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ તેમજ કસ્ટમ અધીકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઇ.ડી. બનાવી ધરવખરીનો જુનો સામાન મોબાઈલ, સ્કુટર/મોટરસાઈકલ કે અન્ય જુની ચીજ વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ કેળવી તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી આવી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરની જાહેરાત/પોસ્ટ ની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ જ નાણાકીય વ્યવહાર કરવો જોઈએ.

જામ્યુકોના ચકચારી જાતીય સતામણી પ્રકરણમાં OS ઘરભેગા કરાયા

0

જામનગર મહાનગરપાલિકા માં મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરનાર ને નોકરી માથી ઘરભેગા કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨ ઓક્ટોબર ૨૪ , જામનગર મહાનગર પાલિકા ની એક શાખામાં ખાનગી એજન્સી મારફત ફરજ બજાવતા એક કર્મચારી સામે અમુક મહિલા ઓ દ્વારા જાતિય સતામણી ની ફરિયાદ કરવામાં આવી હતી.જે અંગે ની તપાસ ચાલી રહી છે . એ દરમ્યાન જ મહાનગર પાલિકા ની સૂચના થી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા આ કર્મચારી ને નોકરી માંથી છુંટા કરી દેવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકા ની એક શાખામા ઓ એસ તરીકે અમદાવાદ ની ઓથોસ નામની એજન્સી મારફત ફરજ બજાવતા એક કર્મચારી સામે પાંચ મહિલાઓ દ્વારા જાતિય સતામણી અંગે ની ફરિયાદ કમિશનર સમક્ષ કરવામાં આવી હતી.આથી શાખા અધિકારી ને તપાસ સોંપવામાં આવી હતી.

જે અંગે હજુ તપાસ ચાલી રહી છે. એ પહેલા જ મહાનગર પાલિકા ની સૂચના થી એજેંસી દ્વારા ઓ એસ ને નોકરી માંથી છુંટા કરી દેવામાં આવ્યા છે .નબળી કામગીરી નું કારણ દર્શાવી તેમને નોકરી માંથી તગેડી મૂકવામાં મા આવ્યા છે.

જામનગરમાં પ્રોહિબિશનના ૩ ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

0

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશનના ૩ ગુન્હાઓનો ફરારી આરોપી ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓકટોબર ૨૪, જામનગર પંચકોષી એ. ડીવીઝન ટીમે લાંબા સમયથી નાસતા ફરતા પ્રોહિબિશનના ગુનાના આરોપી રવીરાજસિંહ બહાદુરસિંહ જાડેજાને ઝડપી પાડ્યો છે. જેને જાંબુડા પાટીયા પાસેથી પકડવામાં આવ્યો હતો.

જામનગરના પંચ એ. ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પંચકોષી એ ડીવી. પોસ્ટેના પો.હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરદેવસિંહ ઝાલાએ આ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આરોપી રવીરાજસિંહ બહાદુરસિંહ જાડેજા વિરુધ્ધ પંચ એ ડીવી પો.સ્ટે.માં પ્રોહિબિશન અંગેના ત્રણ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયાના કોન્ટ્રાક્ટરનો ધ્રોળ ટોલનાકે કારમાં આપધાત

ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોળના ટોલનાકે પોતાની કારમાં ઝેરી દવા પી લેતાં મૃત્યુ નિપજવાથી ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૪, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના વતની એવા કોન્ટ્રાક્ટર યુવાને પોતાની કારમાં ધ્રોલના ટોલનાકે પહોંચી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જે કેવી નગર વિસ્તારમાં રહેતા અને જેસીબી તથા અન્ય મશીનરી નો કોન્ટ્રાક્ટર ધરાવતા રઘુવીરસિંહ કિશોરસિંહ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાને ગઈકાલે સવારે ધ્રોળના સોયલના ટોલનાકા પાસે પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને રઘુવીર સિંહ રાઠોડ ને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ અભિજીતસિંહ રાઠોડ એ પોલીસમાં જાહેરાત કરી હતી. જેથી પોલીસે રઘુરરાજસિંહ રાઠોડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી છે.મૃતક કોન્ટ્રાક્ટર યુવાન ખંભાળિયામાં રહેતા હતા અને તેઓને સંતાનમાં ૧૨ વર્ષનો પુત્ર છે. જેઓનો ધંધો બરાબર ચાલતો હતો. પરંતુ કોઈપણ સંજોગોમાં પરમદીને રાતે પોતાના ઘેરથી નીકળ્યા પછી ધ્રોલના ટોલનાકે જઇ પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બનાવ મામલે સૌપ્રથમ સોયલના ટોલનાકા ના કર્મચારીને જાણ થતાં તેઓએ ધ્રોળ પોલીસને સ્થળ પર બોલાવી લીધા હતા. આ મામલામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં DP કપાતના મુદ્દે ગાંધી સ્ટાઇલ થી મૌન રેલી

0

જામનગરમાં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી નો ડીપી રોડ કાઢવા માટે ૩૩૧ મકાનો દુર કરવા નું પ્રકરણ

  • ડીપી કપાત અટકાવવાના મુદ્દે આગામી ૨ ઓક્ટોબરને ગાંધી જયંતિથી ગાંધી સ્ટાઈલથી અસરકર્તાઓ દ્વારા લડતના મંડાણ
  • બીજી ઓક્ટોબરે આશાપુરા મંદિરથી સ્વામિનારાયણનગર સુધી સવારે ૮:૩૦ વાગ્યે મૌન રેલી નિકળશે

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧ ઓક્ટોબર ૨૪ જામનગરમાં સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ ઘેડથી ગાંધીનગર વિસ્તારના ૩૩૧ મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે, જે સમિતિ દ્વારા આવતી કાલે ગાંધી જયંતિના દિવસ તા. ૨ ઓક્ટોબરની સવારે ૮:૩૦ વાગ્યે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામીનારાયણનગર સુધીની મૌન રેલી યોજીને લોક લડતનો આરંભ કરવાની નિર્ધાર કર્યો છે.

મનપા દ્વારા વર્ષ ૨૦૧૯માં નવાગામ ઘેડ-ગાંધીનગર વિસ્તારના ૫૦૦થી વધુ રહિશોને ૩૦ મીટરનો ડીપી રોડ કાઢવા આખા મકાનો અથવા તેના હિસ્સા દુર કરવા નોટીસો અપાઈ હતી. પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો, અને સ્થાનિક વિસ્તારના લોકો એ મહાનગર પાલિકાના તંત્રને આવેદન આપી, કમિશનરને મૌખિક રજુઆતો કરીને આ કપાત રોકવા માંગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ૨૪૧ લોકો જોડાયા હતા. ત્યારબાદ આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું. પરંતુ હવે ફરી કોર્પોરેશને અગાઉના ૩૦ મીટરવાળા ડીપી રોડને ૧૨ મીટર કર્યા બાદ કપાતમાં આવતા ૩૩૧ આસામીઓના મકાનો દુર કરવા નોટીસ આપી છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે ૧૭૫થી વધુ લેખિત વાંધા રજુ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજુઆતો કરી છે.

તંત્ર સામે હવે લોકો સંગઠીત થયા છે, અને આવતી કાલે ગાંધી જયંતિના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજી ની લડત ને અનુસરીને જામનગર મહાનગરપાલિકા સામે લડતના મંડાણ કર્યા છે. તેમ લડત સમિતિના કન્વિનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે, અને તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.